Book Title: Prabhavik Purusho Part 01
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/022905/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કરણ જો કોઇકન Be web 08000 જાય છે. આ પછી તે '' કરી રહી જ કારણ છે Fર પ્રગટકતો અને યમ પ્રસાર૩ સભા લાલાશ, રે પ્રભાવિક પુરુષો | વીશ રોચક કથાઓનો સંગ્રહ, ] શ્રી " Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રેમદીપક ગ્રંથમાળા પુષે ત્રીજું. બe ' પ્રભાવક પુરુષો • ૪૦૦૦૦ ) –ાર – [ “શ્રી જૈન ધર્મ પ્રકાશના પુ. ૪નાં અંક ૧૨ માથી પુ. પદ માનાં અંક ત્રીજા પર્વતમાં આવેલ ૨૦ કથાનકેનો સુધારાવધારા સહિતને સંગ્રહ.] cer આર્થિક સહાયક– છેભાઇશ્રી ચુનીલાલ દુર્લભજી તથા ત્રિભવન દુર્લભજી ભાવનગર IS 6 6 23 ૭ વેબક– મેહનલાલ દીપચંદ ચેકસી-મુંબઈ - ન . . ૧ y૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦e+: 55 t - " પ્રકાશક - તા ૧૦, શ્રી જૈનધર્મ પ્રસારક સભા ભાવનગર, કને વીર સંવત ૨૪૬૯] . [ વિક્રમ સંવત ૧૯૮૯ મુદ્રક - શા. ગુલાબચંદ લલ્લુભાઈ, શ્રી મહાદય પ્રેસ-ભાવનગર. Page #3 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ૧. શાલિભદ્ર શેઠ ૨. ધન્યશ્રેષ્ઠી અનુક્રમણિકા ૫ ૩ ૨૦ ૩. કૃતપુણ્ય શેઠ ૪. મેતા ૫૦ ૫. અતિમુક્તક કુમાર ૭૭ ૬. શાળ તથા મહાશાળ ૮૬ ૭. આર્દ્ર કુમાર ૯૩ ૮. દ્રઢપ્રહારી ૧૧૨ ૯. દશા ભદ્ર ૧૨૨ ૧૩૭ ૧૦. રાજિષ કરક ડૂ ૧૧. પ્રસન્નચંદ્ર ભૂપાળ ૧૬૮ ૧૨. ઉદાયન રાષિ ૧૮૨ - શ્રેણિકપુત્રા (૪) ૨૨૦ ૧૩. મંત્રીશ્વર અનય કુમાર ૨૨૫ ૧૪. મેઘકુમાર ૨૩ ૧૫. હલ્લ અને વિધ ૨૭૦ ૧૬. ન દિષેણુ ૨૭૫ ૧૭. પુણિયા શ્રાવક ૧૮. શ્રેષ્ઠી સુદ ન ૧૯. ચેડા મહારાસ ૨૦. અનાથી નિ ૨૯૭ ૩૧૮ ૪૮ ૪૨૩ ઉપસ’હાર ૪૩૮ થી ૪૪૮ Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ 888888 - ૭ 900... રેવતાચળતીર્થોદ્વારક •૦૦→ @ @ etc eeeeeeeeeeee eeeee 66 :૦૦૦૦૦૭ સ્વ આચાર્યશ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ ૧૦૦૦૦૦૦ews • e Page #6 -------------------------------------------------------------------------- ________________ સ્વસ્થ આ, શ્રી વિજયનીતિસૂરીશ્વરજીના સંક્ષિપ્ત પરિચય વિ. સ. ૧૯૩૦ ના પેાસ શુદિ ૧૧ ને દિવસે વાંકાનેરમાં તેમને જન્મ થયા હતા. તેમનું નામ નિહાલચ'દ અને માતાપિતાનું નામ ફુલચંદભાઇ તથા ચોથીબાઇ હતુ. કુશાત્ર મૃદ્ધિના પરિણામે તેમણે અંગ્રેજી ચેાથા ધેારણ સુધીને વ્યવહારિક અભ્યાસ અપવયમાં જ કરી લીધા. પિતાની ઇચ્છા તેમને આગળ અભ્યાસ કરાવવાની હતી, પરંતુ ધાર્મિ ક વૃત્તિવાળા અને સાંસારની જંજાળથી છૂટવા માગતા નીહાલચંદની મને વ્રુત્તિ જુદી જ દિશામાં ગતિ કરી રહી હતી. માપતા તથા સ્વજનવથી તેમની અભિલાષા ગુપ્ત ન રહી શકી એટલે તેમને સ ંસારબંધનમાં ખાંધવા માટે તેમના લગ્નાદિકની વાત પિતાએ તેમની સમક્ષ રજૂ કરી. પર ંતુ સંયમવધૂને સ્વીકારવાને ઈચ્છતા નીહાલચંદભાઇએ તેનેા ઇનકાર કર્યાં, તેમની વૈરાગ્ય ભાવના વધુ ને વધુ વિકસી તેથી તેએ! ગુપચુપ ધરમાંથી ચાલ્યા ગયા. વિ. સ. ૧૯૪૯ ના અશાડ શુદિ ૧૧ ને દિવસે મહેરવાડા નજીક સ્વયં જ સાધુવેશ સ્વીકારી લીધા, ચામાસું મહેરવાડામાં જ વ્યતીત કર્યું, પરંતુ વિધિપૂર્વકની દીક્ષા માટે તેમનું મન તલપાપડ ચત્ર લાગ્યું. ચેમાસુ ઊતરતાં જ તેએ ઉમતા આવ્યા અને મુનિશ્રી કાંતિવિજયજી પાસે પેતાના ગુરુ શ્રો વિજયજીના નામથી વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. બાદ તેએ વડનગર પેાતાના ગુરુ પાસે આવ્યા અને સ ૧૯૫૦ ના મહા શુદિ ને દિવસે તેમને વડીદીક્ષા આપી મુનિ શ્રી નીતિવિજયજી તરીકે જાહેર કર્યા. ક્રમેક્રમે શાસ્ત્રાભ્યાસ અને ગુરુનિશ્રામાં વિહાર કરતાં અલ્પ સમયમાં તેમના શાસ્ત્રમેધ વૃદ્ધિ પામ્યા. તેમની વ્યાખ્યાનકળા પણ ખીલી નીકળી એટલે શાસનેદ્યોતનાં સારાં સારાં કાર્યં તેમના ઉપદેશદ્વારા થવા લાગ્યાં, તેમની આવી શક્તિથી રંજિત થઇ વિ. સ. ૧૯૬૨ ન: કાર્તિકવદિ ૧૧ ના રાજ પંન્યાસપ૬ અને ૧૯૭૬ ના માગશર સુદ ૫ ના રોજ આચાર્ય પદ અર્પણ કરવામાં આવ્યુ. આચાર્ય`પદ મળતાં જ તેમને પેાતાની જવાબદારીનું સવિશેષ ભાન થયુ' અને સ્થળે સ્થળે વિહાર Page #7 -------------------------------------------------------------------------- ________________ કરી કુસંપ-કલેશના બીજે નષ્ટ કરી ઐક્ય સ્થાપ્યું, પ્રતિષ્ઠા કરાવી, ઉપધાન મહોત્સવ કરાવ્યા, પાઠશાળાઓ સ્થાપી, સેવાસમાજે ઊભાં કરાવ્યાં અને તીર્થમહિમા વધારવા માટે વિવિધ તિર્થોનાં સંઘે કઢાવ્યા. તેમના જીવનનું સૌથી યશસ્વી કાર્ય તે રેવતાચળ જીર્ણોદ્ધાર. વિ. સં. ૧૯૭૯ માં આ કાર્ય તેમણે હાથ ધર્યું અને અથાગ પરિશ્રમ અને ઉપદેશદ્વારા છ લાખના દ્રવ્ય-વ્યયેથી તેમણે તે કાર્ય સાંગોપાંગ પાર ઊતાર્યું. બીજું કાર્ય તે ચિતોડગઢના ભવ્ય જિનાલયના જીર્ણોદ્ધારનું કર્યું. આ ઉપરાંત વિ. સં. ૧૯૮૩ માં નીકળેલ કછ-ગિરનારના સંધવી નગીનદાસ કરમચંદના સંધમાં તેમણે યશસ્વી હિસ્સો આપે હતો. રાજનગરમાં ભરાયેલા સાધુ-સંમેલન સમયે પણ તેમની સલાહ, સૂચના અને કાર્યક્ષમતા અપૂર્વ દૃષ્ટિગોચર થઈ હતી. સાહિત્ય-પ્રચાર અને પ્રકાશન પ્રત્યે પણ તેમનું દુર્લક્ષ નહોતું. એ જ હેતુથી તેમણે વિ. સં. ૧૯૭૨ માં પાટણમાં શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથમાળા શરૂ કરાવી. તેમના જીવનનું એક માત્ર લક્ષ્ય હતું વીતરાગભાષિત ધર્મને પ્રચાર અને પ્રાચીન તીર્થોનો જીર્ણોદ્ધાર. તેમના પિતાના શિષ્યોની સંખ્યા સત્તાવીશ છે જ્યારે પ્રશિષ્યો સહિતની સંખ્યા તોતેર જેટલી છે. તે જ તેમની ઉપદેશ-શૈલી અને સમજાવવાની શક્તિની સાબિતી છે. તેમણે પિતાના જીવન દરમિયાન ૧૦ ‘છરી 'પાળતા સાથે કઢાવ્યા, ૨૨ ઉપધાને મહેવો જ્યા, ૯ વખત પ્રતિષ્ઠા-ઉત્સવ કર્યો અને સેવાના કાર્ય માટે ૧૬ સંસ્થાઓની સ્થાપના કરી. વિ. સં. ૧૯૯૮ ના પોસ વદિ ૩ ના રોજ તેમનો અમર આત્મા મેવાડના પવિત્ર તીર્થ એકલિંગજીમાં આ વિનશ્વર દેહનો ત્યાગ કરી વર્ગ પથે સંચર્યો. સ્વર્ગસ્થનું જીવન પવિત્ર પરમાણુઓથી વાસિત હતું. તેમને શિષ્યવર્ગ અને આધુનિક સાધુસમૂહ આવા પવિત્ર, ચારિત્રપાત્ર, તપસ્વી અને શાસનપ્રભાવક સૂરીશ્વરજીનું અનુકરણ કરે એ જ અભિલાષા. Page #8 --------------------------------------------------------------------------  Page #9 -------------------------------------------------------------------------- ________________ SIA *_. વાળ સ્વર્ગસ્થ સજજનશિરોમણિ 3 4 - પરી, દુર્લભજી રૂગનાથ શ્રી મહેાદય પ્રેસ-ભાવનગર. Page #10 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી પૂજ્ય વડીલ પિતાશ્રી દુર્લભદાસ રૂગનાથ આપને સ્વર્ગવાસી થયાંને ત્રીશ વર્ષનાં વહાણાં વાઈ ગયા છતાં અમો આપનાં પિતૃપ્રેમનાં સુમધુર સંસ્મરણે ભૂલી શક્યા નથી. આપબળે આગળ વધી આપે વિ. સં. ૧૫૬ માં સ્વતંત્ર ધંધ શરૂ કર્યો અને એક કુશળ વ્યવહારપરાયણ વ્યક્તિ તરીકે જીવન-નાવ ચલાવ્યું. અમે આપની શીતળ છાયામાં ઉછરી રહ્યા હતા તેવામાં વિ. સં. ૧૯૬૮ માં આપનું સ્વર્ગવાસ થયે, પરંતુ આપે અમારી લઘુ વયમાં સિંચેલા સંસ્કારોથી આપની લાઈનને અનુસરીને અમે સુખી જીવન ગાળી રહ્યા છીએ. પિતૃ-ત્રણ અપ્રતિકરણીય છે એમ છતાં કિંચિત્ અનૃણું થવા આ નીતિ અને ધર્મભાવનાને પોષતું “પ્રભાવિક પુરુષ”નું પુસ્તક આપને સમર્પણ કરી કંઈક કૃતકૃત્ય થઈએ છીએ. આપનો જૈનધર્મ પ્રત્યેનો અવિચલ પ્રેમ અને શત્રુંજય મહાતીર્થ પ્રત્યેનો ભક્તિભાવ અનહદ હતો. તેના અણુઓ અમારામાં વિસ્તાર પામે એવી ઈચ્છા સાથે વિરમીએ છીએ. મૌન એકાદશી સં. ૧૯૯૯ આપના લઘુ બાળકે ચુનીલાલ અને ત્રિભુવન Page #11 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક ૧૦૭ પંક્તિ ૨૨ ૧૩ ૨૪૦ અશુદ્ધ પિતાધર્મનું હાથે શેભે જનતાએ નિધાન પુન: પાછી ૨૭૧ ૨૯૧ ૨૯૨ શુદ્ધ પિતૃધર્મનું હાથે ન શોભે જનતાને વિધાન પુનઃ હું પાછી (કાઢી નાખવું) છતાં આત્મા તે કુટુંબતણે ૨૯૪ ૩૦૯ - ૪૧૭ ૪૩૨ થતાં આત્મા છે તો કુકુંબત ખોટો મહત્વનો વાંધાવાળું જ ૪૩૯ ૪૪૩ મહત્વની વાંધાવાળું ન ४४७ Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ગણધર મહારાજા—ગુફ્િત દ્વાદશાંગી સ્વયંભૂરમણ સાગર સા અગાધ છે. જેમ સાગરને કદી પાર ન પામી શકાય તેમ શ્રી જિનાગમને પાર પામવા પણ દુષ્કર છે. દરેક આગમ--સૂત્રામાં ચારે અનુયે સમાવેશિત થતા હતા તેવી તેની અગાધતા હતી અને છે, પરન્તુ કાળપ્રભાવથી જ્યારે માનવ–બુદ્ધિ અને આયુ હીન બનવા લાગ્યા ત્યારે શાસનપ્રભાવક યુગપ્રધાન શ્રી આય રક્ષિતસૂરિએ લોકાપકારની દૃષ્ટિથી આગમશાસ્ત્રોને ચાર અનુયાગમાં પૃથક્ પૃથક્ કરી નાખ્યાં. દ્રવ્યાનુયાગ, ચરણકરણાનુયોગ, [તાનુયોગ અને કથાનુયાગ–આ ચારે અનુયોગ પૈકી કથાનુયોગને કેટલાક આચાર્યએ વિશેષ પ્રાધાન્ય આપ્યું અને ઉત્તરાત્તર અન્ય રધર આચાર્યએ પણ શાસ્ત્રોનુ દાહન કરી-કરીને તેને કથાનુયાગમાં સચોટ રીતે ગૂથ્યું. કથાનુયાગની વિશિષ્ટતા એ છે કે મંદબુદ્ધિવાળા પ્રાણીએ પણ તેને જલ્દીથી સમજી શકે છે અને તેમાં વર્ણવવામાં આવેલ સદાચાર, સ ંસ્કાર અને ધર્માં-નીતિનાં સુંદર મેધપાઠેને હૃદયગમ કરી શકે છે; કારણ કે તે તેમાં ગુંથાયેલા જ હાય છે. રાચક શૈલીને અંગે કથા-સાહિત્ય સામાન્ય આમજનતાના અંતઃકરણ દ્રવિત કરી તેના પર ધ`ભાવનાની ઊંડી અસર કરે છે અને કાઇ કાઇ વાર તા વીજળીના ચમકારની માફક તાત્કાલિક જીવન-પરાવર્તન કરવા પણ શક્તિમાન નીવડે છે. જૈન સાહિત્યના સમર્થ વિદ્વાનોએ વિશેષ પ્રમાણમાં કથાનુયાગની રચના કરી છે અને અત્યારે ઉપલબ્ધ સાહિત્ય-ભંડારતા લગભગ પચાસ ટકા જેટલા ભાગ કથાનુયાગને જ મળી આવે છે. સામાન્ય કથા કે લોકવાર્તાને પણ કથા કહી શકાય પરન્તુ ગગન-મંડળમાં ગ્રહ, નક્ષત્ર અને અસંખ્ય તારાગણ હોવા છતાં Page #13 -------------------------------------------------------------------------- ________________ જેવી રીતે સૂર્ય અને ચંદ્ર જ જ્યોતિષીના સ્વામી તરીકે ગણાય છે તેમ સાહિત્ય-ગગનમાં વૈરાગ્યભાવને પોષતી અને આત્મદ્ધારને દર્શાવતી જેન કથાઓ જ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરી ચૂકી છે. અન્ય પ્રાણીગણની અપેક્ષાએ મનુષ્ય એવી વ્યક્તિ છે કે તે સટ્ટવસ્તુ શીધ્ર ગ્રહણ કરી શકે છે અને સારાસારનો વિચાર પણ કરી શકે છે. વાંચનમાં આવતાં સારા વો વિપરીત બનાવોની અસર તેના હૃદયમાં ચિત્રામણની જેમ આલેખાઈ જાય છે અને સંસ્કારી બનેલ આત્મા ક્રમે ક્રમે ગુણસ્થાનકના પગથિયાં ચઢી આત્મસિદ્ધિ સાધે છે. સંતપુરુષોના જીવનચરિત્રોથી, તેમણે સાધેલ અનુપમ સિદ્ધિના દૃષ્ટાથી માનવ-જીવન કેળવાય છે; અને કેળવાયેલી બુદ્ધિ તેને છેવટે સાધ્યબિંદુમેક્ષ પ્રતિ આકષી જાય છે. આધુનિક સમયમાં વાંચનનો શોખ વધે છે, પરંતુ નીતિ, સદાચાર, વિવેક અને ધાર્મિકતાનું દિગદર્શન કરાવનાર જીવનચરિત્રનું સ્થાન કલ્પિત નવલકથાએ ઝડપી લીધું છે. મનુષ્યહૃદય લાગણીઓથી ભરપૂર છે. ક્ષણે ક્ષણે અવનવી વૃત્તિઓ અને આકાંક્ષાઓ તેના હૃદયનો કબજો મેળવે છે અને એટલા જ ખાતર તેના માનસને પરોપકારી, કરુણા, શ્રદ્ધાળુ અને ધાર્મિક વૃત્તિવાળું બનાવવા માટે આવા સંતપુરુષેના ચરિત્રાની આવશ્યકતા રહે છે. ભાઈશ્રી મોહનલાલ દીપચંદ ચોકસીએ આ દિશામાં પ્રયાસ આરંભ્યો છે અને તેના ફળસ્વરૂપ આ પ્રભાવિક પુરુષ એને ગ્રંથ અમે સમાજ સમક્ષ રજૂ કરવા ભાગ્યસરળ થયા છીએ. ભાઈશ્રી ચેકસીની સાહિત્યોપાસના જાણીતી છે. અગાઉ પણ તેમણે આવું એક ગુચ્છક (વીશ કથાઓનું ) શ્રી જૈન સસ્તી વાંચનમાળા મારફત બહાર પાડયું હતું, જેને ઉલ્લેખ આ પુસ્તકના પ્રાંતભાગમાં આપેલ ઉપસંહારમાં તેમણે જ કર્યો છે. આ પુસ્તકમાં આપેલા સઘળા કથાનકો “શ્રી જૈન ધર્મ પ્રકાશ” માસિકમાં ક્રમે ક્રમે પ્રગટ Page #14 -------------------------------------------------------------------------- ________________ થઈ ગયેલા તેને સુધારાવધારા સાથે આ સંગ્રહ છે. આ કથાનકોના તેમણે પાંચ ગુચ્છક કર્યા છે અને દરેક ગુચ્છને હેતુપુરસ્પર આલેખવામાં આવ્યો છે તે સંબંધી વિવેચન તેમણે સ્વયં જ ઉપસંહારમાં દર્શાવ્યું છે એટલે તે વિભાગ જ વાંચી જવાની ભલામણ કરી અહીં તેનું પુનરાવર્તન કરતા નથી. ભાઈશ્રી ચોકસીની કલમ ધીમે ધીમે કસાતી આવે છે અને તેઓ ધર્મ–કથાનકોના આલેખનમાં દિનપ્રતિદિન વિશેષ ને વિશેષ ફતેહમંદ નીવડે તેમ ઇચ્છું . ક્રમે ક્રમે છપાવેલા કથાનકે જે પુસ્તકાકારે પ્રસિદ્ધ થાય તે સમાજને અતીવ ઉપયોગી થઈ પડે તેવી ભાવના અત્રેના અગ્રગણ્ય સાહસિક વ્યાપારી ભાઈશ્રી ચુનીલાલ દુર્લભદાસે પ્રદર્શિત કરી અને તેને અંગેનો સઘળો ખર્ચ આપવાનું તેમણે સહર્ષ કબૂલ કર્યું. ભાઈશ્રી ચુનીલાલ એ કલા વ્યાપારમાં જ રસ ધરાવે છે તેમ નહિ પરંતુ સાહિત્ય અને કેળવણીના કાર્યમાં પણ એટલા જ ઉત્સાહથી ભાગ લે છે. આ પ્રકાશિત થતાં પુસ્તકની પૂર્વે તેમની જ સહાયથી અમે કુમારપાળ રાજાના રાસનું રહસ્ય” અને “ગૌતમ નીતિ દુર્લભ બોધ” પ્રકાશિત કર્યા હતાં. આ ઉપરાંત તેઓ “શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ-પાલીતાણા” ના પણ માનદ સેક્રેટરી છે. તેઓ કીર્તિની ઝંખનાથી પ્રગટ દાન કરવા કરતાં ગુપ્તદાનના જ અભિલાષી છે. આધુનિક વિષમ વાતાવરણમાં દરેક સુજ્ઞ શ્રીમંતનું એ આવશ્યકીય કર્તવ્ય છે. તેમનો સ્વ૦ આ. શ્રી વિજયનીતિસૂરીશ્વર પ્રત્યે અગાધ પૂજ્યભાવ હતા, કારણ કે ધર્મ-દાતા ગુરુને ઉપકાર તો ન બદલે વાળી શકાય તેવા છે. ગુરુભક્તિના ચિહ્ન તરીકે અને પિતૃ-ઋણ અદા કરવા માટે આ. શ્રી વિજયનીતિસૂરિને તેમજ તેમના પિતાશ્રી ભાઈ દુલભદાસ રૂગનાથને ફેટે આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે. જ્ઞાનવૃદ્ધિની સાથે સાથે ગુણવૃદ્ધિ કરાવનાર કાર્યમાં ભાઈ શ્રી ચુનીલાલે કરેલી દ્રવ્યસહાયની અમે અનુમોદના કરીએ છીએ. Page #15 -------------------------------------------------------------------------- ________________ અન્ય સજજનોને આ દૃષ્ટાન્ત અનુકરણીય છે. ભાઈશ્રી ચુનીલાલને આવા જ્ઞાનવૃદ્ધિના કાર્ય સવિશેષપણે કરવામાં પ્રયત્નશીલ રહેવાનું નમ્રભાવે સૂચવીએ છીએ. આ ૨૦ કથાનકે પ્રગટ થઈ ગયા પછી પણ ભાઈશ્રી ચેકસીનું કથાસાહિત્ય “શ્રી જૈન ધર્મ પ્રકાશ' માં અવિરતપણે ચાલુ જ રહ્યું છે. સખી ગૃહસ્થની સહાયથી અમે તેનું પણ પુસ્તકાકારે પ્રકાશન કરવા ઈચ્છા ધરાવીએ છીએ. પ્રાતે ભાઈશ્રી ચોકસીને અને દ્રવ્ય-સહાયક ભાઈશ્રી ચુનીલાલનો આભાર માની આ લઘુ પ્રસ્તાવના પૂર્ણ કરી વિરમીએ છીએ. મૌન એકાદશી સં. ૧૯૯૯ કુંવરજી આણંદજી Page #16 -------------------------------------------------------------------------- ________________ S આ ગ્રંથના લેખક t O 8 e seeboote મેહનલાલ દીપચંદ ચોકસી શ્રી મહેાદય પ્રેસ–ભાવનગર. Page #17 --------------------------------------------------------------------------  Page #18 -------------------------------------------------------------------------- ________________ CA LCULUS LUETUL I UCICucu LELELS antarilar הכתבתב SHUBE - પ્રભાવિક પુરુષો ભૂમિકા મહાન પુરુષોનાં જીવનચરિત્ર જનતા માટે એટલાં આવશ્યક છે કે જેટલી આવશ્યકતા સાગરમાં ભ્રમણ કરતાં જહાજોને દીવાદાંડીના દીપકોની છે. મોટા પુરુષોનાં જીવનસૂત્ર એ તે નવા ઘડતરનાં પ્રાણપ્રેરક તત્ત્વ છે. એ સાહસકથાઓનાં વારંવાર વાંચન, મનન અને પરિશીલનથી જ ઊગતી પ્રજામાં ચેતનાનાં પૂર ચઢવાનાં. આમ છતાં એ ચરિત્ર કિવા કથાપ્રસંગે વેશ પરિવર્તન તો જરૂર માગે છે. એટલું સમજાવવાની ભાગ્યે જ આવશ્યકતા હોય કે વેશપરિવર્તન એટલે આત્માનું પરિવર્તન નહિ જ. કથા કે વાતાના વેશપરિવર્તનથી એને રજૂ કરવાની રીત, પાત્રગુંથણ અને એ દ્વારા ઈચ્છવામાં આવતી સાર-વહેંચણું જ સમજવી. મૂળ વસ્તુને બદલવાને જરા પણ એમાં હેતુ નથી. આમ કરવામાં વર્તમાન દેશકાળ તરફ નજર રાખવી જરૂરી છે. જનતાની કેવા પ્રકારની રુચિ છે એ તરફ પણ લક્ષ દરવાની જરૂર છે, એટલે જ તેના આલેખનમાં ફેરફાર અગત્યતા ધરાવે છે. જૈન સાહિત્યમાં કથાનકોને તો મેટ ભંડાર ભર્યો છે. અહીં તે માત્ર થોડાંકની જ વાત કરશું અને એ વાત પણ ખપપૂરતી જ. ચાલુ જીવનમાં ઉપયોગી નિવડે એ દષ્ટિબિન્દુથી જ જે થોડાં પાત્રો પસંદ કરવામાં આવ્યાં છે તે બધાં પરમાત્મા શ્રી મહાવીરદેવના સમયમાં અથવા એ સમયની આસપાસ થયેલાં છે; Page #19 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] પ્રભાવિક પુરુષ : એટલું જ નહિ પણ એમાંનાં ઘણાખરાં માટે ઐતિહાસિક ને પણ મળી શકે છે. વળી તેઓનાં જીવન પ્રાકૃત પ્રજાની માફક આરંભાય છે અને સંયોગોના પરિવર્તન સાથે એવો ઝેક લે છે કે સરવાળે એ બધાં મહત્માઓની કક્ષામાં જઈ બેસે છે. મહાત્મા પણ નામમાત્ર ગણવા પૂરતાં જ નહિ પણ માનવભવની પ્રાપ્તિ કરી, જેમણે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણ પુરુષાર્થ સાધી લઈ જીવન એવા પ્રકારનું સરલ બનાવી દીધું છે કે જેથી ચોથો મોક્ષ પુરુષાર્થ એ માનવપંગની હાથવેંતમાં જ છેઅરે ! લગભગ સાધ્યા જેવો જ છે. આપણી મનોકામના એ જાતના મોક્ષની છે; છતાં આપણે જે ભૂમિકામાં ખૂંચ્યા છીએ તેમાંથી બહાર નીકળવું સહેલું નથી. વ્યવહાર-નીતિના અને અદશ્ય કર્મોનાં બંધને આપણું આસપાસ એવી રીતે વીંટળાયેલાં છે કે એને છેડે હાથમાં લેવામાં ખડી થતી મુશ્કેલીઓનો સામનો કરવા સારુ જે સામર્થ્ય—બળ—પરાક્રમ જોઈએ તેનું પ્રમાણ આપણામાં નહિં જેવું જ છે. એને સંચય કરવા સારુ જેઓએ આપણા જેવા પગથિયા પરથી જ આગળ વધી, સામે આવતી અગવડને અંત આણ્યો હોય તેવાના દાખલા જ લેવા જોઈએ અને તેમની માફક રસ્તો કાઢવા ઉદ્યમવંત બનવું જોઈએ. આ હેતુ પ્રતિ દષ્ટિ રાખતાં આ ગ્રંથમાં આપવામાં આવતાં કથાનકોની પસંદગી વ્યાજબી લેખાશે. એમાં જેમ રાજા-મહારાજાએ છે તેમ વણજ-વ્યાપારમાં ચોવીશે કલાક રક્ત રહેનાર વણિકે પણ છે. રાજપુત્રો અને શ્રેષ્ઠીપુત્રો પણ ખરા જ. ધનવાનોની સારી સંખ્યા સામે મામૂલી પૂંજી ધરાવનાર એક વણિક તરફ નજર ફેકતાં, જેનું સારું ય જીવન ચેરી અને મારફાડમાં વ્યતીત થયું છે એવા ચોરને પવિત્ર જીવનમાં પગ માંડતા જોતાં અથવા એ બધાને ટપી જાય તેવા અનાર્ય અને ચાંડાળ કુળમાં જગ્યા છતાં સ્વ-જીવનને ઊર્ધ્વગામી બનાવનાર આત્માઓ સંબંધી Page #20 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા : [ ૩ ] વાંચતાં, આપણા અંતરમાં અવશ્ય કંઇ ને કંઇ લાગણીના પ્રવાહ ફૂટવાના-અકથ્ય ને અનેરું મથન થવાનું. આપણું જીવન પણ કઇ છે એવા સચાટ ભાવ પેદા થવાના. આપણે પણ ધારીએ તા ઇચ્છિત ફેરફારાદ્વારા, એ પ્રભાવિક ના જેવા, પૂર્ણ પણે નહિ તા અધૂરા, છતાં એ જ કક્ષાના જીવનેાનું નિર્માણ કરી શકીએ એવી તાલાવેલી જરૂર લાગવાની. આટલી જાગૃતિ અર્થે જ આ પ્રયત્ન ઉચિત ધાર્યા છે. વીશ ચરિત્રાને ચાર ચારના વર્ગમાં વહેંચી દઈ પાંચ વિભાગ પાડ્યા છે. પ્રથમ વિભાગમાં વ્યવહારી-શેઠીઆ તરીકે જેમના ગારવ આજે પણ ગવાય છે એવા ધન્ય, શાલિભદ્ર, કૃતપુન્ય અને મેતા નું ચતુષ્ક લીધું છે. સુપાત્રદાનનું માહાત્મ્ય મગધ દેશની નગરી રાજગૃહીથી ભાગ્યે જ કેાઇ અજ્ઞાત હેાય. જૈનધર્મના કેટલેા ય ગૈારવવંતા ઇતિહાસ એ મહાનગર સાથે સંકળાયેલેા છે. આજે જો કે એ અડતાલીશ ગાઉના વિસ્તારવાળી નગરી ઘેાડાક ઝૂંપડા ને નાનકડા બજારમાં જ સમાયેલી છે; છતાં એનું ભૂતકાલીન ગારવ સ્મૃતિપટમાં તાજી કરાવનાર વિપુળાચળ, વૈભારગિરિ આદિ પાંચ પહાડા, ટાઢા-ઊના પાણીના કુંડા અને શાલિભદ્ર શેઠની ‘નિર્માલ્ય કૂઇ ’ તરીકે એળખાતી જગ્યા હજુપણ વિદ્યમાન છે. પથિકની એ પ્રતિ નજર પડતાં જ એની ચક્ષુ સામે ગતકાળના બનાવા નૃત્ય કરવા માંડે છે. આપણે જે સમયની વાત કરીએ છીએ તે વેળા રાજગૃહીની ગાદી પર પ્રભુ શ્રી મહાવીર દેવના પરમભક્ત ને પ્રભાવશાલી રાજવી શ્રેણિક યાને અિમિસાર બિરાજતા હતા. ચારે કથાનાયકા આ સમૃદ્ધિશાળી નગરીમાં ને લગભગ સમાન સમયમાં ઉત્પન્ન થયા છે. એમાં પણ શાલિભદ્ર, ધન્ય અને કૃત Page #21 -------------------------------------------------------------------------- ________________ [૪] પ્રભાવિક પુરુષો : પુન્યને પૂર્વભવ વિચારતાં એટલી સમાનતા દષ્ટિગોચર થાય છે કે જેથી કેટલાક એવું માનવા લલચાય છે કે આ બધા કપિત પ્રસંગો છે; પણ વસ્તુત: તેવું કંઈ જ નથી. જ્યાં સંખ્યાબંધ પાત્રે સુપાત્રદાન દેતાં હોય ત્યાં બે-ત્રણમાં સામ્યતા પ્રાપ્ત થઈ જાય તેથી કથાનક કલ્પિત ન જ કહેવાય. હા, એટલું તો સ્પષ્ટ છે કે એ ત્રણે શ્રેષ્ઠીઓ જે સમૃદ્ધિ પામ્યા એ પૂર્વભવના ભાવપૂર્વક દીધેલ સુપાત્રદાનના ફળરૂપે જ હતી. અહીં જે હદયમાં કેરી રાખવા જેવી વસ્તુ છે તે એ છે કે મુનિને ક્ષીર વહોરાવનાર એક સામાન્ય કક્ષાના અભણ, રંક અને સુધાથી જેના પેટમાં ખાડા પડ્યા છે એ બાળક છે. આહાર તરિકેનો પદાર્થ ક્ષીર એ જરૂર ઉત્તમ પદાર્થ છે, છતાં અહીં તે પોતાના ખર્ચે નથી નિષ્પન્ન કરાયેલે, પણ પડોશીઓ પાસેથી. માંગી લાવેલી સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવ્યા છે. તેયાર કરનારની જાતિ તરફ નજર કરતાં સહજ સમજાય તેમ છે કે રસવતી નિપજાવવાની કળામાં એ કાર્યદક્ષતા ન જ ધરાવતી હોવી જોઈએ. આમ છતાં વહોરાવવાથી જે લાભ થાય છે એ ઘણું જ ઉત્તમ પ્રકાર ને અચિંત્ય છે. આનું કારણ શું ? સુપાત્રદાન. એટલે ફલદાયીપણામાં કચાશ વગરનું, છતાં આહાર આપનાર પાત્રના ભાવને ઓળખવાની જરૂર છે. એ ભાવની ઉત્કૃષ્ટતાથી જ તેઓ દેવોને પણ દુર્લભ એવી ઋદ્ધિસિદ્ધિ મનુષ્યપણામાં પામ્યા. જેનધર્મમાં ભાવ યાને પરિણામની ઘારા કિવા આત્માના અધ્યવસાય પર જે વધુ વજન મૂકવામાં આવ્યું છે તેનું રહસ્ય આ ઉદાહરણે જોતાં બરાબર ગળે ઊતરે તેવું છે. પૂર્વભવની આ સરખાઈ જાણ્યા પછી એમના ચાલુ જીવન તરફ દષ્ટિપાત કરીએ. દરેકમાં વિવિધતા જણાય છે. સૌથી પ્રથમ શાલિભદ્રનું જીવન અવલોકીએ. Page #22 -------------------------------------------------------------------------- ________________ શાલિભદ્ર શેઠ - સુપાત્રદાનને મહિમા અચિંત્ય છે અને એમાં ભાવનાની ઝમક પૂર્ણરૂપે ઝળકતી હોય ત્યારે તો એના ફળ માટે કહેવાનું કે વિચારવાનું પણ શું હોય? મગધ દેશના નાક સમું એ રાજગૃહ અને એ જ શ્રેણિક રાજવી. કૃતપુન્ય શેઠના સમયની જ આ વાત. ગોભદ્ર શેઠ અને ભદ્રા શેઠાણીને આ લાડકવાયા પુત્ર. એ ગર્ભમાં આવ્યું ત્યારે માતાએ ભરેલું શાળીક્ષેત્ર યાને ચોખાનું પૂર્ણ પણે ઊગેલું ખેતર સ્વપ્નમાં જોયેલું. એ પરથી ગુણનિષ્પન્ન શાલિભદ્ર નામની સ્થાપના કરવામાં આવી. પૌઢતાથી પરવારી વૃદ્ધાવસ્થાના પ્રાંગણમાં પ્રવેશતા શેઠશેઠાણુને આ પુત્રમુખ જેવાનો વેગ સાંપડેલો એટલે લાડકેડનું પણ શું કહેવું? વળી બાળક શાલિભદ્રની કાન્તિ પણ સુંદર, નાજુક બદન અને મને હર દેહલતા સૌ કોઈને પ્રિય થઈ પડે– બે ઘડી રમાડવાનું મન થઈ જાય તેવી હતી. એક વાર જંગમ તીર્થ સમા પ્રભુશ્રી વરની દેશના સાંભળતાં જ ગોભદ્ર શેડની નજર ફરી. આજે તે સમૃદ્ધિના શિખરે હતા અને સંસારના કેઈપણ સુખની એમને ત્યાં ન્યૂનતા નહાતી. પુત્રી સુભદ્રા અને પુત્ર શાલિભદ્ર હવે તો મોટાં થયાં હતાં. પુત્રીનો વિવાહ ધન્ના શેઠ સાથે કરવામાં આવેલો, જ્યારે આ પુત્રને સારુ જુદા જુદા કુલીન કુટુંબમાંથી બત્રીશ યુવતીઓની પસંદગી કરી લગ્ન કરેલ. વિચાર એક જ થયો કે આ દશામાં શા સારુ મારે આત્મસાધન ન કરવું ? ઉમ્મર લાયક પુત્રના ખભે ગૃહભાર સેંપી હવે તે પ્રવ્રજ્યા સ્વીકારવી જ જોઈએ. આટલી અનુકૂળતા છતાં જે ન નીકળી શકે તે મૂર્ખ ગણાય! એને પ્રભુ Page #23 -------------------------------------------------------------------------- ________________ [ 6 ] પ્રભાવિક પુરુષો : વચન યાદ આવ્યું કે-મનુષ્ય પરભવનું પાથેય તે બધી જ રાખવું કેમકે યમરાજનું આમંત્રણ આવવાનું છે એ તો ચોક્કસ જ છે. વળી ચારિત્રપાલનનું જઘન્ય ફળ પણ જ્યારે વૈમાનિક દેવલોક પ્રાપ્ત કરાવે છે, ત્યારે એના ઉત્કૃષ્ટ ફળનું તો શું કહેવું? તેમણે પ્રવજ્યા ગ્રહણ કરવાનો નિશ્ચય કર્યો. પત્ની ભદ્રા ને પુત્ર શાલિભદ્ર સમક્ષ આ પ્રશ્ન રજૂ કર્યો. શેઠાણીએ આનાકાની દર્શાવી, પણ પુત્રની સંમતિ મેળવવામાં વિલંબ ન થયો. ખરું જ કહ્યું છે કે-“પુન્યવાનને પરિવાર પણ પુન્યશાળી જ હોય છે. ” બાદ દીક્ષાનું શુદ્ધતાથી પાલન કરી થોડા કાળમાં ભદ્રશેઠ કાળ કરી વૈમાનિક દેવ થયા. અવધિજ્ઞાનના ઉપગથી જાણ્યું કે આ સ્વર્ગસુખપ્રાપ્તિમાં પુત્ર શાલિભદ્રની હસ્તે મુખે વિદાય કારણભૂત છે, તેથી પુત્ર નેહી આ દેવપિતાએ પ્રતિદિન નવાં નવાં વસ્ત્રાલંકારોની દિવ્ય વસ્તુઓ અને જ્યવસ્તુની પુત્ર ને પુત્રવધુઓની સંખ્યામાં અર્થાત તેત્રીશની સંખ્યામાં વર્ષા શરૂ કરી. (મોકલવા માંડી). આમ શાલિભદ્ર શેઠના ઘરમાં જ નવા નવા સ્વર્ગીય શૃંગાર ઉભરાવા માંડ્યા. એકનું પુન્ય ને બીજાનો નેહ આમાં નિમિત્તભૂત છે. ભદ્રા શેઠાણું પણ ગોભદ્ર શેઠના સંસાર છોડ્યા બાદ ઘરનો તેમજ વેપારને વહીવટ ચલાવતા હતા. વણકુટુંબમાં જન્મ પામેલ એ શ્રેષ્ઠિભાર્યા વ્યવહારકુશલ હાઈ સર્વ કાર્યોમાં દક્ષ હતા. પુત્રની સંપત્તિમાં કરિયાણાના કયવિજયથી તેમણે સારી વૃદ્ધિ કરી. વ્યાપારી બાબતોનું તેમનું જ્ઞાન નારીગણમાં તેમને અદ્વિતીય સ્થાન અપાવતું. શાલિભદ્ર કુમાર તો સાત માળના રમ્ય પ્રાસાદમાં રૂપશાલિની લલનાઓ સહ દૈગંદુક દેવ સરખા વિલાસ માણી રહ્યો હતો. એની દુનિયા એ સમભૂમિ પ્રાસાદમાં જ સમાઈ જતી. દેવલોકના સુખનો અનુભવ આ મૃત્યુલોકમાં કરનાર તે પહેલવહેલે જ ભાગ્યશાળી નર હતા. - મગધની કીર્તિ સારાયે ભારતવર્ષમાં પુષ્પની વાસ સમ Page #24 -------------------------------------------------------------------------- ________________ શાલિભદ્ર : [ ૭ ] પ્રસરેલી હાવાથી એક રત્નક’બળના વેપારી સવાલક્ષ સુવણૅ મહારાની એક એવી સેાળ રત્નક ખળા લઇ શ્રેણિકરાજાના દરબારમાં વેચવા સારુ આન્યા. રત્નક બળની આ કિ ંમત સાંભળી પહેલી તકે આશ્ચર્ય લાગે, છતાં એમાં કરવામાં આવતી કારીગરી અને તેના ગુણ તરફ ષ્ટિ કરતાં તેમ જ એના નામના ખ્યાલ કરતાં સમજાય તેવું છે કે એની ગૂંથણીમાં રત્ના પણ ટીંગાતાં હશે. આ જોતાં દામ વધુ ન ગણાય. વળી એ સુવર્ણ સમયની ઋદ્ધિ-સિદ્ધિ અમાપ ને અગણનીય હતી. * અંત:પુરમાં એ કબળ પહોંચતાં જ સૌ કોઇ રાણીને અકેક લેવાનું મન થયુ' ને ઘડીભર સેાદાગરને લાગ્યુ* કે ફેરી સફળ થયા; પણુ દામ શ્રવણુ કરતાં જ રાજવીનાં ગાત્ર ઢીલાં પડ્યાં. વીશ લાખ સેાનૈયા આમ વિલાસ નિમિત્તે વપરાય એ વ્યાજબી ન લાગ્યું. વળી મનમાં વેપારીને કસવાનાં કાડ પણ ખરાં. આટલી ઊંચી કિંમતે કાણુ ખરીદવાનુ છે ? એવા ગર્વ પણ ખરા. અથડાશે એટલે એછી કિમતે આપી જશે એ આશાથી ખરીદી કર્યા વગર એને પાળેા વાગ્યે. ગઢના દરવાજો વટાવી વેપારી બહાર તા આવ્યે, પણ એના મેાતીઆ મરી ગયા. જ્યાં કારીગરીની કદર ન મળે ત્યાં પછી હુન્નર જાણવાનુ પ્રચાજન શું? જ્યાં મગધના સમ્રાટ સેાળમાંથી એકાદ પણ ન ખરીદી શકે ત્યાં એના અડતાળીશ ગાઉના રાજનગરમાં કયાં ભટકવું ને કાને કહેવું ? મધ્યાહ્ન તા થવા આવ્યે ને માલના વકરે ન મળે, તેા પછી આ ગિરિત્રજમાં પડી રહેવાનુ પ્રયાજન પણ શુ ? આમ વિચારમાળાના મણકા મૂકતા તે સામે આવતા પથિકને અથડાઇ પડ્યો. જાણે ઊંઘમાંથી ન જાગ્યેા હાય તેમ શરમભર્યા ચહેરે પેાતાના માલ ગ્રહણ કરે તેવા કોઇ શાહ સાદાગર અહીં છે ? ” એવા તેને પ્રશ્ન કર્યો. Page #25 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] પ્રભાવિક પુરુષો : તરત જ જવાબ મળ્યા કે “ ભદ્રા શેઠાણી પાસે જાએ, ગમે તેવા કિંમતી માલ પણ શાલિભદ્ર શેઠને ત્યાં ખપી જશે. ભલા માણુસ, એ દેવતાઇ વિલાસ ભાગવે છે. ત્યાં એછી જ ધનની કમીના છે? ગયા કે સાદો થયા જ સમજવા.” સાદાગરના પગમાં જોર આવ્યું. ભદ્રા શેઠાણી જમવા ઊઠવાની તૈયારીમાં હતાં ત્યાં હાથમાં રત્નક બળ પડ્યુ. તપાસી જોતાં પસદ આવ્યું એટલે પ્રશ્ન કર્યો. “ કેટલા નંગ છે ? ” “ છે તેા સેાળ, છતાં આપ એક—એ પણ લઇ શકે છે. કિંમત એક નંગની સવાલાખ સાનામહેાર છે અને કામ પણ તેવું જ છે.” ભદ્રાશેઠાણી નિરાશ થતાં ખેલ્યા : “ ભાઇ! તને કિંમત પૂછે છે પણ કાણુ ? તું એક એની વાત કરે છે, પણ મારે સેાળથી ચાલે તેમ નથી. બીજા સેાળ નોંગ જોઇએ. તારાથી હમણા બીજા લાવી શકાય તેમ છે ? ” 66 શા માટે મારી મશ્કરી કરી સમય ગુમાવે છે ? જે નગરના સ્વામી–અરે દશેક્રિશ જેની કીર્તિપતાકા ઊડી રહી છે એ સમ્રાટ્ ભભસાર–એક પણ લઇ શકયા નહિ, ત્યાં તમે ખત્રીશની વાત કરે છે એ મજાક નહિ તેા ખીજું શું કહેવાય ? આ સાળ વેચતા નાકે દમ આવ્યા ને મધ્યાહ્નના તાપ થયા ત્યાં બીજા સાળ હેાત તે શી દશા થાત ? ” “ ભંડારી ! એને સાળ કમળના વીશ લાખ સેાનૈયા ગણી દ્યો. ’ આમ ભંડારીને કહીને પછી સેાદાગરને કહ્યું કે “ ભાઇ ! હું મજાક નથી કરતી. મારે ખત્રીશ પુત્રવધૂએ હેવાથી સાળ નંગ કેમ કામ આવે? દરેકને અકેક તા જોઈએ જ ના ? ખેર, નથી ત્યાં ઉપાય શે ? ” વકરા કરી સાદાગર પંથે પળ્યેા. જે નગરમાં આવા મહદ્ધિક ભાગ્યશાળીએ પડ્યા છે એની હાક અખિલ વિશ્વમાં સંભળાય તેમાં શી નવાઇ ! એકના બબ્બે ટૂકડા બનાવી ખત્રીશે વહુને રત્નક બળા Page #26 -------------------------------------------------------------------------- ________________ શાલિભદ્ર : [ ૯ ] વહેંચી દીધી. સદૈવ જેમના સારું સ્વર્ગથી : વસ્ત્રાભૂષણેા આવે ત્યાં આ માનવકૃત કે બળનુ જીવન કેટલું ? એક દિવસભર વપરાઈને બીજી સવારે તે વાસી અન્ન માફ્ક જઇને કૃષ્ઠમાં પડયા. એકાદ ટૂકડા બહાર પડ્યો હશે તે ઝાડુ વાળનારીના હાથમાં આવ્યેા. રકને ધનના ચરુ મળતાં જેવા આનદ થાય તેવા તેને આજે યેા. આ સુંદર વસ્ત્ર એઢી તે દરબારગઢમાં ગઇ. રાજની માફક કચરા સાફ કરી પાછી ફરી ત્યાં તે! પટરાણીની નજરે ચડી. “અરે આ! શુ? આ ઝાડુવાળી રત્નક ખળ લાવી ક્યાંથી ? આટલી મેઘેરી વસ્તુ વાપરી એક દિનમાં ફેકી દેનાર એવા તે કચો પુન્યશાળી નગરમાં વસે છે ? ” રાણી ચલણાએ જ્યારે આ વાત શ્રેણિકભૂપને કહી ત્યારે તે પણ વિસ્મય પામ્યા. તજવીજ કરતાં તેના ખરીદનારનું નામ જાણી તેને અખૂટ દાલતના ને અનુપમ સૈાભાગ્યના ધણી શાલિભદ્રને નજરે નિહાળવાનું મન થયુ.. તરત જ અભયકુમારને એ સંબંધમાં આજ્ઞા આપવામાં આવી. નિયત કરેલે દિવસે રાજાસાહેબની સવારી ગાભદ્રશેઠના આંગામાં આવી પહોંચી. ગૃહમાં પ્રવેશતાં જ તળીઆમાં બેસાડેલા વિવિધવી કાચની નિર્મળતા જોતાં જ રાજાને પાણીના ભ્રમ થયેા. ગુલીમાંથી મુદ્રિકા કાઢી પરીક્ષાથે જેવી નાંખી કે તરત જ ખનનન અવાજ થયેા અને તે વીંટી કયાંયે અદૃશ્ય થઇ ગઇ. શેઠાણી ભદ્રાએ અવનીપતિનુ સ્વાગત કર્યું. પ્રાસાદના ત્રીજે માળે સારી રીતે શણગારેલા અને જ્યાં ચાતરફ સુગધીદાર પુષ્પાની માળાએ બાંધેલી છે અને સુવાસિત અત્તરા છાંટી દીધેલાં છે એવા એરડામાં તેમને લઇ જવામાં આવ્યા. દેવતાઇ સમૃદ્ધિના નિરીક્ષણમાં રાજવી તેા એકતાર અની ગયા. ભદ્રામાતાએ સાતમી ભૂમિ પર ખખર કહેવરાવ્યા કે “ શ્રેણિક આવ્યા છે, માટે તમે નીચે આવેા. ” Page #27 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ ] પ્રભાવિક પુરુષ : રાત્રિદિવસ ભગવિલાસમાં ભ્રમર જેવું જીવન ગાળનાર શાલિભદ્રને શ્રેણિક શું ચીજ છે એનું ભાન ક્યાંથી હાય ? તે સમજ્યું કે કાઇ ક્રય-વિક્રયની વસ્તુ હશે, એટલે તરત જ જવાબ આપ્યા કે—“ માતાજીને જણાવા કે એમાં મને પૂછવાની શી આવશ્યકતા છે ? શ્રેણિક આવ્યા છે તેા ખરીદ કરી વખારમાં નાખા.” ભદ્રાએ ભૂલ સુધારી. તરત જ અનુચરને પાછા વાળી સ્ફાટ કયે કે-“ શ્રેણિક એ કરિયાણું નથી, પણ મગધદેશના નાથ અને આપણે જેના રાજ્યમાં વસીએ છીએ તે આપણા સ્વામી-રાજવી છે. તે ખાસ તને મળવા પધારેલ છે, માટે સત્વર નીચે આવી જાએ.” ‘ મારે માથે પણ ઉપરી સત્તા છે” એવા ખ્યાલ શાલિભદ્રને આજે પહેલી જ વાર આવ્યેા. એથી એની આંખ ખુલી ગઇ. તે ચેાગ્ય પાશાક ધારણ કરી ત્રીજી ભૂમિકાએ આવ્યા. રાજાએ રૂપમાં મદનમૂર્તિ સમા કુંવરને નિહાળી, પ્રેમથી ભેટી, સ્વઅંકમાં સ્થાપ્યા. અલ્પકાળમાં તે પરસેવાથી કુંવરનું શરીર આર્દ્ર બની ગયું. પૃથ્વીપતિની સ ંમતિ લઇ તરત જ તે સમભૂમિ પર પાછે સિધાવી ગયા. આવી કામળતા ને સુખસાહેબી જોઇ ભૂપને તેના પૂર્વ પુન્યની અદેખાઇ આવી. પેાતાના રાજ્યમાં આવા પણુ પુણ્યવત વસે છે એ માટે માન ઉપજ્યું. ભદ્રાશેઠાણીને ત્યાં જ લાજન લઇ પાછા ફરતાં મુદ્રિકાની વાત યાદ કરવામાં આવી. તરત જ જ્યાં પ્રતિદિન ઊતરતાં નિર્માલ્ય આભરણેાના સંગ્રહ કરવામાં આવતા હતા એ કરડીએ હાજર કરવામાં આવ્યેા. દિવ્ય મણિએના સમૂહમાં જાણે એકાદા કાચના ટૂકડા ન હૈાય એવી ભૃપની વીંટી તેમાં એક ખૂણા પર દષ્ટિગાચર થઇ. જ્યાં પ્રતિદિન આવા વ્યવસાય ચાલુ હાય ત્યાં સવાલક્ષની રત્નક બળના શા હિસાબ ? રાજા તેા સિધાવી ગયા, પણ તે એક ઉચ્ચ પ્રતિની યાદગીરી મૂકતા ગયા. એનાથી શાલિભદ્રનુ આખુ ય જીવન પલટાઇ ગયું. Page #28 -------------------------------------------------------------------------- ________________ શાલિભદ્ર : | [૧૧] એક સમયને મહાભેગી આજે એગના પંથે પાદ મૂકવાના મંગળાચરણ કરી રહ્યો છે. “જેના માથે નાથ છે એવો આત્મા સ્વતંત્ર કેમ કહેવાય ? મારે એવું જીવન જીવવું કે જેથી ભવિષ્યમાં મારે શિરે કેઈનું સ્વામીત્વ હોઈ જ ન શકે. તેમ જ આ બધા ભેગો સાર વગરના કેવળ આત્માને પરિતાપજનક છે. અત્યારસુધી હું કેવળ ભ્રમમાં જ રહ્યો. સાચી સ્વતંત્રતા અને ખરી ઋદ્ધિસિદ્ધિ આ સાત મજલાના આવાસમાં નથી સમાણું, પણ વૈભારગિરિના પહાડ પર સમવસરેલા શ્રી મહાવીરદેવ પાસે રહેલી છે. ચારિત્ર વિના એ પ્રાપ્ત કરવાનો અન્ય કેઈ ઉપાય જ નથી.' આવા વિચારો શાલિભદ્રના મગજમાં રમી રહ્યા. જીવનપલટો થતાં કંઈ ઝાઝા કલાકે નથી લાગતા. એ માટે અંતર્મુહૂર્ત જે સૂમ કાળ પણ બસ છે. “કમે શૂરવીર તે ધર્મો પણ શુરવીર એ સૂત્રનું રહસ્ય અહીં સમજાય છે. બત્રીશ લાવણ્યવંતી ને તેત્રીશમા ભદ્રામાતાએ શાલિભદ્રની વિચારસૃષ્ટિ પલટાવવા માટે એની નાજુકાઈ ને પ્રત્રજ્યાના સંકટોની સરખામણી કરી. ભિન્ન ભિન્ન ઉદાહરણ આપી તેના વિચાર ફેરવવા બહુએ મચ્યા, પણ ચિળમજીઠને રંગ ઓછો જ જાય ! સાચી લગની તે આનું નામ! બ્રહ્મા પણ તેને ફેરવવા અસમર્થ. સમજુતીથી એક તડ નીકળે. પ્રતિદિન એક એક નારીનો ત્યાગ કરી અભ્યાસ પાડે. એ રીતે માસ વ્યતીત કરો. એક દિન જેને વર્ષસમ હતો તે પુત્ર માતૃભક્તિ માટે આ સ્વીકાર્યું. શૂરવીરો માટે આવો ક્રમ હોઈ જ ન શકે. જ્યારે શાલિભદ્રની ભગિની સુભદ્રાના મુખથી આ વાત શ્રેષ્ટિવર ધન્ય જાણી ત્યારે તે વિમિત થયે. “જે સંસાર તજવાનો નિશ્ચય જ કર્યો તો પછી રોજ અકેક સ્ત્રી છેડવાનું શું પ્રયોજન ?” “કથની સહેલી છે, પણ કરણ દેહીલી છે” એવા પત્ની સુભદ્રાના માર્મિક વચનથી તક્ષણ ધન્ય દીક્ષા લેવા ચાલી નીકળ્યા. શાલિભદ્રને હાકલ કરીને સાથમાં Page #29 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨ ] પ્રભાવિક પુરૂષા : લીધા. ઉભય પહેાંચ્યા શ્રી વીરપ્રભુ પાસે. ત્રિકાળજ્ઞાની ભગવાન ! સર્વ વ્યતિકર કેવળજ્ઞાન-દનદ્વારા જાણીને જોઇ રહેલ હાવાથી પ્રત્રજ્યા આપતાં શાને વિલંબ કરે ? માતા-પિતા, પત્ની આદિની અનુજ્ઞા પૂછવાનું એ જ પ્રભુ ફરમાવે છે, પણ તે છદ્મસ્થ ગુરુએ માટે. જ્ઞાનીના રાહુ તેા ન્યારા જ હાય. અંતરની લગની ત્યાં આત્મકલ્યાણ ક્યાંથી દૂર રહે ? પ્રભુ સહુ વિચર્યા, સ્થવિરાનાં પાસાં સેવ્યાં અને શ્રુતધરેાના અનુભવ સાંભળ્યા, એટલે અલ્પ કાળમાંજ ઉભય સાળા-બનેવી માર અગના જ્ઞાતા થયા. ઉપસ, પરીષહુને સહનારા ને ઇંદ્રિયાને દમનારા, વળી નીત્ર તપ તપનારા એવા તેએ પુન: એક વાર રાજગૃહી પધાર્યા. * ઉત્તમનાં આગમન તે ઢાંક્યાં રહે. માતા ભદ્રાના હર્ષના પાર ન રહ્યો. વંદન દનનાં વિવિધ સ્વમ સેવતા આખા પરિવાર વસ્ત્રાભૂષણ સજવામાં લીન બન્યા. જેને દેખવાની ઉત્સુકતા હતી એ ઉભય દ્વાર સમિપ આવ્યાં છતાં કાઇનું ધ્યાન પણ ન ગયું. પ્રાકૃત મનુષ્યાનું વર્તન વિચિત્ર જ હાય છે. ઘણીવાર તે મૂળને ત્યાગી ડાળને વળગે છે. સાધુયુગલ તા માર્ગે સામી મળેલ એક વૃદ્ધાના બહુમાનપૂર્વક દેવાયેલા પદાર્થ ને ગ્રહણ કરી પ્રભુ પાસે પહેાંચ્યુ. આહાર દેખાડતાં શાલિભદ્રે પ્રભુશ્રીને પ્રશ્ન કર્યા—“ દેવ ! આપે તેા માતાના હાથથી ભિક્ષા મળવાનું કહેલુ, પણ આ ભિક્ષા તેા અન્ય વૃદ્ધા પાસેથી મળેલી છે. ” (C વત્સ ! એ વૃદ્ધા અન્ય કાઇ નહિ પણ તારી પૂર્વ ભવની માતા જ છે. તું સંગમક નામે તેને પુત્ર ગેાપાલનનુ કામ કરતા. પાડાશીને ત્યાંથી જુદી જુદી ચીજો માગી આણી એણે તારા માટે ક્ષીર રાંધેલી. તને થાળીમાં પીરસી તે બહાર ગઇ. દરમિયાન માસક્ષપણુના પારણે એ સાધુએ વહેારવા આવ્યા. તે ભાવપૂર્વક ખીર વહેારાવી. સુપાત્રદાનના મહિમાથી તું આ સમૃદ્ધિ Page #30 -------------------------------------------------------------------------- ________________ શાલિભદ્ર ? [૧૩] પાપે. તેને જોતાં જ એ વૃદ્ધાનાં માંચ ખડાં થયાં. અણુઓળખે પણ પૂર્વજન્મને સ્નેહ કામ કરે છે. આજે તેને ભવ સુધર્યો.” – $€ – ધ શ્રેષ્ઠી યાને ધન્નાશેઠ જે રીતે ખીર ખાવાના ભાવ પૂર્વભવમાં શાલિભદ્ર શેઠના જીવને થયા હતા અને જે રીતે પડેશમાંથી સામગ્રી મેળવી ક્ષીરજન તૈયાર કરવામાં આવ્યું હતું એ જ રીતિ ધન્ય શેઠના પૂર્વભવને પણ લાગુ પડે છે. જરા ઊંડા ઊતરતાં જણાશે કે રાજગૃહી નગરીમાં જેઓ સમકાળે વિદ્યમાન હતા અને જેમનાં નામે મહાન ઋદ્ધિશાળી અને પ્રખર પુણ્યશાળી તરિકે જનતામાં અત્યારે પણ સુવિખ્યાત છે એવા વણિકકુબાવતં સ કૃતપુન્ય શેઠ, શાલિભદ્ર શેઠ અને ધન્ય શેઠ પૂર્વભવમાં રંક કુટુંબમાં અવતરેલા હાઈ, સામાન્ય ભરવાડ કે ગોપાળના જીવન જીવનારા હેઈ, આડેસીપાડોશીના સહકારથી નિપજેલ ખીરરૂપ ભજનથી અને શ્રમણના પાત્રમાં એના દાનથી જે અપૂર્વ ભાવ ઉત્પન્ન થયેલા તેની પ્રબળતાથી જ તેઓ બીજા ભવમાં આપણે જોયું તેવા મહદ્ધિક ને પુન્યભાજન બન્યા છે. જોવાનું એટલું જ છે કે સત્પાત્રમાં દીધેલું નાનું સરખું પણ દાન અને એ કાળે હૃદયમાં રમતા ઉત્તમ ભાવો કેવા ઉત્કૃષ્ટ ફળના દાતા બને છે. યાદ રાખવું કે જેના દર્શનમાં જેટલો ભાર દ્રવ્યની વિપુલ સામગ્રી પર નથી મુકાયો, તેમ નથી મુકાયે એની ઓછી-વધતી કિંમત પર, તેથી સેંકડેમણે અધિક ભાર મૂકવામાં આવેલ છે આત્માના અધ્યવસાય ઉપર, તેથી જ માવના મનારિાના” એ ઉક્તિ પ્રવતી છે. સાચે જ ભાવનામાં પ્રબળ શક્તિ સમાયેલી છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ [૧૪] પ્રભાવિક પુરુષ : ધન્ય મુનિની પૂર્વકથા પ્રતિષ્ઠાનપુરમાં રાજવી જિતશત્રુના રાજ્યમાં એક દરિદ્ર કુટુંબ રેજી મેળવવા આવે છે. એમાંને એક બાળક પ્રકૃતિમાં સોય ને નમ્ર લોકેના વાછરડા ચરાવી પોતાની માતા સહિત નિર્વાહ ચલાવવા લાગ્યા. એક દિવસ ઉદ્યાનમાં કંઈ ઉત્સવનિમિત્તે લોકોને પરમાન્ન બનાવી ઉજાણી કરતાં જોયાં. વાછરડા ચારતાં આ છોકરાને પણ એવી રીતે પરમાન્ન ખાવાનું મન થયું. ઘેર આવી માતાને વાત કહી. પણ અહા ! જ્યાં નાના સરખા ઝૂંપડામાં પૂરું પહેરવાઓઢવાનું પણ ન હોય અને હાંલ્લાં કુસ્તી કરતાં હોય એવી રંકદશામાં માતા પરમાન્ન ક્યાંથી કરી આપે? પુત્રની વાતથી માતાનું હૃદય ભરાઈ આવ્યું! નારીજાત–સુલભ રુદન શરૂ થયું. પાડોશીઓએ વ્યતિકર જાણ્યો એટલે એકે દૂધ, તો બીજાએ સાકર, ત્રીજાએ વળી ચેખા એમ પરસ્પર મળી ક્ષીર નિષ્પન્ન કરવામાં જોઈતી સામગ્રી મેળવી આપી. જેના ઉપકારનો બદલો ન વળી શકે એવી માતાએ પણ પરમાન્ન બનાવી, એની એક થાળી પુત્ર સામે ધરી દીધી અને પોતે કંઈ કામ પ્રસંગે બહાર ગઈ. - જ્યાં આ ઈચ્છિત ભેજનને ઉદરમાં પધરાવવાની તૈયારી કરે છે ત્યાં તે સુંદર આકૃતિવાળા, ને મહિનાના ઉપવાસથી જેમની દેહલતા કૃશ થયેલી છે એવા મુનિયુમને ગોચરી અર્થે આવી રહેલા આ છોકરાએ જોયા. રખે સમજી લેતા કે ધર્મના ઈજારદારે અમુક વણિક કે દ્વિજ જાતિમાં જન્મેલા જ હોઈ શકે. પશુ ચારનાર આ અલ્પમતિ બાળક મુનિરૂપ સામ્યજોડલાને જોતાં જ જાણે મેઘવર્ષાથી વનરાજી નવપલ્લવિત બની હસી રહી ન હોય એવા ઉલ્લાસથી નાચી રહ્યો. પાયસની થાળી ઊચકી, નમ્ર વાણુથી મુનિને ઉદ્દેશી કહેવા લાગ્ય: Page #32 -------------------------------------------------------------------------- ________________ ધન્યશ્રેષ્ઠી ઃ [૧૫] હે સાધ! આ ખીર શુદ્ધ છે, મારા પર કૃપા કરી આપ એ ગ્રહણ કરે છે જેથી હું કૃતાર્થ થાઉં.” ગ્ય આહાર પ્રાપ્ત થતાં મુનિ તે ગ્રહણ કરી માર્ગે વન્યા. આવો સુયોગ સાંપડવા બદલ આ ગોવાળના બાળકને જે હર્ષ થયે એનાં માપ જ્ઞાની સિવાય કોણ કાઢી શકે ? માતાએ આવ્યા બાદ પુન: ખીર પીરસી તે બાળકે ધરાઈને ખાધી. સાધુના દર્શનથી પવિત્ર થયેલ છે જેને આત્મા એ આ ગોવાળ બાળક અકસ્માત્ રાત્રિના કાળધર્મ પામી સુપાત્રદાનના મહિમાથી આ જ નગરના ધનસાર શેઠ ને શીલવતી શેઠાણીના પુત્રપણે ઉપયે. આ સમયે ધનસાર શેઠને ધનદત્ત, ધનદેવ અને ધનચંદ્ર નામના ત્રણ પુત્રો, તેમ જ ધનશ્રી, ધનદેવી અને ધનચંદ્રા નામની ત્રણ પુત્રવધુઓ હતી. ચોથા પુત્રના જન્મકાળે ભૂમિમાં નાલક્ષેપસમયે ધનનો લાભ થવાથી તેનુ ધન્ય એવું ગુણનિષ્પન્ન નામ સ્થાપ્યું. એના વયમાં વધવા સાથે શ્રેષ્ઠ ગૃહ દ્ધિસિદ્ધિથી ભરપૂર થવા લાગ્યું. કુમાર ધન્ય પણ કળાચાર્ય પાસેથી વ્યવહારિક તેમ જ ધાર્મિક શિક્ષણ સંપાદન કરી સર્વકાર્યનિષ્ણાત થયે. તે જોતજોતામાં વર્ષોનાં વહેવા સાથે દૈવનકાળના આંગણે ઉપસ્થિત થયે. આવા પુન્યવંત પુત્રનું નૈરવ સર્વ કઈ કરતા; અને માતાપિતા તો સવિશેષ કરતા. બસ, આટલા કારણથી જ વડીલ બંધુઓની ત્રિપુટીને દુઃખ થયું. જ્યાં સદેવ રમા રામાનો આનંદ કલોલ વર્તતો હતો ત્યાં ગુપચુપ કલિએ પ્રવેશ કર્યો. મેટા પુત્રને ધન્યમાં રહેલી ચતુરાઈ દેખાડવા સારુ એક વાર પિતા તરફથી દરેકને બત્રીશ સીક્કા આપવામાં આવ્યા અને ફરમાશ થઈ કે “એ રકમવડે કય-વિકય કરી સારે નફે કરી લાવે.” Page #33 -------------------------------------------------------------------------- ________________ [૧૬ ] પ્રભાવિક પુરુષ : ત્રણ ભાઈઓ તે આ વાત સ્વીકારી પોતાના વ્યવસાયમાં પ્રવર્યા, પણ ધન્યકુમારે બુદ્ધિ દેડાવી રાજપુત્રના મેંઢા સાથે હાડમાં ઊતરવા સારુ એક મજબૂત મેં ખરીદ્યો. “હારે તે હજાર દિનાર આપે” એવી શરતથી તે હેડમાં ઊતર્યો ને જય મેળવ્યો. એ રીતે હજાર દિનાર સંપાદન કરી ઘેર આવ્યા. વ્યવસાયરક્ત ત્રણ બંધુઓએ કરેલે નફે નાના ધન્નાના નફા આગળ નહિ જે જ ગણાય. આમ શુભ પરિણામની વરમાળા આ ભાઈશ્રીના કંઠમાં પડી. માતાપિતા તરફથી પ્રશંસા પણ પ્રાપ્ત થઈ. માત્ર કઈ પણ વિમાસવું પડ્યું હોય તો ઉક્ત ત્રણ માડીજાયાઓને! પુન: પરીક્ષાની તેમના તરફથી માગણી થઈ. પણ શું વળે? “ ભાગ્ય વિના નર કેડી ન પાવે” એ વાત તદ્દન સત્ય જ છે. નશિબ ચાર ડગલાં આગળનું આગળ. જ્યાં જ્યાં ભાગ્યરહિતનાં પગલાં પડે ત્યાં ત્યાં લીલું હોય તે સૂકું થાય યાને આપદાઓ વણમાગી આવીને પડે. ત્રણ ભ્રાતાએ નિભંગી હોવાથી બીજી વાર પણ કંઈ કમાઈને લાવ્યા નહિ. ધન્યકુમારે તો બજારમાં પગ મૂકતાં જ એક ખાટલે લીલામ થતો જોયે. સમિપે પહોંચતાં અને તેનાં ઈસ તથા પાયા બારિકાઈથી અવલેતાં મંચ એને ભેદી લાગે. ઉપાડી જતાં વજનમાં ભારે લાગ્યું. તપાસ કરતાં જાણવામાં આવ્યું કે આ મંચ તો આજે કાળ કરી જનાર એક કપણ શેઠનો છે. શેઠની આજ્ઞા મુજબ તેના પુત્રો આ ખાટલા પર જ સુવાડી મૃતકને સ્મશાનમાં બાળવા લઈ ગયેલા અને શેઠની આજ્ઞા તો પિતાના શબ સાથે જ મંચને બાળવાની હતી, પણ મશાનભૂમિના રક્ષકનો આવી ચીજો પર હક થતો હોવાથી તેઓ ન છૂટકે ખાટલે તેને સેંપી ચાલતા થયા. એ રક્ષક તરફથી જ આ લીલામ થતું હતું. કૃપણ શેઠનું નામ સાંભળતાં જ અનિષ્ટની શંકાથી ગ્રાહકો સદે કર્યા વગર ચાલ્યા જાય છે. આટલી વાત પરથી અને પ્રાપ્ત થયેલ નિશાનીઓ ઉપરથી બૃહસ્પતિના વંશજ ધન્ય ઝટ સોદો નક્કી કર્યો અને ખાટલો ઉપડાવી ઘેર આવ્યા. Page #34 -------------------------------------------------------------------------- ________________ ધન્યશ્રેણી : [૧૭] દ્વારમાં ઊભેલા ભાઈઓ કંજુસ શેઠનો સ્મશાનેથી અણાયેલ ખાટલો જોતાં જ ભભકી ઊઠ્યા. “આવી વસ્તુથી ઘર અપવિત્ર થશે” એમ પિકાર પાડી ધન્નાની પ્રજ્ઞા પર હસવા લાગ્યા. માબાપ પણ બે ઘડી જોઈ રહ્યા. ધન્નો કંઈ આ કથનથી અકળાય તે નહોતો. એ તો ખાટલો ઉપાડીને પહોંચ્યા અંદરના ચોકમાં ને ધડાક દેત જમીન પર પછાડ્યો. કુટુંબી જને સે એકઠા થઈ ગયા અને તેમની નજરે તરફ સોનામહોર પડેલી દેખાઈ. ભાભીએ તો નાના દિયર પર વારી જવા લાગી. માતાપિતાને હર્ષ થયા. માત્ર કેરડાના વૃક્ષ માફક ત્રણ ભ્રાતાના મુખ કરમાઈ ગયા. લાથી તેઓ શ્યામ પડી ગયા. નાના ભાઈ સાથે પરાભવ તેમને અસહ્ય થઈ પડ્યો. છૂપી રીતે તેઓ ધન્નાને હેરાન કરવાનો દાવ શોધવા લાગ્યા. ભાભી મારફતે આ વાત ધન્યના કાને પહોંચી. આવું કંઈ થાય તે પૂર્વે તે ધન્યકુમાર ગુપ્તપણે ત્યાંથી ચાલી નીકળે. જુદા જુદા સ્થાનોમાં ફરતાં ફરતાં એકદા મધ્યાહ્ન સમયે એક ખેતર નજીક આવી પહોંચ્યા. ખેડૂતે સુંદર મુખાકૃતિવાળા આ પુરુષને જોઈ પિતાની સાથે જમવાનું આમંત્રણ આપ્યું. ધન્યકુમારે હાથમાં હળ લઈ થોડો સમય ફેરવ્યું ત્યાં તે ક્ષેત્રમાંથી ધનને ચરુ નીકળ્યો. સુવર્ણથી ભરેલ આ કુંભ ખેડૂતે ધન્યના તકદીરનો ગણી તેને આપવા માંડ્યો, પણ આ પરોપકારપરાયણ કુમારે એમાંથી કેડી સરખી ન લેતાં તે તેને પી આગળ ચાલ્ય અને રાજગૃહીમાં આવી પહોંચ્યા. નગર બહારના એક સૂકાઈ ગયેલા ઉદ્યાનમાં પગ મૂકતાં જ તે નવપલ્લવિત બની ગયું. ખરું જ કહ્યું છે કે “પુન્યવાનના પગલામાં અદ્ધિ ભરી હોય છે.” માળીદ્વારા આ ચમત્કૃતિ શ્રવણ કરી ઉદ્યાનનો માલિક કુસુમ શેઠ પણ ત્યાં શીધ્ર આવી પહોંચે. આકૃતિથી જ ગુણપરીક્ષા Page #35 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] પ્રભાવિક પુરુષા : થાય છે. શેઠને પણ કપાળ જોતાં જ સમજાયુ` કે આ કાઇ પ્રતાપી પુરુષ છે. અટ આગ્રહ કરી સ્વગૃહે તેડી ગયા. આતિથ્ય સાચવવવામાં જરા પણ ખામી ન રાખી. * કુસુમ શેઠને પુષ્પવતી નામની એક રૂપલાવણ્યવતી, ઇંદ્રની અપ્સરાને પણ લાવે તેવી પુત્રી હતી. શ્રેણિકભૂપની પુત્રી સામશ્રી અને ગેાભદ્રશેઠની પુત્રી સુભદ્રા સહ તેણીને સખીપણા હતા. આ લલનાત્રિપુટીએ એવા નિશ્ચય કરેલા કે લગ્નગ્રંથીથી જોડાવું તા એક જ વરની સાથે જોડાવુ કે જેથી પરસ્પરના વિચાગ થવાના પ્રસંગ જ ન આવે. પુષ્પવતીના નેત્રાએ જ્યારથી નવિન અતિથિના દર્શન કર્યાં ત્યારથી જ તેના અંતરમાં કેાઇ અગમ્ય આંદોલન ઉપસ્થિત થઇ ચૂક્યું. ચૈાવનાંગણમાં તાજી પ્રવેશનાર આળા પુષ્પવતી આ ભાવાને પૂર્ણ રીતે ઓળખી શકી નહી. સખીવૃંદમાં તેણીએ પેાતાની વ્યથા પ્રગટ કરી. રાજપુત્રી ને સુભદ્રા પણ કામદેવ સરખા રૂપવાળા કુંવરને જોતાં જ કામખાણુથી ઘવાયા ! દાસી મારફતે એ વાત વિડલાના કર્ણ પર પહોંચી. અતિથિ ધન્યકુમારને લલનાત્રિપુટીના સ્વીકાર કરવાના અતિ આગ્રહ થયા. આમ કુદરતી રીતે વૈભવને છેાડી જનાર ધન્યને પુન: એની પ્રાપ્તિ થઇ. રાજવીના જમાઈ થતાં કઇ વાતની ન્યૂનતા રહે ? સુંદર પ્રાસાદમાં વસવાટ અને પ્રતિદિન ત્રિયાત્રિપુટી સહ સંસારસુખ માણવામાં ધન્યકુમારના દિવસે। સરિતાના નીરસમ વહી જવા લાગ્યા. એકદા ગવાહ્યે બેસી કુંવર દાતણ કરી રહેલ છે ત્યાં દૂરથી પેાતાના માતાપિતાને આવતાં જોયા. પાછળ ભાઈ તથા ભાભીઓને પણ નિહાળી. સર્વના દેહ પર દરિદ્રતા નાચી રહી હતી. મુખના ચહેરા પણ શુષ્ક બની ગયા હતા. પહેરવાના વસ્ત્રોનું પણ પૂરું ઠેકાણું નહાતું. આ દૃશ્ય જોઈ ધન્યકુંવર ઘડીભર મંત્રમુગ્ધ Page #36 -------------------------------------------------------------------------- ________________ ધન્યશ્રેષ્ઠી : [ ૧૯ ] બની ગયા. પેાતાના કુટુ ંબની સંપત્તિ આમ એકાએક ક્યાં ચાલી ગઇ હશે ને આપદાનું વાદળ અકસ્માત્ યાંથી ચડી આવ્યું હશે એ સંબ ંધી તે વિચારવા લાગ્યા. કર્મ રાજના તમાસા સિવાય તેની દૃષ્ટિ ખીજું ક ંઇ ન જોઇ શકી. તરત જ તે નીચે ઊતરી પેાતાના સર્વ આપ્તજનને મહેલમાં તેડી લાવ્યેા. આતાના વાદળ વર્ષે તા પણુ સજ્જન પુરુષા પાતાની પ્રકૃતિમાંથી એક પગલું પણ પાછળ હડતા નથી. દુ નતા પણ કયાં ઢાંકી રહે છે? રાજગૃહીમાં આવ્યાને પૂરા પંદર દિન ન થયાં ત્યાં તે ધનદત્ત આદિ ત્રણે ભ્રાતાએ સ્વભાોએના ભરમાવ્યાથી ધન્યની સંપત્તિમાંથી જુદા હિસ્સા માંગવા લાગ્યા અને તેનાથી પૃથક્ વસવાની વાતે શરૂ કરી. સુખમાં લાવનાર ધન્યકુમાર સાથે પુન: લેશના શ્રીગણેશ મંડાયા. માતાપિતાએ બહુએ સમજાવ્યા કે: “ હે પુત્રા ! આ બધી સ ંપત્તિ ધન્નાએ પેાતાના ભુજબળથી સપાદન કરી છે એમાં તમારા ભાગ શી રીતે સંભવે ? શા સારુ નકામે વલેપાત કરે છે ? ધન્યકુમારનુ ચાર માણુસમાં ખાટુ દેખાય તેવું આચરણુ ક્યાં આદર છે ? ” પણ એ શિખામણુ પથ્થર પર પાણી સમ નિષ્ફળ ગઇ. ધન્યકુમારને સ્વકુટુબમાં આમ ભિન્નતા પડે તે ન રુચવાથી કાઇને પણ કહ્યા સિવાય રાત્રિના તે નીકળી પડ્યો. જુદા જુદા દેશેામાં ભ્રમણ કરતા તે કૌશાંખી નગરીમાં આવી પહેાંચ્યા. હંસમાં રહેલી જે દૂધપાણીને છૂટા પાડવાની શક્તિ એ ગમે તેવા સંજોગામાં પણ તેનાથી વેગળી જતી નથી કિવા તે કેાઇનાથી ઝુંટવી શકાતી નથી, તેમ ધન્યકુમારની બાહ્ય ઋદ્ધિમાં ભાઇએ ભાગ પડાવવાનું ઇચ્છવા લાગ્યા અને કલહના ભયથી એ બધાના ત્યાગ કરી ધન્યકુમારને છૂટા પડવું પડયું. પણ જે Page #37 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ ] પ્રભાવિક પુરુષો : તેનામાં વ્યવહારકુશળતા ને બુદ્ધિબળ હતુ એમાં આછું જ કોઇ ભાગ પડાવનાર હતું? એ તેા કર્માની માફ્ક સાથેનુ સાથે જ હાવાથી જ્યાં એ પગ મૂકે ત્યાં પ્રસરાઇ જતુ અને માટી મહેલાત યાને નવા વૈભવ ખડા કરતુ. કૌશાંબીમાં રત્નપરીક્ષાના નિમિત્તથી ધન્યકુમાર રાજદરબારમાં માન પામ્યા અને નૃપ-અંગજાને પરણ્યા. ભાગ્યદેવીએ તેના સારું પુન: એક વાર વિલાસ વિસ્તાર્યા. ધન્યકુમાર આ પ્રદેશમાં સાધુ ધન્ય યાને પવિત્ર-પુણ્યàાક ધન્યશ્રેષ્ઠી તરીકે સુવિખ્યાત થયેા. પ્રજાના હિત માટે તેણે નગરી બહાર એક વિશાળ સરાવર ખાદાવવા માંડયું. મજૂરોને રાજ મળવાથી સતાષ થયે અને પ્રજાની એક ચિરકાળની જરૂરીયાત પૂરી પાડવાના કારણથી એના મનમાં પણ આનંદ થવા લાગ્યા. ધન્યના ચાલી નીકળ્યા બાદ રાજગૃહીમાં ઘરનુ ગાડુ થાડા સમય પર્યંત ઠીક ઠીક ચાલ્યું, પણ નિર્ભાગ્યશેખરને ત્યાં આપદા આવી પડતાં કેટલેા વિલખ લાગે ? આવક ઠંડી પડી અને રાજદરબારની પ્રતિષ્ઠા ધન્યકુમારના ચાલ્યા જવાથી તૂટી પડી. આખરે ધનસારે કુટુંબ સહિત અન્યત્ર જવાના નિશ્ચય કર્યો. રાજપુત્રી સામશ્રી ને પુષ્પાવતી તા સ્વામીનાથના ચાલી ગયા ખાદ્ય પેાતાના પિયરમાં સિધાવી ચૂકેલી, માત્ર સુભદ્રા શ્વસુરની સેવામાં હતી. આપત્તિકાળે વધુએ પિયરમાં ન જવુ એ સૂત્ર તેણે આંતરપટ પર કેાતરી રાખ્યું હતું. એમાં જ તેણી કુલીન કાન્તાના ધર્મ સમજતી, તેથી સાસુસસરા તરફથી વારંવાર કહેવામાં આવ્યા છતાં પણ તેણી પેાતાના ભ્રાતાને ઘેર આ વિષમ સચેાગામાં ન ગઇ. જેને જીવનભરમાં કષ્ટનું નામ પણ સાંભળ્યું નથી એવી તે વડીલના સાથમાં રહી દુ:ખાને અનુભવ કરવાપૂર્વક જીવન વહન કરવા લાગી. Page #38 -------------------------------------------------------------------------- ________________ * ધન્યaછી : [૨૧] આજીવિકા અર્થે ભ્રમણ કરતું આખું કુટુંબ કૌશાંબીમાં જ્યાં સરોવર ખોદવાનું કામ ચાલી રહ્યું છે ત્યાં આવી પહોંચ્યું. મહેનત કરતાં છતાં કમભાગ્યને લઈ પેટપૂરતું ધાન્ય પણ ન મળતું હોવાથી દરેકના ગાત્રો સૂકલકડી સમા બન્યા છે એવા આ કુટુંબને સાધુ ધન્ય તે તરત જ ઓળખી કાઢ્યું. સાથે પત્ની સુભદ્રાને નિરખી કંઈક આશ્ચર્ય પણ થયું. આમ છતાં કુટુંબની જ એક વ્યક્તિ–આ સરોવર ખેદાવનાર સાધુ ધન્ય તે અન્ય કેઈ નહિ પણ પોતાનો સંબંધી છે એટલે ખ્યાલ આવનારા ન જ કરી શક્યા. સે કે બીજા મજૂરે સાથે કામે લાગી ગયા અને યોગ્ય પ્રમાણમાં રોજી કમાવા લાગ્યા. આ તરફ ધન્ય પણ પ્રતિદિન કામની તપાસ અર્થે આવતે. એક વેળા સ્વપિતાને ઉદ્દેશી તેના આખા કુટુંબને ભોજનમાં ઘી આપવાનો હૂકમ કર્યો. અન્ય મજૂરેની પણ તેવી માગણું થતાં સર્વને પ્રમાણસર ઘી મળવા લાગ્યું. આથી મજૂરગણમાં વૃદ્ધની ઠીક છાપ બેઠી. વળી વૃદ્ધને ખાસ ભલામણ કરવામાં આવી કે તેણે પિતાના આવાસે તેમની પુત્રવધુઓને મેકલી છાશ પણ મંગાવી લેવી, કેમકે છાશમાં બળવૃદ્ધિ કરવાને ખાસ ગુણ છે. અવારનવાર વધૂઓ છાશ લેવા જતી એમાં પણ જ્યારે સુભદ્રા જતી ત્યારે વધારે છાશ મળતી. ધન્યના કહેવાથી તેની ભાર્યા આમ ઈરાદાપૂર્વક કરતી. સુભદ્રાને વધારે છાશ આહુતી જઈ સાસુ-સસરા જો કે પ્રશંસા કરવા લાગ્યા પણ વહુઓ તો કંઈ કંઈ જુદી જુદી ટીકા કરવા લાગી ! અરે પ્રત્યક્ષ કહેવા પણું મંડી કે જે જે, સુભદ્રા કઈ વેળાએ ઘર માંડી, કુળ પર મશીનો કૂચડો ન લગાડે! બન્યું પણ તેમ જ થોડા દિવસમાં એક વેળા છાશ લઈને પાછી ફરતી સુભદ્રાને આંતરી ધન્યકુમાર પ્રશ્ન કરવા લાગ્યું: Page #39 -------------------------------------------------------------------------- ________________ [૨૨] પ્રભાવિક પુરુષો : “હે સુભાગે! તું શા સારું આવી રીતે કષ્ટ વહન કરી સુંદર દેહયષ્ટિને કરમાવે છે? મારે ત્યાં જ રહે અને તારા દિવસો અમનચમનમાં પસાર કર.” સુભદ્રા લજજાથી મુખ નમાવી કહેવા લાગી: “હે સાધુપુરુષ ! તમારે આમ વદવું એ વ્યાજબી નથી. હે અન્નદાતા ! મારા માર્ગમાંથી તમે ખસી જાઓ ને મને સત્વર ઘરભેગી થવાં ઘો. તમારા જેવા ચારિત્રશીલ પુરુષને પારકી ત્રિયા પર કુદષ્ટિ કરવી શોભતી નથી. મારા હૃદયવલ્લભના વિયેગથી જ્યાં મારું અંતર દશ્ય થઈ રહ્યું છે, જ્યાં મારા માતાપિતા સરખા સાસુ-સસરાના ગાત્ર મજૂરીથી સદેવ ગળી રહ્યા છે અને જ્યાં મારા સરખી શાલિભદ્રની ભગિનીને સ્વપતિવ્રતધર્મનું ખંડન કરવા કરતાં મૃત્યુને ભેટવું અતિ શ્રેયસ્કર જણાય છે ત્યાં અમનચમનની વાત કરતાં આપને શરમ નથી આવતી? તમેએ અન્નવસ્ત્ર આપી અમારા કુટુંબ પર ઉપકાર કર્યો છે એટલે વધારે કહેવું મને ઉચિત લાગતું નથી, પણ યાદ રાખજો કે આવી રીતે પરનારી પર કુદષ્ટિ કરવાનું પરિણામ કદી પણ સારું આવતું નથી. ચાલો, બાજુ પર ખસી જઈ મારે માર્ગ મોકળો કરો.” પવિત્રહૃદયા પ્રેયસીના આ જુસ્સાદાર વચનો શ્રવણ કરતાં ધન્યની ધીરજ ચાલી ગઈ. નજીક આવી, પોતાની ઓળખાણ કરાવતાં પાદ પરનું લાખું બતાવ્યું. વળી વિશેષ પ્રતીતિ કરાવવા સારુ પિતે રાજગૃહી છોડતાં પૂર્વે આપેલી મુદ્રિકાની યાદ આપી. સુભદ્રાને ખાત્રી થઈ કે સાધુ ધન્ય તે અન્ય કેઈ નહિં પણ પોતાના સ્વામીનાથ જ છે. તે પુન: એક વાર એ મધુરા મુખારવિંદ પ્રતિ મીટ માંડી જોઈ રહી. ધન્ય તેને પ્રેમપૂર્વક આલિંગન દઈ, સર્વ પરિસ્થિતિ સમજાવી. વસ્ત્રો બદલાવી સુંદર શણગાર સજાવી પોતે જે કરે તે મનપણે જોયા કરવાની આજ્ઞા કરી. તરત જ ધન્ય પિતે તથા Page #40 -------------------------------------------------------------------------- ________________ ધન્યશ્રેષ્ઠી [ ૨૩ ] ઉભય પત્નીએ હર્ષ પૂર્વક જમ્યા. રાજપુત્રીને સુભદ્રા સરખી અહેન મળવાથી આનંદ થયા. આમ સુભદ્રા તા કષ્ટમાંથી છૂટી. * ઘણા સમય થવા છતાં સુભદ્રા પાછી ન ફરવાથી સારા ય કુટુંબમાં શ્રીકરની લાગણી પથરાઈ. અન્ય વહુએ તે ખુલ્લુ કહેવા લાગી કે અમારી વાત પર લક્ષ ન આપ્યું તેનું જ આ પરિણામ છે ! રાજ એના વખાણુ કરી ફુલાતા હતા તેા જાવ હવે તેડવા. એણે તે માલિકનુ ઘર માંડયું. ” ધનસાર ને શીલવતી આ ક કટુ શબ્દો માનપણે સાંભળી રહ્યાં. એમનું હૃદય જો કે નહાતુ કબૂલ કરતું કે સુભદ્રા સરખી કુલીન લલના આવું કલંક વહેારે, છતાં ચાકસાઇ કર્યા વગર જવાબ દેવાય શી રીતે ? વિલંબ ઘણા થયા હતા એટલે તેએ બન્ને જાતે જ સાધુ ધન્યના ગૃહે પહેાંચ્યા અને સુભદ્રા સંબંધી તપાસ કરવા માંડી. પહેલાં તા નકારા ભણી, ‘ સુભદ્રા તેા અહીંથી છાશ લઇ તુરત ગઇ છે, ’ એવા જવાબ આપી ધન્યે વડીલને પણ મૂઝવ્યા; પણ આખર તેમને ગૃહના અંદરના ભાગમાં તેડી જઇ, ચરણમાં શિર નમાવી પેાતાને સર્વ શ્રૃતિકર નિવેદન કર્યું. માતાપિતા ઘડીભર આશ્ચર્ય માં મુગ્ધ બન્યા. પુત્રનુ સુખ દેખી, સુભદ્રાને સુખી નિહાળી આનંદ પામ્યા. આજે તેમના હ ના પાર ન રહ્યો. હજી ધન્યને, સ્વ ભ્રાતાઓને ઊંધા પાઠ પઢાવી પૃથક્ થવાની વાત કરાવનાર ભાભીએને એધપાઠ આપવાની ઇચ્છા હતી એટલે પેાતે જે કરે એમાં વિડલેાએ પણ માન રહેવું એવી સૂચના કરી. આ તરફ ચિરકાળ સુધી માતાપિતા પાછા ન ફરવાથી ત્રણે પુત્રાને ચટપટી લાગી કે આ થયું શું? બધા સાથે જ ખબર કાઢવા નીકળી પડ્યા. તેમના નશીબમાં પણ ધન્યગ્રહની મૂંગી કેદ હાવાથી તેઓ પણ અંદર દાખલ થયા પછી પાછા દેખાયા જ નહિં. Page #41 -------------------------------------------------------------------------- ________________ [૨૪] પ્રભાવિક પુરુષો : - હવે તો ચોખ્ખું સમજાઈ ગયું કે ઈરાદાપૂર્વક સુભદ્રાને રોકનાર અને પોતાના સાસુ-સસરા તથા ધણીઓને કેદ કરનાર ધન્ય આપણને સીધો જવાબ નહિ જ આપે, એટલે તરત જ ત્રણે પુત્રવધૂઓ કૌશાંબીપુરીના મહાજન પાસે પહોંચી. ગરિબ, દુઃખિયા કે જેના પર અન્યાય વતેલે હોય એની રાવ સુણનાર જે કઈ પણ પુરાતન ઢબનું સાધન હોય તો તે મહાજન. સારે ય હેવાલ સાંભળી લઈ, બાઈઓને ધીરજ આપી, જેની લાગવગ ચાલી શકે એવા થડા ગૃહસ્થ સાધુ ધન્ય પાસે આવ્યા અને કઈ પણ હિસાબે બનેલ વાતનો તોડ લાવવા પ્રયાસ કર્યો, પણ ધન્ય તો નકારો ભણું હાથ જ ન મૂકવા દીધે. કોઈ પણ રીતે ધન્યને તે વાત રાજદરબારની દેવડીએ મોકલવી જ હતી. મહાજનના ધુરીઓ “આ વ્યાજબી નથી થતું” એમ કહી વિદાય થયા. તેઓએ રાજવી પાસેથી દાદ મેળવવાની બાઈઓને સૂચના કરી. પુત્રવધૂઓએ પણ પિતાને પોકાર રાજવીના કાને પહોંચાડ્યો. એવી સરસ રીતે પોતાની બાબત રજૂ કરી કે રાજાને પણ ધન્યની જ કસુર માલૂમ પડી. સાધુ ધન્ય એટલે પોતાનો જમાઈ, છતાં ન્યાયના કાંટા સરખા કરતી વેળા એવો સંબંધ જેનાર ઈન્સાફ ન જ તોળી શકે, એ વાત આ ભૂપને સમજાવવી પડે તેમ હતું જ નહિ. તરત જ ધન્ય શેઠને બોલાવવા સિપાઈ આવ્યા. કઈ દિવસ વગરવિચારે શબ્દ ન વદનાર સાધુ ધન્ય જરા તોછડાઈથી પ્રત્યુત્તર આપ્યો; એટલું જ નહિ પણ સાથે કહેરાવ્યું કે “એકપક્ષી વાત સાંભળી તમે જે વલણ અખત્યાર કર્યું છે એ વ્યાજબી નથી કર્યું.” બસ, આટલાં વચન શ્રવણ કરતાં જ પૃથ્વીપતિના ગુસ્સાને પાર ન રહ્યો. તરત જ ધન્યને પકડવાને સુભટો દોડાવ્યા. અહીં Page #42 -------------------------------------------------------------------------- ________________ ધન્યશ્રેણી : [૨૫] તે ગણત્રી બાંધીને જ કાર્ય કરાયેલું હોવાથી સુભટનું કામ મુશ્કેલ થઈ પડયું. સાધુ ધન્યના સામનાથી તેઓ મુંઝાયા. તેના પરાક્રમ આગળ તેમને પાછું હઠવું પડ્યું. સમાચાર દરબારમાં પહોંચ્યા. રાજાને પણ વિમાસણ થઈ. મહાજનને પણ લાગ્યું કે ધન્ય શેઠ જેવા સાથે બગાડવું તે ઠીક નહિ, તે પછી અન્યાય પ્રવર્તાવા દે? એ પ્રશ્ન સોને મૂંઝવવા લાગે. વ્યાવ્રતટી જેવી દશા આવી પડી. એક તરફ સાધુ ધન્ય જેવો પવિત્ર પુરુષ દુરાચરણ સેવે નહિ, જ્યારે બીજી બાજુ બાઈઓની વાત પણ ખોટી તો નથી જ. જે બનાવની એ વાત કરે છે એ માટે મજૂરવર્ગમાંથી એક કરતાં વધુ સાક્ષીઓ તેની પુષ્ટિ કરવા તૈયાર જ છે. આમ પુષ્કળ વિચારણા કરતાં મહાજનમુને લાગ્યું કે “જરૂર આમાં કંઈક રહસ્ય સમાયું છે.” તેથી રાજવી સાથે એ સંબંધી પરામર્શ કરી તેઓ સાધુ ધન્યના આવાસે પહોંચ્યા. તેમના આદરસત્કારમાં ધન્ય શેઠે જરા પણ ખામી ન રાખી. તેઓએ સર્વ વિચારણા ખુલ્લા શબ્દોમાં રજૂ કરી, ધન્ય પર દબાણ ચલાવ્યું કે-“આ બનાવ પાછળ શું રહસ્ય સમાયેલું છે તેને જલદી હવે ફેટ કરવો ઘટે. સાધુ ધન્યને પણ વાતને બહુ વધારવી ઉચિત ન લાગવાથી સારું ય વૃત્તાન્ત અથથી માંડીને ઈતિ સુધી મહાજનના મુખ્યાને જણાવ્યું અને પ્રાંતે તેણે ઉમેર્યું કે મારા ભાઈઓને પૃથક્ થવાની સલાહ આપનાર ભેજાઈઓને શિક્ષા કરવા સારૂ જ મેં આ કેયડો રચ્યા છે. જ્યાં આખા ય બનાવ પરથી પડદે ખેંચાઈ ગયો ત્યાં તો સૌ કોઈના હૃદયમાં અવર્ણનીય આનંદ ઉભળ્યો. તરત જ માતાપિતા અને ભાઈઓને બોલાવવામાં આવ્યા. પેલી ભાઈઓને પણ તેડાવી મંગાવી અને તેમની પૂર્વે થયેલી ભૂલ માટે તેમ જ અણછાજતી પ્રકૃતિ માટે મીઠા શબ્દમાં ઠપકો આપીને, નજર Page #43 -------------------------------------------------------------------------- ________________ [ ૨૬ ] પ્રભાવિક પુરુષો : ( સન્મુખ દેખાડવામાં આવ્યુ કે ‘સુભદ્રા કોઇ અન્યને ઘેર જઇને નહાતી એઠી પણ એ તે તેના ખાવાયેલ, ચિરકાળથી ગૃહત્યાગ કરી ગયેલ પ્રીતમને પ્રાપ્ત કરવાથી પેાતાના આવાસમાં જ રહી હતી. ’ આ રીતે કોશામ્બીમાં પુનઃ એક વાર ધનસારનું કુટુંબ એકત્ર મળ્યુ. સૈાના મનમાં ખાત્રી થઇ કે · સ માં પુન્યશાળી એકલેા ધન્ય જ છે. હવે તેના સાથ કદી પણ ન છેડવા’ એવા નિરધાર ભાઇ-ભાજાઇઓએ કર્યો. કૈાશાસ્ત્રીપતિની સંમતિ લઇ ધન્ય શેડ સરાવરનું કામ આટોપી, વિપુળ સમૃદ્ધિ સહિત રાજગૃહીમાં પાછે! ઈં. શ્રેણિક ભૂપાળ તેમજ પુરના આગેવાન વેપારીઓએ તેનું સ્વાગત કર્યું. ચાર શ્રેષ્ઠીઓએ પેાતાની કન્યાઓ, જેની કીર્તિ કથા સત્ર ગવાઇ રહી છે અને જે રાજમાન્ય ગૃહસ્થામાં ર પદે છે એવા ધન્ય શેઠને પરણાવી. આમ ધન્યતા ભાગ્યમાં સપદા, સુખ અને ઐશ્વર્ય નાચવા લાગ્યા. વેપાર-વણજમાં, સાંસારિક ભેગવિલાસમાં ધન્યશેડના કેટલા ય સમય પાણીના પ્રવાહ સમ વહી ગયા. જ્યાં પડ્યેાપમ ને સાગરાપમ જેવા અમાપ વર્ષના લેખાં ન રહ્યાં ત્યાં સે-સવાસે વર્ષની શી કથા ! એક વેળા આઠ પત્નીઆને સ્વામી ધન્ય સ્નાનગૃહમાં બેસી દેહ પર પીઠી ચેાળાવે છે, બીજી પત્નીએ સહુ સુભદ્રા પણ મસ્તકના ભાગમાં સુગંધી પદાર્થ ચાળી રહી છે. ત્યાં અકસ્માત તેણીની આંખમાંથી અશ્રુબિન્દુ ટપકયું. એ ઉષ્ણ ટીપાએ ધન્યનું ધ્યાન ખે'ચ્યુ'. સુભદ્રાના નેત્રામાં આંસુ જોતાં જ એને પ્રેમાળભાવે પ્રશ્ન કર્યાં. કારણુ અન્ય હતું જ નહિ. ધન્ય જેવા સદાચારી ને સાભાગ્યશિરોમણિ પતિની છાયામાં પેાતાને દુઃખ જેવુ તા હાય જ કયાંથી ? દુ:ખ થવામાં તે! વાત એ મની હતી કે પેાતાના ભાઇ Page #44 -------------------------------------------------------------------------- ________________ ધન્યછી : [૨૭] શાલિભદ્ર થડા સમયમાં જ સંસાર ત્યજી દઈ, સંયમ ગ્રહણ કરવાનો હોવાથી પ્રતિદિન અકેક નારી સાથેનો સંબંધ છેડતા હતો. દુ:ખનું કારણ આ જ. સુભદ્રાના મુખમાંથી અશ્રુનિમિત્તની કહાણી સાંભળતાં જ ધન્યકુમારથી બોલી જવાયું. “અરે! એમાં તે દુ:ખ કેવું? સંયમ જેવી આત્મકલ્યાણકારી ચીજના ગ્રહણમાં આ વિલંબ! તારો ભાઈ તે કાયર જણાય છે. છોડવું ત્યારે કાં એક સાથે ન છોડી દેવું ?” સ્વામીનાથ ! કહેવું સહેલ છે પણ કરવું મુશ્કેલ છે. દુનિયામાં કથન કરનારા કિવા સલાહ આપનારાને કયાં તો છે? અમલ કરનારાની સંખ્યા જ આંગળીના ટેરવે ગણાય તેટલી છે. કાયરતા વદનારે કેટલી વીરતા દાખવી ?” વાત તારી સાચી છે, તો આ ચાલી નીકળ્યો. ઉત્કૃષ્ટ વસ્તુના સ્વીકારમાં નિશ્ચય કર્યો એટલે બસ.” નાથ ! હું તો માત્ર મજાક કરી રહી છું, એમાં આપ ખોટું લગાડી તર છેડી ચાલ્યા ન જાઓ.” સુભદ્રા દીનવચને બેલી. ના, ના, વલ્લભા ! આમાં માઠું લગાડવાપણું જ નથી. મોહનિદ્રામાં પડેલા મને જાગ્રત કર્યો. સમજ્યા ત્યાંથી સવાર ગણવી એ તો નીતિનું કર્તવ્ય છે.” પણ આમ મારા વચને મારી સાત બહેનને દંડ દેવા આપ તૈયાર થયા એ વ્યાજબી ન કહેવાય. મારી ભૂલનું પ્રાયશ્ચિત્ત મારે એકલીએ જ ભેગવવું જોઈએ, આપ વગર અમારા જીવન ટકી શી રીતે શકે?” હવે એ બધી ચર્ચામાં કાળ વ્યય કરવાને ઉપગ કંઈ જ નથી. અરિહંત દેવના ઉપાસક નમાલા ન જ હોય. એ તો Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવિક પુરુષ : [ ૨૮ ] ભાગાને ભાગવી પણ જાણે તેવી જ રીતે શૂરતા દાખવી છેડી પણ જાણે. શુ ભાગવવાનુ ખાકી રહ્યું છે? આ માર્ગ વિના એ કમના અંત પણ કેમ કરીને થવાના છે? આત્મા જ જ્યાં ભિન્ન છે ત્યાં કાણુ કેાનેા શરણદાતા છે ? ” “ મેં મૂળ ध शूरा ’” એ વચન યાદ કરવાની જરૂર છે. આમ કહેતાં જ એક સમયના પ્રખર ભાગી ધન્નાશા રાજગૃહીના માર્ગેથી નીકળી ચાલ્યા. શાળિભદ્ર શેઠના મકાન સમિપ આવી પહોંચ્યા અને હાકલ કરી. “ શાળિભદ્રે ! ચાલેા, ચાલા, વિલંબ થાય છે. રાજ અકેક પરથી મેાડુ ઉતારવાનુ કાર્ય એ તેા કાયરાનુ. શૂરવીરતા, સાપ જેમ કાંચળી ઊતારી નાખે તેમ, એક સામટા ત્યાગ કરી નાખે. જ્યાં મનમાં નિશ્ચય કર્યો ત્યાં પછી વિલંબ કરવાનું પ્રયાજન શું ? ” ઘડીભર શાળિભદ્ર તેા પેાતાના બનેવી સામે જોઇ રહ્યો. તેમના વચને સાંભળી વિચારમાં પડ્યો. ત્યાં તા ખીજા શબ્દો કર્ણ પર અથડાયા. “ એમાં આશ્ચર્ય જેવું કે વિચારણીય શું છે ? સ્નાન કરવા બેઠેલે! હું આઠ પ્રમદાને ત્યજી ચાલ્યા આવુ છુ. તમે પણુ આકી રહેલને છેલ્લા શબ્દ સંભળાવી નીકળી પડેા. આપણે ઉભય સાથે જ વૈભારિગિર પર રહેલ શ્રી વીર પાસે પહોંચીએ અને સંયમની મીઠી સુવાસના ભેાક્તા બનીએ. ” આ પછી ધન્ના—શાળિભદ્રે કેવું જીવન ગાળ્યું ? એ આપણે શાલિભદ્રની કથામાંથી જાણી ચૂકયા છીએ. માત્ર એક વાત ઉમેરવાની છે. તે એ જ કે જ્યારે ભદ્રા શેઠાણી પેાતાની પુત્રવધૂએ આદિ પરિવાર સહિત પ્રભુ શ્રી Page #46 -------------------------------------------------------------------------- ________________ ધન્યશ્રેણી : મહાવીર સમિપ પહાંચ્યા અને ધન્ય પ્રશ્ન કરવા લાગ્યા ત્યારે જ પ્રભુશ્રીના અનેલ વ્યતિકર તેમણે જાણ્યે. [ ૨૯ ] શાળિભદ્ર મુનિએ સબંધી મુખેથી પારણા સંબંધી એ સાંભળી એમને ઘણું જ દુ:ખ થયું. આંગણે ઊગેલ કલ્પવૃક્ષને સહસા છેદી નાખી પછી એને મનવ છિત પૂરણ ગુણુ વિચારતાં જે જાતના પશ્ચાત્તાપ થાય એવા તીવ્ર પશ્ચાત્તાપ થયા; પણ હવે શું વળે તેમ હતુ. જે ‘ ખુદથી બગડી તે હવે હાજથી સુધરે તેમ હતું જ નહીં.’ એક જ ભૂલે સારી ય પરિસ્થિતિ ફેરવી નાખી હતી. ગયા અવસર પાછા લાધવાના સંભવ જ નહેાતા. ઉભય મુનિઓએ વૈભારગિર પર આખરી અનશન કર્યું છે એ વાત જાણતાં જ, પ્રભુને વાંદી તેઓ એ ટેકરી પર પહાંચ્યા. ત્યાં શું જોયું ? અહા ! જેમની દેહલતા માખણુથી પણ સુકેામળ હતી અને જેમને સામાન્ય ગરમીથી પણ પરસેવા થતા હતા તેઆ આજે ઊઘાડા શરીરે સૂર્યના પ્રખર તાપની કે પવનના પ્રબળ ઝંઝાવાતની જરા પણ પરવા રાખ્યા વગર ઐહિક મૂર્છાના, નાનામાં નાની પાલિક વાસનાને, સર્વથા જય કરી, કેવલ આત્મકલ્યાણમાં એકતાર બન્યા છે. એમની નજર સરખી આ વંદન કરનારા પરિવાર તરફ ખેંચાતી નથી ! ‘ અહં’ અને • મમ ’ જેવા ભાવનુ એકાદુ બિન્દુ પણ દેખાતું નથી. ત્યાં તે માત્ર ધ્યાનપરાયણ દશા જ છે. ભદ્રા માતા પેાતાના પ્રમાદને અશ્રુભીની આંખે વર્ણવે છે, પણ એ ઝીલવા કાન જ જ્યાં ઊઘાડા નથી ત્યાં શું થાય ? માતા વિષ્ણુ ચહેરે પાછા ફર્યા. ઉભયે એકતારથી આત્મકલ્યાણ સાધ્યું. Page #47 -------------------------------------------------------------------------- ________________ તપુણ્ય શેઠ કુલીનતા અને હલકાઈના માપ નિર્ધન દશા પ્રાપ્ત થતાં જ જલદીથી કાઢી શકાય છે. એ સમયે ઉભય જાતિના વચન અને વર્તન ઉપરથી જ કુલીન–અકુલીન સહજ પરખાઈ જાય છે. “હવે તું શા સારું અહીં પડી રહ્યો છે? વારંવાર કહ્યા છતાં તને ચાલી જવાનું નથી સૂઝતું, તો આજે હું ધકકા મરાવી તને બહાર કઢાવીશ ત્યારે જ તને ભાન આવશે. આ તો વેશ્યાનું ગૃહ. એમાં ધન વગર ઘડીવાર પણ ચાલે નહીં. તારા જેવા ભૂખડી બારસની પ્રીતિને વળગી રહીએ તો અમારો ધંધો નાશ પામી જાય અને અમે ત્રીજે દિવસે ભીખ માગતા થઈ જઈએ. જ્યાં લગી તારે ઘરેથી પૈસા આવતા હતા ત્યાં લગી એક શબ્દ પણ મારે કહેવો પડ્યો હતો ? આ તો દાસી માત્ર કંકણની જેડ ઉચકી લાવી અને નિર્ધન દશાનું વર્ણન કર્યું એ સાંભળતાં હરકોઈ સમજી શકે કે હવે તારી પાસે ફૂટી બદામ પણ નથી રહી. અમારે તો રોજ ધન સાથે જ કામ રહ્યું, માટે અહીંથી સીધો સીધો નીકળી જઈ ધન પેદા કરીને પુનઃ આવજે.” કુટ્ટિનીની આ અંતર વીંધી નાખે તેવી વાગ્ધારા સાંભળી કૃતપુણ્ય સડક બની ગયા. ઘડીભર જડ પુતળા માફક સ્તબ્ધ થઈ રહ્યો. માંડ માંડ એટલું ઉચ્ચારી શક્યોઃ “મને એક વાર અનંગસેના સાથે વાત કરી લેવા દ્યો. જેને ત્યાંથી આજ બાર બાર વર્ષોથી ધનની નીક વહી રહી હતી તે મનુષ્યની બે આંખની તો શરમ રાખે.” ચાલ, ચાલ, પામર ! તારી જબાન બંધ કર. ધન આપ્યું તેમાં શી નવાઈ કરી ? વનરસનો લહાવો કંઈ રસ્તામાં નથી Page #48 -------------------------------------------------------------------------- ________________ કૃતપુણ્ય શેઠ : [૩૧] પડ્યો. અનંગસેનાની હાજરીમાં તારું ચઢી વાગે છે માટે તો આ તક સાધવી પડી છે. એના આવતાં પૂર્વે તે તારે આ દેવડીના પગથિયાંને છેલ્લા રામરામ કરી જવાના છે.” કૃતપુણ્ય આખરે પણ વણિક સંતાન હતા. વેશ્યાની પ્રીતમાં એ લુબ્ધ બની ગયો હતો છતાં એની પ્રજ્ઞા તદ્દન બહેર મારી ગઈ નહોતી. તરત જ તે પરિસ્થિતિ કળી ગયો. કપડાં પહેરી, નીચે ઊતરી જ્યાં તબદીર લઈ જાય ત્યાં ચાલી જવા નીકળ્યા. હવે જ તેને દુનિયા શું વસ્તુ છે તેનું ભાન થયું. નેત્રો સામે પોતાની પૂર્વ દિશા ખડી થઈ ! એક સમયનુ સમૃદ્ધિભર્યું જીવન, જ્ઞાનગોષ્ઠી, મિત્રો સહ વાર્તાલાપ અને અનંગસેનાના પ્રેમમાં પડવાને પ્રસંગ તેમ જ વર્ષોના વહેવા સાથે આખરે આવી પડેલ આ નતીજે-એ બધું યાદ આવ્યું. મનડું એ બનાવો વચ્ચે હીંચોળા ખાવા લાગ્યું. કઈ તરફ પગલાં ભરવાં એ પ્રશ્ન થઈ પડ્યો. એને નિશ્ચય થાય તે પૂર્વે આપણે જરા ભૂતકાળમાં ડેકિયું કરી લઈએ. aiciell as all a nd teci મગધ દેશના પાટનગર તરીકે જેની ખ્યાતિ દશે દિશામાં કપૂરની સુગંધની જેમ વિસ્તારને પામેલી છે એવા રાજગૃહ નગરમાં પુષ્કળ ધનનો સ્વામી ધનેશ્વર નામને સાર્થવાહ વસંત હતો. એને રૂપગુણસંપન્ન અને શીલવતી સુભદ્રા નામની ભાર્યા. હતી. સંસારજન્ય ભેગવિલાસમાં તે દંપતીનો કેટલેક કાળ વીતી ગયા પછી એમને ત્યાં કથાનાયક કૃતપુણ્યને જન્મ થયે. સારા ય કુટુંબમાં આનંદમંગળ વતાય. પુત્રના વધામણા ક્યાં નથી થતા? પુત્રી જન્મ વેળા એ આનંદ નથી જણાતે એ પણ એક જગતની વિચિત્રતા છે કે બીજું કંઈ? Page #49 -------------------------------------------------------------------------- ________________ [૩૨] પ્રભાવિક પુરુષ : દિવસના વધવા સાથે કુમાર કૃતપુણ્ય પણ બાળભાવ મૂકી વિદ્યાધ્યયનમાં પ્રગતિ સાધવા લાગ્યો અને તીવ્ર બુદ્ધિને લઈ અલ્પકાળમાં જ ધાર્મિક તેમ જ વ્યવહારિક વિદ્યા-કળામાં નિષ્ણાત થઈ ગયો. યુવાનવયના આંગણે ઊભતા કુમારને માતાપિતાએ એક સુલક્ષણી કન્યા સહ પરણાવી સંસારના એક અદ્વિતીય પ્રસંગનો લ્હાવો લીધો. કુમારને શિક્ષણ-સમયથી જ સાધુ મહાત્માનો પરિચય સવિશેષ હોવાથી તેના વિચાર-વર્તનમાં ત્યાગ સંબંધી ભાવનાઓ ઓતપ્રોત થઈ ચૂકી હતી. સાંસારિક બાબતો પર એનું લક્ષ ઓછું હતું. વ્યવહારમગ્ન માતા-પિતાને આ વાત ચતી ન હતી. મેહપાશમાં આકંઠ ભરેલા આત્માઓ સત્વર ત્યાગ જેવી પવિત્ર ને અણમૂલી વસ્તુની કિંમત ન આંકી શકે એમાં આશ્ચર્ય પણ શું ? કુમારનું મન વિરાગી થતું અટકાવવા–સંસારના વિષયવિલાસમાં વાળવા-પત્નીની સંમતિથી પિતા ધનેશ્વરે સ્વપુત્રને રંગીલા મિત્રોની સોબતમાં જડ્યો. છૂટા હાથે લક્ષ્મી વાપરી વિલાસના સાધનોની વિપુલતા કરી આપી. રસીલા મિત્રોને રંગરાગ વિના બીજાની દરકાર પણ શી? તેઓએ કૃતપુણ્યમાં રહેલા ધાર્મિક અને નૈતિક સુંદર વિચારોનું ધીમે ધીમે ઉમૂલન કરી, તેનું મન શૃંગારમય ચેનબાજીમાં વાળી દીધું અને ઈષ્ટસિદ્ધિ અર્થે ગણિકાનું ઘર પણ દેખાડી દીધું. બસ થઈ ચૂકયું. એક વાર ધનજીવી રામાના ફંદમાં જે ફસાયે તે પછી ઓછો જ સદાચારના રાહ પર ટકી શકે છે? વેશ્યાપુત્રી અનંગસેનાના રૂપ–લાવણ્યમાં કુમાર અતિશય રક્ત બન્યો. વિવિધ પ્રકારની કળાકેલીમાં ઉભયનો સમય પાણીના રેલા સમ વહી જવા માંડ્યો. ધનેશ્વર શેઠ પણ પુત્રના વિચારે સંસારાસક્ત કરવાની ધૂનમાં આંખો મીચી ધન, વિલાસ માટે મોકલવા લાગ્યા. આનાથી પુત્રનું જીવન કે અન્ય માર્ગે ખેંચાઈ જાય Page #50 -------------------------------------------------------------------------- ________________ કૃતપુણ્ય શેઠ : [૩૩] છે એને વિચાર સરખો પણ તેમને ન ઉદ્દભ. રંગીલા મિત્ર પણ હવે તો બાજુ પર રહી ગયા. જેમ બંધ છૂટતાં જળ જબરા ઘસારાથી વહેવા માંડે તેમ કૃતપુણ્ય કુમાર કેઈ પણ જાતના અંકુશવિહીન બની યુવતી અનંગસેના સાથેની કામકીડામાં મનગમતા વિલાસ લૂંટી રહ્યો. પોતાના ઘર સામું જોવાનું પણ મૂકી દીધું, ત્યાં પછી માતપિતાની ભક્તિ કે જેની સાથે લગ્નની ગાંઠ બાંધી છે તે સ્ત્રીની સાથે વાર્તાલાપનો સંભવ પણ કયાં રહ્યો ? આમ બે-ચાર નહિં પણ બાર વર્ષના વહાણું વાયા. દરમિયાન કેટલીએ નવાજૂની થઈ ગઈ. કાળ ઓછા જ કેઈની રાહ જેવા થોભે છે? “કુમારે આજે ઘેર આવશે, અરે! પખવાડીયે તો જરૂર આવશે. વસંતત્રતુમાં ન આવ્યા પણ આ વર્ષાકાળમાં તો આવ્યા વિના નહીં જ રહે–આવા આવા મનેર સેવતાને આગમન સંબંધી મણકા ફરવતા માતપિતાને લેહી પણ સૂકાવા માંડ્યા. પુત્રવધૂના સુખ સામું જોવા જતાં સમૂળગો પુત્ર પણ હારી બેઠા. ધન લેવા આવતી ગણિકાની દાસીદ્વારા પુત્રના કુશળ સમાચાર જાણી મન મનાવવાનું રહ્યું. જ્યાં પુત્રના દર્શન દુર્લભ થઈ ચૂક્યા ત્યાં પિત્રને જોઈ રાજી થવાના કે અન્ય સાંસારિક લ્હાવાના કોડ માણવાના પણ ક્યાં રહ્યા? હવે જ શેઠની આંખ ઊઘડી. પોતે કરેલ ભૂલને ખ્યાલ આવ્યો. વિરાગદશામાંથી વાળવા જતાં આમ મર્યાદા કુદાવી સરાગદશામાં ગરકાવ થવારૂપ જે બનાવ બન્યા તે ન જ બનત એમ મોડું મોડું પણ સમજાયું; પણ હવે ઉપાય કયાં હાથમાં હતો? આશાના હિચાળે અવલંબી રહી જીવન વ્યતીત કરતાં શેઠ ને શેઠાણ બંને અકાળ વરના ભેગ બન્યા અને થોડા દિવસની માંદગીમાં આ સંસારમાંથી સદાને માટે પ્રયાણ પણ કરી ગયા. મેહથી જેનું જીવન મત્ત બન્યું છે એવા કુમારને આ માંદગી સંબંધી સંદેશા તો પહોંચાડેલા પણ Page #51 -------------------------------------------------------------------------- ________________ [૩૪] પ્રભાવિક પુરુષો : આજે પૂર્વનો ભક્તિવંત પુત્ર રહ્યો જ નહોતો. એનું જીવન તો અનંગસેનાના હાથમાં પરાધીન બન્યું હતું. સારાસાર વિચારવાનું ભાન તો કેટલા ય સમય અગાઉથી એ હારી બેઠેલો હતો. આજે તે કંદર્પની અમાપ આગમાં દગ્ધ થઈ રહ્યો હતો. એની શાંતિને અર્થે વેશ્યાપત્રી વિના તેને કઈ ઈષ્ટ પદાર્થ પણ નહોતો. ખરું જ કહ્યું છે કે-કામાંધ જન દિવસ ને રાત એમ ઉભયકાળ આંધળો છે. કામાતુરને લોકભય કે લોકલજા જેવું હોતું જ નથી. માતપિતા જતાં પુત્રવધૂ કે જેનું નામ ધન્યા હતું તે એકલી પડી. હૈયે ધરી દુઃખના દહાડા વ્યતીત કરવા લાગી. આખરે સંતાન તો કુલીન ઘરનું રહ્યું એટલે દુઃખનો ભાર મૂંગી મૂંગી સહી રહી હતી. બાર બાર વર્ષથી ઉલેચાતા ધનના ઢગલાથી મોટા રાજવીનો ભંડાર પણ ખાલી થઈ જાય ત્યાં પછી આ ધનેશ્વર સાર્થવાહની તિજોરીનું તળિયું દેખાય તેમાં શી નવાઈ ? કુદિનીની દાસી ધન લેવા આવી ત્યારે શેઠના ઘરની બદલાયેલી સ્થિતિ જોઈ ગઈ છતાં ધન્યાએ પતિને માઠું ન લાગે, તેમના સુખમાં–આનંદમાં અંતરાય ન પડે એટલા ખાતર માગણી પ્રમાણે ધન આખ્યા કર્યું. દાસી મુખેથી આ સર્વ વ્યતિકર કુટ્ટિનીએ સાંભળ્યો હતો ત્યારથી જ તેણુએ મનમાં ગાંઠ વાળી હતી કે જેમ ફળવિહીન બનેલા વૃક્ષને પક્ષીઓ કિવા શુષ્ક થઈ ગએલ જળવાળા સરવરને સારસો ત્યજી જાય છે તેમ આ કૃતપુણ્યને હવે છોડી દેવાની જરૂર છે. આ તલમાંથી હવે વિશેષ તેલ નીકળવાની આશા છે જ નહીં. આ વાત એક કરતાં વધુ પ્રસંગે તેણુએ અનંગસેના સમક્ષ ઉચ્ચારી હતી અને શ્રેષ્ઠીપુત્રને અર્ધચંદ્ર બતાવી દેવાની આજ્ઞા પણ કરી હતી, છતાં પ્રેમપાશથી તેના અંતરના તાર ગાઢ રીતે ગુંથાયેલા હોવાથી તેણી તેમ કરવા અંશમાત્ર ખુશી નહોતી. Page #52 -------------------------------------------------------------------------- ________________ કૃતપુણ્ય શેઠ : [૩૫] અનંગસેનાએ વૃદ્ધ ડેકરી સાથે ખાનગીમાં ઘણીવાર ચર્ચા કરી હતી અને એ વાત પર ભાર મૂક્યો હતો કે “આપણને બાર બાર વર્ષોથી ધન આપીને તેણે પોતાનું ઘર ખાલી તો કરી દીધું, હવે તેને કયાં સુધી આપણે ચૂસો જોઈએ ? આપણે તેને ઉપકાર માની પૂર્વવત્ વર્તન ચાલુ રાખવું જોઈએ. આવી સ્થિતિમાં તેને રસ્તાનો ભિખારી બનાવવામાં આપણે વ્યાજબી ન ગણાઈએ. એથી જરૂર આપણુ પર દૈવ રૂઠે.” પિસો જ જેને મન પ્રાણુ કરતાં અધિક છે અને પરમાત્મા, ધર્મ કે પરલોક જેવી કંઈ વસ્તુ જ જેના મનમાં નથી એવી કુદિનીને ગળે પુત્રીની ઉપરોક્ત સાચી વાત કયાંથી ઊતરે? તે સમયે તે તે ઈરાદાપૂર્વક મનનું અવલંબન કરી ગઈ પણ ત્યારથી જ નિરધાર કરી લીધો કે અનંગસેનાની ગેરહાજરીમાં તક સાધી આ કામ જાતે જ પતાવવું. યેગાનુયોગે એવું બન્યું કે આ તરફ દાસી ધન લેવા ગઈ ત્યારે ધન્યા પાસે દેવાનું અન્ય કંઈ સાધન ન હોવાથી છેવટ હાથના કંકણ ઉતારી આપ્યા. એ લઈ સત્વર તે પાછી ફરી. અનંગસેના તેની સખીને મળવા ગઈ હતી તે તકનો લાભ લઈ, કંકણ જેવી અ૫ કિમતની ચીજ આવેલી જોઈ ડેકરીએ એકદમ કૃતપુણ્ય શેઠને બોલાવી તેના ઉપર ધુરકવા માંડ્યું. એનો શે નતીજે આવ્યું તે પ્રારંભમાં જ આપણે જોઈ ગયા છીએ. નિશ્ચય બીજે શું થવાને હતો? સંસારના વ્યવહારમાં લક્ષમીની જરૂર હાલતાચાલતા પડે છે. વસુ વિનાના નરની ગણના પશુ બરાબર થાય છે. પેટનો ખાડે પૂરવામાં પણ એની જરૂર રહી. ખીસામાં ફટી બદામ પણ મળે નહીં. પરદેશ જઈ ભાગ્ય અજમાવવું એવો નિશ્ચય તે ર્યો છતાં જેનું પરણુને ભાવથી મુખ પણ નથી જોયું અને જેના પર દુ:ખ વરસાવવામાં કમીના Page #53 -------------------------------------------------------------------------- ________________ [૩૬]. પ્રભાવિક પુરુષ : નથી રાખી એવી પ્રિયાને એક વાર મળીને જવું ચોગ્ય લાગવાથી કૃપુષ્ય પોતાના આવાસને માર્ગ લીધે. પણ ઘરના આંગણામાં પગ મૂકતાં જ શું જોયું? એક સમયે જે વિશાળ મકાન સમૃદ્ધિથી ભરપૂર હતું અને જ્યાં મનુષ્યોના અવરજવરથી નાનાસરખા રાજદરબારને ખ્યાલ આવતો ત્યાં આજે સ્મશાનભૂમિ સમી નિજનતા પથરાયેલી છે. ઘણે ભાગ જીર્ણવિશીર્ણ થઈ પડુ પડુ થઈ રહ્યો છે. ચેકમાં ધૂળના ઢગ એકઠાં થયાં છે અને માનવીના પગરવમાં માત્ર એકાકી યુવતી દષ્ટિગોચર થાય છે. તેનો દેહ શુષ્ક થઈ ગયેલો, દેહ પર માત્ર સામાન્ય વસ્ત્ર અને કંઠમાં કેવલ સૌભાગ્યસૂચક મંગળસૂત્ર ! માત્ર કોઈ અગમ્ય આશાતંતુ પર તેણીનું જીવન ઝોલા ખાઈ લટકી ન રહ્યું હોય એવો સ્પષ્ટ ખ્યાલ દ્વારમાં પગ મૂકતાં જ આવ્યા. આ દશ્ય જોતાં જ કૃતપુણ્યના ગાત્ર ગળવા માંડ્યા. ચક્ષુ સામે ભૂતકાળ નૃત્ય કરવા લાગ્યા. ઘડીભર થઈ આવ્યું કે ધરતી માર્ગ આપે તે એમાં સમાઈ જઉં, પણ આ સ્થિતિ ઝાઝીવાર ન ટકી. કુલીનતારૂપી સુવાસિત ઉદ્યાનમાં જેનો બાલ્યકાળ વ્યતીત થયે છે અને જેને ગળથુથીમાંથી પતિ એ જ સર્વસ્વ અથવા તે સ્વામીનાથના કલ્યાણમાં જ પોતીકું સર્વ કલ્યાણ માનવાના નૈતિક બોધપાઠ મળેલા છે, એ પત્ની, અરે સાક્ષાત કુળદેવી. અચાનક નાથને ઉંબરે આવેલ જેમાં જ ઉમળકાભેર ઊભી થઈ, હસ્તમાં જળપાત્ર લઈ સામે આવી, અધેવદને ઊભી રહી. ચિરકાળથી જે દેહલતા કરમાઈ એક સૂકી યષ્ટિ સરખી ભાસતી હતી તેમાં આજે અપૂર્વ તેજસ્વિતા આવી ગઈ. પ્રિયકાંતના દર્શને સારી ચે રમાવલી કેાઈ અનેરો આનંદથી પુલકિત બની. ખરેખર સંસારમાં નારી જાતને સૌભાગ્યમણિના દર્શનથી શું અધિક છે? કૃતપુણ્ય હાથપગ ધોઈ દુઃખી હૃદયે ગૃહમાં પ્રવેશ કર્યો. પિતાની સ્વછંદતાએ આ સ્થિતિ જન્માવી છે એને તાદશ Page #54 -------------------------------------------------------------------------- ________________ કૃતિપુણ્ય શેઠ : [૩૭] ચિતાર નજર સામે આવતાં જ પોતાના જીવન પર તિરસ્કાર છૂટ્યો. અનંગસેના અને ધન્યા વચ્ચેનો ફરક તેની ચક્ષુઓ આજે સત્ય સ્વરૂપમાં નિહાળી રહી. પણ્યાંગના અને કુલાંગનામાં શું અંતર છે તે સમજાયું. વેશ્યાના સ્નેહ કરતાં આ પ્રેમ કેટલી હદે શ્રેષ્ઠ છે તેને સાચે ખ્યાલ આવ્યો. હવે જ તેને ભાસ્યું કે પૈસાની પૂજારી એવી વેશ્યા ગમે તેટલી રૂપવાન હોય છતાં– સામાન્ય સ્વરૂપ અને કઈ જાતની દ્રવ્યલાલસા વગરની કેવળ પતિભક્તા પત્ની સાથે તેની સરખામણી થઈ શકે જ નહીં. એક કથીર તો બીજું કાંચન. કાંચન સહ કથીરના તોલન શા? પોતાની જેવા શોકસંતાપદાયી પુત્રથી માતાપિતાને કેવું દુઃખ થયું હશે? એમની અંત અવસ્થામાં પિતા સરખે નગુણે છોકર, કે જેને એકાદ વાર આવી મળી જવાના કેટલા ય સંદેશા મોકલાવેલા છતાં આવવાની તસ્દી સરખી ન લીધી, આવા અણછાજતા વર્તને કેવી પીડા ઉપજાવી હશે? એ વિચારે આવતાં જ અંતર બળવા લાગ્યું. સામે ઊભેલી સાથ્વી પ્રિયાને પણ ક્યાં ઓછો ઉગ પમાડ્યો છે? પરણીને આવ્યા બાદ પૂરા પાંચ દિવસ પણ પ્રેમભીની આંખે એના પ્રત્યે જોયું છે પણ ખરું? અરે ! એકાદ વાર પ્રેમાળ વચને બોલાવી છે પણ ખરી? આમ છતાં જેણે આજે શુશ્રુષા કરવામાં ખામી રહેવા ન દીધી. રસ્તાના ભિક્ષુક બનેલાને આટલો આદરસત્કાર ? જેને પોતાના પોષણ સારુ પારકા દળણા દળવા પડે છે અને જેની પાસે ફૂટી બદામ રહી નથી છતાં તે આજે હર્ષથી ઉભરાઈ જઈ એકાદી ચાકરડી કરતાં પણ વધુ બરદાસ ઉઠાવી રહી છે. જયાં ધનના ઢગ હતા તે કયાં ગયા? અરે ! જેણે વિવિધ ખાનપાનથી લાડ લડાવ્યા તે હું આજે કયાં ભટકું છું કિવા મારી કઈ અવસ્થા છે? તેની ભાળ પણ કાઢતી નથી અને પેલી કુટ્ટિનીએ તો તિરસ્કાર કરવામાં કચાશ પણ રાખી નથી. આમ જ્યાં ઉભય વચ્ચે આટલી Page #55 -------------------------------------------------------------------------- ________________ [૩૮] પ્રભાવિક પુરુષ : હદનું અંતર છે ત્યાં મારા જેવા મૂખ સિવાય અદ્યાપિ સુધી કેણ રાચીમાચીને રહે? ખરેખર મારું જીવન વ્યર્થ ગયું છે. આ પ્રમાણે વિચારમાં પડેલા પતિને ઉદ્દેશી ધન્યા વિનયપૂર્વક બોલી:–“નાથ ! શું વિચારે છે? ભૂતકાળને ભૂલી જાઓ. બનનાર બની ગયું, હવેનું જીવન સુધારી લ્યો. કેમે કેને કેને નથી ભૂલાવ્યા? પાણી તૈયાર છે તો સ્નાન કરી આ દેવાધિદેવનું પૂજન કરી લ્યો. દરમિયાન હું રસવતી તૈયાર કરું છું તે સુખેથી આરોગો. ધન ગયું તો ભલે ગયું પણ મારું સૌભાગ્ય મળ્યું એ કંઈ મને જે તે લાભ છે? મારે મન આજે સોનાનો સૂરજ ઊગ્યો છે.” વિચક્ષણ પુરુષ તે જ છે કે જે ગયેલાનો શેક કરતા નથી તેમ ભવિષ્યની ચિંતામાં ગરકાવ ન બનતાં વર્તમાન સંજોગો જોઈને જ વર્તે છે. કમની જ સર્વત્ર પ્રધાનતા છે. એ વગરના સારા ગ્રહો પણ શું કામના છે? જુઓને વસિષ્ઠ જેવા મુહૂર્ત કાઢનાર હતા છતાં એ યુગમાં શ્રી રામને રાજગાદીને બદલે વનવાસ પ્રાપ્ત થયે, તેથી હે વલ્લભ ! બીજા વિચારે હાલ છોડી દઈ, તેમ હમણાં દેશાંતર જવાની વાત પણ અભરાઈએ ચઢાવી, મારી પાસે આ મંગળસૂત્ર રહેલ છે તે વેચી નાંખી વ્યવહારનું નાવ ચાલવા દો. તમે પોતે શિરછત્ર તરિકે મેજુદ છતાં મારે અન્ય સિભાગ્યચિત જેવા મંગળસૂત્રની આવશ્યકતા પણ શી છે? દરમિયાન આપનો ચિતાભાર ઓછો થઈ જશે તેમ જ મન પ્રફુલ્લિત બનશે એટલે કોઈ ધન ઉપાર્જનને માર્ગ શોધી કાઢજે.” પ્રિયાની આ મધુરી વાણીએ કૃતપુણ્યની ઘણું ગમગીની હઠાવી દીધી. નછૂટકે સમયને માન આપી મંગલસૂત્ર વેચ્યું અને પરસ્પર પ્રેમગોષ્ઠીમાં સંસારસુખ ભોગવતાં એ દંપતીના ત્રણેક માસ પાણુના રેલાની માફક વહી ગયા. Page #56 -------------------------------------------------------------------------- ________________ - : કૃતપુણ્ય શેઠ : [૩૯] એકદા રાજગૃહીથી એક સાર્થવાહે દૂર દેશાન્તર જવાની ઉદ્ઘોષણા કરાવી. ગવાક્ષમાં ઊભેલા કૃતપુણ્યના કણ પર એને સાદ પડ્યો. જેમ કે ગાઢ નિદ્રામાંથી જાગી ઊઠે તેમ તેના હૃદયમાં દેશાન્તર જઈ, ધનપ્રાપ્તિ કરવાની આશા પુનઃ જન્મ પામી. ગમે તેમ તો પણ તે વણિકકુળનું સંતાન હતું. વાણિજ્ય ખેડવામાં તેની મતિ કુંઠિત થાય તેમ હતું નહીં. એક તરફ પ્રિયા ધન્યા ગર્ભ ધારણ કરી ચૂકી હતી ને બીજી બાજુ મંગળસૂત્રના વિકયથી લાવેલ રકમ પણ ખૂટી જવા આવી હતી. વળી તેનું મન પણ હવે પૂર્વ બનાવોને વિસરી જઈ, નવેસરથી જિંદગીનું પાનું ઉઘાડવાને તત્પર બન્યું હતું. તરત જ તેણે આ વાત પ્રિયાને જણાવી. તે પણ સારી રીતે સમજતી હતી કે પુરુષનો ખોરાક વ્યવસાય છે અને પરદેશ ખેડ્યા વગર તકદીરની પરીક્ષા થતી નથી. એટલે “પતિનો વિયોગ થવાનો અને તે પણ આવા વિલક્ષણ સંગમાં” એ વિચાર દુ:ખકર લાગ્યા છતાં એને બાજુ પર રાખી તેણીએ વાતમાં સંમતિ આપી. એક દાબડામાં માદકનું ભાતું કરી આપ્યું અને જરૂર પૂરતા સાધન સાથે સાથે ઉપડવાની આગલી રાત્રિએ નગર બહારની ધર્મશાળામાં જ્યાં જુદા જુદા મંચકો (ખાટલા) પર સાથે સાથે ઉપડનાર મુસાફરે નિરાંતથી નિદ્રાનું આસ્વાદન કરી રહ્યા હતા ત્યાં આગળ એક ભાગમાં એક મંચક પર કૃતપુણ્ય માટે બિછાનું પાથરી ધન્યા સ્વગૃહે પાછી સિધાવી. કૃતપુણ્ય પણ ત્યાં લેટી ગયો અને અ૫ કાળમાં જ મીઠી નિદ્રાનો ભક્તા બન્ય. જ્યાં અનંત કાળ વહી ગયે ત્યાં રાત્રિના બાર કલાકોને પસાર થતાં કેટલી વાર ! પ્રાત:કાળ થવાની ઘટિકા વાગતાં જ કૃતપુણ્યના નેત્રો ઊઘડી ગયા અને જે દેખાવ નજરે પડ્યો એથી તો ઘડીભર એ વિચારમાં પડી ગયે. Page #57 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦ ] પ્રભાવિક પુરુષો : એક તરફ એક વૃદ્ધ ડેશી પિતાને પુત્ર તરિકેનું સંબોધન કરતાં ઠપકાના શબ્દો કાઢી રહી હતી. “હે પુત્ર! આટલા દિવસથી તું કયાં ચાલ્યા ગયા હતા ? તારી કેટલીએ શેાધ કરાવી ! આમ રીસાઈ જવું ઠીક કહેવાય? આ બિચારી પત્નીએ તારા વિરહ બળી રહી છે ને પીડા પામી રહી છે તેને તો વિચાર કર.” વાત પણ સાચી હતી. સમીપમાં જ ચાર રૂપવંતીઓ અવનત મસ્તકે ઊભી હતી. એકના હાથમાં પાણીને કળશ હતો તો બીજીના કરમાં દંતધાવનના ઉપકરણે હતાં. વળી આ સ્થળ તો એકાદા વિશાળ પ્રાસાદના મધ્યભાગમાં આવેલ શયનગૃહ હતું. કૃત પુણ્ય મનમાં વિચારવા લાગ્યો કે “આ સ્વનું છે કે માયાજાળ છે? કયાં સાર્થવાહન પડાવ? ક્યાં ટૂટીફૂટી મંચા પરનો આરામ ? અને કેવી રીતે આ પલંગ પર આગમન તથા આ રામાઓ પણ કેણ ? આને માયાજાળ કહેવાય પણ શી રીતે ? ગમે તેમ પણ આ એક સાચે બનાવે છે. હાલ એનો તાગ કાઢવાની તરખંડમાં પડવા કરતાં સમય પ્રમાણે વર્તવું એ જ ઉચિત છે.” જાણે ગાઢ નિદ્રામાંથી જાગ્રત ન થતો હોય એમ કૃતપુન્ય તરત જ વૃદ્ધાને માતા તરિકે ગણી પ્રણામ કરતો બેઠે થઈ ગયો અને તેમને ગુમ થયેલ પુત્ર પોતે જ ન હોય તેમ દરેક રીતે વર્તવા લાગ્યા. “ ભાવતું હતું અને વૈદ્ય કહ્યું ” એ મુજબ આ ગૃહનું તંત્ર ચાલવા લાગ્યું. ચાર લલનાઓ સાથે સાંસારિક વિલાસમાં દિવસે વ્યતીત થવા માંડ્યા, પરંતુ પ્રાસાદની બહાર પગ મૂકવાની વૃદ્ધાની મનાઈ હતી. એ આજ્ઞા ઉલ્લંઘન કરવી મહાવિકટ હતી અને હાલના તબક્કે તેમ કરવાનું કારણ પણ ન હતું. કુતપુન્યને આવી રીતે ચાર ભાર્થીઓ સાથે સાંસારિક સુખ ભોગવતાં લગભગ બાર વર્ષ થવા આવ્યા. એ ગાળામાં તો દરેક સ્ત્રીને અકેક પુત્ર પણ થયે ને તે સર્વ પોતાની તતડી વાણીથી માબાપને આનંદ આપવા લાગ્યા. Page #58 -------------------------------------------------------------------------- ________________ કૃતપુણ્ય શેઠ : [૪૧] આમ સુખને મધ્યાન્હ થતાં જ ઉદય પછી અસ્તની માફક અહીંની પરિસ્થિતિમાં પલટો આવ્યું. એક દિવસ ચાર વસ્તુઓ અને વૃદ્ધાની ખાનગી મસલત ચાલી. એમાં શું બન્યું તે કૃતપુન્ય જાણી શક્યો નહિ પણ એટલી તો ખબર પડી કે આખરે વૃદ્ધાનું ધાર્યું થયું. આ બનાવ પછી ચારે પત્નીઓનું વર્તન કૃતપુન્ય સાથે જેવું પહેલા હતું તેવું ન જ રહ્યું. વિલાસ ઓછા થયાં, નેહ ઘટવા લાગે અને જે પુત્રે સારો ય દિવસ પિતાશ્રીના અંકમાંથી આઘા પણ નહતા ખસતા તેઓને હવે ઈરાદાપૂર્વક દૂર રખાવા માંડ્યા. આનું કારણ જાણવા કૃતપુન્ય સ્વઅંગનાઓને ઘણું ય વાર ચકાસી જોઈ પણ જ્યાં પહેલાંની માફક ખુલ્લા દિલથી વાત સરખી ન કરી શકી ત્યાં કારણને તો ઉચ્ચાર પણ ક્યાંથી સંભવે ? તે દરેકને ગંભીર સૂચના વૃદ્ધા તરફથી કરવામાં આવેલી અનુમાની શકાઈ. કૃતપુન્ય આ ગુંચાયેલી પરિસ્થિતિ ન ઊકેલી શક્યા અને મૂકપણે સ્વવ્યવહાર પૂર્વવત્ ચાલુ રાખી રહ્યો. એક દિવસ મિષ્ટ રસોઈ જમવાના પ્રભાવથી વહેલે નિદ્રાધીન થેયે અને પ્રભાત થતાં જ્યાં આંખ ઊઘડે છે ત્યાં બાર વર્ષ પૂર્વને, નગર બહારની ધર્મશાળામાં-સાર્થવાહને જે સમુદાય ગયેલો તેમાં એક બાજુ પિતાની શય્યા હતી તે નિહાળી. વિશાળ મહેલ, એનું શયનગૃહ અને ચાર પત્નીઓ તેમ જ નાના બાળકે અને વૃદ્ધા તેમ જ ભૂત્યગણ આદિ ઇંદ્રજાળ માફક એકાએક ક્યાં અદશ્ય થઈ ગયા તે બાબત એ વિચારવા લાગ્યો. તરફ અવલોકન કરતાં ધન્યાએ આપેલ મોદકનો દાબડે નજીક પડેલો દીઠે. વાતના અંકોડા બેસાડતાં તેને ધીરેધીરે સમજાયું કે વૃદ્ધ ડેકરીએ ગોઠવેલ આ પ્રપંચ છે. એને મૂળ છોકરો અપુત્રીએ મૃત્યુ પામવાથી સર્વ મિલકત રાજદ્વારે ન જાય એની ખાતર આ બાળ રચવામાં આવેલી હોવી જોઈએ. એક બાજુ કામ સરી Page #59 -------------------------------------------------------------------------- ________________ [ ૪ર ] પ્રભાવિક પુરુષા : ગયું ને મીજી બાજુ સાવાહ પણ પાછે ફર્યા એટલે દાવસિદ્ધિની પૂર્ણ અનુકૂળતા થઇ ગઇ. તે દિવસ રાત્રે વહેલી ઊંઘ આવી તેમાં પણ કંઇ માદક પદાર્થ નુ ખાવામાં મિશ્રણ કરેલ હાવું જોઇએ. સ્ત્રીચરિત્ર કયાં સુધી પહોંચી જાય છે તેના વિચાર કરતાં માંચક પરથી ઉઠવાની તૈયારી કરે છે ત્યાં તે પુત્ર સહિત ધન્યા આવી પહેાંચી. સમિપસ્થ દાખડા સિવાય અન્ય કાંઇ વસ્તુ સ્વામી પાસે નિરખવામાં ન આવવાથી પામી ગઈ કે નાથ ગયા એવા જ ખાલી હાથે પાછા ફર્યા જણાય છે. તગદીર પર એ વાત છેાડી દઇ, તેણીએ હર્ષ ભર્યા હૃદયે કુશળ વત માન પૂછ્યા ને પુત્રની ઓળખાણુ કરાવી. વાંચક સારી રીતે જાણે છે કે ધન્યાને ગર્ભાવતી મૂકીને જ કૃતપુન્ય સાથે વાહ જોડે જવા નીકળ્યેા હતા એટલે પુત્રમુખદર્શનના આ પ્રથમ પ્રસંગ હતા. જો કે નગરમાં ને નગરમાં જ ખારવા લાંબે સમય વ્યતીત કર્યા હતા, છતાં કયાં રહ્યો હતા તે સ્થાન હજુ પણ પાતે જાણી શકે તેમ ન હેાવાથી એ વાતને હરફ સરખા પણુ ધન્યાને કાને તેણે નાંખ્યા નહીં. જાણે પરદેશથી જ પાછે! ફ્રે છે એવી રીતે ઘેર આવ્યેા અને કંઈ પણ કમાણી નથી કરી લાવ્યા એવી ટૂંકી વાતથી જ પહેલાની માફક જીવનના એકડેએક ઘૂંટવા શરૂ કર્યા. ખીજે દિવસે નિશાળે જતાં પુત્રને ધન્યાએ ખાવા સારું દામડાના ચાર મેદકમાંથી એક મેાદક આપ્યા. અપેારની રજા વખતે નજીકની કંદોઇની દુકાન આગળ બેસી તે ખાવા લાગ્યા કે તુરત એમાંથી એક ચળકતા કાચના કકડા કઢાઇના પાણીના ઠામમાં પડ્યો. એ પડતાં જ પાણી બે ભાગમાં વહેંચાઈ ગયુ. ક દઇએ તે સ જોયું ને જાણ્યું કે આ કાચના કકડા નથી પણ જળકાન્ત મણિ છે. એટલે જ્યાં પેલે બાળક તેને પાણીમાંથી બહાર કાઢવા જાય છે ત્યાં તેને ફેાસલાવી, મીઠાઇવડે તેના હાથ ભરી દીધા ને તેને એ કાચના કકડા બદલામાં મેળવી લઇ પેાતાના Page #60 -------------------------------------------------------------------------- ________________ કૃતપુણ્ય શેઠ : | [૪૩] પટારામાં મૂકી દીધો. બાળક મીઠાઈ મળવાથી રાજી રાજી થઈ ગયા. છૂટી પૂરી થતાં નિશાળમાં ગયો અને સાંજ પડતાં ઘેર પાછો ફર્યો. ધન્યાએ પણ બાકીના માદક પુત્રને આપવા કામ લાગશે એમ વિચારી દાબડામાં જુદી જ રાખી મૂકયા. આમ આંધળે હેરું કુટાયે જાત પણ બીજે જ દિવસે એક એવો બનાવ બની ગયો કે જેથી કૃતપુન્યનું સારું ય જીવન પલટાઈ ગયું. કૃતપુન્ય સાચે જ જેણે પુન્ય કરેલું છે તે કહેવાય. ધન્યાની દુ:ખી જિદગીનો અંત આવ્યો. દુઃખ પાછળ સુખ આવે છે એ જગતનો નિયમ સાચો ઠર્યો. બીજે દિવસે ઉત્સવનો દિન હોવાથી ભૂપાલ શ્રેણિક અને બીજા અધિકારીઓ ગજરૂઢ થઈ સરિતામાં જળકીડા કરવા ગયા. અચાનક રાજાના હાથી સેચનકને પગે જળમણે રહેલ ઝુંડ જાતિનો જળજતુ વળગી ગયા તેથી કંઈ પણ રીતે હાથી બહાર નીકળી શક્યો નહીં. અભયકુમારે ભંડારમાં જળકાન્ત મણિની શોધ કરાવી પણ ત્યાંથી હાથ ન આવવાથી આ વાત શ્રેણિકભૂપને જણાવી. એ સાથે ભાર મૂકીને કહ્યું કે “જળકાન્ત મણિનો સ્વભાવ જળને બે ભાગમાં વહેંચી દેવાનો હોવાથી એની જે પ્રાપ્તિ થાય તો સેચનકને બહાર કાઢવાનું ઘણું સુલભ થઈ જાય.” રાજગૃહ યાને ગિરિત્રજ જેવા વિશાળ નગરમાં જરૂર કંઈ વ્યવહારીયાને ત્યાં એવું મણિ યાને રત્ન હોવું જોઈએ, એમ ધારી દાંડી પીટાવી કે “જે કઈ જળકાન્ત મણિ લાવશે તેને રાજવી સ્વપુત્રી પરણાવશે ને ચગ્ય પારિતોષિક આપશે. આ દાંડી પેલા કદઈએ છબી લીધી અને ટૂંક સમયમાં મણિ સહિત ઉપસ્થિત થયે. આ રીતે અવનીપતિને પટ્ટહસ્તી મુક્ત થતાં સર્વત્ર આનંદ પ્રસરી રહ્યો. રાજાને એક જ વાત ખટકવા લાગી કે રાજપુત્રીને કંઈ પરણે તે વ્યાજબી ન લેખાય. અભયકુમારે આ ગૂંચ દૂર કરવાને એક માર્ગ શોધી કાઢ્યો. તેણે અનુમાન કર્યું Page #61 -------------------------------------------------------------------------- ________________ જ [૪૪] પ્રભાવિક પુરુષો : કે રત્નના પરીક્ષક વણિકો જ હોઈ શકે કેમકે એ વ્યવસાય તેમને છે. મીઠાઈ બનાવનાર કંઈની બુદ્ધિ તેમાં કામ ન લાગે; માટે કોઈ પણ રીતે કંઈ પાસેથી ખરી વસ્તુ જાણવી. પછી જ લગ્ન સંબંધી પ્રતિજ્ઞા પૂર્ણ કરવી. રાજ્યને વાતનું નિરાકરણ કરતાં શી વાર? જલ્દી કંદોઈને તેડી મંગાવે. પ્રથમ અભયકુમારે કળાવીને પૂછ્યું પણ એમ કાંઈ ઓછું જ સત્ય પ્રગટ થાય છે ! આખરે જ્યાં ચદમાં રત્નનો પ્રયોગ કરવાનું જાહેર થયું ત્યાં એ રત્નપ્રાપ્તિ સંબંધી સર્વ વ્યતિકર પ્રગટ કરી દીધો. અભયકુમારને સ્વધારણા સત્ય નીવડેલી જોઈ હર્ષ થયે. તે તરત જ કૃતપુન્ય શેઠને ત્યાં પહોંચી ગયા. દાબડાના બીજા મોદક પણ ભાંગી જોતાં બીજા ત્રણ રત્ન લાગ્યા. સ કેઇના વિસ્મયનો પાર ન રહ્યો. કૃતપુન્ય પણ આમ રંકદશામાંથી રાવ બની ગયો એટલે એના આનંદનું શું પૂછવું ? ધન મળતાં મનુષ્યમાં સર્વ કાંઈ આવી જાય છે. તેથી જ કહ્યું છે કે સર્વે ગુણે કાંચનમાં રહેલા છે.” ધનપ્રાપ્તિ, રાજ્ય તરફનું માન અને રાજપુત્રી સહ પાણિગ્રહણ એટલે શી કમીના? રાજગૃહનગરમાં સર્વત્ર કૃતપુન્યની યશોગાથા ગવાવા લાગી. વાતને વા લઈ જાય છે એ ઉક્તિ અનુસાર અનંગસેનાએ પણ આ ભાગ્યપલટો સાંભળે. કૃતપુન્યના ગયા પછી તે બિચારીને બહુ દુ:ખ લાગ્યું હતું. પ્રીતિના સૂત્રો તજવા સહેલા નથી. સાચા પ્રેમી સિવાય એનો ખ્યાલ બીજાને ન જ આવી શકે, પણ પોતે કુટ્ટિનીની સત્તામાં પરતંત્ર હોવાથી કંઈ કરી શકે તેમ હતું જ નહિ. હવે તો કૃતપુન્ય નરપતિને જમાઈ બન્યું એટલે તે ધારે તે કરી શકે તેમ થયું. કુટ્ટિની ચું–ચા કરવા જાય તો સારી ય મિલ્કત પાછી મેંપી દેવી પડે, એટલે એ કંઈ બોલી શકી નહીં અને અનંગસેના સીધી કૃતપુન્ય પાસે આવી પહોંચી. આજીજી કરી સ્વઅપરાધ ખમાવવા લાગી અને પોતાને સ્વીકારવા માગણી Page #62 -------------------------------------------------------------------------- ________________ કુતપુર્ણ શેઠ : [૪૫] કરી. કુતપુન્ય પ્રેમને પૂજારી હતી. તેનું હૃદય સારી રીતે પીછાન હતા એટલે બે ભેગી ત્રણ ગણી એને પણ સ્વગૃહમાં સ્થાન આપ્યું. આમ છતાં અતુલ ઉપકારી પત્ની ધન્યાનું સ્થાન તો સર્વોપરી જ રાખ્યું. એક વડિલ સમ ગણું તેણુની સલાહ પ્રત્યેક બાબતમાં લેતો. તેણીને જરા પણ કષ્ટ ન પડે એની ખાસ તકેદારી રાખતા. સંપત્તિમાં તો સૈ આવી મળે છે પણ વિપત્તિ વેળા તે તે એકલી જ સાથમાં ખડી હતી. એ વાત હવે તેનાથી વિસરાય તેમ હતી જ નહીં. મૈદકમાં રત્ન મૂકનાર ચાર પ્રેયસીઓને પણ તે ભૂલી ગયે નહોતો. એ પરથી તે ચાર ત્રિયાઓને સ્નેહ અને વૃદ્ધાને પ્રપંચ ઘણે અંશે પારખી ગયો હતો. ખાનગી તપાસ તે બહુએ કરી પણ કંઈ પત્તો મેળવી શકે નહીં; છતાં પ્રયત્ન ચાલુ જ હતો. એકાંત સાધી એક વાર ચાર વધવાળો બનાવ પિતાના મિત્રરૂપ થયેલા મંત્રીશ્વર અભયકુમારને કહ્યો અને પ્રાંતે જણાવ્યું કે “આશ્ચર્યની વાત તો એ છે કે જ્યાં મેં બાર વર્ષ જે લાંબે કાળ વ્યતીત કર્યો અને જેમની સહ સંસાર માણતા ચારે સ્ત્રીને અકેક પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, તે સ્થળ તેમ જ તેમાં વસતા એ સ્નેહીજને સંબંધી હજુ સુધી કંઈ પણ માહિતી મેળવી શક્યા નથી. એ સ્થાન આ વિશાળ રાજગૃહની બહાર તો નથી જ. હિકમત લગાડી શોધ કરી આપો તો તમારી બુદ્ધિની પરાકાષ્ઠા ! મને ખાત્રી છે કે તમારા સિવાય અન્યથી આ શોધ બની શકે તેમ નથી અને અંતરના નેહી વિના આવી વાતને પ્રકાશ પણ બીજા સમક્ષ કરી શકાય તેમ નથી.” અભયકુમારે કહ્યું: “તમારી આ વાત એક રીતે કહીએ તો ઇંદ્રજાળને ભૂલાવે તેવી છે, છતાં જરૂર એનો તાગ લાવી આપીશ. તમે નજરે જેવાથી તમારાં સ્ત્રી છોકરાને ઓળખી શકશે ખરાં ને?” Page #63 -------------------------------------------------------------------------- ________________ [૪૬] પ્રભાવિક પુરુષો : કૃતપુન્ય બેલ્યા: “અવશ્ય, એમ તો બાર વર્ષને નેહ કયાંથી વિસરી જઉં ? ” અભયકુમારે કૃતપુન્યના આકારની એક કાષ્ટ પ્રતિમા કરાવી. એ પર રંગરોગાન લગાડાવી સાક્ષાત્ કુતપુન્ય પોતે જ ન ઊભા હોય તે ઠાઠમાઠ જમાવ્યું. પછી નગરબહારના એક માતાના મંદિરના અમુક ભાગમાં તે પ્રતિમા ગોઠવાવી. પછી સારા ય નગરમાં ઉદ્દઘોષણું કરાવી કે “પ્રત્યેક નારીઓએ પતીકા નાના–મોટા બાળકોને સાથે લઈ ઉક્ત મંદિરમાં બિરાજતા યક્ષદેવના દર્શન કરવા અવશ્ય જવું. એથી પુત્ર-પુત્રોના કલ્યાણની વૃદ્ધિ થશે અને એમાં જે કોઈ પ્રમાદ સેવશે એના પર યક્ષની અવકૃપા ઉતરશે અને રાજા પણ અપ્રસન્ન થશે.” નારીસમાજને યક્ષદર્શનને પ્રસંગ એક મોટા ઉત્સવને દિન થઈ પડ્યો. સુંદર વસ્ત્રાલંકારો ધારણ કરી સંખ્યાબંધ નારીઓ સ્વસંતાન સહિત યક્ષમંદિરમાં દર્શનાર્થે ઊતરી પડી. મૂર્તિ સમક્ષ ભિન્નભિન્ન પ્રકારના નૈવેદ્ય ધરવા લાગી. એક પ્રચ્છન્ન ભાગમાં બેસી અભયકુમાર ને કૃતપુન્ય શેઠ આ બધી ચેષ્ટાઓ જોઈ રહ્યા હતા. લલનાઓની હારમાળા ચાલી રહી. એક દરવાજેથી પ્રવેશી બીજે દરવાજેથી બહાર નીકળવા લાગી. અલકમલકની વાત એ સમુદાયમાં પ્રવર્તી રહી. કેઈ તો આ વિલક્ષણ પ્રકારના ચક્ષને નિરખી વિસ્મયતા ધરવા લાગી. એ સંબંધી કેટલાયે વાર્તાલાપ થઈ ગયા. કેટલા ય ગપગેળા ગબડી રહ્યા. અજ્ઞાનતામાં અથડાઅથડી વિના બીજું હોય પણે શું ? જ્યાં અમંગળ થવાની આગાહી અને રાજવીની અવકૃપાનો પ્રશ્ન હોય ત્યાં પછી કેણ બાકી રહે ? પેલી વૃદ્ધા પણ ચાર પુત્રવધઓ અને ચાર પુત્રો પર અધિકાર ભગવતી આવીને મંદિરના દ્વારે ખડી થઈ. કૃતપુન્ય ઈસારામાં મંત્રીને સમજાવ્યું કે એ જ એનું બારવણી કુટુંબ છે. ” Page #64 -------------------------------------------------------------------------- ________________ કૃતપુણ્ય શેઠ : [૪૭] પુરાવાની જરૂર પણ ન રહી. જેના અંકમાં અનેક વાર કીડા કરી છે અને જેની મુખાકૃતિ એક કરતાં વધુ વાર નિરખી “પિતા” શબ્દથી સંબોધન કર્યું છે એવી યક્ષમૂતિને જોતાં જ પ્રણામ કરવાને બદલે ચારે પુત્રો મૂર્તિને “પિતા” શબ્દથી બોલાવવા મંડી પડ્યા અને હાથ–પગના ભાગે પકડી જાણે આટલા સમયથી ભાગી ગયા હતા એ માટે ઉપાલંભ ન દેતા હોય, એ દેખાવ કરવા લાગ્યા. તેમની માતાઓ પણ લજજા ધારણ કરી મૌનપણે ઊભી રહી, પણ વૃદ્ધાને ગુસ્સો હદ ઓળંગી ગયો. પિત્રો પ્રત્યે લાલ આંખ કરી દબડાવા લાગી. અભયકુમારની આંખો આ બધી ચેષ્ટા પારખવા તૈયાર જ હતી. તરત જ અનુચર મારફતે એ વૃદ્ધાને બાજુ પર બોલાવી ખૂબ દબડાવી. જમાનાની ખાધેલ આ ડેકરીએ પહેલાં તે વાત ઉડાવવાના ખૂબ યત્નો આદર્યા, પણ મંત્રીના ભયથી અને કૃતપુન્યની હાજરીથી આખરે તેને નમતું મેલવું પડ્યું. મંત્રીએ પૂછયું કે—“તારા જેવી વણિકકુળની આબરુદાર સ્ત્રીએ આવું કાર્ય શા સારુ આચર્યું?” વૃદ્ધાએ નિડરતાથી જવાબ દીધો કે “જ્યાં રાજાઓ અને ત્રિયાની લક્ષ્મી ઉચાપત કરી જવા સમુદ્રતીરે બેઠેલા બગલાની માફક તૈયાર જ હોય ત્યાં મારા સરખી અબળાને આ રસ્તો લીધે જ છૂટકે. મોટા ભાગનું જીવન, સંપત્તિની અનુકૂળતા હાવાથી યથેચ્છ પ્રકારના સુખ ભોગવવામાં વ્યતીત કર્યું હોય ત્યાં અચાનક એનાથી વિખૂટા થવાને પ્રસંગ ખડા થાય અને રસ્તાના ભિક્ષુક જેવી દશા ડોકિયા કરતી સામે ઊભી રહે ત્યાં આવો માર્ગ શોધવો જ પડે. નારીજાતિમાં પણ આત્મા તે નરજાતિ જેવો જ હોય છે! મારું નામ રૂપવતી. ધનદેવ વ્યવહારીની હું ભાય. થાઉં. મારા પતિએ પરિશ્રમથી લક્ષ્મી પ્રાપ્ત કરી છે. મારા પુત્રનું નામ જિનદત્ત. તે પણ ધર્મનીતિકુશળ અને વ્યવહારકળાનિપુણ Page #65 -------------------------------------------------------------------------- ________________ [૪૮] પ્રભાવિક પુરુષો : હતો. તેને ક્રમશઃ ચાર પત્નીએ પરણાવ્યા છતાં પુત્રમુખદર્શનને વારો ન આવ્યો. આમ છતાં આશા તો હતી જ. દરમિઆન અકસ્માત્ રાત્રિના તેનું મૃત્યુ થયું. એક તરફ અમાપ દોલત જવાની ધાસ્તી, બીજી તરફ નિવેશ જવાનું દુઃખ અને ત્રીજી તરફ અમ સરખી અબળાઓના શિરે ધન જતાં કાયમનું ગદ્ધાવૈતરું ! આ બધા કષ્ટમાંથી બચવા સારુ મેં આ માર્ગ પસંદ કર્યો હતો. વધુઓને જરા પણ રૂદન કરવા દીધું નહીં. પુત્રના શબને પણ તેવી જ ગુપ્ત રીતે મકાનના એક ભાગમાં ઠેકાણે પાડ્યું અને કૃતપુન્ય શેડને લાવી બાર વર્ષ રાખ્યા. આ બધામાં મારે જ મુખ્ય હાથ છે.” અભયકુમાર આખો ય વૃત્તાન્ત સાંભળી વિચારમગ્ન બની ગયે. વૃદ્ધાની વાતમાં રાજ્યના પ્રચલિત કાયદા સામે કેટલોક સત્ય કટાક્ષ જોવામાં આવ્યા. અપુત્રિયાનું ધન લેવાના સંબંધમાં રાજ્યકાનૂન વ્યાજબી નથી, એમ મન કબૂલ કરવા લાગ્યું. એ સુધારવાનો નિશ્ચય કર્યો. પછી વૃદ્ધા સુખથી નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરી ચાર પત્નીએ, તેમના પુત્રો અને બીજે ધનમાલ સર્વ કૃતપુન્ય શેઠને સેંપવામાં આવ્યું. આમ શેઠ તો ત્રાદ્ધિસિદ્ધિ અને મારામાના વિલાસની પરાકાષ્ઠાએ પહોંચ્યા. કેટલેક સમય સુખમાં વ્યતીત કર્યો એવામાં જગવંદ્ય પરમાત્મા શ્રી મહાવીર દેવ ભવ્યરૂપ કમળોને ઉપદેશવારિથી સિચન કરતાં વૈભારગિરિ પર્વત પર આવીને સમવસર્યા. રાજા શ્રેણિક, અભયકુમાર, કયવન્ના યાને કૃતપુન્ય શેઠ સપરિવાર પ્રભુશ્રીને વાંદવા ગયા. વાંદીને દેશના સાંભળવા બેઠા. પ્રભુએ દેશનાના પ્રારંભમાં કહ્યું કે– धर्मोऽयं धनवल्लभेषु धनदः कामार्थिनां कामदः । सौभाग्यार्थिषु तत्प्रदः किमपरं पुत्रार्थिनां पुत्रदः ॥ राज्यार्थिष्वपि राज्यदः किमथवा नानाविकल्पैर्नृणां । तत् किं यन्न ददाति नापि तनुते स्वर्गापवर्गायते ॥ १ ॥ Page #66 -------------------------------------------------------------------------- ________________ કૃતપુણ્ય શેઠ : [૪૯] “મનુષ્ય સદા કાળ ધર્મનું સેવન કરવું, કેમ કે તેના વડે જ સર્વ મનવાંછિતની સિદ્ધિ થાય છે. ધનના પિપાસુઓને તે ધન દેનાર છે, કામીજનોની આશા પૂરનાર પણ તે જ છે, સૌભાગ્યનો રક્ષણહાર અને અપુત્રિયાને પુત્રમુખનું દર્શન કરાવનાર પણ ધર્મ જ છે. રાજ્યની આશા રાખનારને રાજ્યપ્રાપ્તિ કરાવવાનું સામર્થ્ય પણ તેનામાં છે; તે શા સારુ નાના પ્રકારના વિકપિ કરવા જોઈએ? પ્રાંતે સ્વર્ગ, અપવર્ગ(મોક્ષ)નાં સુખે પણ તેના સમ્યફ પ્રકારના આરાધનથી પામી શકાય છે.” દેશના પૂરી થયા પછી નમસ્કારપૂર્વક કૃતપુન્ય પ્રશ્ન કર્યો કેહે સ્વામિન ! પૂર્વના કયા કર્મોવડે અંતરાયવાળું સુખ હું પામ્યો?” એટલે પ્રભુશ્રીએ તેને પૂર્વભવ આ પ્રમાણે કહ્યો– “શ્રીપુરનગરમાં તું વસ્ત્રપાળ નામને શેવાળપુત્ર હતું. એક વેળા પડેશમાં સર્વત્ર ક્ષીરનું ભેજન થયેલું જોઈ તને પણ તે ખાવાનું મન થયું, પણ ગરીબાઈને લીધે તારી માતા તે ન બનાવી શકી. તે રડવાનું શરૂ કર્યું. તને રુદન કરતો સાંભળી પાડોશી સ્ત્રીઓએ દૂધ વિગેરે સામગ્રી તારી માતાને આપી, જેની ક્ષીર બનાવી, થાળીમાં કાઢી આપીને તારી માતા જળ ભરવા ગઈ. દરમિઆન માસક્ષમણના પારણે બે સાધુઓ તારે ત્યાં વહોરવા પધાર્યા. એ તપસ્વીઓને જોતાં જ તારો ભાવ વૃદ્ધિ પામે. તે અંતરના ઉમળકાથી ત્રણ કકડે બધી ખીર મુનિને વહેરાવી. તે સુપાત્રદાનના પ્રભાવે આ ભવમાં તું ત્રણ કકડે ત્રાદ્ધિસિદ્ધિ પામે.” આ પ્રમાણે સાંભળી વૈરાગ્યવાસિત બનેલ કૃતપુજે સ્ત્રીઓને સમજાવી, જ્યેષ્ઠ પુત્રને ગૃહભાર સેંપી દીક્ષા લીધી. સમ્યક્ પ્રકારે ચારિત્ર પાળી સ્વર્ગે સીધાવ્યા અને પ્રાંતે મે જશે. Page #67 -------------------------------------------------------------------------- ________________ મેતાય સુપાત્રમાં ભાવપૂર્વકનુ દાન કેવી રીતે જીવનપલટા આણે છે એ આપણે ત્રણ ચિરત્રામાં જોઇ ગયા. આ ચેાથા કથાનકમાં સુપાત્ર હાજર છતાં કથાની દિશામાં ફેર છે. આમાં તેા દાનના અથી એવા મુનિરાજની કદ નાથી જ મ`ગળાચરણ થાય છે. એમાં વળી કુશળ મહાત્માના હાથે જબરજસ્ત ફેરફાર થાય છે. ત્યાં પણ દુગારૂપી ડાકિની પીઠે છેડતી નથી અને તેથી કેવું માઠુ પરિણામ આવે છે એ પ્રતિ આપણે મીંટ માંડવાની છે; છતાં એટલા માર્ગ કાપવા સારુ ધીરજ ધરવી પડશે. આટલી નાનીશી ભૂમિકા પછી વાર્તાના પ્રવાહમાં આગળ વધીએ. 66 જરા આ માજી ઊભા રહીએ જેથી સામેથી આવતા વરઘેાડા જોઇ પણ શકાય અને આપણા ઊભા રહેવાથી કેાઇને તકલીફ પણ ન પહોંચે.” હિર મેતરને હાથ ખેંચતા ગગી મેતરાણીએ કહ્યું. ખેતર બેલ્ટેા:-હા, હા, આજે તે રાજ કરતાં વહેલાં પત્યા છીએ અને ખાવાનુ પણ ઠીક મળ્યુ છે. ઘેર પહોંચતાં જ મહેાદામાં તેડા કરજે. આજે ભલે ઉજાણી થાય. "" આમ ખેતર (ભંગી) ધણી-ધણીઆણીને વાર્તાલાપ ચાલી રહ્યો છે ત્યાં તે, જેમાં સુંદર વાત્રાના કર્ણપ્રિય સ્વરા ગાજી રહ્યા છે અને સંખ્યાબંધ નરનારીઓએ ર ગબેરગી તથા કિ ંમતી વસ્ત્રાભૂષા ધારણ કરેલાં છે એવા સાજનમહાજનવાળા વઘાડા આવી પહોંચ્યા અને ધીમે ધીમે પસાર થવા લાગ્યા. હિર મેતર તેા ઊંચા અશ્વ પર આરૂઢ થયેલ વરરાજાની સામુ એકીટસે જોઇ રહ્યો. એના પ્રત્યે કાઈ અનેરા સ્નેહ એને પ્રગટ્યો. ગગી એના પ્રત્યે નજર ફેરવી કહેવા લાગી: Page #68 -------------------------------------------------------------------------- ________________ ==ા ન મેતાર્ય : [૫૧] “જુઓ ! માથે શિરબંધ બળે છે અને સાજનની મધ્યમાં ચાલે છે એ જ મદાલશા શેઠ અને જેના હાથમાં દીવડે બળી રહ્યો છે. એ જ મારા શેઠાણું ભાનુમતી. આજે એમના ઉમંગને પાર નથી. ઘડપણમાં માંડ દીકરાનું મહ જેવા વારો આ અને એમાં વળી લગ્ન મહાલવાનો અવસર મળે. પછી શું બાકી રહે ? સોનું ને સુગંધ એ બેના યોગ થયા જેવું જ ને.” પણ, એણે શું દીઠું ? હરિ મેતર તો જાણે આરસની પ્રતિમા માફક જરા પણ મટકું માર્યા વગર શેઠના લાડકાને જ નિરખી રહ્યો છે. ગંગીએ હરિને હાથ પકડી સવાલ કર્યો કે “આ સાજનની શોભા જેવાની મૂકી મેં ઓળખાણું આપવા માંડી એ તરફ કાન બંધ કરી એકાગ્રતાથી શું જોઈ રહ્યા છો?” અરે, ગંગી ! આજ તો મને એમ થઈ આવ્યું કે મારી દીકરી મેતલી જીવતી હોત તો આ કુમારના જેવડી જ હોત. હું પણ મારી નાતમાં ધામધુમપૂર્વક એના લગ્ન કરત. આજે જેમ આ આપણા શેઠ-શેઠાણી સંસારમાં જીવ્યાનું સાર્થક કરે છે તેમ હું પણ આનંદ મેળવત અને તેને પણ લહાવો લેવરાવત.” એ પણ મનખ (મનુષ્ય ) છે અને આપણે પણ મનખ છીએ. લગ્નને આનંદ એ ભગવે છે તેમ આપણે પણ ભેગવી શકીએ. તેમની પાસે ધન-વૈભવ વધારે છે તેથી તેઓ વધારે ખરચે જ્યારે આપણે આપણા પ્રમાણસર ખરચ કરીએ. જેમ તેમને ન્યાત છે તેમ આપણે પણ છે જ ને? એ શેઠ છે તે હું પણ આપણું જમાતમાં પટેલીઓ છું, પરંતુ આ બધું તો પાણું વલવવા જેવું છે! જ્યાં મેતલી જીવતી જ નથી ત્યાં શું થાય? હરિ! હરિ! !” - આમ ધણુને અફસેસ કરતે જઈ, ગંગીનું હૃદય ભરાઈ Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવિક પુરુષ : [ પર ] આવ્યું. નારીજાતસુલભ કામળતાએ જોર કર્યું અને પુત્રપ્રેમથી માતાનું હૃદય ઘવાયું. તેનાથી એકદમ ખેલી જવાયું: “ માતલી નથી તેા કંઇ નહીં, આ માતલેા તા છે ને ?” “ અરે! તુ શુ લવે છે?” રિ મેતર તેણીના મુખ સામું જોઇ પાકારી ઉઠ્યો. “શું આ આપણે છેકરા છે કે જેથી તુ એને મેાતલે કહે છે ? જો એવા એકાદો છેકરા આપણને પણ હાત તે આપણું જીવતર કેવું સુખી હેાત ? ” . “હું સાચું જ કહું છું કે એ તમારા છેક છે. ’’ “ એમ બને જ શી રીતે ? ભંગીના દીકરા વણિકને ત્યાં ઉચ્ચ એમ તે કાઇ માની પણ શકે ? ’ .. “ જોને હિર ! આ વાત કેાઇ માને કે ન માને પણ હું તા સાચે સાચી જ વાત કહુ છું. હું રાજ જ્યારે પાળ સાફ કરવા જતી ત્યારે ભાનુમતી શેઠાણીને ઉદાસ દેખતી. મને કેટલીએ વાર થતું કે આવા માટા ઘરમાં સર્વ જાતની સુખાકારી છતાં આ શેઠાણીનુ મ્હાં ગમગીન કેમ રહે છે? એમને તે શું દુ:ખ હશે ? ઘણીએ વાર પૂછવાના વિચાર આવતા પણુ આપણું લેાહી હલકુ એટલે મન પાછું હતું. આમ છતાં પાળમાં પેસતાં જ મારી નજર રાજ તેમના તરફ જતી. એક વાર તેમણે મને ખૂમ મારી અને એકાંત ભાગમાં બેસાડી, સારા પ્રમાણમાં ખાવાનું આપ્યુ. આ અમારા વચ્ચેના સ્નેહનું પહેલું પગથિયું . પછી તે અમે કેટલીએ વાર વાતા કરતાં અને એક ખીજાના ખબર અંતર પૂછતાં. સમય જતાં અમારા વચ્ચે સામાજિક અંતર પહાડ જેવું છતાં હૃદયનું એકય સધાયું. એક બીજાને અંતરની વાત કહી શકીએ તેવા સખાભાવ જામ્યા, ત્યારે જ ખબર પડી કે શેઠાણીને સર્વ પ્રકારના વૈભવની વિપુળતામાં Page #70 -------------------------------------------------------------------------- ________________ મેતાર્ય : [૫૩] એક ન્યૂનતા હતી અને તેથી જ તેઓ સદા વિષાદમાં રહેતાં હતાં. તેમને બચ્ચાં થતાં પણ જીવતાં નહિ અને નારીજાત માટે આ કંઈ જેવું તેવું કષ્ટ ન ગણાય. આ તો મુખમાં પડતો કોળીયા કોઈ ઝડપી લે અને ક્ષુધાતુરને જે દુ:ખ ઉપજે તેના જેવી સ્થિતિ! જ્યારે મારા જેવી એક ક્ષુદ્ર જાતિની નારી સાથે સ્નેહ બંધાયો અને પિતાના મર્મની વાત પ્રગટ કરી ત્યારે મને પણ લાગ્યું કે આ કષ્ટ મારે દૂર કરવું જ ઘટે. મેં કહ્યું: “ભાનુમતી બાઈ ! તમે જરા પણ મુંઝાશે નહીં. જેમ તમને ગર્ભ રહ્યો છે તેમ હું પણ બે જીવવાળી છું. પ્રભુ કરશે તે મને પુત્ર પ્રાપ્ત થશે એમ ચિહ્નો પરથી જણાય છે અને જે તેમ બનશે તો એવી ગુપ્ત રીતે તે તમને મેકલાવીશ કે કેઈના પણ જાણવામાં નહીં આવે. તમને જે મરેલું સંતાન પ્રાપ્ત થાય છે તે મને મેકલજે. અમારું જીવતર તમારા સરખું મહત્તાભર્યું નથી. જે તમારી પીડા ટળતી હોય તો એ સાહસ હું જરૂર ખેડીશ, માટે તમે નિરાશાને દેશવટો દઈ સદા પ્રફુલ્લિત રહો.” - “બહેન ગંગી ! ભલે તું દુનિયાની દષ્ટિએ નીચ કહેવાતી હો, છતાં મારા માટે જે કામ કરવાની ઈચ્છા દર્શાવી છે એ જોતાં સખી માટે પ્રાણ પાથરનાર વ્યક્તિ સદશ તારું જીવન જરૂર ઊંચા પ્રકારનું કહી શકાય. પુત્રસ્નેહ તજ હેલો નથી.' હરિ! આ અમારી સમજુતી. કુદરતે ધાર્યું હતું તેવું જ સરજાવ્યું. પુત્રનું મુખ જોઈને મને પણ અપાર આનંદ થયે, છતાં પ્રતિજ્ઞા-વચનભંગ કેમ થવાય? તરત જ ગુપ્ત રીતે મેં એને ભાનુમતી શેઠાણુને ઘેર મોકલાવી દીધું. જગતે એ વાત નજ જાણી. હજુ પણ એ સત્ય અંધારા હેઠળ જ દટાયેલું છે. મારો પુત્ર છતાં વણિકુળમાં પોષાય એટલે આજે તે ખાનદાન ગણાય. મેટા મેટા આઠ શેઠીઆના કુલીન ઘરમાં એનું Page #71 -------------------------------------------------------------------------- ________________ [૫૪] પ્રભાવિક પુરુષ : વેવિશાળ થયું. રંભાને શરમાવે એવી રામાઓનો એ મુગટમણિ નિર્મા. આજે તે જ મારો બાલુડે પરણવા જઈ રહ્યો છે. પેલી બાળા સાચે જ વણિકઘરે જન્મેલી છતાં તે મેતરની કન્યા કહેવાણી. એ જ આપણું મેતલી જન્મતાં જ મરણ પામી. સમાજ માને કે ન માને છતાં એ વરરાજા મારે જ દીકરો છે. આજે માતાનો પ્રેમ ઉભરાવાથી, છુપી રાખવાની વાત પણ મેં તને કહી સંભળાવી. ભલે એ સુખી થાય. આનંદ ભગવે. આપણે એટલે જ સંતોષ લઈ માગે પડીએ.” ગંગી, શું કહે છે? એમ છે? તો હું એ મારા પુત્રને ઉંચકી લાવું. તે વિના પાછો ન ફરું. આઠ કન્યાને બદલે અઢાર કન્યા હું પરણાવીશ. મારી જાતિમાં ક્યાં તોટો છે?” એટલું કહેતો જ ગંગી હાથ પકડે તે અગાઉ તે હરિ મેતર એકદમ વરઘોડાની અંદર દેડ્યો. પુત્રમેહથી પ્રેરાયેલા હરિ મેતરે વરઘોડામાં પાછળથી પ્રવેશ કરી જ્યાં વરરાજાના અશ્વની લગામ પકડી કે એકાએક તરફ ખળભળાટ મચી રહ્યો. સાજનવર્ગમાં કોલાહલ શરૂ થયો. કેટલાક તો હલકટ મનાતા મેતરના આ કાર્યથી એટલા બધા ઉશ્કેરાઈ ગયા કે એકદમ તેના પર ધસી ગયા અને એક-બે જણ આડા ન પડ્યા હોત તો એને બરડે પણ હલક કરી નાંખત. થોડાક વૃદ્ધો આ બનાવથી ગંભીર વિચારમાં મગ્ન બન્યા. કેઈક રાજા શ્રેણિકનું શરણ લેવાની સલાહ દઈ રહ્યા તો કોઈ વ્યવહારવિચક્ષણ માનવીઓ દૂર ઊભા રહી તમાસો જેવા લાગ્યા. એક નીચ જાતિને મેતર રાજગૃહીના વિશાળ માર્ગ પર ઊંચ ને ખાનદાન શેઠીઆના વરઘોડામાં આવો ક્ષોભ પેદા કરે એ જોઈ કોનું હૈયું ડાથે રહે? હરકેઈ વણિકનું લેહી તપી આવે; છતાં સો ગળણે Page #72 -------------------------------------------------------------------------- ________________ મેતાર્યું : પણ જાત પાસ પન્ન ચાલે છે તે [૫૫] ગળી પાછું પીનાર, વિચાર કરી પગલું ભરનાર, પ્રજ્ઞાસંપન્ન બિરુદધારી આ વણિક સજજનોએ કોઈ પણ જાતનું ઉગ્ર પગલું ન લેતાં શેઠ શું કરવા ચાહે છે તેની રાહ જોવા માંડી. શેઠ તો અશ્વ નજીક આવી મેતરને દારુ પીને આવેલો સમજી, લગામ મૂકી દેવાનું અને આઘા ખસી જવાનું સમજાવતા હતા. મેતર “આ મારે જ છોકરે છે અને એને હું લઈ જઈ મારી ન્યાતમાં પરણાવીશ.” એમ કહી જરા પણ નમતું આપતો નહોતો. શેઠાણ પણ ઘેડા આગળ આવીને ગાંડાઈ ન કરવાની, દારુના ઘેનમાં આ જાતની ઘેલછા ન આદરવાની હરિ મેતરને વિનવણી કરી રહ્યાં હતાં. વળી જેરથી કહેતા હતા કે – તારે છોકરો અહીં કયાંથી આવ્યા? આ તો ગંગીને વર જાણે જવા દઈએ છીએ; નહિં તે હમણાં જ ચબૂતરે મોકલાવી દઈશું.” શેઠ પણ સિપાઈને બોલાવવાની અને પકડાવી દેવાની ધમકી દેવા લાગ્યા. આમ રકઝકમાં થોડી પળો વીતતાં ગંગીને સાદ સંભળાય. તરત જ શેઠાણની નજર એના તરફ ગઈ. નજરોનજર મળી. એમાં શું ઇસારા થયા તે તો જ્ઞાની જાણે પણ તરત જ વાતનો રંગ પલટાયે. શેઠાણીએ શેઠને ઉદ્દેશી જણાવ્યું : આ મેતર નથી માનતો તો ભલે એને જવા દે. ગમે તેમ તો મારી ગંગીને એ વર છે. ગંગીના ધણીને મારાથી ચબૂતરે નહિં મેકલાય. અત્યારે એનું ચિત્ત ઠેકાણે નથી તો ભલે મારા દીકરાને એ લઈ જાય. મેં તો શેરીમાંથી નીકળતાં જ બિલાડી આડી ઉતરેલી જોઈ તમને કહેલું કે-આ અપશુકન થાય છે પણ તમે માન્યું નહીં. આખર અપશુકને ભાવ ભજવ્યો. આમ રંગમાં ભંગ પડ્યો. કદાચ હરિ મેતર સમજે તે પણ આપણાથી આજે વિવાહ જેવો માંગલિક પ્રસંગ નથી ઉજવાવાનો. હવે તે Page #73 -------------------------------------------------------------------------- ________________ [ ૫૬ ] પ્રભાવિક પુરુષા : અન્ય મુહૂત્ત' જોવરાવે જ છૂટકા. ભલે બિચારા એને લઇ જઇ પુત્રસ્નેહના આનંદ માણે. એ ક્યાં સુધી રાખવાના છે ? આખરે તે આપણા બાળક આપણે ઘેર જ આવવાને. એના જેવી હલકાઇ આપણાથી કેમ કરાય ? જ્યાં પુત્રની જનેતા જ હિર મેતરના માર્ગ મેાકળા કરી આપે ત્યાં ઇતર જનાને ઘણું લાગી આવતું હતું છતાં એમને ઇલાજ શે ? હિર મેતર ઘેાડા પરથી પુત્રને ઉતારી, પેાતાની સાથે લઇ પેાતાની ઝુંપડી તરફ વળ્યા. પાછળ ગંગી મૈતરાણી પણ ચાલી. આ તરફ સાજન પણ વીખરાઇ ગયુ ને સા પેાતપાતાના ઘર તરફ વળ્યા. આ કઇ જેવા તેવેા બનાવ નહેાતા. શેઠ જેવા પ્રબળ ને સાહસિક વેપારીની ધીરજ પણ હાલી ઊઠી હતી. માત્ર શેઠાણીની વ્યવહારદક્ષતા માટે પૂર્ણ વિશ્વાસ હાવાથી જ તેણીના ચીંધેલા માને તેઓ મૂંગું અનુમેાદન આપી રહ્યા હતા. અબળા છતાં શક્તિના એ અવતારે આ વેળા જબરી હિંમત દાખવી. ચહેરા પર એક પણ વિષાદના ભાવ જણાવા ન દીધા. પૂર્વની પ્રફુલ્લતા જાણે કંઈ બન્યુ જ નથી એવા સ્વાંગ ધરી, જાળવી રાખી. દુનિયા તા દારંગી છે. આ બનાવની ચર્ચા સારાએ નગરમાં પ્રસરી રહી. વિવિધ પ્રકારની શ ́કાએ મહાર આવવા લાગી. કલ્પનાના તરંગામાં અવનવી વાતા પ્રગટ થવા માંડી. કેટલાકને દાળમાં કાળું હાવાના શક ગયા, તેા કેટલાક શેઠાણીએ પુત્રને જતા કરી ગગી મેતરાણી સાથેના સ્નેહ જાળળ્યે એની પ્રશ ંસા કરવા લાગ્યા. સાચીજ વાત છે કે જ્ઞાનીએ વગર નથી જ જાણી શકતા. જગતની આંખેા નિરખતી હતી તે કરતાં એ બનાવનું સંપૂર્ણ સત્ય તા કાઈ આ બનાવને જે રૂપે સાચું સ્વરૂપ તે કાઇ Page #74 -------------------------------------------------------------------------- ________________ નેતા : [ ૫૭ ] જુદા જ પ્રકારે આલેખાયલુ હતું; તેથી જ એક કવિએ કહ્યું છે કે–‘ જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે. ’ હિર મેતરના આનંદના પાર નહાતા. ગગીને પણ શેઠાણીને દુ:ખ પમાડ્યાનું દુ:ખ તેા લાગ્યું છતાં એ વિષાદ પુત્રપ્રાપ્તિના આનંદમાં ક્યારના ય એગળી ગયા હતા. સંતાનમા છૂટવે સહજ તેા નથી જ. એમાં પણ જ્યાં જ્ઞાનદશાના અંકુરા ઊગ્યા જ ન હેાય ત્યાં મેાહનું સામ્રાજ્ય પ્રવર્તે એમાં શી નવાઇ? જેની પ્રાપ્તિથી મેતર કુટુંબને હર્ષ ના ઉભરી સમાતા નહાતા એવા પુત્ર મેતા ને કયાં આનદ હતા ? આખા બનાવે તેને ક વ્યમૂઢ બનાવી દીધા હતા. હિર મેતર સાથે એ આબ્યા ખરા, છતાં એક ગેાવાળ ગાયને દોરી જાય તેવી રીતે એના મુખ પર વિષાદના વાદળાં એવા તેા ગાઢ પથરાયા હતા કે એમાં ઘડી નહેાતી. પૂર્વની પ્રફુલતા શેાધી પણ જડતી હિર ને ગ ંગીના ઘણા ઘણા યત્ન છતાં તે લાડકેાડના વચનેાની વર્ષા વરસાવ્યા છતાં એક હરફના પણ તેણે ઉચ્ચાર કર્યા નહીં. આમ આનંદનું મુખ્ય સાધન મેતરકુટુ’અને અત્યારે તા . ઉપયાગવગરનુ નકામા જેવું થઇ પડ્યું. હિર મેતરની પુત્ર મેળવી લહાવા લેવાની કેટલીએ કામનાઓ હાલ તે વધ્ય થઈ પડી. આખરે એ ૬ પતીએ પુત્રને ઝુંપડીના એક એકાંત ભાગ પર એકલેા રહેવા દઈ, બીજા ભાગ પર રસાઇની જગ્યા હતી ત્યાં જઇ પેટ ભરવાની સામગ્રી તૈયાર કરવાની તરખડ આરંભી. આમ મેતા એકલા પડતાં જ એની ચક્ષુ સામે આજને અનાવ સિનેમાના ચિત્રા માફક એક પછી એક ચક્રાવા લેવા લાગ્યા. એમાંથી તેનુ મન ભૂતકાળમાં ઉતરી પડયું. શેઠગૃહના Page #75 -------------------------------------------------------------------------- ________________ [૫૮] પ્રભાવિક પુરુષ : બાલ્યકાળ, લાલનપાલન અને બાળક્રીડા આદિ પ્રસંગો યાદ આવ્યા. ત્યાં અચાનક દિવ્ય અવાજ સંભળાયે. મઢુલીના એકાંત ભાગમાંથી અકસ્માત્ અવાજ સાંભળી મેતાર્યને પ્રથમ તે આશ્ચર્ય થયું, પણ જ્યારે એણે જોયું કે એ અવાજ કરનાર એક દિવ્યરૂપધારી વ્યક્તિ છે ત્યારે તો એની વિસ્મયતાની અવધિ જ આવી રહી! સહસા મુખમાંથી શબ્દ નીકળી ગયા : “મહાશય ! આપ કોણ છો?” સવાલના જવાબમાં સામે પ્રશ્ન રજૂ થયો કે “શું તું મને નથી ઓળખી શકતો? આપણા વચ્ચે થયેલ કરારને આટલો જલદી વીસરી ગયા?” મેતાર્યો જવાબ દીધું કે : “આપ ગમે તે હો, છતાં મારું મગજ આજના બનાવથી એટલું તો ગુંચવાઈ ગયું છે કે હું નથી તો આપને ઓળખી શકતો કે નથી તો આપની સાથેના કરારની સ્મૃતિ તાજી કરી શક્તો.” ત્યારે તે માટે લાંબો ઈતિહાસ રજૂ કરે પડશે” એમ કહી દિવ્યરૂપધારી વ્યક્તિએ કહેવા માંડ્યું : મેતાર્ય એ વૃત્તાંત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો. “ આ સાકેતપુરના ન્યાયી રાજવી ચંદ્રાવતંસને સુદર્શના રાણીથી થયેલા સાગરચંદ્ર અને મુનિચંદ્ર નામના બે પુત્રો હતા. સાગરચંદ્રને યુવરાજ પદવી અપાછું તે વેળા મુનિચંદ્રને ઉજજેનનું રાજ્ય પ્રાપ્ત થયું. કેટલાક સમય પછી બીજી પ્રિયદર્શના રાણુની કુખે ગુણચંદ્ર અને બાલચંદ્ર નામના બે પુત્રો થયા. એક વેળા સંધ્યાકાળે ભૂપાળ ચંદ્રાવતંસ પોતાના આવાસમાં “જ્યાં સુધી દીવીમાંનો દી બળતો હોય ત્યાં સુધી મારે કાત્સર્ગમાં રહેવું એવો નિયમ ધારી એકાંત ભાગમાં સ્થિર Page #76 -------------------------------------------------------------------------- ________________ મેતાર્ય : [૫૯ ] ઊભા રહ્યા. આભિગ્રહના સ્વરૂપની જેને ખબર નથી એવી એક દાસીએ મહારાજાને અંધારું ન લાગે એવા શુદ્ધ ભાવથી દીવીમાં તેલ ખૂટે નહીં એવી રીતે વખતેવખત તેલ પૂર્યા કર્યું. આમ કાયેત્સર્ગની મર્યાદા પ્રાત:કાળ સુધી લંબાણું. જ્યારે સૂર્યોદયના ચોઘડીઆ વાગ્યા ત્યારે દીવો આપોઆપ ઓલવાયે. રાજાએ પ્રતિજ્ઞાપાલનને હર્ષ જેના મુખ પર નૃત્ય કરી રહ્યો છે એવા આનંદપૂર્વક કાર્યોત્સર્ગ પાર્યો, પણ શરીર રાત્રિના સકળ પરિશ્રમ સામે ટટાર ન ઊભું રહી શકયું. તરત જ ભૂમિ પર પડી ગયું. આયુષ્યનો ક્ષય થતાં ચંદ્રાવતંસ ભૂપને આત્મા સ્વગભૂમિ પ્રત્યે પ્રયાણ કરી ગયે. હવે સાગરચંદ્ર રાજગાદીએ આવ્યો પણ પિતાના અવસાનથી એનું હૃદય એટલી હદે દુભાઈ ચૂક્યું હતું કે એને સંસારની બાબતમાં રતિ ઉપજતી નહોતી. આ વાત એક વાર તેણે પોતાની : ઓરમાન માતા પ્રિયદર્શનાને જણાવી, ગુણચંદ્રને રાજ્ય સોંપી દીક્ષા લેવાની ઈચ્છા પ્રગટ કરી, પણ પ્રિયદર્શનાએ પિતાને પુત્ર હજુ બાળક છે અને રાજ્યભાર વહન કરવાને શક્તિમાન નથી એવું કારણ બતાવી, થોડા સમય થોભી જવા કહ્યું. આમ આગ્રહને વશ થઈ સાગરચંદ્ર પ્રજાનું પાલન કરવા લાગ્યા. આવી રીતે કેટલાક સમય વ્યતીત થયે. સાગરચંદ્રની રાજ્યકાર્યમાં કુશળતાથી પ્રજામાં તેના યશગાન ગવાવા લાગ્યા. દરમિયાન એક દાસીએ ખાનગીમાં પ્રિયદર્શનાને ભરાવ્યું કે “તારા પુત્રે ગુણચંદ્ર ને બાળચંદ્ર તો સામાન્ય માણસ જેવા જ લેખાય છે જ્યારે ખર રાજા તો સાગરચંદ્ર જ છે અને હવે એ પિતે આખું રાજ્ય પચાવી પડ્યો છે. જેમ મંથરાએ કૈકેયીને ભંભેરી દશરથના સુખી સંસારમાં આગ લગાડી હતી તેમ આ દાસીએ ચંદ્રાવતંસના કુળમાં કલહાગ્નિ જગાવ્યા. એના વચનથી Page #77 -------------------------------------------------------------------------- ________________ [૬૦] પ્રભાવિક પુરુષો : કાચા કાનની રાણી પ્રિયદર્શના ભંભેરાઈ ગઈ અને સાગરચંદ્ર પ્રતિ ઈષ્યને વહન કરતી સતી એ કંટક કેવી રીતે માર્ગમાંથી ઉખેડી નાખવો તેના ઉપાયો ચિંતવવા લાગી. - એકદા સાગરચંદ્ર પિતાના અનુજ બંધુઓ સહિત ઉદ્યાનમાં ક્રીડા અર્થે ગયેલ હતો. તેમને માટે સુદર્શનાએ મેદકનો થાળ ભરી દાસી સાથે મેકલ્ય. માર્ગમાં પ્રિયદર્શનાનો ભેટો થયો. તેણીએ સાગરચંદ્રને ઝેર આપવાનો વિચાર બર આણવા માટે આ પ્રસંગ ઠીક મળે એમ જાણું દાસીના હાથમાંથી થાળ લઈ દાસીને કેઈ કામમાં થોડી ક્ષણ માટે રોકી દઈ, પ્રચ્છન્ન(ગુપ્ત)પણે માદકમાં વિષનું મિશ્રણ કર્યું. ખાડા ખોદે તે પડે” એ ન્યાય યથાર્થ છે. પ્રિયદર્શનાનું પાપ તેણીને પોતાને જ નડ્યું. દાસીએ મેદકનો થાળ ઉપાડી ઉદ્યાનમાં આવીને સાગરચંદ્ર સમક્ષ મૂક્યો. સાગરચંદ્ર પરિશ્રમથી ક્ષુધાતુર થયેલા પોતાના લઘુ બાંધીને મોદક આરોગવાનું ફરમાવી પિોતે સ્નાન કરવા ગયા. “જેના હૃદયમાં સાચ રમે છે તેને આંચ આવતી જ નથી. મોદક ખાતાં જ ગુણચંદ્ર ને બાળચંદ્ર બેભાન થઈ ગયા. આ વાતની ખબર પડવાથી સાગરચંદ્ર દોડી આવ્યા અને તરત જ નોકરેને દેડાવી વમનના સાધનો મંગાવી ઉભય બંધુઓને વમન કરાવ્યું, અપ કાળમાં રાજવૈદ્ય પણ આવી પહોંચ્યા. તેમની પાસેથી ઔષધ અપાવતાં જ બને ભ્રાતાઓમાં સ્વસ્થતા આવવા લાગી ત્યારે જ સાગરચંદ્રને જંપ વ. તેણે નિશ્ચય કરી લીધો કે “લાડુમાં ઝેરનું મિશ્રણ કરવામાં આવ્યું છે. એટલે તરત જ દાસીને બોલાવી પૂછવામાં આવ્યું કે “આમ કેવી રીતે બન્યું?” તેણુએ સર્વ વૃત્તાન્ત જણાવી દીધો. કાર્યદક્ષ સાગરચંદ્ર એ પરથી સર્વ વાત કળી ગયો અને બંધુઓને લઈ ઘેર આવ્યા. અંતઃપુરમાં જઈ, એકાંતમાં પોતાની વિમાતાને Page #78 -------------------------------------------------------------------------- ________________ મેતાર્ય : [૬૧] બેલાવીને કહ્યું: “ ધિક્કાર છે તને ! વિષથી મને મારી નાખવા તે કાવતરું રચ્યું, પણ તારા જ પુત્રોને તેથી પ્રાણ જાત. શા સારુ તારે આમ કરવું પડ્યું ? મને રાજ્યની ઈચછા છે જ નહિં, માત્ર પૂર્વે તારા આગ્રહથી જ હું રેકા હતો. આવી દુબુદ્ધિ તને શા કારણથી સૂઝી ?” પછી તરત જ ગુણચંદ્રને રાજ્ય પર બેસાડી સાગરચંદ્ર સંયમ સ્વીકાર્યું. અને અલ્પ સમયમાં તેઓ એકાદશ અંગના જ્ઞાતા થયા. એક સમયે અવંતી તરફથી વિહાર કરી આવેલા સાધુઓના મુખથી સાંભળવામાં આવ્યું કે “ ત્યાં રાજપુત્રાદિ તરફથી સાધુઓની કનડગત થાય છે. અવંતીરાજ મુનિચંદ્રને પુત્ર અને સેવસ્તિક નામના પુરોહિતનો પુત્ર સાથે મળીને સાધુઓને વહોરવાના મિષે તેડી જઈ, પોતાના આવાસમાં એકાંત ભાગ પરના ઓરડામાં લાવી તેમને નાચવાની ફરજ પાડે છે અને સંસારના આવા વિલાસથી અજાણ સાધુ જ્યાં મન સેવે છે ત્યાં તેમને બંધાવી કદર્થના પહોંચાડવામાં આવે છે.” સાગરચંદ્ર મુનિ આ વાત શ્રવણ કરતાં જ વિચાર કરવા લાગ્યા કે “એ તો મારા એક સમયના ભાઈનું રાજ્ય. ચંદ્રાવસંત જેવા પવિત્ર વંશમાં ત્યાગી આત્માઓના આવાં અપમાન થાય અને તે પણ મારી હૈયાતિમાં થાય? એ કેમ ચલાવી લેવાય? તરત જ ગુરુ આજ્ઞા મેળવી સાગરચંદ્ર મુનિ ઉજજેનીને પંથે પન્યા. અનુક્રમે વિહાર કરતાં મહાત્મા સાગરચંદ્ર અવંતીમાં આવી જ્યાં અન્ય સાધુઓ રહેલા છે એ ઉપાશ્રયમાં ઉતર્યા અને પિતાના આગમન સંબંધી વ્યતિકર જણાવ્યું. મધ્યાહ્ન થતાં જ એકાકી ચરીએ નીકળ્યા અને રાજમહાલયનો માર્ગ લીધો. રાજમહેલ સમીપ પહોંચતાં ઘણા લોકોએ અંદર જવા માટે ના પાડી. રાજપુત્ર અને પુરોહિતપુત્ર તરફથી આપવામાં આવતાં કષ્ટોની Page #79 -------------------------------------------------------------------------- ________________ [ 2 ] પ્રભાવિક પુરુષ : કથાઓ વર્ણવી, છતાં મુનિ તો ચાલ્યા. “સુધારણ દઢ નિશ્ચય વિના કયાંથી સંભવે? ” થેડું આગળ જતાં જ પેલી નામીચી જેડીને ભેટો થયો. પહેલે જ પ્રશ્ન કરવામાં આવ્યું કે–ભે મુનિ ! અમારી જોડે તમે રમશે ? ” મુનિએ જવાબ વાળ્ય- શા માટે નહીં? જરૂર રમીશ.” તરત જ એ ત્રિપુટી મહાલયના એકાંત ભાગમાં આવી પહોંચી. હંમેશાની આદત મુજબ આ પ્રપંચી પુતળાઓએ મુનિની મશ્કરી અને કદર્થના કરવા માંડી. મુખમાંથી ધર્મની હેલના કરતાં જેમતેમ લવવા માંડ્યું, પણ આ મુનિ તે જુદા પ્રકારના હતા. રમતના ઘેનમાં ચકચૂર બનેલા આ પુતળાઓને સાગરચંદ્ર મુનિએ એવી રીતે અંગો દબાવી, સાંધા ઢીલા કરી નાંખ્યા કે જોતજોતામાં તેમના મુખમાંથી ફીણ નીકળવા માંડ્યું. તે ઉભય જમીન પર પડી ગયા. પુનઃ ઉઠવાની તેમનામાં શક્તિ પણ ન રહી ! તેમને એકેએક અવયવમાં પીડા થવા માંડી. મુનિ તે ત્યાંથી પાછા ફરી શહેર બહાર જઈ ઉદ્યાનમાં આવી કોત્સર્ગ ધારણ કરી એક વૃક્ષ નીચે ઊભા રહ્યા. - આ તરફ ઉભય પુત્રો મોટેથી રુદન કરવા લાગ્યા. એ વાત મુનિચંદ્ર ભૂપ સુધી પહોંચી. તે પોતે ત્યાં આવી જ્યાં પુત્રની સ્થિતિ નિહાળે છે અને તેમના મુખથી મુનિએ પરાજય પમાડ્યાનું સાંભળે છે એટલે તરત જ મુનિ ઉપર તેને કોઈ આ અને બોલી ગયા–“હે સુભટા ! કુમારને આવી દશામાં આણનાર તે મુનિ ક્યાં છે તેની તપાસ કરો. ' તરત જ સુભટએ બહાર જઈ તપાસ કરી આવીને જણાવ્યું કે-“ઉદ્યાનમાં તે મુનિ તે કાર્યોત્સર્ગમાં ઊભા છે. રાજવીએ ઉદ્યાનમાં આવી દમામથી સવાલ કર્યો-“હે યતિ ! શા સારુ આવું પાપ આચર્યું ?” Page #80 -------------------------------------------------------------------------- ________________ મેતાર્ય : " કાઉસગ્ગ પારી મુનિએ કહ્યું: “હે રાજન! ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ એવા તારા રાજ્યમાં તારા પુત્રોવડે મુનિઓને તાડન કરવામાં આવે તે અન્યાય તું કેમ સાંખે છે?” આ સાંભળતાં રાજા અધોમુખ બન્ય. ધર્મલાભની આશિષપૂર્વક મુનિએ આગળ ચલાવ્યું: “હે ચંદ્રાવતં સના પુત્ર મુનિચંદ્ર ! તારા રાજ્યમાં સાધુઓની હીલના ન થવી જોઈએ. ‘ત્યાગીઓ હીલના પામ્યા છતાં નરકના દેનારા અને પૂજાયા થકા મેક્ષને દેનારા થાય છે અર્થાત્ તેઓ શ્રાપ કે આશીર્વાદ નથી દેતા પણ શુભ અશુભ કરણના ફળ અવશ્ય મળે છે. મારી સામે છે. હું કોણ છું ? ઓળખાણ પડે છે કે સંસારની વિલાસિતાએ એકલેહીના સંબંધને પણ વિસ્મૃત કરાવી દીધું છે ? પુત્રનું દુ:ખ ઝટપટ ધ્યાનમાં આવી ગયું અને પૂજ્ય શ્રમણોને અત્યાર સુધી થતી કદર્શના તારા કાને પણ ન પહોંચી? અલબત્ત, તે પરિસહ સહન કરવાનો સાધુનો તો ધર્મ છે. તેઓ એ માટે ફરિયાદ કરવા આવ્યા નથી. હું તેમના તરફથી વકીલાત પણ નથી કરતો, પણ ભાઈ ! તારા જેવા પવિત્ર પુરુષના વંશજની ન્યાયપરાયણતા કેવી કહેવાશે એ વિચારે ક્ય ? ન્યાયતોલનમાં પિતાપુત્રના નેહ કામ ન આવે. આથી તો અન્યાયીનું કલંક ચૅટશે અને રાજ્યની બરબાદી થશે તેનો વિચાર કઇવાર કર્યો છે?” - હૃદયમાં સંસરી ઊતરી જાય તેવી વાણું સાંભળવાથી અને તે પણ એક વખતના પોતાના વડિલ ભ્રાતાના મુખે સાંભળવાથી તરત જ મુનિચંદ્રને રેષ શાંત થઈ ગયે. તે નમ્ર બની પગમાં પડી વિનવણી કરવા લાગ્યા. હે મુનિપુંગવ ! આપે અહીં પધારી ખરેખર મારા જેવા મૂઢની દષ્ટિ ઉઘાડવાનું પોપકારી કાર્ય કર્યું છે. ધર્મ જેવી Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવિક પુરુષા : [ ૬૪ ] અગત્યની વાત જે મારા સ્મૃતિપટમાંથી ભૂ સાઇ ગઇ હતી તે પુનઃ આપે ઉપદેશવારિના સિંચનથી નવપલ્રવિત કરી છે. હવે કૃપા કરી એ મુગ્ધ માળકાના અપરાધ માટે ક્ષમા આપે અને પુનઃ તેમને મૂળ સ્થિતિમાં મૂકા. હવેથી તેઓ કોઇપણ સાધુની કદ ના નહિ કરે. ‘ હે રાજન ! તેની વર્તમાન સ્થિતિ સુધારવા માટે એક શરત છે. તેઓ જો સયમ સ્વીકારે તે જ હું તેમને છૂટા કરું. આથી તું એમ ન સમજતા કે હું ફરજીયાત ચારિત્ર આપવા માંગુ છું કિવા મને શિષ્યા મેળવવાની લાલસા છે. આ શરત રજૂ કરવાના બે કારણ છે: એક તા તેઓએ ત્યાગજીવનમાં રમતા નિગ્રંથાને પીડા પમાડીને અતિ દારુણુ કર્મ માંધ્યુ છે, તેમાંથી છૂટવાના ચારિત્ર સિવાય અન્ય કોઇ શ્રેષ્ઠ ઉપાય નથી સમતાલ અને બીજી એક રાજવી તરિકે પ્રજામાં ન્યાયની તુલા દર્શાવવાની પણ તારી ક્રજ છે. મુનિઓને ન્યાય આપવામાં તેએ જાતે મુનિપણું અંગીકાર કરી જે વેષની અવલેહના કરતા હતા તેનું ગૌરવ વધારે એ જ ચેાગ્ય મા` મને ભાસે છે. રાગની તરતમતા પ્રમાણે ઔષધ શેાધવું એ સુજ્ઞનું કત્ત બ્ય છે. " રાજવીએ આ શરત ઉભય તરુણા સમક્ષ નિવેદન કરી. તેઆએ પ્રથમ તેા એ સામે નિરાશાના સૂર કાઢ્યા પણ જાણ્યુ કે એ વિના બીજો માર્ગ જ નથી ત્યારે એને સ્વીકાર કર્યા. દુનિયામાં અનુભવીઓનું કહેવું છે કે–જેવા જેવા પાત્રાના યાગ થાય તેવા તેવા ભક્તિના પ્રયાગ ચેાજવા ઘટે. ગેાબરના દેવતાને તેા કપાશીયાની આંખા જ ઘટે. અને જે વાયુ`` ન કરે તે હાયુ " જ કરે. ભાગવતી દીક્ષાને સ્વીકાર અને તે પણુ એક નિષ્ણાતસંયમરગી અને લબ્ધિસપન્ન મુનિના હસ્તે. પછી એના સ્વરૂપની પિછાનમાં કચાશ કયાંથી રહે ? જેમ જેમ એ પવિત્ર ચીજમાં સમાયેલી મહત્ત્વતા આ ઉભય તરુણાના અંતર ઉજ Page #82 -------------------------------------------------------------------------- ________________ મેતાર્ય : | [૬૫] વાળતી ગઈ તેમ તેમ તેઓ તેમાં દઢચિત્ત થતા ગયા. એમનામાં જે ભાવ પ્રથમ નહાતા ઉભવ્યા તે સતત બેધથી ઉદ્ભવ્યા–તેઓ સાચા સાધુ બન્યા. શિયાળની માફક સંયમ સ્વીકારનાર તેઓ એના પાલનમાં સિંહવૃત્તિ દાખવનાર બન્યા. એક બાબતમાં પુરોહિતપુત્ર રાજપુત્ર કરતાં પાછળ પડ્યો. સાધુજીવનમાં સ્નાનનો નિષેધ હોવાથી એ દ્વિજપુત્રનું મન મલિન વેષની દુર્ગછા ધરવા લાગ્યું. જો કે મનની વાત મનમાં જ સમાતી હતી પણ “જેવી મતિ તેવી ગતિ” એ ન્યાય લાગુ તો પડ્યો જ. નિરતિચાર ચારિત્ર પાળનારા તેઓ બન્ને અણસણ કરી દેવગતિમાં ઉપજ્યા. સ્વર્ગસુખના અનુભવમાં ઘણો સમય વ્યતીત થતાં એક વાર તેઓએ પરસ્પર શરત કરી કે “આપણામાંથી જે દેવ પહેલે એવે તેને બીજે ત્યાં જઈ બેધ પમાડે.” થોડા સમય પછી પુરોહિતપુત્રને જીવ ચ અને રાજગૃહીમાં આવેલ હરિ મેતરના ઘરમાં ગંગી ભાયની કુક્ષોમાં ગર્ભપણે ઉપ. ગંગી મેતરાને એક શ્રેષ્ઠીભાર્યા સાથે સખીપણું બંધાયેલ હતું. સખીનું કષ્ટ હરવા ગંગી મેતરાણીએ પૂરા દહાડે જે પુત્રને જન્મ આપ્યો તે ગુપ્ત રીતે શેઠાણુંને ગૃહે મોકલી દીધો અને શેઠાણીની જન્મતાં જ મૃત્યુ પામેલી છોકરીને પિતાને ત્યાં મંગાવી લીધી. આમ બનવામાં કર્મરાજાના પ્રપંચ સિવાય બીજું કંઈ જ નથી. પુરહિતપુત્રે ચારિત્રપાલનમાં જે દઢતા દાખવી હતી તેનું રૂડું ફળ તો મળવું જ જોઈએ અને તે જન્મતાં જ ગર્ભના ફેરફારરૂપે શ્રેણીના કુળ સરખું કુલીન ઘર મળવાથી મળ્યું. એ સાથે વિવિધ પ્રકારના સુખો પણ પ્રાપ્ત થયાં, પણ પૂર્વભવે જે દુર્ગચ્છા કરેલી તેના ફળરૂપે જન્મ તો હલકા કુળમાં જ થયા. કરે તેવું પામે ” એ તો જગપ્રસિદ્ધ ન્યાય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ [૬૬] પ્રભાવિક પુરુષ : જગતે એટલું જ જાણ્યું કે શેઠને ઘેર પુત્રજન્મ થયે. હરિ મેતર બિચારે એટલું જ સમજ્યા કે ગંગીએ પુત્રીને જન્મ આ પણ એ બિચારી અલ્પ આયુષની હોવાથી જન્મતાં જ મરી ગઈ. કર્મની ઊંડી ગૂંચો ઉકેલવાનું આ કરતાં વધુ સામર્થ્ય ચર્મચક્ષુઓમાં કયાંથી સંભવી શકે? | હે મેતાર્ય! તારું આ જીવન. હવે તો તું મને ઓળખી શક્ય હઈશ કે આ બધું કહેનાર હું તારે દેવમિત્ર-એક સમયનો રાજપુત્ર અને તે જાતે પુરોહિતપુત્ર. પ્રતિજ્ઞા મુજબ બોધ કરવા હું પૂર્વે એક બે વાર આવેલ પણ બાલ્યકાળના વિચારમાં એનું કંઈ પરિણામ ન આવ્યું, તેથી જ મારે તારા લગ્નની તક સાધવી પડી. હજુ કંઈ બાજી બગડી નથી ગઈ માટે તું સમજી જઈ આ મહિના બંધનમાં ઝકડાતા પૂર્વે એમાંથી વિમુક્ત થઈ જા.” સાયે વૃત્તાન્ત શ્રવણ કરતાં મેતાર્યની સઘળી ગચ આપઆપ ઉકલી ગઈ. તેનું મન પ્રફુલ્લિત થયું. તે બોલી ઊઠ્યો : “મિત્ર! તેં પ્રતિજ્ઞાનું પાલન કર્યું અને એટલા સારુ સ્વર્ગીય સુખ ત્યજી દઈને અહીં આવ્યો તે માટે ધન્યવાદ ! પણ તને શું એમ નથી લાગતું કે આ વિશાળ નગરમાં મારી જે અપબ્રાજના થઈ છે તે કાયમ રાખીને હું સંયમ સ્વીકારું તો વ્યવહારમાં એના કેવા મૂલ્ય અંકાવાના ? જનતા એ માટે કેવો અભિપ્રાય ઉચ્ચારશે? મારા પાલક માતાપિતા માટે કેવી વાતો કરશે ? વળી મારું આત્મબળ પણ એકદમ કૂદકો મારવા તૈયાર નથી. હું સંયમ જરૂર સ્વીકારીશ પણ એ પૂર્વે મારા પર લાગેલ મલિનતાને ડાઘ ભૂંસી નાંખવાની મને તીવ્ર લાલસા છે અને એમાં તારી સહાયની પૂર્ણ આવશ્યકતા છે. તું દેવશક્તિથી કઈ એવી વસ્તુ મને આપ કે જેના દ્વારા હું ચમત્કાર દેખાડી દુનિયા આજે જે જાતના ઊંચ-નીચના વમળમાં અટવાઈ ગઈ છે એની ભ્રમણ Page #84 -------------------------------------------------------------------------- ________________ મેતાર્ય : [૬૭] ટાળી શકું અને એ સાથે મારા જીવનરૂપી બેધપાઠથી સમજાવી શકું કે ઊંચ કુળ વા નીચ કુળ એ તે કર્મરાજે ઊભા કરેલા વૃક્ષ સમાન છે. એ કંઈ ગર્વ કરવાના કે પરસ્પર ઝઘડવાના સાધન નથી. વૃક્ષના મૂળમાં જે પ્રકારનું સિંચન થાય છે તેવા પ્રકારની તરતમતા એના ફળની મીઠાશમાં આવે છે. જેવી કરણી આત્માએ પૂર્વભવમાં કરી હોય છે તેવી પાર ઉતરણ તેની થાય છે અર્થાત કરણીને અનુરૂપ ફળ જીવ ભેગવે છે. નામકર્મ એને બંધબેસતું ચેકડું ઢાળી આપે છે.” દેવે કહ્યું: “મારી ફરજ મેં બજાવી છે. તારી ઈચ્છા જે એમ જ છે તો મારે કંઈ ઉતાવળનું પ્રયોજન નથી. આત્મકલ્યાણમાં બળજબરી કરવી શા કામની? હું આ મેંઠું (છાગ) મૂકી જાઉં છું એ તારી મનોકામના પૂરશે, પણ એટલી શરત કે તારા વિના અન્ય કેઈને એ વંછિત ફળ દેનાર નહીં જ બને. આ ઉપરથી તે સમયે હાઈશ કે એ મેંહું તો સાધન માત્ર છે, એની પાછળ કામ કરનાર હું જ છું. માની લે કે એ મારું બાહ્ય સ્વરૂપ જગતને આશ્ચર્ય ઉપજે એ ખાતર નિર્માયું છે. જતાં પૂર્વે મારી સલાહ છે કે–તું હવે તારું કામ જલદી આપવા માંડજે કેમકે મારા આયુષ્યના પણ ઘડિયા વાગી રહ્યા હોવાથી હું લાંબો સમય તારી મદદમાં રહી શકીશ નહીં. વળી આ બધાની પાછળ જે પ્રતિજ્ઞાપાલન અને સંયમને સ્વીકાર રહેલો છે તેને ભૂલીશ નહીં.” આ પ્રમાણે કહીને દેવ અદશ્ય થયે. શ્રેણિક-અભય! ત્યારે હવે પેલા મેતરને શું જવાબ દઈશું? અભય-મહારાજ ! આપને કેમ આ પ્રશ્ન કરે પડ્યો? પરીક્ષાના ક્ષેત્રની હદ આવી ગઈ છે, હવે તો પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર માટે પારિતોષિક આપવારૂપ નિર્ણય જ કરવાનું છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ [૬૮] પ્રભાવિક પુરુષો : શ્રેણિક-અભય તો શું તારું કહેવું એમ છે કે-મારે એ મેતરને મારી પુત્રી આપવી? રાજકન્યા એક મેતરના છોકરાની વહુ બને ! અભય-મહારાજ ! મગધના સ્વામી આજે આ જાતને વિચાર કરે છે એથી મને અજાયબી ઉપજે છે. કદાચ આ વિચારણાનું કંઈ પણ સ્થાન માનીએ તો તે વિચારણા પ્રથમ કરવી હતી. હવે એ પર તરંગે દેડાવવા તદ્દન વ્યર્થ છે. ક્ષત્રિય વચનપાલન અર્થે પ્રાણ પણ કુરબાન કરી શકે છે ત્યાં આ તો એક નજીવો પ્રશ્ન છે. આપણે મેતર નામથી ભડકવાનું નથી. નીતિકારનું તે એ કથન છે કે " गुणाः पूजास्थानं, गुणिषु न च लिङ्गम् न च वयः।" ' અર્થાત્ પૂજા-સત્કાર કે સન્માનનું જે કોઈ પણ સ્થાન હોય તો તે ગુણો જ છે; નથી વેષ કે નથી વય. અહિ પણ ગુણની જ કદર કરવાની છે ત્યાં પછી મેતર જાતિને સવાલ રહે છે જ ક્યાં ? આપ હરિ મેતરની માંગણીને એકદમ વધાવી નથી લેતા પણ પરીક્ષા કરી એની શક્તિનું માપ કાઢે છે, એ પરથી એમ નથી જણાતું કે એની પાછળ કોઈ દૈવી શક્તિને હાથ છે? એકાદ સામાન્ય મેતર રોજ સોનામહોરનો થાળ ભરી લાવી ક્યાંથી ભેટશું કરે? વળી એ સોનામહોરે એને ત્યાં છાગની લીંડીરૂપે ઉત્પન્ન થાય એ કંઈ જેવું તેવું આશ્ચર્ય છે? આપે એ છાગને એક દિવસ અહીં મંગાવી નહોતી ખાતરી કરી ? એ વેળા એક પણ સોનામહોર નીકળી હતી? નિહારસમયે લીંડીઓ નીકળે એ જ વાસ્તવિકતા છતાં એનું સ્થાન સોનામહોર લે ત્યાં જરૂર સમજવું કે આની પાછળ કેઈ છુપી શક્તિનો હાથ છે. જરા આગળ જઈએ. એક રાત્રિમાં-કઠીણ એવા વૈભારગિરિના માર્ગની સુધારણા થાય એ શું માનવકૃતિ Page #86 -------------------------------------------------------------------------- ________________ મેતાર્ય : [૬૯] છે? અડતાળીશ ગાઉના વિસ્તારવાળી રાજગૃહી નગરી કિલ્લાથી સંરક્ષિત બની જાય અને તે પણ માત્ર એક રાત્રિના સમયમાં! એ ઉપરથી જ તોલ કરવાનો છે કે એ બધા દૈવી શક્તિના પ્રતાપ છે. હરિ મેતર કે તેના પુત્રની ગમે તેવી સ્થિતિ હોય પણ આ કામ આગળ તે કુંઠિત બને છે. માનવીના એક રાતના ગમે તેવા મહાપ્રયાસો હોય છતાં આ કાર્યો એવા વિકટ છે કે જ્યાં એનું કંઈ પણ પરિણામ આવી શકે નહિ, તેથી જ એમાં દૈવીશક્તિ પૂરવાર થાય છે. જ્યાં આવી રીતે દેવ સહાયક છે ત્યાં કન્યા દેવામાં વિલંબનું શું પ્રોજન હોય? આવી શક્તિવાળે એ મેતરના પુત્ર સિવાય કેઈ બીજે આપે જોયો છે? જેની સહાયમાં દેવ છે એ મેતરના પુત્રને પરણનાર રાજકન્યા સુખના રાશિ અનુભવશે કે દુ:ખના ડુંગર ? શું મેતરનો અવતાર સદાકાળ નિંદનીય છે? પશુ કરતાં પણ એ હલકી કક્ષામાં આવે છે? એમાં રહેલી લાયકાતના પ્રત્યક્ષ દર્શન થયા છતાં એ સંબંધમાં શંકાના વમળ ઉદ્દભવ્યા જ કરે એ શું વ્યાજબી છે?” શ્રેણિક-અભય! તારી બુદ્ધિ માટે મને માન છે. તારી સલાહમાં તથ્યપણું છે એટલે હવે વધારે વિલંબ ન કરતાં શુભ મુહૂર્ત નક્કી કરી, હરિમેતરના પુત્ર સાથે રાજસુતાનું પાણિગ્રહણ કરાવી આપી, એની લાંબા સમયની અભિલાષાને સંતોષ.” વાચક સમજી તો ગયા જ હશે કે મેતાર્યને દેવમિત્ર સાથે વાતૉલાપ થયા પછી પરણવા જતાં જે નામશી થઈ હતી તે ભૂંસી નાખવા અને પુન: પ્રતિષ્ઠા સ્થાપવા આ પ્રયાસ હતો. બકરે લીંડીઓને બદલે સોનામહોરને નિહાર કરે છે” એ વાતથી એના મંડાણ થયા એનું અંતિમ ફળ શું આવ્યું તે આપણે ઉપર જોઈ ગયા. એ બધો દેવ—મિત્રને પ્રતાપ! આજે મેતાર્ય રાજમાતા બની ચૂકેલ છે. હરિમેતરને Page #87 -------------------------------------------------------------------------- ________________ [૭૦] પ્રભાવિક પુરુષ : કરે છતાં તે અસ્પૃશ્ય નથી રહ્યો. જનતા તેને તિરસ્કાર નથી કરતી. રાજા-પ્રજા ઉભયનું એ પ્રેમપાત્ર છે. સોનામહેરેના ઢગલાએ અને જનહિતના કાર્યોએ એનું નામ સે કોઇના મુખે ચઢાવ્યું છે. એને નિવાસ હવે મેતરવાસની સામાન્ય ઝુંપડીમાં નથી રહ્યો. આજે તે એ મોટા પ્રાસાદમાં વસી ધનિક અને અધિકારીઓ કરતાં પણ વધારે ઋદ્ધિસિદ્ધિનો ભક્તા બન્યા છે. આગળ જે આઠ શ્રેષ્ટીકન્યાઓ સાથે એનું પાણિગ્રહણ થવાનું હતું તે પણ તેની ભાર્યાઓ થઈ ચૂકી છે. જ્યાં મગધનો સ્વામી પોતાની પુત્રી પરણાવે ત્યાં પછી વણિકોને વિચાર કરવાપણું હોય જ શાનું? આમ મેતાય નવ લલનાઓ સાથે સંસારના વિલાસ ભોગવી રહેલ છે. હરિમેતર ને ગંગીની મનોકામના પણ પૂરી થઈ ચુકી છે. એક રીતે કહીએ તો જે કારણથી મેતાર્યની અપભ્રાજના થઈ હતી તે સર્વે સ્વપ્નસૃષ્ટિ સમ અદૃશ્ય થઈ ગયું છે. કઈ જાણતું પણ નથી કે મેતાય એ અસ્પૃશ્ય જાતિને પુત્ર છે. ધન્ય છે રાજ્યવ્યવસ્થાને ! અને ધન્ય છે મહાજનના બંધારણને! વિશેષ ધન્ય છે વણિક સમાજના ધરણેને કે જેઓ સમયજ્ઞ હાઈ ઉપસ્થિત થતા વિકટ પ્રશ્નોને બુદ્ધિપૂર્વક તોડ આણું, કેઈપણ જાતના તડા કે ભેદમાં પોતાની સમાજને વહેચી નાંખી બળહીણું બનાવવા કરતાં, દેશ-કાળને અનુરૂપ પરિવર્તન કરવામાં જ સદાકાળ તત્પર રહેતા હતા. મહાજનની શેભા તે વખતે જ હતી. આગેવાનની મહત્તાના મૂલ્ય તે કાળે જ અંકાતા હતાં. Time and Tide wait for no man 24a id quid અને ભરતી-ઓટ કેઈની રાહ જોતાં નથી. તેમનું કાર્ય નિયમિત ચાલુ જ હોય છે. આમ અનંત કાળ વહી ગયા છતાં સંસારી આત્માને તેનું ભાન મહામુશ્કેલીપૂર્વક થાય છે, પણ મેતાર્ય તો સંસારની આંટીઘૂંટીથી ઘડાઈ ચૂક્યો હતો. દેવમિત્રની Page #88 -------------------------------------------------------------------------- ________________ મેતા : [૭૧] વાત તેના અંતરમાં સતત જાગૃત હતી. આજે જે કે તે એક, બે નહિં પણ નવ કામિનીઓ સાથે ભેગવિલાસ માણું રહ્યો હતે છતાં તેનું લક્ષ્યબિન્દુ કાયમ જ હતું. સમકિતશાળી છવડે, કરે કુટુંબ પ્રતિપાળ; અંતરથી ન્યારે રહે. ધાવ ખીલાવત બાળ. એ સ્થિતિ તેના જીવન સાથે મળતી આવતી. જે સમયની એ માર્ગ પ્રતીક્ષા કરી રહ્યા હતા તે સમય આવી પહોંચ્યા. સંસારસુખના ફળરૂપે આજે તેના મહાલયમાં બાળકોનો કલરવ સંભળાતો. કેટલાક અભ્યાસની ભૂમિકાએ પહોંચ્યા હતા અને એકાદ-બે પુખ્ત વયમાં પણ આવી ચૂક્યા હતા. તેમના સ્કંધ પર સંસાર–શકટનો ભાર આરોપણ કરી, પ્રેયસી–પત્નીઓની હર્ષ પૂર્વક વિદાય લઈ, એક શુભ ચોઘડિયે તે ચાલી નીકળ્યા. પ્રભુ શ્રી મહાવીર દેવ સમીપ પહોંચી ગયા. પિતાની ભાવના વ્યક્ત કરી અને ભાગવતી દીક્ષા અંગીકાર કરી. સંયમમાં અતિચાર લગાડવાથી પોતાને કેવો કડવો અનુભવ થયેલે તે જાણવામાં હોવાથી નિરતિચાર ચારિત્ર પાલનમાં અને દેહઇંદ્રિયના દમનમાં રક્ત થયા. વીસમી સદીમાં મેતાર્યને સ્ત્રી-પુત્ર તરફથી મળેલી ભાવભીની વિદાય અજાયબીભરી લાગશે, પણ વસ્તુત: વિચારતાં એમાં વિમય જેવું કંઈ જ નથી. હાલનું મેહગ્રસ્તપણું કે સ્નેહીજનના વિરોધ એ ઉચિત સંસ્કારને અભાવ સૂચવે છે. સમાજના ધુરિણાએ, ધર્મના પ્રચારકોએ અને કુટુંબના વડીલોએ સેવેલો પ્રમાદ અને દાખવેલી ઉપેક્ષા એના નિમિત્તભૂત છે. રાજપૂતાનાનો ઇતિહાસ વાંચતાં એક કરતાં વધારે ઉદાહરણ નજરે ચઢે છે કે જેમાં નવપરિણીત વધુ, જેના હાથેથી મીંઢળ પણ છૂટ્યા નથી હોતા, તે રણાંગણમાં જતા પતિને હસ્તે મુખડે Page #89 -------------------------------------------------------------------------- ________________ [ ર ] પ્રભાવિક પુરુષા : વિદાય આપે છે. પેાતાના મેહમાં પડી, પીઠ ન ખતાવતાં સામી છાતીએ મૃત્યુને ભેટવાના વચને સંભળાવે છે. શું ભાગવિલાસ તેમને નહિ ગમતા હાય ? ધણીવિષ્ણુ જીવન શું પસંદ હશે ? એવું કંઇ જ નથી, પરંતુ એ બધાને ટપી જાય તેવા ક્ષાત્રધર્મ તેને ગળથથીમાં જ પાવામાં આવે છે. આપણા સમાજમાં પણ પ્રથમ એવી ભૂમિકા તૈયાર કરવાની જરૂર છે. ભૂમિકા શુદ્ધ થતાં પરાવલંબીપણું નષ્ટ થશે. એ વેળા મેતા જેવી વિદાય આશ્ચય રૂપ નહીં લાગે. એ તા‘જેવું વાવેતર તેવા પાક. ’ * મધ્યાહ્ન થવા આવ્યા છે. ગેાચરી અર્થે નીકળેલા મેતાય મુનિ એક સુવર્ણ કારના ગૃહમાં પ્રવેશતાં જ, જવ ઘડતા સેાની પોતાનુ કામ પડતું મૂકી પ્રણામપૂર્વક મુનિશ્રીને ઘરના મધ્યભાગમાં લઇ જઇ પેાતે આહાર લેવા માટે ઘરની અંદર ગયા. દરમ્યાન એક ક્રાંચ પક્ષી લીલા જવની ભ્રાંતિથી એ સાનાના જવા ગળી ગયું, પર ંતુ પેટમાં ભાર થવાથી તે દૂર ઊડી ન શકયુ એટલે નજીકમાં એક છાપરા પર બેઠું. મુનિશ્રીની દૃષ્ટિએ પક્ષીની આ ક્રિયા ચઢ્યા વગર ન રહી. જ્યાં સેાની આહાર વારાવી પાછે ફ્રી પાતાની બેઠક આગળ આવે છે ત્યાં જવ ન મળે ! એ જોતાં જ એ આભા બની ગયા ! શ્રેણિક ભૂપતિને ખીજા દિવસના સવારમાં પૂજા અવસરે એ પહેાંચવા જ જોઇએ, નહિં તે રાજાના પ્રકાપ કેવી પાયમાલી નાતરે ? વળી આ તા કિંમતી વસ્તુ. ઘરમાં ત્રીજુ કાઇ નજરે પણ ચઢયું નથી. એ બધી વિચારણામાં ભાન ભૂલેલા સાનીએ એ મેતા મુનિને જવ કયાં ગયા? એમ ક્રોધાવેશમાં પૂછ્યું. પૂછતાં જવાય ન મળવાથી તેમને જ ચાર માન્યા. જ્યાં ચાર તરીકેના ખ્યાલ: જન્મ્યા એટલે પહેલાંની ભક્તિ અદૃશ્ય થઇ ગઇ. એનું સ્થાન તીવ્ર ક્રોધે લીધું. માનવી ક્રોધના આવેશમાં શું શું નથી કરતેા? એ એક જાતના Page #90 -------------------------------------------------------------------------- ________________ મેતાર્યઃ [ ૭૩ ] ઉન્માદ છે. એ વેળા સારાસારને કે કર્તવ્યાકર્તવ્યને વિવેક નથી રહેતો ? પિતાના આચરણનું કેવું પરિણામ આવશે? એટલું વિચારવાને પણ તે અશક્ત બને છે. મનમાં એટલી નિર્મળતા રહી શકતી નથી તેથી જ જ્ઞાની પુરુષો “ કડવાં ફળ છે ક્રોધના” એમ કહી ગયા છે. જ્યારે ક્રોધને વશ થયેલ સનીનું ચિત્ર ઉપર કહ્યા મુજબ હતું ત્યારે મેતાર્યમુનિ કઈ જુદા જ ભાવમાં રમણ કરતા હતા. હવે તે સાચા સંતની કક્ષાએ પહોંચ્યા હતા. પોતા પરનું આળ ખંખેરવામાં મુશ્કેલી જેવું હતું જ નહિં. “પક્ષી જવ ચરી ગયું” એટલે જવાબ બસ હતો, પણ તેથી પક્ષીને ઘાત થાય. દયાળુ મુનિ એ કેમ સહી શકે? અથવા તો “પંચમહાવ્રતધારી સાધુ જોથી હજારગણું કિંમતવાળા પદાર્થોને લાત મારી પવિત્ર સંયમ ધરનાર એવો હું–તારા જવ શા માટે ચોરું?” એટલે ઉત્તર શંકાનું નિરસન કરી નાખત, પણ જેને આત્મરમણુતા સિવાય અન્ય પ્રવૃત્તિમાં અંશમાત્ર આનંદ ઉદ્દભવતો નથી તે શા માટે બીજી બાબતમાં માથું મારે ? સત્ય પર મુસ્તાક રહેનાર ચેરીના આરોપથી કેમ ગભરાય? મુનિ મનપણે કર્મરાજ કે નાચ નાચવે છે એ જોઈ રહ્યા. એક શબ્દ સરખો મુખમાંથી ન કાઢ્યો. સોની જેવા પામર મનુષ્ય આ મોનનો અર્થ જવ ચોર્યાની ખાતરીરૂપે માન્ય અને શિક્ષા કર્યા વગર તે નહીં કાઢી આપે એમ માની મેતાર્ય મુનિના મસ્તકને લીલી વાધરથી બાંધી લીધું. ઉપર સૂર્ય પૂર્ણ કળાથી તપી રહ્યો હતો, તેની ગરમીથી વાધર સૂકાવા માંડી તેમ મુનિના મસ્તકને વધુ ને વધુ કષ્ટ થવા લાગ્યું. નસો તૂટવા લાગી. એક તો ક્ષુધાની પીડા હતી, તેમાં વળી ચોરીના આરોપનું દુઃખ ભળ્યું. એ સાથે સૂર્યને તાપ ઉમેરા અને વાધરીના સુકાવાથી અંગેની ઝકડામણ શરૂ થઈ. ઉપસર્ગોની પરંપરાથી સાચા સંત ગભરાય તે એ સંત Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવિક પુરુષો : > [ ૭૪ ] શાના ? સે। ટચના સુવર્ણની પરીક્ષા તે અગ્નિમાં પડ્યે જ થાય છે. એમના મનમાં પક્ષીના જીવનની રક્ષાના આનંદ હતા. એને મન પરિષùા પ્રાપ્ત થતાં પાતે કેવી સમતા રાખી શકે છે એ અનુભવવાના આનદ હતા. એને મન જે કમેનિ ક્ષય કરતાં વર્ષોના વહાંણા વાત તે અલ્પ સમયમાં ખપી જશે એને આનંદ હતા. એને મન ‘ સત્યમેવ નયતે ' અર્થાત્ સત્યને જય થશે એવા નિરધાર હતા. આવા આનંદમાં લયલીન બનેલા મેતા મુનિ કોઇ અનેરી ભાવનામાં આરૂઢ થયા. એમને સેાની તેા નિમિત્તરૂપ લાગ્યા. આ બધું નાટક ભજવનાર તા સત્તામાં રહેલ કર્મો જ હાવાથી તેમના તરફ એમની નજર આકર્ષાઇ. એ કમો પર જય મેળવવા માટે તા પાતે નીકળેલા જ હતા એટલે એનાથી પરાભવ કેમ પામે? દેહને આત્માના ભિન્ન ભિન્ન ધર્માનું મનન કરતાં એમણે શુભ ભાવનાને વેગ વધાર્યા. વિદ્યુત્થી પણ તીવ્રતમ વેગે કર્મોના અધના તૂટવા માંડ્યા; પણુ એ બધુ આંતિરક યુદ્ધ સમજવુ. બાહ્યષ્ટિ જીવાના ચર્મ ચક્ષુઓ માટે એનું દૃશ્ય અસ ંભવિત હતુ. એ આંખાએ તે જોયુ કે મુનિના જીવનની ઘડીએ ગણાતી હતી, અસહ્ય તાપથી તે નસાના ખેંચાણુથી આંખાનુ તેજ હણાઇ ચૂકયું હતું; પણ તેને જોનાર માત્ર આંગળીના ટેરવે ગણાય તેટલા જ–સાની, તેનું કુટુંબ અને એના શેારણકારથી એકત્ર મળેલ આછે જનસમુદાય. જવલા ચારનાર સાધુ પર કેાને દયા આવે ? ગતાનુગતિક જનતા એથી આગળ બુદ્ધિ દોડાવી શકે ખરી ? પણ સત્ય તા છાપરે ચઢીને ખેલે છે. એ પ્રસંગે એક કઠિયારાએ માથા પરના ભારા જોરથી ત્યાં જમીન પર પછાડ્યો કે તરત જ પેલા જવ ચરી જનાર ફ્રેંચ પક્ષીથી વિષ્ટા થઈ ગઈ અને તેમાં જવલા નીકળી પડ્યા. સેાની તા આ જોઇ રહ્યો. જોતાં જ આભા બની ગયેા ! હવે જ તેની સાન ઠેકાણે આવી. જવલા એકઠા કરવાના મૂકી દઇ, મુનિ તરફ દોડ્યો પણ તેણે ત્યાં શું જોયુ ? Page #92 -------------------------------------------------------------------------- ________________ મેતાર્ય : [૫] મેતાર્ય મુનિનું માત્ર કલેવર જ ત્યાં હતું. આત્મા તો કયારને પ્રયાણ કરી ગયે હતે. મસ્તકના બંધ છેડતાં જ એ પક્ષીવિહોણું પિંજર નીચે પડયું. આ જોતાં જ સોનીને દેહ કંપી ઊઠ્યો. હદય પોકારી ઊઠયું કે મેં મુનિ પર ચેરીનું કલંક ચડાવી તેના પ્રાણ લીધા. હવે ખરે પશ્ચાત્તાપ શરૂ થયો. એક સામાન્ય પ્રાણીને ઘાત પણ સમ્રા શ્રેણિકના રાજ્યમાં મહાન ગુન્હો ગણાતો ત્યાં આ તો મુનિનો ઘાત. એ માટે દેહાંતદંડની જ શિક્ષા સંભવે. વળી આ તો તેમના જમાઈ થાય એટલી વિશેષતા અને તેમાં પણ ચોરીનું ખોટું કલંક ! સાધુ મહાત્મા પરનું આવું હડહડતું જૂઠાણું શ્રેણિક ભૂપાલ ઘડીભર પણ ચલાવી લે ખરા? આ વાતની ખબર પડતાં જ નકકી આખા કુટુંબને ગરદન મારશે એ ભયે સોનીના ગાત્ર ઢીલા કરી નાખ્યાં. રાજાને કાને સમાચાર પહોંચે તે પૂર્વે જ એવા માર્ગ કાઢવો જોઈએ કે જેથી નૃપતિને રોષ વહારે ન પડે અને આખા કુટુંબનું રક્ષણ થાય. સામે જ મુનિનું શબ પડ્યું હતું, આત્મા નીકળી ગયો હતો, છતાં વેશમાં રહેલી સમતા, સમભાવદશા અને શાંતિ હજુ પણ જણાતા હતા. મૃત્યુને હસ્તે મુખે ભેટનાર એ મહાત્માનાં મુખારવિદ પર વૈરનો કે ભયનો જરા સરખે પણ વિકાર નહતો. સોનીએ એ પરથી તેમનું અનુસરણ કરવાને નિશ્ચય કર્યો. જીવતાં જેમના પર મરણાંત ઉપસર્ગ કર્યાં તેમનું જ હવે શરણુ શોધ્યું-એમનો પંથ સ્વીકાર્યો. મેતાર્ય મુનિને વેશ ધારણ કરી જૈનધર્મની દ્રવ્યપ્રવજ્યા સ્વીકારી તે ચાલી નીકળે. કુટુંબીજન જોઈ રહ્યા. કેઈ આડું ન આવ્યું. એક તો બેટી વૃત્તિએ મહાભીષણ કામ કરેલું એટલે તેના પ્રતિ સહજ અભાવ કેઈને થાય જ, પણ એથી વિશેષ તો મરણનો ભય એમને અટકાવી રહ્યો. એ સાધુ થતાં જ એના કુટુંબને નિર્ભયતાની ખાતરી મળી. મોડા મોડા પણ શ્રેણિક મહારાજના કાને મેતાર્ય મુનિના Page #93 -------------------------------------------------------------------------- ________________ [ ૭૬ ] પ્રભાવિક પુરુષ : કાળધર્મ પામ્યાના સમાચાર પહોંચ્યા. તેમને અતિ દુ:ખ થયું. એકદમ સનીને પકડી આણવા હુકમ છૂટ્યો, ત્યાં તે સાધુના વેશમાં એની સામે જ ખડે થે. ઘડીભર રાજવી પણ કિંકર્તવ્યમૂઢ બની ગયે. રાજા મહામહેનતે બેલ્યા: “ભાઈ ! તેં આજે મહાભયંકર ગુન્હો કર્યો છે છતાં આ વેશ સ્વીકાર્યો એટલે હું ગુન્હો માફ કરું છું, પણ આ વેશ દેખાવપૂરતો ન હોવો જોઈએ, સાચે સાધુ બનશે તો જ શિક્ષામાંથી બચી જશે. એમાં જ તારું પણ કલ્યાણ છે. મુનિઘાત સરખા મહાપાપમાંથી બચવાને ચારિત્ર અને તપ સિવાય બીજો કોઈ ઉપાય નથી.” સાધુ બનેલ સોનીની ભીતિ નષ્ટ થઈ. પાપ ધોવાને સાચે નિશ્ચય કરી, ભૂપ સાથે તે પ્રભુ સમીપ પહોંચ્યા અને ભાવપૂર્વક દીક્ષા સ્વીકારી. રાજવીએ પણ પ્રભુમુખથી મેતાર્યનું અંતગડકેવલી થઈ સિદ્ધિગમન સાંભળ્યું. પરિષહ સહન કરતાં એમણે જે સમતા રાખી હતી તેની પ્રશંસા કરી. આમ વણિક ને મેતરના સંયુક્ત સંસ્કારેથી જેનું જીવન પિોષાયું છે એવા મેતાર્ય મુનિએ સદાને માટે ભવભ્રમણની પીડા ટાળી. આ ઉદાહરણમાંથી ધાર્મિક, સામાજિક કેટલાયે પ્રશ્નો પર અજવાળું પડે છે, પણ એની ચર્ચાનું આ સ્થાન ન હોવાથી પ્રભાવિક પુરુષરૂપ માળાના પ્રથમ ગુચ્છકનું આ ચોથું પુષ્પ અત્રે પૂર્ણ થાય છે. Ww Page #94 -------------------------------------------------------------------------- ________________ અતિમુક્તક કુમાર શ્રેષ્ઠીપુત્રાના ચરિત્રારૂપ પ્રથમ ગુચ્છના ચાર પુષ્પા યથાર્થ રીતે સૂ ંઘ્યા પછી હવે આપણે બીજા ગુચ્છકના પ્રથમ પુષ્પ પ્રતિ વળવાનું છે. આ ગુચ્છકમાં એવા આત્માઓના ચરિત્રાને આપણે વિચાર કરવાના છે કે જેમના જીવનમાં નથી તા પ્રસંગેાની લાંબી હારમાળા કે નથી તે વિવિધવણી ખાખતાની પરપરા. કેવળ થાડામાં ઇષ્ટ સિદ્ધિ જીવન પણ સાદા અને સ્વભાવ પણ સરલ. વળી આ ઉપરાંત વિચિત્રતા તેા ખરી જ. ત્રણ તે રાજપુત્ર છતાં જીવનની અસ ગતતા, જ્યારે ચેાથાનું જીવન તેા કેવળ ચાર લૂંટારા જેવું જ. આમ છતાં મહાત્માના સંસર્ગથી એમાં કેવું પરિવર્તન થાય છે? જોતજોતામાં તેઓ કેવા આત્મકલ્યાણના સાધક બની જાય છે અને થાડામાં કેવી રીતે ઘણું કરી દેખાડે છે ? એ વાંચતાં ભાવની પ્રબળતાને સાચા ખ્યાલ આવે છે. ભાવનામાં સમાયેલી અમાઘ શક્તિના સાક્ષાત્કાર થાય છે. ભાવના ભવનાશિની એ ઉક્તિમાં રહેલી યથાર્થતા સમજાય છે. * આના પ્રારંભ કરીએ તે પૂર્વે એટલું કહેવું પડશે કે આ આત્માએના જીવન સંસાર–અટવીના મહાભયાનક તાપેા સહુન કરીને ઠીક ઠીક રીતે ઘડાયેલાં હતાં. તે વિના તેમનામાં સરલતા ને પાપભીરુતાનાં જે દર્શન થાય છે તે ન જ સ ંભવી શકે. સંતસમાગમ થતાં કિવા વસ્તુસ્વરૂપના ભાસ થતાં અથવા તા નજર સામે દાષાનેા રાશિ નિહાળતાં એ સર્વથી તરી પાર થવાની જે તાલાવેલી જન્મે છે એ નિરખવાના પ્રસંગ ભાગ્યે જ અન્યથા મેળવી શકાય. ગમે તેમ હા પણ એના ઊંડાણમાં Page #95 -------------------------------------------------------------------------- ________________ [૭૦] પ્રભાવિક પુરુષ : ઊતર્યા વગર કથાનકના પ્રવાહમાં આગળ વધીએ અને જોઈએ કે પ્રથમ પુષ્પના નાયક અતિમુક્તક કેણ છે? બાલ્યવયમાં ભાગવતી દીક્ષા સ્વીકારી, ઈર્યાવહી પડિક્કમતાં જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તેવા મહાત્માને વંદન હો! ભારતવર્ષના મેટા નગરમાં પિલાસપુર પણ ગણાતું હતું. રાજવી શ્રીવિજય અને રાણું શ્રીમતિ પ્રજાને પિતાના સંતાન સમ ગણીને પાલન કરતા હતા. ઉભય દંપતીને જૈન ધર્મના સંસ્કાર વંશપરંપરાથી ઊતરી આવેલા હોવાથી દાન, શિયલ, તપ, ભાવ, જિનપૂજા, પ્રભાવના, સ્વામીવાત્સલ્યાદિ કાર્યોમાં તેમની લમીનો વ્યય થતો અને જિનમૂર્તિ, ચૈત્ય, જ્ઞાન, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ સાત ક્ષેત્રનું પોષણ હમેશાં થયા કરતું હતું. વળી ભૂપતિ રાજધર્મને અનુસરી જૈનેતર પ્રજાના કાર્યોમાં પણ દ્રવ્ય વાપરત. દીનદુ:ખીને નાદ શ્રવણ થતાં જ અન્ય કામે બાજુ પર રાખી પ્રથમ એ વાત પર લક્ષ દઈ દારિદ્રય નિવારણને ઉપાય શોધતે. આમ ધર્માત્મા શ્રી વિજય રાજવીની રાજ્ય પ્રણાલિકાથી પ્રજા સંતુષ્ટ રહેતી અને તેથી પેઢાળપુર (પિલાસપુર)ની યશપતાકા દેશ-દેશાંતરમાં વિજયધ્વનિપૂર્વક ઊડવા લાગી હતી. આ પ્રેમાળ દંપતીને સંસારજીવનમાં એક ઊણપ હતી તે પણ પૂર્ણ થઈ. રાણી શ્રીમતીએ એક દિવ્ય કાંતિવાળા પુત્રને જન્મ આપ્યો. જૈનધર્મના સંસ્કાર ઊંડા ઊતરેલા હોવાથી અદ્યાપિ સુધી પુત્રમુખ જેવાને સુઅવસર લાધ્યો નહોતો તેથી કંઈ આ દંપતી નહાતા કલ્પાંત કરતાં કે ઓછું આણું મુરતાં. માત્ર કર્મરાજાના તમાસા સમભાવપૂર્વક નિહાળતા હતા. આમ છતાં આજે સુયોગ સાંપડવાથી ઉભય હર્ષાન્વિત થયા હતા. પુત્રજન્મની વધામણમાં લક્ષમીને જળ માફક ગણુ છૂટથી વાપરવામાં આવી. સારા ય નગરમાં આનંદમંગળ વર્તાઈ રહ્યો. Page #96 -------------------------------------------------------------------------- ________________ અતિમુક્તક કુમાર : [ ૭૯ ]. કુમારનું નામ અતિમુક્તક રાખવામાં આવ્યું. બીજના ચંદ્રની માફક તે વધવા લાગે. કીડાકુતુહળથી સે કઈને આનંદ ઉપજાવવા લાગ્યો. આમ કરતાં તે છ વર્ષ થયા. આવા આત્માને પૂર્વજન્મના સંસ્કારનું બળ તો હોય છે જ અને એમાં પોતાની આસપાસના અનેક બનાવોનું નિરીક્ષણ કરવાનું મળે છે. એ ઉપરથી બાલ્યકાળથી જ તે અમુક પ્રકારનું વલણ ગ્રહણ કરવાનું શરૂ કરે છે, તેથી જ લોકવાયકા છે કેકુમળા ઝાડને જેમ વાળીએ તેમ વળે.” એક સમયે કુમાર અતિમુક્તક બાળક સાથે રમી રહ્યો છે દૂરથી ગોચરી માટે મંદ મંદ પગલાં ભરતાં, સુંદરાકૃતિવાળા શ્રી તિમસ્વામી ગણધર મહારાજને તેણે જોયા. સમિપ આવતાં જ ! ભાવપૂર્વક નમસ્કાર કર્યા. ઊભયના નેત્રો મળ્યા. તરત જ કુમ | મુખારવિંદમાંથી શબ્દો બહાર આવ્યા કેઃ ભગવન્! હું તમારા જેવો થઈશ.” પૂર્વભવના કોઈ સંકેત વગર આમ બેલિવું શું શક્ય છે? જ્ઞાનીના વચન છે કે કર્મોની ગહનતા પ્રાકૃતજનથી પરખાતી નથી. શ્રી ગૌતમ જવાબ આપે છે કે: વત્સ! તું હજી બાળક છે, દીક્ષા એ કંઈ બાળકના ખેલ નથી પણ દુષ્કર વસ્તુ છે; ચારિત્રનું પાલન કષ્ટભર્યું છે. કહ્યું છે કે-“તપનું સેવન, ક્રિયાનું આચરણ, મનનું ગેપન અને વિનયાદિ ગુણાનું અનુસરણ જેમાં સમાયેલું છે એવો ચારિત્રધર્મ આત્માને પ્રાપ્ત થવો અત્યંત મુશ્કેલ છે. એ વાતમાં રજમાત્ર સંશય ધરવાપણું નથી.” કુમાર બેલ્યો-“પ્રભુ! જે કે હું શિશુ છું, છતાં મારું અંત:કરણ એમ કહે છે કે તમારા સરખે જરૂર હું થઈશ. Page #97 -------------------------------------------------------------------------- ________________ [ ૮૦ ] પ્રભાવિક પુરુષો : તમે મારી સાથે આહાર વારવા મારે ત્યાં પધારે. આપસાહેબને અનુકૂળ આવે તેવું અન્નપાન મારે ઘેર તૈયાર છે.’ બાળકના આગ્રહથી ગાતમસ્વામી તેને ઘરે ( રાજમહેલમાં ) વહેારવા પધાર્યાં. શ્રીમતિ રાણીએ ભક્તિપૂર્વક વિશુદ્ધમાન આહાર વહેારાબ્યા. ગણધર મહારાજ તેા આહાર લઇ પંથે પડ્યા, પણ કુમારના હૃદયમાં જખરું મંથન શરૂ થઇ ગયું. તેને એક જ તમન્ના લાગી કે ‘કેવા પ્રકારે હું શ્રી ગૈાતમસ્વામી જેવા બનું ?’ એના જોરે તે તેમની પાછળ દોડી પહોંચ્યા. વાર્તાલાપ કરતાં ગૌતમસ્વામી સાથે પ્રભુ પાસે ગયા. પાતાને દીક્ષા આપવા વિનંતિ કરી. પ્રભુએ માતાપિતાની આજ્ઞા લઇ આવવા કહ્યું. તેણે માતાપિતા પાસે આવી સર્વ હકીકત કહી સંભળાવી અને અંતમાં માગણી કરી કે ‘મને પ્રભુની પાસે દીક્ષા અપાવે. , માતાપિતા સ્વપુત્રની દીક્ષા સંબંધી માગણી શ્રવણુ કરી ઘડીભર વિચારમગ્ન બની ગયા. માલ્યકાળમાં આ વચનેા નીકળતાં જોઇ સ્વતનુજની આસન્નસિદ્ધિ ને પૂર્વસ'સ્કારિતા માટે મન પ્રમુદિત બન્યું, હૃદય પુલકિત થયું. આમ છતાં તેનુ મન સંચમરંગે કેટલી હદે રંગાયેલું છે એ જાણવા સારું પ્રશ્ન કર્યા— 6 વહાલા પુત્ર ! આ તું શું વદે છે? તું માત્ર આંધળાની લાકડી ને નેાધારાના આધાર સમે અમારા લાડકવાયા એક જ પુત્ર છે—એક આધાર માત્ર છે. અમારી આંખની કીકી તુલ્ય હાઇ તારું દન સૃષ્ટિનાં સર્વ પદાર્થો કરતાં પણ અમને અતિશય ઇષ્ટ છે, તુ જતાં આ વિશાળ રાજ્યના ભાર કેાના શિરે અમારે સ્થાપન કરવા ? અમારી વૃદ્ધાવસ્થામાં તારા વગર અમારી સારસંભાળ પણુ કાણુ કરે ? દીક્ષાગ્રહણની વેળા તારે માટે આવી છે કે અમારા માટે ? તેના તેા જરા ખ્યાલ કર. દુન્યવી તડકા Page #98 -------------------------------------------------------------------------- ________________ અતિમુક્તક કુમાર : [ ૮૧ ] છાંયા જોઇને અમારા કેશ શ્વેતતાને ધારણ કરે છે. તું તેા હજી ખીલતા કુસુમ સરખા છે. તારે હજી ઘણા પ્રકારના નવનવા અનુભવા પ્રાપ્ત કરવાના છે. કેટલી ય ટાઢી-મીઠી ચાખવાની છે, માટે ઉતાવળા ન થા. ’ વહાલા જનક જનની ! વિશિષ્ટ જ્ઞાન વગર કેમ જાણી શકાય કે તમે વૃદ્ધ છે અને હું માળક છું? શું યમરાજ કેશનું શ્વેતપણુ નિરખી આમંત્રણ મોકલે છે ? ચક્ષુ સામે આપણે જોઇ રહ્યા છીએ કે પગ જેના ખખડી ગયા છે, નેત્ર જેના વહી રહ્યા છે અને ગાત્ર જેના ગળી જવા લાગ્યા છે એવા વૃદ્ધને પડતા મૂકી, જેને સંસારને નિહાળ્યા પૂરા પાંચ ચામાસા પણ નથી થયા, અરે ! જેના વાળની કાળાશ પણ મનેાહરતાને ધારણ કરવા લાગી હાય છે અને જે હજી દુનિયા કઇ ચીડીયાનું નામ છે એ જાણતા પણ નથી હાતા એવા અભ કને શું નથી યમરાજ ઉપાડી લેતા ? માટે જ નાના મેટાના કે યના વિચાર નકામા છે. '' વળી પૂજ્યશ્રી ! વિચારે કે કેણુ પુત્ર છે ને કાણુ માતા કે પિતા છે ? સંસારભ્રમણમાં આ જીવને એવા કેટલાય સંબધા થઇ ગયા તેની કંઇ નોંધ છે? આજે જે માતા છે તે ભૂતકાળમાં પિતા, ભ્રાતા કે પુત્રના સંબંધથી કેટલી ય વાર જોડાઇ ચૂકેલ છે. કર્રરાજની જાળમાં સંબંધની સરખાઇ શેાધી પણ જડે તેમ નથી. વીતરાગના વચન મુજબ સર્વે આત્મા પથિક તુલ્ય છે. એ સિવાય ન તા માતા કે ન તેા પિતા, નથી તેા પ્રિયા કે નથી તે સંતાન, અને તેવી જ રીતે ન તા ભાઇ કે ન તા બહેન શરણુ આપનાર થઇ શકે છે. જ્યાં પેાતે જ પરાધીન છે ત્યાં ખીજાને શરણભૂત થાય પણ કેવા પ્રકારે રક આત્મા કેાટિ દ્રવ્યનું દાન કયાંથી કરી શકવાના? શરણ તે તે મહાત્માનું લેવું ઘટે કે જેણે ત્રણ લેાકમાં પરમ ઐશ્વર્ય તા સાધી Page #99 -------------------------------------------------------------------------- ________________ [૨] પ્રભાવિક પુરુષ : છે. એવી ઐશ્વર્યતાની સાધના અર્થે હે શિરછત્ર! હું આપની અનુજ્ઞા ચાહું છું. આપના હાર્દિક આશીર્વાદ વગર મારું ઈસત કાર્ય સધાય તેમ નથી, તેથી આપ ઉભય રાજીખુશીથી મને રજા આપે. તમે સારી રીતે સમજે છે કે આપ વડિલેની અનુજ્ઞા વિના ભગવંત ઈંદ્રભૂતિ મારો સ્વીકાર કરે તેમ નથી. વળી વિનયપ્રધાન જૈનધર્મમાં મારા જેવાનું સ્વછંદી વર્તન તલમાત્ર ચાલી શકે તેમ પણ નથી. એમ કરવું તે મારો પુત્ર તરિકેનો ધર્મ પણ નથી, માટે આપ અંતરના ઉમળકાથી મને અનુજ્ઞા આપો.” માતાપિતા પણ અરિહંતદેવના ઉપાસક હતા. સંસારની પરિસ્થિતિને સમજનારા હતા તેથી તેઓએ મહોત્સવ પૂર્વક પુત્રને શ્રી મહાવીરસ્વામીને હસ્તે પ્રવજ્યા અપાવી. કુમાર પણ ગુરુશ્રીનું બહુમાન કરવાપૂર્વક શાસ્ત્રના અધ્યયનમાં તેમ જ કિયાકલાપમાં તદ્રુપ બન્યા. અંતરના ઉલ્લાસથી સાધુધર્મનું પાલન કરવા લાગ્યા. વયમાં બાળ છતાં જ્ઞાનથી અબાળ (પંડિત) બન્યા, ખલના વગર ચારિત્રધર્મમાં દિવસાનદિવસ વિશુદ્ધિને ધરતો ગુરુ સાથે વિહરવા લાગ્યા. આમ છતાં બાળસ્વભાવસુલભ કેટલીક ત્રુટીઓ થઈ જતી. એકદા પ્રાતઃકાળમાં ક્ષુધાતુર થવાથી કોઈ શ્રેણીના ઘરમાં કુમાર અતિમુક્તક ગોચરી લેવા ગયા. જ્યાં ધર્મલાભ શબ્દને ઉચ્ચાર કરી ઊભા ત્યાં શેઠની પુત્રવધૂએ હાસ્ય કરતાં પ્રશ્ન કર્યો કે-“હે ભુલ્લક સાધુ ! આટલી જલદી ઉતાવળ કેમ કરી?” એની આવી અપૂર્વ ને માર્મિક વાણી સાંભળી ચમત્કૃતિ ઉપજી છે જેને એવા કુમારે જવાબ આપ્યો કે-“જ્ઞાનામિ તન્ન જ્ઞાનામિ' શેઠની પુત્રવધુએ પુનઃ પ્રશ્રન કર્યો–આપે શું કહ્યું ? મને બરાબર સમજા.” “હે ભગિની ! તમારા પ્રર્ઝનનો આશય તો એ હતો કે મને આટલી નાની વયમાં દીક્ષા લેવાની ઉતાવળ કેમ થઈ આવી ?” મેં જણાવ્યું કે “વનાનામિ એટલે મૃત્યુ ગમે તે વેળા જરૂર આવવાનું છે એ વાત હું જાણું છું પરંતુ’ ‘ત જ્ઞાનામિ' Page #100 -------------------------------------------------------------------------- ________________ અતિમુક્તક કુમાર : [ ૮૩ ] ફક્ત જે નથી જાણતો તે એટલું જ કે એ કઈ અવસ્થામાં આવશે? બાલ્યકાળ એને માફક આવશે કે વૃદ્ધાવસ્થાને તે પસંદ કરશે ? અને જ્યાં આ સ્થિતિ હોય ત્યાં પછી ઉતાવળને પ્રત્રન જ કે? એવું વિશિષ્ટ જ્ઞાન નથી કે જેથી એના આગમનની ચોક્કસ મિતિ અવધારી શકાય તેથી ઉતાવળ કહેવાય પણ કેમ ?” શેઠની પુત્રવધૂએ બાળક સાધુના આ સાચા વચનો શ્રવણ કરી સમ્યકત્વમૂળ બાર પ્રકારના વ્રતયુક્ત શ્રાવકધર્મ ગ્રહણ કરીને શુદ્ધ અન્નપાનાદિથી મુનિશ્રીને પ્રતિલાલ્યા. એક સમયે ધરતી પર ચોતરફ જળ પથરાઈ રહ્યું છે, વિજળીના ચમકારા ને વાદળાના ગરવ પછી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જાણે સૃષ્ટિ સુંદરી હર્ષભર્યા સ્નાન કરી ન રહી હોય તે ભાસ થાય છે. જનતા પોતાના આવાસમાંથી વર્ષાકાળનું આ મનોહર દશ્ય નિહાળી રહી છે. પિષધશાળાના મકાનમાંથી બાળસાધુ અતિમુક્તકની દષ્ટિ પણ આ તરફ ખેંચાય છે. ઘડીભર સ્વાધ્યાય બાજુ પર રહે છે. નજર માગ પર નાના મોટા ખાડામાં ભરાઈ રહેલા જળ તરફ જાય છે. વરસાદ અટકતાં જાણે કારાગૃહના બંધનમાંથી છૂટ્યા હોય એમ નાની વયના બાળકે ઘરમાંથી બહાર આવી પાણીના નાના નાના ખાબોચીયામાં કાગળની હોડીઓ બનાવી સાગરમાં વહાણ હંકાર્યા તુલ્ય આનંદ માણી રહ્યાં છે. આ જોતાં જ મુનિશ્રી પણ શાળાના પગથિયા ઊતરી ત્યાં પહોંચી જાય છે, સમાન વયના શિશુઓની સાથે શરત કરતાં કાચલીની હોડી તરાવવામાં લીન બને છે. પોતે કઈ કક્ષામાં વર્તે છે એ વાત તદ્દન વિસતિ બહાર જાય છે. જ્ઞાની સિવાય કોણ આ વેળા ભાખી શકે તેમ છે કે જળમાં કાચલીનું નાવ તરાવનાર આ બાળસાધુ અ૯૫કાળ પછી સંસાર Page #101 -------------------------------------------------------------------------- ________________ [ ૮૪] પ્રભાવિક પુરુષ : સાગરમાં સાચું નાવ તરાવી આત્મસાક્ષાત્કાર કરનાર છે ! પ્રાકૃત જનતા તે ઊઘાડી આંખે જોઈ રહી છે કે-મુનિપણાને ન છાજે, એમાં દૂષણ લાગે તેવું વર્તન ચલાવી રહેલ છે. અકસ્માત્ શાળાની બારીએથી જઈ રહેલા શ્રી મૈતમસ્વામીની દષ્ટિ આ લઘુ શિષ્ય પર પડી. તેઓશ્રી ત્યાં જઈ પહોંચ્યા. ગુરુશ્રીને જોતાં જ અતિમુક્તક શરમાયા. ઉભયે પ્રભુશ્રી મહાવીરદેવના સમવસરણને માર્ગ લીધો. જ્યાં પ્રવેશ કરી ઈર્યા પથિકી પડિકમવા લાગ્યા ત્યાં અતિમુક્તક સાધુએ “દગમટ્ટી, દગમટ્ટી એ પદના અર્થમાં પુષ્કળ વિચારણા કરી. પિતે સાધુજીવનના સૂત્રોને અભરાઈ પર ચઢાવી, નાવ તરાવવામાં હમણાં જ પાણી તથા માટીના જીવને જે કિલામણું પહોંચાડી છે એ આખું ય દશ્ય ચક્ષુ સામે ખડું કરી એની સાચા મનથી ક્ષમાપના આરંભી. ખરું જ કહેવું છે કેમન gવ મનુષ્કાળાં વાર વંધમોક્ષ' બંધ કે મુક્તિનું કારણ મનુષ્ય માત્રને પિતાનું મન જ છે. “દગમટ્ટી” ની વિચારણામાં એકાગ્ર થઈ, ક્ષપકશ્રેણિકનું અવલંબન ગ્રહી, અર્થાત્ કર્મને ક્ષય કરી અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. સમિપસ્થ દેવોએ કેવળજ્ઞાન મહોત્સવ કર્યો. જે તીવ્ર કમે કોટિ જન્મ સુધીના તીવ્ર તપથી બાળી શકાતા નથી તે અધ ક્ષણમાં આત્મભાવનારૂપી તીવ્ર તપબળ ને સમતાનું અવલંબન લઈ બાળી શકાય છે. એ વેળા મનની વિચારસૃષ્ટિ એકાગ્ર થવી જોઈએ. અતિમુક્તક કેવળીએ પૃથ્વીતળ પર વિહાર કરી ઘણું ભવ્ય જીને ઉપદેશવારિથી હુવડાવી અધોગતિમાં પડતાં અટકાવી તેને ઉદ્ધાર કર્યો. આમ વિચરતાં વિચરતાં, જૂદા જૂદા ગામનગરમાં ફરતાં ફરતાં સૂર્યપુર સમીપ આવી પહોંચ્યા. બહારના Page #102 -------------------------------------------------------------------------- ________________ અતિમુક્તક કુમાર: * [૮૫] ઉદ્યાનમાં સમવસર્યા. જિતશત્રુ રાજા અનેક જનયુક્ત આવી, પ્રદક્ષિણ દઈ, વંદન કરી, ધર્મશ્રવણ કરવા બેઠે. ઉપદેશધારા વહી રહી-જ્યાં લગી આ દેહ સ્વસ્થ છે અને વૃદ્ધાવસ્થા આવી નથી તેમ જ ઇંદ્રિયે શિથિલ થઈ નથી ને આયુષ્યનો અંત આવી લાગ્યું નથી ત્યાં સુધીમાં આત્મકલ્યાણ અર્થે હે ભવ્યા! જરૂર યત્ન સે. આગ લાગ્યા પછી કૂવો ખોદવો જેમ મૂખતાનું કારણ છે તેમ આ સ્થિતિ પલટાયા પછી–બાજી હાથમાંથી ગયા પછી-ઉદ્યમ શું કામનો ?” પ્રતિષ્ઠાસંપન્ન અને અતિશયતાને વરેલા અતિમુક્ત કેવળીની દેશના ફળવતી અને એમાં શું આશ્ચર્ય ? કેટલા યે ભવ્યાત્માઓએ સાધુધર્મને સ્વીકાર કર્યો. બીજાઓએ બાર વ્રતયુક્ત શ્રાવકધર્મને સ્વીકાર કર્યો. આત્મકલ્યાણની આવી કેટલી યે પરંપરા પ્રવર્તાવી પ્રાંત અતિમુક્તકકુમારે મુક્તિપુરીમાં પગલા કર્યા. શ્રી અંતર્દશાંગ સૂત્રના છઠ્ઠા વર્ગમાં એનો ૧૫ મે અધિકાર છે. તેમાં અંતકૃતકેવળી થઈને મોક્ષે ગયાનું કહેલું છે. તત્ત્વ કેવળીગમ્ય. :- .? ' Page #103 -------------------------------------------------------------------------- ________________ શાળ તથા મહાશાળી પ્રથમ અતિમુક્તકકુમારનું ચરિત્ર વાંચ્યા પછી શ્રી ગૌતમસ્વામીના હસ્તે પ્રવ્રજ્યા લેનાર આ બીજા બે બાંધવાની વાત વિચારીએ. ખાસ ચમત્કૃતિ તો એ છે કે શ્રી ગૌતમસ્વામીના હસ્તે દીક્ષિત થનાર વ્યક્તિઓ અ૫ કાળમાં જ કેવળજ્ઞાન પામતી જ્યારે તેમના ગુરુ શ્રી ગૌતમને શ્રી મહાવીરદેવના જીવન પર્યંત એ કેવળજ્ઞાનનો ઉદય જ ન થયે ! એના કારણમાં પ્રભુ પ્રત્યેનો એકપાક્ષિક રાગ ગણાય છે. જે સમયની વાત થાય છે એ કાળે પૃષ્ટચપા નામની નગરી મનહર જિનપ્રાસાદોથી શોભતી અને ધંધાના ધીકતા ધામ તરિકેની ખ્યાતિને ધારણ કરી રહી હતી. રાજવી શાળ અને યુવરાજ મહાશાળ તથા ભગિની યશોમતી વચ્ચેનો નેહ, અવર્ણનીય હતો. યશોમતીના લગ્ન કાંપિત્યપુરના રાજા પીઠર સાથે કરવામાં આવેલા અને આજે તે દંપતીના ખોળામાં ગાગલિ નામનો એક લઘુ અર્ભક કીડા કરતો હતો. પરસ્પરની સવૃત્તિ વૃદ્ધિ પામે તે સારુ અવારનવાર યશેમત સહકુટુંબ, સ્વબાંધવોની રાજધાનીમાં આવતી અને કેટલાક સમય રહી પણ જતી. એકદા પરમાત્મા શ્રી વીરપ્રભુનું આગમન આ નગરીમાં થયું. રત્ન, સુવર્ણ અને રૂપાના ત્રણ સુંદર કિલ્લા જ્યાં શોભી રહ્યા છે, જ્યાં અલૌકિક રૂપને ધરનારા દેવ-દેવાંગનાના સમૂહ ગમનાગમન કરી રહ્યા છે અને જ્યાં દેવદુંદુભીના કર્ણપ્રિય નાદથી કાશતળ ગાજી રહ્યું છે એવા રમ્ય સમવસરણમાં વિરાજી પ્રભુશ્રી માલકોશ રાગમાં ઉપદેશવારિનું સિંચન કરી ભવ્ય જીવરૂપ કમળોને વિકસ્વરતા અપી રહ્યા છે. શ્રી અરિહંતદેવને એ એક અતિશય છે કે જેથી પોતે Page #104 -------------------------------------------------------------------------- ________________ શાળ મહાશાળ : [૭] માનવી વાણીમાં ઉપદેશ દેવા છતાં તેઓની વાણી દેવો પોતાની દેવભાષારૂપે, ભીલો પોતિકી ભીલડીયા બેલીરૂપ, તિર્યંચે પોતપોતાની જાનવરની બલીરૂપે સમજી શકે છે. આ સંસાર અસાર છે. ” એટલી જ વાત હૃદયપટ પર કતરી રાખી, માત્ર શિવસ્થાન પ્રાપ્તિ નિમિત્તે ધર્મનું આરાધન કરવામાં આવે તો જીવના કલ્યાણમાં કઈ જાતની ઊણપ રહેતી નથી, પણ ધર્મના આરાધનમાં જરા માત્ર વિલંબ કરો વ્યાજબી નથી, કારણ કે તેમ કરવા જતાં બાહુબળી જેવા બળાત્ય અને ભક્તિવંત રાજવીને પ્રભુ શ્રી યુગાદિદેવના દર્શનથી વંચિત રહેવું પડયું હતું. એ રાજા સંધ્યાકાળે પધારેલા જિનને સવારે ત્રાદ્ધિ-સિદ્ધિના આડંબર યુક્ત વાંદવા જવાના વિચારમાં પડવાથી અને સમય ચૂક્યા. નિગ્રંથશરોમણિ શ્રી કષભદેવ તો પ્રા:તકાળ થતાં અન્યત્ર વિહાર કરી ગયા. એમને મન એકાકી આવી વંદન કરી જાય કે દ્ધિપુરસ્સર આવી ચરણમાં આળોટે એ સર્વ પ્રત્યે સમભાવ જ હતો. વળી તે મનુષ્ય ! તમે તેથી કરીને જરા માત્ર પ્રમાદનું સેવન ન કરશે. મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા મળી એના પાંચ મુખ્ય ભેદે છે. તેમાં પણ જાતિ, કુળ, રૂપ, તપ, ઐશ્વર્ય, વિદ્યા અને અદ્ધિ આદિ મદના પ્રકારે છે. પાંચ ઇંદ્રિ ના મળી ત્રેવીસ પ્રકારે વિષય ગણાય છે. કષાયના કોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકાર અથવા તે ચારને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલનના ભેદથી ગુણતાં સોળ પ્રકારો છે. નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા અને થિણદ્ધિરૂપે નિદ્રા પાંચ ભેદે છે, જ્યારે વિકથા યાને કુથલીના રાજકથા, દેશકથા, ભેજનકથા અને સ્ત્રીકથા એવા ચાર ભેદ છે અથવા તો મૃદુ આદિ ત્રણ પ્રકાર મળી સાત ભેદ પણ ગણાય છે. સારાંશ કે આખું ય પ્રમાદચક જીને સંસારમાં Page #105 -------------------------------------------------------------------------- ________________ [ ૮૮ ] પ્રભાવિક પુરુષના : ભ્રમણ કરાવનાર મહાકુંડાળારૂપ છે. જેમ જડ ધન માટે લૂંટારાથી સાવચેત રહેવાની જરૂર છે તેમ આત્મધનને માટે તેના લૂંટનાર આ પ્રમાદરૂપી મેટા લૂંટારાથી ચેતતા રહી સતત જાગ્રત અવસ્થા રાખવાની જરૂર છે. ધર્મકરણીમાં ઉદ્યમવ થવું અને જરા (વૃદ્ધાવસ્થા ) રાક્ષસી આવી દેહ પર તરાપ મારે તે પૂર્વે શક્તિ અનુસાર પરભવનું પાથેય તૈયાર કરી લેવું. ” ,, આવેા હૃદયસ્પર્શી ઉપદેશ સાંભળી પાછા ફરતાં શાળ ભૂપાળ પેાતાના લઘુભ્રાતા મહાશાળને કહે છે કે- હે ભાઈ ! તુ હવે રાજ્યની લગામ ધારણ કર અને હુ ં તેા વીર પ્રભુની પાસે પ્રવજ્યા ગ્રહણ કરીશ. મને હવે આ રાજ્યના સુખા તણખલા સરખા ભાસે છે. ‘ રાજ્યને અંતે નરક ’ એ તે જાણીતી વાત છે. ,, મહાશાળ–“ જ્યેષ્ટ ભ્રાતા! તમે આમ જાણે! છે તેથી જ એ ભાર મારે શિરે સ્થાપી મને નરકગામી મનાવવા માંગેા છે ? પરંતુ હું પણ સંયમના જ અભિલાષી છું. શિવસુંદરીના સમાગમમાં મને જે સ્નેહ વર્તે છે એવા આ સૃષ્ટિ પરના એક પણ પદાર્થમાં નથી વતા. "" શાળ—“ મધુ ! તારી ભાવના ઘણી સુંદર છે. વિશ્વના આ વિશાળ ચાકમાં નથી તે એવા કેાઇ વેદ્ય જન્મ્યા કે જે તૂટેલુ આયુષ્ય સાંધી શકે. નથી તે એવી કઇ ઔષધિ કે જડીબુટ્ટી હાથ લાગી કે જેનાથી મૃત્યુરૂપી મહારોગનુ નિવારણુ કરી શકાય. જ્યાં પરિસ્થિતિ આમ છે ત્યાંપછી સગા-સ્નેહીના વાર્તાલાપા કે કુળદેવતાના નૈવેદ્યોથી શુ વળે ? માત્ર એક ધર્મ જ તારણહાર છે અને સાધુધર્મ એ તેના ધારી મા છે. કહ્યું છે કે- અનન્ય મનથી જો વિધિપુરસ્કર એક જ દિનનુ ચારિત્ર પાળ્યુ હાય તા પાળનાર આત્મા જરૂર વૈમાનિક દેવાની ગતિમાં જાય છે અર્થાત્ એથી ઉતરતી ગતિએના દુ:ખાથી ખચી Page #106 -------------------------------------------------------------------------- ________________ શાળ મહાશાળ : [ ૮૯] જાય છે” કેવળ સુખને ભોક્તા બને છે તો પછી એની યથાર્થ આરાધનાના ફળની શી વાત ?” શાળ, મહાશાળ રાજમહેલમાં આવી તરત જ પોતે ઈચ્છિત કાર્યની સિદ્ધિમાં લાગી ગયા. કમ્પિલપુરથી પોતાના બનેવી તથા બહેન અને ભાણેજ ગાગલિને બેલાવી મંગાવ્યા. તેઓની સમક્ષ સ્વવિચાર નિર્દિષ્ટ કરી, પોતાને સંતાન ન હોવાથી ગાગલિને રાજ્યાભિષેક કર્યો. સાત ક્ષેત્રમાં પુષ્કળ લક્ષમી ખરચી અને પરમાત્મા શ્રી વીર સમીપે જઈ શાળ તથા મહાશાળે પ્રત્રજ્યા અંગીકાર કરી. એકદા શ્રી ગૌતમગણધરની સાથે શાળા-મહાશાળ મુનિ વિહાર કરતાં પૃષ્ઠચંપાપુરીના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. આ વાતની ગાગલિ ભૂપને ખબર પડતાં સ્વમાતા-પિતા સહિત તે વાંદવા માટે આવ્યા. ગણધર મહારાજાએ દેશના આપી કે-“સંપત્તિ એ પાણીના પરપોટા જેવી ચપળ છે. વૈવન એ તો ચાર દિનની ચાંદની પછી અંધારી રાત જેવું છે અને જીવિત એ શરદઋતુમાં વાદળા જેવું નશ્વર છે તો પછી પ્રાપ્ત થયેલ ધનાદિ સામગ્રીથી શા સારુ શુદ્ધ ધર્મનું સેવન ન કરવું ?” શ્રી ગૌતમસ્વામીની આ મીઠી વાણીએ ગાગલિ ભૂપના તથા તેના માતાપિતાના જીવનમાં પલટો આયે. ગાગલિએ ઘેર આવી, પોતાના પુત્ર સાથે વાતચીત કરી, તેને મહોત્સવપૂર્વક રાજ્યસન પર બેસાડી, અમાત્યને ભલામણ કરી માતા-પિતા ને પુત્રરૂપ ત્રિપુટીએ અ૯પ કાળમાં જ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ગાગલિ, યશોમતી અને પીઠરરૂપ નવદીક્ષિતને ઉદ્દેશી ગણધર મહારાજાએ જણાવ્યું કે-“હે મહાનુભાવો! તમારે ચારિત્રનું પાલન શુદ્ધ પ્રકારે, અ૯પ પણ અતિચાર લગાડ્યા વગર કરવું. શુદ્ધ સંયમ સિવાય મુક્તિ નથી એ નિશ્ચય માનવું. સાધુ જીવન સંબંધી નીચે મુજબ ચાર ભાંગા છે: Page #107 -------------------------------------------------------------------------- ________________ [૯૦ ] પ્રભાવિક પુરુષ : (૧) કેટલાક લેતી વેળા સિંહ સરખી પ્રકૃતિવાળા હોય છે પણ પાળતી વેળા શિયાળ તુલ્ય નિર્માલ્ય બની જાય છે. (૨) કેટલાક સંયમ લેતાં શિયાળ જેવી ભીવૃત્તિ ધરનારા હોય છે, પણ પાલન કરવામાં સિંહ સમી શૂરવીરતા દાખવે છે. (૩) કેટલાક શિયાળ વૃત્તિએ ગ્રહણ કરી તેવી જ વૃત્તિથી સારુંય સાધુ જીવન વ્યતીત કરે છે. (૪) કેટલાક સિંહવૃત્તિએ સ્વીકારી તેવી જ વૃત્તિનું પાલન જીવનના અંત સુધી કાયમ રાખે છે. પ્રશંસનીય તે એ ચોથે ભાંગે છે, કેમકે મુક્તિસુખ તો એના હાથમાં રમે છે એમ કહી શકાય.” શ્રી ગણધર મહારાજની સાથે શાળા અને મહાશાળ, ગાગલિ, પીઠર અને યશેમતી આદિ શ્રી વીર જિન કે જેઓ શ્રી રાજગૃહીમાં હતા તેમને વાંદવા જવા માટે ચાલી નીકળ્યા. માગે ગુરુકથિત ઉપદેશનો વિચાર કરતાં ઘર, મહેલ, વાડી, બંગલા અને અન્ય દેખાતાં સુખો નશ્વર છે ઈત્યાદિ વૈરાગ્ય ભાવનામાં જેમના ચિત્ત સતત ઉજમાળ છે એવા તે સર્વને માર્ગમાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. સરળ જીવન–મોક્ષભાવી જીવોને-ચારિત્રશુદ્ધિથી કૈવલ્ય ઘણું દૂર નથી હોતું, એ વાત અહીં પૂરવાર થાય છે. જ્યાં સમવસરણમાં પહોંચ્યા કે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ શ્રી ગૌતમ વાંદવા લાગ્યા ને આ શિષ્યો તો પ્રદક્ષિણા કરી જ્યાં કેવળીએ બેઠા હતા ત્યાં જઈને બેઠા. એટલે શ્રી ગોતમ બોલી ઊડ્યા કે “આમ કેમ કરે છે ?' પ્રભુએ જણાવ્યું કે “હે મૈતમ! તેઓ વ્યાજબી કરે છે. તેમને સર્વને કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલ છે. ઘડીભર સકળ પર્ષદા વિસ્મિત થઈ ગઈ. ગુરુ તો એમ ને એમ રહ્યા અને તેમના હસ્તદીક્ષિતો આવી રીતે કામ સાધી ગયા એ પણ એક ચમત્કૃતિને! Page #108 -------------------------------------------------------------------------- ________________ આર્દ્ર કુમાર આજે આપણે જેમનુ જીવન વિચારવાનું છે તે વ્યક્તિ અનાર્ય દેશેાત્પન્ન છે, છતાં શુભ નિમિત્ત પ્રાપ્ત થતાં તેના જીવનમાં કેવા પલટા આવી જાય છે અને આખા ચે રાહ કેવા બદલાઈ જાય છે એ જોવા જેવા છે. “ પિતાશ્રી ! એક વાર હું. ભારતવર્ષ જોવા ઇચ્છું છું તે એ માટે આપ અનુજ્ઞા આપશે। અને ઘટતી વ્યવસ્થા કરી આપશે.” “ આર્દ્ર કુમાર ! તારી આકાંક્ષા વધુ પડતી હાવાથી તેમજ તુ મને અધિક પ્રિય ને એકના એક પુત્ર હાવાથી મારા ચક્ષુઆથી પળવાર પણ તુ દૂર જાય એ મને જરા પણુ રુચે તેમ નથી.” “ પિતાશ્રી ! આપ મુરખ્ખીની વાત વ્યાજખી નથી. ગાઢ સ્નેહના કારણે સ્વપુત્રને દેશદર્શન અને જાત–જાતના અનુભવના લાભથી વંચિત રાખવા એ પુત્રહિતવત્સલ પિતાના ધમ પણ નથી.” કુંવર ! આ તું શું વદે છે ? આપણા દેશ કાંઇ નાના નથી. એમાં તુ યથેચ્છ પ્રકારે વિચરી જાત-જાતના અનુભવ મેળવી શકે છે; પણ જે દેશ અને આપણા દેશ વચ્ચે આડા મહાસાગર પડ્યો છે, જેની સ ંસ્કૃતિ, લિપિ અને ભાષા, પહેરવેશ તથા રીતરિવાજમાં મહાન અતર છે, વળી જ્યાં આપણુ કાઇ અંતરનુ સગું વસતું પણ નથી એવા અજાણ્યા દેશમાં હું તને ન જ જવા દઇ શકું. 66 “ હે પિતાજી ! આપ કેમ કહેા છે કે એ અજાણ્યા દેશ છે ? મગધરાજ સાથે આપણને વંશપરપરાથી સ`ખંધ ચાલ્યા આવે છે. હજી થાડા દિવસની વાત છે કે જ્યારે આપે રાજવી Page #109 -------------------------------------------------------------------------- ________________ [૨] પ્રભાવિક પુરુષ : શ્રેણિકને ભેટ મોકલાવેલી અને કુશળ સમાચાર પાઠવેલા. તે સમયે મેં પણ મગધપતિના પુત્ર સારુ થડા મુક્તાફળની ભેટ મેકલાવેલી અને મિત્રતાને પ્રાથમિક પ્રયોગ કરેલો. આજે તેને સુંદર ફળ બેઠું છે. જેમ આપને મગધરાજ તરફથી પ્રત્યુત્તર તેમજ ભેટના બદલે ભેટ પાછી મળી છે તેમ મને પણ એ રાજવીના પુત્ર અભયકુમાર તરફથી એક સુંદર વસ્તુ પ્રાપ્ત થઈ છે. વળી પ્રીતિસૂચક પત્ર પણ મળે છે. એ વખતથી જ મારા મનમાં એક વાર ભારતવર્ષના દર્શન કરવાની અને સ્વનેત્રોવડે મગધદેશને નિરખવાની તેમ જ મિત્ર એવા અભયકુમારને મળવાની પ્રબળ લાલસા ઉદ્ભવી છે, માટે જ આપની આજ્ઞા ચાહું છું.” “પુત્ર! મગધરાજ સાથેની આપણી પ્રીતિ જે કે લાંબા સમયથી ચાલી આવતી હોવા છતાં ન તો એક વાર મેં ભારતવર્ષની ધરતી પર પગ મૂક્યા છે કે ન તો મગધરાજે આ તરફ જાતે પધારવા એકાદ વાર પણ તસ્દી લીધી છે ! એલચીઓ કિવા સોદાગરો અવારનવાર ગમનાગમન કરે છે. તેમની દ્વારા પરસ્પરમાં ભેટ-સમાચારની આપ-લેથી અમારે નેહ બન્યો બન્યા રહે છે. વળી આપણું સરખી રાજ્યસંપત્તિના ભક્તાને સફરના કષ્ટો ભેગવવાની અગત્ય શી? અવશ્ય આજે મગધ એ ભારતવર્ષનું નાક ગણાય છે, એની યશગાથા ચોતરફ પ્રસરેલી પણ છે; છતાં મને એ તરફ જવાની ઈચ્છા સરખી નથી ઉભવી. તારે પણ એ વાતને વિસારી મૂકી, પ્રાપ્ત થયેલ સુખ-સાહેબીમાં આનંદ માનવો.” પિતાશ્રી ! મારી પ્રાર્થનાનો એક વાર વિચાર કરી જે જે અને આજ્ઞા આપજે. બાકી એક વાર એ ભૂમિમાં ફર્યા વગર મને જંપ નથી વળવાને.” વાચકનો મેટે સમુદાય પ્રતિવર્ષ પર્યુષણ પર્વમાં વંચાતા આદ્રકુમારના ચરિત્રથી ભાગ્યે જ અજાણ હશે. અત્રે પણ એ જ Page #110 -------------------------------------------------------------------------- ________________ કુમાર : [ ૩ ] કથાનક વર્ણવવાનું છે. એમાં ચાલુ સમયને સ્પર્શ કરતા કેટલાક પ્રશ્નો સંકળાયેલા છે તે પ્રતિ પણ નજર ફેરવવાની છે. એ તરફ વળતાં પૂર્વે પિતા-પુત્ર વચ્ચે ઉપર મુજબ જે સંવાદ થયા છે તેના અકાડા મેળવી લઇએ. આદ્રક ભૂપાળના દેશ આજે જ્યાં અરબસ્તાનને પ્રદેશ આવ્યો છે ત્યાં હતા, એમ પુરાતત્ત્વકાવિદોનુ માનવું છે. આજે પણ ખરાં–સાચાં મેાતી ત્યાંથી જ મુંબઇના બજારમાં આવે છે. એની ગણત્રી અનાર્ય દેશમાં થાય છે એ પણ યથાર્થ છે; કેમકે અરબસ્તાનના પ્રદેશેામાં ફરી આવેલાં મનુષ્યા ત્યાંના ચિત્ર દોરે છે એ પરથી એ વાત પૂરવાર થાય છે. અસ્તુ. આપણે તેા એ જોવાનું છે કે એ રાજા તરફથી જેમ શ્રેણિક ભૂપને લેટડું આવ્યું તેમ આર્દ્ર કુમાર તરફ્થી અભયકુમારને પણ મુક્તાફળની ભેટ આવી હતી. એ રાજાએ વચ્ચે આપ-લેના વહેવાર હતા, પણ રાજપુત્રા વચ્ચે આ પ્રથમ પ્રસંગ હતા. ભેટ લાવનાર મનુષ્યાદ્વારા અભયકુમારે સાંભળ્યુ કે- આર્દ્ર કુમાર તમારી સાથે મૈત્રી ખાંધવા ઇચ્છે છે ’” ત્યારે તેને આશ્ચર્ય થયું. સમેાવડીઆ-સરખેસરખા વચ્ચે મૈત્રી બંધાય એ કંઇ નવી વસ્તુ નથી, પણ જેએ નથી તે એકે વાર મળ્યા કે નથી તે અરસપરસ એક બીજાને જોયા છતાં જ્યારે મૈત્રી માટે હાથ લંબાવાય છે ત્યારે જરૂર કઇ પૂર્વના સ ંકેત હાવા ઘટે. દક્ષ અભયકુમારને લાગ્યું કે અનાર્યદેશાત્પન્ન આ કુમાર અવશ્ય ભવ્ય ને સુલભબેાધિ જીવ હાવા જોઇએ; તે વિના મારી જોડે એને મિત્રતા જોડવાના સં૫ સ ંભવે જ નહીં. ’ 6 P ખસ, જ્યાં આટલેા નિરધાર થયા કે એણે નક્કી કર્યુ કે “ મારે કોઇ પણ રીતે મારા આ નવીન મિત્રના કલ્યાણપથ ઊજાળવે. આર્ય ભૂમિ તરફ એના કદમ થાય એવા માર્ગ ચીંધવા.’ તેથી જ ભેટના બદલા તિરકે અને સુંદર જિનમૂર્તિ મેાકલવાના પ્રબંધ કર્યા. Page #111 -------------------------------------------------------------------------- ________________ [ ૯૪ ] પ્રભાવિક પુરુષો : મૂર્તિના આકારના મચ્છને જોઇને પણ અન્ય મચ્છ જીવાને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે એ વાત પોતે જાણુતા હતા. વળી વીતરાગદેવની મૂર્તિના દર્શનથી સંખ્યાબંધ આત્માઓના કલ્યાણુ થયાં છે એમ પેાતે શ્રદ્ધાથી માનતા હતા. એટલે જ મંત્રીશ્વર અભયે આ માર્ગ લીધે!. લઇ જનારને માત્ર એક જ સૂચના આપી કે ‘ મારા મિત્ર એવા આ કુમારને મારી આ મંજૂષાની ભેટ ખાનગીમાં આપવી અને એકાંતે ઉઘાડવાનું કહેવુ. ’ * આજે જેઆ મૂર્તિપૂજાના વિરોધ કરે છે કિવા પત્થરની મૂર્તિ શું ફળ દઇ શકે તેમ છે? એવી નિરાધાર દલીલેા કરે છે તેઆની નજર સામે આ મૂર્તિને જોતાં આદ્ર કુમારને જે અસર થઇ એ પુરાવારૂપ છે. અહીં મૂર્તિપૂજા શાસ્રસિદ્ધ છે એ દર્શાવવા લખાણ કરવાની જરૂર નથી. એ માટે ઘણું સાહિત્ય વિદ્યમાન છે. જેઆ પ્રમાદમાં મૂર્તિપૂજા જેવા અણુમૂલા સાધનનેા કેવળ સ્વનિ ળતા છૂપાવવા વિરોધ કરે છે તેએ પેાતાના આત્માને ભારે બનાવે છે; બાકી શ્રદ્ધાળુ હૃદયામાં મૂર્તિએ અજબ ભાવા પ્રગટાવ્યાના સંખ્યાબંધ ઉદાહરણેા ટાંકી શકાય તેમ છે. આકીન વા શ્રદ્ધા ફાઇ અનેરી વસ્તુ છે અને એ જ ફળે છે. મહામાજી જેવા કહે છે કે ‘ જ્યાં બુદ્ધિનુ ક્ષેત્ર પૂરું થાય છે ત્યાંથી શ્રદ્ધાના પ્રાર ભ થાય છે. ’ મનુષ્યને શ્રદ્ધા વિના ચાલવાનું નથી જ. કુમા બુદ્ધિવાદના ચક્રાવામાં ફરતા યુવાને માને કે ન માને પણ શાસ્ત્ર કહે છે કે ‘અભયકુમારે મેકલેલી મજૂષાએ આ રની આંખ ઊઘાડી.' આભૂષણની ઇચ્છાએ જ્યાં તેણે પેટી ઊઘાડી કે દેદીપ્યમાન પ્રતિમા દૃષ્ટિ સન્મુખ ખડી થઇ. પ્રથમ તે અનાય દેશવાસી કુમારે ભારતવર્ષમાં પહેરાતું આ પણ એકાદ જાતનુ આભરણુ હશે એમ માની લઇ, વારવાર દ્વવી જોઇ અંગ પર પહેરવા પ્રયાસ સેન્ગેા, પણ એમાં સફળતા ન મળી. પછી જ સાચુ Page #112 -------------------------------------------------------------------------- ________________ આદ્રકુમાર : [૫] મનોમંથન શરૂ થયું. ઈહા, અપાય શરૂ થયા. પૂર્વે આવું મેં કેઈક સ્થળે જોયું છે એવી તરંગણી પ્રવર્તી. ધારણાના નાના પ્રકારો મસ્તિષ્કપ્રદેશમાં ઝંઝાવાતના વાયરા માફક ઘૂમી રહ્યા. આખરે જાતિસ્મરણજ્ઞાન પ્રાપ્ત થતાં જ પોતાના પૂર્વભવ દીઠે. ઘડીભર આદ્રકુમાર અનાર્યભૂમિમાંથી જાણે ઉચકાઈને આર્યભૂમિમાં આવી ગયા હોય અને કોઈ અનેરી સૃષ્ટિમાં વિહરતો હોય એવું દશ્ય નેત્રો સામે જોવા લાગ્યા. એને પૂર્વભવ સિનેમાના ચલચિત્રોની માફક તેના ચક્ષુ સમીપ રમી રહ્યો. આ તો વીતરાગ ભગવાનની પ્રતિમા. એ ભગવાને ઉપદેશેલી આત્માનો ઉદ્ધાર કરનારી પ્રવ્રજ્યા મેં પૂર્વભવે મારી પત્ની સહિત ભાવપૂર્વક સ્વીકારેલી, અને સાધુસમુદાયમાં રહી મેં વર્ષો સુધી નિરતિચારપૂર્વક શુદ્ધ જીવન ગાળ્યું. તેવી જ રીતે મારી એ ભવની પત્ની બંધુમતીએ પણ પવિત્ર આર્યાઓના સમુદાયમાં રહી સાધ્વીજીવનની મીઠી વાસ લીધી. પણ મેં એક જ ભૂલ કરી કે જે ભૂલે મારો સારે ય ખેલ ખલાસ કરી નાંખે. કાંઠે આવેલી નૌકાને ભરસમુદ્રમાં ધકેલી દીધી. એ ભૂલના પ્રતાપે જ હું આજે એવી ભૂમિમાં ઉપ કે જ્યાં નથી તો વીતરાગને ધર્મ કે નથી તો એ ભવનિસ્તાર કરવામાં સાધનરૂપ ધર્મના ઉપદેશક. ત્યાં મારી પૂર્વની પવિત્ર ભાગવતી દીક્ષા જડે પણ ક્યાંથી? અરેરે ! કેવી ભયંકર ભૂલ ! વિષરૂપ સમજીને વિસારી મૂકેલા વિષયેને સાધ્વીજીવનમાં નિષ્કલંક જીવન જીવતી બંધુમતીને જોતાં ફરીથી માણવાના કોડ ઉપજ્યા ! મનમાં ઉદ્દભવેલી આ વાતનો ઇસારે એ પવિત્ર આર્યાને કાને પહોંચતાં જ એને વિચાર આવ્યો કે “જે મુનિ મર્યાદા તોડે તે જગતમાં ઊભું રહેવાનું સ્થાન જ ન રહે. ” એટલે અનશન દ્વારા પ્રાણુનું બલિ Page #113 -------------------------------------------------------------------------- ________________ [૬] પ્રભાવિક પુરુષ : દાન દઈને સામાયિક( સંસારીપણાનું–આદ્રકુમારનું પૂર્વભવનું નામ)ને સાચા સામાયિકનો-ખરી સાધુતાનો ખ્યાલ કરાવ.” આમ વિચારી બંધુમતી સાથ્વી તે અનશન કરી કાળધર્મ પામી સ્વર્ગે ગઈ, પણ મનથી જેણે સાધુવ્રત ખંડિત કરેલું છે એવો હું પાછળ રહ્યો. હું પણ દેખાદેખીથી અનશન કરી સ્વર્ગ ગયો અને ત્યાંથી ચવી આ અનાર્ય દેશમાં ઉપ. ” જાતિસ્મરણજ્ઞાનના પ્રભાવથી આદ્રકુમારની દષ્ટિ બરાબર ખુલી ગઈ. તેણે એક જ નિરધાર કરી લીધું કે કઈ પણ ભોગે આર્યદેશમાં પહોંચવું ને ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવું અર્થાત ભાગવતી દીક્ષા સ્વીકારવી. આ વાત કેટલાય સમય સુધી ગુપ્ત રાખી આદ્રકુમારે જાણે કંઈ બન્યું જ નથી એવો દેખાવ કરી અંદરખાનેથી ગુપ્ત તૈયારી કરવા માંડી. ફરવા જવાના મિષે દૂર સુધી અશ્વો દોડાવવા માંડ્યા. કેટલીયે વાર રાજધાનીથી ઘણે દૂર દરિયાના કિનારા પર્યત પહોંચી જતે. મુસાફરી અર્થે ગમનાગમન કરી રહેલાં જહાજ–વહાણ અને પડાવ તો તેમ જ નાવિકે અને ખારવાઓને કંઈ કંઈ પૂછતો. એક તરફ કુમારની તૈયારી વૃદ્ધિ પામતી હતી ત્યારે રાજા પણ મૂંગે નહોતો બેઠે. આદ્રકુમારની વાત પરથી જ એણે જાણું લીધું હતું કે જરૂર એ ગુપ્તપણે નીકળી જઈ ભારતવર્ષ તરફ પ્રયાણ કરી જશે, તેથી સાવચેત બની કુંવરની દેખરેખ માટે પાંચ સો સુભટને નિયત કરી રાખ્યા હતા. જ્યાં જ્યાં કુમારના પગલાં પડતાં ત્યાં ત્યાં આ સંરક્ષક સાથે જતા. પણ નિશ્ચયી શું નથી કરી શકતો ? કુમારે પાંચ સો રક્ષકેને વિશ્વાસમાં લેવા સારુ જાતજાતની યુક્તિઓ છે. કેટલીક વેળા અશ્વને આગળ દેડાવી જઈ, થોડા સમયમાં પાછો Page #114 -------------------------------------------------------------------------- ________________ આદ્રકુમાર : . [ ૭] વળી સુભટ સાથે જોડાઈ જતો. કેઈક વાર કલાકોના કલાકે એકલે રહેતા અને શોધ કરીને આ લેકે જ્યાં નજીકમાં આવતા જણાય ત્યાં તે તેમની પાસે પહોંચી જઈ હસી પડતો. આ જાતની સંતાકુકડીથી સુભટામાં કુમારે વિશ્વાસ જમાવ્યા. એકદા ભૂલથાપ આપી, જહાજમાં ચઢી, ચિરકાળથી જે સ્થાનને જેવાની તાલાવેલી ઉદ્દભવી હતી એવા ભારતવર્ષના આર્યવિભાગમાં આવી પહોંચ્યું. પવિત્ર ભૂમિ પર પગ મૂકતાં જ જાતિસમરજ્ઞાનથી નિરખેલ દશ્ય તાજું થયું. દીક્ષાની લગની બળવત્તર બની. યેગ્ય ગૃહસ્થને પ્રતિમા સોંપી, મંત્રીશ્વર અભયને એ પહોંચાડવાની ભલામણ કરી, આદ્રકુમારે સ્વયમેવ ચારિત્ર સ્વીકારી લીધું અને મગધદેશ તરફ પ્રયાણ કર્યું. ચારિત્ર-ગ્રહણ સમયે આકાશવાણીમાં સંભળાયું કે * કુમાર ! તારે દીક્ષાની વાર છે. હજુ ભેગાવળી કર્મ બાકી છે માટે ઉતાવળ ન થા.” પણ આદ્રકુમારે એ તરફ બહેરા કાન રાખ્યા. પોતાના નિર્ણયમાં તે આગળ વધ્યા. એક ભૂલે તેની બાજી ઊંધી વાળી હતી તે સુધારવાના આવેગમાં એનું મન એટલી હદે લીન થયું હતું કે બીજી તરફ એ જોતું જ નહીં. બસ, એક જ લગનીસંયમ, સંયમ ને સંયમ. અને તેના પાલન અર્થે ઇંદ્રિયદમન તથા તપ. ફરતાં ફરતાં આદ્રમુનિ મગધદેશના વસંતપુર ગામમાં આવી, ભાગોળે આવેલા મંદિરમાં એકાંત સ્થાન પસંદ કરી, કાયોત્સર્ગમાં એકાગ્રપણે ઊભા રહ્યા. સમય સમયનું કામ કર્યું જ જાય છે. એની ગતિમાં રજ માત્ર અલન નથી થતું, તેથી જ “દિતતાન ઇતિ એવી ઉપમા Page #115 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] પ્રભાવિક પુરુષા : તેને અપાય છે. જીએ! ‘અયેાધ્યામાં સૌ કાઇ જાણતું હતું કે પ્રભાતકાળ થતાં જ શ્રીરામચંદ્ર રાજગાદીએ આવશે અને ભૂપ દશરથ વાનપ્રસ્થ સ્વીકારશે ' પણ સવાર થતાં તા નિર્મળ આકાશમાં ઘનઘાર વાદળસમૂહ એકત્ર થઇ જાય તેમ અચેાધ્યામાં બની ગયુ. એક તરફ રામ, લક્ષ્મણ ને સીતા વનવાસે જઇ રહ્યાં છે, બીજી તરફ ભૂપ દશરથ અવાક્ બની ગયા છે, ત્રીજી તરફ આનઃથી ગાજતુ અંત:પુર શ્મશાનની શાંતિ દર્શાવી રહ્યું છે અને ચેાથી દિશામાં પુરજનાના આનંદ પાંખા કરી કયાંય પલાયન કરી ગયા છે. સર્વત્ર કાલીમા પથરાયેલી છે. આ સર્વ કાણે કર્યું ? 6 સુનિતનિતાનિ નઽરી તે ' જેવા કાળદેવે કે કાઇ ખીજાએ ? આ મુનિ તે ધ્યાનમગ્ન હતા પણ તેમની પાછળ પડેલ કામદેવ તેમને કયાં છેડે તેમ હતા ? લાગ મળ્યા જાણી તરત જ એ ઉપડ્યો. એનું બીજું નામ અનગ છે. એના અર્થ વિચારીએ તે શરીર વગરના કહેવાય. એ ગમે તેમ હાય. આર્દ્ર કુમારની ખાખતમાં તે સાચે જ શરીર વગરના બની રહ્યો, છતાં એવી કરામત કરી કે જેથી દીક્ષા લેતી વખતે જે દઢતા હતી તે નરમ પડવા માંડી. આખરે બહુ નરમ પડી અને આકાશવાણી સાચી ઠરી. આ કેવી રીતે બન્યું? તે ટૂંકમાં અવલેાકીએ. જ્યારે આ મુનિ ધ્યાનમગ્ન હતા ત્યારે ત્યાં વસંતપુરના શ્રેષ્ઠોની કન્યા શ્રીમતી સમાનવયની સાહેલીઓ સાથે ક્રીડાથે આવી અને વર પસંદગીની રમત રમવા લાગી. દરેક સખી અકેક થાંભલાને વર માની લઈ વળગી પડી. શ્રીમતી થંભને સ્થાને સ્થંભ સમાન નિશ્ચળ ઊભેલા આર્દ્ર મુનિને પગે વળગી ગઇ. એ કાળે પુન: એક વાર આકાશવાણી સંભળાઇ કે– હે બાળા ! તેં સુંદર પસંદગી કરી છે. ’ ત્યાં તે અદ્ભુત નાદથી જેમના અંતરા વિસ્મયતાને વર્યા Page #116 -------------------------------------------------------------------------- ________________ કુમાર : [ ૯ ] છે એવી શ્રીમતી વિગેરે સસખીએ પેાતપાતાના સ્થાને પડતાં મૂકી, પુર તરફ પાછી ફરી, પણ શ્રીમતીના હૃદયમાં ત્યારથી જ એક નવીન અંકુરના પ્રાદુર્ભાવ થયા અને તે એ જ કે— પરણું તેા એ ધ્યાનમગ્ન મુનિને જ પરણું. ’ ધ્યાન પૂર્ણ કરી મુનિ આર્દ્ર પણ વસંતપુરની ભાગાળેથી સામી દિશામાં પ્રયાણુ કરી ગયા. એ વારંવાર થતી દિવ્ય વાણીના મર્મ સમજી ચૂકયા હતા, છતાં મનમાં એટલી વાત ઘર કરવા લાગી કે-શું આ દૈવી શબ્દો સાચા પડશે ? આમ છતાં અંતરની મજબૂતીથી આદરેલ વ્રતને જરા પણ તિ ન પહોંચે એ હેતુથી ત્યાંથી એવી રીતે વિદાય થઈ ગયા કે થાડા દિવસ પછી આખા ય બનાવ સ્મૃતિપટમાંથી ભુંસાઇ ગયા. જ્ઞાની મહાત્માઓ સિવાય કાળની ગતિને કાણુ એળખી શકે તેમ છે? કમેોની વિચિત્ર અને ગહન ગતિને જાણવાનું સામર્થ્ય પણ એવી વિજ્ઞાનસંપન્ન વિભૂતિઓ વિના કાનામાં છે? ને દેવતાઇ વાણી એટલે પણ શું ? અવધિ કે વિભગજ્ઞાનદ્વારા આગામી સમયમાં બનનાર વસ્તુના સબંધમાં આગાહી કરવી એ જ ને ? આથી સહજ સમજાશે કે એ વાણી નિષ્ફળ નથી જતી. નિકાચિત કર્મો ચાહે તે શુભ હેાય કિવા અશુભ હાય પણ તે ભાગવ્યા વિના આત્માથી છૂટા પડતા નથી. આદ્રમુનિના સંબંધમાં પણ તેવું જ બન્યું છે. ‘સામાયિક’ના ભવમાં સાધ્વીના અનશનથી ઉભવેલી લાલસા દખાઇ જાય છે છતાં સવ થા એનું ઉન્મૂલન નથી થતુ. અદ્યાપિ એ વૃત્તિ મુનિના મનેાબળને દબાવી શકી નથી, પણ એનેા ચમકારા શ્રીમતીના ચરણ પકડવાના અને ‘ પરણું તેા એ મુનિને જ પરણું ’ એવું પણ ( પ્રતિજ્ઞા ) લેવામાં જણાઇ આવ્યેા. એ ચમકારે કેવી રીતે સત્ય રૂપે પરિણમે છે તે હવે જોઇએ. જ્યાં શ્રીમતીએ તરુણાવસ્થામાં પ્રવેશ કર્યો ત્યાં શેઠને તેના Page #117 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૦ ] પ્રભાવિક પુરુષો : પાણિગ્રહણની ચિંતા શરૂ થઈ. કેટલાયે મુરતીઆના સંબંધમાં સખીદ્વારા તેને મત પૂછાયે ત્યાં તો એની દઢ પ્રતિજ્ઞા જાણવામાં આવી. શેઠને એમાં માત્ર અશક્યતા નહિં પણ અસંભવિતતા દેખાવા લાગી, પણ જ્યારે શ્રીમતી સાથે એ સંબંધમાં પરામર્શ કર્યો ત્યારે સમજાયું કે એ અસંભવને સંભવમાં ફેરવવાને શ્રીમતીને નિશ્ચય છે અને નિમિત્ત કારણમાં દેવવાણું છે. પછી શું થાય? શેઠને વચ્ચે અવરોધ ખડે કરવાનું પ્રયોજન પણ શું? શ્રીમતી એ મુનિને પારખી શકે એટલા સારુ પુરમાં પધારતા પ્રત્યેક ભિક્ષુને તેના હસ્તે દાન અપાય તેવો પ્રબંધ તરત જ શરૂ કરવામાં આવ્યું. વર્ષો પછી વર્ષો વીતવા માંડ્યા. આશારૂપ લતાને ફળ ન બેસવાથી શ્રીમતીના કેટલાય સ્નેહીજને નિરાશ બન્યા, પણ લાખો નિરાશામાં આશાની અમરતાના દર્શન કરનાર શ્રીમતીનું હૃદય ડગે તેમ હતું જ નહિ. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાને એ નિરધાર કરી ચૂકી હતી. એને મન આજે ન આવ્યા તે કાલે જરૂર આવશે જ એ દઢ નિશ્ચય હતો. એમને આણવાને ભાર દેવ કે દૈવના શિરે મૂકી તે તો પિતાના નિત્યકર્મમાં રક્ત રહેવા લાગી. આપણે જોઈ ગયા કે આદ્રમુનિ તો એ ધરતીથી આઘા ગયા પછી એ બનાવ વિસરી ગયા ને પોતાના નિત્ય જીવનમાં એકતાર બન્યા. એવાં કેટલાય વર્ષો વીત્યા બાદ જાણે કઈ અદશ્ય શક્તિ જ ખેંચી લાવી હોય તેમ મુનિઆદ્ર એ જ વસંતપુરમાં આવી ચઢ્યા; એટલું જ નહિ પણ દાન દેતી શ્રીમતીની સામે ખડા થયા. નજરેનજર મળી. જે કામ ચરણ સ્પર્શવાથી નહોતું બન્યું તે આંખના મેળાપે કર્યું. કહે છે કે “કામના બાણ નેત્રો દ્વારા વાગે છે” એ સત્ય અહીં પૂરવાર થયું. દાનના અથી આદ્રમુનિ શ્રીમતીને પુનઃ જોતાં કેઈ અગમ્ય તરંગમાં તણાયા. શ્રીમતી Page #118 -------------------------------------------------------------------------- ________________ આદ્રકુમાર : [૧૦૧] તો પાણિગ્રહણ માટે પ્રાર્થના કરી રહી હતી, પણ મુનિએ શું વિચાર્યું ? એનું યથાર્થ માપ જ્ઞાનશક્તિ વિના ન થઈ શકે, છતાં કર્મરાજના આદેશથી કાળભૂપે એવી તે ભૂમિકા રચી હતી કે એમાં પરાજયનું નામ નહોતું. દીક્ષાને જળ માફક એંટી રહેનાર અને આકાશનાદને અવગણનાર એક સમયના આમુનિ શ્રીમતીને જે વિચારે છે કે-આટલે કાળ જવા છતાં મારા માટે આ યુવતી કેમ આટલે સ્નેહ ધરી રહી છે? ઊંડું અવગાહન કરતાં બંધુમતીને આત્મા જાણે શ્રીમતીરૂપે ન ઉપસ્થિત થયા હોય એમ લાગ્યું. એમાં આશ્ચર્ય પણ શું ? આત્મા ઓછો જ બદલાય છે? જે બદલાય છે એ તે શરીરનું ખોળિયું. બંધુમતી એ જ શ્રીમતી. એ વિચાર ઉત્પન્ન કરનાર પિલું ભેગાવળી કમ કે બીજું કઈ ? ગમે તેટલું ફર્યા પણ આખરે તો જ્યાં સર્જિત થયું હતું ત્યાં જ આવીને ઊભા. મુનિઆર્ટ્સનું હૃદય આજે પહેલાં જેવું મજબૂત નહોતું રહ્યું. શ્રીમતીના હાવભાવ કે વચનથી અને એ કરતાં વધુ તો. એ જ બંધુમતી છે એ ભાવથી જર્જરિત થઈ ચૂકયું હતું. દષ્ટિ સન્મુખ દેવને પરાજય કરવા જતાં પિતાને પરાજય તરતે હતે. એટલે જ સાધુતાના ઉપકરણોને ખીંટીએ ભરાવી, શ્રીમતીને કર ગ્રહણ કરી એક વારના મુનિઆદ્ધ ફરીવાર ગૃહસ્થ બન્યા. જ્યાં અગમ્યતાના હાથ ફરી વળે છે ત્યાં પામર બુદ્ધિના માનવીની ગણના કામ નથી જ આવતી. દુનિયા ઉપરછલ્લું દેખી અનુમાનપરંપરા ચલાવે છે. એાછું જ તેને અંદરનું સત્ય સમજાય છે? એટલે જ મનુષ્ય સંગાધીન પ્રાણી છે અર્થાત A man is the creature of circumstances.' જય હો આદ્રકમુનિને ! જય હે જૈન ધર્મને!! વંદન હે પ્રભાવિક મહાત્માને !” આમ ભિન્ન ભિન્ન વિનિના જ્યાં Page #119 -------------------------------------------------------------------------- ________________ [૧૨] પ્રભાવિક પુરુષો : પિોકાર થઈ રહ્યા છે ત્યાં શ્રેણિકભૂપની સ્વારી અભયકુમાર સહિત આવી પહોંચી. લોકોએ માર્ગ આપે અને રાજવી શ્રેણિકે આમુનિને વંદના કરી બેઠક લીધી. ધર્મદેશના સમાપ્ત થતાં શ્રેણિક મહારાજે કહ્યું કે-“મહાત્મા આપને જોતાં જ હસ્તિના શૃંખલાબંધન આપોઆપ તૂટી ગયા. વળી આપની ઉપદેશધારાથી હસ્તીમાંસભક્ષી તાપસોએ પ્રભુ શ્રી મહાવીરદેવને અહિંસામૂલક ધર્મ સ્વીકાર્યો એ વૃત્તાન્ત સાંભળીને મને આશ્ચર્ય થયું છે. આપને એ કાર્યની સિદ્ધિ પૂર્વે જે પરિષહને સામને કરે પડ્યો અને આપે ઘેર્યતાથી એને તાગ આયે એ કંઈ ઓછી ચમત્કૃતિભર્યું ન ગણાય.” - “રાજન ! મને જેટલી મહેનત એ શૃંખલાબંધ તોડાવવામાં કે તાપસોના હૃદયમાં અહિંસાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં નથી પડી એથી અતિ ઘણું સુતરના તાંતણાના બંધન તોડવામાં લાગી છે. હાથીની લોખંડી સાંકળ તૂટવી હેલ છે પણ સ્નેહવડે બંધાયેલા સુતરના તાંતણા તેડવા મુશ્કેલ છે. આ મારું અનુભવસિદ્ધ વચન છે.” અહો ! આ તો કઈ નવી જ વાત આપે ઉચ્ચારી હું એક આશ્ચર્યમાંથી છૂટો થાઉં તે પૂર્વે આપે બીજામાં મને ઊતાર્યો. તે હવે કૃપા કરીને આપનું એ ચરિત્ર સંભળાવે કે જેથી ઉદ્દભવેલી જિજ્ઞાસા તૃપ્ત થાય.” વાચક અગાઉ જોઈ ગયા છે કે આદ્રમુનિએ સાધુતાને અંચળ ખીંટીએ ટીંગાડી શ્રીમતી સહ ગૃહસ્થાશ્રમ શરૂ કર્યો હત, તે પછી શ્રેણિકભૂપ સામે સ્વજીવન વર્ણવવા તત્પર થયેલ મુનિશ્રી આદ્ર એ જ કે બીજા? એ પ્રશ્ન સહજે ઉદ્દભવે. એટલે સ્પષ્ટીકરણ કરી લઈએ કે એ તે જ આદ્ર મુનિ છે. પુનઃ સાધુતાના પંથે તેમણે કેવી રીતે પ્રયાણ કર્યું અને રાજગૃહીમાં તેઓશ્રી કેવી રીતે આવી પહોંચ્યા એ સર્વ વૃત્તાન્ત તેમના Page #120 -------------------------------------------------------------------------- ________________ આર્દ્ર કુમાર : [ ૧૦૩ ] મુખેથી જ ભૂપ શ્રેણિકના પ્રશ્નના જવાબરૂપે કહેવાવાનું હેાવાથી આપણે હવે કથાના પ્રવાહમાં આગળ વધીએ. * મુનિશ્રીએ એક સમયે જોમપૂર્વક સ્વીકારેલ ચારિત્રને કેવા સચેાગામાં તિલાંજલિ આપી, સ'સારમાં પ્રવેશ કર્યો એ સ વ્યતિકર જણાવ્યા બાદ ઉચ્ચાયુ” કેઃ— “ રાજન્ ! શ્રીમતી સહ સંસારસુખ સેગવતાં, કેટલાક વર્ષ વીત્યા ત્યાં પુત્રમુખ જોવાને અમે દંપતીને ચેાગ સાંપડ્યો. સુંદર અંગોપાંગ ને મનેાહર મુખાકૃતિવાળા અ કને–ઉભયના સ્નેહને પેાષનાર અને કાલુ કાલું એલીને આનંદ આપનાર બાળકને અમે બન્ને હ પૂર્વક ઉછેરવા લાગ્યા. એ રીતે સંસારજન્ય સુખાના અનુભવમાં તલ્લીન બન્યા. આમ છતાં મારા અંતરના એક ખૂણામાં ફકીરીની ચિરાગ આછી પાતળી સળગતી જ રહી હતી. એક તરફ મારા સ્નેહ શ્રીમતી અને નવા બાળકમાં વહેંચાવા લાગ્યા. ખીજી તરફ શ્રીમતીની પણ તેવી જ સ્થિતિ દૃષ્ટિગાચર થઇ અને મેાહની જે આંધીએ મારા પવિત્ર વેષને ઉતરાવ્યેા હતા તે આપેાઆપ ચાહે તેા વર્ષોના વહેવાથી કે ચાહે તેા અનુભવની ચક્કીમાં પીસાવાથી ગમે તે કારણે એ આંધી ક્ષીણ થવા માંડી. જ્ઞાની પુરુષાના શબ્દોમાં કહીએ તા ભાગાવળી કર્મના ઉદય પૂર્ણ થઇ ગયા હેાવાથી તે હવે નામશેષ થવા માંડ્યું. એ કારણે મેં શ્રીમતીને એક વાર કહ્યું પણ ખરું કે— · પ્રિયા ! તારા ખેાળામાં પુત્ર રમતા થયા છે, જોતજોતામાં તે ઉમરલાયક થઈ તારા મનારથ પૂર્ણ કરશે. વળી વિશેષ ભાવિલાસ એ સુખના સાધન નથી પણ રાગને વધારનાર છે, માટે ખુલ્લા હૃદયે સંમતિ આપી મને હવે મારા માર્ગે પ્રયાણુ કરવાની અનુમતિ આપ. એક વાર જે જાતનું મારું પતન થયું છે તેમાંથી પુન: મને ઉન્નતિના માર્ગે ચઢવામાં તુ હર્ષિત વદને સ્હાયભૂત થા. " Page #121 -------------------------------------------------------------------------- ________________ [૧૦૪] પ્રભાવિક પુરુષો : - શ્રીમતી પણ કુલીન કુટુંબની તનયા હતી. પ્રેમવશ થઈ તે મને વરી હતી છતાં તેને એટલે જરૂર ખ્યાલ તો હતું જ કે મારો રાહ સદાને માટે એક સંસારી તરિકે રહેવારૂપ ન હતા. વળી વિષયમાં કીડા જેવી વૃદ્ધિ ધરવા જેવો તેને સ્વભાવ પણ નહોતો. આમ છતાં દુનિયામાં બને છે તેમ પતિ જેવું છત્ર સદાને સારું ચક્ષુથી અદશ્ય થતાં જે દુઃખ એક પતિવ્રતાને થાય તેનાથી એ અલિપ્ત કેમ રહી શકે? નારી જાતના એ હૃદયને પાર પુરુષવર્ગ માટે અણપામ્યો જ રહેવાને. સહન કરવું એય છે એક લ્હાણ” જેવા ભાવને સમજનારી એ લલના મારા પ્રશ્ન સામે અવાક્ રહી. હું પણ એના ખુલાસા માટે અધીરે ન બને. મધ્યાહ્ન સમય પછીની મીઠી નિદ્રામાં મારા નેત્રો ઘેરાયા. કેટલીયે ઘટિકાઓ પસાર થઈ ગઈ. જ્યારે જાગૃત થયો ત્યારે મારા બન્ને પગ સુતરના કાચા તાંતણાથી બંધાયેલા જોયા. સમિપમાં જ મારા બાલુડાને એક પહેરેગીર એકાદા કેદીની રક્ષામાં ખડે પગે ઊભું હોય તેમ મારી ચોકી કરતો જોયે. આ દશ્ય નિહાળી હું વિસ્મયતામાં ડૂબી ગયે. કંઈ પ્રશ્ન કરું તે પૂર્વે તો એ બેલી ઊઠ્યો : મેં તમારા પગ બાંધી દીધા છે, હવે તમે કઈ રીતે અમને મૂકી નાશી જશે અને દીક્ષા લઈ સાધુ બનશે ?” સાધુ બનશે” એ શબ્દો શ્રવણ થતાં જ મને શ્રીમતી સાથેનો વાર્તાલાપ સ્મૃતિપટમાં તાજે થયે. પગ તરફ નજર પડી તો સુતરના તાર વીંટાયેલા જોયા. વળી શ્રીમતીને રેટીયે ફેરવતી નિહાળી એટલે પરિસ્થિતિનું માપ નીકળ્યું. એટલું તે સમજાયું કે મારા નિદ્રાસમય દરમિયાન મા-દીકરા વચ્ચે મારી પ્રવ્રજ્યા પરત્વે કંઈ વિચારણા થઈ છે ખરી. હું હસતે હસતે શય્યામાં Page #122 -------------------------------------------------------------------------- ________________ આદ્રકુમાર : * [ ૧૦૫] બેઠે થયે અને શ્રીમતી પણ મુખ પર હાસ્યની લાલીમા પાથરતી નજીકમાં આવી. ઉભય વચ્ચે વાર્તાલાપ શરૂ થયો. પ્રિયા! તું મને ઉત્તર ન આપી શકી પણ તે આ બાળકને શણગાર્યો ને ? ” નાથ ! એવું કંઈ જ નથી. હું તે માત્ર પતિના વિરહસમયે પત્નીને હાયભૂત થનાર અને પતિવ્રતા ધર્મના પાલનમાં મદદકર્તા રેંટીયાને આશ્રય લઈ સુતર કાંતવા બેઠી હતી. એ વખતે આપણે આ બાળક રમવા ગયેલે ત્યાંથી અચાનક આવી ચઢ્યો. મને રેંટીયે ફેરવતી જોઈ પ્રશ્ન કર્યો– માડી! આપણા ઘરમાં ધનસંપત્તિની લીલાલ્હેર છતાં કોઈ દિ' નહીં અને આજે એકાએક તે આ શું આરંવ્યું છે?” બેટા! તારા પિતા આપણને છોડી સાધુ થનાર છે. આમ છત્રરૂપ તેમનો વિયોગ થતાં આ રેંટીયા જ માત્ર નોધારાના આધારભૂત આપણે રક્ષણહાર છે. તું જાણે છે કે નવી આવક ન હોય અને વ્યય ચાલુ હોય તો ભર્યા ભંડાર પણ ખાલી થઈ જાય ! કમાનારના ગયા પછી આપણી સંપત્તિ ક્યાં સુધી ટકવાની? તું ઉમરલાયક થાય ને કંઈ કમાઈ લાવે ત્યાં સુધી આજીવિકા ચલાવવાની જોખમદારી મારે શિર તો ખરી જ ને! વળી સ્ત્રીને સ્વામી સદૃશ એક માત્ર સુખનું સ્થાન ને સ્નેહનું વિશ્રામસ્થળ જતાં નવરા પડેલા મનને નિયંત્રિત કરી, બેટા માર્ગે ચઢવા ન દેતાં સીધા રાહે કાયમ રાખી, ઘર આંગણે બેઠા બેઠા જે આવકમાં કંઈપણ સહાય આપનાર સાધન હોય તો આ એક માત્ર રેંટીયે જ છે. વિશેષમાં જણાવું તે સદા ધોળા રૂને નિરખવાનું હોવાથી હદય પણ કઈ જાતના વિકારવિહેણું એ વેત કાપસ માફક સ્વચ્છ રહે છે, અર્થાત્ એ પરિશ્રમમાં ઈતર કઈ ચીજનો ખ્યાલ Page #123 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૬ ] પ્રભાવિક પુરુષ : આવતા નથી તેથી જ એના મંગળાચરણ મેં કરી દીધાં છે અને રૂડા મારા રે'ટીયાનુ ગીત હ પૂર્વક ગાઇ રહી છું. ’ * 6 મા, મા, મારા બાપા એકદમ, હું હજી માલ્યાવસ્થામાં હાવા છતાં, મારા શિક્ષણના તેમ જ વ્યવહારમાં પલાટવાને ભાર તેમના શિરે હાવા છતાં, તેમ જ તારા ભરણપાષણ માટેના પ્રબંધ કર્યા વગર કેમ ચાલી જવા ઇચ્છે છે? શું ગૃહસ્થજીવનની સામાન્ય ક્રજના પણ તેમને ખ્યાલ નથી ? પુત્ર એ તા માબાપના સહિયારા વારસા. તે પછી પતિ, પત્નીના મસ્તકે એની જવાબદારી એઢાડી કેમ ભાગી નીકળે ? કદાચ પ્રેમના સાગર સમી માતા, નિષ્ઠુર બની જો પિતાના જેવું વન ચલાવે તા એ સંતાનના શા હાલ થાય ? એનુ જીવન ઉચિત સંસ્કારવિહાણું અને જ ને ? અહિંસાનાં ઉપાસક માટે શું આ સ્થિતિ વ્યાજખી લેખાય ? જગત એ માબાપને ધર્મ બજાવ્યાના આશીર્વાદ આપશે કે સંતાન પ્રત્યેની ફરજ ચૂકયાના શ્રાપેા વર્ષાવશે ? ’ ‘ પુત્ર! તારા બધા કથનના મારી પાસે જવાબ નથી. મારા ધર્મ પતિવ્રતા તરિકે મને એક જ વસ્તુ શિખવે છે કે- પતિને સુખ ઉપજે તેવી રીતે વર્તવું ” અને એમ કરવામાં જે કઇ સહનશીલતા દાખવવી પડે તે સ્નેહભાવે દાખવવી. પતિના કલ્યાણુમા માં આડા હાથ ધરનાર પત્ની પતિવ્રતાની ફરજ અદા નથી કરી શકતી. વળી મારા સંબંધમાં કહું તે તારા પિતાશ્રીને સાધુતા છેડાવી સસ્પેંસારમાં વાસ કરાવવામાં જ નિમિત્તભૂત અની છું. તારા પ્રત્યેના માતૃસ્નેહથી હું એ પવિત્ર સંયમના રાહ પર ચાલવા તૈયાર નથી થઇ શકતી, છતાં તારા પિતાશ્રી પાતે પાતાના પૂર્વના માર્ગે જવા તત્પર બન્યા હાય તા તેમને અટકાવવા સમર્થ પણ નથી. મારું હૃદય મને અવરાધ કરવાની ના પાડે છે. એમાં અવરોધ કરવાથી મારા નાથનું અકલ્યાણ મને ષ્ટિગાચર થાય છે, એટલે એ સંબંધમાં Page #124 -------------------------------------------------------------------------- ________________ આદ્રકુમાર : [૧૭] હું મન છું. તેઓની ગેરહાજરીમાં પણ હું તારું ને મારું પિષણ કરીશ. હું કુલીન કુટુંબની તનયા હાઈ મારે એ જ ધર્મ છે. એટલું ખમીર મારી છાતીમાં હજુ ભર્યું છે.” માડી ! તારી વાત તને શેભે તેવી છે છતાં તે તારી પાસે રહે. હું આ સુતરવડે જ સ્વસંતાન પ્રત્યેની ફરજને અભરાઈએ ચઢાવનાર પિતાને બાંધી રાખીશ અને એ દ્વારા તેમની ફરજનો ખ્યાલ કરાવીશ.” રાજન ! તમે ગમે તેમ માને પણ, મારી નિદ્રાવસ્થામાં મા-દિકરા વચ્ચે જે વાતચીત ચાલી છે એને ભાવ મારા ઉપર્યુક્ત વર્ણનમાં આવી જાય છે. મગધ દેશના સ્વામી ! આપને હું શું કહું? ફકીરીનાં સ્વાંગ ધરવાને ઉઘુક્ત થયેલ હું આખરે તે એક માનવી જ હતો. મારા હૃદયના સ્નેહ-ઝરણા તદ્દન નહોતા સૂકાઈ ગયા. ઊંડે ઊંડે ત્યાં એકાદ ખૂણામાં પત્ની કે પુત્રને નહિં પણ જીવ અથવા આત્મા પ્રત્યેનો પ્રેમ તે ઢંકાયેલ પડ્યો જ હતો. એ પ્રેમમાં જ હું દયાના દર્શન કરતો અને અહિંસાના આદર ભાળતો. પત્ની ધર્મની વાત શ્રવણ કરી મારું હૃદય થનગની ઊઠયું. આર્યાવર્તની એ મહાદેવીઓના આવા પવિત્ર જીવન પ્રત્યે મને બહુમાન પેદા થયું. આજે પણ એ મહાસતીઓના ચરણમાં મારું મસ્તક અવનત થાય છે. અપેક્ષાના દષ્ટિબિન્દુને વેગળું મૂકીએ તો નારીજાતમાં દૂષણ જેનારે કેવળ એકાંત દેષ જ જોયા છે. તરત જ મારા ચક્ષુ સામેના આવરણો એ બનાવથી ખસી ગયા. પિતાધર્મનું મને ભાન થયું. મારા કલ્યાણ કરતાં પણ મને એમાં વધુ કલ્યાણ દેખાયું અને તેથી મેં એ નાના બાલુડાની પીઠ થાબડતાં હર્ષિત હૈડે જણાવ્યું કે– વત્સ! તારે ચોકી કરવાની હવે જરૂર નથી. બેટા! તે સુતરના જેટલા આંટા મારા પગે વીંટ્યા છે તેટલા વર્ષ હજી હું Page #125 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦૮ ] પ્રભાવિક પુરુષો : સંસારમાં રેકાઈશ ને મારી પિતા તરિકેની ફરજ અદા કરીશ.” કુદરતને સંકેત પણ એ કે એ આંટા બાર થયા. રાજવી! એ સુતરના તાંતણું તેડવામાં મને જે મુશ્કેલીઓ નડી છે અને જે અનુભવ પ્રાપ્ત થયો છે તેની આગળ બીજું બધું કશી ગણત્રીમાં નથી. આમ છતાં પત્ની-પુત્રની હસતે મુખડે વિદાય લઈ હું મેદાને પડ્યો. હૃદયને એકે ખૂણે પણ હવે નેહાદ્ધ ન રહ્યો. એ દ્રઢતાએ એક સમયના મારા પાંચસો અંગરક્ષકો-જેઓ મારા પલાયન થયા પછી મારા પિતાની બીકે પાછા ન ફરતાં જહાજમાં ચઢી આ અજાણી ભૂમિમાં આવેલા અને લૂંટફાટ કે ચારવૃત્તિથી જીવનનિર્વાહ ચલાવતા હતા તેમને ઉપદેશ આપી, તેમના જીવન અજવાળ્યા. મગધના સીમાડે હસ્તી–તાપસીના આશ્રમ સમિપ આવતાં જ લોખંડની શૃંખલાઓ વડે જેના પગ બંધાયેલા હતા એવા એક હાથીએ અન્ય પથિકને વંદન કરતાં જે કઈ અગમ્ય સંકેત જ ન હોય તેમ મને વંદન કરવાની ભાવના સેવી, અને સાચી ભાવનાને શું અશકય છે? “મન ચંગા તો થરોટમેં ગંગા એ ઉક્તિ અનુસાર મારા પ્રતિ દષ્ટિ કરતાં જ તેની સાંકળે તૂટી ગઈ! મુક્ત થતાં જ ગજરાજ મારા પ્રતિ ધસી આવ્યું. ચોતરફ પિોકાર ઊડ્યો. : “અરે સાધુજી! દૂર ભાગે, દૂર ભાગે, નહિ તો એ મદમસ્ત પ્રાણ તમને મારી નાંખશે.” : “મગધના ધણી! મેં એ સૂચના ન ગણકારી. “પૂર્વના સંચિત વગર વિડંબના નથી પમાતી.” એ આગમવચન પર મને શ્રદ્ધા હતી. છકાયના જીવોને કાયમી અભયતા અપી, હું નિર્ભય બન્યો હતો. એટલે મારે ભય રાખવાપણું નહોતું જ અને - બન્યું પણ તેમ જ. ઉન્મત્ત ગજરાજે તો મને વંદના કરી અને Page #126 -------------------------------------------------------------------------- ________________ આર્દ્ર કુમાર : [ ૧૦૯ ] સૂંઢ અવનત કરી એવા નમ્રભાવ દાખવ્યા કે− જો તેને તિર્યંચપણામાં મનુષ્ય જેવી સામગ્રી મળી હાત તા તે મારા એક શ્રદ્ધાળુ સેવક બની રહેત એવા મૂક સ ંદેશા એમાંથી મળી રહેતા હતા. ' આટલુ કરી તે હાથી અરણ્ય પ્રતિ દોડી ગયા. , આશ્રમવાસી તાપસાને વિસ્મય અને દુઃખ સાથેાસાથ ઉપજ્યા. તિય ચ જેવાના ધન આપેાઆપ મને દેખતાં તૂટી જાય એ ચમત્કાર વિના ક્યાંથી સંભવે ? એ મંતવ્ય વિસ્મયતાનુ અને ચિરકાળ સુધી જેનુ માંસભક્ષણ કરવા કામ આવત એ પ્રાણી આમ ચાલ્યું ગયું એથી થયેલું દુ:ખ ! ( એ તાપસેા હાથીને મારીને જ નિર્વાહ ચલાવતા હતા. ) " “ અવનીપતિ ! મારે માટે ભૂમિકા તૈયાર જોઈ, મે નિમ્ન શબ્દોમાં મારું કાર્ય આરહ્યુ. મેં તે તાપસાને કહ્યું–‘ મહાનુભાવા ! શા સારું વિષાદ ધરા છે? ત્યાગજીવનની મધુર સુગ ધ જ્યાં પ્રસરી રહી છે ત્યાં આજીવિકાના આવા પ્રલેાભન શા ? શા માટે પાપ-પકથી તમારે હાથ ખરડવા પડે દેહદમન અર્થે સંસારના વિલાસાને લાત મારનારા તમારે પોષણ સારું એક પંચેન્દ્રિય તિર્યંચને આંગણે આંધવાપણું કે આશ્રમ ખડા કરી એક સ્થાને નિયત વસવાપણું શા કારણે ? આમ તા તમે દયાની હિમાયત કરી છે. મુખથી વો છે કે જેમ આછા જીવના ઘાતે જીવનનિર્વાહ થાય તેમ વધારે સારું, તા પછી એટલેા વિચાર કેમ નથી કરતા કે જેની સામગ્રી નહિં જેવી છે અને જે હજી સુષુપ્ત દશામાં છે એવા એકેન્દ્રિય પદાર્થોથી જો ચલાવી શકાતુ હાય તા જેને આપણા જેવી જ પાંચ ઇંદ્રિયા પ્રાપ્ત થઇ છે અને આપણા સરખી જ સુખ-દુઃખની લાગણીએ જે અનુભવી શકે છે તેવા પંચેંદ્રિય જીવના નાશવડે શા માટે સ્વદેહનું રક્ષણ કરવું ? વળી એમ કહેવું કે એ તા માત્ર એક જ જીવના ઘાત છે ને ? પણ જોડે એ જાણી લેવાની જરૂર છે Page #127 -------------------------------------------------------------------------- ________________ [૧૧૦] પ્રભાવિક પુરુષ : કે એ ઘાત એકાદા આહારને સાધનને નહીં પણ પચંદ્રિય પ્રાણી છે. વળી એના માંસમાં પણ સમયે સમયે અનંત નિગોદ જીવને ઉત્પત્તિ–લય થયા કરે છે એટલે અનાજ કે વનસ્પતિના જીવ સાથે હાથીના જીવની તુલના અનુચિત છે. અને સાથે એટલું પણ ઉમેરું છું કે તમારે ત્યાગજીવનમાં શા માટે એ જાતના નાના-મોટા આરંભમાં પડવાપણું હોય? સંસારસ્થ ગૃહસ્થો તમારા સાચા ચારિત્રના દર્શન કરશે–તમારા પરમાર્થજીવનની સૈરભ સુંઘશે એટલે તમારી આહારની ચિંતા આપોઆપ ટળી જશે. મારી સામે નજર કરે. નથી તે એક ઠામે નિયતવાસ કે નથી તો દેહપષણનું સાધન, છતાં મારું ગાડું અટકી નથી પડતું અને ધારે કે કઈ દિવસ અટકે તો અહોભાગ્ય માનવું. પરિષહના સામના વિના આત્મસાક્ષાત્કાર ન જ લાભે, તેથી અહિંસાનું સાચું સ્વરૂપ પિછાને અને પરમાત્મા મહાવીરદેવના માર્ગે ચાલે. અહિસા તે જ છે કે જેના પાલનથી કેઈપણ જીવનું રૂંવાડું સરખું પણ ન દુભાવું જોઈએ તેમજ રાશી લાખ જીવનિને અભય પ્રાપ્ત થવું જોઈએ.' તાપસ મારા વક્તવ્યથી બંધ પામ્યા. તેમને દલીલ કરવાપણું ન રહેવાથી વીતરાગમાર્ગના અનુયાયી બન્યા. તેઓ પણ વૈભારગિરિ પર બિરાજતા જ્ઞાતપુત્રના દર્શને જઈ રહ્યા છે અને ભૂપાળ! હું પણ ચિરકાળની મારી એ અભિલાષાને પૂર્ણ કરવા આતુર બને છું. આજે એ મહાપ્રભુના ચરણમાં પડી આત્માને પવિત્રનિર્મળ બનાવવા ઈચ્છું છું. તમે જોશો કે ગજની બંધન-મુક્તિ કે તાપસને બેધ દેવાપણું એ જેટલા મુશ્કેલ નથી લાગ્યા એટલા પેલા સુતરના તાંતણું વિકટ લાગ્યા છે.” ધન્ય હો ! મુનિશ્રી આપના જીવનને ધન્ય હો ! અનાર્યતાની મધ્યમાં ઉછરી, આપે કમળપુષ્પ સમ નિર્લેપતા સાધી જીવન ઉત્કૃષ્ટ બનાવ્યું છે.” Page #128 -------------------------------------------------------------------------- ________________ આદ્રકુમાર : [ ૧૧૧ ] મહારાજ ! એ માટે હું આપના પુત્ર આ અભયકુમારને જણી છું. એ મહાનુભાવને જેટલે ઉપકાર માનું એટલે ઓછા છે. તેમણે મારા કલ્યાણના કારણરૂપ જિનબિંબ ન મોકલ્યું હોત તો આજે હું કઈ દુનિયામાં, કેવું યે વિચિત્ર જીવન જીવતો હોત.” મુનિશ્રી, શ્રેણિક મહારાજ અને અભયકુમાર આદિ માનવગણ વૈભારગિરિના શિખરે પહોંચ્યા ને ત્રણ જગતના સ્વામી શ્રી વર્ધમાનપ્રભુની સેવામાં ઉપસ્થિત થયા. આમુનિએ શેષ જીવન નિર્દોષ ચારિત્રપાલનમાં ગાળી, આત્મકલ્યાણ સાધ્યું. અનાર્ય દેશમાં જન્મ્યા છતાં પુરુષાર્થથી સર્વ કંઈ મેળવ્યું. આ કથાનકમાંથી ઘણી જાતની પ્રેરણા મેળવી શકાય તેમ છે. એ વાત વાંચકના હૃદય પર છોડી હવે પછી એક હત્યારાના જીવનમાં ડોકિયું કરીએ. Page #129 -------------------------------------------------------------------------- ________________ દ્રમહારી (6 જુઆ! સામે ઊભેલ છે એજ એ દુરાત્મા. હવે સાધુતાને અચળા આહી મહાત્મા બનવાના ઢોંગ આદર્યા છે! એથી જરા પણ આપણે છેતરાવાનું નથી. એ પાપીના ઘાથી જ મારા પિતાના પ્રાણ ગયા છે. આ ભાઇની હજારાની દોલત લૂંટી જનાર પણ એ જ લૂટારા. અને શાહ કરમચ ંદની અકાળે હત્યા કરનાર પણ એ જ અધમ આત્મા. એક મધ્યરાતે કરમચંદને ત્યાં ધાડ પાડી એનુ ધન લૂંટી લેવા આવનાર આ અધમ પુરુષ. કરમચંદ જાગી જવાથી અને ચાતરમ્ હા-હા મચવાથી ન ફાવ્યે એટલે જતાં જતાં તલવારના ઘાથી એને પૂરા કરી આ શયતાન પલાયન થઈ ગયા. આવા આવા કેટલાંય દારુણુ કર્મા, મારફાડના ભીષણ કામા, લૂટાકાટના અને જીવ લેવા સુધીના કરપીણ કૃત્ય આચરતાં પણ આ માનવ–પિશાચનું હૃદય જરા પણ આ નથી અન્યુ. આજના એના ઢાંગ દેખી ફ્રેંચ માત્ર ગભરાયા સિવાય, ચાર લૂટારાના એ સરદારને-કાળા કામ કરનાર ભીલેાના એ નાયકને– આપણે સાથે મળી એવા ખાખરા કરવા કે ફરીથી આવા ઘાતકી કામેા કરવાની બીજો કેાઈ હિંમત ન કરે. ’ નાયકની આટલી લાંખી વિવેચના પૂરી થતાં જ દશ-ખાર આદમીઓનુ એક ટાળુ નગરના દરવાજાથી થાડે દૂર ઊભેલા, કાયાત્સર્ગ મુદ્રામાં લીન બનેલા, જેમના શરીર પર સાધુતાના ભાવ સૂચવતું એક માત્ર વેત વસ્ત્ર પ્રાત:કાળની હવામાં ફરફરી રહ્યું છે એવા, માનપણે ઊભેલા-એકાકી આત્મા પર એકાદા શીકાર ઉપર જેમ ભૂખ્યા વરૂ તૂટી પડે તેમ તૂટી પડ્યું. 6 મારે—લગાવા, એહરામખાર પર જરા પણ રહેમ ન દાખવા ’ એવા અવાજો વચ્ચે લાકડીના ઘા અને હાથના તમાચા Page #130 -------------------------------------------------------------------------- ________________ દ્રઢપ્રહારી : [૧૧૭] ધબધબ પડવા માંડ્યા. વળી કેઈ તો એના કાન આમળવા લાગ્યા, તો બીજા વળી હાથે મરડવા લાગ્યા. દરેકથી અપાય તેટલું દુઃખ આપી, કદર્થના પમાડી વેર વાન્યાને આનંદ અનુભવતું ટોળું નગર તરફ પાછું ફર્યું. આ તો એકાદ બનાવની ઝાંખી કરાવી. આવું તો રોજ બનતું. મુનિ સવારથી મધ્યાહ્ન પર્યત મૈનપણે ધ્યાનસ્થ દશામાં ઊભા રહેતા અને નગરજનતા જાતજાતના ઉપદ્ર, પૂર્વની વાતો સંભારી સંભારીને કરતી. ભાતભાતના વિશેષણે લગાડતી. એ ઉપાલંભ સામે કે એ અપાતાં કષ્ટ પ્રત્યે મુનિશ્રી તરફથી એક સીસકારો સરખે પણ ન સંભળાતો કે રોષ યા શ્રેષની લાગણી પણ જન્મતી. સહનશીલતાથી એ સર્વ ઉપસર્ગ મૂકભાવે સહન કરતા. આમ આઘાત સામે પ્રત્યાઘાત ન થતો હોવાથી નગરજનતામાં પણ વૈરની લાગણી ઘટવા માંડી. કેટલાકને મુનિના પૂર્વ જીવનની વાત વિસારે પડવા માંડી, કેઈકમાં તેમના પ્રતિ ભકિતભાવ પ્રગટ્યો. આમ છતાં હજુ પણ થોડાક તો એવા હતા કે જેમને કંઈ ને કંઈ પીડા ઉપજાવ્યા વગર ચેન પડતું નહીં. અવા એક ટોળાનું વર્તન આપણે જોઈ ગયા. થોડી વાર થતાં જ એવું બીજું ટોળું આવ્યું. સામેથી આવી રહેલ એક શકટમાં બેઠેલા એક દ્વિજ મહાશયે મુનિ સામે થઈ રહેલા વિવિધ પ્રકારના પ્રહારો નજરે જોયા. તરત જ નીચે ઊતરી, ટોળાને સમજાવી પાછું વાળ્યું અને ગાડાવાળા તરફ ફરીને પ્રશ્ન કર્યો કે– આ નગરના માનવીઓ આટલા બધા નીચ કેમ બન્યા છે કે આવા એક સંત પ્રત્યે આ જાતનું હલકટ વર્તન ચલાવી રહ્યાં છે? સંતના દેહ પર આ જાતના મારથી ઊઠી આવેલી નિશાનીઓનો પાર નથી. એ દ્વારા થતાં કષ્ટની પીડા એ સમજાય Page #131 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૪] પ્રભાવિક પુરુષો : તેવી વસ્તુ છે. આ સંબંધમાં રાજ્ય તરફથી કંઈ પગલા નથી ભરાતા? આ અન્યાય કેમ ચલાવી લેવાય છે?” “મહાશય! મને કંઈ વિશેષ ખબર નથી પરંતુ લોકવાયકા પ્રમાણે મારા કાને એટલી વાત આવી છે કે આજ છેલ્લા છ માસથી એકાદ સાધુ કે જેનું આગવું જીવન ચરી ને મારફાડમાં વ્યતીત થયું હતું, તે કુશસ્થળ નગરના દરવાજે ધ્યાન ધરે છે અને સામે લેશ પણ પ્રતિકાર કર્યા વગર કરવામાં આવતી સર્વ કદર્થનાઓ મૌનપણે સહન કરે છે.” શકટ-વાહકની વાત સાંભળીને દ્વિજ મહાશયનું આશ્ચર્ય વૃદ્ધિ પામ્યું. શહેરમાં જવાનું ઠરાવેલું છતાં ગાડાવાળાને ભાડાની રકમ આપી તે ત્યાં જ ઊતરી પડ્યા. સમીપમાં આવેલ એક વિશાળ ઘટાવાળા વૃક્ષની નીચે પોતાનો સામાન રાખી, એકાદી શેતરંજી બિછાવી, મુનિશ્રીને હજુ કેવી જાતની કલામણાઓ થાય છે એ જોવા લાગ્યા. નવું તો શું બનવાનું હતું ? એ ધોરી માગે થી પસાર થનાર જવલ્લે જ કોઈ એવી વ્યક્તિ જડતી કે જેની દષ્ટિ મુનિ પ્રત્યે ન ખેંચાતી. ભાગ્યે જ એમને જોઈ કઈ બબડ્યા વગર રહેતું. કટુ શબ્દોની કે ફીટકારની તો ધારા વહી જતી. પ્રહાર કરનારનું સંખ્યાબળ કમી થયું હતું. આમ છતાં ખૂબી તો એ હતી કે સાધુજીની પવિત્રતા કે તેમના સમભાવ તરફ કેઈનું પણ દિલ ખેંચાયું નહોતું. આમ કેટલીયે ઘડીઓ વીતી ગઈ. વૃક્ષ હેઠળ ભૂદેવ કલ્પી રહ્યા હતા તેવા પ્રસંગ બન્યું. એક ખેડૂતને મુનિશ્રી પ્રત્યે ભક્તિભાવથી હાથ જોડી નમન કરતો જોયે. તરત જ ભૂદેવ ત્યાં દેડી ગયા અને એ ખેડૂતને પૂછવા લાગ્યા કે – ભાઈ! આ બધું છે શું? આવી વિચિત્રતા તો અહીં કુશસ્થળમાં જ જોઈ. આવા સાધુપુરુષ સામે જનતાને આવો Page #132 -------------------------------------------------------------------------- ________________ દ્રઢપ્રહારી : [૧૧૫] પ્રબળ રોષ? તમે એ સંબંધી જે હકીકત જાણતા હો તે મને કહી સંભળાવો. હું હજી આજે જ પાવાગામથી અહીં આવેલો છું.” મહાશય ! મારા વ્યવસાય ખેતીને હવાથી મને આ મહાત્મા સંબંધી કંઈ પણ ખબર નથી. પણ એટલું હું જાણું છું કે આ મહાત્મા છેલ્લા છ માસથી આ નગરની જુદી જુદી દિશાએ સવારથી મધ્યાહ્ન સુધી આ રીતે મેનપણે ઊભા રહે છે અને તેમના પ્રતિ થતો આક્રોશ કે પરિષહ સમતાભાવે સહન કરે છે. મેં મારી નજરોનજર આ બધું જોયું છે ત્યારથી મને કુદરતી તેમના પ્રતિ બહુમાન પેદા થયું છે. તેમના દર્શન કર્યા વગર મારો દિવસ પડતો નથી. તેમની માફક હું પણ નગરની ચારે દિશામાં ફર્યો છું. મને કેટલીક વાર થતી કદથનાઓ નિવારવાનું મન થયેલું અને તેથી એકાદ બે વાર બપોરનો સમય સાધી હું મુનિશ્રીને મને પણ ખરો. પરંતુ એક જ વાર જવાબ મળે કે-“મહાનુભાવ! આ બધું હું ઈરાદાપૂર્વક સહન કરું છું, તારે એમાં કંઈ કરવાપણું નથી.” “મહાશય ! ત્યારથી મને પણ લાગેલું કે આ પ્રકારના દેહદમનમાં કંઈ ઊંડે (૧દ રહેલો હશે પણ મારા જેવાં રંક અને રોજના વ્યવસાયીને એને તાગ માંથી મળી આવે ? કદાચ તમારા જેવાથી એ પડદો ઉચકાય તો ના ન કહેવાય. મધ્યાહ્ન થયા પછી અહીંથી તે જંગલ તરફ઼ ચાલ્યા જાય છે. એ તક સાધીને તમે કંઈ વાત કઢાવી શકે ખરા.” મધ્યાહ્નને હજુ વિલબ હતો. ખેડૂત તે નગર તરફ સીધા, જ્યારે ભૂદેવે નજીકની વાવમાં જઈ, સ્નાન કરી, આવશ્યક કર્મ પતાવ્યું અને મુનિશ્રીના આગમનની માર્ગ–પ્રતીક્ષા કરવા લાગ્યા. ધારેલી પળ આવી પહોંચી. મુનિ કાયોત્સર્ગ પારી જંગલના માર્ગે વળવા માંડ્યા. ત્યાં તો દ્વિજમહાશયે કરજોડી આહાર Page #133 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૬ ] પ્રભાવિક પુરુષ : અર્થે વિનંતિ કરી અને વૃક્ષ હેઠળ લઈ જઈ પિતાની પાસેના ભાતામાંથી સૂઝત આહાર ગ્રહણ કરવાની પ્રાર્થના કરી. મુનિશ્રીએ ચોગ્ય ચીજો લીધી અને હંમેશના માર્ગે આગળ વધવા માંડયું. દ્વિજે એ સમયે સ્વહૃદયને ભાવ પ્રકટ કર્યો. મુનિશ્રીએ જણાવ્યું કે: “ભાઈ ! એ બધું જાણવામાં કંઈ સાર નથી, આમ છતાં તારી ઈચ્છા જ હોય તો થોડા સમય પછી અરણ્યના અમુક વૃક્ષ હેઠળ મળજે.” જિજ્ઞાસા ચીજ જ એવી છે કે એક વાર ઉત્પન્ન થયા પછી જ્યાં સુધી એ પૂર્ણતાને પામે નહીં ત્યાં સુધી શમતી નથી. સમય થતાં પૂર્વે દ્વિજમહાશય નિર્દિષ્ટ સ્થાને પહોંચી ગયા. અલ્પ કાળમાં સમીપવતી ટેકરીના એક ભાગ પરથી ઉતરી આવતા મુનિશ્રી પણ દેખાયા. ઉચિત વિધિપૂર્વક બેઠક લીધા બાદ સાધુજીએ સ્વ-જીવનને ભૂતકાળ નિમ્ન શબ્દોમાં ઊકેલ શરૂ કર્યો “એક સમયે તારી માફક હું પણ ક્રિયાકાંડમાં તત્પર બ્રાહ્મણ હતા. મારું નામ દુર્ધર પાડવામાં આવેલું. મને સંગત થઈ ક્ષત્રિય સંતાનોની, એટલે અસ્ત્ર, શસ્ત્ર ફેરવવાનું પણ શિખ્યો. નિશાન તાકી એવું તો તીર ફેંકુ કે એ નિષ્ફળ જાય જ નહીં. મારા પ્રહાર ખાલી ગયો હોય એવું ભાગ્યે જ બને. ત્યારથી જ દ્રઢપ્રહારી એવું મારું નામ પડયું. શક્તિની સાથે મને ગર્વ પણ આવ્યા. “વળી વ્યસનેમાં ચકચૂર રહેવા લાગે. દ્વિજસંતાનને આવું જીવન શોભાસ્પદ ન જ હોઈ શકે, એટલે વડીલ માતાપિતા તરફથી ઉપાલંભ મળવા લાગ્યા, છતાં સંગતને દેષ ન જ ટ. “શ્વાનની પૂંછડી વાંકી ને વાંકી” એ ઉકિત અનુસાર શિક્ષા દેનાર પ્રત્યે હું રાતી આંખ કરવા લાગ્યો. આખરે રાજા તરફથી મને ગામ છોડવાને આદેશ મળે. Page #134 -------------------------------------------------------------------------- ________________ દ્રઢપ્રહારી : [૧૧૭] યુવાની દીવાની તો છે જ એમાં વળી વ્યસનને વળગાડ અને પ્રાપ્ત કરેલ બળને ગર્વ. જીવન સુધારવાને બદલે “ચાર કેટવાળને દંડે એ ન્યાયે” રાજા અને સંબંધીઓ પર દ્વેષ ધરી, નજીકની એકાદી પલ્લીમાં પહોંચ્યો અને તેમાં ભળી જઈ લૂંટફાટનો વ્યવસાય આરંભે. મારા પરાક્રમથી ભિલ્લનાયક રાજી થશે અને પોતે નિ:સંતાન હોવાથી મને પુત્રપણે સ્થાપે. ત્યારથી મારું કામ વધી પડ્યું. અવારનવાર આસપાસના પ્રદેશ પર હું મેટી ધાડે લઈ જતો, પ્રજાને રંજાડતો, સામા થનારના જાનમાલને નાશ કરતો અને ધનના પિોટલા બાંધી લાવતો. કેઈપણ પ્રકારે વધુ ધન એકઠું કરી, વધારે માણસનું જૂથ જમાવી, મારા રાજા સામે બહારવટું ખેલવાના મને કેડ હતા. ચારે તરફના પ્રદેશમાં મારું નામ જબરદસ્ત ને શૂરવીર લૂંટારા તરિકે-ભયંકર હત્યારા તરિકે પ્રસિદ્ધિને પામ્યું હતું. કુશસ્થળની સંપત્તિ મને અહીં ખેંચી લાવી. કેટલા ય ધાડામાં અખૂટ લક્ષમી એકઠી કરી. કેટલાયના જીવનને અકાળે અંત આણ્યો. ઘણું બહેનને અકાળે વૈધવ્ય ભગવાવામાં હું નિમિત્તભૂત બન્યો. કેટલાય સંતાનને અનાથ બનાવવામાં કારણરૂપ થયો. હત્યારાના જીવનમાં બીજે તે શું સાર હોય? દ્રઢપ્રહારીના પગલે પગલે ધરણી ધ્રુજવા માંડી. નામ-શ્રવણ થતાં જ માનવી હૃદયે કંપવા લાગ્યા. “આને છેડે ક્યારે આવત તે કલ્પનાતીત વાત હતી પણ એક જ બનાવે બાજી પલટાવી. લાંબા કાળથી રચેલ મને સૃષ્ટિમાં એ ભૂકંપ એ થયે કે સારી ય ઈમારત એકાએક તૂટી પડી. એ સોનેરી પળ તે વેળા તે મને ભયંકર ભાસેલી, મારા મનેરથને ભસ્મીભૂત કરનાર એ ચોઘડિયા પર મેં તિરસ્કાર વરસાવેલે પણ આજે મને સમજાય છે કે મારા જીવનપલટાનું મૂળ વહેણ ત્યાંથી જ શરૂ થયું. એ ક્ષણ સાચે જ અણમૂલી હતી. જો કે એ કુટુંબનું તો મેં સત્યાનાશ વાળ્યું છતાં એ કુટુંબરૂપ Page #135 -------------------------------------------------------------------------- ________________ [ ૧૧૮ ] પ્રભાવિક પુષો : ( ઉભય બ્રાહ્મણ હાવાથી ) મારા જ્ઞાતિભાઇએ . મરીને પણ મારા કલ્યાણના રાહ દેખાડ્યો. ” 66 કુટુંબનું સત્યાનાશ સાંભળતાં જ દ્વિજ મહાશયના મુખમાંથી અચાનક ‘આહ’શબ્દ સરી પડ્યો. આંખા લાલ મનીવેરવૃત્તિ કપાળમાં રમવા લાગી. મુનિશ્રીએ એ જોયા છતાં વાત આગળ ચલાવી : મહાનુભાવ ! એક પ્રસંગે હું મારા ભિલ્લુ સાથીદારો સહિત કુશસ્થળમાં દાખલ થયા પણ ચાઘડિયું એવું કે જ્યાં ગયા ત્યાંથી હડધૂત થયા અને ખાલી હાથે પાછું ફરવું પડયું. આથી મારા ક્રોધ વધી પડ્યો. હું એકદમ એક વિપ્રના ઘરમાં પેઠા ત્યાં તા સામેથી દોડતી આવતી એક ગાય મારા માર્ગ રાધતી હૈાય એમ આડી ઊભી. મેં ખÎથી તેના પ્રાણ લીધા ને જ્યાં અંદરના ઉમરામાં પ્રવેશું છું ત્યાં થાળીમાં ખીર ખાતા બાળક જોયા. એ એકદમ હુંકાર કરતા સામે થયેા ને કહેવા લાગ્યા. રે પાપી ! આ ગરીબડી ગાયના વધ તે શા કારણે કર્યા ? પણ એટલું સાંભળવા હું તૈયાર ન હતા. તરત જ તેના પર પણ ઘા કર્યો. દરમિયાન એને પિતા જે નદીએ સ્નાન કરવા ગયેલા તે આવી પહોંચ્યા અને પેાતાના ઘરમાં રક્તપાત જોતાં જ ક્રુદ્ધ બની હસ્તમાં ડાંગ પકડી સામે આવ્યે. એને પણ મેં અલ્પકાળમાં ધૂળ ચાટતા કરી દીધા અને આગળ વધી જોઉં છું તા એ દ્વિજની ભાર્યા મારા ભયંકર કાર્ય પર શ્રાપ વરસાવી રહી હતી ‘હત્યારા, પિશાચ, પાપીજી' ઇત્યાદિ કડવા વના મારે માટે કાઢી રહી હતી. એ સહન કરું તા હું દુર શાના? દ્રઢપ્રહારી જેવા પ્રબળ આત્મા માટે એટલુ' પણ સાંભળવાનુ હાય ? એના પર પણ ૫ના પ્રહાર! જોતજોતામાં એના રામ રમી ગયા. એ ગર્ભાવતી હાવાથી તરફડતા ગર્ભ પણ માજુએ પડ્યો. આમ લેાહીના ખાબેાચિયામાં ઊભેલા હુ, હત્યા પર હત્યાએ કરી નિર્દશના પ્રાણ લેનાર હું, હજી પણ અહંકારવશ શું ન કરત ? પણ ܘ Page #136 -------------------------------------------------------------------------- ________________ દ્રઢપ્રહારી : [ ૧૧૯ ] પેલા તરફડતા ગર્ભ મારી સાન ઠેકાણે આણી. એ કરુણ દસ્ય જોતાં જ મારા ગાત્ર ઢીલા પડ્યા. આંખે અધારા આવવા માંડ્યા. તરત જ ત્યાંથી ભાગ્યા. નગર બહાર નીકળી આ અરણ્યમાં આવ્યા ત્યાંસુધી પણ એ ભીષણુ દૃશ્ય મારી નજર સામેથી દૂર ન થયું. અંતરમાંથી એટલે જ અવાજ સંભળાતાઃ—— * ‘ આ તે શું કર્યું ? ચારી લૂંટફાટ તે ઠીક પણ એક સામટી ચારે મહાહત્યા ! ગાય, દ્વિજ, સ્ત્રી અને બાળક જેવા નિરપરાધી ગણાતા આત્માઆના એક સામટા વધુ ! અધ...ધ...ધ!!' 66 ધરણી પણ આવા દુરાત્માને કેમ ધારણ કરે ? આથી તે કોઇ મહાન પાપ મીનુ કર્યુ હાય ? ફાંસીને માંચડા તા નજર સામે દેખાતા હતા અને એ કરતાં પણ વધુ જોરથી પાપરૂપ કીટા મારું કલેજુ કાતરતા હતા. પૂર્વે પ્રાણ તેા ઘણાના લીધા હતા પણ આવી અરેરાટી નહેાતી ઉદ્દભવી. જાણે મારા હૃદયમાં મહાભયંકર દાવાનળ સળગી ઊઠ્યો ન હેાય એમ હુ બળવા લાગ્યા. સામેની ટેકરી પરથી અપાપાત કરી પ્રાણના અંત આણવાના નિરધાર કરી હું દોડ્યો. 66 મચ્છુ ભાગ્યની કેાઇ અનેરી પળે એકાદ સત કેવળ પ્રેમ અને શાંતિની સામ્ય મૂર્તિ સમા મળ્યા. ઉપદેશ અંજનથી મારા અ ંધ અનેલા નેત્રા તેમણે ઉઘાડ્યા. મારી કલ ક–કથા સાંભળીને એમાંથી અચવાને એક જ ઉપાય કહ્યો-તે એ જ કે ‘પરમાત્મા મહાવીર દેવને શરણે જા. તે જે પાપરાશિ સંચિત કર્યા છે. તે સથા ભસ્મીભૂત કરી આત્મનિર્મળતા પ્રાપ્ત કરવા જો કાઇ યથાર્થ ઇલાજ દેખાડવા સમર્થ હાય તા માત્ર તે જ વિભૂતિ છે. બાકી ચારિત્રને માર્ગ સ્વીકાર્યા વગર હવે તારેા ઉદ્ધાર નથી. સંયમ અને તપરૂપ વારિયેાધ વિના તારા પાપરૂપ કીચડ નથી ધાવાવાને ’ “ મહાનુભાવ ! મેં સાચા હૃદયે ત્યાં જ સાધુવેશ સ્વીકાર્યો. Page #137 -------------------------------------------------------------------------- ________________ [૧૨] પ્રભાવિક પુરુષો : મારા જેવા અઘોર પાપીને આટલી ધીરજ દેનાર જે કઈ હોય તે તે સાધુજી. હું પ્રભુ વીરની સમીપે પહોંચ્યો. એક જ વાક્ય સાંભળ્યું. અમૃત કરતાં પણ અતિ મીઠું-સંચિત પાપ યા કર્મોને નાશ સમતા અને સહનશીલતાવડે જ થાય છે. અને એક જ ઉપાય તે મહાવિભૂતિએ દર્શાવ્યું કે “જ્યાં જ્યાં તે આવા દારુણ કર્મો આચર્યા હોય ત્યાં ત્યાં ઊભે રહી, અન્યથી કરવામાં આવતાં ઉપસર્ગો સહન કર. સમતાથી નિશ્ચળતાને ધારણ કરી તારાં સર્વ કૃત્ય જનતાની સ્મૃતિમાંથી ભુંસાઈ જાય ત્યાંસુધી તું કાયાત્સર્ગ મુદ્રામાં રહે. એક જ વિચાર મનમાં જાગ્રતા રાખ કે આ બધા તે નિમિત્તમાત્ર છે, ખરે ગુન્હેગાર તો મારે આત્મા જ છે. તારા પાપ ધેવાનો આ જ ધોરી માર્ગ છે. એના જેવો બીજે સરલ માર્ગ નથી.” “સર્વસની વાણું મારા હૃદયમાં સોંસરી ઊતરી ગઈ. તરત જ મેં મારું અંતિમ જીવન નિર્મળ બનાવવાનો નિશ્ચય કર્યો. એક વાર કર્મ કરવામાં શૂરવીરતા દેખાડી હતી તેને સ્થાને ધર્મમાં શૂરવીરતા દાખવવાનું નકકી કરી. રામે રમૂના ઘસે શૂરા એ પ્રભુવાક્ય આચરણમાં મૂકી બતાવ્યું. ચોતરફ પેદા કરેલો છેષાગ્નિ પ્રેમરૂપ જળથી-મનપણે સહન કરવાની દઢ શક્તિરૂપ વારિથી શાંત કરવાનો પ્રયાસ આરંભ્યો. એ પ્રયોગને આજે છ માસ થઈ ગયા છે. જેને હાથ ઉગામેલ પાછો નહોતો ફરતો અને જેને ઘા ખાલી નહોતો જતો એ આત્માએ સ્વેચ્છાથી અનેકશ: પ્રહારે-જાતજાતના કષ્ટો અને કર્ણકટુ વચન સહન કરવામાં મંદતા નથી દાખવી. પરને કલેશ પમાડવામાં–અન્યને પ્રાણ લેવામાં કેવું દારૂણ દુખ સમાયું છે? તેથી આપ્તજનેમાં કેવી શોકની કાલીમાં પથરાય છે? એકના જવાથી કુટુંબરૂપ પ્રાસાદ કેવા પ્રકારે ખળભળી ઊઠે છે? ઈત્યાદિ વિવિધ પ્રકારના આકદ અને વૃત્તાન્ત મનપણે શ્રવણ કરતાં જ મારી દષ્ટિ ખુલી ગઈ. Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રહારી : [ ૧૨૧ ] ત્યારે જ મે કેવા ઉલ્કાપાત મચાવ્યેા હતેા અનેા મને ખ્યાલ આજ્યેા. એ રાજના અનુભવથી સમજાયું કે મારા જેવા નરાધમથી તા માત્ર જનની નહિ પણ જન્મભૂમિ-જાતિ અને સારી ય માનવ સમાજ લાજે છે. એ પછીના દૈનિક અનુભવે પ્રતીતિ થવા માંડી કે શ્રી વીરના આ ઉપાય જ માત્ર એક રામમાણ ઇલાજ છે. એથી મારા પ્રત્યેના વિરોધ લગભગ એગળી ગયા છે. જવલ્લે જ કેાઈ હવે દ્રઢપ્રહારીને કે તેની કાર્યવાહીને યાદ કરે છે. ” દ્વિજ મહાશય પાકારી ઊચ્ચા: તમારી શયતાનીયતે જ મારા ભાઇનું જ સર્વનાશ કર્યું છે. દુનિયા પર મને એકલેા બનાવી મૂકયા છે. એ સમાચાર સાંભળીને હું વેર લેવા અહીં આવી ચઢ્યો. તમે જ્યાં ચાર મહાત્યા કરી એ મારા સગા ભ્રાતાનું ઘર. વ્યવસાયને કારણે દૂર રહેવા છતાં અમે સ્નેહથી એકબીજાની નજીક હતા, એમાં તમે ભંગ પડાવ્યેા. તમારી પવિત્રતા મેં નજરે ન જોઇ હાત તા જરૂર અત્યારે કાંઇ પણ પરવા કર્યા વગર એ વેરના બદલે લેત.” "" હજુ તેમ થઈ શકે છે, ભૂદેવ ! આ દેહ તમારે સ્વાધીન છે. સત્વર એનો અંત આણ્ણા અને મારા રહ્યાસહ્યા પાપમાંથી મને છૂટા કરો. ” 66 પૂજ્ય મુનિશ્રી ! મારી ભાવના તમારા કથનથી ફેરવાઇ ગઇ છે. તં ન શોયમ્ એ ન્યાયે જૂની વાત વિસરી જઇ હું પણ શ્રી મહાવીરને ઉપદેશ મસ્તકે ચઢાવુ છુ. તેઓશ્રીનુ શરણુ સ્વીકારવા હું પણ તમારી સાથે આવું છું. ,, K આમ દ્રઢપ્રહારીએ પાપના પશ્ચાત્તાપથી આત્મકલ્યાણ સાધ્યું. અહીં ખીજા ગુચ્છકનું ચતુર્થાં પુષ્પ પૂર્ણ થાય છે. એમાં આવેલ ભિન્ન ભિન્ન વૃત્તાંત પરથી વાચક સ્વજીવન માટે ઘણુ ગ્રહણ કરી શકે છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ દશાર્ણભદ્ર કર્મોની વિચિત્રતાથી આત્માઓ જુદી જુદી જાતના જીવનમાં નાટકના પાત્રની માફક ભાગ ભજવે છે. એમાં જેઓ આત્મસ્વરૂપ પીછાને છે તેઓ સ્વકલ્યાણસાધનામાં અગ્રેસર થાય છે, જ્યારે બાકીના માટે ઘાણમાં જોડેલા બળદની જેવું પરિભ્રમણ ચાલુ જ રહે છે. આપણે એકીસુતોના જીવન અવલોક્યા તેમ ચેર ને હત્યારાના કથાનકો પર પણ ચક્ષુ ફેરવ્યા. એ પરથી એક મુદ્દો તો સર્વેમાં રમતો જોઈ શક્યા કે–આત્મા ધારે તો પોતાની બગડેલી બાજીને પણ સુધારી શકે છે અને પતનના છેલ્લા પગથિયેથી, ઉન્નત પંથનો પથિક બની શકે છે. ફક્ત એક વાર નિરધાર કરવો જોઈએ. આ ત્રીજા ગુચ્છકમાં ચાર એવા માનવીઓના જીવન અવ-. લેકવાના છે કે જેઓ એક કાળે પ્રબળ—પ્રતાપી રાજવીઓ હતા. તેમનો વૈભવ-વિલાસ કોઈને પણ ઈર્ષ્યા પ્રગટાવે તેવો હતો અને જેમની સમૃદ્ધિની મર્યાદા પણ નહોતી. ટૂંકમાં કહીએ તે ‘રમા અને રામા” કે જેની મેહજાળથી સારું ય વિશ્વ મંત્રમુગ્ધ થયેલું નયનપથમાં આવે છે એમાં એકતાર હતા. પણ ધરતીકંપને આંચકો લાગે ને માનવી સફાળે ઝબકી ઊઠે તેમ, એમની સંપત્તિ ને રાજ્યઋદ્ધિ વચ્ચે એકાએક ધડાકા થાય છે. આ ધડાકે બોમ્બ કે તપનો ન હોવા છતાં જે તીવ્ર અસર કરે છે, એ જ આશ્ચર્યકારી છે. નિમિત્તવાસી આત્મા” અર્થાત A man is the creature of circumstances એ ન્યાયે એકદા સંતને વેગ સાંપડે છે. એની મીઠી-મધુરી વાણી કર્ણ પર અથડાય છે અને તરત જ Page #140 -------------------------------------------------------------------------- ________________ દશાર્ણભદ્ર : [૧૨૩] આખી યે હદય–વીણમાં ઝણઝણાટ પ્રકટે છે. એ જાણવા સારુ રાજવીઓના જીવનમાં ડોકિયું કરીએ. એ સાથે વિચારીએ કે એ એકાદ પ્રસંગ આપણને પ્રાપ્ત ન થાય? કદાચ પ્રાપ્ત થયો હશે છતાં આપણે એ કાળે બેદરકાર હઈશું તા? એ વિચારણામાં કાળક્ષેપ ન કરતાં-જતં ન રોવામિ’ એ નીતિ-સૂત્રને સંભારી ભૂલ્યા ત્યાંથી ફરી ગણુએ. કથાપ્રવાહમાં આગળ વધીએ. પરંતુ એક વાત ન જ ભૂલીએ કે-પૂર્વપુરુષના કથાનકે અવલંબન અથે જ છે. પ્રાત:કાળથી જ આજે દશાણપુર શહેરમાં કેઈ અનેરી જાગૃતિ આવી છે. ચોતરફ દડધામ ચાલી રહી છે. કોઈ અશ્વારૂઢ બની દરબારગઢ તરફ જઈ રહ્યા છે તો બીજા વળી ખાસ અગત્યના સંદેશા સાથે મારતે ઘડે દરબારગઢના મુખ્ય દ્વારને વટાવી રહ્યા છે. જડ ગણાતા માર્ગો અને નિશ્રેષ્ટ કહેવાતી પૃથ્વી, ચેતનવતા માનવીઓના ગમનાગમનથી સ્વયમેવ ચેતનવંત થઈ પડેલ છે. શહેરની એકાદ પળ પણ એવી નથી રહી કે જ્યાં થોડા પગ માનવીઓ હજુ આળસ મરડતા ઊઠતા હોય કિંવા મહામુશીબત શય્યાનો મેહ છોડતા હોય. પનઘટ પર તે અત્યારપૂર્વે જબરી ભીડ જામી ચૂકેલી અને નારીવૃદમાં પાણી ભરવા નિમિત્તે સજજડ હરિફાઈ થયેલી, અત્યારે તે કઈ રડીબી પનિયારી પાણી ભરતી દષ્ટિગોચર થાય છે. ચાહ તા મોટી પોળ તરફ નજર ફેરે કે એકાદી પ્રલિકામાં દષ્ટિ કેકેસર્વત્ર એક જ વસ્તુ દેખાશે અને તે એટલી જ કે ઝટપટ પ્રાત:કાળના આવશ્યક કાર્યોથી પરવારી, સ્વચ્છ અને શોભિતા વસ્ત્રોથી સજજ થઈ દરબારગઢ તરફ જવાની. દરબારગઢ તો આજે કઈ જુદી જ રીતે દીપી ઊડ્યો છે. એક તરફ સંખ્યાબંધ અશ્વોને હારબંધ ઊભા રાખી તેમના Page #141 -------------------------------------------------------------------------- ________________ [ ૧૨૪ ] પ્રભાવિક પુરુષા : પર ભાતભાતના શણગારની સજાવટ થઇ રહી છે. બીજી તરફ હાથીઓની શ્રેણી ખડી છે. એમના પર સુંદર અંબાડીએ શેાભી રહી છે. કેટલાક પર રેશમી વસ્ત્રો આચ્છાદિત કરેલાં છે તા કેટલાક પર જરીયાનથી ભરેલી કિ ંમતી ઝુલા આઢાડી છે. એક પણ સુભટ એવા નથી દેખાતા કે જેના અ`ગ પર જૂને પોશાક હાય. એક પણ ચાપદાર કે હજુરીયા એવા દૃષ્ટિગોચર નથી થતા કે જેને પહેરવા સારુ નવીન લેખાશ ન મળ્યે હાય. સર્વત્ર નવા વસ્ત્રો ને નવીન સામગ્રી દેખાય છે. અધિકારીવગે પણ પાતાના હાદ્દાને છાજતા સ્વાંગ ધારણ કરી આવવા માંડ્યું છે. અંત:પુરમાં દાસીએની દોડાદોડ એવી મચી રહી છે કે જાણે સિનેમાના ચિત્રપટાની હલચલ ! આમ છતાં આજે તેમના મુખ પર ઉમંગની લાલીને પાર નથી. રાણીવાસની રમણીઓના સંબંધમાં તા કહેવાપણું જ શું હાય ? હુમૂલ્ય આભૂષણે ને કિમતી વસ્રોન રાશિ નજર સન્મુખ એકત્ર કરી, આજના પ્રસંગને કયા શણગાર અનુરૂપ છે. એની વિચારણામાં અથવા તે પરિધાનમાં અંત:પુરની ફુલનાએ મશગૂલ અની છે. સહુજ પ્રશ્ન ઉદ્દભવશે કે આજે એવા તે કયા પ્રસંગ છે કે જેથી સારું ય નગર એ માટે આ જાતના જોરશેારા અને અંતરના ઉમળકાભેર તૈયારીમાં લાગી ગયું છે. એ જાણવા સારું વાચકવૃ દે ભૂપતિ દશા ભદ્ર પાતાના મનેાહર આવાસમાં વિરાજે છે ત્યાં જવું પડશે; કેમકે તેમની જ આજ્ઞાથી નગરવાસીઓએ આજના દિનને સામુદાયિક ઉત્સવમાં ક્બ્યા છે. કણુ પરંપરાથી એટલું તે જાણવામાં આવી ગયું છે કે રાજવી ધર્મ –નીતિપરાયણ હાઇ પ્રજાનું પાલન સ્વપુત્રવત્ કરતા હાવાથી તેના પ્રત્યે પ્રજાના પ્રેમ અગાધ છે. પાર્થિવાનામ॰દ્દાર:, પ્રજ્ઞાના Page #142 -------------------------------------------------------------------------- ________________ દશાર્ણભક : [૧૨૫] મેવ પંટિનમ્ ! એ સૂત્રથી નૃપતિ દશાર્ણભદ્ર સારી રીતે માહિતગાર હોવાથી પ્રજાને દુઃખકારી થાય એવો એક પણ કર તે લેતો નહોતો એટલું જ નહિ પણ જનતાની સુખાકારી જળવાય, વેપાર-વાણિજ્યની વૃદ્ધિ થાય અને નાગરિકની સમૃદ્ધિ વિપુળતાને ધારણ કરે એ અર્થે દરેક જાતની સગવડ કરી આપતે. ત્રિકાળ જિનપૂજન કરનાર આ રાજા, જેટલી ભક્તિ પ્રભુ પ્રત્યે દાખવે છે તેટલી માનવકલ્યાણમાં પણ દર્શાવે છે. પુ મૈત્રી અને શિપુ ડુ પરત્વનું એ એને મુદ્રાલેખ હતો. જે રાજાની જનતાના કલ્યાણમાં આ પ્રકારની મનોકામના છે એની પ્રજા, રાજવીની આજ્ઞાને દેવતુલ્ય માની, અમલ કરવા તત્પરતા દાખવે એમાં આશ્ચર્ય પણ શું ? પિતાશ્રી ! જેમના આગમન નિમિત્તે છેલ્લા સાત દિવસથી જાતજાતની તૈયારી કરાવી રહ્યા છે, જેમને માટે અવારનવાર સમાચાર મેળવતા રહે છે અને હમણું જ જેમના આગમનની વધામણી ઉદ્યાનપાળ આપી ગયા ને તેને આપે ઉદારતાથી મુકુટ સિવાયના અંગ પરના સર્વ અલંકારનું દાન કર્યુ-એ વિભૂતિ કોણ છે? મેં પૂર્વે દશાર્ણપુરમાં રાજા-મહારાજાના સામૈયા જોયા છે તેમ કેટલાયે સંત-મહન્તોથી આપણી આ ધરતી પાવન થતી નિહાળી છે; છતાં આપ અત્યારે જે એકલીનતા દાખવે છે તેવી પ્રખર એકતારતા પૂર્વે કઈ વાર દીઠી નથી.” “ રાજકુમાર ! તારે પ્રશ્ન વ્યાજબી છે એટલું જ નહિ પણ તેં જે અનુમાન દોર્યું છે તે સાચું છે. મારું મન જ કેવળ સાક્ષી છે કે આ વેળા મારા હૃદયમાં કેવા ભાવે રમણ કરી રહ્યા છે. આજે જેમનું આગમન થયું છે એ સંતની વિલક્ષણતાને પાર નથી. તેમને જન્મ હજારોના કલ્યાણમાં કારણભૂત બન્યા છે. અમીરીમાં જન્મ્યા છતાં તેમણે ફકીરી સ્વીકારી, Page #143 -------------------------------------------------------------------------- ________________ [૧૬] પ્રભાવિક પુરુષ : રાજમહાલયના સુખોને અને ઉર્વશી સમી અંગના યદાના પ્રેમને સમજણપૂર્વક તિલાંજલી આપીને એકાકી નીકળી પડ્યા. પ્રથમ તે વર્ષોના વર્ષો સુધી તીવ્ર તપ તપ્યા, વિવિધ પ્રકારના ઉપસર્ગો મૂકભાવે સહ્યા અને પ્રાંતે આત્મસાક્ષાત્કાર કર્યો. કેવલજ્ઞાનરૂપી અમૂલ્ય આદર્શ મેળવ્યો. એ દ્વારા જગતની વિચિત્રતાઓનું-ચાલતા દંભ, પ્રપંચ અને અજ્ઞાનતા તથા વહેમનું પ્રત્યક્ષ દર્શન કર્યું. એ દશ્ય જોયા પછી, એ સર્વને તોડવાનો નિશ્ચય કરી જનતાને સાચા સ્વરૂપને ખ્યાલ આપવા મેદાને પડ્યા. એમનું નામ વર્ધમાનકુમાર છતાં વધુ પ્રસિદ્ધિ પામ્યા જ્ઞાતપુત્ર મહાવીર તરિકે. એ કાળે પંડિત ગણાતા પુરુષે યજ્ઞો કરાવતા અને સંખ્યાબંધ પશુઓના બલિદાન દેતા. એ પ્રાણીઓની મૃત્યુવેળાની કારમી ચીસ કે દર્દભર્યા આર્તનાદથી પણ માંસપી એ પામર આત્માઓને અરેરાટી ન ઉપજતી કે કરણ ન આવતી. હસવા જેવી વાત તો એ હતી કે આવું પિશાચતુલ્ય કામ આચરતાં છતાં તેઓ કહેતા કે યજ્ઞમાં હોમાનાર પશુ તો સ્વર્ગ જાય છે! યજ્ઞ કરે એ મહાધર્મનું કામ છે ! આ જાતની સ્વાથી પ્રચારણારૂપી જાળમાં ફસાનાર ભળી જનતાનો પાર નહોતો. આ ઉપરાંત ધર્મ અને પુન્યના નામે જનસમૂહને છેતરી ધનોપાર્જન કરવાના અને બદલામાં આગામી ભવમાં તમને અમુક પ્રકારની સુખસમૃદ્ધિ પ્રાપ્ત થશે એવા ખોટા પ્રભરૂપ પરવાના આપવાના માર્ગો શોધી કાઢ્યા હતા. આ પ્રકારની લીલા સામે ભલભલા ક્ષત્રિય રાજા-મહારાજાઓ પણ આંગળી ચીંધી શકતા નહીં. વત્સ! એ સામે રાજપુત્ર મહાવીરે અપૂર્વ હિંમતથી અને અડગ ધૈર્યથી પોકાર કર્યો કે– “યજ્ઞ કરવામાં જે હિંસા થાય છે એ ધર્મ નથી. હિંસામાં Page #144 -------------------------------------------------------------------------- ________________ દાણ ભદ્ર : [૧૭] ધર્મ જેવી ઉત્તમ વસ્તુને વાસ જ ન હોય. જ્યાં અહિંસા ત્યાં જ ધર્મ. જે યજ્ઞમાં હોમાનાર પશુઓ સ્વર્ગે જતાં હોય તે શા સારુ યજ્ઞ કરનારા પોતાના માતાપિતાને હોમીને સ્વર્ગે નથી મોકલતા? શું તેઓ સ્વર્ગકામી નથી? પશુ બિચારા કયારે સ્વર્ગે જવાની માગણી કરવા આવ્યા હતા?” વળી પરભવમાં સુખદુ:ખ પામવાના નિમિત્તરૂપ આ જન્મના કે પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલાં સારા-માઠાં કર્મો જ છે, એટલે અહીંથી અપાતા પરવાના કે કહેવામાં આવતું-“અમને ધન આપશે તો ધન મળશે, પલંગ આપશે તો પલંગ મળશે” ઈત્યાદિ સર્વ કંઈ મિથ્યા છે. એક પ્રકારની એ છેતરપિંડી છે. અત્રેથી છૂટનાર જીવ અન્ય જન્મમાં કઈ ગતિમાં ઉદ્દભ એ જ જ્યાં વિશિષ્ટ જ્ઞાની સિવાય કોઈ કહી શકે તેમ નથી ત્યાં પછી અહીં અપાતા દાન ત્યાં પહોંચાડવાની વાત કરવી એ રેતી પર કિલ્લા ચણવા જેવું હાસ્યાસ્પદ છે. પુત્ર! ઉપર વર્ણવ્યા એ તો માત્ર એકાદ બે મુખ્ય મુદ્દા છે. ધર્મને લગતો આત્માના સાચા સ્વરૂપને વર્ણવતો, સ્વર્ગ–નરકની યથાર્થ સમજણ આપતો અને એ માટેની શુભાશુભ કરણીઓને સૂચવતો ઉપદેશ સ્થાને સ્થાને ભ્રમણ કરીને-જડ નાંખી બેઠેલા દ્વિજવર્ગને રોષ વહોરીને-જરા પણ ગભરાયા વગર કે ઉશ્કેરાયા વગર ઉપદેશ આપનાર શ્રમણ ભગવાન મહાવીર એ સર્વોત્કૃષ્ટ વિભૂતિ છે. યજ્ઞ માટે હજારોની સંખ્યામાં એકત્ર થયેલા ઈંદ્રભૂતિ આદિ પંડિતેનું આકર્ષણ કરી, પિતાની પાસે બોલાવી, તેમનું દષ્ટિબિન્દુ ફેરવનાર એ પ્રબળ પ્રતાપી અદ્વિતીય વીર છે. તે પંડિતો જે વદને માનતા હતા તેમાંનાં જ મંતવ્યથી પોતાની વાત સિદ્ધ કરી, તેમને વીતરાગ ધર્મમાં વાળી જયશ્રી વરનાર મહાન વિજેતા છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ [૧૨૮] પ્રભાવિક પુરુષ : “આજે તે પવિત્ર-અજોડ સંતના પગલાંથી આપણી ભૂમિ પાવન થઈ છે. વળી એક વાત રહી ગઈ. એ જ્ઞાતપુત્ર સાથે મારો સંબંધ છે એ જ્યારે બાલ્યાવસ્થામાં હતા ત્યાર છે. જે કાળે શ્રેણિક-ચંડપ્રદ્યોત આદિ રાજકુમારે ચિદ સ્વપ્નસૂચિત એ કુમાર ચકવત્તી થશે એ ધારણાથી તેમની સેવા કરવા ક્ષત્રિયકુંડ નગરમાં આવેલા ત્યારે હું પણ ગયેલો. કેઈ અગમ્ય સંકેતથી પ્રથમ દર્શને જ અમારા વચ્ચે પ્રીતિની ગાંઠ બંધાઈ ને તે દિવસે દિવસે વૃદ્ધિગત થતી જ રહી છે. આજે તો એ વાતને વર્ષોના વહાણા વહી ગયા છે. દરમિયાન સંસારના વૈભવ-વિલાસને તૃણવત્ ત્યજી દઈ એ મિત્રે આત્મકલ્યાણને દુર્ધર પંથે સ્વીકાર્યો ત્યારે હું હજી વિલાસમાં બૂડેલો છું. એ મહાત્માએ જે સત્યના દર્શન પોતે કર્યા તે આજે જગતભરને દેખાડવાના પરોપકારી કાર્યને આ જન્મનું વ્રત માન્યું છે અને એ પરમાર્થ ભાવનાથી પ્રેરિત બની આ તરફ પધાર્યા છે. તો મારી બેવડી ફરજ છે કે મારા એક સમયના એ પ્રિય સહદનું–જનકલ્યાણ કરનાર પ્રભુનું-અદ્યાપિ સુધી કેઈએ ન કર્યું હોય તેવું સામૈયું કરી સ્વાગત કરવું. જેટલી શક્ય હાય તેટલી તમામ ઋદ્ધિથી તેમની સામે જઈ, એ મહાપુરુષનું બહુમાન કરવું. સારા ય મારા દેશની સમૃદ્ધિના દર્શનપૂર્વક મારી આખી પ્રજાના સાથથી તેઓશ્રીની એવી ભક્તિ કરવી કે આજ સુધીમાં એ પ્રકારની કેઈએ કરી ન હોય, તેથી જ આ તરફ તેમના કદમ થયાનો સંદેશો મળતાં જ મેં સર્વત્ર ઉચિત તૈયારી કરવાના ફરમાને કાત્યા છે.” | દશાર્ણભદ્ર રાજાના મુખથી આજે પધારનાર પ્રભુ શ્રી મહાવીરદેવ સંબંધી વૃત્તાંત તેમ જ તેમના સામૈયા માટે કરવામાં આવતી તૈયારીને લગતું વૃત્તાંત લંબાણપૂર્વક સાંભળી કુમાર હર્ષ પામે. Page #146 -------------------------------------------------------------------------- ________________ દશા ભદ્ર : [ ૧૨૯ ] . તેણે માત્ર એટલું જ ઉચ્ચાયુ` કે: “ પિતાશ્રી ! તે હવે જલ્દી કરા. દરબારગઢમાં સર્વ તૈયારી થઇ ચૂકી છે. મહાજનના આગેવાના મા પ્રતીક્ષા કરી રહ્યા છે. નગરના નર–નારીએ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. દેવાનુ આગમન નગર સમીપની નાનીશી ટેકરી પર થયાના સમાચાર પણ આવી ગયા છે. હવે વિલંબ કરવાનું પ્રત્યેાજન નથી. ’ X × સારા ય રાજમાર્ગ પતાકા તારણાથી વિભૂષિત કરાયેલા છે. ગાળે ગાળે સુંદર કમાને ને રંગબેરંગી દેખાવા ઊભા કરવામાં આવેલાં છે. કેટલેક સ્થળે મનેાહર માંડવીએની રચનાથી માગે પૂર્ણ રીતે શેાભી રહ્યાં છે. કપૂરની સુવાસ અને ખળી રહેલા ધૂપની ગંધથી સ`ત્ર સુગંધમય વાતાવરણુ થઇ ગયુ છે. રસ્તા પર ગુલાબજળમિશ્રિત પાણીના છંટકાવ થયેલા હાવાથી દુર્ગંધનું નામનિશાન પણ રહ્યું નથી. વળી જ્યાં ત્રણ માર્ગા એકઠા મળે છે અને જ્યાં ચાર રસ્તાઓનું સધીસ્થાન છે ત્યાં ગીત-નૃત્યના પ્રખ ધ કરવામાં આવેલ છે. જેએ દાનના અથી છે અથવા તે જેઓના વ્યવસાય પ્રશસ્તિ ગીતા ગાઇને કિવા સ્વસ્તિ વાકયે સંભળાવીને આજીવિકા મેળવવાને છે તેઓને આજે સારા માણુમાં તડાકા પડવા માંડ્યો છે. પેાતપાતાની ચાગ્યતા પ્રમાણે તેમના થાળમાં સૌ કોઇ પાતાના ફાળેા ધરે છે. આમ સત્ર માનંદ, ઉલ્લાસ ને ઉમંગનુ... વાતાવરણ જામ્યુ છે. X એ માર્ગે થઇ રાજવી દશા ભદ્રની સ્વારી આગળ વધી હી છે. ચિરકાળની વાંચ્છા આજે ફળવતી થઇ રહી છે. પ્રજાનની ભક્તિના મૂલ્યાંકન કરવાના સાધના શેાધ્યા જડતા નથી મજ નોંધ્યા પાર આવે તેમ નથી. હૃદયની ઊમિથી થતા મારંભની શેાભાનું શું કહેવું? ૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ [૧૩૦] પ્રભાવિક પુરુષો : આ જાતના અતિ વિશાળ વરઘોડા કે સરઘસનો ચિતાર આબેહૂબ દોરવાને સારુ કઈ કલ્પનાશીલ કવિની કલમ જોઈએ અથવા તો વર્ણનકારની ચપળ વાચાની આવશ્યકતા મનાય. એ છતાં ય નજરે નિરખ્યા સિવાય એનો પૂર્ણ ખ્યાલ તો ન જ આવી શકે. કથાકારના શબ્દોમાં કહીએ તો એ વરઘોડામાં અઢાર હજાર સુંદર રીતે અલંકૃત કરાયેલા હાથીઓ, ચોરાશી લાખ ઘોડાઓ, એકવીશ હજાર રથ, એકાણું કરડ પાયદળ, પાંચસો સુખાસન કે જેમાં મંડલિક રાજાએ પોતપોતાના પરિવાર યુક્ત વિરાજેલા છે. આ ઉપરાંત અંત:પુરની રમણીઓ અને તેમને પરિવાર, વિશેષમાં નગરના આગેવાન–શેઠ શાહુકારો પોતપોતાની ત્રાદ્ધિને છાજે તેવી રીતે આજના પ્રસંગને શોભાવતા નગર બહાર આવેલા દશાર્ણગિરિ સન્મુખ પ્રફુલ્લિત વદને આગળ વધી રહ્યા છે. નરનારીના ટોળે ટોળાં અટારીઓ પર ચઢી, અથવા તો માર્ગો પર ખીચોખીચ ઊભા રહી આ અદ્વિતીય દશ્યને–આજના આ મહામૂલા વરઘોડાને–અભૂતપૂર્વ સ્વારીને-નિરખી હર્ષારોથી ગગનતળને ગજાવતા અને સર્વ પાછળ ચાલી રહેલા વૃદમાં ભળી જઈ, સંખ્યામાં વૃદ્ધિ કરતા, પુરના વિસ્તૃત પાને સંકુચિત બનાવતા, “સાંકડા રે ભાઈ પર્વના દહાડા” એ ઉક્તિનો સાક્ષાત્કાર કરાવતા હતા. દશાર્ણગિરિ પર પ્રભુભક્ત દેવો તરફથી સમવસરણની મનેહર રચના થઈ ચૂકી હતી. રજતના દેદીપ્યમાન પ્રાકારોથી, કનકના ઝળહળતા દ્વારેથી અને મણિરત્નોના તેજસ્વિતા વિસ્તારના કાંગરાઓથી શોભતા ગઢમાં પાદપીઠ યુક્ત સિંહાસન પર વિરાજમાન પરમાત્મા શ્રી મહાવીર દેવને દૂર-દૂરથી સૈા કોઈ જોઈ શકતા. એ શાંત મને હર મુદ્રાના દર્શનથી કેઈ અનેરી-અનુપમ-અકથ્ય શાંતિ હૃદયમાં પથરાઈ જતી. અગાધ આત્મિક લક્ષ્મી પ્રાપ્ત કરનાર મહાત્ વિભૂતિને એ પ્રભાવ હતો. Page #148 -------------------------------------------------------------------------- ________________ દશાર્ણભદ્ર ? [ ૧૩૧ ] સમવસરણ નજીક આવતાં ભૂપાળ દશાર્ણભદ્રે અંબાડીને ત્યાગ કરી હાથી પરથી નીચે ઉતરી પંચાભિગમપૂર્વક પ્રભુશ્રીના સમવસરણની પાવડીએ ચઢી, શ્રી મહાવીર દેવની ત્રણ પ્રદક્ષિણ કરી નમસ્કારપૂર્વક પર્ષદામાં ઉચિત સ્થાને બેઠક લીધી. દેવદેવીઓ અને નર-નારીઓના આવાગમન ચાલુ થઈ ચૂક્યા હતા. સધર્મ દેવકના સ્વામી શકેંદ્રના આગમનની ઘડીઓ ગણાતી હતી. રાજવી દશાર્ણભદ્રની ચિરકાળસંચિત અભિલાષા આજે પૂર્ણતાને વરી ચૂકી હતી. અંતરમાં એ જ વિચારણા ચાલી રહી હતી કે આજે જેવી રીતે સર્વ પ્રકારની દ્ધિસિદ્ધિ (સામગ્રી) સહિત પ્રભુશ્રીને મેં વાંદ્યા છે તેવી રીતે કઈ દેવોના સ્વામી ઇન્દ્ર અથવા તો નૃપતિઓના સ્વામી ચક્રવત્તીએ અદ્યાપિ સુધી વાંદ્યા નથી અર્થાત્ મારા સરખી અતુલ ભક્તિનું પ્રદર્શન કેઈના તરફથી કરવામાં આવ્યું નથી. હૃદયગત આ અહંભાવ વિશિષ્ટજ્ઞાની સિવાય કોણ જાણી શકે? ભક્તિના પવિત્ર ગંગાજળ સાથે ખાબોચિયાના દુધી પાણીનો યોગ થઈ રહ્યો હતો! ઘી જેવો પુષ્ટિકારક પદાર્થ વારંવાર પાણીથી ધોવાય તો ઝેરરૂપે પરિણમે છે એવું કાર્ય દશાર્ણદેશના રાજવીના સંબંધમાં બની રહ્યું હતું. નિ:સ્વાર્થ સેવામાં અભિમાનની કાલિમા પ્રવેશ પામતી જતી હતી. મેં કર્યું એ જરૂર ઉત્તમ છે છતાં એ આત્મકલ્યાણ અર્થે જ હતું, એ ભાવને સ્થાને “મારા જેવું કેઈએ કર્યું નથી” એ જાતને અહંભાવ જેર કરતાં સારી ય પરિસ્થિતિ બદલાઈ જતી હતી. પ્રાકૃતજનો પ્રથમ દર્શને કદાચ એમાં રહેલ અભિમાનવૃત્તિ ન જોઈ શકે, છતાં વિચક્ષણ અને માટે એ વાત હાનિકર્તા પૂરવાર થઈ ચૂકી છે. દશાર્ણ દેશના માલિકમાં અભિમાને ઘર કર્યું હતું, ઋદ્ધિના મળે આસન જમાવ્યું હતું. એ મદે જ “મારા જેવું કેઈએ કર્યું નથી” એ વિચારને જન્મ આપ્યો હતો. Page #149 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૨ ] પ્રભાવિક પુરુષો : 6 કૈવલ્ય મેળવી પછી પ્રભુ સન્મુખ જવું એ ઇરાદાથી જો માહુબળિએ કાયાત્સર્ગ લીધેા હાત અને પરિષહ સહ્યાં હાત તેા વીરા મારા ગજથકી ઊતરા ’જેવાં વાકય ન સાંભળવા પડત, પણ · મારાથી નાના બંધુઓને વાંદું, તે કરતાં કેવલી થઇને જ ત્યાં પહોંચું કે જેથી વાંદવાપણું રહે જ નહિ...” એ ઈચ્છા જ્યાં બળવત્તર હતી ત્યાં સરલતા નહેાતી; પણ અહુ કારકા હતી. તેથી જ તીર્થપતિ શ્રી ઋષભદેવને સાચી સ્થિતિની ઝાંખી કરાવવા માટે ઇસાર કરવા પડ્યો. ત્યારે જ માનસિક પ્રદેશમાં ચાલતા આંદોલના કેવા ખળભળાટ મચાવે છે અને બાહ્ય દૃષ્ટિના માપે માપનાર જગત જેમને માટે વાહવાહ પાકારે છે તેમને માટે આંતરદ્રષ્ટાએ શુ ધારે છે એના ખ્યાલ આવે છે. જેવી ગુલાંટ અભિમાને બાહુબળીને ખવરાવી હતી એવી જ અત્રે દશા ભદ્રે ખાધી. સેાનાની થાળીમાં લેાતાની મેળ જેવું અન્યુ, પણ સિતારા પાંસરા એટલે આવેલું વિઘ્ન થાડામાં પડ્યું. પ્રથમ દેવલાક છેડતાં શક્રેન્દ્રે અવધિજ્ઞાનના ઉપયેગ મૂકયા અને સવ જોયુ. એમાં દશાણુ ટેકરી સમિપતું સારું ય દૃશ્ય આવી ગયું. આટલી સુંદર ભક્તિ કરનાર નૃપતિ જાણે-અજાણે ઋદ્ધિમદના શિકાર અને એ તે અચ્છેરું ગણાય. ઇંદ્ર સરખે પ્રભુભક્ત, સ્વધીબંધુનું આવું પતન મૂકભાવે કેમ થવા દે? એણે એ અભિમાન દૂર કરાવવા નિશ્ચય કર્યો. ઋદ્ધિના ગવ નિવારવા મહાઋદ્ધિના દર્શન કરાવવા એ જ ઘારી માર્ગ ઇષ્ટ માન્યા. વાત પણ સમજાય તેવી છે. માનસિક ભૂમિના ઉકાપાતે અન્ય જાહેરાતથી ન સુધારી શકાય. એ માટે પ્રથમને ટપી જાય તેવું આવશ્યક અમલી કાર્ય જ ખસ થઈ પડે. દેવાનુ સામર્થ્ય અગાધ હાય છે. તે ધારે તેવી લીલા આંખના પલકારામાં સર્જી શકે છે, તેથી જ ધરતી પરના માનવ Page #150 -------------------------------------------------------------------------- ________________ દશાર્ણભદ્ર : [ ૧૩૩] ગણમાં ઇંદ્રજાળ-દેવમાયા, કિંવા દેવતાઈ માન્યતાના અતિઘણા આદર આજે પણ થઈ રહ્યા છે–અસ્તુ સધર્મ ઈંદ્ર જે ઋદ્ધિના સર્જન કર્યા એને ઉલ્લેખ શાસ્ત્રમાં કહ્યા મુજબ જણાવતાં પૂર્વે એક વાત સ્પષ્ટ કરી લઈએ કે એમાં અતિશક્તિ જેવું કંઈ જ નથી. કેટલીક વાર જે વસ્તુ આપણું જમાનામાં આપણું નજરે બનતી નથી, દેખાતી નથી તેથી કઈ અન્ય સમયમાં પણ નહોતી જ બનતી એમ માનવું એ સમજશક્તિની નબળાઈ બતાવવા બરાબર છે. કાળચકનું પરિવર્તન ચાલુ જ હોય છે, એમાં અવનવા બનાવો બનતાં જ રહે છે; માટે એકાંત મંતવ્ય પકડી બેસવામાં બુદ્ધિમત્તા નથી. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ગુણપયાનું યથાગ્ય અવલોકન ને તેલન કરવામાં આવે તો સર્વ બાબતોના આંકડા સહેલાઈથી સાંધી શકાય તેમ છે. એ માટે જિજ્ઞાસાવૃત્તિ ને શ્રદ્ધા જરૂરી છે. અહીં તે વૈકિયશરીરધારી દેવની વાત છે. તે ધારે તેવાં રૂપો સજી શકે છે અને જોતજોતામાં તેને વિણસાડી પણ શકે છે. એ દષ્ટિબિન્દુ નજર સામે રાખી નિગ્ન લખાણ વાંચતાં વર્ણનનો સાર જલદી સમજી શકાશે. શાસઠ હજાર હાથી વિમુર્થી. એ દરેક હાથીને પાંચસો બાર મુખ, પ્રત્યેક મુખ પર આઠ આઠ દસ્તૂશળ, દરેક દન્તુશળ પર આઠ આઠ વાવડીઓ, પ્રત્યેક વાવડીમાં આઠ આઠ કમળો, દરેક કમળમાં વચ્ચે કર્ણિકા, કણિકા પર ઈન્દ્રને બેસવાને સારુસિંહાસન જ્યાં ઈન્દ્ર મહારાજ પોતાની મુખ્ય આઠ ઈન્દ્રાણુઓ સહ વિરાજે છે. કમળના પાંદડાની સંખ્યા પણ નાનીસૂની નહીં. એકેક લાખ પાંદડા અને પાંદડે પાંદડે દેવતાઈ બત્રીશ પ્રકારના નાટકે પ્રવતી રહ્યાં છે. આ પ્રકારની દેવતાઈ રચના, કલ્પનામાં પણ ન ઉતરી શકે એવી શકેન્દ્ર સજીને આકાશમાર્ગેથી ઉતરતી, સમવસરણ સમિપમાં ઉપસ્થિત થતી બતાવી. શાસ્ત્રકારે ઉપરોક્ત વર્ણનમાં Page #151 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૪ ] પ્રભાવિક પુરુષ : જે જે વસ્તુઓ દર્શાવી છે એ સર્વને સરવાળે પણ સાથે જ દર્શાવેલો છે. એ લંબાણ અત્રે ઈષ્ટ ન ધારી છોડી દીધેલ છે, પણ એ સર્વનું તાત્પર્ય એટલું જ અવધારી શકાય છે કે એવી સમૃદ્ધિ સહિત આકાશમાં રહીને તીર્થ પતિને વંદન કર્યું કે એ જોતાં ભૂપાળ દશાર્ણભદ્ર તે આ જ બની ગયે. જાણે ચિત્રમાં આળેખેલ માનવ આકૃતિ ન હોય તેમ સ્થિર થઈ ગયો. અત્યાર સુધી પોતે જે રીતે પ્રભુવંદન કર્યું એવું કોઈએ પણ કર્યું નથી એ જાતને અહંભાવ અંતરમાં જોર-શોરથી રમી રહ્યો હતો તેનું એકાએક શમન થઈ ગયું. સૌધર્મપતિની ત્રાદ્ધિસિદ્ધિ અને નમ્ર ભક્તિએ એની આંખ આડેના પડેલો ભેદી નાંખ્યા. આવેલ ગર્વ, અગ્નિ પર જેમ ઘી ઓગળવા માંડે તેવી રીતે ગળવા લાગ્યું, ત્રાદ્ધિને મદ, દેવી શક્તિની આ સમૃદ્ધિ જોતાં જ અદશ્ય થઈ ગયા. રાજવીના મનમાં તુમુલ યુદ્ધ મચી રહ્યું. અરે! મારી મૂર્ખતા તે કેવી? શકની સંપદા આગળ જેની ગણના સાગરમાં બિન્દ સમી લેખાય, એના પર આટલું અભિમાન ! તો પછી મારી ભક્તિ કેવી ગણાય! પ્રભુ સાથેના મારા બેવડા સંબંધનું શું ? સર્વ કેઈથી ચઢિયાતું કરી દેખાડવાની મારી પ્રતિજ્ઞા પૂર્ણ તો થવી જ ઘટે. શક્રેન્દ્ર મારા ગર્વનું ઉમૂલન કરી જરૂર મારા પર ઉપકાર કર્યો છે. એ પ્રકારનો મારે મદ ખેટ હતો એટલું જ નહિં પણ અસ્થાને હતો એ પૂરવાર કરી આપ્યું છે, છતાં મારી સામે, આવી માર્મિક રીતે, આ જાતને મને પરાભવ પમાડી જાય એ સહન કેમ કરી શકાય ? સાચા ક્ષત્રિયને એ શભાસ્પદ પણ કેમ હોઈ શકે ? એક તરફ અવની પાળ દશાર્ણભદ્રના મનમાં જબરું મંથન ચાલી રહ્યું છે જ્યારે બીજી તરફ પરમાત્મા શ્રી મહાવીરદેવે અમૃતવાણમાં દેશના શરૂ કરી. કેવળજ્ઞાનરૂપી દિવ્ય આરિસા Page #152 -------------------------------------------------------------------------- ________________ દશાર્ણભદ્ર : [ ૧૩૫] વડે જેઓ ત્રણે જગતના ભૂત, ભાવી ને વર્તમાન ભાવ જાણું શકે છે તેઓ ભૂપના અને પ્રદેશમાં ચાલી રહેલ મંથન જોઈ, સ્વદેશનાનું સુકાન એવી રીતે ફેરવ્યું કે સૈ કેઈએ એને પિતપોતાની સમજ અનુસાર પિતાપૂરતું માની લીધું. છતાં એથી રાજવીના હૃદયમાં તે દઢ ને સચોટ છાપ જ પડી ગઈ. ભગવાન માલકોશ રાગમાં ઉપદેશ સુણાવે છે. તેઓશ્રીની ભાષા અર્ધમાગધી હોય છે. આમ છતાં દેવતાઓ એને પિતાની દેવી ભાષા તરીકે સમજે છે. મનુષ્ય માનવ ગિર તરિકે લેખે છે, અને તિર્યંચો પોતપોતાની બેલી તરિકે અવધારે છે અર્થાત્ એમાં એવી અતિશયતા છે કે જેથી શ્રોતાઓ પોતાની ભાષા જેટલી સુલભતા ને સરળતાથી સમજે છે તેટલી જ એ વાણીને સમજે છે. સારી ય દેશનામાંથી જાણે સારરૂપ ન હોય એમ પ્રભુશ્રીનું નિગ્ન વાક્ય દશાર્ણભદ્રને અતિશય ગમી ગયું. જ્ઞાનવાનને–સમજુને જે જે કારણે અન્યને આશ્રવ યાને કર્મબંધના નિમિત્તરૂપ હોય છે, તે તે કારણો સંવર યાને કર્મોને ત્યજી દેવાના (નિર્જરાના) સાધનરૂપ બને છે. એમ બનવામાં આત્મામાં રહેલ સમ્યગજ્ઞાન વિશેષ ઉપકારી હોય છે. તેથી જ જ્ઞાનને “સકળપદાર્થપ્રકાશક” કહી એનું બહુમાન કરવામાં આવ્યું છે. માટે જ કહેવામાં આવ્યું છે કે “લેકોલોપ્રકાશકર, જ્ઞાન એક પ્રધાન’ એક જ લગની લાગી કે ભક્તિના મિષે જે કાર્ય આદરેલું અને એમાં મદ ભરાઈ જવાથી જે વિષમિશ્રિત દૂધ જેવું દોષિત બની ગયું અર્થાત્ જેનાથી લાભને બદલે હાનિ થઈ એ હવે સુધારી કેમ શકાય? ભગવાન કહે છે કે દોષના કારણોને પણ સાચો વિદ્વાન ગુણના સાધનોમાં પરિણમાવી શકે છે, તો શા સારુ હું એ કિમિયો ન અજમાવું? પ્રભુના સાનિધ્યથી એ જાતનું સમ્યગ જ્ઞાન મને કેમ ન લાધે ? આત્માની શક્તિ જ્યારે Page #153 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૬ ] પ્રભાવિક પુરુષ : અનંત છે અને તેની સાધના સો કઈ માટે ઈજારા વગર ઊઘાડી છે તે હું કેમ એને સાક્ષાત્કાર ન કરું ? ભલે ઇંદ્ર મહારાજે મને પોતાની અદ્ધિના દર્શનવડે પરાભવ પમાડ્યો છતાં મારે એને પરાજય આપવો હોય તો કોઈ સાધન મારી પાસે છે કે કેમ? પ્રતિજ્ઞા કરી તો એનું પાલન કરી દેખાડવું એમાં જ સાચી મર્દાનગી. એ જ ખરી ક્ષત્રીવટ. વિચાર ને અંતે રાજવીને માર્ગ લા. ગાઢ અંધકારમાં એકાદ દીપક દષ્ટિગોચર થાય તેમ દશાર્ણભદ્રને સમજાયું કે બાહ્યા સંપત્તિમાં ભલે ઈન્દ્ર મહારાજ મારાથી આગળ હોય, પણ આંતરદ્ધિમાં તો હું જ મોખરે છું. માત્ર માનવજન્મ જ એવો છે કે જ્યાંથી સીધું મુક્તિગમન થઈ શકે છે. એ શક્તિ દેવભવમાં નથી તો પછી ત્યાગના સ્વાંગ સજવા કે જેથી શક મહારાજને આપોઆપ પરાભવ થઈ જાય. બસ, નિશ્ચય થયે કે તરત જ પર્ષદામાંથી બહાર નીકળી બાજુ પરના એકાંત ભાગમાં યુવરાજ તેમજ રાણુઓને તેડાવી, તેમની સાથે મંત્રણા કરી, સૂચના આપી, રા મેળવી સર્વ પરિવાર સહિત પર્ષદામાં પાછા ફરી પ્રભુ સન્મુખ હાથ જોડી ભૂપ દશાર્ણ સંયમ માટે પ્રાર્થના કરી. પ્રભુની આજ્ઞા મળતાં પંચમુછી લચપૂર્વક એ મહાન નરે ચારિત્ર ગ્રહણ કર્યું. તે જોઈ ખૂદ ઈન્દ્રને પણ કહેવું પડ્યું કે“હે મહાભાગ ! આપે આપની પ્રતિજ્ઞા પૂર્ણ કરી, કેઈને ન વાંધા હોય એવી રીતે જિનને આપે વાંદ્યા અર્થાત્ બાહ્ય અને અત્યંતર એમ ઉભય ઋદ્ધિનો પ્રકાશ કર્યો. હું સંયમ સ્વીકારી શકે તેમ નથી એટલે મારે પરાજય કબૂલ જ રહ્યો.” આમ કહીને ઈંદ્ર સ્વસ્થાને ગયા. પછી નિરતિચાર ચારિત્ર પાળી સવે કર્મને ક્ષય કરી રાજવી દશાર્ણભદ્ર પ્રાંતે મોક્ષ મેળવ્યું– અનંત ત્રાદ્ધિના સ્વામી બન્યા. Page #154 -------------------------------------------------------------------------- ________________ રાજ કરક p?— કૈર્માના કાતીલ ઘાથી વિશ્વભરમાં કયા આત્મા નથી હણાયા ? ખાર ખાર મહિના લગી શ્રી નાભિરુત ઋષભદેવને આહાર ન મળ્યા એ કાનેા પ્રતાપ ? ચરમ તીર્થપતિ શ્રી મહાવીરદેવને કણુ માં ખીલા નંખાવવામાં કર્મ સિવાય અન્ય કાઇના હાથ હતા ? એ કુરાજના પ્રપંચના પાર કે એની લીલાનેા તાગ માનવપ્રજ્ઞા પામવાને અશક્ત છે, તેથી જ નીતિકારાએ ‘મેળો ત્તિ પ્રધાનત્વમ્’ અથવા તા · કની ગતિ ગહન છે ’ એવા વાકયે આળેખી હાથ ખંખેરી નાખ્યા છે. વાચકમ ધુ, નિમ્ન કથાપ્રવાહમાં આગળ ગતિ કરતાં એ સંબંધમાં આપે!આપ ખાત્રી મેળવી શકશે. 6 “અરરર ! આ ઘેાર જંગલમાં હું એકાકી આવી પડી ! હવે મારી શી ગતિ ? વાધ-વરુ જેવા હિંસક પશુઓની જ્યાં ત્રાડા પડી રહી છે એવા બિહામણા સ્થાનમાં કયે માગે આગળ વધવું તે પણ નથી સમજાતું ? કોઇ માનવી નજરે ન ચડે, અરે! જ્યાં મનુષ્યના પગરવ સરખા પણુ ન જણાય ત્યાં પૂછવું પણ કેને? મને એવી તે શી બુદ્ધિ સૂઝી કે જેથી હુ ઉદ્યાન–વિહાર અર્થે નીકળી ? “ કર્યાં. મારા મણિરત્નજડીત ભૂમિકાવાળા જ્યાં સદૈવ સુગધીદાર ચીજોની બહુલતાથી સુવાસ અેકી રહે છે એવા–રમણીય આવાસા અને કયાં આ અરણ્ય વચ્ચે વિકરાળપણાના મૂર્ત્તિમ ત સ્વરૂપ જેવું ઘીચ વૃક્ષઝુંડ ? કયાં સુંદર કારીગરીવાળા, વેલ, ઝાડ, પાન આદિના ચિત્રાથી જેનાં કાષ્ઠા કાતરણીના સુદર ખ્યાલ આપે છે એવા સીસમના પલ ંગા અને તે ઉપર ઊજળી દૂધ સમી શ્વેત ચાદરાથી વેષ્ટિત થયેલ મશરુની તળાઇએ અને કયાં અહીંની કઠણ ભૂમિમાં ઊગેલી બરછટ વનસ્પતિરૂપ પાથરણું ? Page #155 -------------------------------------------------------------------------- ________________ [૧૩૮] પ્રભાવિક પુરુષો : મેરુ અને સરસવ, ધનિક અને રંક કિંવા અશ્વરત્ન અને ગર્દભ વચ્ચેની સરખામણી જે ઉચિત હોય તો જ ઉપર્યુક્ત સરખામણ શક્ય ગણાય. એ સર્વ પ્રસંગે સ્મૃતિપટમાં તાજા થતાં–દંપતિજીવનના પ્રણયપ્રસંગે યાદ કરતાં મારી આંખોમાંથી અશ્રુપ્રવાહ વહેવા માંડે છે. મારું હૃદય ચીરાઈ જાય છે! ધિગ દેવ! આ તે એકાએક શું કર્યું? ભૂખ્યા સામે ઘેબરને થાળ ધરી, એકાએક તેના હાથમાંથી ખુંચવી લેવામાં આવે તેમ મને રાજવૈભવ વચ્ચે ફૂલ-પાનમાં ઉછરવા દઈ, રાજવી ચેટક જેવા ક્ષત્રિયકુલાવત સ પિતાને ઘેર અચાનક ચંપાપતિના મેળાપને વેગ કરાવી, તેઓશ્રી સાથે પાણિગ્રહણરૂપ વિધિવડે દાંપત્યભાવથી જેડી, યથેચ્છ પ્રકારે સંસારી વિલાસમાં છેડે કાળ વિચરવા દઈ, એકાએક આ દારુણ લાત મારી જંગલમાં ભટકતી કરી મૂકી! અરે! એક સમયની મહારાણુને ભિખારણ કરતાં પણ અધમ દશામાં ધકેલી દીધી. ક્રૂર દેવ તને જરાપણ દયા ન આવી? આ ઈરાદે જે હતો, તે શા માટે વૈશાલીપતિના ઘરમાં જન્મ આપે? રાણીપદથી વિભૂષિત થવા જ શું કામ દીધી? જેને પ્રાસાદની એકાદી સીડી ઉતરતાં ખમા ખમા કરનાર દાસવંદ હાજર રહેતા, અરે ! જેનો પડ્યો બોલ ઉચકવા સારુ સંખ્યાબંધ સેવકે તૈયાર રહેતા, ખૂદ નરપતિને મન જેનું સ્થાન મૈરવભર્યું હતું, એવી ભાગ્યવતીને આજે કે હુંકાર ભણનાર પણ નજીકમાં નથી ! ક્ષુધાથી દેહ કરમાયા છતાં અને તૃષાથી ગળે કાકડી બાઝયા છતાં નથી તે કઈ અન્ન ધરનાર કે નથી તો કઈ પાછું આપનાર ! ઓ ભગવાન ! આ તે કેવું પરિવર્તન ! ઘડીકમાં કેવા પલટો થઈ ગયે? વેળા વેળાની છાંયડી અથવા તો સુખ પાછળ દુઃખ તે આનું જ નામ ને? Page #156 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ કર્ક : [ ૧૩૯] “શું મૃત્યુ આ કરતાં વધુ ભયંકર છે? શા માટે આવી પરિસ્થિતિમાં જીવતાં રહેવું? દુઃખમાં જન્મીને દુ:ખ ભેગવવું એ જેટલું મુશ્કેલ નથી તેથી અતિ ઘણું કપરું સુખમાં જમી, વૈભવ-વિલાસના શિખરે પહોંચી ત્યાંથી એકાએક દુઃખની ઊંડી ગર્તામાં જઈ પડવામાં છે. જ્યાં કુદરત જ ફરી બેઠી ત્યાં પછી શા સારુ વિલાપ કરતાં જીવન ગાળવું? આત્મહત્યાદ્વારા એને અંત આણો શું છે ? ત્યાં તો અંતરનાદ થયો. સહજ પ્રશ્ન થાય કે-“આત્મહત્યાદ્વારા જીવનને અકાળે અંત આણનાર તું કેણ? તું કોની તનયા? તારો ધર્મ શું હોઈ શકે ? “દુ:ખ આવે મરણની વાંછા કીધી એ (સંલેષણ) અતિચારનું વાકય અમલમાં મૂકવા સારુ નથી પણ એમ કરતાં અટકવા માટે છે. વિચાર કર. કમરાજના પ્રપંચમાં કોના ના ઊંધા નથી વળ્યા ? એથી ગભરાનાર આત્મા કેવી રીતે ઊગરી જવાનો? ચેટક ભૂપ જેવા પ્રબળ ક્ષત્રિયની પુત્રી આમ સંકટોથી ગભરાઈ, એકાદ મૂઢ અબળાની માફક પ્રાણ વિસર્જન કરવાનો વિચાર કરે? એ સાથે ગર્ભમાં રહેલ એકાદ અન્ય જીવન પણ નાશ થવા દે? જેના પિતા રાજવી છતાં જૈન ધર્મની અહિંસાના પૂજક છે અને જેમના ઘરમાં આબાલવૃદ્ધ સૌને બાળપણથી જ જૈન ધર્મના ઉમદા સંસ્કાર આપવામાં આવે છે, એવા પ્રસિદ્ધ કુટુંબની એક રમણું માત્ર કર્મ જનિત આપત્તિથી અકળાઈ, અજ્ઞાનજન્ય ચેષ્ટા આદરે એ શું ઉચિત છે? એ કાર્યથી જગતમાં જૈનધર્મની કેવી વાતો થાય? જૈનત્વના સાચા ઉપાસક માટે આવું વર્તન શોભાસ્પદ કેમ ગણી શકાય?” દુઃખનું આગમન થાય ત્યારે જ સત્ત્વશીલ મનુષ્યની કસોટી થાય છે. અગ્નિમાં પૂર્ણ પણે તપાયા પછી જ સાચા સુવર્ણની પ્રતીતિ થાય છે. સુગંધીદાર ચંદન બળતાં બળતાં જ ચેમેર સુવાસ પ્રસરાવે છે. આમ કણોની પરંપરા પ્રાપ્ત થતાં જ સત્વ Page #157 -------------------------------------------------------------------------- ________________ [૧૪] પ્રભાવિક પુરુષો : ગુણ પ્રગટ થાય છે. જ્યાં પામરના પગલાં પાછાં પડે છે, જ્યાં નિબળોના ગાત્રે ગળે છે, જ્યાં ભીરુઓ રડવા લાગે છે ત્યાં જ અને ત્યાંથી જ સત્ત્વશાળી સ્વહૃદયબળે આગળ કૂચ કરે છે. જગતમાં એના યશ ગવાય છે. ક્ષત્રીવટને આત્મહત્યા સાથે બારમો ચંદ્રમા છે, તેથી જ આમાની અમરતામાં અતૂટ શ્રદ્ધા ધરનાર જૈનધમી વ્યક્તિ એના પડછાયે પણ ચડવામાં નબળાઈ દેખે છે. જીવનધારી માટે કલ્યાણના રાહો ઓછા નથી. સમયે સમયે ભાવનાઓ પલટાય છે” એ વાકય આપ્તપુરુષનું છે ને અનુભવસિદ્ધ છે. અરણ્ય વચ્ચે ઊભેલી રમશું કે જે ઘડીપૂર્વે મરણને વધાવવા તત્પર બની હતી તે એકાએક ઊભી થઈ આગળ ચાલવા લાગી અને આવેગમાં કેટલીય ભૂમિ પરથી પસાર થઈ ગઈ. કેટલોક માર્ગ કાપ્યા પછી દૂર-દૂર દષ્ટિ ફેંકતાં તેની નજરે એક આશ્રમ પડ્યો. જો કે ક્ષુધા, તૃષા અને થાકથી સારી ય દેહલતા કરમાઈ શ્યામ બની ગઈ હતી અને પગ પણ આગળ વધતાં લથડિયાં ખાતાં હતાં, છતાં આશ્રમમાં પહોંચવાથી જરૂર કંઈ ને કંઈ આશ્વાસન મળશે એ આશારૂપી કિરણે હદયમાં એ તો વેગ ભર્યો કે દૂર દેખાતે આશ્રમ હાથવેંતમાં આવી પડ્યો. - જેમના મસ્તકના કેશ વેતતાની સ્પર્ધા કરી રહ્યા છે અને જેમણે માત્ર કષાય વસ્ત્ર ધારણ કરેલ છે એવા એક વૃદ્ધ તાપસને આશ્રમમાંથી બહાર નીકળતાં આ દુ:ખી અબળાનો ભેટો થયે. તરત જ તેમણે ચાલતા અટકી જઈ, બાઈને આશ્વાસન આપતાં પ્રશ્ન કર્યો કે –“પુત્રી! તું કઈ દુખિયારી અવસ્થામાં આવેલી છતાં કુલિન નારી જણાય છે. તારે કઈપણ જાતના સંકેચ કે ભીતિને જરાપણ ધારણ કરવાની જરૂર નથી. મને તારા પિતા Page #158 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ કરક ઝૂ : [ ૧૪૧ ] સમાન લેખીને તારા વૃત્તાંત જણાવ કે જેથી એ દુ:ખ એવુ કરવામાં મારાથી બનતા ભાગ હું આપી શકું. ,, “ પૂજય ઋષિ ! આપની મીઠી વાણીથી મને આશ્વાસન મળ્યું છે. મારું વૃત્તાન્ત જેટલું લાંબુ નથી તેટલું મારા પર અણુધાર્યું આવી પડેલું મારું દુ:ખ લાંબું છે. મારું નામ પદ્માવતી. વૈશાલીના સ્વામી ચેટકરાજની હું... પુત્રી. ચંપાના માલિક રાજવી દધિવાહનની હું રાણી. અમારા લગ્ન થયાને વધારે વર્ષા નથી વીત્યા. અમે। દંપતી તારુણ્યના પ્રણયના અમાપ લ્હાવા લેતાં દિવસે પસાર કરતા હતા. એવામાં હું ગર્ભવતી થઇ, એટલે મને જાત–જાતના દાદા ઉત્પન્ન થવા માંડ્યા. કેાઇ અપશુકનવાળી પળે સ્વામી સહ હસ્તીપીઠ પર બેસી ઉદ્યાન–વિહાર કરવાનુ મન થયુ. પ્રેમીવલ્લભ તરફથી એની પૂર્તિ તુરત થતાં અમે દંપતી જોતજોતામાં અમારા નગરથી કેટલી ય ભૂમિ આગળ વધી ગયા. હાથીની ઉતાવળી ગતિથી સંરક્ષક સૈન્ય પણ પાછળ પડી ગયું. કોઇ પણ પ્રકારે હાથી અકુશથી વશમાં ન આવે અને મહાવતના પ્રહારને અવગણીને આગળ ને આગળ દોડ્યો જ જાય. એ સંબંધમાં શું કરવું? એની મારા પતિદેવને વિમાસણ થઇ પડી. ત્યાં તેા હસ્તીએ જોરથી ઉછાળા મારી, મહાવતને જમીન પર પટકી દઇ અરણ્યના માર્ગે પાગલની માફ્ક ઢાડવા માંડ્યું. મારા સ્વામીએ ઉભયનું જીવન ભયમાં જોઇ, એક દૂર દેખાતા વૃક્ષ તરફ આંગળી કરી મને સૂચના કરી કે એ વૃક્ષ નીચે હાથી આવે કે તરત આપણે ઉભયે અકેકી શાખાને પકડી લઇ વળગી જવું. ઝાડ આવતાં પતિએ સૂચનાના અમલ કર્યો પણ હું તેમ ન કરી શકી. આમ અમારા વિયેાગ થયા. હાથીએ એ પછી તેા કેટલી ય ધરતી ઓળંગી. ભયાનક અટવી મધ્યે એક સરાવર જોતાં એ પાણી પીવા થાભ્યા. એ તર્કના લાભ લઈ સમપના વૃક્ષને વળગી પડી. રાત્રિ ત્યાં જ પસાર કરી. Page #159 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૨ ] પ્રભાવિક પુરુષો : કલાકોમાં મારા મનમાં જે મંથન થઈ રહ્યું, એ જ્ઞાની વિના કોણ જાણી શકે તેમ છે? સવાર થતાં હિંમત આણી આગળ વધતાં આપને મને પ્રથમ મેળાપ થયો છે. મારું સુધા-તૃષાનું દુઃખ ભાંગી કઈ યોગ્ય સ્થાને પહોંચાડવા મારી આપને વિનંતિ છે. તરફ લશ્કરી છાવણીના ડેરા-તંબુ ઠેકેલાં હોવાથી, દૂર સુધી નજર નાંખતાં શિબિરેની હારમાળા સિવાય ભાગ્યે જ બીજું કંઈ દેખાય છે. સૈનિકેની વાતમાં તેમજ દૈનિક ચર્ચામાં ટૂંક સમયમાં શરૂ થનારા ભયંકર અને ભીષણ સંગ્રામ સિવાય બીજું કંઈ સંભળાતું નથી. દિવસ ઊગ્યે શસ્ત્રોની વિવિધ પ્રક્રિયાઓ અને શસ્ત્રોના ભિન્નભિન્ન પ્રવેગ આરંભાય છે અને શત્રુને કેવી રીતે સત્વર પરાસ્ત કરી દેવાય તેના બોધપાઠ અપાય છે. ટૂંકમાં કહીએ તો સારું ય વાતાવરણ લડાઈમય થઈ ગયું છે. ખૂદ ધરતી પણ જાણે લેહી-તરસી ન બની ગઈ હોય એવો ભાસ થાય છે. કાગડા-ગીધ આદિ હિંસક પક્ષીગણના શબ્દોમાં પણ એ જ વાતના પડછંદા પડે છે. - જ્યાં આ જાતની પરિસ્થિતિ વતી રહી છે ત્યાં અહિંસાની દેવી સમી વેત વસ્ત્રધારિણું એક સાધ્વીમાતા, પરિશ્રમથી કલાન્ત થયેલા અને જેમની મુખમુદ્રા થાકથી કિંવા અન્ય કે પ્રકારથી વિષાદમય દષ્ટિગોચર થાય છે એવા, રાજવીની શિબિર પ્રતિ પગલાં માંડી રહ્યાં છે. તેઓ એવી નિર્ભયતાથી ચાલ્યા આવે છે કે એ જોઈ ઘડીભર આશ્ચર્ય થાય. ભલભલા ચંડ પ્રકૃતિના ખગધારી રક્ષકોને પણ તેમની સન્મુખ નજર કરતાં મસ્તક નમાવવું પડે છે. એ સ્વાંગમાં જ જાણે કે કેઈ અજબ જાદુ ન ભર્યા હોય તેમ વિના રેક-ટેકે તેઓ ભૂપાળના મુખ્ય તંબુ પાસે આવી ઊભા રહ્યા અને દ્વારપાળને સૂચના કરી કે Page #160 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ કરકંડૂ : [ ૧૪૩ ] પિતે રાજવીને મળવા માંગે છે. એ માટે શીધ્ર પ્રબંધ કરે અર્થાત્ ઉચિત અનુજ્ઞા મેળવે.” યુદ્ધના સમયમાં ચોકી કરનારા દ્વારપાળને બહુ જ સાવચેતી રાખવી પડે છે. શત્રુન્યના માણસો સાધુ-સંન્યાસી વિગેરેના કૃત્રિમ રૂપો ધારણ કરી ક્યાં તો બળમાપણી કરવાના હેતુથી કિંવા દગો રમવાની મલિન ભાવનાથી આવે છે અને એ દ્વારા જીતની બાજી હારમાં ફેરવી નાંખે છે. એટલા ખાતર છાવણમાં સંત, મહંત કે ફકીરને ગમે ત્યાં બેધડક વિચરવાની છૂટ હોવા છતાં એ સંબંધી સખ્ત ચોકસાઈ રાખવામાં આવે છે. જાતજાતના પ્રશ્નો પૂછી તેઓ ક્યા હેતુથી આવેલા છે એને નિશ્ચય કરાય છે. આમ છતાં આ સાધ્વીમાતાને એવી કઈપણ પ્રકારની આકરી કસોટીમાંથી પસાર થવાની જરૂર ન પડી, એ તેમની મુખમુદ્રા પર રમી રહેલી શાંતિને પ્રભાવ હતો કિંવા તેમણે પરિધાન કરેલા અહિંસા-પ્રચારના સાધનસમાવેશને પ્રભાવ હતો એ કહેવું મુશ્કેલ છે; છતાં એટલું કહેવું બસ છે કે તેઓને રાજવી કરકંડ સમક્ષ માનપૂર્વક લઈ જવામાં આવ્યા અને યોગ્ય આસન પર બહુમાનપૂર્વક બેસાડવામાં આવ્યા. રાજન તરફથી વિનયપૂર્વક પ્રથમ આ પ્રમાણે પ્રશ્ન કરવામાં આવ્યા કે – પવિત્ર ધર્મધારિણી માતા ! આપના કદમ આ તરફ શા કારણે થયા છે? આપ સારી રીતે જાણે છે કે જે ધર્મને આપ ઉપદેશ આપે છે અને જે જાતની શાંતિ સ્થાપવામાં આપ અહોરાત્ર મશગૂલ રહે છે એનાથી ઊલટું કરવું અને એમાં માનવતાને પણ ભૂલી જવી એ અત્યારે અમારું કાર્ય છે. મારફાડ ને શેકીને જ્યાં વેપાર ચાલે છે, અહિંસા કઈ ચીડીચાનું નામ છે એ પણ જાણવાની જ્યાં દરકાર નથી, સદાકાળ Page #161 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૪] પ્રભાવિક પુરુષ : હૃદય મરવું કે મારવું એવા ચિંતનમાં પડેલું હોય છે અને જ્યાં રક્તપાતથી ઉદવેગ આવવાને બદલે રાચવાપણું પ્રવર્તે છે ત્યાં તમારા સરખી દયાની દેવી અણધાર્યા પગ મૂકે એ આશ્ચર્ય પૂર્ણ તે છે જ; પણ મારા અનુભવમાં તે આ પહેલા જ પ્રસંગ છે.” રાજન ! વાત સાચી છે. સંસારના સંબંધને ઠાકરે મારી, કેવલ આત્મકલ્યાણ અર્થે નીકળી પડનારા અને માત્ર પરમાર્થના કાર્યોમાં સ્વવાણીને ઉપગ કરનારા નિર્ચને માટે આ સ્થાનમાં પગ મૂક સંભવતો નથી પરંતુ કેઈ એવા કારણે ઉપસ્થિત થાય છે કે જેથી તેઓના હદય આ તરફ સહજ ખેંચાય છે.” મારા ભાગ્યે આપ સરખા શાંતિના ફિરસ્તાના દર્શન થયા. આપ સૂચના કરે કે આસેવકદ્વારા ક્યા કાર્યની આપને અપેક્ષા છે?” “કરકંડૂમારી એક જ સૂચના છે કે તું આ જાતના યુદ્ધથી વિરામ પામ. એમાં અધર્મ છે, જીવને સંહાર છે અને એ ઉપરાંત વિનયધર્મનું ઉલ્લંઘન પણ છે, જે તારા સરખા સુ-સંતાનને કદાપિ શોભતું નથી.” સાધ્વીમાતા ! આપ બીજું જે કંઈ કહે તે કરવા હું તૈયાર છું પણ રાજધર્મના પાલન અર્થે જે વસ્તુ આવશ્યક છે તે વાત ત્યજી દેવા હું તૈયાર નથી. આપ એમાં અધર્મ દર્શાવે છો એ આપની દષ્ટિએ ભલે વ્યાજબી હોય, પણ જ્યાં એથી પણ અતિ ઘણે અધર્મ વતી રહ્યો છે એવી આ ધરતી પર મેં મારા બાહના સામર્થ્યવડે સત્ય અને નીતિ પાથરવાનો નિરધાર કર્યો છે. આ સંગ્રામ ખેલવાની મારી ઈચ્છા નહોતી પણ એ માર્ગે ચંપાપતિએ મને ફરજીયાત દેર્યો છે.” પવિત્ર માતા ! આપને એ સંબંધની ખબર નહિં હોય પણ મારે જણાવવું જોઈએ કે આ ધરતી પર ધર્મ અને સમાન Page #162 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ કરકંડૂ : [૧૪] જના નામે પણ ઘણું ધતીંગ ચાલી રહ્યાં છે. એમાં સત્ય, નીતિ કે પ્રમાણિકતા જેવા અણમૂલા ગુણાનું ખૂન થઈ રહ્યું છે; છતાં એ ખૂન કરનારાઓ પોતાની જાતને પવિત્ર માને છે ! મારી જ વાત કહું છું. ચંડાળને ત્યાં જ એટલે અસ્પૃશ્ય ગણાય. કુદરતની કૃપાથી મને રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થઈ છતાં મારા તરફ ઊંચ તરીકેનું ગૌરવ લેતાં દ્વિજ-સમુદાયને વિરોધ ચાલુ જ રહ્યો છે. એક જ દલીલ કરવામાં આવે છે કે અસ્પૃશ્ય જાતિમાં જન્મેલે હું રાજા થઈ જ ન શકું. પવિત્રતાનું સંપૂર્ણ સ્વરૂપ બ્રહ્માએ માત્ર બ્રાહ્મણને જ સોંપ્યું છે, પણ મેં મારા ભુજબળવડે એ ભૂદેને ગર્વ તોડ્યો અને “વીમોથા વસુધા' ની ઉક્તિનું રહસ્ય સમજાવ્યું. મારા જેવા સંખ્યાબંધ માનવીઓ કે જેઓ માત્ર જન્મથી જ નીચ ગણાતા હતા અને સમાજથી હડધૂત થઈ રહ્યા હતા તેઓનો ઉદ્ધાર કરી “પવિત્ર આચરણ કરનારા પવિત્ર ગણાય અને અધમ આચરણ કરનારા નીચ ગણાય એ પાઠ મેં પઢા અર્થાત્ ઊંચનીચના ભેદો જન્મઆશ્રિત નહિં પણ કઆશ્રિત છે એ વાત સાબિત કરી બતાવી. આ યુદ્ધને આરંભ પણ મેં એક બ્રિજને વચન આપેલું કે “તું માગે તે ગામ આપવું” તેના પાલન અર્થે કરવો પડ્યો છે. ચંપાપતિ દધિવાહન કે જે મારા કરતાં ઊંચ ગેત્રના આ દુનિયામાં મનાય છે એમને મેં રૂક્કો પાઠવી નમ્રતાપૂર્વક જણાવ્યું કે “તમારું એક ગામ આ રૂકકો લાવનાર દ્વિજને બક્ષીસ આપો અને એના બદલામાં તમે માંગે તે મારું ગામ હું તમને આપું.” વચન પાળવાને ધર્મ કે જેને હું મારા જીવન એટલે જ કિંમતી ગણું છું તે આ જાતની ગોઠવણ વિના બજાવી શકાય તે નથી.” આના જવાબમાં એ રાજવી જણાવે છે કે તારા જેવા શુદ્રને હું રાજા તરીકે સ્વીકારતો જ નથી, ત્યાં એ રૂક્કામાં જણાવેલી ૧ ૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ [૧૪] પ્રભાવિક પુરુષો : વાતને અમલ તો કયાંથી જ કરું? આ પ્રકારનો રૂક્કો પાઠવવામાં તે મારું જે અપમાન કર્યું છે તે માટે યુદ્ધ કરવા તૈયાર થઈ જા.” “પવિત્ર આર્યા! મને કહેશો કે મેં શું ખોટું કર્યું છે કે જેનો જવાબ મને ઉપર પ્રમાણે અસભ્યતામાં આપવામાં આવ્યા? પ્રતિજ્ઞા પાળવા સારુ હેમાંગી વસ્તુ આપીને એક ચીજ લેવી એ શું અધમ છે? છતાં એથી ઊલટું વિનાકારણ, જેના પર ભાગ્યદેવીની કૃપા ઊતરી છે તેને તિરસ્કારના શબ્દ સંભળાવવા એ શું વ્યાજબી છે? ધર્મનું સ્વરૂપ સમજનાર અને એનું પાલન કરવાને દાવો કરનાર પાસેથી આ જાતને વર્તાવ! આ બધાથી મને ધર્મના બાહ્ય દેખાવ પર અભાવ જામ્યો છે, સમાજના ખેટા બંધારણે પર દ્વેષ ઉત્પન્ન થયો છે અને તેથી જ આ યુદ્ધ કેઈપણ હિસાબે મેં લડી લેવાને નિરધાર કર્યો છે. જગતને હું બતાવવા માગું છું કે જેની ભુજાઓમાં વીરતા રમી રહી છે એ જ સાચે વીર છે અને બેલેલા વચનના પાલન માટે જે પ્રાણની પણ કુરબાની કરી શકે છે એ જ સાચો ધર્માત્મા છે.” રાજવી કરકંડૂ! તારી વાત ન્યાય-તુલાએ તોલતાં સત્ય ઠરે તેવી છે, એમાં કિંચિત્ સંશય જેવું નથી; છતાં મારું હૃદય પોકારે છે કે તારે હજારો અને વિનાશ કરનારા આ ભયંકર યુદ્ધથી હાથ ઉઠાવવા. મેં પ્રથમ જણાવ્યું છે કે અમારી જેવા ત્યાગીઓનું વિનાકારણ આ તરફ આગમન થતું નથી. રાજન! તું ચંડાળપુત્ર નથી. આજે જે જાતને વતાવ કહેવાતા ઉચ્ચવર્ગ તરફથી અસ્પૃશ્ય તરીકે ઓળખાતા જનસમૂહ પ્રત્યે થઈ રહ્યો છે એ અનુચિત છે એટલું જ નહિ પણ એને જૈનધર્મ જેવા આત્મકલ્યાણકર અને પ્રત્યેક આત્મામાં અનંતશક્તિ સ્વીકારનાર ધર્મના ટેકે ન જ હોઈ શકે. એ સંબંધમાં તારા પ્રયાસો પ્રશંસનીય હોવા છતાં મારે કહેવું Page #164 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ કરકંડ : [૧૪૭] ઘટે છે કે તું પિોતે ભલે ચંડાલને ત્યાં ઊછર્યો છતાં જન્મથી ચંડાળપુત્ર નથી જ, તારી જન્મદાત્રી હું છું અને એ લોહીના સંબંધથી જ-અંતરના ઊંડાણમાં રહેલા પુત્રસ્નેહથી જ-અહીં ખેંચાઈ આવી છું. સુપુત્રને ધર્મ માતા-પિતાનું બહુમાન સાચવવાને છે. જેનધર્મમાં વિનયને મુખ્ય સ્થાન અપાયેલું છે અને ખૂદ પરમાત્મા મહાવીર દેવે સ્વમાતાની ઈચ્છાનું પાલન કરી એનું ૌરવ દેખાડી આપ્યું છે. તારાથી પણ એ વિનયધર્મનું ઉલ્લંઘન ન થાય એટલા સારુ હું વિકટ માર્ગમાં વિચરી, વિવિધ પરિષહ સહન કરી એનું ભાન કરાવવા આવી છું. હું જાણી લે કે ચંપાપતિ દધિવાહન એ તારા શત્રુ નથી પણ તારા પિતા છે.” “સાધ્વીમાતા ! આપ આ શું કહી રહ્યા છો? આ વાતના અંકડા મળે જ કેવી રીતે ?” “રાજન ! તારે વાતના એકેડા મેળવવાના અભિલાષ છે તો પછી એ જીવન કે જેને ઉકેલવાની મારી લેશમાત્ર ઈચ્છા નથી અને જેના પર મેં પડદો પાડેલ છે તેને પુનઃ એક વાર વર્ણવી બતાવવાની મને ફરજ પડે છે એટલે ન છૂટકે ટૂંકમાં જણાવું છું. ચંપાપતિ સહ કેટલાક વર્ષો વૈભવવિલાસમાં વીતી ગયા. પછી એકદા હું સગર્ભા બની. મને જાતજાતના દેહળા ઉપજવા લાગ્યા. એક અભાગી પળે મને ઉદ્યાનવિહાર કરવાનું મન થયું. તરત જ નેહી પતિ તરફથી એ માટેની યંગ્ય તૈયારી થઈ ચૂકી. અમે દંપતી હસ્તીપીઠ પર આરૂઢ થઈ, થોડા સંરક્ષક સૈનિકે સાથે ચંપાપુરીના ધેરીમાગે થઈ આગળ વધ્યા. હસ્તીની ગતિ પગલે પગલે વૃદ્ધિગત થવા માંડી અને નગરીનો મુખ્ય દરવાજે મૂક્યા પછી તે એ એટલે શીધ્ર ગતિએ દોડવા લાગે કે જાણે અમે આકાશમાગે ઊડી રહ્યા હોઈએ એમ લાગ્યું. અંગરક્ષક સૈન્ય પાછળ પડ્યું, ઉદ્યાન પણ બાજુ પર રહી ગયું અને મહાવતે Page #165 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૮ ] પ્રભાવિક પુરુષ : હાથીને અંકુશમાં આણવા કરેલા પ્રયાસ નિષ્ફળ ગયા. ગજરાજ તા કેાઇ વિલક્ષણ ગતિએ દોડવા લાગ્યા. કેટલીય ધરતી આ રીતે અમાએ પાછળ મૂકી અને જો અલ્પ કાળમાં હાથી પર કાબૂ ન રહે તે અન્ય રાજ્યના સીમાડામાં પહોંચવાના ભય ખડા થયા. ભૂપાળે મહાવતને હાથીને અંકુશમાં આણુવા સખત તાકીદ કરી, પણ એનું પરિણામ તે તદ્ન વિપરીત આવ્યું. ગજરાજે જોરથી કૂદકા મારી મહાવતને એક બાજુ ઝાડીમાં ફેંકી દીધા અને જાણે અમેાને કોઇ નિશ્ચિત સ્થળે ઇરાદાપૂર્વક ઘસડી જવા માગતા હાય તેમ દોડવાનું ચાલુ જ રાખ્યું, હવે શું થાય ? આનંદવિહાર માજુએ રહ્યો અને જીવનસંરક્ષણના પ્રશ્ન ઉપસ્થિત થયા. કાઈપણ ઉપાયે એની પીઠ પરથી ઊતરવું રહ્યું, પણ તે અને કેવી રીતે ? એ કંઇ જેવાતેવા પ્રશ્ન નહાતા. આખરે ચ ંપાપતિને એક ઉપાય સૂઝયો. હાથી જે માગે જઇ રહ્યો હતા તે તરફ્ થાડે દૂર વડની વડવાઇઓ લટકતી નજરે પડી. અમે ઉભય એની હેઠળ આવતાં જો એ પકડી લઇએ ને હાથીને એકલે પસાર થવા દઇએ તા પછી સર્વ કંઈ ઠીક થઇ રહે. જેમ ડૂબતા આદમી તરણું પણુ પકડવા જાય તેમ અમે ઉભયે એ ઉપાય અજમાવવાના નિશ્ચય કર્યો. વિચાર કરવાને ઝાઝે સમય પણ નહાતા. વૃક્ષ નીચે આવ્યા. ભૂપે તે ઊછળીને વડવાઇ પકડી પણ હું તેમ ન કરી શકી. * અસ પળ વીતી ગઇ ! મનની મનમાં રહી ગઈ. રહ્યાસહ્યા આશ્રય સમા વહાલા પતિને પણ આમ વિરહ થયેા. હાથી તે નિમિત્ત માત્ર હતા, પણ એ પાછળ કાઇ અદૃશ્ય દેવ આ બધી રમત રમી રહ્યું હાય એમ મને સ્પષ્ટ લાગ્યું. ઉપર આભ અને નીચે ધરતી. સ્વપ્નામાં જેમ એક પછી એક બનાવા ખડા થાય ને નષ્ટ થાય તેમ જાતજાતની અટવીએ અને ગીચ ઝાડીએ ઓળંગી ગજરાજ શીઘ્ર ગતિએ દોડ્યે જ જતા હતા. આ Page #166 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ કરક ઃ [ ૧૪૯ ] એકાકી દશામાં મારે જે સમય વીત્યા એ જીવનભર ભૂલાય તેમ નથી. ખરેખર જગત શું ચીજ છે અને દુ:ખ કેવા પદાર્થ છે એના ત્યારે જ મને સાચા ખ્યાલ આણ્યે. * 6 પિતાશ્રી ચેટકરાજને ત્યાં કે પતિદેવ દધિવાહનના મહાલયમાં મે કોઈ જાતની તકલીક ત ગાશ વેઠેલી નહિ, તેને આ જાતની પીડા કીડી પર કટક ’ જેવી થઇ પડી. જેની આજ્ઞા અજાવવા દાસ–દાસીએ સદૈવ હાજર રહેતા, જયાં ભાગવિલાસના સાધનેાની કમીના ન હતી અને જેને રચ માત્ર પરિશ્રમ જવલ્લે જ કરવા પડતા, અરે ! પ્રાસાદ બહાર જે વાહન વિના પગ પણ ન મૂકતી તે આજે એકાએક ભયંકર અટવીમાં એકલી, અલી, નિરાધાર દશામાં, હસ્તિસ્ક ધ પર જીવન-મરણ વચ્ચે ભૂખી તરસી ઝાલા ખાતી હોય ! એ ચિત્રનું સ્વપ્નું આણુવું એ પણ ઉદ્વેગજનક છે તે! આ તેા પ્રત્યક્ષ બનાવ હતા. દુ:ખીનાં દર્દના ખ્યાલ આવ્યા. પીડિતાના આ નાદ પાછળના સ્વર કેટલા સાચા હાય છે એનું ભાન થયું. ‘માનવીએ મેટાઈ કે શ્રીમતાઇ પ્રાપ્ત થતાં અભિમાની ન બની જવુ જોઇએ' એ આપ્તવચનના ભાવ સમજાયા; પણ આ અધા તર`ગે। અત્યારે તે પ્રયાજન વગરના હતા. જે સ્થિતિ મદલાઇ ગઇ તેના શેક નકામેા હતેા. ચાલુ સચેાગને આધીન બની, હિ ંમત ધરી કઇ માર્ગ એવા શેાધવાના હતા કે જેથી આ મત્ત હાથીના જલ્દી ત્યાગ કરી શકાય. આખરે તેા ભલે હું અમળા હતી છતાં સત્ત્વશાળી ક્ષત્રિયની તનયા હતી ને ? નબળાઇઓને ખ ંખેરી નાંખી, મન મજબૂત બનાવ્યું. ગતકાળની સતીઓના જીવન સ્મૃતિપટમાં તાજા કરી આવેલ સંકટમાંથી બચવાના રાહ શેાધવા નિશ્ચય કર્યો. નિશાના શ્યામ અંધારા એસરી ચૂકયા હતા. ક્ષિતિજ પર સહસ્રરશ્મિની રક્તવણી પ્રભા પ્રસરવા માંડી હતી. કરાલ ગા Page #167 -------------------------------------------------------------------------- ________________ [૧૫૦ ] પ્રભાવિક પુરુષો : રવથી ભયંકર ભાસતી અટવી, પક્ષીઓના મધુર કિલકલાટેથી ગાજી રહી હતી. ભીતિના ઓળા અદ્રશ્ય થઈ ચૂક્યા હતા અને એ સ્થાને કાનનઉચિત કુદરતી ઉત્સાહપ્રેરક વાતાવરણ ખડું થવા માંડ્યું હતું. ડે દૂર એકાદ સુંદર સરોવર દેખાતાં જ મારા ગજરાજે એની ગતિ ધીમી બનાવી. મને પણ લાગ્યું કે એ પાણી પીવા ત્યાં થોભે તો તે દરમિયાન મારે એને સાથ જરૂર છોડી દે એ ઠીક છે. ખરેખર માનવ દૃઢ મન રાખી જે નિશ્ચય કરે છે તે જરૂર ફળવંત થાય છે જ. એની સામે કપરામાં કપરું વિઘ પણ ટકી શકતું નથી તેથી જ “મનુષ્ય ધારે અને પ્રભુ પાર ઊતારે અથવા તો “God helps them, who help themselves.” જેવી ઉક્તિઓ પ્રચલિત બની છે. ધારણું સાચી પડી. લીલાપૂર્વક ગજરાજે પાણી પીવા માંડ્યું અને સમય પૂર્વે જે જાતની ગાંડાઈનું પ્રદર્શન કરાવેલું તે તદ્દન નષ્ટ થઈ ગયું. સમી પવતી વૃક્ષને આશ્રય લઈ, ધીમેથી હું ઊતરી પડી. આમ એક આફતમાંથી તો સ્વતંત્ર બની પણ, જ્યાં ચોતરફની આગ ભડકી રહી હોય ત્યાં એકાદ દિશાની મુક્તિને શું અર્થ ? દિવસના વધવા સાથે ઉષ્ણતાનું જોર વધવા, લાગ્યું હતું. શ્રુધાને સંતોષવાના ઉપાય પણ શોધવાનો હતો. વળી ગીચ જંગલમાંથી કઈ વસ્તીવાળા પ્રદેશમાં પહોંચવાનું હતું. પગ માટે એ પ્રશ્ન તદ્દન નો હતો, પણ સંગો જ મનુષ્યને મજબૂત બનાવે છે, તેમ મેં પણ એ બધી વિપત્તિઓ વચ્ચેથી માર્ગ કાઢવાને આરંભ કર્યો. સાચે જ “નિમિત્તવાસી આત્મા” એ સૂત્ર ટંકશાળી છે “ A man is the creature of circumstances” એ વાત ખોટી નથી જ. મેં એક દિશા પકડી ચાલ્યા જ કર્યું. થાકતી ત્યારે થોડીક Page #168 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ કરકં : [૧૫૧] વિશ્રાંતિ વૃક્ષની છાયામાં બેસીને લઈ લેતી. વૃક્ષના ફળથી અને સરોવરના કે ઝરણનાં વહેતા જળથી ભૂખ-તરસ છીપાવતી હું આગળ વધી. દિવસને અંત આવે તે પૂર્વે આશાનું એક કિરણ દેખાયું. દૂર એકાદ આશ્રમ જેવું જણાતાં જ મારા ચરણ મેં એ તરફ વાળ્યા. સંધ્યાની શીળી છાયા પથરાવાને થોડી વાર હતી, છતાં તે પૂર્વે મારે ત્યાં પહોંચી જવું જોઈએ, એવો નિરધાર કરી, થાક ને પરસેવાથી ગાત્ર ઢીલા પડ્યા હતા છતાં, મેં ગતિ વધારી. આશાતંતુ પર નાચતી હું એ સર્વ પરિશ્રમ કેવી રીતે સહન કરી ગઈ તે આજે યાદ કરું છું ત્યારે પણ સમાજમાં આવતું નથી. એક જ જવાબ જડે છે અને તે એ જ કે–એક મરણ જેમ સોને ભારે પડે તેમ એક કૃતનિશ્ચયી આત્મા સર્વ કંઈ કરી શકે છે. એની હામ સામે દુઃખો કે કષ્ટોન રાશિ, અગ્નિ સન્મુખ જેમ વૃત પીગળી જાય તેમ, ઓગળી જાય છે” ર્થ ધામ વા હું તયામિ ” એ સૂત્રમાં એવું અમાપ બળ રહેલું છે. આશ્રમ સમિપ પહોંચતાં જ સામેથી બહાર નીકળતાં કષાયવસ્ત્રધારી કુળપતિના દર્શન થયા. હું કઈ કહું તે પૂર્વે મારી સ્થિતિ સમજી જઈ, બે હાથ ઊંચા કરી તેમણે મને શાંત્વન આપ્યું, એટલું જ નહિ પણ પિતાના શિષ્યને હાક મારી મારું ભૂખ-તરસનું કષ્ટ નિવારણ કરવાની તેમ જ સંધ્યાપૂર્વે નજીકના શહેરને માર્ગ બતાવવાની આજ્ઞા ફરમાવી બહાર નીકળી ગયા. આમ આશ્રમમાં થોડા સમયની શાંતિ મેળવી અને થાક પણ ઊતાર્યો. આહારપાણીના ચાગે શરીરમાં ઉત્તેજના પણ પ્રગટી, પરંતુ હજુ શહેરમાં પહોંચવાનો અને ત્યાં સલામતીભર્યો આશ્રય શોધવાનો પ્રશ્ન નજર સામે ડેકિયાં કરતો હોવાથી કુળપતિના એક શિષ્ય સાથે હું આશ્રમ છોડી આગળ વધી. મનમાં પરોપકારપૂર્ણ સંન્યસ્ત જીવન જીવનાર આ તાપસને ધન્યવાદ દેવા લાગી. થોડું ચાલ્યા બાદ નગરની ભાગોળે અમે આવી પહોંચ્યા એટલે “બહેન! Page #169 -------------------------------------------------------------------------- ________________ [૧૫] પ્રભાવિક પુરુષ : આ દત્તપુર નામનું પ્રસિદ્ધ નગર છે, ત્યાં જઈ તમે કઈ પણ આશ્રયસ્થાન શેાધી લેશે.” એમ કહી સંન્યાસી પાછો ફર્યો. અજાણ્યું નગર, અજ્ઞાત રાજવી ! નારી જાતના સૌન્દર્ય પ્રતિ કામલોલુપ દષ્ટિએ જેનાર પુરુષવર્ગને સંભવ અને મારા સરખી જનવ્યવહારથી તદ્દન અનભિજ્ઞ સગર્ભા રમણી ! આ પ્રકારની વિચિત્રતાઓમાં “ક્યાં જવું અને શું કરવું? ” એ કંઈ જેવી તેવી મુશ્કેલી નહતી. કદાચ “ઓલામાંથી નીકળી ચૂલામાં પડવા જેવું થાય તો ? શિયલ સંરક્ષણનો સવાલ પણ ગંભીર ગણાય.” એટલે કેટલીક મનસ્વી બાંધછોડના અંતે હું પૂછતી પૂછતી સાધ્વીજીના ઉપાશ્રયે પહોંચી. રાત્રિના સમયે એક ભાગમાં નિદ્રાનું સેવન કરવા અર્થે કઈ પણ જાતની પૂર્વ ઓળખાણ વિના માત્ર સ્વધમીબંધુત્વના સંબંધથી મેં આશ્રય મેળવ્યું. પુત્ર ત્યાંના નિવૃત્તિજનક વાતાવરણે, કેઈ પણ જાતની આધિ, વ્યાધિ કે ઉપાધિવિહુણા એ સાધ્વીમૈયાઓના આત્મચિંતનમાં રતપણાએ:મારા મનનું સુકાન ફેરવ્યું. મને દુ:ખગર્ભિત વૈરાગ્ય ઉપયે. જે સુખ માણ્યું હતું એ હવે રવમમાં પુન: જોવાનો સંભવ ન હતો અને હોત તો પણ એ સંસારત્યક્ત સાધ્વીઓના જીવનમાં જે નિરવ ને ગાઢ શાંતિ નિરખી તે કરતાં વધુ આનંદજનક ન જ નીવડી શકત, એવી મારી દઢ માન્યતા થતાં, નીતિકાએ વૈરાગ્ય કે સંયમને જ એક માત્ર ભય વગરને માર્ગ કહ્યો છે, એ વાતની પ્રતીતિ નેત્ર સામે નિહાળી. બીજી સવારે એ પૂનિત પંથે વિચરવાને નિરધાર કરી હું અમાપ શાંતિથી નિદ્રાનું આસેવન કરવા લાગી. એક વાત હું જાણતી હતી કે– જેનદર્શનમાં અમુક અયોગ્યતાવાળી સ્ત્રીને સંયમમાર્ગની દીક્ષા અપાતી નથી. એમાં નાના બાળકવાળી ને ગર્ભિણુને સમાવેશ પણ થાય છે. આમ છતાં મેં ઇરાદાપૂર્વક મારી અવ Page #170 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ કરક યૂ : [ ૧૫૩ ] સ્થા છુપાવી. ક વશાત્ એવી બુદ્ધિ જ મને સૂઝી કે જેથી મેં એ વાતના સ્ફાટ સંયમ સ્વીકારતા પૂર્વે ન જ કર્યાં. એથી જે વિકટ પરિસ્થિતિ ભવિષ્યમાં ઉત્પન્ન થઇ તે કહેવાને હું આગળ વધું તે પૂર્વે મારે એટલું તેા કબૂલ કરવું જ જોઇએ કે મારી એ ઉતાવળ ને ભૂલનું પરિણામ જો ચાગ્ય સહાય ન મળી. હેાત તે અતિ ભયંકર આવત. માત્ર મારી બદનામીને પ્રશ્ન જ નહેાતા, પણ એમાં જૈનદર્શન પર કાળી ટીલીનેા પણ સવાલ હતા. * 6 વગર વિચાર્યું જે કરે, પાછળથી પસ્તાય ’ એ લેાકવાયકા પ્રમાણે મારે પણ પશ્ચાત્તાપના પાવકમાં ભારાભાર મળવુ પડ્યુ. ગર્ભાની વાતના સંબંધમાં જરા પણ ઇસારા કર્યા વગર પ્રવ્રજ્યા સ્વીકારી તે! લીધી પણ દિવસેાના વહેવા સાથે શારીરિક ચિહ્નોથી સાધ્વીગણમાં મારી સ્થિતિ ગુપ્ત ન રહી શકી. નાના બાળકવાળી કે ગિર્ભણી નારીને દીક્ષા નથી આપી શકાતી એવું શાસ્ત્રકારાનુ ફરમાન છે છતાં મારી દશા તરફ જોનાર સહજ કહી શકે કે હું સગર્ભા છું; તેા પછી મેં પવિત્ર જીવન જીવવાના શપથ લીયા ખાદ એ જીવનને કલક પહેોંચાડે તેવું આચરણ કર્યુ છે ? આવી શંકા સહજ ઉદ્ભવે. વળી મારા એકના દોષે સારા ય સાધ્વીંગણુ નિંદાય, તેમ જ વીતરાગદેવને પવિત્ર પથ વગેાવાય, પણ એટલા મારા સદ્ભાગ્ય કે આવી વિષમ સ્થિતિ ઉપસ્થિત થાય અને જનતા ભીતરના ભેદ જાણે તે પૂર્વે જ મારી દક્ષ ગુરુણીની નજરમાં હું આવી ગઇ. એકાંતમાં જ્યારે મેં સ વ્યતિકર ખુલ્લા હૃદયે કહી સંભળાવ્યેા ત્યારે તેમને મારા વચનમાં વિશ્વાસ આવ્યે, એટલુ જ નહિં પણુ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે’ અને ‘ કર્મના પ્રપ ંચામાંથી ભલભલા વિદ્વાના પણ નથી ખચી શક્યા. ' એ સૂત્રાનુ અવલ`ખન ગ્રહી, વિશ્વાસુ શ્રાવિકા મારફ્તે એવી તેા ગુપ્ત રીતે કામ લીધું કે મેં પૂરા દિવસે એક પુત્રને જન્મ આપ્યા તરત જ તેને રત્નક બલમાં 6 " Page #171 -------------------------------------------------------------------------- ________________ [૧૫] પ્રભાવિક પુરુષો : લપેટી હું શ્મશાનભૂમિમાં તેના પિતાના નામની એક મુદ્રિકા સહિત મૂકી આવી અને તેને એકાકી જોઈ ચંડાલ સ્વગૃહે લઈ ગમે તે ગુપ્ત રીતે નીરખી લીધા પછી હું ત્યાંથી પાછી ફરી ત્યાં સુધીને સર્વ વ્યતિકર અમારા બે જણ સિવાય આજે પણ જગતની આંખથી અંધારામાં છે. જો કે એમ કરવામાં મેં જે ચારિત્રધર્મ સ્વીકાર્યો હતો તેને કેટલાક અંશે ક્ષતિ પહોંચી અને મારી સામે અતિચારની હારમાળા રચાઈ; છતાં નથી તે જૈનશાસનને કાળી ટીલી લાગી કે નથી તો એ અલ્પવયસ્ક અભકનું અકલ્યાણ થયું. અતિચારનું સેવન કરીને પણ માતૃત્વનું પાલન કર્યું છે. એ બાળક તે મારી સામે રહેલ રાજવી તે પોતે જ છે. મારા આટલા વર્ણન પછી એમાં શંકાને સ્થાન રહેતું નથી, છતાં વધુ સાબિતીની આકાંક્ષા હોય તો તારા દક્ષિણ હાથની અંગુલી પર જે મુદ્રિકા ઝગમગે છે એ તરફ નજર કર. એમાંનાં અક્ષર વાંચતાં આપોઆપ જણાઈ આવશે કે જેની સામે તું યુદ્ધ ખેડી રહેલ છે તે તારા પિતા અને એક સમયના મારા સ્વામી-નૃપતિ દધિવાહનનું તેમાં નામ છે.” હે જનની ! સ્વમુખે કથન કરેલ વૃત્તાંત અને આ મુદ્રિકાને પ્રત્યક્ષ પુરાવો મારા જીવન પર ન જ પ્રકાશ પાડે છે અને એથી મને ઘણું જ હર્ષ થાય છે, છતાં મારે દુ:ખપૂર્વક કહેવું પડે છે કે આપની એક નાની શી ભૂલથી–આગળ વધીને કહું તે સંતાન પ્રત્યેની બેદરકારીથી મારે કેવી કેવી અડચણાનો સામનો કરવો પડ્યો છે અને ઉચ્ચ કુળમાં જન્મવા છતાં કેવી અપકીર્તિ ને અવહેલના વેઠવી પડી છે તે આપ નથી જાણતા. આજે પણ મારી ઓળખાણ ચંડાળપુત્ર તરિકે જનતાના ચોપડે આળેખાયેલી છે. મારું “અવકણિક” નામ તો આંગળીના ટેરવે ગણાય તેટલા માનવીઓ જાણતા હશે. બાકી ખાજને લઈ ખણવાની આદતથી પડેલું મારું નામ “કરકંડૂ”એ સુપ્રસિદ્ધ છે; Page #172 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ કરકંડૂ ઃ [ ૧૫૫] છતાં હું રાજપુત્ર છું એ તે હું પણ આજે જ જાણું છું. જે આટલી જાણ પ્રથમથી જ હોત તો સાધુયુમે જે કાષ્ઠદંડને રાજ્ય દેનાર તરિકે વર્ણવ્યા અને મેં જે દ્વિજપુત્રના હસ્તમાંથી ઝુંટવી લીધો ત્યારે દત્તપુરના મહાજન સમક્ષ મારા ચંડાળ પિતાને ખોળા પાથરવા પડ્યા તે સમયે જ તેમ ન કરતાં જણાવી દીધું હેત કે–વીરભેગ્યા વસુંધરા” એ ઉક્તિ અનુસાર હું રાજબીજ છું ને કારણવશાત્ ચંડાળગૃહે ઊછરી રહ્યો છું, છતાં એ દંડ ભિક્ષાત્ર પર જીવન નિર્ભર કરનાર બ્રાહ્મણપુત્રને હસ્તમાં ન રહી શકે, એને ધરનાર તો મારા જેવા ક્ષત્રિયકુલેત્પન્ન અને માગવા કરતાં મરવું પસંદ કરનાર રાજપુત્ર જ હોઈ શકે. એની જ એમાં માલિકી હોય! સિંહણના દૂધ માટે માટીનું વાસણ નથી ચાલી શકતું, તેને તે સુવર્ણ પાત્રની જરૂર પડે છે, કેમકે તેમાં વસ્તુને જીરવવાની શક્તિનો પ્રશ્ન પ્રથમ વિચાર પડે છે. પણ સાધ્વીમૈયા! તમારી ગુપ્તતાએ મારા ચંડાળપણને આગળ આપ્યું. મહાજને ચંડાળ એટલે હલકટ-નીચ-પાપી–બૂરા કામ કરનાર અને ત્યાં રાજ્યદાયક દંડ સંભવી જ ન શકે. એ ચૂકાદો આપે. ચંડાળકુળમાં જન્મ્યા છતાં ઉત્તમ રીતે જીવન જીવી શકાય છે, અગર તો સારા સંસ્કારથી અધર્મના કાંઠે અવતરેલ માનવી ધમ પણ થઈ શકે છે એ અપવાદ સરખો પણ ન સ્વીકારાયો. બસ એક જ વાત પકડી રખાણ. બ્રાહ્મણ એટલે સર્વ વર્ણોમાં ગુરુ તુલ્ય. ભલે પછી તેના આચરણનું ઠેકાણું ન હોય, ભલેને “બ્રહ્મ ચરતીતિ દ્રાક્ષ” એ વ્યાખ્યા નેવે મૂકાણું હોય. માતા ! આ જાતના ન્યાયથી જે ભૂમિ પર મારા ચંડાળ પિતાએ સારું ય જીવન વિતાવેલું, જે જ્યાંના હવાપાણીથી પષાઈ સ્વજનવર્ગમાં જિંદગીને માટે ભાગ પસાર કરેલો એ બધાને મારે માટે અને મારી પાસેના કાષ્ઠદંડ માટે એકાએક છેડી Page #173 -------------------------------------------------------------------------- ________________ [૧૫૬] પ્રભાવિક પુરુષ : દેવા તૈયાર થવું પડયું. રાતોરાત ઉચાળા ભરવા પડ્યા ! આ કંઈ જેવો તે દુ:ખદ પ્રસંગ ન હતો. નિરક્ષર, દરિદ્રી અને માત્ર મજૂરી કરી પેટ ભરનાર વર્ગને કાયમી વસવાટ અને ચિરપરિચિત સહવાસ છોડતાં અને તદ્દન નવી દિશામાં પાસે ફૂટી બદામ વગર પગલાં ભરતાં કેવી કપરી મુસીબતો વેઠવી પડે છે અને હૃદયમાં કેવો સળવળાટ ઉદ્દભવે છે, એ એને અંતરાત્મા જ સમજી શકે છે. માલેતુજાર ને શ્રીમંતાઈમાં ઉછરેલા વર્ગને એ જીવનની ઝાંખી થવી પણ દુર્લભ છે. નીચગેત્રમાં અવતાર એ જરૂર પૂર્વોપાર્જિત માઠા કર્મોની નિશાનીરૂપ છે, છતાં એ સામે કુલીન વગે તિરસકારની દષ્ટિએ જોવાનું નથી. કમેં જેમને પાડેલા–દબાવેલા છે તેમના પ્રત્યે કરુણા રાખી, એમાંથી તેમનો ઉદ્ધાર કરે એ જ કુલીનને ધર્મ છે. એ પણ પિતાની જેવા જ આત્માઓ છે એ ભાવ ન જન્મે ત્યાં સુધી “મરિચીભવની વાત યથાર્થ નથી સમજાણું, અથવા “મદ આઠ નિવારવારૂપ સઝાય' નથી ગળે ઊતરી એમ માનવું રહ્યું. જનતાને માટે ભાગ હજુ પણ એવા અંધારામાં આથડે છે. હજુ એના ગેત્રમદ ઓછા થયા નથી. જનેતા! વધુ દુઃખકથા તે શી કહું? સાધનવિહીન અમારું કુટુંબ ભૂખ તરસની પીડા વેઠતું, સતત ચાલીને માંડમાંડ કેટલેક દિવસે દત્તપુરની હદ વટાવી ચૂક્યું. કંચનપુરની ભાગોળે આવતાં જ છૂટકારાનો દમ ખેંચે. નોધારાના આધાર જેવા, રાય ને રંક પર એક સરખે ભાવ રાખી શીળી છાયા આપતા એક સુંદર ચંપક વૃક્ષ તળે વિસામો લેવા અમે સર્વ લ્યા. મુનિયુગલનું ભવિષ્ય સાચું પડ્યું. તે જ સવારે કંચનપુરનરેશ અપુત્રિયો મરણ પામવાથી પ્રધાનવગે નકકી કરેલું કે હાથિણ જેના શિરે કળશ ઢળે તેને રાજગાદી આપવી. ફરતી Page #174 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ કરક [૧૧૭] ફરતી તે હાથિણ હું જ્યાં વિશ્રામ મેળવી રહ્યો હતો ત્યાં આવી અને મારા મસ્તક પર સુંઢમાં રહેલા કળશથી અભિષેક કર્યો. ઘડી પૂર્વે રસ્તા પર ભટકનાર-ઘરબાર વગરને એક ચંડાળપુત્ર આમ જોતજોતામાં રાજા બની ગયા. જરૂર એ દંડનો જ પ્રભાવ હું તો માનું છું. સાધુ મહાત્માના એ જ્ઞાન માટે વારી જાઉં છું. તેઓશ્રીની નિઃસ્પૃહતા ઊડીને આંખે વળગે છે. પણ માજી! ત્યાં પણ મારું ચંડાળપણું આગળ આવે છે. મારા રાજા તરિકેના જીવનને માત્ર ગણત્રીના દિન પસાર થાય છે ત્યાં તો પિલે ભૂદેવ મને શોધતો ત્યાં આવી ચડે છે અને જનતામુખે હાથિણીએ કળશ કર્યાની વાત શ્રવણ કરતાં જ એના હૃદયમાં અસૂયા ને રોષની પ્રબળ વાળા ભભૂકી ઊઠે છે તેથી ઠેરઠેર મારી હલકી જાતિમાં જન્મની-ચંડાળપણની કથનીઓ તેણે કથવા માંડી, પ્રજાને મારા પ્રતિ વિરોધ જગાડવા ઉશ્કેરી. બ્રાહ્મણ સમુદાય કે જે પોતાની જાતને પવિત્રતાના અવતાર સમે લેખતી તે સો કરતાં પ્રથમ બળવામાં જોડાયા, પાછળ તે વર્ગની બુદ્ધિએ સંચરનાર અન્ય સમુદાયો પણ એમાં ભળ્યા અને એ રીતે મારી સામે પ્રજાને પ્રબળ બળો ફાટી નીકળે. આ સમુદાયની માન્યતા જ એવી થઈ પડેલી કે હલકા કુળમાં જન્મનાર દરેક જીવ દરેક પ્રકારે હીણ, દીન ને પંગુ જ હોય. અન્ય આત્માની માફક તેને બોલવા કે વર્તવાના હક્ક હોય જ નહીં–તેને માટે ઉન્નતિ સાધવાના કે ઉન્નતપંથે પળવાના સાધનો સંભવી જ ન શકે. કર્મવશાત્ એ હલકા મનાતા કુળમાં પણ કઈ પ્રબળ ભાગ્યશાળી અવતરી શકે છે એવું માનવાને પણ આ સમુદાય તૈયાર ન હતો. એ વખતે મેં જે ક્ષત્રિચિત મક્કમતા અને પરાકેમ ન દાખવ્યાં હોત તો કયારનાયે તે લેકે ફાવી ગયા હતા, પણ Page #175 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૮ ] પ્રભાવિક પુરુષા : ગમે તેવા પ્રબળ વિરોધ સામે ઝઝુમવાને મારા અડગ નિશ્ચય જોતાં જ મારા સૈનિકા જરાપણ અંદેશામાં પડ્યા સિવાય મને વફાદાર રહ્યા અને માણસ ધારે, પ્રભુ પાર ઊતારે' પાકાર પાડનારા દબાઈ ગયા. દ્વિજપુત્રને એની ઇચ્છા મુજખનુ એક ગામ ઇનામ અપાવવાનું નક્કી થયું અને મેં પણ એ તકને લાભ લઇ શુદ્ધિદ્વારા કેટલાય નીચ ગણાતા કુહુ એને ઉદ્ધર્યા. તેમના દૈનિક કર્મો ફેરવી નાંખ્યા અને તે સર્વને બીજા કાચમાં રોકી દીધા. આમ દઢ મનેાખળથી માનવી, જન્મથી ઊંચ કે નીચ નથી પણ પાતે જેવા આચરણ કરે તે અનુસાર અર્થાત્ કમ થી તે પ્રકારના વ્યવહારનું ભાજન મને છે એમ દેખાડી આખ્યુ. સાધ્વીમેયા ! મેં પ્રારંભમાં જણાવ્યું છે તેમ મારા વચનનું પાલન કરવા—દ્વિજપુત્રને તેની માગણી મુજબનું ગામ આપવા માટે જ આ યુદ્ધને મેં વહેારી લીધું છે. ” 66 “ વત્સ ! મારા જીવનવૃત્તના શ્રવણથી એ કાકડું ઉકેલવાના માર્ગ સરળ થઇ ચૂકયા છે; માત્ર પગ ઉપાડવાની જ વાર છે. તને મારી એક ભૂલ ખટકે છે, પણ એ સંબંધમાં હું તારું ધ્યાન વીતરાગકથિત ‘ કર્મીની વિચિત્ર ગતિ ’ તરફ ખેંચું છું. એના સંકેત ફેરવવા જ્યાં ખૂદ અનંત મળના ધણી પોતે નથી ફાવ્યા ત્યાં મારા સરખી અમળાની શી વાત ? ” ,, 6 “સાધ્વી માતા! હવે એ ગતકાળની વાતા પર મીટ માંડવાનું કંઇ પ્રયેાજન નથી. · જે કઈં અને તે સારાને માટે જ • એમ ધારી ચાલુ સ્થિતિના વિચાર કરીએ. આપે મને પગલું ભરવાના ઇસારા કર્યો પણ તમારી કુક્ષીએ જન્મેલ સંતાન તરિકે તેમ જ એક ક્ષત્રિયકુલાવત ́સના પુત્ર તરિકે હું સામે એ રીતે તે નહીં જઇ શકું; તેમજ ‘હું તમારા પુત્ર છું” એમ કહી નહીં શકું, Page #176 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ કરક : [ ૧૫૯] : પણ સાથોસાથ મારા પિતાશ્રીને વિનય જાળવવાની ખાત્રી આપું છું એટલે એક જ માર્ગ ઊઘાડે છે કે આપ ત્યાં જઈ સર્વ વ્યતિકર જણાવી સુલેહસૂચક શ્વેત ધ્વજ ઊંચે કરાવે કે તરત જ હું મારા તરફથી તેવી ખાત્રી આપી, પિતાશ્રીના ચરણ ચુમવા ચાલ્યા આવીશ ને તેમના પગમાં પડીશ. સંધ્યાના જેવા રંગ સેનેરી, વંધ્યાને લાડ લડાવ્યા; જોબન ને તન ધન તેવા સમજવા, પાણીમાંના પડછાયા. ક્ષિતિપ્રતિષ્ઠિત નગરની ભાગોળે આવેલ મનહર ઉદ્યાનમાં એક ત્યાગી મહાત્માના આજે પગલાં થયા છે. વંદનાથે આવનાર ભાવુક હૃદયે તેમની મુખાકૃતિ જોતાં જ ઘડીભર મંત્રમુગ્ધ થઈ જાય છે. તેઓ સંયમપથમાં એટલા તલ્લીન બનેલ છે કે મોટા ભાગે મૌન સેવામાં જ સમય વ્યતીત કરે છે. નગરની જનતાએ પૂર્વે ઘણીયે વાર અનેક સંતના ચરણે ચૂમ્યા છે, છતાં આજે એને ઉક્ત મહાત્માના દર્શનમાં, તેમની દૈનિક ચર્યામાં વિલક્ષણતા ભાસે છે. જાણે કે કેઈ ચમત્કારિક વિભૂતિનું આગમન ન થયું હોય એવી ઊલટથી જનતા આજે મુનિશ્રીનું ભાવભીનું સ્વાગત કરી રહેલ છે. સારીય પ્રજા આ શ્રમણના દર્શનાર્થે ઊતરી પડી છે. વાચકગણ! આપણે પણ ત્યાં જ પહોંચવાનું છે, પણ અરે! નગરની વસ્તી જેના માટે હિલોળે ચડી છે એ તો આપણું પૂર્વપરિચિત છે. બરાબર નિહાળતાં, વેશપલટ થયા છતાં, હેજે ઓળખાય છે. અહો ! આ તે રાજવી કરકં. આપણે તો તેમને છેલ્લા સમરાંગણના શિબિરમાં જોયા હતા. તેમણે જ સાધ્વીજીને દધિવાહન ભૂપ સમિપે સુલેહના દૂત તરિકે મેકલેલા તો પછી આ પલટ કેવી રીતે થઈ ગયો? Page #177 -------------------------------------------------------------------------- ________________ [૧૬] પ્રભાવિક પુરુષો : એ જાણવા સારુ આપણે તેઓશ્રીને અત્રે મૂકી, પુનઃ એક વાર યુદ્ધભૂમિ પ્રતિ દષ્ટિપાત કરે પડશે. સુલેહના દૂત તરિકે સાધ્વીજીએ બજાવેલ કાર્ય, પિતાપુત્રનું મિલન, અવકણિકને રાજ્યકાળ આદિ બનાવો વિલકવા પડશે. એ વૈભવવિલાસને સાપ જેમ કાંચળીનો ત્યાગ કરી નાખે તેમ છોડી દઈ, આ વેશ અંગીકાર કરવામાં નિમિત્તભૂત કણ થયું? એ પણ જેવું જ પડશે. ત્યારે જ આ બદલાયેલી વસ્તુસ્થિતિનો યથાર્થ ખ્યાલ આવશે. ત્યારે જ અંતર્મુહૂર્તમાં ભાવનારૂપી વિદ્યુતશક્તિ કેવું સંગીન પરિવર્તન પ્રગટાવે છે તેનો તાદૃશ ચિતાર નજર સમક્ષ ખડે થશે. એ વેળા જ સમજાશે કે એકાદી નાની ચીજ પણ જીવનપલટો આણવામાં કે ભાગ ભજવે છે. | ચંપાપતિની છાવણીમાં પ્રવેશ કરતાં સાધ્વી પદ્મશ્રી સહજ ઓળખાઈ ગયા. સંયમપથના કષ્ટોએ-કર્મ નિજર અર્થે આચરવામાં આવતા તપ અનુષ્ઠાનોએ, દેહલતામાં કૃશતા આણી હતી છતાં ય મુખ પરની ગુલાબી અને લાવણ્યતા પૂર્વના જેવી જ હતી. એકાદ વાર થયેલ એ ચહેરાના દર્શન પણ સ્મૃતિપટમાંથી ભુંસાવા સહજ નહોતા, ત્યાં આ તો અમુક વર્ષો સહવાસ. સૈનિકગણ એ ભલી રાણીમાતાને કેમ વીસરી શકે? તેઓશ્રીની શોધખેળ પાછળ દધિવાહન ભૂપે ઓછો પરિશ્રમ નહોતા સેવ્યો. મહિનાઓ દુ:ખમાં ગાળ્યા હતા. એ પવિત્ર રમણરત્નનું એકાએક આગમન થતાં જ ઘડી પૂર્વેના ભીષણ ને લડાયક વાતાવરણમાં એકાએક ખુશાલી અને વાયુ કુંકા. ભૂપ દધિવાહનને, પ્રેયસી પદ્માવતી જૈન આર્યાના લેબાશમાં પધારે છે એવા સમાચાર કર્ણપટ પર અથડાતાં, કેઈ નવીન દેશ જીત વાથી જે આનંદ ઉદ્દભવે તેના કરતાં અધિક આનંદ ઉદ્દભવ્ય અને તરત જ પોતાના શિબિરમાંથી બહાર નીકળી સાધ્વીજીની સામે દોડી આવ્યો. પગલે પગલે સૈનિકે દ્વારા પ્રણામ કરાતા Page #178 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ કરકં: [૧૬૧] એક સમયના દંપતી અથવા તે મહારાણી અને મહારાજા છતાં વર્તમાન ક્ષણ પર નજર રાખી કહીએ તો ગુણ અને શ્રમણે પાસકને માર્ગમાં જ ભેટે થયો. આવી અનુપમ પળે કવચિત જ આવે છે અને એની સ્થિતિ અતિ અલ્પ હોય છે. એ સનાતન નિયમાનુસાર અહીં પણ જેમનું મન ત્યાગી જીવનરૂપી સુંદર કાનનમાં રમી રહ્યું છે એવા સાધ્વીજીએ થોડા શબ્દોમાં પોતાના આગમનને આશય સમજાવતાં ઉચ્ચાર્યું કે “રાજન ! આ ઘર સંગ્રામને સત્વર આપી લેવાનું ફરમાન બહાર પાડે. આપ જેની સાથે યુદ્ધ કરવા કટિબદ્ધ થયા છે અને એ રીતે પૃથ્વીને રક્તરંગી બનાવવા ઈચ્છે છો તે વ્યક્તિ અન્ય કેઈ નહીં પણ આપને આત્મજ છે. ગભિ અવસ્થામાં હસ્તિપીઠ પર હું રહી ગઈ અને આપે વટવૃક્ષની વડવાઈ પકડી છૂટકારો મેળવ્યું. એ વાતને વર્ષોનાં વહાણા વાયા છતાં આપ વીસરી તે નહીં જ ગયા છે. એ જ ગર્ભને આ બાળક ! પ્રતાપી પિતાને શૈર્યશાળી પુત્ર! એ જ આપને ગાદીવારસ ! ” દેવી ! તમારી વાત સાંભળીને આનંદના પૂર ઉભરાય છે; છતાં “આ તો ચંડાળપુત્ર છે ”એવી લોકવાયકા છે એનું કેમ? વળી એ જ્યારે રાજવી છે તો તમે એની માતા તરીકે શા સારુ આ વેશમાં આવ્યા છો?” શંકાના સમાધાન અર્થે પુન: એક વાર સાધ્વીજીએ સ્વવૃત્તાન્તની વહી ઉકેલી અને યથાશક્ય ઉતાવળે સંકેલી. પરિણામે સુલેહને *વેતધ્વજ ફરકાવવાના હુકમ છૂટ્યા. માનપુરસ્સર યુવરાજને તેડી લાવવાના નિશાનડંકા વાગ્યા. ત્યાં તે સામેથી ક્ષત્રિયકુલાવતંસ, પ્રખર મહારથી અને તેજસ્વી મુખમુદ્રાવાળા ૧૧. Page #179 -------------------------------------------------------------------------- ________________ [૧૨] પ્રભાવિક પુરુષો : કરકંડૂ રાજવીના પગલા થયા. પિતા-પુત્રને પ્રથમ ભેટે થયે. - ઉભય સૈન્યમાં હર્ષના જયનાદે પ્રસર્યા. ચંપાની પ્રજાએ છૂટકારાને દમ ખેંચે. પણ આ શું? પેલા સાધ્વીમૈયા, જેમના પ્રયાસને આ શોભા આભારી છે એ, તો સ્વ ઉપકરણને પીઠ પર બાંધી અરણ્યના માર્ગે વિચરવા તૈયાર થયા છે. એ જોતાં જ પિતા-પુત્ર ઉભય દેડી, પગમાં પડી, થોભી જવા વિનંતિ કરવા લાગ્યા. પણ એ વેત વસ્ત્રમાં સજિત મૈયાએ, સંસારના આવા ઘણું મિલને, ક્ષણભરના આનંદ અને એની પાછળ વણઝારાની પોઠ સમા વિયોગજન્ય કો જોયેલા અને અનુભવેલા એટલે એમાં ન રાચતાં તેણે એટલું જ ઉપદિશ્ય કે – મહાનુભાવો ! મારા વ્રતને ખલના પહોંચાડીને પણ મેં મારી ફરજ અદા કરી છે-ઈસિત કાર્ય પાર પાડ્યું છે. હવે ક્ષણભર વિલંબ મારે માટે અસહ્યા છે. જે ઉજજવળ પંથની હું પ્રવાસિની છું, જે આત્મકલ્યાણનું ધ્યેય મેં નિયત કર્યું છે, એ તરફ મને હવે પગલાં ભરવા ઘો. સંસારની આ બધી લીલાઓના ભૂગર્ભમાં એક મહત્ત્વનું રહસ્ય છુપાયું છે અને તે એ જ છે કે માનવભવ પુનઃ પુનઃ મળી શકતો નથી, તે તમે ન ભૂલશે. યુવાન અવકણિકને હજી ઘણું અભિલાષાઓ હોય એ સમજાય તેવું છે, પણ વૃદ્ધ ભૂપાળ! મસ્તકે વેત રોમ નિરખ્યા છતાં આમ ક્યાંસુધી જોયું ન જોયું કરવા ઈચ્છો છો ? અવસર લાધ્યું છે તે એનો લાભ . વિષયે માણી જાણ્યા તેમ એને તજી પણ જાણે. પ્રત્યેક કાર્યમાં ધર્મને દષ્ટિ સન્મુખ રાખશો એ જ અંતિમ સૂચના.” ' એ શબ્દ સાથે સિનેમાનું ચિત્ર અદશ્ય થઈ જાય તેમ પદ્મશ્રી સાધ્વી વિહાર કરી ગયા છતાં એમના હૃદયસ્પર્શી શબ્દોને ગુંજારવ તો ચાલુ જ રહ્યો. દધિવાહનનું દષ્ટિબિન્દુ પલટાયું. Page #180 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ કરક : [ ૧૬૩ ] એની મેાહદશા-પ્રમાનિદ્રા ઊડી ગઈ. ચંપાનુ. રાજ્ય કરકને ભળાવી, ટૂંક સમયમાં એમણે પણ સંયમના રાહ લીધા. એ સબંધી વિસ્તારપૂર્વક વૃત્તાંત જાણવાના જિજ્ઞાસુએ ‘ ચાર પ્રત્યેકબુદ્ધના રાસ ’ અથવા ‘ચમત્કારિક યાગ યાને પ્રત્યેકબુદ્ધ ચિરત્ર ’ વાંચવું. હવે આપણે કરક ડૂ ‘રાજા મટી સાધુ અન્યા’ એ પ્રસંગ તરફ નજર ફેરવીએ. * . રાજવી કરકંડૂને ગાયાના ગાકુળ રાખવાના એક પ્રકારને શેાખ હતા એમ કહીએ તેા ચાલે. એક વાર એવા એક ગેાકુલમાં તરતના જન્મેલે શ્વેતવણી એક સુંદર વાછડા જોતાં જ એના પ્રતિ કુદરતી પ્રેમ પ્રગટ્યો. તરત જગાવાળને એ વાછડાને પેટપૂર્ણ દૂધ પાઈને ઉછેરવાની આજ્ઞા અપાણી. આમ Born with a silverspoon ' એ ઉક્તિ અનુસાર ગળથૂથીમાંથી જ આ નવીન વાછડાને પેાતાની માતાના દૂધ ઉપરાંત અન્ય ગાયાનું દૂધ પણ મળવા માંડયુ. દૂધ જેવા પાષ્ટિક પદા માટે શું કહેવાપણું હાય ? આજને વિજ્ઞાનયુગ પણ એમાં ‘ વીટામીન ’( vitamin )નું અતિઘણું પ્રમાણ માને છે અને એ રીતે એનુ મહત્ત્વ સ્વીકારે છે. ટૂંકમાં કહીએ તેા દૂધના સંગીન આહાર વછેરાનુ બંધારણ એવુ તા સુઘટિત ને ઢ અનાવ્યું કે એ ભલભલા માતેલા સાંઢને પણ બેધડક સામને કરવા લાગ્યા અને સ્વબળથી જોતજોતામાં સાને પરાસ્ત કરવા લાગ્યા. એના આવા પરાક્રમથી કરક ડૂ રાજા બહુ જ રાજી થવા લાગ્યા. દિવસાનુદિવસ એનેા સ્નેહુ આ પ્રાણી તરફ ગાઢ થતા ગયા. સર્વ પશુ–પ્રાણીઓમાં આ વૃષભ રિણુ મનાય અને એક નાયકની જે રીતે અરદાસ્ત થાય એવી તેની ચાકરી થવા લાગી. પણ વેળાવેળાની છાંયડી!’ ‘ ચાર દિવસની ચાંદરણી ને ઘાર અંધારી રાત !' આવી કહેવતા પાછળ રહેલા ગૂઢભાવને ઉકેલાય તેા જીવનનું ઊંડું રહસ્ય ઝટ સમજાય. બાલ્યાવસ્થા 6 Page #181 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૪] પ્રભાવિક પુરુષો : વીતીને યુવાની આવી, પણ એ સાથે ઘડપણ આવશે એ પણ નિશ્ચિત છે જ. યુવાનીનો દર ખતમ થવા લાગ્યા. જરા રાક્ષસી એ પોતાની સત્તા જમાવવા માંડી, પુષ્ટ ગાત્રો ગળવા માંડ્યા, નેત્રોમાંથી પાણી ટપકવા લાગ્યું અને હેમાંથી લાળ પડવી શરૂ થઈ. વિશાળ કાયા પર કરચલી પડી. ગોવાળ દૂધ પાવા મહેનત કરે છતાં પૂર્વની માફક ન તે એ બળદ પી શકતો કે ન તે પચાવી શકતો. એક વેળા પ્રખરશીંગધારી ને બળવાન દેહવાળા સંખ્યાબંધ સાઢે જેની સામે ઊભા રહેવાની હિંમત સરખી કરી શકતા નહોતા ત્યાં આજે નાના વાછરડાઓ પણ મસ્તી ખેલતા. એની ચેટ કેટલીયે વાર આ વૃદ્ધ વૃષભને લાગતી. માખીઓનો ગણગણાટ પણ વધી પડ્યો હતો, છતાં શક્તિહીન બનેલો, જરારૂપ ડાકિનીથી પૂર્ણપણે ગ્રસિત થયેલ અને લાચાર અવસ્થાની પરાકાષ્ઠાએ પહોંચેલો આ વૃષભ એ સર્વ સહન કરી રહ્યો હતો. એની અગાઉની સ્થિતિમાં પરિવર્તનનું ચક એવું તો ફરી ચૂકેલું હતું કે એક વાર ખૂદ કરઠંડુરાજવીને પણ ત્યાં આવતાં પ્રશ્ન કરવો પડ્યો કે –“પેલો, મારો પ્રિય વૃષભ ક્યાં છે?” ગોવાળાએ જ્યારે આ ઘરડા બેલ તરફ આંગળી કરી ત્યારે ભૂપ ઘડીભર તો વિસ્મયતામાં ડૂબી ગયા. “એ તે જ વૃષભ છે અને ઘડપણે તેની આ હાલત બનાવી છે” એમ જ્યારે મજબૂત રીતે કહેવામાં આવ્યું ત્યારે નૃપે એ વાત સ્વીકારી; પણ એને આંચકો એ સજજડ લાગ્યા કે જેમ વેગથી માર્ગ કાપી રહેલા જહાજને એકાએક બરફના પહાડની ચોટ લાગે ને તેની જે દશા થઈ જાય તેના જેવું થયું. રાજવીએ જે આનંદ સાથે ગોકુલમાં પગ મૂકેલો તે આનંદ નીકળતાં ન રહ્યો. હૃદયમાં એક જ મંથન શરુ થયું કે “જ્યારે આવા મદેન્મત્ત વૃષભને પણ રાક્ષસી જરા વળગી પડીને શેષી રહી છે ત્યારે મારું શું? આજે જે દશા એ પ્રાણુની તે જ દશા એક સમયે મારી થવાની ને? આ Page #182 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ કારક [૧૯૫] રાજ્ય, આ સેનિકગણ, આ મનહર ગાત્રવાળી લલનાઓ અને આ મહેલાતે એ બધામાંથી મને કેણ સધિયારે આપશે ? મારું કષ્ટ કોનાથી કપાશે? “ઝપને ફા”એ જ્ઞાની વાક્ય કેમ છેટું કહી શકાય? છતાં હું હજી પણ મોહનિદ્રામાંથી ક્યાં જાણું છું? માતાએ સંસાર ઓળખે, પિતાને નહોતો ઓળખાણે તે ઓળખાવ્યા પણ મને એ ક્યારે ઓળખાશે? હે આત્મન ! જાગ, વિચાર, દષ્ટિ સમક્ષ ભજવાયેલ વૃષભના જીવનરૂપી નાટકને યથાર્થ જોઈ લે, સમજી લે અને સાચી શૂરવીરતા હોય તો નીકળી પડ. કર્મમાં શ્રત્વ ઘણું દાખવ્યું, હવે ધર્મમાં સ્વવીય ફેરવ.” બસ થઈ ચૂક નિરધાર. રાજપૂતી વચન એ તો પથ્થર પર કેરેલો શિલાલેખ. રાજગઢમાં આવી પોતાનો નિશ્ચય પ્રમદાએને જણાવ્યું. યુવરાજને ગાદીનશાન કરવાની તૈયારીઓ થઈ રહી. અંતરમાં તો ત્યાગની આગ ભભૂકી રહેલી હતી જ, એટલે “ધાવ ખિલાવત બાળ” ની માફક સર્વ ક્રિયાઓ પતાવી. જાતે જ ઉપાધિઓનો સંગ ત્યજી, સંયમને સ્વાંગ સજી, અનગારત્વ સ્વીકાર્યું. પ્રત્યેકબુદ્ધ થઈ, ભૂમિતલ પર વિચરતાં, તારૂપ દમનથી કાયાને દમતાં, સભ્યપ્રકારે યતિધર્મનું પાલન કરતાં, પરિષહ ને ઉપસર્ગોને ઊઘાડી છાતીએ સામનો કરતાં કેટલાય વર્ષો ગાળી, કમરિપુને એવો તો સજજડ ને ચેટ પરાભવ પમાડ્યો કે આજે તે નામશેષ બની ચૂક્યો છે. ચહેરા પર જ્ઞાનપ્રભાના રેખાંકન થઈ રહ્યા છે, તેજસ્વિતાના ઓળા પથરાઈ ચૂક્યા છે, અને શાંતિના એવા તો આંદોલને ગુંજવા માંડ્યા છે કે એ સામે મીટ માંડનાર પ્રત્યેક વ્યક્તિને “આ કોઈ ચમત્કારિક સંત છે” એ સદ્ભાવ ઉત્પન્ન થાય છે. તેમને વધુ સમય આત્મધનમાં અને મનમાં જ વ્યતીત થાય છે. Page #183 -------------------------------------------------------------------------- ________________ . :: [૧૬] પ્રભાવિક પુરુષો : એકદા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના ઉદ્યાનમાં રહેલ ચતુર્મુખ યક્ષપ્રાસાદમાં એક અવનવી ઘટના બની અને તેને કારણે કરકે ઉપરાંત નમિરાજર્ષિ, દ્વિમુખ રાજા અને નગઈ રાજવીના જીવનમાં પણ અસાધારણ પલટ થયા. અનાયાસે તે ચારે મુનિઓ જુદા-જુદા દ્વારથી પ્રાસાદમાં પ્રવેશ્યા. કરકંડૂને ખાજની (ખણવાની) ટેવ હતી તેટલા માટે તેઓ સંયમ સ્વીકાર્યા છતાં એક સળી સાથે જ રાખતા અને ઈચ્છાનુસાર ખરજ ખણતા. આ સમયે પણ તેમણે સળીનો ઉપગ કર્યો એટલે દ્વિમુખ મુનિ બોલી ઊઠ્યા કે “રાજઋદ્ધિનો કાંચળીની માફક ત્યાગ કરવા છતાં આ સળીનો ત્યાગ કરી શક્યા નહીં તે શું ?” દ્વિમુખ મુનિનું આ કથન સાંભળી નમિરાજર્ષિ બોલી ઊઠ્યા કે-“હે દ્વિમુખ અનગાર ! સર્વ ચિંતા ત્યજીને સર્વવિરતિ સ્વીકાર્યા પછી આ સળી સંબંધી ચિંતા શા માટે ?” નમિરાજર્ષિ પિતાનું વચન પૂર્ણ કરે તેવામાં નગ્નઈ સાધુપ્રવરે જણાવ્યું કે-“હે ક્ષમાનિધિ નમિરાજર્ષિ! તમે આવા નિંદા-વચનમાં ક્યાં અટવાઈ પડ્યા?” આ રીતે ચાલતી ચર્ચાના નિમિત્તભૂત પિતાને જોઈ કરકંડ મુનિ સર્વને ઉદ્દેશી બેલ્યા: “હે દેવાનુપ્રિયો! આત્માનું અહિત થાય તેવા કાર્યથી જે નિવારે તે જ સાચો હિતસ્વી ગણાય. દ્વિમુખના કથનથી મને લેશ માત્ર પણ દુઃખ નથી થયું. તેમનું કથન અક્ષરશ: સત્ય છે. એક સળી માત્રને પણ પરિગ્રહ મારે હવે શા માટે રાખવો જોઈએ? ” એ પ્રમાણે કહી પોતે ધ્યાનમગ્ન બન્યા. દ્વિમુખ રાજવીને પણ થયું કે હું ઉપદેશ આપનાર કે? નમિરાજર્ષિના મનમાં વિચાર ક્યો કે-ઉપાલંભ આપનાર હું કોણ ? નગ્નઈ મુનિવરને પણ વિચારણા થઈ કે આ પરસ્પર હિત–વાર્તાને નિંદાની કોટિમાં ખેંચી જનાર હું પણ કોણ ? આ પ્રમાણે પ્રત્યેકના હૃદયપટમાં નવીન વિચાર-સાગર ઉછળવા Page #184 -------------------------------------------------------------------------- ________________ રાજર્ષિ કરકં : [ ૧૭ ] લાગે અને સે કયોત્સર્ગ ધ્યાનમાં લીન બન્યા અને શુક્લધ્યાન ધ્યાતાં ચારેને એકી જ સાથે લોકાલોકપ્રકાશક, કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું. આ સંબંધી વિશેષ વૃત્તાંત જાણવાની જિજ્ઞાસુએ “ચાર પ્રત્યેકબુદ્ધ ચરિત્ર અથવા રાસ” વાંચવે. અહીં તે કથાનકના ઉપસંહારમાં એટલું જણાવવું જ બસ થઈ પડશે કે–નિમિત્ત પ્રાપ્ત થતાં દરેક આત્મામાં કઈ અને ઝણઝણાટ ઉદ્દભવે છે. વળી એવા નિમિત્તો તો સહજ પ્રાપ્ત થઈ શકે છે, પણ જરૂર રહે છે માત્ર એ નિમિત્તોને પારખવાની અને એ ઝણઝણાટને ઓળખી લઈ, એને અમલ કરવાની, તેથી જ તક સાંપડતાં પૂરે લાભ લઈ શકાય એ સારુ જ્ઞાન તિને જાગતી રાખવાની જરૂર છે. રાજર્ષિ કરકં પ્રાતે મોક્ષે ગયા. એમનું જીવન સે કેઈને પ્રેરક નીવડે એ જ અભ્યર્થના. Page #185 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્નચંદ્ર ભૂપાલ “અરે! પણ તમે આમ વ્યાકુળ બની, ખાલી હાથે કેમ પાછી ફરે છો? તમને ગભરાવાનું શું કારણ છે? તમને મારા ભાઈને મેળાપ થયો કે નહીં ?” અન્નદાતા ! અમ સરખી પશ્યસ્ત્રીઓને-આપ સરખા ભૂપનું જેમના શિરે છત્ર વતે છે એવી વારાંગનાઓને અન્ય ગભરાટ તે શું હોય ? આપે દર્શાવેલા આશ્રમે પહોંચતા જ ભાવતું હતું ને વૈદ્ય કહ્યું ” એ ઉક્તિ અનુસાર જેમના અંગ ઉપર વકલને પોશાક શેભી રહ્યો છે એવા એક મુગ્ધ કુમારનો. અમને ભેટ થયે. ઇંગિત આકારથી એ જ આપના ભ્રાતા વલ્કલગીરી હોવા જોઈએ એમ ધારીને અમે અમારી માયાવી જાળ બિછાવવા માંડી. અમારા સરખી નારીજાતિને એ કુમારે જ્યારે “તાત” શબ્દથી સંબોધન કર્યું અને હાથ જોડી નમન કર્યું ત્યારે અમને ઉપજેલ કુતુહળને અમે માંડ માંડ રેકી શકયા. કુમારની મુગ્ધતાનો યાને વ્યવહાર અનભિજ્ઞતાનો પારો કેટલી પરાકાષ્ઠાએ પહોંચે છે તેને સહજ ખ્યાલ આવ્યો. અમોએ કુમારને નજીક ખેંચી છાતી સર ચાંપવા માંડ્યો. સાથે લઈ ગયેલ સ્વાદ મેદિક તેની સામે ધર્યા. આમ સ્પર્શ ને રસરૂપી સાણસામાં સપડાયેલ કુમારે, જાણે આજે કેઈ અનેખું દશ્ય ન જોયું હોય તેમ, લલના જાતિના કુદરતી કોમલ સ્પર્શથી પ્રેમાદ્ધ બની, પ્રથમ પ્રશ્ન એ કર્યો કે “તમે સર્વને છાતીના ભાગ પર આ કુંભે શાથી ઉપસી આવ્યા છે?” વળી મોદકની મીઠાશ અનુભવીને બીજો પ્રશ્ન કર્યો કે- આ ફળો કયા આશ્રમમાં પેદા થાય છે?” ટૂંકમાં કહીએ તે, પિતનપુરના સ્વામી! લગભગ યુવા Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્નચંદ્ર ભૂપાલ : [ ૧૬૯] વસ્થાના આંગણે ઊભા રહેનાર આપના બંધુનું જીવન તદ્દન નિષ્કપટ હતું-જાણે યુગાદિ પ્રભુના સમયને એકાદ યુગલિક ! હદબહારનું ભોળપણું “ તરત જ તે વેળા અમારી ચક્ષુઓ ભૂતકાળમાં ઊંડી ઊતરી પડી. પિતનપુરના શૃંગારભરપૂર આવાસમાં કીડાકેલી કરતાં અને પાકી વય થતાં માંડ આપ સરખા પુત્રનું મુખ–દર્શન કરવાને જેમને વેગ સાંપડ્યો છે એવા સેમચંદ્ર રાજા અને ધારણ રાણી માતાને જોયા. તે વેળા આપ જ માત્ર સંતાનમાં હતાં. વષો વીતવા છતાં અન્ય પુત્ર કે પુત્રીના પગલા જ નહીં. આશાવંતું જીવન જીવતાં એ દંપતીના કેશે પણ શ્યામ વર્ણ બદલી વેતવણી થવા લાગ્યા. તેવામાં રાણું ધારણને ગર્ભ રહ્યાના આછા ચિહ્ન જણાયા. એકાદ પ્રસંગે સ્વામીના મસ્તકમાં કૃષ્ણ કેશ વચ્ચે એક વેત વાળ જોતાં જ સહસા તેનાથી કહેવાઈ ગયું કે-“નાથ! દૂત આ .” - “સેમચંદ્ર ભૂપને અંત:પુરના આ એકાંત પ્રદેશમાં એકાએક દૂતનો પ્રવેશ અજાયબીભર્યો જણાયે, પણ દૂતરૂપે જરાડાકિનીરૂપ પળીઆના રાણીએ જ્યારે દર્શન કરાવ્યા ત્યારે નૃપને પોતાના પૂર્વજોનો રિવાજ યાદ આવ્યો. વૃદ્ધાવસ્થા આવ્યા છતાં પોતે મેહનિદ્રામાં લીન છે એ જોઈ ગ્લાનિ ઉપજી. વન અદૃશ્ય થતાં જ, રાજ્યવિલાસને તજી દઈ સ્વેચ્છાએ વનવાસ સ્વીકારનાર પોતાના પિતાની તુલનામાં પોતે પંગુ સમાન જણાયા. તરત જ કુમારને રાજ્ય પર બેસાડી વાનપ્રસ્થાશ્રમમાં પગલાં માંડવાનો નિરધાર કર્યો. આ સામે ભાગ્યે જ દલીલને સ્થાન હતું. ધારણું રાણું પણ આગ્રહ કરી રાજવી સહ સિધાવી. મહારાજ ! આપ ગાદીનશીન થયા એ સુવર્ણ દિન પતનપુરની પ્રજા ભૂલી શકે તેમ નથી. વનમાર્ગે સિધાવતાં આપના માતા Page #187 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૦ ] પ્રભાવિક પુરુષા : પિતાને જોયેલા ત્યારપછી આજે કેટલાયે વર્ષો બાદ ધારણી દેવીના ચહેરાની તાદૃશ્યતા ધરાવનાર તરુણુ વલ્કલચીરીને જોયા એટલે જ એ પ્રસંગ યાદ આવ્યેા. જન્મતાં જ જેણે માતાના અંક ( ખાળેા ) ગુમાવ્યે અને કેવલ સંન્યાસી જીવન ગાળનાર પિતા સિવાય જેને નથી તે અન્યના સમાગમ થયા કે નથી તે અન્યના આશ્રય મળ્યો. પછી એ કુમારમાં ખાલેાચિત મુગ્ધતા ષ્ટિગેાચર થાય એમાં શી નવાઇ! સર્વ કાઇને એ તાત ’ કહી સોધે એમાં શું આશ્ચર્ય ! વનના મૃગા સિવાય એને મિત્રતા પણ કેાની સાથે હાઇ શકે ? મહારાજ ! આટલા કાળ આપે કેમ દુ ય દાખવ્યું ? ” " “ ભાળી વામાએ ! તમને કયાંથી ખબર હાય કે મેં મારા એ અધવને અત્રે આણી ઉછેરવા પિતા સમક્ષ કેટલા પ્રસ્તાવ ધર્યો હતા? પણ જ્યારે એમાં સફળતા ન મળી ત્યારે જ ફૂટનીતિથી કામ લેવાના મનસુબે કરી તમારા સધિયારા શેાધવા પડ્યો છે. “ તમે પણ મૂળ મુદ્દો ચૂકી શા કારણે રામની રામાયણ કરે છે ? ઝટ કહી નાંખા કે પછી અન્ય શું? મારા એ માડીજાયાને અહીં આણ્યા વગર મને કાઇપણુ રીતે ચેન પડનાર નથી. એના સુંદર ગાત્રા પર છાલ-પાંદડાંના ઢાંકણુ જોઇ અને અપસરતું એનું નિરસ જીવન જોઇ, મારું અંતર બળીને ખાખ થઇ જાય છે. મારી વેદના દુનિયાને શી રીતે દેખાડાય ? કાણુ જાણે કેમ પણ પિતાજીને એ કુમાર નજર સામેથી અળગા કરવા ગમતા જ નથી. એથી તેા એને સન્યસ્ત જીવનના પાઠ પઢાવી રહ્યા છે. સંસારના વિષયવિલાસથી કે ક્ષત્રિયાચિત કળાકૌશલ્યથી દૂર રાખી રહ્યા છે. મારા સરખા સાચું કહેનાર પર પણ આંખ રાતી કરે છે. 27 મહારાજ ! અમને પણ એ જ ભીતિ લાગી. કુમારને મીઠી વાણીથી ભેાળવી, વારંવાર સ્પ વડે માહિત બનાવી, tr Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રસચ્દ્ર ભૂપાલ : [ ૧૭૧ ] ' એના શબ્દોમાં કહીએ તેા પાતનાશ્રમ( પેાતનપુર )માં આવવા સારું ઈંતેજાર કરી જ્યાં ચાલવાની તૈયારી કરી ત્યાં દૂરથી ચાલ્યા આવતા સામચંદ્ર ઋષિને જોતાં જ અમારા ગાત્ર ગળવા લાગ્યા. કદાચ રાષમાં આવી જઇ કઇ શ્રાપ આપી દેશે તે ' એ વિચારે અમારા હૃદય એટલી હદે વિહ્વળ બન્યા કે તરત જ અમે આડા માર્ગે નાશી છૂટ્યા. પછી કુમારનું શું થયું તેની કઇ ખખર નથી, પરંતુ નગરદ્વાર પર આવતાં એક રથીના મુખથી સાંભર્યું કે ઋષિના આશ્રમમાંથી એક તદ્દન ભાળા તાપસકુમાર નગરમાં આવ્યા છે. અરે! એનું ભાળપણુ અને અજ્ઞાનતા એટલી હદે ફાલ્યાં છે કે તે માગે નર–નારી આદિ જે કાઇ મળે તેને ‘તાત, તાત ’ કહીને સખાધે છે અને હાથ જોડીને નમન કરે છે. રથમાં જોડેલ બળદોને તે મૃગલા સમજે છે અને મેાદકને ફળ લેખે છે. ” “ ત્યારે તે! જરૂર તમારી મહેનત લેખે લાગી. એ બધું નગરમાં આવેલ છે તેા હવે સહેજે પત્તો લાગી જશે. ’ તરત જ ચેાતરફ સૈનિકાને દોડાવવામાં આવ્યા. પણ્યલલનાએને પારિતાષિક આપી વિદાય કરવામાં આવી અને ભૂપ પ્રસન્નચન્દ્રે અંત:પુરમાં જવા સારુ આગળ પગલાં ભરે છે ત્યાં તે સૈનિ કાએ વલ્કલચીરી હાથ લાગ્યા માત્રની જ નહિ, પણ એ ઉપરાંત કામલતા વેશ્યાની પુત્રી કામકદલા સહ તેનું પાણિગ્રહણ થઈ ચક્રયાની તેમ જ ત્યાં નિશ્ચિતપણે દ ંપતીજીવનની મેાજ માણી રહ્યાની વધાઇ આપી. રાજવી પ્રસન્નચંદ્રની જે ચિરકાલીન મનેકામના હતી તે આમ ખર આવેલી જોતાં, તેને અતિ આન થયા. અન્ય સમય હાત તેા વેશ્યાપુત્રીને રાણીપદે બેસાડતાં વિલંબ કરત, એમ કરનાર પ્રત્યે સત્તાને કારડા ફેરવાત; પણ એને સ્થાને આજે તેા વેશ્યાના આદરમાન થયા. અરણ્યના અનિષ્ટ પ્રદેશમાં કેવલ પશુ જેવું જીવન જીવતાં સ્વમ ધવને વેશ્યાએ માનવીજીવનમાં પગલાં ભરાવ્યા હતા. એની તનુજાએ Page #189 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૨ ] પ્રભાવિક પુરુષા : અલ્પકાળમાં કળાકેલિ અને વારાંગનાસુલભ કુશળતાથી કુમારની મુગ્ધતાને પાણીચું દઇ એનામાં ગૃહસ્થજીવનની રસ વ્હાણુ પાથરી દીધી હતી. શુષ્કતા અને ઉદાસીનતાને સ્થાને રસવૃત્તિ ને પ્રમાદ પ્રગટાવ્યા હતા. તે જ આદરમાનનું કારણ હતું. આજે કુમારની નજરમાં-‘ સારું સારાજોચના 'પદ્મ જોરશેારથી ઉછળતું હતું. રાજવીએ ‘શ્રી મં દુષ્કુનિ' એ સૂત્રનું અવલંબન ગ્રહી, વાજતેગાજતે એ દંપતીને રાજમહાલયમાં પ્રવેશ કરાવ્યા. વલ્કલચીરીને યુવરાજપદે સ્થાપ્યા. આનંદ મંગલસૂચક વાજીંત્રા વાગી રહ્યા. આ તે જ પ્રસન્નચંદ્ર કેજે, મગધના કુમાર શ્રેણિકની સાથે ચાદ સ્વ×સૂચિત જેમના જન્મ થયા છે એવા ત્રિશલાસુત વ - માનસ્વામી જ્યારે યુવાનવયમાં પ્રવેશ્યા ત્યારે મિત્રતાની ગાંઠ આંધવા આવેલા હતા. વધુ માનકુમાર ચક્રવર્તી થાય તેા બાળપણની મિત્રતા કામ લાગે એ આશય તે સમયે અંતરમાં રમતા હતા, પણ જયાં વધુ માનકુમાર આગાર છેડી અનગાર બન્યા કે આ જોડી ત્યાંથી સ્વસ્થાને ચાલી ગઇ. મિત્રતાના મીઠા પ્રસંગેામાં પણ આ યુગલ ત્યાગજીવનની સારભથી અલિપ્ત રહ્યું હતું. ઉભયમાં કામિનીએના કાતીલ કટાક્ષ અને શૃંગારી હાવભાવ પ્રત્યે ગાઢ માહ ઉપજ્ગ્યા હતા, તેથી જ તેમના અંત:પુરમાં રૂપની રાશિ સમી-મદનપ્રિય રતિને પણ કામક્રીડામાં પરાભવ પમાડે તેવી સંખ્યામ ધ રમણીઓ હતી. તેમના જીવનમાં ધર્મ કરતાં વૈભવ, વિલાસ, રાજ્ય અને ક્રીડાની મસ્તી અગ્ર ભાગ ભજવતી હતી. આટલી પ્રસ્તાવના પ્રસન્નચંદ્ર નરેશના વર્તમાન જીવનના મૂલ્યાંકન માટે પર્યાપ્ત છે. વલ્કલચીરી તરફના બપ્રેમ માત્ર ત્યાગ મૂકાવી, રાગમાં રેલાવી ન સમાવતા એને પણુ સંખ્યાબંધ રાજપુત્રીએ સહ પાણિગ્રહણ કરાવી, નામ માત્ર વલ્કલચીરી રાખી, ખરેખરા વ્રજવિહારી બનાવી દેવામાં સાર્થક્ય કર્યું. X × X Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્નચંદ્ર ભૂપાલ : [૧૭૩] આશ્રમમાં જન્મથી જ જેને ઉછેરવાનો ભાર વહન કર્યો છે એવા ઋષિ સોમચંદ્રની સ્થિતિ વકલચીરીને અચાનક ગુમ થવાથી અતિ શોકજનક થઈ પડી. સંન્યસ્ત જીવન જેવી નિલેપ દશામાં પણ પ્રેયસી ધારિણીની આ આખરી ભેટ સ્નેહના તારને ગૂઢ રીતે ગંઠી રહી હતી. એટલે જ પીડાની ઉષ્ણુતા વધી પડી. ત્રીજે દિવસે જ્યારે પ્રસન્નચંદ્ર અવનીપતિએ વકલચીરી સંબંધીનો સુખરૂપ સંદેશ આપ્યો ત્યારે માંડ માંડ આ વૃદ્ધે પારાણું કર્યું. આમ છતાં એની સ્મૃતિમાંથી એ કુમાર કદી પણ વિસ્મૃત ન જ થા. સંન્યાસી સેમચંદ્રના એકાંત જીવનમાં એ આશાવાહિનીનો અદૃશ્યપણે ભાગ ભજવી રહ્યો. રમણીઓ સહ રતિક્રીડામાં, વડીલ બંધુ સાથે કથાકેલિમાં એક સમયના મુગ્ધકુમારે બાર વર્ષ જે લાંબો કાળ પાણીના વહેણ સમ વહેવડાવી દીધો. દરમિયાન ઉભય બંધુઓના આવાસમાં સંખ્યાબંધ અર્ભક કાલું કાલું બોલી ક્રીડા કરતા થઈ ચૂક્યા. દાંપત્યજીવનના અગીય સુખમાં કોઈને પણ સેમચંદ્ર રાષિનો આશ્રમ સાંભર્યો નહીં. ભગવૃત્તિના ઘેનમાં “ઉદય પાછળ અસ્ત’ કિવા “દિન પાછળ રાત” અવશ્ય આવે છે એ સનાતન નિયમને તદ્દન વિસરી ગયા, પણ કુદરતને ઘેર સ્કૂલનાને સંભવ કયાંથી હોય? એની ઘડિયાળ વિના ચાવી ફેરવ્યું નિયત સમય જણાવે છે. તલમાત્ર ત્યાં આઘું પાછું થતું નથી. અચાનક રંગમાં ભંગની પળ આવી ચૂકી. એક ચમકારાથી જ મહના પડલ ચીરાણ અને પુનઃ એ વલ્કલચીરીના કદમ અરણ્ય તરફ થયા. પ્રસંગ સાધી એક નાને બાલુડે લાડ કરતે વકલચીરીના ખોળામાં ચઢી બેઠો. એ તરફ દષ્ટિ ખેંચાતાં જ વલ્કલચીરીને પિતાની શિશુવય યાદ આવી. તરત જ મને મંથન આરંભાયું. એક જ પ્રશ્ન વારંવાર ઉભવવા લાગ્યા કે “જન્મતા જ જેની માતાનું મૃત્યુ થયું છે એવા મને ઉછેરી મેટ કર્યો એવા Page #191 -------------------------------------------------------------------------- ________________ [૧૭૪] પ્રભાવિક પુરુષ : વૃદ્ધ પિતાને એકાકી ત્યજી દઈ હું આ વૈભવવિલાસમાં ચકઘેર બન્યો છું. પિતાના ઉપકારને બદલે વાળવામાં અસમર્થ ને કૃત્રિમ સનેહધારી એવા મારી શી ગતિ ? મારાથી કેણ બીજે નિષ્ફરતામાં ચઢતી પાયરીએ હશે? સંધ્યાના ઓળા ઊતર્યા. નાનું શું બાળક તો તેની જનની સમીપ પહોંચ્યું છતાં વક્લચીરીના તાર તૂટ્યા તે તૂટ્યા જ–ભજન અધૂરો જ રહ્યાં. જે ઝાટકે લાગ્યો તે ન જ ભૂસાયો. રાત્રિ વીતતાં જ તે એકદમ વડીલ ભ્રાતા સમિપ પહોંચ્યા અને પિતાના દર્શને જવાની અનુજ્ઞા માગી. દર્શન ન થાય ત્યાંસુધી ભેજન ન લેવાની સ્વપ્રતિજ્ઞા પણ કહી સંભળાવી. આશ્રમે જવાની ઈચ્છા ઢીલી છતાં પ્રસન્નચંદ્ર રાજાએ અન્ય ઈલાજ ન દેખવાથી સાથે જવાની તૈયારી કરી. જ્યાં ઉભય પવિત્ર ભૂમિ સમિપ આવી પહોંચ્યા ત્યાં વલ્કલચીરી પોતાની સ્મૃતિ તાજી કરી, ભૂલાઈ ગયેલ ઇતિહાસ તાજો કરતો વૃક્ષ, ફૂલ અને ફળ સંબંધી વૃત્તાન્ત સ્વભ્રાતાને સંભળાવવા લાગ્યો. સેમચંદ્ર ષિના ચરણમાં પડી ઉભયે વંદન કર્યું. ઘણું સમયે સંતાનમુખદર્શનથી સંન્યાસીને પણ આનંદ થયે, તરત જ વલ્કલચીરીની દષ્ટિ એક સમયના પિતાના તાપસજીવનમાં રેજ ઉપરોગમાં આવતાં પાત્રો કે જેના ઉપર રજના ઘેરા આવરણો છવાયાં હતાં તે તરફ પડી. પોતાના ઉત્તરીય વસ્ત્રથી એનું પ્રમાજના આરંવ્યું. અંતરમાં ઈહા-અપેહના તાર ઝણઝણવા માંડ્યા. મેં પૂર્વે આ રીતે મુનિના ઉપકરણવસ્ત્ર–પાત્ર પ્રમાર્યા છે એવી દઢ પ્રતીતિ જેર કરવા લાગી. જેમ બેઈલર તપતાં વરાળ વધુ જોર કરે તેમ સ્મૃતિ-ધારણાનું બળ વધ્યું અને જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. પોતાને પૂર્વભવ જે. એ ભવમાં ગુરુ સમિપે ભાગવતી દીક્ષા સ્વીકારેલી અને શુદ્ધ રીતે એનું પાલન કરેલું તે સર્વ નજર સામે રમવા માંડ્યું. પણ એ ચારિત્ર આયુષ્ય Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્ન ભૂપાલ : [ ૧૭૫ ] અલ્પ હાવાથી મેાક્ષદાતા ન ખની શક્યું. એથી દેવગતિ મળી. ત્યાંથી મારા આ જન્મ એક રાજપુત્ર તરીકે થયેા, પણ પેલી મનેાવાંછિત દેનારી જિનદેવપ્રરૂપિત પ્રત્રજ્યા ક્યાં ? ભાવના વિદ્યુવેગે વધવા લાગી. રાજ્યલક્ષ્મી અસાર દેખાણી, રમણી સાથેના ભાગ દારુણુ રાગ સમ જણાયા અને માનવીજીવન એ તેા હાથીના કણ્ સમું ચપળ લાગ્યું. નિત્યં સંસારે મતિ સારું ચાયનાન્ એ મહાસૂત્ર અંતરગુહામાં પ્રમળ જોમપૂર્વક ધેાધ સમ વહી રહ્યું. એનાથી ક પક ધાવાઇ ગયા અને ઉપકરણાની પ્રમાના ચાલું છે ત્યાં જ કૈવલ્યજ્ઞાન ઉપજ્યું. × × '' ત્રણ જગતના સ્વામી! આપે શું કહ્યું ? આપશ્રીના જવાબ શ્રવણુ કરવામાં મારી ભૂલ તા નથી થતી ? ” × 66 શ્રેણિકરાજ ! મેં સાચું જ કહ્યું છે. અત્યારે ભૂપ પ્રસન્નચંદ્ર કાળ કરે તે અવશ્ય સાતમી નરકે જાય. ,, પ્રભુ શ્રી મહાવીર દેવ પાતે આ વાત કરનાર એટલે શ્રેણિકરાજને એ સ્વીકારી લેવું પડયું. એ સ્થાને જો અન્ય કાઇ કહેનાર હાત તેા તે હરગીજ કબૂલ ન કરત. શ્રી વીરનું આટલું સ્પષ્ટીકરણ છતાં શ્રેણિકભૂપના મનમાં તે એ સંબંધમાં વસવસ ચાલુ જ રહ્યો. મન હુંડાળે ચઢયું ને તર ંગાની શ્રેણી સમુદ્રમાં ભરતી ટાણે આવતાં મેાજા સમ ઉભરાવા માંડી. R આ પ્રકારનું દારુણ તપ તપનાર, જેના ગાત્રા પ્રતિ દૃષ્ટિ નાખતાં કેવળ હાડકાની ખાખરમાળ સિવાય ભાગ્યે જ બીજી નયનપથમાં આવે. મારા એક સમયના એ પ્રભાવશાળી ને પ્રખર સાહસિક મિત્રના પૂર્વ જીવન સહુ તેના આજના જીવનનુ તેાલન Page #193 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૬ ] પ્રભાવિક પુરુષો : કરું તેના રાજ્યકાળના શાય, દેહકાંતિ અને અમાપ ભાગવિલાસિતા કે અવર્ણનીય આડંબર લાલાયિતા સાથે આજના સંયમી જીવનની, એમાં પગલે પગલે નિતરતી રુક્ષતા-ઉપેક્ષાવૃત્તિ, પુદ્ગલ સંબંધી સુખ તરફ વિરાગદશા અને માત્ર ધ્યાનદશા પ્રતિ એકાગ્રતાની–સરખામણી કરું છું ત્યારે વિનાસંકોચે એ સુહૃદ મટી સંત બનેલા આત્માના ચરણમાં મારું મસ્તક સહજ અવનત થાય છે. અગાધ વૈભવને, સંખ્યાબંધ લલના સમૂહની હજાળને એકાએક ફગાવી દેનાર, આ મહાત્મા તરફ બહુમાન પેદા થાય છે. હજી અલ્પ સમય પૂર્વે મારી સગી આંખે તો હું જોઉં છું કે પહાડની કંદરાના એકાંત પ્રદેશ પર કેઈ પણ પદાર્થ તરફ એકાદું મટકું પણ માર્યા સિવાય નીચી દષ્ટિએ તેઓ કાયાત્સર્ગ મુદ્રામાં ધ્યાનમગ્ન ખડા છે. આવી વિરાગદશા ! આ જાતની કષ્ટ સહનતા ! આ પ્રકારની પૌલિક લાભ તરફ બેદરકારી! છતાં એનું ફળ? –નરક ! શું આ સંભવી શકે?તે તે પછી સ્વર્ગ કે મોક્ષ માટે કેવી કરણીનું પ્રમાણપત્ર જોઈએ ? એ મહાત્મા નરકે જાય તો પછી સ્વર્ગ અપવર્ગના દ્વાર સદાને માટે બંધ જ રહેવા જોઈએ. એમાં જનાર જ્વલે કોઈ જીવ જ જડી આવે! અંતર કબૂલી શકતું જ નથી કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ નરકે જાય, પણ શ્રી મહાવીરદેવ સ્વમુખે વદે છે કે અત્યારે એ જે કાળ કરે તો ચોક્કસ સાતમી નરકે જાય. શ્રી વીરનું વચન એટલે સો ટચનું સોનું. એમાં શંકાને સ્થાન જ ન હોઈ શકે, તે પછી આ ગૂંચ ઉકેલાય કેવી રીતે ? દષ્ટિ જુદું દેખાડે છે, મન જુદું મનાવે છે, અંતરને અવાજ કઈ જુદો ઊઠે છે, છતાં શ્રદ્ધાના તારમાંથી અનેરું જ સંભળાય છે. યુગાદિ જિનેશના કૈવલ્યની સાથોસાથ ચકરત્નની ઉત્પત્તિ પ્રસંગે જેવી દશા ભરતરાજની થઈ હતી એવી જ અત્યારે મારી સ્થિતિ છે. સૌ કોઈ શાણાને મત અંતરના અવાજની સ્વીકૃતિ Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્નચંદ્ર ભૂપાલ : [ ૧૭૭ ] માં પડે છે, છતાં શ્રી વીરવચનની અડગ શ્રદ્ધા ડગમગી શકે જ કેમ ? મેરુપર્વત સમ એ ધીર અને અડગ છે. જ્યાં બુદ્ધિની મર્યાદા અંકાય છે ત્યાંથી જ શ્રદ્ધાના જન્મ થાય છે. સમજીવના એ અભિપ્રાય છે. એ સ્વીકારવામાં જ ડહાપણ છે. છતાં પુન: એક વાર ફરીને પ્રભુને પ્રશ્ન કરવાનું નિશ્ચિત થાય છે, પરંતુ એ પ્રશ્નન પૂછાય તે પૂર્વે પાત્રાનુ પ્રમાન કરતાં વલ્કલચીરીને થયેલ કેવળજ્ઞાન, એ વેળા પ્રસન્નચંદ્ર ભૂપની ત્યાં હાજરી, સંસારના રસરાગૈાથી આઠ ભરેલા એ અવનીપતિ એકાએક રાજગિરિની ગુફાઓમાં સાધુરૂપે દેખા દે એ કેવી રીતે બન્યું તે જરા જોઇ લઇએ, , ' 6 વિદ્યુક્તિના જાતજાતના પ્રયાગે નજર સામે નિહાળતાં ને ખટન દાબતાં અસખ્ય દીપકેા ઝળઝળાયમાન થતાં અનુભવતા આ ‘યુગ ” વાસીને સમયના ચક્રની ગતિના ભાસ સુલભ છે. ‘ સમય માત્ર પ્રમાદ ન કરીશ ' એવું શ્રી ગાતમ પ્રતિનું શ્રી મહાવીરદેવનું વચન કેટલું સારગર્ભિત છે એના એ ઉપરથી • સમયે અને સહજ ખ્યાલ આવે છે. અંતર્મુહૂર્તે ’ હન્તરાના જીવના ઉન્નત બનાવવામાં, જેમ નાનાસૂના ભાગ નથી ભજન્ચે! તેમ હજારાના જીવના પતિત કરવામાં પણ કચાશ નથી રાખી. અતિ નાનેા જણાતા સમય એવા તેા પલટા કરી મૂકે છે કે જેને યથાર્થ પણે સમજવા સારુ વર્ષના વહાણા વાય. એ સૂક્ષ્મ જણાતા વખતની વિચારણા કે એ વેળાના મનપરિામ પરથી બનેલા બનાવાની નોંધ લેવી હાય તા કથાનુયાગના પાના ફેરવી જોવા. જે ‘તરંગ' ભાગી ભરતને ત્યાગી બનાવે છે તે ‘તર’ગ’ સુભૂમને પંચત્વ પમાડે છે. અલબત્ત, એની પાછળ ભાવના ભિન્ન ભિન્ન રહેલી છે છતાં કાળના માપ તા એના એ જ છે. ૧૨ ܕ Page #195 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૮ ] પ્રભાવિક પુરુષા : વિજળીના એક ઝટકા જેમ દીપક પ્રકટાવે છે તેમ સર્વ ભસ્મીભૂત પણ કરી નાખે છે. ઉપયાગ કરનારની જેવી કાર્ય - દક્ષતા; એ તેા સાધન માત્ર છે. તેથી જ ‘ નિમિત્તવાસી આત્મા’ એ વચન ટંકશાળી છે. વલ્કલચીરીની સાથે આવનાર પ્રસન્નચંદ્ર ન તે! સંસારથી કે રમા અને રામાના વિલાસથી નિવેદ્ય પામ્યા હતા કે ન તા એની ઐહિક સુખ માટેની લાલસા ઓછી થઇ હતી. તેના મનમાં ભાઈને પાછે વાળી લાવવાના કાડ હતા. એ પિતાના વચનથી ભાળવાઈ ન જાય એ સારુ તા તેનેા સાથ છેડતા ન હતા; છતાં વિધિના રાહ અનેરાં હતા. વલ્કલચીરીના કેવળજ્ઞાને એવા સખત ઝટકેા માર્યા કે એથી પ્રસન્નચંદ્ર ભૂપની કલ્પનારૂપી આખી હવેલી તૂટી પડી. એકાએક જીવનપલટા થઇ ગયા. એની દુનિયા જ ફરી ગઇ. કેવલીની દેશના સાંભળી સામચંદ્ર ષિને તાપસ મટી નિગ્ર થના વેશ સ્વીકારતા જોયા, ઉભયને નેત્ર સામેથી વિદાય લેતા પણ જોયાં અને એ સર્વની પાછળ એક જ નાદ પેાતાના કણ માં જોરશેારથી પડતા સાંભળ્યો અને તે એ જ કે— જાગ અને જો " નિતરું સત્ય ચક્ષુ સામે હતું. વલ્કલચીરીનું આખું ય જીવન મેધપાઠપ હતુ. આખરી એક જ નિ વારવાર ઊઠતા કે– ‘જે એણે સાધ્યું તે પેાતે કેમ ન સાધી શકે ?’ પેાતનપુરના માર્ગ વિચારમંથનમાં કયાં ય પસાર થઇ ગયા એ તેને ન જણાયું. આખરી એક જ નિશ્ચય થઇ ચૂકયા કે જે માર્ગે પિતા અને ભાઈ ગયા એ જ માર્ગ પાતે ગ્રહણ કરવા, તેા જ ઇષ્ટસિદ્ધિ થવાની. ક્ષત્રિવટના ‘ પણ ’ ( પ્રતિજ્ઞા ) એ તે વજ્રલેપ સમા અતૂટ હાય. સર્પ જેમ કાંચળીનેા ત્યાગ કરી નાંખે તેમ નૃપતિ પ્રસન્નચંદ્રે તરુણુ કુમારને ગાદીનશીન Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્ન ભૃપાલ : [ ૧૭૯ ] કરી, સચિવને રાજ્ય ભળાવી, અંગનાઓને ત્યાગજીવનની સારભમાં શા શા જાદુ ભયો છે એના ખ્યાલ કરાવી, શ્રી વીરના સમવસરણના પંથ લીધેા. ભાગવતી દીક્ષા સ્વીકારી દુર તપ તપવા અને કમળને ખપાવવા ગિરિગુફાનું શરણુ શેાધ્યું. વૈભારિગિરના માર્ગે થઇ સમવસરણ તરફ જતાં શ્રેણિક ભૂપાળે એ જ સાધુ પ્રસન્નચંદ્રને ધ્યાનમગ્ન નિરખેલા. પાછળથી એ રસ્તે પસાર થતા પહેરેગીરે સુમુખ ને `ખ જે વાર્તાલાપ કરી રહ્યા હતા તે પરથી ધ્યાનભગ્ન થવાના પ્રસંગ ઉદ્ભવ્યેા. "" સુમુખે રાજવીના સંસારત્યાગ વખાણ્યા પણુ એ સામે દુ ખે સ્વભાવાનુસાર વાંધા લેતાં જણાવ્યું કે ભાઈ ! રાજકાજના અભ્યાસહીન કુમારને ગાદી આપી, આ રાજાએ સંયમ લેવામાં ઉતાવળ કરી છે. એ ઠીક નથી કર્યું. આજે એ પેાતનપુરના રાજ્યની કેવી માઠી દશા થઇ રહી છે? સીમાડાના રાજાએ ચઢાઇ કરી, મંત્રીમ’ડળમાં ફૂટ પડાવી, કુમારનૃપને કેવા વિષમ સયેાગામાં મૂકી દીધા છે? એના વિચાર કર. એ દારુણુ સ્થિતિ આ ભૂપના અવિચારી પગલાને જ આભારી છે.” એ પહેરેગીરા તે વાતેા કરતા આગળ વધ્યા પણ જેના કણ માં એ શબ્દો પહેાંચ્યા છે એવા એક સમયના રાજવી પ્રસન્નચંદ્ર પેાતાનું ધ્યાન ચૂકયા. પેાતે કઇ દશામાં અને કેવા વેશમાં છે એનુ એમને વિસ્મરણ થયું. ક્ષાત્રતેજના દુ ષ આવેગ પ્રગટી નીકળ્યેા. નસેનસમાં વીરતા પ્રસરી ગઇ. પોતે સમરભૂમિમાં જાણે યુદ્ધ ખેલી રહ્યા હાય અને સીમાડાના રાજા સામે વૈરાગ્નિના અલેા લઇ રહ્યા હાય એવા ભાવમાં તે મશગૂલ અની ગયા. પ્રભુના પ્રત્યુત્તર કાળે તેએ મનપ્રદેશમાં મહાભયંકર યુદ્ધ ખેલી રહ્યા હતા. સ ંખ્યાબંધ શત્રુસૈનિકાના સંહાર કરી શત્રુ સામે ખડા થયા હતા. એક જ વિચારમાં રમી રહ્યા હતા કે મારી " Page #197 -------------------------------------------------------------------------- ________________ [૧૮] પ્રભાવિક પુરુષ : હૈયાતિમાં એક નાનકડા ઠાકરડા મારા દેશની આવી સ્થિતિ કરે! મારા તનુજને આ રીતે રસ્તાને રખડતે ભિખારી બનાવે !” આ પ્રકારના વૈરીના નાશમાં એટલી હદે એ લયલીન થઈ ગયા કે જાણે લડતાં લડતાં પોતાની પાસેના સર્વ શસ્ત્રો ખલાસ થઈ ગયા. શત્રુ સામે ફેંકવાનું કંઈ સાધન ન જોતાં તરત જ હાથ માથા ઉપરને લોઢાનો ટેપ લઈ ફેંકવાના વિચારથી માથા તરફ વન્યા. ત્યારે જ શુદ્ધિ ઠેકાણે આવી. હુંચિત મસ્તક ટોપ તો ન આપી શકયું પણ સાચું ભાન કરાવવામાં નિમિત્તભૂત બન્યું. વેશ કે આચાર પણ ભૂલા પડેલાને પાછા વાળવામાં સહાયક થઈ શકે છે એ વાત આ પરથી પૂરવાર થાય છે. લેચ કરેલ માથાએ પતે આજે રાજવી નથી પણ સાધુ છે એ વાતનો સાક્ષાત્કાર કરાવ્યો. તરત જ મન-ભૂમિકામાં વિચાર-સરણું પરિવર્તન પામી. વૈરતૃપ્તિને ઠેકાણે “મારે હવે સંસારની બાબતો સાથે શું સંબંધ” એવા ભાવને સ્થાન મળ્યું. ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવાનું શરુ થયું. મગધના સ્વામી તરફથી આ જ સમયે પ્રભુશ્રી મહાવીરને પુનઃ પ્રશ્ન પૂછાય. જવાબમાં પ્રભુશ્રીએ જણાવ્યું કે અત્યારે મૃત્યુ પામે તો પ્રસન્નચંદ્ર મુનિ સ્વર્ગે જાય” એ ઉત્તર મળે. આ સાંભળીને શ્રેણિક રાજનું આશ્ચર્ય વધી પડ્યું. પ્રભુશ્રી તરફથી આમ વિચિત્ર ઉત્તરો કેમ મળે છે? એ પ્રશ્નન અંતરમાં ઉદ્ભવ્યા અને આથમ્યુ. એ સંબંધમાં તદ્દન સ્પષ્ટતાથી જાણું લેવાની તમન્ના જાગ્રત થઈ. ત્યાં તો દેવદુંદુભિના સ્વર કર્ણપટ પર અથડાયા. પ્રભુશ્રીએ ઉચ્ચાર્યું: “ શ્રેણિકરાજ ! તમારા મિત્ર પ્રસન્નચંદ્રને કેવળજ્ઞાન થયું.” નાથ ! આપ આ શું વદી રહ્યા છે ? એક વાર નરક, બીજી વાર સ્વર્ગ અને હવે કેવલ્ય ! આ જાતની વિચિત્રતાઓ અને તે પણ આપ જેવાના મુખમાં? ” Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રિસન્નચંદ્ર ભૂપાળ : [ ૧૮૧ ] નરેંદ્ર ! એમાં કંઈ આશ્ચર્ય નથી. સમયે સમયે મનના પરિણામે બદલાય છે અને જેવા આત્માના પરિણામો એવી ગતિના દળિયા બાંધે છે.” એમ કહી પ્રસન્નચંદ્ર મુનિના મનમાં ચાલતા સંગ્રામ વેળા કહેલી નરકગતિને અને ટોપને સ્થાને મૂડાયેલું શિર જોતાં બદલાયેલા પરિણામ વેળાની સ્વર્ગગતિનો સમન્વય કરી અંતમાં જણાવ્યું કે પતે ત્યાગીજીવનમાં છે, અનગાર ધર્મમાં છે–એવો ખ્યાલ આવતાં એ જીવનને રંચમાત્ર પણ ન છાજે એવા વિચાર કર્યો એ બદલ સખત પશ્ચાત્તાપ શરૂ કર્યો. કોને પુત્ર ને કેનું રાજ્ય? એ ભાવ પર આહલેખ જગાવ્યો. અનિત્યાદિ ભાવનાઓના પ્રબળ ધસારાવડે કમ્પકને ધવા માંડ્યો. આત્માને નિર્મળ બનાવ્યા એટલે વિભાવદશા ભાગી ગઈ અને સ્વભાવ દશાનો ઉદ્યોત પ્રગટ્યો. એ જ કેવળજ્ઞાન.” તેથી જ “કર્ભે શૂરા તે ધર્મ શૂરા’ જેવા વચન અસ્તિત્વમાં આવ્યા છે. એટલા સારુ તો કહેવું પડ્યું છે કે-“મન gવ મનુષ્કાળાનું, વાસણમ્ વંધમોક્ષ.” માનવીનું મન એટલે એની વિચારમાળા જ બંધન કે છૂટકારામાં નિમિત્તભૂત બને છે; તેથી જ મન પર અંકુશ રાખવાની વાત પર અતિ ભાર મૂકવામાં આવ્યા છે. આમ ભલભલા ભેગીઓ અને રાગદશામાં આકંઠ ભરેલાના આત્મિક કલ્યાણ જોતજોતામાં સધાઈ ગયા. શ્રીમદ્ આનંદઘનજી ગીરાજે બરાબર જ ગાયું છે કેમન સાધ્યું તેણે સઘળું સાધ્યું ” એ વાત તદ્દન સાચી છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ અંતિમ રાજર્ષિ ઉદાયન “પૂજ્ય સંત ! આપ જે નિવૃત્તિમાં હો તો આપનું જીવનવૃત્તાન્ત શ્રવણ કરવાની મને અભિલાષા વતે છે.” અભયકુમારે ગુરુવંદન કરી, બેઠક લેતાં પૂછયું. મંત્રીશ્વર ! મારું જીવનવૃત્તાન્ત ! ભલા એમાં શું માલ છે? અન્ય પુણ્યલોકી મહાત્માઓના ચરિત્ર ક્યાં ઓછા છે?” પણ ક્ષમાનિધાન ! આપની આત્મકથા આપશ્રીના મુખે જાણવામાં કંઈ ખાસ હેતુ હોય તો જિજ્ઞાસુ જીવને એ સંભળાવવા જેટલો આપ પરિશ્રમ ન લ્યા? સૂર્યને અગાધ પ્રકાશ પથરાયેલો હોવા છતાં, ગૃહના અંધકારથી આચ્છાદિત કમરામાં જવા સારુ તે દીપકની જ આવશ્યકતા રહે છે.” અમાત્યમણિ! ભલે, જે તારી એ મનોકામના જ હોય, એ દ્વારા તને કંઈ લાભ થવાનો હોય તો, મારા ભૂતકાલીન જીવનના ખાસ પ્રસંગે પર નજર નાંખી જવામાં મને વાંધો નથી. સંતના જીવનમાં પરોપકાર સિવાય અન્ય ધર્મ શું હોઈ શકે? મારું જીવન, તારા જેવા બુદ્ધિનિધાનને દીપિકાની ગરજ સારે એ મારું અહોભાગ્ય.” પૂજ્ય શ્રમણ ! પ્રભુશ્રી મહાવીરદેવના મુખેથી સાંભળ્યું કે ભાગવતી દીક્ષા સ્વીકારનાર આપે છેલ્લા રાજન છો ત્યારે મારા આનંદને-મારા હર્ષને જાણે મહાસાગર ઉછળી રહ્યો. આપ નેંધી રાખે કે એ અધી લીંટીમાં મારા જીવનને અનુપમ Page #200 -------------------------------------------------------------------------- ________________ ઉદાયન રાજર્ષિ : [૧૮૩] હાવ સમાયે છે. આજે એ પર પડદો ઉચકવા હું તૈયાર નથી, છતાં ભાર મૂકી મારે કહેવું જોઈએ કે મારા માટે એ જીવનમરણને પ્રશ્ન છે. It is a question of life & death.” સચિવશ્રેષ્ઠ! જ્યારે તારી ઉત્કટ સિદ્ધિ કે પ્રબળ સાધનાને તાર મારા જીવનપટ સાથે સંકળાયેલે ભગવાનના વાક્યથી પૂરવાર થાય છે ત્યારે એ જીવનમાં ડોકિયું કરવાને હું પણ તૈયાર જ છું. તારી દષ્ટિ મહાસાગર જેડે નેહગ્રંથીથી જોડાયેલ સિધુ સોવીર દેશ પ્રતિ ફેરવ. નૃપતિ ઉદાયનને તનમનાટ કરતા યુવાનીનો સમય અને રાજ્યકાળ ચક્ષુ સામે ધર. એના પરાક્રમની યશગાથા ગાવાને કે વીરતાની વિસ્તૃત વર્ણમાળા લંબાવવાને દિલ ના પાડે છે. શાર્ય ને બળપરાક્રમથી રંગાયેલા એ સમયમાં, દિવાની યુવાનીના નાદમાં, ધર્મ કઈ ચીડિયાનું નામ છે એ પણ તે જાણતો ન હતો. તાપસીના અરણ્યવાસ ને નિવૃત્ત જીવન પ્રતિ મમત્વ ધરાવવા છતાં જાતે ધર્મકરણના આચરણમાં તદ્દન શુષ્કતા દાખવતો. ચેટક ભૂપ જેવા ધર્માત્માની તનયા પ્રભાવતી જેવી ગૃહસ્વામિની મળવા છતાં તે રાજવીના જીવનમાં ધર્મના નામે કેવલ સહરાના રણની રેતી જ હતી. અહંન્તઉપાસિકા પ્રભાવતીના ધર્મમાર્ગે દોરવવાના હેતુથી કરાયેલા સંખ્યાબંધ પ્રયાસ માત્ર નિષ્ફળતાને જ વર્યા હતા. કઈ વાર પ્રભાવતીની દલીલોના અંતે ઉદાયન સ્પષ્ટ સંભળાવી દેતો કે સાધુઓ કે શ્રમણે એ તો કિયાજડત્વને વરેલા છે. જે કંઈ પણ નિવૃત્તિ જણાતી હોય તો આશ્રમવાસી તાપસના જીવનમાં જ. બાકી ધર્મ એ તો મુગ્ધ જીને લલચાવવાની મધલાળ છે. ડરપોકતા અને ભીરુતાને જન્મ આપનાર છે. “આમ છતાં શીલવતી અંગનાની મીઠી વાણું અને પ્રસંગેચિત ઇસારા હું તદ્દન અવગણી શકતો નહીં. ન–છૂટકે પણ એની Page #201 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૪ ] પ્રભાવિક પુરુષ : ચર્ચામાં ઉતરવું પડતું. મનમાં એમ થઈ જતું કે એકાદ સાધુની પિલ ઊઘાડી પાડી શ્રદ્ધાસંપન્ન રાણીની આંખ ઊઘાડી નાંખવી. તે વિને આ રેજની ચર્ચા નહિ ઓછી થાય કે નહિ એ મારે પીછો છોડે! પણ વો દિન કહાં? ત્યાગી આત્મામાં પિલ એ કાળે સુલભ નહતી. સમજીને સંસારને લાત મારનાર માનવીઓ સ્વજીવનના પ્રત્યેક કાર્ય પર સૂમ નજર નાખી જતા, જરા પણ શિથિલતાને મચક ન આપતા, પ્રમાણિકપણે લીધેલ સંયમનું પાલન કરતા, વેશને ટીકાપાત્ર બનાવવા કરતાં મૃત્યુને ભેટવું વધુ પસંદ કરતા. દરરોજની તપાસને અંતે એક પ્રસંગ સાંપડ્યો. નગર બહારની ચંડિકાદેવીના મંદિરવાળી નાની ધર્મશાળામાં રાત્રિ ગાળવાના ઈરાદાથી એક નિગ્રંથ ઊતર્યાની અને સ્વઆવશ્યક ક્રિયામાં લાગી ગયાની બાતમી મને મળી. જે તકની હું લાંબા સમયથી માર્ગ પ્રતીક્ષા કરી રહ્યો હતો તે આમ અચાનક મળી જવાથી મારા હર્ષનો પાર ન રહ્યો. તરત જ મેં બાતમીદારને હુકમ કર્યો કે “એ સ્થાનને બહારથી તાળું લગાવી રાખવું અને હું થોડા સમયમાં જે પહેરેગીરને ત્યાં મોકલું તેની સૂચના પ્રમાણે કરવું.” રાત્રિના ઓળા પથરાતાં મેં એક વેશ્યાને બોલાવી મંગાવી અને તાકીદ કરી કે “ચંડિકાદેવીના મંદિરવાળી ધર્મશાળામાં જે કઈ વ્યક્તિ હોય તેની સાથે તારે રાત્રિ પસાર કરવાની છે.” તરત જ એક પહેરેગીરને સૂચના આપી કે “આ વેશ્યાને ધર્મ શાળામાં દાખલ કરી, બહારથી તાળું મારી એ સ્થાનમાંથી કોઈ બહાર ન જાય તે સખત ચોકી પહેરો રાખ.” - “મંત્રીશ્વર ! મારે આજે ખુલ્લા હદયે કબૂલ કરવું જોઈએ કે આ પ્રપંચની રચના પાછળ મારો એક જ ઈરાદો હતો Page #202 -------------------------------------------------------------------------- ________________ ઉદાયન રાજવું છે [૧૯૫] કે-સાધુઓના જીવનમાં કાળી બાજુ હોય છે એમ બતાવી ચેટકભૂપની તનયાની શ્રદ્ધામાં ઓટ આણવો. रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातम् , भास्वानुदिश्यति हसिष्यति पंकजश्रीः । इत्थं विचिंतयति कोषगते द्विरेफे, हा हन्त हन्त नलिनी गजमुजहार ॥ આ લોકનું તાત્પર્ય એ છે કે–‘કમળમાં બીડાયેલ એક ભ્રમર વિચારે છે કે-રાત્રિ પસાર થઈ જશે અને સુંદર પ્રભાત પ્રસરતાં સૂર્યોદય થશે, કમળની શ્રેણી વિકસ્વર થતાં હસી ઊઠશે. ઇત્યાદિ વિચારમાં તે મશાલ બનેલો છે એવામાં ત્યાં એક હાથી આવીને તે ભ્રમર સહિત કમળને તોડીને ખાઈ ગયો.” આત્મકથા કહી રહેલા ચરમ રાજર્ષિ મંત્રી અભયકુમારને ઉદ્દેશીને કહે છે કે “એ રાત્રે મારી એવી સ્થિતિ વતી રહી હતી કે ક્યારે પ્રાત:કાળ થાય ને દેવી પ્રભાવતીને લઈ એ ધર્મશાળા પ્રતિ પગલાં માંડું અને પ્રત્યક્ષ ઉદાહરણ દેખાડી રાણુને કહું કે-શ્રદ્ધામાં અંધ બનેલી ઓ રાણું ! નિગ્રંથ કહેવાતા ને સાધુપણાનો સ્વાંગ ધરતા ત્યાગીની આ લીલા નિહાળ!” વળી એ ઉપરાંત ભાર મૂકીને તેને જણાવું કે-જ્યાં આ લીલાની મને જાણ થઈ કે તરત જ એ પર ચેકી પહેરો બેસાડ્યો હતે. બાકી આવું તે ઘણું ય ચાલતું હશે એની કણ નેધ રાખે? આ તો તારા અંધશ્રદ્ધાના પડલ ચીરાય એટલા ખાતર યુ! આવી મારી નિદ્રા પૂર્વેની ભાવના હતી. પણ જેમ કમળનો કેળીયે હાથીના મુખમાં થઈ જતાં ભ્રમરની તરંગમાળા આપોઆપ વિનશ્વર થઈ ગઈ તેમ મારી સ્થિતિ પણ ધર્મશાળાના કમાડ ઊઘડતાં જ થઈ ગઈ. આખા એ દેહ પર ભસ્મ લગાવેલી અને માત્ર કોપીન ધારણ કરેલી એક Page #203 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮ ] પ્રભાવિક પુરુષો : વ્યક્તિ ભેળા શંભુનું સ્મરણ કરતી બહાર નીકળી. નગરમાગે જ્યાં કદમ ભરવા લાગી ત્યાં રાત્રે ભાવેલી મારી ભાવનાને વિનાશ થઈ ગયે. મહામુશીબતે ચણેલી ઈમારત આપોઆપ નજર સામે જમીનદોસ્ત થતી અનુભવી. એકાએક આમ તદ્દન અનેખું કેવી રીતે બની ગયું? તેને ઊકેલ કરી શકાય નહીં. દેવી પ્રભાવતી રક્તનેત્રે મારા સામું જોઈ રહી. દમામભરી વાણીમાં એક જ પ્રશ્ન તેણીના તરફથી થયો. ક્યાં છે મારા નિગ્રંથ સાધુ? સવારના પહોરમાં શા માટે તમારા લંગોટીયા ભેખધારીની આ લીલા બતાવવા મને ખેંચી લાવ્યા? જ્યાં સાચે ત્યાગ નથી ત્યાં આવું હોય એમાં શી નવાઈ ! વિષયવાસના પરની મૂર્છા ઊડ્યા વગર સાધુતા ન જ સંભવી શકે. તેથી જ હું તે આપને રેજ શ્રી વીતરાગના ધર્મની–સત્ય ધર્મની વાત સંભળાવું છું.” માનદ મંત્રી! તે વેળા હું કંઈ જ ઉત્તર ન આપી શક્યા, કેવળ ભેંઠે પડી ગયા. દેવી પ્રભાવતીના વચને મને તીર સમ ખુંચતા છતાં અન્ય પ્રતિકાર ન હોવાથી ગળી ગયે અને તરત જ અમે દંપતી રાજમહાલય તરફ સિધાવી ગયા. મારા મનમાંથી જેન સાધુ એકદમ એક બાવાના વેશમાં આટલા સખત ચેકીપહેરા વચ્ચે કેવી રીતે ફેરવાઈ ગયા એ જાણવાની ઇતેજારી કઈપણ રીતે દૂર ન થયાથી અવસર પ્રાપ્ત થતાં જ ખાનગી રીતે મેં પેલી વેશ્યાને બોલાવી અને દમામથી રાત્રિમાં જે બન્યું હોય તે સાચે સાચું કહેવાની આજ્ઞા કરી. | વેશ્યા બેલી: “મહારાજાધિરાજ ! આપની આજ્ઞા પ્રમાણે મેં સરામાં પહોંચી જઈ, ભલભલા દઢ મનોબળીને પણ મદનને નશે ચઢાવે અને વિહવળ બનાવે તેવા શણગારની સજાવટ કરી, વિવિધ પ્રકારના હાવભાવ આદર્યા. એકાંતને લાભ લઈ Page #204 -------------------------------------------------------------------------- ________________ ઉદાયન રાજર્ષિ : [૧૮૭] જ્યાં એ જનમુનિ પોતાની આવશ્યક ક્રિયામાંથી પરવાર્યા કે એકદમ તેની સમીપે પહોંચી ગઈ અને આલિંગન પણ કર્યું હોત ત્યાં તે એક સત્તાવાહી અવાજ કર્ણરંદ્ર પર અથડાય અને એમાં રહેલા પ્રબળ મનેભાવથી મારી અધી આંધી ઉતરી ગઈ. એ શબ્દો હજુ પણ મને યાદ છે. “ખબરદાર ! એક પગલું પણ આગળ વધી છે તે ? મારે તારા કામીજન ઉચિત પ્રલેભનોની રંચમાત્ર અગત્ય નથી. રામાની માયા અને ગૃહસ્થચિત વિલાસનો તે મેં પૂરી સમજ પછી ઈરાદાપૂર્વક ત્યાગ કર્યો છે. એ ઉચ્છિષ્ટમાં પુનઃ પુનઃ ન લેપાવાની મારી દઢ પ્રતિજ્ઞા છે. એ ભામિની ! આ નિગ્રંથ તારા આ જાતના કામોત્તેજક હાવભાવ ને મર્યાદહીન અંગસંચાલનેથી ફસાશે એમ જરા પણ માનતી નહીં. વિનાકારણ નારી જાતને ઉચિત મયદાને ભંગ ન કર. સાડાત્રણ હાથ દૂર રહીને જે કંઈ કરવું હોય તે કર.” મહારાજ ! આમ છતાં મેં એ મુનિને લેભાવવામાં કચાશ ન રાખી. કટાક્ષ, હાવભાવ, અંગમરેડ અને નગ્ન નૃત્ય આદિના કંઈ કંઈ પ્રયોગ કરી દેખાડ્યા; છતાં પત્થરના સ્થંભ સરખા એ સાધુ તે અડગ જ રહ્યા. વિકારની જરા સરખી ઉત્તેજના પણ એનામાં મેં ન ભાળી. જ્યાં કામદેવ પર આવું આધિપત્ય હોય ત્યાં મારું શું ચાલે ? એક વાર ફરીથી એને ભેટવાને ને મારા દેહ સાથે લપેટવાનો વિચાર કરી જ્યાં આવેગ સહ આગળ વધું છું ત્યાં તે એ મુનિએ જરા પાછા હઠી, જુસ્સાદાર વાણીમાં–જાણે હમણું જ શાપ આપી બાળી નાંખશે એવી તીવ્ર ભાષામાં કહ્યું જે એક કદમ પણ આગળ વધશે તો પરિણામ ભયંકર આવશે. અબળાજાતિ જાણી આ બીજી વાર જવા દઉં છું, પણ મારા વ્રતરક્ષણ અર્થે આવા પ્રયત્નો હવે નહીં જ ચાલવા દઉં.” Page #205 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૮] પ્રભાવિક પુરુષ : “નાથજ્યાં સામાના દિલમાં સ્નેહને લવ સરખે પણ ન હોય, કામનું ચિહ્ન સરખું ન સંભવે, જે સ્થાને કેવળ કચ્છના રણની રેતી જેવી શુષ્કતા ભરી હોય ત્યાં મારા જેવી વેશ્યાના પ્રયાસ પણ નિષ્ફળ નિવડે એમાં શી નવાઈ? ખરેખર એ સાચા ત્યાગી હતા. મારી એ પ્રકારની સર્વ ક્રિયાઓ વ્યર્થ ગઈ અને એ પરિશ્રમથી મારા અંગેપાંગ એટલા તો ઢીલા પડી ગયા કે ન છૂટકે મારે એક ખૂણાને આશ્રય શોધવો પડ્યો. મેંશ આગળ ભાગવત જેમ નકામું છે અને બહેરા આગળ શંખધ્વનિની કંઈ અસર થતી નથી તેમ આ મુનિ સામે કામકેલીને કે અનંગકીડાને કંઈ અર્થ નથી જ એમ નકકી કરી નવી કંઈ પણ ચેષ્ટા ન આદરવાની મન સાથે મેં ગાંઠ વાળી.' “હે વેશ્યા! એ તો જાણે એની દઢતાનું વર્ણન થયું, પણ તારા કથન પ્રમાણે એ જેનધમી સાધુ હતા એ જ્યારે ચોક્કસ વાત છે તો, એમાંથી અલેખ જગાવતો લગેટો કેવી રીતે થઈ ગયે? તેં આ સંબંધમાં તેની સાથે બીજી કંઈ વાત તે નથી કરીને? ખરેખરું કહેજે, જે જરા પણ અસત્ય વદવા યત્ન સેવીશ તો યાદ રાખજે કે આજીવિકા તો જશે પણ આ નગરમાં રહેવું ભારે પડશે. આ ઉદાયન ભૂપાળ સામે જેવું બન્યું હોય તેવું અક્ષરે અક્ષર કહી દેવામાં જ જિંદગીની સલામતી છે.' ગણિકા–“સવીર દેશના માલિક અને મારા અન્નદાતા ! આપસાહેબની હજૂરમાં એક અક્ષર પણ ખા વદવાની મારી નથી તો ગુંજાશ કે નથી તે મારામાં એવી શક્તિ. જેવું બન્યું છે તેવું જ હું કહી સંભળાવું છું એ ત્યાગના મૂર્તિમંત સ્વરૂપે ફરીથી એક વાર એની ધાર્મિક વિધિ આરંભી. જાણે કે આંગણે આવેલ મહેમાન વિદાયગીરી ન માંગતો હોય અથવા તે ચિરકાળ સુધી જેમની સેવા-સુશ્રુષા Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉદાયન રાજર્ષિ : [૧૯] કરી તેનાથી જાણે કાયમના માટે છૂટા પડવાનું ન હોય, અને તેથી અંતરમાં દુઃખ થતું ન હોય એ ભાવ આ વેળાની ક્રિયામાં જણાયો. જો કે આ મારું અનુમાન છે છતાં પાછળની કરણી પરથી એની સત્યતા વિનાસંકે સ્વીકારી શકાય તેમ છે. આ વિધાન ઝાઝો સમય ન ચાલ્યું. એની સમાપ્તિ સાથે જ એકાદ લડા રણાંગણમાં દોડી જવાની તૈયારી કરે એટલા ઉમંગથી એ મુનિ ઊભા થયા. હૃદયમાં નિશ્ચિત કરેલ પેજના અને તેને ઈષ્ટફળ બેસવાની ધારણા પાકી હોવાથી એ મોટા સ્વરે બેલી ઊઠયા પ્રત્યે ! અરિહંત દેવ! જે સાધન સંયમપંથ ઉજાળવા અર્થે છે, જે ઉપકરણે ચારિત્રધર્મના સંરક્ષણ માટે છે, એ સર્વને આજે હું નાશ કરવામાં–એનું અસ્તિત્વ ભૂંસી નાખવામાં ધર્મ સમજું છું-મારી ફરજ માનું છું. શાસ્ત્ર આજ્ઞા કયાં સુધી પહોંચે છે તે હું નથી જાણતા છતાં અંતરને એ અવાજ સ્પષ્ટ છે. વ્યક્તિના મહત્વને સવાલ હોત તો અન્ય માર્ગ વિચારી શકાત પણ આ તો શાસન–અહંન્તના ધર્મ–નિર્ચ થના પવિત્ર જીવન પર ઈરાદાપૂર્વક રંગાયેલી ને ઘડી પળમાં પડું પડું થઈ રહેલી નાગી તરવાર છે. શાસન પરનું કલંક એ કંઈ નાનીસૂની વાત નથી. માટે જ મારે આખરી નિરધાર મુનિજીવનમાંથી અદશ્ય થઈ જવાનો અને એના પ્રત્યેક ચિહ્નને મીટાવી દેવાનું છે. એમાં જે કંઈ દોષાપત્તિ સંભવી શકતી હોય એ માટે મિચ્છામિ દુક્કડંની અભિલાષા.” મહારાજ ! મેટા સ્વરે ઉચચરાયેલા આટલા શબ્દ મેં બરાબર સાંભળ્યા છે. પછી એ સાધુએ ધર્મના ઉપકરણોમાંથી એક નાની પોટલી (સ્થાપનાચાર્યની) જુદી મૂકી બાકી સર્વ ફાડી-તોડી ઢગલે કર્યો. કેપીન ધારણ કરી બીજા સર્વ વસ્ત્રો પણ ઉતારી નાંખ્યા. એ વેળાનો દેખાવ આશ્ચર્યકારી હતો. વીર્યરક્ષાથી ખીલેલા ને પ્રબળતાને પુરાવા આપતા પ્રત્યેક અંગ Page #207 -------------------------------------------------------------------------- ________________ [૧૦] પ્રભાવિક પુરુષ : કોઈ પણ માહિનીને લોભાવવાને કિવા માનિની મદ ઉતારવાને બસ હતા. બ્રહ્મચર્યને અતુલ મહિમા ગવાયો છે અને ઇન્દ્રિયોપનામાં અમાપ શક્તિની આવશ્યકતા છે. એ વાતો સાંભળવામાં તે આવેલી, પણ એને પ્રથમ સાક્ષાત્કાર એ રાત્રે જ થયે. મારી પણ્યાંગના તરિકેની જિંદગીમાં મેં સંખ્યાબંધ પુરુષોને સમાગમ કર્યો છે, મારી દેવડીએ કેટલાયે ભિન્નભિન્ન રુચિધારી આત્માઓએ આંટા માર્યા છે, એ સર્વના જીવનની કે એમનાં દિદારની કંઈ કંઈ ટાઢીમીઠી સુણ છે અથવા તો કેટલાકની ઊંડાઈના માપ પણ કાઢ્યા છે. એને નીચેડ એટલે જ આવ્યું છે કે વિલાસની આગમાં કે વિનાદર ઇન્દ્રિયની મેકબાશમાં સાચા જીવનની અને સાત ધાતુમાં રાજા સમાન વીર્યની કેવળ ખરાબી જ થયેલી હોય છે. જો કે મારો ધંધે મને એ નરકાગાર તુલ્ય જીવનને પાશ છોડવા દે તેમ નથી છતાં એ મહાત્માનું અંગ જોતાં નીતિકારના નિમ્ન વચન સહજ યાદ આવે છે. જગતના મોટા ભાગનો એ સ્વભાવ હોવા છતાં એમાં દોરેલું ચિત્ર સાચું છે એમ મારે આત્મા પોકારે છે. धनेषु जीवितव्येषु, भोगेष्वाहारकर्मसु । अतृप्ताः प्राणिनः सर्वे, याता यास्यन्ति यान्ति च ॥ એ પાંચ ચીજને જેઓ સમજીને ત્યજી દે છે એ જ સાચા સુખી અને સમજુ છે. મહારાજ ! આટલું લંબાણ કરવાનું કારણ પણ એ જ છે કે એ સાચા મુનિના દર્શને મારા સરખી હીણુજીવીને પણ વિચાર કરતી બનાવી છે એને કંઈક ખ્યાલ આવે. ચંડિકા દેવીના દીપકનો ઉપયોગ ઉપર્યુક્ત સર્વ સામગ્રી ભસ્મીભૂત કરવામાં ક્ય. હાથમાં રાખવાને દાંડે સરખો પણ મૂળ સ્વરૂપે ન રાખે. એ સર્વની પૂર્ણાહૂતિ થતાં જે રાખો. Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉદાયન રાજર્ષિ : [૧૯૧] પંજ ખડો થયે એમાંથી જેટલી ચોળાય એટલી શરીર પર ચાળીને ઘડીપૂર્વેને જૈન સાધુ જોતજોતામાં બાવાના રૂપમાં ફેરવાઈ ગયા. સધ્યાના આછા અંધકારમાં પધારેલા નિગ્રંથ મુનિ પ્રાત:કાળમાં અહાલેક જગાવતાં દષ્ટિગોચર થયા. એમાં મેં વર્ણવેલ વૃત્તાંત સિવાય અન્ય કંઈ પણ કરામત નથી.” પારિતોષિક અપાવી ગણિકાને વિદાય કરવામાં આવી તેમ છતાં રાજવી ઉદાયનનું મનોમંથન પૂરું ન થયું. મુનિએ વાપરેલી દીર્ધદષ્ટિ પર એ મુગ્ધ બન્યું. રંભા સમી રમણી અને એકાંત સ્થાન પ્રાપ્ત થયા છતાં કામ પર આધિપત્ય જમાવનાર ત્યાગી પ્રત્યે એને કુદરતી જ બહુમાન ઉભવ્યું. જગતમાં વિલાસને લાત મારી કેવળ પ્રતિજ્ઞાપાલન અર્થે મરી ફીટનાર વીરલા પણ પડ્યા છે. એ વિચારે ભારતવર્ષ ગૌરવવંત ભાસ્યું. સહસા મુખમાંથી–ધનુષ્યમાંથી બાણ છૂટે તેમ-શબ્દ સરી પડ્યા. એ ત્યાગી સાધુ! સાચે જ તમે જિનશાસન પર મલિન વૃત્તિથી કલંક ચઢાવવા કમર કસનાર મારા જેવાને શિકૂસ્ત આપી છે એટલું જ નહિ પણ, જીવનભર યાદ રહી જાય તેવો બોધપાઠ પણ આપે છે. પાપપંથમાં આકંઠ ભરેલી અંગનાના વિચારમાં પલટો આપ્યો છે અને મારા જેવા મદાંધની–આ ભવ મીઠે માની યથેચ્છ રીતે વિચરનારની-ચક્ષુએ ઊઘાડી નાંખી છે. એ સંત! તમને ધન્ય છે અને એક બે વાર નહિ પણ અનેક વાર પ્રણામ છે. હં, હં, આવા ધન્યવાદ! સિધુ દેશના સ્વામી, સદાકાળ એ લગોટા ને વેશ્યાના વિચારમાં જ રત રહેશે કે કંઈ રાજના જરૂરી કામો માટે અને પ્રજાના શ્રેય અર્થે સમય કાઢશે? ” પ્રભાવતીએ કમરામાં પ્રવેશતાં મજાકમાં કહ્યું “દેવી ! એમ ન Page #209 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૨] પ્રભાવિક પુરુષો : બોલ” ઉદાયને તરત જ ઉત્તર આપતાં જણાવ્યું અને ઉમેર્યું કેતમે જેને લંગોટે ધારો છો એ સાચે જ એક જૈન સાધુ હતા.” આપ આ શું વદી રહ્યા છે? શું નજરે જોયા છતાં હજુ પણ ભ્રમ સેવે છે? આવી તે મશ્કરી હોય ?” ના રે ના, આમ ઉતાવળા ન થાઓ.” આમ કહી “હું તારા ધર્મગુરુની નિંદા નથી કરતો. બાહ્ય ચક્ષુએ જે વ્યક્તિને લંગાટા તરિકે જોતી હતી એ જ વ્યક્તિ મૂળ રૂપે એક જિનધર્મની ચૂસ્ત પવિત્ર વિભૂતિ હતી. એણે કેવળ જિનશાસનને વિનાકારણે અસાધારણ કલંકમાંથી બચાવવા સારુ ભસ્માદિથી વિભૂષિત થઈ “બાવાજી”નો સ્વાંગ ધર્યો હતો. “આપની ગુંચવણભરી વાતમાં મને કાંઈ સમજાતું નથી. જે કંઈ બન્યું હોય તે યથાસ્વરૂપે કહે. કંચન અને કામિનીથી સેંકડો ગાઉ દૂર વસનાર જૈન સાધુ ચંડિકાના મંદિરમાં શા કારણે ગયા ? ત્યાં વળી કુતરાની ચાટ સમી પેલી પૈસાની પૂજારણ કયાંથી જઈ પહોંચી ? સ્વામી! જે હોય તે સ્પષ્ટ શબ્દોમાં કહો. આ કંઈ હાસ્યનો પ્રસંગ નથી. પરમાત્મા મહાવીરદેવની ઉપાસિકા અને બારવ્રતધારી ચેટકભૂપની તનયા પ્રભાવતી ઘડીભર પણ પોતાના ધર્મ પર કલંક નહીં ચઢવા દે. કદાચ કઈ રડીખડી વ્યક્તિ કમસંગે વતભંગ આદરી કુમાગે ગઈ હોય તો એ સંબંધમાં એગ્ય તપાસ કરશે.” પ્રભાવતીએ ઉદાયન નરેશની વાતને આશય જુદા રૂપે લઈ જઈ આવેશમાં આવી જણાવ્યું. રાજા –“અરે! પણ આટલો આવેશ શા સારુ ?” ઉદાયને મિત કરતાં ને વાત રંગ પર ચઢાવતાં ઉચ્ચાર્યું અને લંબાવ્યું કે-ક્ષત્રિયાણીને આવે ગભરાટ ન શોભે. અરિહંત Page #210 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૩ ] દેવની સાચી ઉપાસિકા આમ ધીરજ ન ગુમાવે. શુ મહાવીરની શ્રાવિકા જૈનશાસનની સેવા આ રીતે કરવા ધારે છે? એનામાં પૂરી વાત શ્રવણુ કરવા જેટલી પણ સમતા નથી ! સાચના પૂજારીને એ શેાબે ખરું ? , ઉદાયન રાજય : તેા પછી આપ ઝટ કહી નાંખેાને! શા સારુ તલસાવા છે ? હું ક્યાં એ વાત નથી જાણતી કે આપને ‘ જૈનધર્મ ’ માટે જરા પણું માન કે પ્રેમ નથી. તે વિના આમ દૂધમાંથી પારા કાઢવાનું ગમે ખરું ? ' રાજા : ‘ અરે ! આ તે વાતનું વતેસર થઇ પડયુ. દેવી! તમે અહીં પગ મૂકયા ત્યારે સાચે જ હું એ સાચા ત્યાગીના વખાણ કરતા હતા, અને જેટલું તમારા દૈનિક ઉપદેશેાએ ન નીપજાવ્યુ એથી અતિ વધારે, એ યેગીની દીર્ઘદર્શિતાએ મારા અંતરમ નીપજાવ્યું છે. વળી એ નિમિત્તે આજે મને ચેટકપુત્રીની ધર્મ ભક્તિ કેવી છે ? ચેાળમજીના રંગ જેવી છે કે અલ્પજીવ પતંગ રંગ સદૃશ છે? એ ચકાસવાના ચાગ સાંપડ્યો, એ ક જેવા તેવા આનંદની વાત નથી. તમારી જિજ્ઞાસાને વધુ તી કરવાની મારી ઇચ્છા નથી. ’ આ પ્રમાણે કહી ઉઢાયન નૃપે રાત્રિના:સવિસ્તર વૃત્તાંત કહી સ ંભ ળાવ્યા. એ સુણતાં જ દેવીના મુખ પર લાલીમા પથરાઇ ગઇ. એ સામાન્ય શ્રમણે સ્વપ્રતિજ્ઞાના પાલનપૂર્વક વિકટ પરિસ્થિતિના ભયા નક વાદળ હેઠળ પસાર થઇ, શાસન પર જરા માત્ર ડાઘ પડવા દીધા એટલુ જ નહિં પણ બે આત્મા પર મૂકપણે સચાટ છાપ પાડી એ વાત શ્રવણુ કરી આનંદ વ્યક્ત કર્યા. જે ધમાં આ જાતન વીરલા મનુષ્યેા પડેલા છે તે ધર્મના વિજયધ્વજ અખિલ ભારત વર્ષમાં ફરે એમાં નવાઇ પણ શી હેાઇ શકે ? સ્વપતિ ૧૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૪] પ્રભાવિક પુરુષ : સર્વ વ્યતિકર સાંભળી પ્રભાવતીએ પ્રેમાળ સ્વરમાં હસ્તા મુખવડે આજવતાભરી વાણીમાં એક જ પ્રાર્થના કરી કે નાથ ! આપ આજથી પ્રતિજ્ઞા કરે કે આ પ્રકારનો પ્રપંચ પુન: માત્ર એકલા જૈન ધર્મ પ્રતિ જ નહિ પણ સર્વ ધર્મ પ્રતિ નહીં આદરું. એ તે સુભાગ્યે દઢ મનોબળવાળા ત્યાગી સાંપડ્યા અને પરિણામ સુંદર આવ્યું નહિંતર સામાન્ય કક્ષાના માનવીનું આપે જેલા સંગમાં અવશ્ય પતન થાત અને એ રીતે ધર્મ પર કાળી ટીલી ચુંટત. આવા પ્રપંચ કરવાથી વિનાકારણ આપદાને નોતરવાપણું છે. એથી તો આ ભવ ને આવતો ભવ–ઉભયને બગાડે થાય છે. આપને શ્રદ્ધા બેસે તો શ્રી વીરના વચન સ્વીકારે. એ માટે મારે આગ્રહ નથી, છતાં કઈ પણ પંથની આવી જાતની આકરી અને એકાંત હાનિકારક કસોટી તો અવશ્ય ત્યજી દ્યો.” રાણી ! એ જાતનું “પણ” તો તારા પગલાં અત્રે થતાં પૂર્વે મેં મનથી સ્વીકારી લીધું છે. ચંડિકામંદિરના શ્રમણની એ યાદગીરી છે. હવે એ પ્રકારને ભય રંચમાત્ર તું ન ધરીશ. અલબત્ત, મારું વલણ વીતરાગના માર્ગ પ્રતિ વળ્યું છે, છતાં એ ભરતી ઓટ કયારે થશે એ અત્યારે ન જ કહી શકાય. અને તારા સરખી અટલ શ્રદ્ધા ઉત્પન્ન થતાં તો કદાચ વર્ષોના વહાણા વીતશે કે ભવેની હાર લાગશે એ કણ કહી શકે ?” ત્યાં તો મહાલયના આંગણામાં કેળાહળ થઈ રહ્યો. સંખ્યાબંધ પહેરેગીરે એક અજાણ્યા આદમીને વીંટાઈ વળી, મહાલય પ્રતિ ઘસડી લાવતાં નજરે ચઢ્યા. તરત જ ભૂપત અંદરથી બહાર નીકળ્યા અને અનુચરને તપાસ માટે દરવાજા પર મોકલ્યા. તરત જ સમાચાર મળ્યા કે “આગંતુક આદમી જાતે નાવિક છે. આજે સવારે એનું વહાણ સમુદ્રતીરે લાંગરેલું છે છતાં હજુ સુધી એના તરફથી દાણ નથી ભરાયું. એક મોટી બંધ પેટી Page #212 -------------------------------------------------------------------------- ________________ ઉદાયન રાજર્ષિ : [ ૧૫] એના વહાણમાં હોવા છતાં આ સામુદ્રિક કહે છે કે મારી પાસે દાણ ભરવાનું સાધન નથી. બળજબરીથી પેટી ઉઘાડવા માંડી છતાં ઊઘડતી નથી એટલે થાકીને એના વહાણ પર પહેરો મૂકી, આ સામુદ્રિકને અહીં ઘસડી લાવવામાં આવેલ છે. ” “જાઓ, સત્વર એને મારી સમક્ષ ખડો કરે.” ચોતરફ બેસુમાર માનવમેદની મળી છે. સારું ય વીતભયનગર જાણે કે અહીં જ એકત્ર થયું છે. ઘણાંના મનમાં તો એ કુતુહળ ચાલી રહ્યું છે કે સાયાંત્રિક આ શું ધંધે લઈ બેઠે છે? એવી તે કેવી પેટી લાવ્યા છે કે જે જેવા સારુ આ જાતને માનવમેળે એકઠો થયે છે? ત્યાં તો એકાદ ઝીણે સ્વર કર્ણપટ પર અથડાય છે કે- આપણુ મહારાજ પણ કેવા! પહેરેગીરોએ દાણના કાયદાનું ઉલ્લંઘન કરનાર આ સાયાંત્રિકને પકડી તેઓના ચરણે ધર્યો ત્યારે એને નશિયત પમાડવાને બદલે રાજાધિરાજે એની હકીકત ઠંડે કલેજે સાંભળી. એમાં રતિભાર શંકા ન ધરતાં નગરમાં દાંડી પીટાવી, આ પ્રકારનો માનવસમુદાય એકત્ર કરવામાં સહાય કરી આપી. અરે ! ચોકીદારોના મુખ શ્યામ પાડવા સારુ જ કેમ ન હોય તેમ એ ત્રણ દમડીના માનવને પિતાની સાનિધ્યમાં ગૌરવવંતું સ્થાન આપ્યું.' અરે ! સાંભળે, સાંભળે. થાળી પીટીને કહેવામાં આવે છે કે–આ પેટી એ કંઈ વેચવા માટે આણેલી વસ્તુ નથી. એની પાછળ એક વિચિત્ર કહાણ સમાયેલી છે.” સોદો કરવાના મિષે જે મહાશયે પધારેલા તેમના કર્ણપટ પર ઉપરનો ખુલાસો અથડાતાં તેઓ કિંકર્તવ્યમૂઢ બન્યા. વિચિત્ર કહાણી સાંભળવાનું એક જ કારણ હવે તેઓ માટે માત્ર થોભવા પૂરતું રહ્યું. આમ છતાં સાને મન આશ્ચર્ય તો હતું જ. પેટીનો દેખાવ જ સે કેઈને મંત્રમુગ્ધ કરતો. એની કારીગરીમાં–એના. Page #213 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૬ ] પ્રભાવિક પુરુષા : પર ચિતરેલા પ્રત્યેક આલેખનમાં કાઇ દૈવીશક્તિને ચમકાર જણાતા. એના દેખાવ જોતાં જ એની અંદર કાઇ અનેાખી અને અમૂલ્ય વસ્તુ હશે એવા સહજ ભાસ થતા. એની પાછળના મૂંગા ઇતિહાસથી જ માનવસાગર ઉભરાતા હતા. સાયાંત્રિક ઊડીને એ સંબ ંધમાં એલવું શરૂ કરે તે પૂર્વે તા આખી ય મેદની પર નિ:શબ્દતાની લહરીએ ફ્રી વળી. અગાધ શાંતિ વચ્ચે સૈા કાઇના નયના આતુરતાથી આગ તુક મહેમાનના મુખ પ્રતિ મંડાયા. * સિન્ધુ–સાવીર દેશના માનવીએ ! આ અણુમૂલી ચીજ મને એક સ્વરૂપવાન વિભૂતિ તરફથી પ્રાપ્ત થઇ છે. એની ભેટ વીતભયનગરમાં ધરવા હું આવ્યા છું. એમાં કેવું કિંમતી જરીયાન મૂકેલું છે અથવા તા કેવુ અણુમૃત્યુ' જવાહીર એમાં સમાયેલુ છે, અગર તેા કેટલી કિંમતી ચીજોના એમાં સગ્રહ કરાયેલ છે એ સર્વ ખાખતાથી હું ખીલકુલ અજ્ઞાત છું. મને માત્ર એક જ ફરમાન કરવામાં આવેલું છે કે આ અદ્ભુત પેટી તારે વીતભયપટ્ટણમાં લઇ જઇ, બજાર મધ્યે જાહેર પાકાર કરી જેના હસ્તા એના દ્વાર ઊઘાડવા સમર્થ અને તેને સુપ્રત કરવી. તને પૂછવામાં આવે તા માત્ર એટલેા જ જવાબ દેવા કે–એમાં દેવાધિદેવ છે. જેને એની પિછાન હશે તેનાથી જ તેના દ્વાર ઊઘાડી શકાશે. ' હવે રહી એક જ વાત. જે લેટ આપના દેશને અર્પણુ કરવાની હાય તેનુ ‘દાણુ ’ આપવાપણું ન જ હાઇ શકે એટલે તેની ખાતર મે' પહેરેગીરા સાથે માકરી બાંધી હતી. એમ કરવાથી મને જાહેરાત કરવાનું સુગમ થઇ પડ્યું. બાકી દાણચારી કરવી કે એ નિમિત્તે કલહ કરવા એ મારું કામ નથી. વહાણવટી રિકેના મારા વ્યવસાયમાં અને સ્થાન પણ નથી. આપને આંગણે આવેલ આ ભેટ શરત પ્રમાણે ઉદ્યમ સેવીને ગ્રહણ કરેા એ જ પ્રાર્થના.’ Page #214 -------------------------------------------------------------------------- ________________ ઉદાયન રાજર્ષિ [ ૧૯૭ ] ‘ જેટલામાં સાયાંત્રિકનું વિવેચન પૂર્ણ થયું તેટલામાં જનતામાં પેટીના દ્વાર ખાલવા સારુ મહાન્ સ્પર્ધા ઉદ્ભવી. જોતજોતામાં કેટલી ય ભુાએ એની આસપાસ વીંટળાઇ વળી, પરંતુ ધારવા જેટલું સરળ કાર્ય ન નીકળ્યું. સંખ્યાબંધ હાથેાના પ્રયાસો નિષ્ફ ળતાને વરી ચૂકયા. કલાકેાના વધવા સાથે તરણીનાં તેજ ઝીલવા ભારે થઇ પડ્યાં. આમવર્ગના પૂર એસરવા માંડયા. સાથેાસાથ આ ચમત્કારી પેટી અને એમાં રહેલા વધુ ચમત્કારી દેવાધિદેવના સમાચાર એ વીતભયપટ્ટણની શેરીઓમાં અને પાળામાં પહોંચી ગયા. જતાં-આવતાં માણસાના મુખમાંથી એ સિવાય ભાગ્યે જ બીજી વાત નીકળતી. ઉદાયન ભૂપતિની ધીરજ પણ ખૂટી ગઇ. કોઇ પણ ઉપાયને પેટીના દ્વારે મચક ન આપી. હવે આદરેલા સમારંભ આટાખ્યા સિવાય ઊઠાય પણ કેમ ? આમ મૂંઝવણુના પાર ન રહ્યો. હવે જ જનહૃદયમાં દેવતાઇ કરામતના ભણકારા વાગવા માંડ્યા. કાઇ શિવના નામે તેા કેાઇ શંભુના નામે સ્તુતિ કરવા લાગ્યા. એકે તે! શ્રી ગણેશાય કરી આરંભ કર્યા. વિષ્ણુ ભગવાનના સ્મરણપૂર્વક પ્રયત્ન કરનાર પણ એછા ન હતા. આમ છતાં દેવાધિદેવે તા દર્શીન ન જ દીધા. તેઉરમાંથી ભાજન સારુ નિમ ંત્રણ ઉપર નિમ ંત્રણ આવવા લાગ્યા. જનાનાગૃહ સુધી દેવાધિદેવની વાત પહોંચી ગઇ. ન્યાય તાલવા કરતાં પણ પેટીના દ્વાર ખાલવાનું કાર્ય વિકટ થઈ પડયું. પ્રભાવતી દેવીએ દાસીમુખે દેવાધિદેવ સંબધી પરિસ્થિતિ જાણી ત્યારે ઘડીભર વિસ્મયતામાં ડૂબી ગઇ. તેણીને સહજ ખ્યાલ આવ્યો કે દેવાધિદેવ તે રાગ-દ્વેષાદિ અઢાર દૂષણને જીતનાર શ્રી જિનેશ્વર પ્રભુ જ ગણાય; તેથી પેટીમાં તેમની જ મૂર્તિ સંભવે છે. એ અમીભરી પ્રતિમાના દર્શનના યાગ વિધાનપૂર્વક જ કરાય. તરત જ રાણીએ પૂજનની તૈયારી કરી, સ્નાન કરી, શુદ્ધ સ્રોમાં સજ્જ થઇ, જે સ્થળે આ સર્વ વ્યતિકર બની Page #215 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૮] પ્રભાવિક પુરુષો : રહ્યો છે ત્યાં પગલાં કર્યા. જનતાએ રાણીમાતાને માર્ગ આપે. ચેટક ભૂપની આ સતીપુત્રી માટે પ્રજાનો આબાલવૃદ્ધ વર્ગ સે કઈ અનુપમ પ્રેમ ધરાવતો. સો કઈને વિશ્વાસ હતો કે આ પવિત્ર માતાના હાથે જ પેટીના દરવાજા ખુલશે. સૈની દષ્ટિ માતા પર રમી રહી. વિધિપૂર્વક, ભક્તિભાવથી પેટના દ્વારેનું ચંદનઅક્ષત-પુષ્પાદિથી પૂજન કરી, નમ્રભાવે રાણીમાતાએ હસ્તદ્વય જેડી નિગ્ન વાક્ય દ્વારા સ્તુતિ આરંભી मोहमल्लबलमर्दनवीर !, पापपंकगमनामलनीर !। कर्मरेणुहरणैकसमीर !, त्वं जिनेश्वरपते ! जय वीर ! ॥ સ્તુતિના સુંદર સ્વર સાથે જ પેટીના દરવાજ ઊઘડી ગયા, અને સર્વ કેઈની દષ્ટિએ ગોશીષચંદનમયી, સુંદર આકૃતિવાળી, સિંહનું લંછન છે જેને એવી શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ નજરે પડી. સર્વત્ર આનંદ છવાઈ રહ્યો. રાજવીની ચિંતાને અંત આવ્યો. નાવિકને પણ ફરજ અદા કર્યાનો સંતોષ થયે. માનવમેદની વિખરાઈ અને રાજમહાલયના એક પવિત્ર પ્રદેશમાં આ મનોહર બિંબને લઈ જઈને સ્થાપન કરવામાં આવ્યું. પ્રભાવતી દેવી અહર્નિશ આ ચમત્કારી બિંબની પૂજા બહુમાનપૂર્વક કરવા લાગી. રાજવી ઉદાયન પણ એમાં ઘણી વાર જોડાતા. એક પછી એક બનતા બનાવાએ તેમના હૃદયમાં જૈનધર્મ પ્રતિ આકર્ષણ પ્રગટાવ્યું હતું. એક પ્રસંગે સ્નાન કરી રહેલી રાણીએ દાસી પાસે પૂજાના વેત વસ્ત્રો મંગાવ્યા. દાસીએ લાવી હાજર કર્યા છતાં ભ્રમવશ રાણુને એ રાતાં લાગ્યાં. એટલે સહજ ઉપાલંભરૂપે બોલી જવાયું કે-“આ શુંગારકેલિને યોગ્ય વસ્ત્રો શા સારુ આણ્યા?” અને ગુસ્સામાં એના તરફ દર્પણ ફેક્યું. દાસીને મર્મસ્થળે એ વાગી ગયું અને એનું પ્રાણપંખી દેહપિંજરમાંથી ઊડી ગયું. પછી વસ્ત્ર તો વેત Page #216 -------------------------------------------------------------------------- ________________ ઉદાયન રાજર્ષિ : [ ૧૯૯ ] જણાયું એટલે આ અણુધાર્યો બનાવથી રાણીની શુદ્ધિ ઠેકાણે આવી. પચે દ્રિય એવા માનવઘાતથી એનું અ ંતર અતિશય દુભાયું. આત્મકલ્યાણના પુનિત પંથે પગ માંડવામાં પ્રમાદવશ બની કેવી ગંભીર હિંસા જન્માવી. એ દોષથી દારુણુ વ્યથા ઉદ્દભવી. તે દિનથી પ્રત્યેક કાર્ય વિચારીને કરવાનું ‘ પણ ' લીધા છતાં મન વિષાદપૂર્ણ રહેવા માંડયું. ચહેરા પર પૂર્વની પ્રફુલ્લતા ન જ પ્રકટી. આવા અક્ષમ્ય પ્રમાદ પેાતાથી કેમ બની ગયા ? એ વિચાર સતત મગજને ફોલી ખાવા લાગ્યા. , ઘેાડા સમય પછી એની પૂર્તિરૂપે જે બનાવ બન્યા તે એ જ કે-દેવાધિદેવ સામે રાણી પૂર્ણ ઉમળકાભેર નૃત્ય કરી રહી છે અને રાજવી ઉદાયન વાજિંત્ર વગાડી રહ્યા છે. સહસા શિરવિષ્ણુ રાણીનું માત્ર ધડ જોતાં જ ભૂપના ગાત્ર ઢીલા પડી ગયા અને એકાએક હાથમાંનું વાજિંત્ર અટકી પડ્યું. તરત જ રાણીના નૃત્યમાં ભગ પડ્યો અને એ માટેનું કારણ જાણવાની હઠ પકડતાં જ સાચી સ્થિતિ સમજાણી. દાસીના અવસાન પછી એ વાત માંડમાંડ ભુસાવા આવી હતી ત્યાં આજના બનાવે પુન: એ તાજી થઈ. મનમાં નિશ્ચિત થયું કે આ મનાવયુગલથી સ્પષ્ટ સમજાય છે કે મારા અંતકાળ બહુ દૂર નથી. આ પ્રકારના ચિહ્નો પરથી એ સૂચિત થાય છે કે હવે મારે આત્મકલ્યાણના ૫થે પળવુ જોઇએ. ભૂપતિની સંમતિપૂર્વક રાણીએ શેષ જીવન આત્મપથ ઉજાળવામાં વ્યતીત કર્યું. ચારિત્ર ગ્રહણ કર્યું. નિરતિચાર પાળ્યું અને માનવભવ છેડી સ્વર્ગે પ્રયાણુ કર્યું. ‘ દેવાધિદેવ ’ની પૂજાભક્તિ કરનાર રાણી તા સિધાવી ગયા એની બદલીમાં એ કાર્ય એક કુખડી દાસીના શિરે આવ્યું. એના મનમાં મિષ્મ સંબંધી ચમત્કારના ભાવ તેા હતેા જ એટલે એ દાસીએ પણ પૂરા ભાવથી પૂજારિણી પદ સ્વીકાર્યું Page #217 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૦ ] પ્રભાવિક પુરુષો : ગંધાર નામને એક શ્રાવક જુદા જુદા તીર્થોમાં પરિભ્રમણ કરતો અને ભાવપૂર્વક સ્થાવર તીર્થોની વંદના કરતો એકદા એક જ્ઞાની મુનિના સમાગમમાં આવ્યું. તેઓશ્રીના મુખેથી વીતભયપત્તનમાં રહેલ દેવાધિદેવ યાને જીવંતસ્વામીની મૂર્તિનું મૂળથી સર્વ સ્વરૂપ સાંભળ્યું. તેના મનમાં આ ચમત્કારી મૂર્તિના પ્રત્યક્ષ દર્શન કરવાની ઉલટ જાગી. પરિભ્રમણ કરતા તે મહામુશીબતે વીતભયપત્તનમાં આવી પહોંચે. જીવંતસ્વામીના દર્શન કર્યા છતાં સ્વાથ્યમાં લથડી પડ્યો. ઘણું ઘણું તીર્થોમાં એ ફરી આવ્યો હતો. જાતજાતના સંતાના એને સમાગમ થયા હતા. કેટલાયે યાંત્રિક અને માંત્રિકોને એને ભેટો થયે હતો એટલે એની પાસે કેટલીક ગુટિકાઓ હતી; છતાં પરદેશમાં એકાએક તંદુરસ્તી જોખમાવાથી એ કોઈને દઈ શકાય તેવું ન રહ્યું. દરમિયાન સ્વામીભાઈ સમજી કુબડી દાસીએ શ્રાવક ગંધારની શુશ્રષા ને ચિકિત્સા કરવામાં રંચમાત્ર કચાશ ન રાખી. દાસીની એક સગી ભગિની કરતાં વધી જાય એવી સેવાથી દદીનું દર્દ નરમ તો ન પડ્યું છતાં દુખભાર તે અવશ્ય આછો જણાય. એ અસાધ્ય રેગે ગંધાર શ્રાવકને પ્રાણ લીધે તે પૂર્વે દાસીએ પોતાની નિઃસ્વાર્થ કરેલી વૈયાવચ્ચેથી એના હૃદયમાં એટલી હદે સ્થાન મેળવ્યું કે મરતાં પહેલાં તેણે પિતાને સર્વ ગટિકા સંગ્રહ તેણીને સંખ્યા એટલું જ નહિં પણ એના શા શા ચમત્કાર છે તે પણ સાથોસાથ સમજાવ્યા. પછી તે મરણ પામ્યા. કુબડી મટી સંપત્તિવાળી બનેલી દાસી એક ટિકાના પ્રભાવથી રૂપની રાશિ સમી દેવાંગના બની ગઈ. જ્યાં આ ચમકારો અનુભવ્યું કે પછી જેમ કેઈને અચાનક ધનરાશિ મળી જાય એથી તે રાચે-માચે તેમ આ દાસીએ તો ઊંચા ઊંચા મનોરથ ઘડવા માંડ્યા. એની પૂર્તિ પિતા તુલ્ય ઉદાયન ભૂપદ્વારા Page #218 -------------------------------------------------------------------------- ________________ ઉદાયન રાજર્ષિ : [ ૨૦૧ ] તે ન જ સંભવી શકે એટલે એની નજર સહજ સિંધુ-સવીર દેશના કાંગરા કુદાવી અવંતીના પ્રખ્યાત પ્રદેશ પર્યત પહોંચી ગઈ. સાંદર્યવતી આ રામાએ એ પ્રદેશના સ્વામી ચંડપ્રદ્યોતનને પિતાનો પતિ સ્થાપવાના કેડ સેવ્યા. ગુટિકાએ એમાં કેવી યારી આપી તે વાત જોઈએ તે પહેલાં એક વાત અત્યારે કહી દેવાની જરૂર છે કે આ પરિવર્તન કાળમાં એ દાસી દેવાધિદેવની પૂજાને જરા માત્ર ભૂલી નહોતી. ગંધાર શ્રાવકને વેગ પણ એ મૂર્તિને આભારી લેખતી અને એ શ્રાવકના મુખે એ મૂર્તિને જે ચમત્કારિક ઇતિહાસ શ્રવણ કરેલો તેથી તેણીની શ્રદ્ધા દ્વિગુણી બની હતી. “અરે, તમે આ શું સાચું વદી રહ્યા છે?” ! કુમારનંદી ! તું એટલે તે વિચાર કર કે જ્યારે અમે ઉભય તારી સાથે પત્નીભાવથી જોડાવા પૃહા ધરીએ છીએ ત્યારે જૂઠું વદવાનું અમને શું પ્રયોજન હોઈ શકે ? ” હાસા-પ્રહાસાના કથનથી જેના દેહની નાડીઓ ઢીલી પડી ગઈ છે અને જેને ઉત્સાહ મંદતાની છેલ્લી કેટીએ પહોંચી ગયેલ છે એ કુમારનંદી બોલ્યા: હે દેવીઓ ! હજુ પણ મને તમારી વાતમાં મજાક જેવું લાગે છે. એક એકથી રૂપમાં ચઢીઆતી અને કામકેલીમાં એક બીજીથી કેઈ અનેખી વિલક્ષણતા અને ચતુરાઈ દાખવતી એક, બે કે પાંચ પંદર નહિં પણ પાંચ સો અંગનાઓને હું સ્વામી છું. વગરસંકેચે, સ્વેચ્છાપૂર્વક એ લલનાદ સહ સંસારી વિલાસની મજા માણતા સુવર્ણકાર તરીકેની મારી કીર્તિ-કમાણી જેમ અજોડ છે તેમ મારી વિષયવાસના ન રતિલાલસા પણ અદ્ભુત જ છે અર્થાત્ એ સર્વેની પ્રસિદ્ધિ એટલી વિશાળ છે કે જવલ્લે જ મારા સંબંધી કંઈ ન જાણતો હોય એ આદમી મળી આવે. Page #219 -------------------------------------------------------------------------- ________________ [૨૨] પ્રભાવિક પુરુષો : આ સર્વ હકીક્ત તમારી સમક્ષ એટલા સારું વર્ણવું છું કે તમે ઉભય મારા જીવનસંબંધમાં અંધારામાં ન રહે. એક સંધ્યાએ તમે જાતે આવી, મારા પ્રાસાદમાં પગલાં પાડી, મારા પ્રત્યેનો તમારે પ્રણય દાખવ્યું અને પંચશેલ દ્વીપે આવવાનું આમંત્રણ કર્યું. અરે! એ સાથે ત્યાં આવવાથી સમાગમ થશે એમ સ્પષ્ટ. જણાવ્યું. આ જાતની સાફ વાત થયા છતાં આજે તમે કોઈ જુદી જ રેખા દે છે એ શું વ્યાજબી છે? એથી તમારા પ્રમાણિકપણાને લાંછન લાગે છે. દેવતાઈ જીવન માટે એ કાર્ય ધૃણાજનક લેખાય. તમારા તે પ્રસંગના દર્શન અને વાર્તાલાપથી મારી સ્થિતિ એટલી હદે વિરહાતુર બની કે ત્યારપછી કઈ રીતે અને કેટલી ઝડપે પંચશેલ દ્વીપમાં પહોંચી જવું એ જ મારે માત્ર વ્યવસાય બની ગયો. તે ક્ષણથી આહાર-વિહાર મને આકરા થઈ પડ્યા. - “અરે! દેવીજીવનના આનંદપ્રમોદમાં મશગુલ બનેલ વામાઓ! ત્યારબાદ મેં અહીં આવવા સારુ કેવી કેવી આપત્તિઓને નેતરી અને કેવી કદર્થનાઓ વેઠી એને તમે ઉભય વિચાર કરે તે હરગીજ આ પ્રકારની બેદરકારી મારા પ્રતિ ન દાખવો. મેં સાયાંત્રિકના ખીસામાં સુવર્ણ મહેરની વષો કરી ત્યારે તે માંડ એણે આ તરફ આવવાનું સ્વીકાર્યું અને મને નાવ પર લીધો. દૂરથી ગિરિ નજરે પડતાં જ એ પર્વત પર શોભી રહેલ વિશાળ વટવૃક્ષની શાખા ગ્રહણ કરી, વહાણ ત્યજી દેવાની અને તરુ પર રાત્રિએ વિશ્રામ અથે આવી બેસતા ભારંડપક્ષીમાંના એકના પગે વળગી, તમારા આ નિવાસસ્થાન પ્રતિ પહોંચવા સંબંધી સૂચના મને આપી દીધી. સાથોસાથ જણાવી પણ દીધું કે એમ કરવામાં જરા જેટલી પણ ખલના થઈ કે એ વર્ષ પૂરા થયાનું સમજી લેવું. કયાં તો સાગરના વમળમાં અટવાઈ મરવાનું. ફિવા ગિરિકંદરામાં ભ્રમણ કરી દિવસો પસાર કરવાના ! Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉદાયન રાજર્ષિ : [ ૨૦૩] પણ પુણ્યયોગે એ સર્વ આપદામાંથી સાંગોપાંગ પાર ઊતરી હું અહીં આવ્યો છું માટે હે સુબ્રુ! હવે ક્ષણમાત્ર પણ વિલંબ ન કરતાં મને સ્વામી તરીકે સ્વીકારે અને આટલા સમયથી વિરહતાપથી તપ્ત થયેલ મારા હૃદયને શાંતિ અપ. ” “પ્રિય કુમારનંદી ! તમારી આ સાહસકથા સામાન્ય સંજોગોમાં જરૂર પ્રશંસાપાત્ર લેખાય, પરંતુ અમારા દેહના આલિંગન અતિ સસ્તા કે સહજ નથી. જેની કામલોલુપતા પાંચસો જેટલી રામાથી તૃપ્ત ન થાય અને રૂપ નજરે પડતાં જ જેનું અંતર હચમચી ઊઠે, એવા કામી નર માટે અહીં આવવારૂપ સૂચન એ તો માત્ર પરીક્ષાના પ્રથમ પગલા તુલ્ય હતું. અમે સાચા પ્રેમીના સંગની અભિલાષિણીઓ હોવા છતાં માત્ર કામી માનવીના હાથમાં રમકડા જેવું જીવન ગાળવા જરામાત્ર ઈચ્છતી નથી. એટલા ખાતર ઇસારો કરી તમારામાં કેવા પ્રકારનું સત્વ છે એની ખાતરી કરવા સારુ આ પ્રયોગના પથિક તમને બનાવ્યા, પરંતુ પરીક્ષાનું બીજું યાને અંતિમ પગલું તો હવે આવે છે. વહાલા સુવર્ણકાર ! એમાં ઉત્તીર્ણ થયા વગર અમારો યોગ આકાશકુસુમવત્ અસંભવિત છે. એ પાદનું સ્વરૂપ સાંભળી લે. આવતા ભવે હું હાસા-મહાસાને પતિ થઉં એવા નિયાણાપૂર્વક મરણ સ્વીકારો.” એમ કરવાથી જરૂર તમારો નવો જન્મ દેવયોનિમાં અત્રે થશે અને તમને આ સાતધાતુમય દારિક શરીરને બદલે મનહર એવું વૈકિય શરીર પ્રાપ્ત થશે. જન્મતાંની સાથે જ નવવન ખીલી ઊઠશે. ત્યારે જ આપણા ઉલ્યને મેળ મળશે. પ્રસ્વેદનાં જમરૂષ અને મલિનતાના ચૂર્ણ સ્વરૂપ સમા તમારા આ દેહ સાથે અમારા દેવતાઈ દેહનો સમાગમ એ તો ન ભૂતો ન ભવિષ્યતિ જેવો અસંભવિત છે, એટલું જ નહિં પણ અમારા ઉચ્ચ દેહના વટાળ સમું પણ છે.” Page #221 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૪ ] પ્રભાવિક પુરુષો : હાસા–પ્રહાસા તરફથી કરવામાં આવેલ નિવેદન શ્રવણુ કરતાં જ કુમારનદીના ગાત્રા ગળી ગયા. કામાગ્નિની તીવ્રતા પલાયન થઇ ગઇ. આ માનવદેહેતા કઈ શુક્રવાર સરવાના નથી એ વિચારથી તદ્દન નિરાશાનુ મેાજું ફ્રી વળ્યું. માત્ર એટલુ જ એલી જવાયું કે અરેરે ! તમારા વિશ્વાસે નીરતીરથી ભ્રષ્ટ થનાર પેલા ગજ જેવી મારી દશા થઇ! દેવાંગનાએ મળી નહીં અને માનવલલનાઓ હતી તે પણ દૂર થઈ ગઈ! ’ 6 સાહસ વિના અપ્સરાના સમાગમ દુર્લભ જ હાય છે. સ્વર્ગીય લ્હાવા કંઈ રસ્તામાં પડ્યા નથી ! વહાલા સુવર્ણ કાર ! રંચમાત્ર નિરાશ થવાની જરૂર નથી. તમારા નગરમાં ક્ષણમાત્રમાં તમને અમે પહેાંચાડી દઇશુ. જો તમારા સ્નેહ . અમારા પર સાચા હશે તે તે! અમારા દ્વારેલા માગે જરૂર તમે જવાના. માકી સાચા સ્નેહ વગરના મનુષ્ય જોડે પ્રીતિ ખાંધવાથી ખરું' સુખ ન માણી શકાય. ' 6 દેવશક્તિને અશકય કઈ જ નથી. આંખ ઊઘાડીને નજર કરતાં જ કુમારનદીએ પેાતાને પેાતાના આવાસમાં શય્યા પર પોઢેલા જોયા. દરિયાની મુસાફી, ભારડના પગે વળગતુ, હાસા–પ્રહાસાની સાનિધ્યમાં પહેાંચવુ, રમણીય નિકેતનમાં વાર્તાલાપ કરવા એ સ` ઇંદ્રજાળની માફ્ક અદૃશ્ય થઇ ગયું, છતાં એ અનુભવ વીસરાય તેમ હતેા જ નહી. કામી જીવની દશા જ વિચિત્ર હેાય છે. સામાન્ય નશાખાજ પણ સ્વજીવનને સાત્ત્વિકતાના પંથે દૃઢ નિશ્ચય વિના નથી લઈ જઈ શકતા. ત્યાં પછી કામાંધ, રાગાંધ કે રૂપાંધનું શુ પૂછ્યું ? નારીદેહની વાસનામાં એ એટલે લીન બની ગયા હૈાય છે કે માંસ-લેાહીના એ ગાત્રાને કંચન અને રત્નરાશિની ઉપમાઓથી વણુ વે છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ ઉદાયન રાજર્ષિ : [ ૨૦૫ ] અરે! એમાં જ દુનિયાના સર્વ પ્રકારના સુખની કલ્પના કરે છે. એના દષ્ટિકોણમાં અન્ય કંઈ જણાતું જ નથી. કુમારનંદી–પાંચસે લલનાઓને ભેગી–એ જ ઘડતરનો હતો. દેવીયુગલના ભક્તા થવાની તીવ્રતમ લાલસાએ જીવન અગ્નિમાં હોમવાનો નિરધાર: કરાવ્યો. સંસારના જમે ઉધાર પાસાં સંકેલાયા. આ ભવના વિલાસ પર તાળાં દેવાયાં. આ નિશ્ચયની તેના એક શ્રાવક મિત્ર નાગિલને ખબર પડતાં જ તે દોડી આવ્યો. આ જાતના આત્મઘાતથી પાછો વાળવા એણે ઘણે પ્રયાસ કર્યો. દેખાતાં અસરાના સંયેગની પાછળ કે આમિક અધ:પાત સમાયે છે એનું ભાન કરાવ્યું, પણ સર્વ કાર ઉપર લીંપણે સમું નિરર્થક ગયું. હાસા-મહાસાએ જે નશે કરાવેલ એમાં આ સુવર્ણકાર આકંઠ બૂડેલો હોવાથી તે કંઈ પણ લાભાલાભ ન તારવી શક્યો. તે જીવતાં બળી મુઓ અને નિયાણાના પ્રભાવે પંચશેલ દ્વીપમાં એ દેવી-યુગલનો સ્વામી છે. સુવર્ણકાર મટી યંતરનિકામાં દેવત્વની પ્રાપ્તિ થયા છતાં કાયમી સંતોષ ન જ પ્રાપ્ત થયે. હાસા-પ્રહાસા સહના સમાગમમાં દિવસે પાણીના રેલાની જેમ વહી ગયા અને એ જીવન નિત્યનું બની જતાં એ સંબંધમાં જે પહેલાં મોહ ઉદ્દભવ્યો હતો તે કમી થઈ ગયો. એક વાર નંદીશ્વરદ્વીપની યાત્રાને પ્રસંગ આવ્યો. તરત જ દેવેંદ્ર તરફથી આગળ ચાલીને હાસા–પ્રહાસાને નૃત્ય કરવાનો અને તેમના સ્વામીને મૃદંગ બજાવવાનો હુકમ થશે. આ સાંભળતાં જ કુમારનંદીના જીવને ઉકળાટ થઈ આવ્યો. આ જાતનું કાર્ય બજાવવામાં એને અણગમો થઈ આવ્યું. પણ થાય શું? દેવરાજની આજ્ઞા અનુલંઘનીય હતી. પ્રત્યેક યાત્રા પ્રસંગમાં આ જાતનું નૃત્ય-વાદન એ તો હાસા–મહાસાના આચારરૂપ હતું. તેમના સ્વામીની અનિચ્છા છતાં મૃદંગ ગળે બંધાઈ ચૂકયું. Page #223 -------------------------------------------------------------------------- ________________ [ ર૦૬ ] પ્રભાવિક પુરુષો : દુઃખ અને ગ્લાનિ ઉપજ્યા છતાં ફરજીયાત મૃદંગ વગાડતાં સ્ત્રીની આગળ ચાલવું પડ્યું. ત્યાં તો પાછળથી એક સુંદરાકૃતિવાળા સ્વરૂપવાન દેવે ખભા પર હાથ મૂકી પ્રશ્ન કર્યો કે “ભાઈ ! મને ઓળખે છે ?' વિચારમગ્ન દશામાંથી સફાળે કેઈ જાગ્રત બને તેમ સંકટપૂર્ણ ને લજજાસ્પદ દશામાં આવી પડેલ કુમારનંદી દેવે સામું જોયું. દિવ્યસ્વરૂપી-દ્ધિસંપન્ન દેવને જે પણ કંઈ જવાબ દઈ ન શ. “અરે! તેં મને ન ઓળખે? ” આગંતુક દેવે મૂંઝવણનો તોડ આણવા પુનઃ ઉચ્ચાયું અને આગળ ચલાવ્યું. “ભાઈ કુમારનંદી ! તારે નાગિલ મિત્ર, તારું અજ્ઞાનતાભર્યું બાળમરણ નિરખી, મારું મન સહજ વૈરાગ્ય તરફ વળ્યું. મેં તરતજ પ્રવજ્યા સ્વીકારી, તપ તપી શેષ જીવન ચારિત્રમાણે વીતાવ્યું તેથી હું બારમા અશ્રુત દેવલોકમાં દેવ થયો છું. તારી આ શોચનીય દશા અવધિજ્ઞાને જોતાં જ અહીં તારી પાસે આવ્યો છું. ” મિત્રવર્ય! તારી શિક્ષા અવગણી તેનો આ નતિજે આવ્યા. મેહના ઘેનમાં એ વેળા સત્ય ન જોઈ શક્યા. હવે જ સાચી સ્થિતિનું ભાન થયું. પણ આગ લાગ્યા પછી કૂવે ખેદવા જવારૂપ એ નિરર્થક પશ્ચાત્તાપનું હવે શું પ્રયોજન ? હવે તે આ જીવનમાંથી છૂટવાને કોઈ માર્ગ હોય તો દેખાડે.” ભાઈ ! પુરુષાથી માટે રસ્તાને કંઈ ટેટે નથી. ચરમ જિનપતિ શ્રી મહાવીરદેવની ગોશીષચંદનની મૂર્તિ ભરાવી કઈ પવિત્ર ને પ્રભાવિક આચાર્ય પાસે એની પ્રતિષ્ઠા કરાવી, બહુમાનપૂર્વક તેની પૂજા કર. એ પ્રકારની ભક્તિથી તારા અશુભ કર્મોનો નાશ થશે. પ્રાંતે એ પ્રતિમાની જ્યાં યથાર્થ રીતે પૂજા થાય એવા નગરમાં તેને પહોંચતી કરાવજે.” Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉદાયન રાજર્ષિ : [૨૭] આવા કથનથી તે દેવે ગોશીષ ચંદનની શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ તૈયાર કરીને કપિલ કેવળી પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. અવંતિ દેશના સ્વામી ! ઉપર મુજબનું કથાનક જેના સર્જનનું કારણ છે એ ચમત્કારી પ્રતિમા તમારી નજર સમુખ આ રહી. તેને સાથે લીધા વિના આપની સાથે હું આવી શકે તેમ નથી. કોઈ પણ રીતે આના જેવી મહાવીરસ્વામીની બીજી મૂર્તિ ભરાવી લાવે કે જેથી એનું અહીં સ્થાપન કરી આ મૂળ બિંબ આપણે સાથે લઈ જઈ શકીએ.” ચડપ્રદ્યોતને આ કથન સ્વીકાર્યા સિવાય છૂટકો જ ન હતો. તેથી ગુપ્ત રીતે આવ્યો હતો તેમ પુન: ચાલ્યા, જઈ તેણે તેવો જ પ્રતિમા નવી કરાવીને કપિલ નામના મુનિવર પાસે તેની પ્રતિષ્ઠા કરાવી અને તેને લાવી, દાસીને સુપ્રત કરી. પછી તે પ્રતિમા ત્યાં મૂકી મૂળ પ્રતિમા સાથે દાસીનું હરણ કરી લઈ ગયે. આ અપહરણને અંગે તેને પોતાને કેવી વિટંબણા ભેગવવી પડી તે હવે આપણે જોઈએ. વર્ષાકાળનો સમય છતાં આજ કેટલા દિનેથી વૃષ્ટિ બંધ થઈ ગઈ છે અને ચેતનાજનક સૂર્યકિરણોના સેવનથી વનરાજી નવપલ્લવરૂપી નીલવણું વાઘા સજી કલ્લોલ કરતી દષ્ટિગોચર થાય છે. માનવગણનો આહલાદ પણ સાથોસાથ વૃદ્ધિગત થઈ રહ્યો છે. મેઘરાજની અમર્યાદિત કૃપાથી સેવેલ પરિશ્રમને ફળપરિપાક લણવાના અભિલાષમાં ખેડૂતગણને આનંદ સમાતો નથી. એ જ વષાકાળના આગમને એક સમયની નિર્જનભૂમિને વિવિધરંગી :શિબિરોની હારમાળાથી ભરી દઈ એકાદ શહેર વસ્યું હોય તે ચિતાર ખડે કર્યો છે. જ્યાં સંખ્યાબંધ સૈનિકની છાવણીઓના ડેરાતંબુ ઠેકાય ત્યાં રોજની વસ્તુઓને કયવિક્રય કરનારા તેલી-તંબલી કે ગાંધી-કાછીય આદિ દુકાન Page #225 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦૮ ] પ્રભાવિક પુરુષા : દારાની કતાર મંડાય એમાં નવાઈ જેવું પણ શું ? લશ્કરી ટુકડીના ધામા એટલે એક નાનકડું શહેર જ કલ્પી લેવું. જરીયાનથી ભરેલા, સુંદર જરી-બુટ્ટાથી શેાભતા અને પશુપક્ષી કે ફળ-ફૂલ વાવેલા રોપા યુક્ત વિવિધ કળાકૃતિઓથી શણુગારાયેલા એક સુંદર શિબિરમાં ( તંબુમાં ), જેની મુખાકૃતિ જોતાં જ સ્હેજે અનુમાની શકાય કે એ કાઇ મેટા દેશના સ્વામી અને પ્રભાવશાળી નરપતિ હશે એવા એક તેજસ્વી પ્રાઢ પુરુષ જ્યાં પ્રાત:કાલીન આવશ્યક ક્રિયાથી પરવારી આસન પર વિરાજમાન થાય છે ત્યાં તા પ્રતિદિન માટે નવનવી રસવતી તૈયાર કરી, પીરસવાની જવાબદારી જેના શિરે છે એવા એક શ્વેત ને સ્વચ્છ વસ્ત્રધારી રસેાઇયાએ પ્રવેશ કરી, વિનયપૂર્વક પૂછ્યું કે મહારાજ ! આજે રસાઇમાં શું બનાવવું છે ? ’ 6 ‘ ભાઇ ! આજે તે। પર્યુષણુ મહાપર્વ ના અંતિમ દિન યાને સંવત્સરીરૂપ મહાપવિત્ર દિવસ છે એટલે હું તે ઉપવાસ કરવાના છું; પણ રાજવી પ્રદ્યોતની જેવી ઇચ્છા હાય તેવી રસવતી કરી તેમને જમાડજે. ’ 6 રસાઇએ વિદાય થયા. ભૂપતિ જ્યાં દૈનિક કાર્યક્રમની ધારણા વિચારી ઊઠવા માંડે છે ત્યાં તેા રસાઇયાના પગલાં પુન: થયાં અને રાજા સવાલ કરે ત્યાર અગાઉ તે બેલી ઊચો કે નામદાર ! પ્રદ્યોતરાજ કહે છે કે તેમને પણ આજે ઉપવાસ છે. તેઓ પણ આપ સાહેબની માફક શ્રાદ્ધધર્મ આચરનારા છે. ’ · અરે ! આ તું શું વદે છે? શું તે અરિહંતના ઉપાસક છે? તા તે! એ મારા સ્વધમી ગણાય. જ્યાં લગી એક પણ સ્વામીભાઇ સાથે વૈમનસ્ય હાય, જ્યાંસુધી એ દોષનું નિવારણ કરી તેની સાથે પણ સાચી ક્ષમાપના ન કરી હાય ત્યાંસુધી મારું સંવત્સરી પથ્થરાધન અધૂરું જ ગણાય; તેા પછી હું Page #226 -------------------------------------------------------------------------- ________________ ઉદાયન રાજર્ષિ : [૨૦] જિનાજ્ઞાને આરાધક કેમ કહેવાઉં? અન્ય સર્વ કાર્યો પડતા મૂકી પ્રથમ મારે એ સ્વધર્મ બંધુ સાથે ક્ષમાપના કરી લેવી જ જોઈએ.” મોટા પુરુષનો વિચાર થયો કે એ જરૂર આચારમાં મૂકાવા. આગળ શું બન્યું એ જાણતાં પૂર્વે ચાલુ કથાપ્રવાહનો સંબંધ જરા વિચારી લઈએ. પ્રદ્યોતરાજને આપણે તે શ્રી કપિલમુનિ પાસે નવી પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવતો જોયા છે જ્યારે અહીં તો તે એક કેદીનું જીવન જીવતા જણાય છે. એ કેમ બન્યું ? તે પ્રતિ ઊડતી નજર ફેરવીએ. કપિલમુનિ રાજવી ચંડપ્રદ્યોતના આગ્રહથી અવંતી પધાર્યા. મેટા આડંબરપૂર્વક રાજાએ સામૈયું કરી વિધિ-વિધાનપૂર્વક નવીન બિંબની પ્રતિષ્ઠા કરાવી. એમાંથી પરવાર્યા બાદ કપિલ મુનિરાજ સંમેતશિખરના પ્રવાસમાં આગળ વધ્યા; જ્યારે મદનપીડિવ અને જેનું મન સુવર્ણગુલિકાના એક રાતના રૂપ-દર્શનથી તેના સમાગમ માટે ઉત્સુક બન્યું છે એ પ્રદ્યોતરાજ, અનિલવેગ હાથી પર મૂર્તિ લઈ વીતભયપટ્ટણ પહોંચ્યા. - જે સમયે ઉદયન રાજાના મહાલયમાં નિરવ શાંતિ પથરાયેલી હતી અને નગરની પ્રજા નિદ્રામાં લીન થઈ હતી એવી મધ્ય રાત્રિએ અંત:પુરના એક ભાગમાં, જ્યાં દેવાધિદેવનું ગૃહમંદિર આવ્યું હતું ત્યાં દાસીમાંથી રાણું બની ચૂકેલી સુવર્ણગુલી અને ગુપ્તપણે આવેલ પ્રદ્યોતભૂપ પ્રાચીન પ્રતિમાને લઈને પલાયન થવાની તૈયારી કરી રહ્યા હતા. વાચક સારી રીતે જાણે છે કે સુવણંગુલીને કાંઈ મોટી તૈયારી કરવાની નહોતી. ફક્ત દેવાધિદેવની મૂર્તિ લઈ જવી હતી અને એને બદલે પ્રદ્યોત નૃપે આણેલી નવી મૂર્તિ ગુપ્ત રીતે ગોઠવી દેવાની હતી. આ કાર્યમાં વિશેષ વિલંબ ન થયે. પાછલી રાતના ઓળા વીતભયપટ્ટણની ૧૪ Page #227 -------------------------------------------------------------------------- ________________ [૨૧૦ ] પ્રભાવિક પુરુષ : મીઠી ઊંઘ લેતી પ્રજા પર ઊતરે તે પૂર્વે તો આ દંપતી અવંતીના માગે કૂચ કરી ગયા હતા. ઉભયના હૃદયમાં આનંદને વેગ એટલા જોરથી વહી રહ્યો હતો કે એ વેળા આ કાર્યનું ભાવી પરિણામ શું આવશે એનો વિચાર સરખો પણ ન આવ્યું. દુન્યવી ક્રમમાં એ વસ્તુ નવીન નથી. પ્રીતિના વહેણવેળા વર્તમાનકાળ જ જોર કરતો હોય છે. ભવિષ્યના અંક માંડવા સે કઈ બેસે તે ભાગ્યે જ એક પણ કાર્ય થાય; તેથી જ ભવિતવ્યતાની શક્તિ અજોડ મનાઈ છે. “હેણહાર કદાપિ મિથ્યા થતું નથી.' બીજી સવારે પૂજાને સમય થતાં જ જ્યાં ઉદાયન નૃપતિ ગૃહમંદિરમાં પગ મૂકે છે ત્યાં દાસી નજરે પડતી નથી. વળી પ્રભાવિક મૂર્તિના કંઠની માળા આજે પહેલી જ વાર કરમાયેલી જણાઈ. બારીકાઈથી તપાસતાં બિબ બદલાયેલું છે એવી પ્રતીતિ થઈ. જ્યાં આ સંબંધી ઊહાપોહ થઈ રહ્યો છે ત્યાં તો ગજશાળાના રક્ષક દ્વારા સમાચાર પ્રાપ્ત થયા કે બધા હાથીના મદ ગળી ગયા છે. આ પરિસ્થિતિ પરથી અનુમાન કરી શકાયું કે જરૂર કોઈ મહાશક્તિધારી ગજરાજનું રાત્રિસમયે અહીં આગમન થયું હોવું જોઈએ અને તેવી શક્તિ ચંડપ્રદ્યોતના અનિલવેગ ગંધહસ્તિમાં જ સંભવે છે એટલે આ સારા ય બનાવમાં તેને જ હાથ જણાય છે. તરત જ દૂતને ચંડપ્રદ્યોત પાસે દોડાવ્યો અને પરિણામે અનુમાન સત્યમાં પરિણમ્યું. સિંધુ-સૈવીર દેશના સ્વામીને આ કરણુમાં પિતાનું ભયંકર અપમાન થયાનું લાગ્યું. જે દ્વારા પોતે ધર્મને માગે શ્રદ્ધા ધરતો થયે એવી દેવાધિદેવની મૂર્તિ આ રીતે ચેરાઈ જાય અને પોતે આંખમીંચામણા કરી બેસી રહે એ તે કાપુરુષ ન હતો. ક્ષત્રીવટનું લેહી તેની નસમાં ધબકતું હતું. તરત જ સૈન્યને સજજ થવાની આજ્ઞા અપાણી. અપ સમયમાં તે વિશાળ લશ્કર સહિત ઉજજયનીના સીમાડામાં દાખલ થયો. Page #228 -------------------------------------------------------------------------- ________________ ઉદયન રાજર્ષિ : [ ૨૧૧] રાજવીઓ વચ્ચે સંગ્રામ એ કેઈ નવી ચીજ નથી. જર, જોરુ અને જમીનરૂપ ત્રિપુટીમાંથી એક કે અધિક સારુ સંખ્યાબંધ યુદ્ધ ખેલાયાના દષ્ટાંતો આદિકાળથી ઇતિહાસના પાને સેંધાયેલા મળી આવે છે. વિશાળ સામગ્રી અને યુદ્ધની કાર્યદક્ષતા પર જયેનો આધાર છે. અહીં પણ એમ જ બન્યું. માલવેશના સંરક્ષણ પ્રયાસે, ઉદાયનરાજના પ્રખર હલ્લા સામે નિષ્ફળ નિવડ્યા અને જયશ્રીની પરીક્ષામાં ચંડપ્રદ્યોત નાપાસ થયો એટલું જ નહિ પણ ઉદાયનના હાથે કેદ પકડાયે. ગુન્હેગાર સામે સમભાવ દાખવનારા તો વીરલા જ મળે. એ વેળા ગુસ્સો મર્યાદા ઉલ્લંઘી જાય છે. એમાં ક્ષત્રિય રાજામહારાજાને કેપ તો અમર્યાદિત ગણાય છે. વાસુદેવના ભવનું સીસુ રેડવારૂપ દારુણ કાર્ય કયે જૈન નહીં જાણતો હોય? ઉદાયને પણ આવેગમાં આવી, ચંડપ્રદ્યોતના શિર પર ‘દાસીપતિ ” એ ચાર અક્ષરના ડામ દેવરાવ્યા એવી વાત કથાનક વદે છે. એ વેળા “કડવાં ફળ છે ક્રોધનાં એ મુનિશ્રી ઉદયરત્નનું વચન યાદ આવે છે. આ પછી તો દેવાધિદેવની મૂર્તિ પાછી લઈ જવાનો પ્રયત્ન આરંભાયે, પણ દેવ તો ઊડ્યા જ નહીં. ઉદાયન ભૂપને શંકા થઈ કે વીતરાગ દેવ પણ રહ્યા કે શું? ત્યાં તો અંતરીક્ષમાંથી સ્વર સંભળાયા. વતભયપટ્ટણ ધૂળ વડે ઢંકાઈ જવાની આગાહી કણે અથડાઈ. ખેલ ખલાસ. દેવને કઈ હંફાવી શકયું છે ? મૂર્તિની પૂજાવિધિ યથાર્થ રીતે થઈ શકે તેવો પ્રબંધ કરી નૃપતિ ઉદાયન ખિન્ન હૃદયે પાછો ફર્યો. એને ઉલ્લાસ સૂકાઈ ગયે. વિજય મળે છતાં એથી આનંદ ન થયે, સંસાર પરથી એનું દિલ ઓસરવા માંડ્યું. ચોમાસું આવતાં માર્ગમાં જ સ્થિરતા કરી. પર્યુષણ પર્વનું આરાધન શાંતિથી કરવાના હુકમ છૂટ્યા. જેતજોતામાં તંબુ ડેરા નંખાયા. દશ મુગટબંધ રાજાઓને પરિવાર પથરાય એટલે એક શહેર જ વસી રહેને ! નામ પડયું દશપુર.. Page #229 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૨ ] પ્રભાવિક પુરુષ : પુરાતત્ત્વશાષકાની દૃષ્ટિએ એ સમયનું દશપુર તે આજનુ મદસાર છે. સાંકળના ખૂટતા અકાડાને સાંધવામાં પ્રજાએ તેમને સંગીન સાથ આપવા ઘટે. ક્ષમાપનાને લગતુ જે આલેખન કરાયેલું છે એ બનાવ દશપુરમાં જ બન્યા. આમ તે રાજવી ઉદાયન માટેજે રસવતી તૈયાર કરવામાં આવતી તે જ ભૂપ પ્રઘાતને પીરસાતી. રાજકેદી માટે ભાણાભેદ જેવુ નહાતું, પણ સંવત્સરી પર્વ માટેના ઉપવાસ એ પ્રદ્યોત નૃપ માટે સંશયનું ભાજન અન્યા. રાજ રસાઇ માટે ન પૂછતાં આજે જ એ માટે પ્રશ્ન કરાય છે એટલે જરૂર કંઇ ભેદનીતિ સંભવે છે. શકિત હૃદય સત્ર વહેમના આળા અનુભવે છે. ભેદનીતિમાં ન સાવા ખાતર જ પ્રàાતનૃપે શ્રાદ્ધધર્મનુ અવલંબન ગ્રહ્યું. એ પાછળના ભાવ ભિન્ન છતાં ઉપવાસરૂપી દ્રવ્યતપે એના છૂટકારા કરાબ્યા એટલુ જ નહિં પણ સાધીઅધુના સન્માનપૂર્ણ અધિકાર પર બેસાડી દીધા. તપમાં અચિત્ય શક્તિ મનાય છે એ વાત ખાટી નથી જ. જેનું મન અંતરશુદ્ધિ અને ક્ષમાપનામાં એકતાર બન્યું છે એવા ઉદાયને જાતે કારાગૃહના દ્વાર ખાલી નાંખી, બહુમાનપૂર્ણાંક પ્રદ્યાતનૃપને ભેટી, પાતે અજાણપણે સ્વધમીભાઇની આ જાતની કદના કરી તે માટે પશ્ચાત્તાપ જાહેર કર્યો. શિરાભાગના ડામ સુવર્ણ પટખ’ધથી આચ્છાદિત કર્યાં અને સુવર્ણા ઝુલીને એક પુત્રી સમ ગણી જામાતાને ચેાગ્ય સન્માન અને ઉચિત ગામગરાસથી માલવેશને નવાજ્યા. શાસ્ત્રકાર આ પ્રકારના · મિચ્છામિ દુક્કડમ્ ’ તે જ સાચાં લેખે છે. ધર્મની દાઝના માપ ભૂપ ઉદાયનની આચરણામાંથી જડી આવે છે. પર્વના આગમન બહારના દેખાવ કે કૃત્રિમ આડંબર માટે નથી પણ અંતરશુદ્ધિ અર્થ જ છે. પર્યુષણના પવિત્ર દિનાને અને ચામાસાના ચાર માસને જ્યાં અનંતા કાળ વહી અચા ત્યાં વીતી જતાં શી વાર ? વીત Page #230 -------------------------------------------------------------------------- ________________ ઉદાયન રાજર્ષિ : [ ૨૧૩] ભયપટ્ટણમાં પુનઃ પ્રવેશ પણ થઈ ચૂક્યો અને રાજકાજમાં દિવસો વીતવા લાગ્યા. પણ “બ્દથી બગડી હાજથી ન સુધરે” તેમ પૂર્વ માફક રાજવી ઉદાયનની ચિત્તવૃત્તિ કામ કરતી જ નથી. અહર્નિશ કૃત્રિમ જીવિતસ્વામીના બિબની પૂજા કરતાં છતાં પણ એના મગજનો ઉગ કમી થયે નહીં. એની ચક્ષુઓ સામે પ્રભાવતી દેવી ગઈ ! દેવાધિદેવની મૂરિ ગઈ !! થાંભલા પર કતરેલી પુતળી માફક અડગતાથી ઉપાસના કરતી દાસી પણ ગઈ !!! એમ “ગઈ, ગઈ”ના ચિત્રો જ તરવરે છે. રાજમહેલ અકારે લાગે છે. પ્યારા વતન વીતભયપટ્ટણને વિનાશ નજીકના સમયમાં ડોકિયાં કરતો દૃષ્ટિગોચર થાય છે. “રાજ્યને અંતે નરક” એ પરમાત્મા શ્રી મહાવીરનું વચન સ્મૃતિપથમાં તાજું થાય છે. વિચાર થાય છે કે જાણબૂઝીને એ નરકમાં મારે શા સારુ પડ્યું રહેવું અને પુત્રને રાજ્ય આપી તેને પણ શા માટે પાડે? પુષ્કળ વિચારણાને અંતે પુત્રને તો નરકગામી ન જ બનાવવો એ નિરધાર થયો. પુત્રના કાને આ વાત જતાં તે રીસાઈને ચાલ્યો ગયો. “આપત્તિના આગમન એકલડકલ નથી હતાં પણ પરિવાર સાથે જ હોય છે. એને સાક્ષાત્કાર થયે છે. એ સહીને પણ સિંધુ–સવીર દેશને માલિક સ્વબચાવના ઇલાજ શોધી રહ્યો છે. ત્યાં વનપાલકે વધામણ આપી કે “મહારાજાધિરાજ! ઉદ્યાનમાં પ્રભુ શ્રી વર્ધમાનસ્વામી સમવસર્યા છે.” દેવે રચેલા સમવસરણમાં પ્રભુ દેશના આપે છે ત્યાં ઉદાયનરાજા ચતુરંગિણી સેના ને પરિવાર સાથે આવ્યા. પ્રભુએ દેશનાના પ્રારંભમાં કહ્યું કેमजं विसयकसाया, निहा विगहा य पञ्चमी भणिया। एए पश्च पमाया, जीवं पाडंति संसारे ॥ १ ॥ आर्यदेशकुलरूपबलायु-बुद्धिबन्धुरमवाप्य नरत्वम् । धर्म-कर्म न करोति जडो यः, पोतमुज्झति पयोधिगतः सः॥२॥ Page #231 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૪] પ્રભાવિક પુરુષ : હે ભવ્ય જીવો! પ્રાત:કાળથી આરંભી નિશાકાળની છેલ્લી ઘટિકા યાને નિદ્રાના સ્વાંગમાં ચક્ષુ મીંચતાં પર્વતના કલાકમાં વધુ નહિ તે બે પાંચ ક્ષણને વિરામ પ્રાપ્ત કરી, એકાદ વાર પણ તમે વિચાર કર્યો છે કે-“સંસારમાં છો કયે કારણે અમર્યાદિત કાળ સુધી પરિભ્રમણ કરી રહ્યાં છે? અથવા તે સંસારમાં આ જાતનું ભ્રમણ કરાવનાર કઈ વસ્તુઓ છે ? શું એ વાત મહત્ત્વની અને વિચારણીય નથી ? મહાનુભાવો ! સમજી રાખો કે, સંસારમાં દીર્ઘ સમય પર્યત જીને દબાવી રાખનારા જે કઈ પણ શત્રુઓ હોય તો તે નિમ્ન પ્રકારના પાંચ આંતરિક શત્રુરૂપી હત્યારાઓ છે. મદ, વિષય, કષાય, નિદ્રા અને વિસ્થા એ એનાં નામ છે. પ્રાપ્ત થયેલ વસ્તુની સુંદરતા કે ઉત્કૃષ્ટતા વિચારી અહંકારી બનવું-ગર્વથી ફુલાઈ જવું એનું નામ મદ. તેના ગોત્ર (કુળ), જાતિ, રૂપ, બળ, તપ, ત્રાદ્ધિ, વિદ્યા અને ઐશ્વર્ય–આ આઠ મુખ્ય પ્રકાર છે. કુળને મદ કરનાર એક સમયના મરિચી કેવી વિટંબણાના ભાજન થયા? એને પ્રત્યક્ષ અનુભવી હું પોતે તમારી સામે જ છું. બદ્ધિને મદ કરનાર એક વખતના રાજવી દશાર્ણભદ્ર જુઓ પેલા બેઠા. મદના માઠા વિપાક સારુ આ, કરતાં વધુ ઉદાહરણની આવશ્યકતા છે ખરી? વિષય તો વિષ કરતાં પણ તીવ્ર અને ક્ષય” કરતાં પણ અતિ ભયંકર વ્યાધિરૂપ છે. એક જ વેળા પ્રાણનો અંત વિષભક્ષણથી થાય, પ્રયાગદ્વારા એમાંથી જીવ બચી પણ જાય; પરંતુ નાગપાસમાં બરાબર ફસાવી મારી, મીઠી છુરીની ગરજ સારનારા આ પાંચ ઇંદ્રિયોના ત્રેવીશ વિષયે તો એક બે ભવ નહિ. પણ સંખ્યાબંધ ભ પર્યત આત્મા સાથે ચેટી રહી વારંવાર એને પંચત્વ પમાડે છે--અર્ધગતિનું ભાજન બનાવે છે ! Page #232 -------------------------------------------------------------------------- ________________ ઉદાયન રાજર્ષિક [૨૧૫ ] ક્ષયનું દરદ જીવલેણ ગણાય છે, પણ તે એક જ ભવ માટેનું પરંતુ વિષયમાં લેપાયેલ આત્મા તે અનેક ભવ સુધી એની મધલાળમાંથી છૂટવા નથી પામતે. હશે હશે મુગ્ધ બની પિતાના હાથે જ પોતાના બંધન વધુ મજબૂત કરે છે, તે પછી ક્ષય જેવા મહાવ્યાધિથી એ વધુ દારુણ ગણાય જ. એમાં લવલેશ શંકાને સ્થાન નથી. ચાર કષાય એ તો ખરેખર સંસારરૂપ વિશાળ મકાનના અતિ મજબૂત પાયા સમાન છે. સારી ય સંસારી મહેલાત એના પર જ નિર્ભર છે. એ જ્યાં હાલ્યાં ત્યાં સંસારને કકડભૂસ થતાં જરા પણ વિલંબ ન સમજ. એના નામેથી ભાગ્યે જ કઈ અજ્ઞાત હશે. ક્રોધ, માન, માયા અને લેભ. એને સંભારતાં અને એ ચંડાળ ચોકડીના દારુણ કર્યું કે યાદ કરતાં ભલભલાના હૃદયે કંપી જાય તેમ છે. મહારાજાના એ ત્રણ પૌત્રાએ અને માયા પૌત્રીએ સારા ય વિશ્વમાં એવી તે ભીષણતા-ભયંકરતા અને ભયાતુરતા વિસ્તારી મૂકી છે કે એનાથી ગમે તેવા મહારથીઓ પણ ધ્રૂજી ઊઠે છે. અરે! મૂળ પર લીંબુ ઠેરવનારા અને સમરાંગણમાં વારંવાર વિજયશ્રી વરનારા મહારથીઓ કે પ્રબળ સુભટો પણ એને મીઠા પાશમાં ફસાઈ જાય છે કે જેથી એને તાગ પણ શોધ્યે જડતો નથી. માયા ડાકિનીને તે ખરેખર કેઈ વિચિત્ર સ્વભાવની વ્યંતરી જ સમજી લે. તે જોતજોતામાં એવી તો અદશ્ય રીતે આત્મામાં પ્રવેશી જઈ, અડ્ડો જમાવી દે છે કે એનાથી સંસારી આત્માઓનું તે શું કહેવું પણ સમર્થ મહાત્માઓ અને કેવળ નિસ્વાર્થ જીવન જીવનારા સંતે પણ એની કારમી અસરથી મુક્ત રહી શક્તા નથી. અરે ! દ્રવ્ય કે વિલાસના સાધનામાં તો એ કુટ્ટિની ભલે નાચ નચાવી રહી હોય પણ આત્મકલ્યાણના હેતુભૂત ધમકરણ કે તપાચરણમાં પણ જ્યારે એના દર્શન થાય છે ત્યારે તો એના બહુરૂપીપણું પર તિરસ્કાર જ છૂટે છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૬ ] પ્રભાવિક પુરુષો : પાંચ પ્રકારની નિદ્રા અને ચાર પ્રકારની વિકથા જે કે આગળના ત્રણ જેટલી દારુણ ન ગણાય, એમ છતાં એના સાથી તરિકેના ગૌરવને ભાવે તેવી તો ખરી જ. જે ચેતતા ન રહ્યા તે તે પીઠ પાછળથી ઘા કરતાં રંચ માત્ર વિલંબ ન કરે. આત્માને બેભાન જેવી હાલતમાં રાખી એ પિતાનું કામ કાઢી લ્ય. નિદ્રા ને વિકથારૂપ પ્રમાદબેલડીમાં તો હરકોઈ આત્મા ઓછાવત્તે અંશે ફસાયેલે જ છે. એમાંથી બચવા સારુ સતત જાગૃત રહેવાની જરૂર છે. એને સદુપયેાગ કરી લેવાનું દષ્ટિબિન્દુ એક વાર નિશ્ચિત કરી લેવાય તો પછી એ યુગલની ધાસ્તી રાખવાનું કારણ નથી. ' હે ભવ્ય જીવો! આ પાંચ પ્રકારના પ્રમાદ સંસારમાં દરેક જીને પરિભ્રમણ કરાવનાર છે એમ યથાર્થ પણે સમજી . એમાંથી બચવાના સાધનને સધિયારે . તમને આર્ય દેશ, ઉત્તમ કુળ, સર્વાગ સુંદરતા, ચગ્ય શક્તિ, દીર્ઘ આયુષ્ય, સારાસાર સમજવાની બુદ્ધિ, સહાયક બધુવર્ગ અને મનુષ્યપણું પ્રાપ્ત થયું છે તો એને પૂર્ણ લાભ ઉઠાવી લે. ઉપરોક્ત સામગ્રીને સંગ ધર્મકરણમાં અનુકૂળતા આપે છે. અનાર્ય દેશોમાં કે હલકા કુળમાં ધર્મ એ કઈ ચીડિયાનું નામ છે? એ પણ જીવ જાણતા નથી. અંગોની હીનતા કે અશક્ત દેહ ને અલ્પ આયુષ્યવાળા જી ધર્મ પામ્યા છતાં પણ આચરી શકતા નથી. બુદ્ધિને દુરુપયોગ કરીને કે ભ્રાતૃગણમાં ક્લેશની હુતાશન પ્રગટાવીને સારું ય જીવન વિણસાડી નાંખનારા ક્યાં આપણી નજર બહાર છે? તિય ધારે તો પણ ધર્મકૃત્ય તેમનાથી દોઢસો ગાઉ દૂર છે. કેવળ માનવજિંદગીને જ એ અનુકૂળતા વરી છે. એમાં જ્યારે ઉપરોક્ત સાધનની વિપુળતા હોય તો પછી કે આત્મા અભાગી હોય કે જે ધર્મ ન સેવે ? એવો એગ મળ્યા છતાં પ્રમાદ કરનારની દશા કિનારે સુંદર વહાણ મેજુદ છતાં સાગર પાર કરવા સારુ સમુદ્રમાં ભુસકો મારવા જેવી મૂર્ખાઈ Page #234 -------------------------------------------------------------------------- ________________ ઉદાયન રાજર્ષિ : [ ૨૧૭ ] કરવા બરાબર છે. ભુસકેા મારી સાગર જેમ ન તરાય તેમ ઉપરની અનુકૂળતાઓના લાભ ન લેવાય તેા આ જીવન નિષ્ફળ જ જાય. એવું અવળું કાર્ય શુભ આત્મા તેા ન જ કરે. એમ થાય તે પછી ચેતન અને જડ વચ્ચે ફેર શે ? તેથી જ મહાનુભાવા ! સાંભળ્યાનું ફળ વિરતિ યાને યથાશક્તિ ગુણ ગ્રહણ કરી દોષને ત્યજવામાં છે’ એ વાત ખરાખર અવધારી લઇ મનુષ્ય જન્મને સફળ કરવા ઉજમાળ થાઓ. ' ,, અમૃતથી પણ અતિ મીઠી પ્રભુની વાણી શ્રવણુ કરીને પ - દામાંથી સંખ્યાબંધ માનવીએ ઊભા થયા. ચરમ તીર્થપતિ શ્રી મહાવીર દેવ સમક્ષ જાતજાતના વ્રત-પચ્ચખાણ ગ્રહણ કરાયા. કેટલાકે તા સંસારને સદાને માટે લાત મારી, સંયમરૂપી કલ્પવૃક્ષની શીળી છાયામાં વસવાને નિરધાર જણાવ્યેા. તેને પ્રભુએ દીક્ષા આપી. કેટલાકે શ્રાવકનાં વ્રતા ગ્રહણ કર્યો. તરત જ નરેશ ઉદાયને ઊભા થઇ, હસ્તદ્વય જોડી નમ્ર સ્વરે ત્યાગ જીવનરૂપી સુંદર ને મનેારમ વાટિકામાં પ્રવેશવાના સ્વમનેરથ પ્રભુશ્રીને જણાવ્યા અને પોતે રાજકાર્યના ભાર અન્ય શિરે સોંપી એ સ ંબધી સર્વ તૈયારી કરી લે ત્યાંસુધી વીતભયપટ્ટણના એ ઉદ્યાનમાં સ્થિરતા કરવાની વિનંતિ કરી. શ્રી મહાવીર દેવને તા એ જ જવાબ હતા કે · એક સમય માત્ર પણ પ્રમાદ ન કરશે.’ રાજવીની ચિરકાળ સંચિત આશા નવપલ્લવિત થવાને સુચાગ કમાડ ઠાકવા લાગ્યા, એના ના પાર ન રહ્યો. ભાણેજને પેાતાની ગાદી પર સ્થાપન કરી સત્વર પાતે રાજકાજના ભારથી મુક્ત અની પ્રભુહસ્તે દીક્ષિત થયા. મંત્રીશ્વર અભય ! એ ઉદયન તે હું પાતે. આજે તારી સમક્ષ મારું જીવન વધુ વી રહ્યો. હવે માત્ર એક જ પ્રસંગ ! સંસારના સંબંધ કેવા છે એ પર એક જ સર્ચ લાઇટ ફે કવારૂપ પ્રયાસ કરું છું. Page #235 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧૮ ] પ્રભાવિક પુરુષા : હકદાર પુત્રને રાજ્ય ન સોંપતા બહેનના પુત્રને રાજ્ય આપ્યું ને હું ચાલી નીકળ્યેા. કર્મ તેાડવા સારુ જાતજાતના તપ આરંભ્યા. એકદા પારણાર્થે` હું એ જ વીતભયપટ્ટણની ભાગાળે આવી ચડ્યો. અહા ! માનવની કેવી લેાલુપતા ! એ જ ભાણેજે રાજ્ય પાછું માંગવાની કુશંકાએ મને આહારમાં વિષ* દીધું. સગાઇ ને ઉપકારના એ રીતે બદલા વાન્યા. એ તે મારા સુભાગ્યે અચાનક દેવસાનિધ્ય મળી ગયું અને વિષની કારમી અસરથી હું બચી ગયા, નહિ તેા આરંભ્યા અધવચ જ રહેત. પ્રભુ શ્રી મહાવીર દેવના વચને– સૈા સ્વાર્થના સગા છે. કાઇ કાઇને સાચું પ્રિય નથી. સંસાર અસાર છે. સંસારી સમાગમ તા પ ંખીના મેળા કે મુસાફરીના સાથ સમેા છે. ’ તે ત્યારથી મારી છાતીમાં પથ્થર પરના શિલાલેખ સમ કાતરાઇ ગયા છે. એ જ દીપિકાની રેશનીથી આજે હું મારા જીવનને અજવાળી રહ્યો છું. "" te અભયકુમાર બલ્કે—“ મહાત્મા ! મારા જેવા ઉપાધિમાં રચ્યાપચ્યા રહેનાર જીવને આપની આ જીવનકહાણી માદક લેામિયાની ગરજ સારશે. આપના જીવનમાંથી જ મારા જીવનસૂત્રની ગુ'ચવાયેલી આંટી સહેલાઇપૂર્વક ઊકલી જાય છે, પિતાશ્રી ખિખિસાર સમક્ષ જ્યારે પ્રત્રજ્યાની વાત રજૂ કરું છું ત્યારે એ જ જવાબ મળે છે કે ‘હું જાકારા આપુ ત્યારે તારે જવુ’ રાજર્ષિ ! મને પિતાશ્રીની સંસારાસક્તિ જોતાં તે સંસાર છેડે એમ જણાતું નથી પણુ વડીલની આજ્ઞાપ્રાપ્તિ વિના ધાયું. *ઉદયન રાજર્ષિનું અવસાન તેમના ભાણેજ કેશીરાજાના વિષપ્રયાગથી જ થયું છે. તેણે ત્રણ ચાર વાર દહીં સાથે વિષ આપ્યુ. દેવ થયેલ પ્રભાવતીએ એ ત્રણ વાર હરી લીધું, એક વાર પ્રમાદથી વિષ ન હરતાં તે વિષવાળા દહીંનેા આહાર કરવાથી આરાધનાપૂર્વક તેમના પ્રાણુ ગયા તેથી ક્રોધ પામી પ્રભાવતીદેવે ધૂળવડે આખી વીતભય નગરી દાટી દીધી. Page #236 -------------------------------------------------------------------------- ________________ ઉદાયન રાજર્ષિ : [ ૨૧૯ ] કેમ થાય? આજે આપની કથનીએ મારા હૃદયના દ્વાર ઉઘાડી નાંખ્યા છે. પ્રભુ શ્રી વર્ધમાનસ્વામીએ આપને અંતિમ રાજર્ષિ કહ્યા છે એટલે હવે હું રાજા થયા પછી રાજર્ષિ થાઉં એ સંભવતું નથી મારે તેથી કોઈપણ રીતે પિતાની આજ્ઞા મેળવવી તે સિવાય હવે બીજો આરો નથી. ” આ પ્રમાણે કહી વંદના કરી મંત્રીશ્વર અભય સિધાવી ગયા. રાજર્ષિ ઉદાયન કેવલ્ય પામી સિદ્ધશિલાવાસી બન્યા. ત્રીજા ગુચ્છકનું રાજવી મનુષ્યનું એ ચોથું પુષ્પ પૂર્ણતાને પામ્યું. Page #237 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિપુ. સંસારજન્ય વિલાસમાં આકંઠ ડૂબેલા અને દુન્યવી વ્યવહારેના વિવિધરંગી અભિનયથી જીવનરૂપી નાટકના સુંદર ભાગ ભજવતા પાત્ર, કે જેમને માત્ર એકાદ આંચકે લાગતાં જ સાપ જેમ કાંચળીને ત્યજી દે છે તેમ સ્વઅભિનયને છોડી, જીવનપલટો કરતાં સહેજ પણ વિલંબ લાગતો નથી. એવા આત્માઓના જીવન વિચારતાં આપણે ચોથા તબક્કા પર આવી ઊભા છીએ. “કર્ભે શૂરા તે ધર્મે શૂરા” જેવા ટંકશાળી વચનને ઉલ્લેખ તેમના સરખાને જ લાગુ પાડી શકાય. “સંસાર ભેળવી પણ જાણે અને એ જ સંસારને તજી પણ જાણે” એ તેઓની જિંદગીમાંથી ઝરતા સાર છે. અગાધ સાગરના અમાપ વારિ વચ્ચે પણ ઊભા રહી, પ્રખર સમીરના સખત ઝંઝાવાતો સહી, સંખ્યાબંધ જહાજોને અને નાનકડા ગામે ચિતાર ખડો કરતી મોટી સ્ટીમરને, લાલબત્તી ધરતી યાને માર્ગનું ભાન કરાવતી દીવાદાંડીરૂપ જેમનું જીવનસૂત્ર છે એવા અમર આત્માઓમાં કેઈને પણ ઈજા કે વારસો નથી નોંધાયા. અલબત્ત, એ સારુ આત્માને આછી પાતળી જાગ્રતિને ખ્યાલ તે હવે ઘટે જ. નિમિત્ત મળતાં જ એ જાગ્રતિ ભભુકી ઊઠે છે અને શૂરાતનનો પાવક પ્રજ્વલિત થતાં વિલંબ લાગતું નથી. એ કાળે દિશાફેર તો સહજ હોય છે. આપણું માળામાં એવાં ત્રણ ગુચ્છમાં ગુંથાયેલા બાર પુ સમા વિવિધવણું ચરિત્રો જોઈ ચૂક્યા. આજે આરંભાતું ચોથું ગુચ્છક “રાજપુત્ર ” નું છે. એમાં એ સર્વ એક જ પિતાના સંતાન છે. એ જેમ અજાયબી પમાડે છે તેમ પૂર્વના ગુચ્છકમાં Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિકપુત્રો : * [ રર૧] આવેલ શાળામહાશાળ માફક આમાં પણ હલ્લ-વિહલ્લરૂપ યુગલની વાત એક જ મથાળા નીચે આવવારૂપ વિલક્ષણતા છે. પરમાત્મા મહાવીર દેવને સમય એટલે ભારતવર્ષની ચઢતી કળાને મધ્યાહ્ન કાળ. એ વેળા સે દેશમાં મગધની કીર્તિ સવિશેષ ગણાતી. એની ઋદ્ધિ-સિદ્ધિનો જેમ સુમાર નહોતો તેમ એના વેપાર-વણજ પણ અમર્યાદિત હતા. એ કાળનું રાજગૃહ આજના મુંબઈને પણ ટક્કર મારે તેવું હતું. કથાનકમાં આવતાં વર્ણન પરથી જણાય છે કે-અડતાળીશ ગાઉને તો એનો વિસ્તાર હતા. આજે છેટા પડેલા ગુણશીલવન કે નાલંદા જેવા ભાગો તો તે સમયે તેના પર તરિકે લેખાતાં. જેમની લક્ષ્મીનું લેખું નહોતું એવા સંખ્યાબંધ કેટિવ્રજેને એ રાજધાનીના મુખ્ય શહેરમાં વાસ હતો. સાત માળના મુંબઈના માળા જોઈ, દેશમાંથી પહેલવહેલાં એ ધરતીમાં પગ મૂકનાર માનવીને જેમ અચંબાને પાર રહેતો નથી અને સર્વત્ર ઊંચા મકાને જ લાગ્યા કરે છે તેમ એ કાળે આ વિશાળ નગરમાં સાત ભૂમિકાવાળી હવેલી કે ઊંચા પ્રાસાદને તો નહોતો. આજની મોટી સ્ટીમરોની માફક ત્યાં વસતા મહાન વહેવારીયાના સંખ્યાબંધ મોટા જહાજે અગાધ સાગરને ખેડતા. એમાં કઈ પાંચ સો કૂવાથંભવાળાના તો કઈ અઢીસ કૂવાથંભવાળા હતા અને એમાં પણ ઉક્ત સ્ટીમરોની માફક ત્રણ, પાંચ કે કઈમાં તો છ અગર સાત માળ પણ હતા. ટૂંકમાં કહીએ તો આજના એકાદ મહાન ને ધંધાના ધીક્તા ધામ સમું મહત્વ એ મહાપુરી રાજગૃહીનું હતું. આજના સાધનથી કલાબાના કાંઠે બનેલે બનાવ દાદર વસતે મનુષ્ય સહજ જાણે શકે છે પણ એ સમયની વસ્તી, વિસ્તાર અને વ્યવસાયરક્તતાનું પ્રમાણ એવું વિશાળ હતું ને સાથોસાથ આજની માફકના જાહેરાત કરવાના સાધનને અભાવ હતો કે જેથી રાજમહાલયનું આંગણું વાળતી ભંગિનીના દેહ પર રત્નકંબળ જોયું ત્યારે રાજવી Page #239 -------------------------------------------------------------------------- ________________ [૨૨] પ્રભાવિક પુરુષો : શ્રેણિકને ખબર પડી કે મારા રાજ્યમાં શાલિભદ્ર શેઠ જેવો વ્યવહારી વસે છે કે જેના ઘરની કામિનીઓ રત્નકંબળ જેવી કિમતી વસ્તુઓને ઉપયોગ માત્ર એક દિનના પાદલું છન તરીકે કરી, વાસી અન્નની માફક બીજે દિવસે તો ઉચ્છિષ્ટ ગણી કચરાની બાળમાં ફગાવી દે છે. આજના વિચારકને કદાચ આમાં અતિશયોક્તિ જેવું લાગે પણ વસ્તુતઃ વિચાર કરતાં અને એ સમયના દેશકાળને તાળો મેળવતાં આમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ જ નથી. - જે ગુણશીલ વનમાં અને જે નાલંદાપાડામાં શ્રી મહાવીરદેવે ચિદ ચોમાસા કર્યા છે અર્થાત્ જ્યાં અવારનવાર આગમન ચાલુ રહ્યાં છે એ સ્થાને મહત્વના જ હશે, તે વિના વારંવાર ત્યાં તીર્થપતિના આગમન ન જ સંભવી શકે. નાલંદા એ કાળનું જબરદસ્ત વિદ્યાપીઠ હતું એમ પુરાતત્વશોધકો પ્રતિપાદન કરે છે. આજે ખોદકામ કરતાં ત્યાં આગળ જે સંખ્યાબંધ વિહારેને પત્તો લાગ્યો છે અને જૂની અગણિત ચીજો હાથ લાગી છે તે પરથી એ વાત સિદ્ધ થાય તેમ છે. જો કે હાલ એ સર્વ બુદ્ધધર્મને નામે ચડ્યું છે છતાં એ વિહારની રચના અને એના અભ્યાસ તેમ જ ચિંતન ને મનન કરવા સારુ સગવડભર્યા સંખ્યાબંધ કમરા જોતાં આજે પણ અનુમાની શકાય તેમ છે કે ભૂતકાળમાં આ સ્થળે સુવિખ્યાત ને મહાન વિદ્યાપીઠે હશે અને સંખ્યાબંધ છાત્રો જુદા જુદા દર્શનના અભ્યાસ અર્થે અહીં આવતા હશે. ષડ્રદર્શનના જ્ઞાતાઓ પણ સારી સંખ્યામાં અત્રે નિવાસ કરતા હશે. આમ એક કાળે વિદ્યા અને શિક્ષણના કેંદ્રસ્થળ તરીકે આ સ્થાનનું ગૌરવ સવિશેષ હતું તેથી જ ચરમ જિનપતિના માસાં અવારનવાર આ સ્થાનમાં થયા છે. રાજગૃહના શાખાપુર યાને નાલંદાપાડા તરીકે સુવિખ્યાત થયેલા આ સ્થાનના સંબંધમાં જૈન કથાનકમાં ઉલ્લેખને પાર નથી. Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રેણિકપુત્રા : [ ૨૨૩ ] વળી તે એટલા અંતરે આવેલ છે કે ધંધા કે પ્રવૃત્તિના ધમધમાટ અને બિલકુલ સ્પશી શકે તેમ નહાતુ. આજે પણ વિપુળગિરિથી માંડી વૈભારગિરિ સુધી વિસ્તરેલી ગિરિમાળા, તળેટીમાં આવેલ ઢંડા ને ગરમ પાણીના કુંડા અને જરાસંધના અખાડા, શાલિભદ્ર શેઠની નિર્માલ્ય કુઇ, શ્રેણિક મહારાજના ભંડાર, નંદ મણિયારની વાવ અને રાહિણીયા ચારની ગુફા તરીકે ઓળખાતા ને કાળના કરાળ પંજામાં કકડભેંસ થઇ, જીણુ તા–વિશીષ્ણુતાને વરેલાં કેવળ નામમાત્ર ધારણ કરી રહેલાં સ્થળાના દર્શન પરથી પણ ગતકાલીન ગારવના જેમ આંખી થઈ શકે છે તેમ ઐતિહાસિક શૃંખલાના અંકોડા પણ જોડી શકાય છે. ઉક્ત પાંચ ટેકરી પર સ્થાપન કરાયેલ દેવકુલિકાઓ અને પાદુકાઓ સંખ્યાબંધ વર્ષોના વહાણા વાયા છતાં અને પ્રબળ વર્ષા કે પ્રખર ગરમીમાં કાળદૈત્યના અસ્ખલિત ચક્રમાં પીસાયા છતાં હજુ પણ ભૂતકાળમાં થઇ ગયેલા મહાત્માએ કે જે આત્મકલ્યાણના માર્ગે આ સ્થાનને આશ્રય ગ્રહણ કરી, કૂચ કરી ગયા છે તેની સાક્ષી પૂરે છે. એ સ્થાનનાં દરેક પત્થરમાં અગમ્ય ઇતિહાસના લેખ છુપાયા છે. એને પ્રત્યેક કંકર મૂકભાવે આજે પણ પર્થિકના અંતરને વલેાવી નાંખે છે અને ઊંડું અવગાહન કે ખારિક અવલેાક્રન કરનારને મૂકપણે ઘણુ ઘણુ દર્શાવે છે. જે સ્થાનના ગારવની આપણે ઉપર વાત કરી અને જેની પાછળ પ્રેરણા પાતા સંગીન ઇતિહાસ છે એ તરફ આજે ટ્ટિ કરનાર મુસાફર પહેલી તકે કિંકર્તવ્યમૂઢ બની જાય કિવા પાતે કાઇ સ્વપ્નસૃષ્ટિમાં તે નથી આવી પડ્યો એવી એવી આશ કાનુ ભાજન થાય. કારણ એક જ અને તે એટલું જ કે નથી એ રામ–રાવણુ કે નથી એ લંકાનગરી! અડતાળીશ ગાઉના વિસ્તાર Page #241 -------------------------------------------------------------------------- ________________ [૨૨૪] પ્રભાવિક પુરુષો : વાળી-એક સમયની પ્રબળ મહાપુરી–આજે થોડા ઝુંપડામાં સમાઈ જાય છે. એ ગિરિની હારમાળા આજે ખડી છે છતાં એના ગતકાલીન શૈરવનું નામનિશાન પણ નથી રહ્યું. યાત્રાના ધામ તરિકેનું એનું મહત્વ જળવાઈ રહ્યું ન હોત તો આજે ત્યાં ભાગ્યે જ કોઈ માનવીને પદસંચાર થાત. ભક્તિથી ખેંચાયેલા હદયે આજે પણ યાત્રા નિમિત્તે ત્યાં ગમનાગમન કરી, એક વાર ભૂતકાળના ઊંડાણમાં અવગાહન કરે છે અને એ કાળના નૈરવની ઝાંખીથી આત્મસંતોષ અનુભવે છે. કલ્યાણકભૂમિના નિમિત્તને જ એ આભારી છે. અસ્તુ. ભૂત વર્તમાનની આટલી સમીક્ષા પછી શ્રેણિક પુત્રોના જીવનમાં આપણે ઉત્તરવાનું છે. જે કાળની આપણે વાત કરીએ છીએ તે કાળે મગધ દેશના સ્વામી તરીકે રાજવી પ્રસેનજિતના પુત્ર મહારાજા શ્રેણિકની સર્વત્ર આણ પ્રસરતી હતી. એ ભૂપનું બીજું નામ બિંબસાર કે ભંભાસાર પણ હતું. તેઓશ્રીને ચેલણ, ધારિણી, નંદા પ્રમુખ લગભગ આઠ રાણીઓ હતી. અભયકુમાર, મેઘકુમાર, નંદીષેણ, કેણિક ને હલ્લ-વિહલ્લ આદિ પુત્રોની સંખ્યા પણ દશકને વટાવી જતી. એ રાજપુત્રામાંના આપણી કથાસરિતાને વહેતી રાખવામાં ઉપયોગી થઈ પડે તેવા માત્ર પાંચ જ છે. અનુક્રમે આપણે એ દરેકને લગતી મુખ્ય અને આવશ્યક બાબતો વિચારશું. ચાલો ત્યારે શ્રી ગણેશાય નમ: અભયકુમારથી જ કરીએ. Page #242 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર અભયકુમાર. ભાસ્કરેદેવનાં મધુરાં લાગતાં કિરણે સમયના વધવા સાથે ઉષ્ણુતાને ધરવા લાગ્યા. જનતાનું સંખ્યા પ્રમાણ પણ અતિ વધી પડ્યું. એક તરફ અધિકારી વર્ગ અને પોતાનું સ્થાન પણ પ્રજ્ઞાસંપન્નની કક્ષામાં છે એમ માનતો સમુદાય જ્યારે બીજી તરફ કેવળ કુતુહળવૃત્તિથી ખેંચાઈ આવેલ અગર “તમાસાને તેડું નહિ ” એ ઉક્તિ અનુસાર વિના આમંત્રણે પધારેલ જનવૃદ. આમ જનતારૂપી મહાસાગરમાં વ્યવસ્થા સાચવવા હરફર કરતા રાજ્યના સુભટો એ તે સાગરના પાણી પર લટાર મારતી નાનકડી નાવડીઓ સમ દશ્ય રજૂ કરતા. સે કેઈનું લક્ષ્ય સાથેસાથે આવેલા કુપયુગલ પ્રતિ હતું અને એમાંની કેટલીક જિહુવાઓ અક્ટ સ્વરે ભાષાવર્ગણાના જે પગલોનું આંદોલન પ્રગટાવતી તેમાં કેવળ નિરાશા ને હતોત્સાહનો ભાસ થતો. અહો ! આટઆટલા બુદ્ધિસંપન્નોના પ્રયાસ નિરર્થક જ ગયા ને ! રાજકાજના અતિ અટપટીયા પ્રશ્નોમાં જેમનું સારું ય જીવન વ્યતીત થયું છે અને સંધિ-વિગ્રહની આંટીઘુંટી ઉકેલી જેમના કેશે પણ સફેદ થવા આવ્યાં છે એવા આ પ્રધાને, આ દિવાનો, કેમ આજે આશાદીપકને બુઝાવી બેઠા છે? તેમની પ્રજ્ઞાનું આટલી હદે તળિયું દાખવનાર આજને કેયડે પણ અજબ ગણાય.” ત્યાં તો સંભળાય છે કે-રાજવી બિંબિસાર પણ જબરા ! બાપ કરતાં બેટા સવાયા ! રાજગાદી પર પગ મૂકતાં જ બુદ્ધિના અખતરા આરંભી દીધા. અરે! તેવી શક્તિ વિના મગધ જેવા ૧૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૬ ] પ્રભાવિક પુરુષો : મહારાજ્યના સ્વામી બનાય છે ? એમ ન હાત તે મૃત્યુશય્યા પર સૂતેલા મહારાજને કયાં પુત્રા એછા હતા ? પણ તેમના માટે તે વેગવંતી સાંઢણીએ દોડાવેલી. ખરું જ કહ્યું છે કે— ૬ તારાકી જ્યાતમેં ચંદ્ર છુપે નહીં, સૂર છુપે નહીં માદલ છાયા; ’ અરે ! એક ખટકબાલાએ તે વાતના મેળ મેળવતાં કહી નાખ્યું. કે–“ ભાઈએ ! અશ્વ ખેલાવનારા ને શસ્ત્રોના દાવ રમનારા ક્ષત્રિયકુ વામાં આવી બુદ્ધિપ્રગલ્ભતા સંભવે જ નહીં; પણ આપણા આ નવા મહારાજાએ તે પરદેશમાં ભ્રમણ કરી, જાતજાતની ચતુરાઇ પ્રાપ્ત કરી છે. અરે ! એનાતટના એક શેઠની પુત્રી સાથે ગૃહસંસાર પણ માંડ્યો છે અને વિષ્ણુકાની પ્રજ્ઞાસંપન્નતા કાણુ નથી જાણતું ? ” ૬ આંગળ કહીને માંગળ વાસે, માંગળ કહીને મૂલ પ્રકાસે; ભૂલ જણાય ત। કાઢે હાંસે, વણિક કળાથી દેવ પણ નાસે.’ એ તા સુપ્રસિદ્ધ વાત છે. તરત જ એક જણે ટાપશી પૂરી. “વાત સેા ટચના સુવર્ણ માફક સાચી છે. વિણક રાણીને એક પુત્ર થયા છે અને હવે ટૂંક સમયમાં જ એ મા–દીકરાને આપણા રાજા અહીં ખેલાવી લેવાના છે. ’ આ કથન તરફ સ્હેજે એક પરદેશી જણાતા યુવકના કણું આકર્ષાયા. એણે જરા આગળ આવી આજની આ મેદની શેને આભારી છે? એ જાણવા ઇચ્છા પ્રગટ કરી. પેલાએ જવાબ આપતાં જણાવ્યું કે “ જુઓ ભાઇ પરદેશી! પેલા એ કૂવા છે ને, એમાંનાં એકમાં અમારા રાજવીએ રત્નજડિત મુદ્રિકા નાંખી છે અને આજ્ઞા ફરમાવી છે કે કૂવામાં Page #244 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર અભયકુમાર : [૨૭] ઊતર્યા વગર કાંઠા પર ઊભા રહી એ મુદ્રિકા કાઢવી. જે વ્યક્તિ એમાં ફતેહમંદ થશે તેને મુખ્ય મંત્રીને અધિકાર પ્રાપ્ત થશે.” ઊભા ઊભા લેહીનું પાણું થવા આવ્યું અને સુરજ પણ માથે ચડવા માંડ્યો છતાં હજુ કેઈ બત્રીશદ તે વિજય નથી મેળવી શક્યા, કેટલા ય ફાંફાં મારી ગયા !” અરે એમાં શું ભારે કામ છે?” માંડ હજુ તારુણ્યના પ્રાંગણમાં પ્રવેશતા એ પરદેશીના શબ્દો શ્રવણ કરતાં જ ઘણું અચંબો પામી ગયા. એકાદ જણ તે બોલી પણ ગયો કે-“આ કંઈ બાળકના ખેલ નથી. ભલભલા બુઝર્ગે જ્યાં પાછા પડ્યા ત્યાં તારા સરખા ઊગતા યુવકને ગજ વાગશે ?” પરદેશી યુવાને દૃઢતાથી જવાબ વાળે કે “જે બુદ્ધિને એકહથ્થુ ઇજારા અપાયે હેત તે નીતિકાને “વાર દિતિ રાહ” જેવા સૂત્રની રચના કરવાની જરૂર ન રહેત. જ્ઞાનપ્રાપ્તિ વૃદ્ધ, યુવા કે બાળવય પર અવલંબતી નથી, પણ એને આધાર તે વ્યક્તિના જ્ઞાનના ક્ષપશમ પર રહેલો છે.” ચતુરાઈયુક્ત વચનેએ પરદેશીનો માર્ગ મોકળો કર્યો. કૂવા સન્મુખ પહોંચતાં જ રાજવીના અખતરા પાછળનું રહસ્ય સમજાયું. ભારવટ પર “ધવલે ટેડે ઘર કહી ” જેવા મામિક વચન લખી જનાર પિતાની બુદ્ધિ માટે બહુમાન જગ્યું. ખાલી કૂવામાં પડેલી વીંટો, સમીપમાં જળથી પૂર્ણ બીજે કૂવે અને ઉભયમાં જળની ફેરબદલી થઈ શકે તેવી રચના જોતાં જ યુવાને પોતાની ચેજના ગેઠવી કાઢી. અનુચર મારફત લીલું છાણ મંગાવી, બરાબર વીંટી પર ગોળ કરી ફેંકયું. ૧ જ્યાં સુંદર ઉજજવળ ટોડા–ઘરે રહેલા છે ત્યાં મારું સ્થાન છે, અર્થાત રાજમહેલ મારું સ્થાન છે એ એનો અર્થ છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ [ ૨૨૮ ] પ્રભાવિક પુરુષ : મુદ્રિકા એમાં ચાંટી ગઇ કે તરત જ તેના ઉપર સળગતા અગ્નિ ફૂં કયા, અલ્પકાળમાં જ તાપથી એ સૂકા છાણારૂપે પરિણમ્યું, એટલે તરત જ બાજુના કૂવાનુ પાણી આ કૂપમાં વાળતાં જ એ છાણુ તરીને ઉપર આવ્યું. હજારા નેત્રા જેના કાર્ય પ્રતિ એક સરખુ લક્ષ્ય રાખી રહ્યાં છે એવા તે યુવાને તેમાંથી વીંટી કાઢી રાજવી પાસે જઇ તેમના કરમાં સોંપી દીધી. પરદેશથી આવેલ અને રાજ્યવહીવટની ગૂચા શું ચીજ છે ? અને કક્કો સરખા પણુ હજી જેણે ક્યો નથી એવા આ નવયુવાનને શિરે, પૂર્વ પુન્યના પ્રાબલ્યથી કે ઐત્પાતિક બુદ્ધિના દશ નથી, મુખ્યમત્રીપણાના મુગટ જનતાના જયનાદો વચ્ચે રાજાએ પહેરાવ્યેા. ભૂપ શ્રેણિક આ નવયુવાનની તેજસ્વી બુદ્ધિથી રાજી થયેા, એટલુ ં જ નહિ પણ કુદરતી એના પ્રતિ એકાદ અંગત સંબંધી હેાય તેવુ વહાલ અને છૂટયુ. એની આકૃતિ ને મુખમુદ્રા નિહાળતાં જ વર્ષો પૂર્વેની એકાદ સ્મૃતિ ચક્ષુ સામે રમવા માંડી. તેનાથી સહજ પ્રશ્ન પૂછાયા કે– (6 વત્સ ! તું કયા નગરથી આવે છે?” 99 મહારાજ ! હું એનાતટથી આવું છું. “ એનાતટવાસી ધનાવહ શેઠને તે તું આળખતા હઇશ. તેમની પુત્રી સુનંદા વિષે તને કઈં માહિતી છે ? ’' 66 રાજસ્! એ સર્વની સાથે તો મારે ઘર જેવા સંબંધ છે. સુનંદાના તેજસ્વી પુત્ર એ તે! મારે જીગરજાન મિત્ર છે. મારાથી એ વિખૂટા રહી શકતા જ નથી. 27 66 “ તા પછી, તે ત્યાં અને તું અહીં કેમ ?' ܕ “ના રે ધરાધિપ ! એ મારા માતુશ્રી સુનંદા સહુ અહીં આવેલ છે અને સામે દેખાતા ઉદ્યાનમાં જ ઉતરેલ છે. ’’ “તેા ચાલ વત્સ ! મને સત્વર એમના મેળાપ કરાવ. ,, Page #246 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર અભયકુમાર : [૨૯] ભૂપાળ શ્રેણિક રાજકાજની ગાઢી જંજાળમાં-પિતાશ્રીના સૃષ્ટિપટ પરથી ચાલ્યા જવાના (મરણના) શેકમાં, સ્નેહના આદ્ય પ્રસંગને હૃદયપટ પર અવધારેલ છતાં, એ સંબંધમાં બાહાથી કંઈ માગ નિરધારી શક્યા નહોતા. અન્ય કાર્યોના વમળમાં એ સ્મૃતિ તાજી થતાં ન થતામાં તે વિલીન થઈ જતી. અહો ! પુરુષજાતિ જ આ બચાવ શોધે છે, સ્ત્રી જાતિ માટે ભાગ્યે જ આવો ઉલ્લેખ થઈ શકે. એના હૃદયમાં પ્રીતમ માટેની પ્રીતિ કેટલી ઊંડાઈએ હોય છે એ માપવા કેણ સમર્થ છે? એ સ્નેહ પાછળ રકતનાં શેષણ કરતાં કે દેહના બલિદાન દેતાં પણ નારીજાતિ પાછી પાની કરતી નથી એ શું ઓછા ગૌરવનો વિષય છે? પણ “પુરુષપ્રધાનવ” ના ઘેનમાં એ સમજાય છે ખરું? મગધના સ્વામી ! આ રહ્યા મારા માતુશ્રી સુનંદા.” એ વર કર્ણપટ પર અથડાતાં ને ઊંચી નજર કરતાં હૃદયવલ્લભ શ્રેણિકને નિરખી, સુનંદાના લોચન આનંદભારથી નીચા નમ્યા. તરત જ ગાલીચા પરથી ખસી જઈ નાથને બેસવા સારુ સ્થાન કર્યું. નેહના તારમાં ઝણઝણાટી એ તો સ્વભાવથી જ હોય છે અને એમાં પણ યુવાની અગ્રભાગ ભજવતી હોય ત્યારે શું કહેવાપણું રહે ? રાજા કે રાણી તે પણ દંપતી તો ખરાં જ ને ? વિગીઓને વર્ષો પછી સંગ. એ આનંદના દર્શન પરસ્પરના નયનોમાં થઈ શકે, બાકી એ વર્ણવી ન જ શકાય-અનુભવગમ્ય છે માટે જ. શ્રેણિકને સચિવની હાજરીમાં એમાં ડૂબી જવાનું વ્યાજબી ન લાગ્યું, તેમ સુનંદાના મિલનમાં પુત્રના દર્શન થયા નહીં એટલે સહજ પ્રશ્ન કર્યો કે રાણી ! કુંવર કયાં છે? રાજમહાલયમાં જવાની ઢીલ થાય છે. ” જવાબ શું હોઈ શકે? કયાંય સુધી સુનંદા સ્મિત કરતી Page #247 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૦ ] પ્રભાવિક પુરુષા : ઊભી જ રહી. નવયુવક, અરે ભૂપને મહામંત્રી પણ મૂકભાવે જોઈ જ રહ્યો. શ્રેણિક ભૂપની મૂંઝવણુ વધવા માંડી. 66 ત્યાં તે અજાયબીના પડલ ચીરી અવાજ આવ્યા કે આપ કેમ એવા સવાલ કરે છે ? સામે ઊભેલ છે અને જેની સાથે આપ અત્રે પધાયો છે! એ જ આપના પુત્ર અભય. ” એ શ્રવણ કરતાં જ શ્રેણિક નૃપના આનંદના પાર ન રહ્યો. પુત્ર જ નહિં પણ સાથેાસાથ બુદ્ધિમત્તાનુ મૂર્તિમ ંત સ્વરૂપ. એ જ પેાતાના મહામંત્રી ! સાનુ ને સુગ ંધ મળ્યા તુલ્ય. અથવા તે મેાસાળ જમણુ અને મા પીરસનાર ! એ હર્ષને અંતરમાં સમાવી અભયકુમારને ઉદ્દેશી રાજવીએ જણાવ્યુ કે–“યુવાન મંત્રી ! કુંવરના મિત્ર તરીકે એળખાવી આવી છેતરપીંડી કરવાને અપરાધ કરવા બદલ મારે તારા સંબંધમાં વિચાર કરવા પડશે.” પિતાશ્રી ! એમાં અપરાધ જેવું શું છે? સાચા સુદાના દેહ જુદા છતાં હૃદય એક જ કહેવાય છે અને માતાનાં હૃદયમાં પુત્ર માટેનું સ્થાન એવુ નિશ્ચળ હાય છે કે તે કદાચ તેનાથી દૂર પણુ હાય છતાં વસ્તુત: દૂર ન ગણાતાં સમિપ જ કહેવાય. આ મ ંતવ્ય નીતિવેત્તાઓનું હાવાથી ભાગ્યે જ એ પ્રમાણે વનાર અપરાધી લેખાય. ” '' રાજગૃહની પ્રજા મુદ્રિકાના અનાવથી તરુણ યાને અભયકુમાર પ્રતિ સ્નેહ નજરે જોતી થઇ હતી જ અને જ્યારે લેાકવાયકા પ્રસરી કે ‘ એ તરુણુ તા મહારાજ શ્રેણિકના પાટવી કુંવર છે ! અરે! ભાવી યુવરાજ છે અને મહારાજા એનાતટ રહેલા ત્યારે જે ણિકપુત્રી સુન ંદા સહ પાણિગ્રહણ કરેલું તેના બુદ્ધિમાન પુત્ર છે. ’ ત્યારે તે હર્ષાતિરેક થઈ પડ્યો. અંતરના ઉભરાતા ઉમળકાઆવડે પ્રજાએ એમના સત્કાર કર્યો. રાજમહાલયમાં આનંદમંગળ વરતાયા. પિતાપુત્રના આ જાતના માનભર્યા મેળાપ એ વિરલ જ ગણાય. Page #248 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર અભયકુમાર : [૨૩૧] First in war, First in Peace; First in the heart of his people. ઉપક્ત આંગ્લ ઉકિતને ભાવ અભયકુમારના જીવનને ગ્ય રીતે બંધબેસતો આવે છે. જે કાળની વાત કરી રહ્યા છીએ એ કાળે ભારતવર્ષમાં વિશાલાપતિ ચેટક ભૂપનું રાજ્ય નાનુસૂનું નહતું. નવ મલ્લકી ને નવ લચ્છકી જાતિના અઢાર ગણરાજ્યમાં એ જબરું પ્રભુત્વ ધરાવતું હતું. આમ છતાં મગધની કીતિ અને ખી હતી. રાજગૃહીને માન અને યશગાથા દૂર દૂર સુધી પથરાયેલાં હતાં. એમાં રાજવી શ્રેણિકને રાજ્યકાળ મુખ્ય ભાગ ભજવે છે અને એને ઘણોખરો યશ પુત્રને મંત્રી એવા અભયની કાર્યદક્ષતા ને વ્યવસ્થિત રાજ્યનીતિને આભારી છે. મોગલ સામ્રાજ્યને સુવર્ણકાળ જેમ મહાન અકબરના સમયમાં દષ્ટિગોચર થાય છે તેમ મગધનું કીર્તિકેન્દ્ર બિંબિસારને રાજ્યકાળ છે. અકબરની પ્રતિભામાં મંત્રી બીરબલ આદિ કેટલાકનું નિષ્ઠાપૂર્વક બજાવાયેલું કાર્ય ઊડીને આંખે વળગે છે તેમ શ્રેણિકનૃપની પ્રતિભામાં મંત્રીશ્વર અભયનું કાર્ય જણાય છે. બુદ્ધિ, કળા-રાજ્યકોશલ્ય કિંવા આંટીઘુંટીના પ્રશ્નોમાં અભયમંત્રી અને બીરબલને પ્રભાવ સમાન કક્ષાએ આવે છે. ઉભયના જીવન સાથે સંખ્યાબંધ આખ્યાયિકાઓ બુદ્ધિપ્રગલભતાના ચમકારા દર્શાવતી જોડાયેલી છે. અત્રે એને વિસ્તાર ન કરતાં એ સંબંધી કેટલીક ઊડતી નોંધ લઈ કેટલાક અર્થસૂચક ઈસારા કરી આગળ વધીએ. વણિકતનયા સુનંદાને એ પુત્ર રાજા-પ્રજારૂપ શૃંખલાને જેડતા મધ્ય એકેડારૂપ હતો. લડાઈ કે સુલેહ એ ઉભય પ્રસં. ગોમાં શ્રેણિકનૃપને પુત્ર અભયની સલાહ અતિ અગત્યની થઈ પડતી. એની જ દરવણુએ મગધ કીર્તિવંતું બન્યું હતું અને શ્રેણિક રાજા ઈસિત કાર્યો નિ:શંકપણે કરી શક્યા છે. આમ Page #249 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩ર ] પ્રભાવિક પુરુષો : છતાં પ્રજાને નથી તો વેઠવી પડી આપદાઓ કે નથી તે ભરવા પડ્યા ભારી કર-વેરાઓ. એનું કારણ પણ નિષ્ણાત મહામંત્રીના કારભારની કુશળતામાં જ સમાય છે. પ્રભુ શ્રી મહાવીર એનામાં સમકિતને સડસઠ પ્રકારમાંનું પ્રથમ દઢપણું દાખવે છે, અર્થાત્ શ્રદ્ધાના ચાર દમાં પહેલે ભેદ અભયકુમારમાં દઢ હતો. શાસ્ત્રકાર એની બુદ્ધિને દીર્ઘ દશિતાવાળી બતાવે છે અને વાત પણ સાચી છે. તર્કશકિત કે ભાવિ અવલોકન કે હાજરજવાબીના સંખ્યાબંધ પ્રસંગો મંત્રી અભયના ચરિત્રમાંથી ઉદ્ભૂત કરી શકાય તેમ છે. પ્રજાને ગમે તે અટપટો પ્રશ્ન કે ગુંચવાયેલો કેયડે અભયકુમારની આંખે ચડતાં જ ઊકલી જતો. પ્રજાના દિલમાં એનું પ્રજ્ઞાસંપન્ન તરિકેનું સ્થાન મુદ્રિકા પ્રસંગે જ સ્થપાયું હતું. વિચાર કરતાં અભયકુમારની પ્રશસ્તિ હનુમાનના પુછ માફક લંબાવી શકાય, પણ પ્રાચીન કાળના રાજવી શાંતનુ અને ભીષ્મપિતાની ઝાંખી કરાવતો એકાદ પ્રસંગ જોયા વિના આગળ ન જ વધાય. શ્રેણિક રાજને રાણીઓ એક કરતાં વધુ હતી અને પુત્ર દશક વીતાવી જતા, પણ એમાં માત્ર એકલા અભયનું જ સ્થાન અને મ્યું હતું. એ પુત્ર ઉપરાંત મિત્ર ને સ્વામીનિષ્ઠ સેવકને ભાગ ભજવતો. પાટવી કુંવર છતાં નથી એણે યુવરાજ પદવી ભોગવી કે નથી એણે રાજગાદી લીધી. પિતાની કામનાપૂતિમાં પણ એણે અંતરના મિત્ર જેવું કાર્ય બનાવ્યું છે. પિોતાની માતાની ભક્તિ એણે વિમાતાઓને દુથિીને કે તેમના પ્રતિ ઊણપ યા ભેદનીતિ રાખીને દર્શાવી નથી. રાજવીને એકાદ વાતનો મેહ કે મનોરથ થા કે અભય પુત્ર છે એ વાત વિસરી જઈ તરત જ તેને કહેવા એ દેડી જતા. કદાચ મયદાનું બંધન નડતું, તો અભય પણ પુત્રના હક્કથી નહિ તો મંત્રીના અધિકારથી જાણું લેતો અને જાણ્યા પછી એ ગમે તે ભેગે, અરે! જીવના Page #250 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર અભયકુમાર : [૨૩૩] જોખમે પણ પૂર્ણ કરતો. એમાં સ્વજીવનસાર્થક્તા યાને ફરજ સમજતો. ભીષ્મપિતાએ પિતાના સુખ અર્થે આજીવન બ્રહ્મચર્ય સ્વીકાર્યું. અભયકુમારના જીવનમાંથી સ્પષ્ટ એવું તો નથી દેખાતું છતાં એમણે રાજગાદીના દેહને લાત મારી, સંસારની વાસનાઓને ત્યજી દઈ, સંયમ સ્વીકાર્યો એ તો ખુલ્લું જ છે. ચેટકરાજે મગધના રાજકુળમાં પિતાની પુત્રી આપવામાં હીણપ જોયાની વાત જ્યારથી શ્રેણિકના કાને આવી ત્યારથી જ એના મનમાં વિશાલા સામે પ્રક૫ જન્મ્યો હતો અને જ્યારે તાપસી મુખે ચેટકપુત્રીના રૂપ–લાવણ્યની વાર્તા શ્રવણ કરી ત્યારે તે કોઈ પણ જોખમે એ મદાંધ ભૂપની કન્યાને પરણવાને મનસૂબો કર્યો હતો. પણ સત્તા અને સૈન્યમાં ચઢિયાતા બળવાળા ચેટક સામે માથું ઉચકવું એ ઓછું જોખમકારક ન હતું, તેથી કેટલીય વાર એ મનોવેદના મનમાં ને મનમાં જ સમાઈ જતી. પણ અપમાનને ડંખ ક્ષત્રિયપુત્રથી સહજ નથી ભૂલાતો. એમાં વળી રૂપકથાને વેગ મળ્યો એટલે પ્રચંડ તાલાવેલી જન્મી. અભયકુમાર સુધી એ વાત પહોંચી. “ શ્રી ગણેશાય નમ: ” એ મંગલિક કાર્યના મંડાણનું આદ્ય સૂવ. ચેટકરાજ સામે બળથી નહિં તો કળથી વિજય પ્રાપ્ત કરે એ મહામંત્રીપણાને પ્રથમ કાર્યારંભ. એ માટે સાર્થવાહના વેશે વિશાલામાં જઈ, રાજ્યમહાલય નજીક વની, સુચેષ્ટાને શ્રેણિક પ્રતિ નેહવંત કરવી, સુરંગ ખોદાવવી, શ્રેણિક ભૂપને મેળાપ કરાવે, અલંકારને કરંડક લેવા સુણાનું જવું અને ચેલણને લઈ શ્રેણિક ભૂપનું સુરંગ માગે પલાયન થવું, એ વેળા સુલસાના બત્રીશ પુત્રેનું એકી સાથે મરણ થવું વિગેરે ગોઠવણમાં અભયકુમારે ગુપ્તપણે કાર્યદક્ષતાથી લીધેલા કામથી ભાગ્યે જ જૈનસંતાન અજ્ઞાત હોય. એટલે એ સંબંધી વધારે હકીકત ચેટક ભૂપની કથામાં આપેલ છે. X Page #251 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૪ ] પ્રભાવિક પુરુષા : Birds of the same feather fly together. સંધ્યાના ઓળા પથરાવા માંડ્યા હતા. સીમમાં સારા ય દિવસ અંગ તેાડી મહેનત કરનાર ને ધૂળમાંથી ધાન્ય પેદા કરનાર, વળી જગતના તાત તરીકેનું બિરુદ ધરાવનાર ખેડૂતગણુ પાતાના વહાલા મળો સહિત નગર તરફ પ્રફુલ્લ વદને પાછેા ફરવા માંડ્યો છે. કારીગર ને મજૂરગણુના નાનકડા સમૂહા અહીંતહીં વાતા કરતાં, દિવસની કમાણીના આંક કાઢતાં, તેમજ આવતા દિન માટેની કામગીરી નિરધારતાં દષ્ટિગેાચર થાય છે. એકાદા ખૂણામાં માછલા ને નટખટ તરિકે પ્રસિદ્ધિ પામેલા માનવીએની મંડળી ભેગી મળી અલકમલકની વાતે-કવા શૃંગપૂવિહીન આખ્યાયિકાઓના પ્રવાહમાં મેાજ માણી રહી છે. ત્યાં સહજ એક સુંદરાકૃતિ ને વિચિત્ર વેષ–સજ્જિત વ્યક્તિએ અજાયબી પમાડે તેવી વાર્તા કહેવાના આર ંભ કર્યો. સૈા એ પ્રતિ કાન માંડી રહ્યા. “ જેના પ્રત્યેક ગાત્રા ચાવનાવસ્થાના તરવરાટથી ગુલાખની કળી સમા ખીલી રહ્યાં છે અને જેને ચહેરા નિરખતાં ભલભલાના મન મુગ્ધ થાય છે, વળી જેના અંગ પર અલકારા પણ ઉચિત રીતે પહેરેલાં હાવાથી શે।ભામાં વૃદ્ધિ કરે છે એવી એક તરુણી, ચંદ્રજ્યાહ્નાના અજવાળામાં, લગભગ મધ્ય નિશાકાળ થવા આવ્યેા છે તેવા સમયે, હાથમાં પૂજનસામગ્રી સહિત વસ્તીથી દૂર નિર્જન પ્રદેશમાં એકલી ચાલી જાય છે. વિના રેાકટાકે, ર્ચ માત્ર ગભરાટ કે ભીતિ વગર હંસગતિએ આગળ વધે છે. ત્યાં અચાનક ચાર ચાર સામા મળે છે. શુકનમાં જ આવું સુંદર ભક્ષ્ય મળવાથી તેમના આનંદને પાર રહેતા નથી. જલ્દી દાગીના ઉતારવાની હાકલ પડે છે. પણ અરે! આ શું? જરા પણ ભય વિના, તરુણી નમ્ર Page #252 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર અભયકુમાર : - [ ૧૩૫ ] સ્વરે કહે છે કે –“ભાઈઓ ! આ દાગીના જરૂરતમને ઊતારી આપીશ, પણ મારી પ્રતિજ્ઞા પૂરી કરીને પાછી આવું એટલી ધીરજ તમારે ધરવી ઘટે. કૃપા કરી એનું સ્વરૂપ સાંભળો. કન્યા અવસ્થામાં હતી ત્યારે મનપસંદ વર મેળવવા હું બગીચામાંથી ગુપ્ત રીતે ફેલૈ લાવી કામદેવની પૂજા કરતી હતી. એમ કરતાં એક વાર માળીના હાથમાં પકડાણું. મેં એને ખરેખરી વાત કહી દીધી, એટલે તેણે મારી પાસેથી પરણીને સાસરે જવાની પ્રથમ રાત્રિએ મળવાનું વચન લઈ મુક્ત કરી. આજે શ્વસુર-ગૃહપ્રવેશને પ્રથમ દિન છે. પતિ સહ પ્રથમ વાર્તાલાપ કરી, મારી બાલ્યકાળની વાત જણાવી, વચનપૂર્તિ અર્થે આજ્ઞા મેળવી હું માળીના આવાસ તરફ જઈ રહી છું. હાલ મને આ સ્થિતિમાં જવા દ્યો. પાછા ફરતાં આ સર્વ દાગીના આપીને જ હું ઘેર પાછી ફરીશ. મારા વચનમાં વિશ્વાસ રાખે.” સાદી ને સીધી વાતથી એરોના દિલ પીગળ્યા. તરુણું આગળ વધી. થોડું અંતર કાપતાં જ રાક્ષસી માનવને ભેટે થ. એને પણ ખાઈ જવાની મોજ માણવાને મનોરથ થયે, છતાં તરુણી મુખેથી સીધું ને સરલ ખ્યાન સાંભળ્યું ત્યારે પાછા ફરવા સુધી થોભવાનું મુનાસિબ ધાર્યું. આમ મધ્યરાત્રિ થતાં માળીના આવાસના કમાડ ઠેકાયા. જેની સ્મૃતિમાં પુપર બાળાની પ્રતિજ્ઞા લવલેશ સરખો પણ ભાગ્યે જ સંઘરાયેલ છે એવા માળીએ દ્વાર ઊઘાડતાં જ એક સમયની પેલી મુગ્ધ કન્યાને પિતાની નજર સામે પતિગૃહેથી આવેલી અને પ્રતિજ્ઞા પાળવાને ઉત્સુક જોઈ. વર્ષો પૂર્વેની વાત યાદ આવી. મશ્કરીમાં બોલાયેલ અક્ષર ગંભીરરૂપે પરિણમ્યા નિહાળી માળીની નિદ્રા તે ઊડી ગઈ, પણ સાથે સાથે અંતરને દરવાજો પણ ઊઘડી ગયું. તરુણું પ્રત્યે એક દીકરી જેવો સ્નેહ Page #253 -------------------------------------------------------------------------- ________________ [ ૨૩૬ ] પ્રભાવિક પુરુષો : પ્રગટ્યો. વચન પાળવા અર્થે તેણીએ ખેડેલા સાહસ અને એમાં પતિએ પૂરેલા સૂરથી એ મુગ્ધ બન્યા. તેણે વસ્ત્ર-દાગીનાની સારી ભેટ આપી તેણીને પાછી વિદાય કરી. આ તરુણુનું હૃદય આ જાતના સત્કારથી થનગની ઊઠયું. “સાચને આંચ નથી આવતી” એ વચન પ્રતિની શ્રદ્ધા બળવત્તર બની. પણ આશ્ચર્યને સૂર્ય મધ્યાહને તો ત્યારે પહોંચ્યું કે પાછા વળતાં રાક્ષસ તેમ જ ચારે તરફથી પણ કદર્થના પામવાને બદલે માજણ્યા ભાઈ જે સત્કાર થયે અને વધારામાં સાસરવાસો મળે. તે પોતે પણ આનું કારણ કપી શકી નહીં. સરળહૃદયી તવંગીના દર્શને આ કપરા માનવ અંતરમાં પણ ઉજાશ પ્રગટાવ્યા. એ શુભ શકુને તેઓને ધાર્યા કરતાં અતિ ઘણું પ્રાપ્ત થયું. તેઓએ જ્યારે સાંભળ્યું કે-માળી જેવો પુષ્પપરીક્ષક મહોંમાં આવેલ કેળિયાને વિનાચાખે જવા દે છે, અરે ! સુવાસિત કુસુમને વગરથે પાછું ફેરવે છે! અને ઉપરથી પહેરામણી આપે છે તો શું તેઓ તેનાથી અધમ છે કે-આ ઉમંગભરી યુવતીના માર્ગમાં કાંટા ખડા કરે ! જીવનને ખારું બનાવે ! એમ બને જ નહીં. એનાથી અધિક સત્કાર કરી ધસુરગૃહે જવા દેવામાં જ તેમની શોભા છે. એમાં જ દૈવ રાજી રહે. આમ સત્યના પ્રભાવે જુદા જુદા અંતરમાં કઈ અણકલપેલા ભાવ પ્રગટ્યા અને આ નવાવના લઈ ગયા કરતાં અતિ ઘણું સમૃદ્ધિ સાથે હસતે મુખડે પાછી ફરી, સ્વપતિના નેત્ર સામે ખડી થઈ. સર્વ વ્યતિકર યથાર્થરૂપે જણાવ્યું. ' બંધુઓ ! મારી આ ચમત્કારી કથા પરથી તમો સર્વને મારે પ્રશ્ન છે કે એમાં વધારે પરાક્રમ કોણે દાખવ્યું ? અર્થાત્ પતિ, ચર, રાક્ષસ કે માળી એ ચારમાંથી કોની સહૃદયતા વધુ પ્રશંસાપાત્ર લેખાય? Page #254 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર અભયકુમારે [ ૨૩૭ ] આમ પૂર્ણાહુતિના ઘંટ વગાડીને એકીટશે શ્રોતાઓ પ્રતિ તે મીટ માંડી રહ્યો. ‘મુંડે મુંડે મતિમિન્ના’ એ વાક્યાનુસાર અને ‘યથા પિંડે તથા વહ્માંડે ' જોવાની વૃત્તિઓથી દારાઇ, કેટલાકે Honey Moon યાને સમાગમની પ્રથમ રાત્રિએ વ્યવહાર તથા ધર્મ—નીતિની મર્યાદાને વટાવી જનાર પતિની સાહસિકતા વખાણી, કેટલાકે મુખમાં આવેલ ભક્ષ્ય ત્યજી દેનાર માળીને પ્રશંસાપાત્ર લેન્ગેા, ઘેાડાક રાક્ષસની પ્રશસ્તિ ગાનાર નીકળ્યા અને એકે તા ચારને જ ધન્યવાદ આપ્યા. પરસ્પરના મતવ્યાની ચર્ચા કરતાં સૈવિખરાયા. કથા કરનાર વ્યકિતએ ચારપ્રશંસકનું કાંડુ પકડી, જરા દૂર લઇ જઇ, રૂવાબથી કહ્યું: “ અરે અધમ ! આમવૃક્ષની કરીએ તે જ તફડાવી છે ને ?' ચાર− કેમ રે ! વાર્તાના રસમાં—તરુણીના નાદમાં દીવાને તા નથી બન્યા ને ? વચમાં કેરીઓની વાત કયાંથી લાવ્યે હજી વસંતની ઇતિશ્રી થયા વિના ગ્રીષ્મનાં આગમન કેવા ? ” . અભય—“ એકતા કરી ચારી, હવે કરવી શિરોરી; પણ મને પીછાની લે એટલે આપે।આપ સમજાશે કે કથાકાર વ્યક્તિ અન્ય કાઇ નહિ પણ મગધના સ્વામીના મહામંત્રી અભય છે. કથાના નિમિત્તથી એણે ચાર પકડી પાડ્યો છે.” મંત્રીશ્વરનું નામ શ્રવણુ કરતાં જ દીવાના કહેનાર પાતે જ એરંડીયું પીધેલ જેવા અની ગયા. ગરમીના પારા એકાએક ઊતરી ગયા. ગુન્હા કરનાર જે ગભરામણ અનુભવે અને ભાવી વિટંબણાથી ધ્રૂજી ઊઠે તેવી એના દેહની સ્થિતિ થઇ. સત્તાઅવાજ છતાં પ્રેમાળ વાણીથી મંત્રીએ જણાવ્યુ – “તારે ગભરાવાની જરૂર નથી, મનુષ્યમાત્ર ભૂલને પાત્ર છે; તેથી જ Page #255 -------------------------------------------------------------------------- ________________ [૨૩૮] પ્રભાવિક પુરુષો : To err is human યાને મનુષ્કા વિરમશીટા જેવી ઉક્તિઓ પ્રચલિત બની છે, છતાં ખરેખરું વૃતાન્ત કહીશ તો તારા જીવને જોખમ નહીં થવા દઉં. વાર્તામાંની નવયૌવનાની જેમ “સત્ય” પર ભરોસો રાખી ગુન્હો કબૂલી લે. “સત્યમેવ જયતે” એ વાક્ય ત્રિકાળાબાધિત જ છે. સારા ય રાજગૃહમાં એ એક જ ઉદ્યાન એવું છે કે જ્યાં સદેવ છએ ઋતુનાં ફળ નીપજે છે. એમાં વસનાર પટરાણું વિશાલાપતિ મહારાજા ચેટકની પુત્રી ચેલણું સતી છે, એના નિમિત્તે દૈવી–સહાયથી આ ઉદ્યાનના મંડાણ થયા છે. સતત જ્યાં ચોકીપહેરે રહે છે ત્યાંથી કેરીઓ લાવવાનું તારું સાહસ પણ કાળીનાગના મુખમાં હાથ નાંખવા જેવું જ ગણાય. એની પાછળ મને તો વિદ્યાની મદદ અને કઈ ખાસ યુક્તિનું અનુમાન થાય છે. આવી નાની સરખી ચીજ સારુ પાકે ચેર આ જાતના બળતા અગ્નિકુંડમાં ન કૂદી પડે.” મંત્રીશ્વર ! આપ વયમાં ભલે નાના હો પણ પ્રજ્ઞાભારથી નમેલા યાને વૃદ્ધના અનુભવને પણ ટક્કર મારે તેવા છે. હજારેને છકકડ મારી, અદ્યાપિ કેઈના પંજામાં ન આવનાર, તથા સલામત રીતે જીવનશકટ વહન કરનાર હું આજે તમારી ચુંગાલમાં સપડાયે છું તે એક જ કારણથી-મારી ગર્ભવતી પ્રિયાને આમ્રફળ ખાવાને દેહદ થયે. એ અણપૂર્યો કેમ રખાય ? એટલે જ અનામિની વિદ્યાના જોરે ગઢ બહાર રહી, વૃક્ષને નમાવીને ઉદ્યાનના આમ્રવૃક્ષ પરથી મેં કેરીઓ મેળવી. ચોકીદારને એની ગંધ સરખી પણ ન આવી અને કેટવાળને ગજ પણ ન વાગે. માનસશાસ્ત્રના અભ્યાસી તમે જે ન મળ્યા હોત તો એ વાતનો પડદે આટલો જલદી ન ઊઘડત. હવે ચાહે તે મારે યા જીવાડે. આ જ સાચેસાચો વ્યતિકર છે.” ઉપરને બનાવ વાર્તાના ચાલુ પ્રવાહને સહજ જેડી દે છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર અભયકુમાર : [૨૩૯] ચેલણું પ્રતિ દઢ પ્રેમ ધરાવનાર શ્રેણિકભૂપને સખત રક્ષણ વચ્ચેથી આમ્રફળ ગયાનું દુખ વિશેષ લાગ્યું. રાજાની આંખમાં ધૂળ નાંખીને વસ્તુ પ્રાપ્ત કરવી એ અશક્ય જ ગણાય, ત્યાં તો વિનંતિ જ શોભે. આ બનાવે ભૂપાળનો ગુસ્સો વધારી મૂક્યો. ચોરને પકડવા મહેનત કરી છતાં એનો પત્તો ન લાગવાથી આખરી પયગામ આવ્યું અભયના શિરે કે “ ગમે તેમ કરી ચોરને પકડી લાવે, નહિં તો તેની શિક્ષા તમે સહન કરે. ” ઊંચા આસન સાથે જ ભારી જવાબદારી લખાયેલી છે. એ ક્રમ અનાદિ છે. ચોરનો પત્તો મળ્યાનું સાંભળતાં જ મગધેશનો કેપ વધી પડ્યો. મંત્રી નિવેદન કરે તે પૂર્વે ચારને ફાંસીને માચડે ચડાવી દેવાનો હુકમ થયો અને એ સામે હરફ પણ કેણ ઉચ્ચરે ? સાશામજો દિ નાપા, સરઢવ મુક્તિ સર્વત્ર અંધકાર હોય ત્યાં બુદ્ધિમાન કિરણ ફેંકી શકે, કેમકે * Knowledge is power '249191 al fetite as JET એ ટંકશાળી વચન છે. અભયકુમારે હિંમતપૂર્વક રાજા પાસે આવીને નમ્રતાથી ઉચ્ચાયું: “મહારાજ ! આ આમ્રફળનો ચોર.” શ્રેણિક-“એને શિક્ષા કરવાનો હુકમ અપાઈ ગયો છે. એમાં ખૂદ તારા આગ્રહથી પણ ફેરફાર ન કરવો એ મારો નિશ્ચય છે. મારી આંખે પાટા બાંધી જનારને મારે સખ્ત નશિયત કરી પ્રજામાં ધડે બેસાડવા જોઈએ. એ સમયે ગુન્હાનું પ્રમાણ નથી જેવાતું, પણ આસપાસના સંજોગ જોવાય છે.” અભય-“સ્વામિન! એ બધું સાચું, પણ એ વ્યક્તિ પાસે રહેલ વિદ્યા તો ગ્રહણ કરી ત્યે; નહિતર ચેરના મૃત્યુ સાથે વિદ્યાનું પણ મૃત્યુ થશે. ” શ્રેણિક-“તો પછી વિલંબ ન કરે. ઝટ લાવો એને અહીં. પહેલું કામ એ જ કરો. ” Page #257 -------------------------------------------------------------------------- ________________ [૨૦] પ્રભાવિક પુરુષ : ચારે આસને બિરાજેલ રાજવીને વારંવાર વિનામિની વિદ્યાને પાઠ સંભળાવ્યા, પણ રાજવીની સ્મૃતિમાં શબ્દ કેમે કરી સ્થિર થયા જ નહીં. એટલે નૃપને એની દાનતામાં વહેમ પડે. ત્યાં તો અભયકુમારે ધ્યાન ખેંચ્યું મહારાજ ! વિદ્યાનું ગ્રહણ તો વિનયપૂર્વક થાય. વિદ્યાગુરુને ઉચાસને બેસાડી આપ સામે બિરાજે તો જ વિદ્યા શિખી શકાય. વિનય વિના વિદ્યા મળે નહીં એ વાત આપ સમજો તો છો જ.” જ્યાં આ ફેરફાર થયો કે અ૮૫ કાળમાં વિદ્યા કંઠાગ્ર થઈ ગઈ. રાજાની ગરજ સરી એટલે સેવકને તેમની આજ્ઞા યાદ આવી. તેઓ બોલ્યા-“ચાલ ભાઈ ચોર ! આગળ થા.” અભયકુમાર બોલી ઊઠ્યો-“સબૂર કરે. મહારાજ ! વિદ્યાગુરુને કંઈ દક્ષિણા આપી કે ખાલી હાથે વિદાય કરે છે ? દેવગુરુના દર્શન ખાલી હાથે શેને. વિદ્યાદાતા ગુરુનો ઉપકાર કદી પણ ન જ વિસરાય.” રાજ-“તો પછી આપ સોનામહોરો ને જલદી પતાવો કાર્ય. કયાં સુધી હુકમ અણબજાવ્યો રહે?” અભય-“જ્યાં જીવનનું અસ્તિત્વ નથી રહેવાનું ત્યાં સોનામહેરો આપવાથી શું ? એ કરતાં તે જીવનદાન એ જ શ્રેષ્ઠ દક્ષિણા છે. ગુરુનું સ્થાન અવધ્ય જ લેખાય. ” આમ યુક્તિથી નૃપને રોષ ઠંડો પાડ્યો અને ચેરનું કાર્ય સધાયું. જ્ઞાનનું ગૌરવ સ્વીકારી શ્રેણિક ભૂપાળે ચોરને સોનામહારની ભેટ આપી વિદાય કર્યો. અભયકુમારની બુદ્ધિએ ચરનો જીવ બચાવ્યા, એટલું જ નહિં પણ માનસશાસ્ત્રના અભ્યાસીએ આમ્રફળની ચોરી જેવા તો કઈક કેયડા ઉકેલ્યા. એક રાંકની દીક્ષા સામે આંગળી ચીંધનાર વર્ગને ધનના ત્રણ ઢગલા કરી, જે આજીવન ટાઢા પાણીને ન અડકે, જે આ Page #258 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર અભયકુમાર : * [ ૨૪૧ ] જીવન અગ્નિને ઉપયોગ ન કરે, અથવા તો જે આજીવન બ્રહ્મચર્યવ્રત સ્વીકારે તેને સેનામહોરને અકેક ઢગલે આપી દેવાની જાહેરાત કરી, એમ કરવામાં સમાયેલ અમાપ આત્મબળનું જનતાને ભાન કરાવી રાંકની દીક્ષા એ કેવળ ઉદરપૂતિ અર્થે નહોતી એ સાબિત કરી દેખાડ્યું. અને સાથોસાથ એની પાછળ રહેલ ત્યાગ ના દર્શન પણ કરાવ્યા. X પધારે, પધારે, મંત્રી મહાશય! આટલી મોડી રાત્રિએ આપે જાતે પધારવાની તસ્દી કેમ લીધી? એવું તે જરૂરનું શું કામ આવી પડ્યું?” અભય–“રથવીરસિંહજી! ખાસ કામ વગર હું આપને તસ્દી આપું જ નહીં. એકાએક મહારાજાને શરીરમાં સખત પીડા ઉપડી છે. વૈદ્યરાજનું કહેવું છે કે એક ટાંકભર માનવલેજાનું માંસ લાવવામાં આવે તો આ ગહન વ્યાધિને પ્રતીકાર થઈ શકે. આજે સવારની બેઠકમાં આપે જ માંસને સસ્તું દશાવેલું તેથી પ્રથમ હું આપની પાસે જ દોડી આવ્યા. મારી માગણી સત્વર સંતોષી મને છૂટો કરશે કે જેથી જલદી મહારાજાનો ઉપચાર થઈ શકે.” મહામંત્રી! મેં માંસ સોંઘુ ગણવેલું એ સાચું પણ મારા કાળજાનું ટાંકભર માંસ આપીને હું જીવતો કેમ રહી શકું? માટે કૃપા કરી મારું આ નજરાણું સ્વીકારે અને મને મુક્ત કરે.” એટલું કહી રથવીરસિંહજીએ સોનામહોરની એક થેલી મંજૂષામાંથી મંગાવી મંત્રી સન્મુખ ધરી. નિરાશ વદને પાછા ફરવાનું હોય તેમ એ થેલી પિતાની સાથેના પરિચારકને સોંપી મંત્રી દાદર ઊતરી ગયા અને તુરત જ શિબિકા બીજા ભાયાતના પ્રાસાદ તરફ લેવરાવી. ૧૬ Page #259 -------------------------------------------------------------------------- ________________ [ ર૪૨ ] પ્રભાવિક પુરુષે : દીલિપસિંહજી તે શ્રેણિક ભૂપના ખાસ સુહદ હતા. ભાગ્યે જ એમની હાજરી વિના એક પણ મૃગયા કરવા મહારાજા નીકળ્યા હોય. માંસ આસ્વાદનની લહેજત વેળા દીલિપસિંહની વાણુ છૂટથી નાચી ઊઠે. એ સમયનું વર્ણન સાંભળતાં જ કવિની પંક્તિમાં એ મહાશયને મૂકવાનું મન થાય. અહીં પણ ટાંકભર માંસની માંગણી શ્રવણ કરતાં જ, આવકાર સમયના હસતા મુખડા પર એકાએક વિષાદની કાલિમાં પથરાઈ ગઈ. વદન દીન બન્યું. “કઈ પણ રીતે–એ સારુ મનગમતું નજરાણું લઈને પણ–અન્ય કોઈને શોધી લ્યો એમ અચકાતા-અચકાતા ઉચાયું.” મંત્રોજ ત્યાંથી પણ થેલીઓ ઉચકાવી, ભ્રમર માફક એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર અને ત્યાંથી ત્રીજા પુષ્પ પર એમ મહારાજા શ્રેણિકના કેટલા ય સાથીઓ અને સલાહકારોના નિવાસમાં ફરી વન્યા. કાળજાનાં માંસ નિમિત્તે સંખ્યાબંધ સુવર્ણ મહારે યુક્ત થેલીઓરૂપી રસ ચૂસ્યા. આમ છતાં “સર્વ પદાર્થો કરતાં માંસ સસ્તુ છે ” એવી બડાશ હાંકનાર એક પણ ભાયાતે ટાંકભર માંસ કાપી ન આપ્યું. સર્વને સ્વજીવન વહાલું લાગ્યું. બીજે દિવસે જ્યારે દરબારમાં બેઠક મળી ત્યારે મહારાજા શ્રેણિક તે સામે રાખેલી પાટ પર થેલીઓને ગંજ નિરખી, આભા જ બની ગયા. ઘડીભર લાગ્યું કે “ મહામંત્રી અભય આજે નિ:સંદેહ ગાંડ બની ગયું છે. તે વિના આ જાતનું પ્રદર્શન રચાવે!” તરત જ આવેશમાં આવી જ્યાં કારણ માટે પ્રશ્ન કરવા મુખ ખોલે છે ત્યાં તે અભયકુમારના શબ્દો કાને પડ્યા “મહારાજ ! ગઈકાલે આપે સર્વ ભક્ષ્ય પદાર્થોમાં માંસને સેંઘું ઠરાવેલું પણ ખરેખર તેમ નથી. આપ નજર સામે જોઈ લ્યો, સોનામહેને આ રાશિ માત્ર એક ટાંકભર Page #260 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર અભયકુમાર : [૨૪૩] માંસની કિંમતના બદલામાં પ્રાપ્ત થયેલ છે. હવે નિર્ણય કરે કે માંસ સધું કે મેં ?” શિકારદ્વારા પરના પ્રાણુ અપહરણ કરી રસનાઈદ્રિયની લુપતામાં રાંક બાંધ અથવા રાંક પ્રાણીઓ પર પ્રહાર કરી વીરતાના બણગા ફેંકવા એ સહેલું છે, પણ જ્યારે પોતાના જીવ પર આવે છે ત્યારે જ જીવન કેવું મીઠું છે અને મરણુભય કે દુઃખદ છે એનો સાચો સાર સમજાય છે. સૃષ્ટિતળ પરના નાના મોટા દરેક આત્માને જીવન મારું છે. સર્વને જીવવાની આકાંક્ષા જ વતે છે, તેથી જ મારમવત પર્વમૂy, ચ: પતિ ર પરત એમ કહેલું છે. એ સૂત્ર હદયમાં ધારણ કરાય તો માંસ જેવી મેંઘી કઈ વસ્તુ નથી એ વાત સહજ સમજાય, મૃગયાનો છંદ આપોઆપ ઓસરી જાય અને નિરપરાધી જીના માથે ઝઝૂમી રહેલ ભયંકર મરણુભયરૂપી વાદળ વિખરાઈ જાય. શ્રેણિક-“અભય! ખરેખર તે આજે મારા નેત્રો ખેલી દીધા છે. ગર્ભવતી હરણીના કેમળ ગર્ભે મારું અંતર વલોવી નાંખેલું. એ વેળા પુન: “આવું નહીં કરુંએવા પરિણામ પણ થયેલાં. ચેતનયાને એ માટે ઉપદેશ તો ચાલુ જ છે, પણ આ મિત્રમંડળીની પ્રેરણા અને જિલ્લા પર ચૅટી બેઠેલ સ્વાદ-મને એ છંદમાંથી મુક્ત નહોતા કરી શક્યા. તારી ટાંકભર કાળજાનાં માંસ અર્થેની પ્રયુક્તિએ મારા અંતરને પડદે ચીરી નાંખ્યો છે, તેથી કાયમને માટે માંસભક્ષણ છોડવાનું “પણ” હું ગ્રહણ કરું છું.” અભય-“તે પછી નેકનામદાર એ નિયમ પરમાત્મા શ્રી મહાવીરદેવની સાક્ષીમાં જ લ્યો. એ મહાસંતની શીતળ છાયામાં સ્વીકૃત કરેલ પ્રતિજ્ઞામાં ખલન થવાનો પ્રસંગ જ ન ઉદ્દભવે. સાથોસાથ ગર્ભવતી મૃગલીને પાપનું પ્રાયશ્ચિત્ત પણ માગજો. સીધો રાહ તો “બંધસમયે ચિત્ત ચેતીએ રે, શે ઉદયે સંતાપ?” Page #261 -------------------------------------------------------------------------- ________________ [ ૨૪૪ ] પ્રભાવિક પુરુષ : એ વાકયમાં સમાયા છે, છતાં પાપ થયું ન થયું થનાર નથી, એટલે હવે આલેાચના કરવી એ જ એક માત્ર માર્ગ છે. ’ મંત્રીશ્વરની બુદ્ધિમત્તાનું આ ઉદાહરણ સંગ્રહવા જેવુ છે. એ પછી જ શ્રેણિકન્રુપના જીવનના અનેરા પલટા થયા. એ કથાપ્રસંગ લાંબે હાઇ ચાલું વિષય સાથે અપ્રસ્તુત છે. બાકી શાસ્ત્રકારાએ તેા કચ્યું છે કે— " ज्ञानचारित्रहीनोऽपि श्रूयते श्रेणिकः किल । सम्यग्दर्शन माहात्म्यात्, तीर्थकृत्त्वम् प्रपत्स्यते ॥ એ શ્લાકનું બીજ ઉપરાક્ત બનાવમાં છે. પ્રભુમુખથી અહિંસાનું સુંદર સ્વરૂપ સાંભળી, જીવવધ પાછળ રહેલ મહાપાપનુ વણું ન વિચારીને જ શ્રેણિક મહારાજ પ્રભુ શ્રી વીરના અનન્ય ભક્ત બન્યા. અડગ શ્રદ્ધાધર તરીકે દેવ, દાનવ અને નરસમૂહમાં ગણાયા–જૈનશાસનના સ્થંભ થઇ પડ્યા. એ જીવંત શ્રદ્ધાએ દેવતાઇ હાર અપાવ્યા, એની પ્રાપ્તિથી રાણી ચેલણાને હર્ષોંનદ થયા અને અકસ્માત તે ચારાઇ જતાં જખરા સક્ષેાભ પણ પેદા થયેા. ચારની તપાસના બેજો ફ્રીફરીને આવ્યે મંત્રી અભયના માથે. ચાલાક પ્રજ્ઞાવંતની પ્રજ્ઞા એ અર્થે અનેિશ ખરચાતાં પણ ગુન્હા અણુઊકલ્યા રહ્યો. સાત દિનની અંતિમ અવધિને છઠ્ઠો સૂર્યાસ્ત આથમી ચૂકયે, આવતી કાલ એ તા પાખી. ધર્મજ્ઞ મંત્રી એ દિને પૌષધ ન મૂકે. વ્યાઘ્રતટિન્યાય જેવું. પૌષધ પારીને આવતાં જ ક્યાં તા હાર મગાવવાની અગર તેા મૃત્યુની ભેટ કરવાની આજ્ઞા છૂટવાની. ન્યાયની તુલા નથી જોતી ખાપ દીકરાને કે નથી પાડતી ભેદ રાયરકના. ‘ રીઝવવા એક સાંઇ કિવા ધમે કર્મ ઠેલાય ’ એ સૂત્રને સધિયારો લઇ મહાશય અભયે પૈાષધશાળામાં પ્રવેશી આઠ પહેાર સુધી સકળ જીવરાશિને 6 Page #262 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર અભયકુમાર : * [૨૪૫] અભય આપ્યું, એક દિનનું શ્રમણત્વ સ્વીકાર્યું. સાથે જ પોતે સંસારમાં છે કિવા મંત્રીના ઓઢા પર છે એ વાત વિસારી મૂકી, કેવળ ધર્મધ્યાનમાં મન પરેળ્યું-ધ્યાનમાં નિશ્ચળ થયા. આત્મવિશ્વાસ કેઈ અનેરી વસ્તુ છે. કટોકટીના સમયમાં પણ એ પર ચોકક્સ પલાણ મારનારને જવલ્લે જ નિરાશાની આંધિમાં અટવાવું પડે છે. ઘણુંખરું તે દુનિયામાં વિજયશાળી આત્માઓની પ્રશસ્તિઓ જ ધાર્યું છે અને એ પ્રશસ્તિઓમાં નંધને લાયક થનાર, આત્મતેજ પર મુસ્તાક રહેનાર આત્માએના જ ઉદાહરણ જડવાના. દેવતાઈ હાર ચેરનાર જીવ એની પાછળની સખત તપાસથી અકળાઈ ઊઠ્યો. અભયના હાથમાં એ કાર્ય સુપ્રત થયાનું જાણતાં જ એના હાંજાં ગગડી ગયા. ગુપ્તપણે હાર તેને પહોંચતો કરવાની તક જોવા લાગ્યા. હાર મંત્રીની નજરે ચડે છતાં પોતાનો પીછો પકડી ન શકે એ ઇરાદાથી પાખીની રાત્રિના અંધારા પથરાયા પછી, ઉપાશ્રયની બહાર કાઢ્યોત્સર્ગ ધ્યાનમાં એકાગ્ર બનેલ આચાર્યની કેટમાં હાર પહેરાવી ચોરનાર વ્યક્તિ અદૃશ્ય થઈ ગઈ. સંધ્યા આવશ્યકથી પરવારી ઉપાશ્રયના કમરામાંથી ગુરુશુશ્રષા અર્થે બહાર પગ મૂકતાં જ પ્રથમ શિષ્ય પેલે હાર જે. તરત જ તેનું ચિત્ત રાજઆજ્ઞાના વમળે ચડ્યું ને ગુરુદેવના શિરે મરણાંત ભયનું ચક્ર ભમતું ભાળ્યું. પ્રથમ પ્રહર પૂર્ણ થતાં જ તે શિષ્ય પાછો ફર્યો અને ઉપાશ્રયમાં પ્રવેશતાં નૈધિકીના સ્થાને ભયં વતે” એ શબ્દોચ્ચાર થઈ ગયે. અભય-“મુનિશ્રી ! સંસારના બંધનને સાપ કાંચળીનો ત્યાગ કરે એ રીતે તજી દેનાર મહંત! આપને ભય કે?” - મુનિશ્રી–“મહામંત્રી! મને સંસારીજીવનની સ્મૃતિ તાજી Page #263 -------------------------------------------------------------------------- ________________ [૨૪] : પ્રભાવિક પુરુષો થવાથી મારાથી ઉતાવળે એ પ્રસંગના અનુસંધાનમાં “ ભયં વર્તતે ” શબ્દનો ઉચ્ચાર થઈ ગયો.” ઔષધાવસ્થામાં રહેલ મંત્રીશ્વરે પૂછવાથી સંસાર જીવનને એક પ્રસંગ મુનિએ કહી પણ દેખાડ્યો. આમ દરેક પ્રહર પૂરો થતાં ને શિખ્યાની બદલી થતાં બનવા માંડયું. અતિભય, બહુભય અને મહાભય વર્તે છે–એવા ઉચ્ચારેએ રાત્રિના ચાર પ્રહર પૂરા કર્યા. એ પર ભિન્ન ભિન્ન મુખે, વિવિધ રસ જમાવટભર્યા વૃત્તાન્તો સાંભળીને મંત્રીશ્વરે રાત્રિના કલાકે ધર્મજાગરિકામાં વ્યતીત કર્યા. કથાનકના જિજ્ઞાસુએ એ માટે “મુનિ પતિચરિત્ર'માં ડોકિયું કરવું કિંવા “અભયકુમાર ચરિત્ર” કે “શ્રેણિક રાજપ્રબંધ ” વિલકવા. પ્રાત:કાળના સ્કૃતિજન્ય કિરણે પથરાતાં જ્યાં મંત્રી અભય રાઈપ્રતિકમણથી પરવારી ગુરુવંદન નિમિત્ત વરંડામાં પદસંચાર કરે છે ત્યાં તો ગુરુજીના કંઠમાં પેલે દેવતાઈ હાર દૃષ્ટિગોચર થયો. તરત જ એના મનમંદિરમાં શિષ્યોએ ગુરુની શુશ્રષાથી પાછા ફરતાં ઉચ્ચારેલા ભયના ગુંજનમાં બીજરૂપે કઈ ચીજ હતી તેને સહજ ખ્યાલ આવ્યા. ભયની ફિલસૂફી સમજાવવા અર્થે રચેલ ભાગે સમી જીવન કથાઓના ભય કરતાં ગુરુકંઠમાં રહેલ “હાર” જ વધુ ભયંકર લાગ્યો હતો અને એણે જ નિગ્રંથ સાધુઓને મુખે “ભીતિસૂચક શબ્દપ્રયોગો કરાવ્યા હતા. એ વાત દીવા જેવી સ્પષ્ટ મંત્રીને જણાઈ. વિષધ પારી, હાર ગ્રહણ કરી, અભયે સીધો દરબારગઢને માર્ગ લીધે અને શ્રેણિક મહારાજને હાર સેં. આમ “ધર્મથી કર્મ ઠેલાય” એ ઉક્તિ સાચી પડી. મંત્રીશ્વરની પ્રજ્ઞાએ આવા તે કંઈ કંઈ ચમત્કારે દાખવેલાં છે. મેટા આડંબરથી જબરા સૈન્ય સહિત ચડી આવેલ ચંડ * આ ચરિત્ર આપણું સભા તરફથી છપાયેલ છે કિંમત માત્ર બે આના. Page #264 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર અભયકુમાર : * [૨૪૭] પ્રદ્યોત ભૂપાળને રક્ત રેડ્યા વગર એના મંત્રીઓમાં ભેદનીતિના આંદોલન જન્માવી પાછો ભગાડ્યો હતો અને વધારામાં એને કેટલેય અસબાબ હાથ કર્યો હતો તેથી જ કહેવામાં આવ્યું છે કે बुद्धिर्यस्य बलं तस्य, निर्बुद्धेस्तु कुतो बलम् ? । वने सिंहो मदोन्मत्तः, शशकेन निपातितः॥१ ।। “અરેરે ! આ મારીના ઉપદ્રવથી તો ત્રાહી ત્રાહી થઈ ગયા. દિવસ ઊગે ને જોતજોતામાં સંખ્યાબંધ આત્માઓ પરલોક પ્રયાણ કરી જાય ! મેં ઘણું ઘણું યુદ્ધો ખેડી નાંખ્યા છે, મારી ચક્ષુ સામે લોહીની નદીઓ વહેતી જોઈ છે, મરણકાંઠે પડેલા સૈનિકોના આર્તસ્વરે સાંભળ્યા છે, સમરભૂમિના સપાટે ચઢવાથી કેઈન શિર તો કેઈના હાથ પગ, તે કોઈના વળી અન્ય ગાત્રો છેદાઈ જવાથી કેવળ ચીતરી ચઢે તેવા ભયંકર દ્રશ્ય પણ નિહાળ્યા છે; છતાં એ પ્રસંગો પર હું આટલો હતાશ નથી થયો. ક્ષત્રિયવટના નામે, શાર્યતાના સધિયારાથી-એ સર્વ અવિષજ્ઞ ચહેરે દૃષ્ટિ હેઠળ પસાર થવા દીધું છે, પણ આ મારી ડાકિનીને ત્રાસ હવે તો જે જતો નથી. પ્રધાનજી ! કંઈ ઉપાય શોધે. કોઈ જ્ઞાની પુરુષની સલાહ પૂછી લાવો.” મહારાજમેં એને પ્રતિકાર શેધવા સારુ ઓછા પ્રયાસ નથી કર્યો. આજે મારે માલવપતિના કાન સુધી વાત નછૂટકે આણવી પડી છે. કદાચ ઇલાજ મળી આવે તે આપે જેને નજરકેદમાં રાખેલ છે એ બુદ્ધિનિધાન મંત્રીશ્વર અભયને પૂછવાથી જ મળવા સંભવ છે. બાકી સારી અવંતી ફેંદી વન્યો છું. ભૂવા, જતિ યા વૈદ્ય કે ઈલ્મી કોઈને અણપૂછયા નથી મૂક્યા.” “અરે! વિનાકારણ છળ કરી જેને પકડી મંગાવ્યા તે હવે સાચી સલાહ બતાવે છે? શું દુનિયામાં એની જ પ્રજ્ઞા એક મહત્તાની ટોચે ચડી છે? એ જ કેવળ બુદ્ધિને ઈજારદાર છે?” Page #265 -------------------------------------------------------------------------- ________________ [૨૪૮] પ્રભાવિક પુરુષો : માલવેશ! નીતિકારનું કથન છે કે “વાટાપિ હિત શાહ અને “ગરજે ગમે તેની આજીજી કરવી” આ લેકેક્તિ આપ કયાં નથી જાણતા? વળી એની બુદ્ધિપ્રગભતાના માપ મેં તે વાસવદત્તાના પ્રસંગ પરથી જ કાઢ્યા હતા. તે વેળા એણે મને સ્પષ્ટ જણાવેલું કે-“પ્રેમરક્તા વાસવદત્તાના વત્સ ઉદાયન સાથે ધામધુમથી લગ્ન કરવા એ જ ઈષ્ટ છે, બાકી અન્ય ઉપાય કરવા જતાં કયાં તે કુંવરી ભાગી છૂટશે, કિવા મરણને ભેટશે.” આપ સાહેબના એ પરત્વેના પ્રતિકારને શે નતીજે આવ્યું? આંખમાં ધૂળ નાંખી ઉદાયન વાસવદત્તાને વૈશાંબી લઈ જ ગયે ને! ભલે આપે તેની સાથે છળ કર્યું છે છતાં એ મંત્રી સલાહને વખતે પ્રપંચ રમે તે નથી. પવિત્રહદયી છે. બેટી સલાહ કદિ પણ આપે તેમ નથી.” તે પછી લાવે ત્યારે રીમૂવી વિનરાતિ” એ નીતિકારેનું કથન આપણા સંબંધમાં તો સાચું પડયું છે. નમસ્કાર માસાજી! છો તો મજામાં ને?” અવંતીપતિ ચંડપ્રદ્યોતના સલાહભુવનમાં પ્રવેશ કરતાં મંત્રીશ્વર અભયે રાજવીને ઉદ્દેશી પ્રશ્ન કર્યો. અરે અભય ! આ કંઈ રાજગૃહી નથી, વળી હું તારે માસે કે તને નજરકેદમાં પુરનાર શત્રુ?” મારે મન રાજગૃહી ને ઉજજયિની સમાન જ છે. વળી ચેડામહારાજની પુત્રી જેમ ચેલણા છે તેમજ શિવદેવી પણ છે. ચેલણદેવી પ્રત્યેનો મારો નેહ મારી જનેતા સુનંદાથી તલભાર પણ કમ નથી. એ હિસાબે ચેલણાદેવીની બહેન શિવાદેવી મારા માસી જ છે અને આપ તેમના સ્વામી છો એટલે મારા માસા ચાને વડીલ જ છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર અભયકુમાર : * [ ૨૪૯ ] જે કે આપે રાજગૃહમાંથી, વેશ્યાને શ્રાવિકાને સ્વાંગ સજાવી, ધર્મના ખોટા મિષથી છેતરપિંડી કરાવી મને અત્રે આ બંધનમાં રાખે છે, છતાં એનું મને દુઃખ નથી, પરંતુ છળપ્રપંચ એ ક્ષત્રીવટને લાંછનરૂપ હોઈ સાચા રાજવીને ધર્મ નથી. સ્વામીભાઈના નાતાથી જમવા તેડી એ બનાવટી શ્રાવિકાએ જે કરણ કરી એનું ફળ એ બિચારીને જ ભેગવવું પડવાનું! સ્વામીભાઈ પ્રત્યેનો ધર્મ “તારક છે પણ એ વામાએ તેના કરેલ દુરુપયેગથી એને માટે તો “મારક” રૂપ નિવડવાને. યાદ રાખજો કે ધર્મના અંચળા હેઠળ કરાતું છળ મહાભયંકર છે. માતાજી! આપ પણ રાજધર્મ ચૂકી શું લ્હાણ કાઢે છે ? પરાક્રમી છતાં, વગરવિચાર્યું કરવાથી આપની અપભ્રાજના ઓછી થાય છે?” અભય! મારે તારું નીતિશાસ્ત્ર સાંભળવું નથી. મેં બીજા જ કામ સારુ તને બોલાવ્યા છે. એમાં સાચી સલાહ દઈશ ને?” આપ જેવું “પિંડે તેવું બ્રહ્માંડે ”જેવાનું મૂકી દો. પીઠને ઘા કરવાનું અભય શિખ્યા જ નથી. વિશ્વાસ હોય તો પૂછો.” જેને ભાઈ! મારે સારે એ દેશ મહામારીની દારુણ ઘંટીમાં પીસાઈ રહ્યો છે, એને કંઈ ઉપાય તું ન દર્શાવે?” મહારાજ ઓહો! આમાં વિલંબ કે ! “હાથકંકણને આરસીની જરૂર કેવી?” આ કેઈ પિશાચદેવનું કાર્ય છે. સામાન્યત: આટલી પ્રબળતમ શક્તિ અને આટલે અમર્યાદિત વિસ્તાર કેવળ મરકીને ન જ સંભવે, પરંતુ ગમે તેવા ક્રૂર દેવની શક્તિ પણ એકાદી સાધ્વી, સુશીલા, પતિવ્રતા, સતીના દર્શન થતાં જ નષ્ટ થઈ જાય છે. રાણું શિવાદેવીના હસ્તે સર્વત્ર વારિ સિંચન કરાવે કે આપોઆપ આ આત્તિ શમી જશે. ઘરમાં મહાસતી મેજુદ છતાં વિલંબનું શું પ્રજન?” Page #267 -------------------------------------------------------------------------- ________________ [૨૫૦] પ્રભાવિક પુરુષ : અગમન જરી અભયની દવાએ હવા ફેરવી નાંખી. જોતજોતામાં માલદેવની મનહરતા પુન: ખીલી ઊઠી. અભયકુમારને માનપુરસ્સર વિદાય મળી. જતાં જતાં એણે માસાને ઉદ્દેશીને કહ્યું કે: આપ તો મને અંધારે ઉચકી લાવ્યા હતા, પણ હું તો તમને પ્રજાજનના દેખતાં ઊઘાડે છેગે એક વાર રાજગૃહી લઈ જઈશ અને ખાત્રી કરી આપીશ કે પ્રજ્ઞા-નૈપુણ્ય કેઈ અનેખી ચીજ છે. તેમજ અભયને છેડો એ વાઘની બેડમાં હાથ નાંખવા તુલ્ય છે.” રાજગૃહીમાં આવ્યા ને કેટલો ય કાળ વહી ગયે. રાજકાર્યની આંટીઘૂંટીમાં કે વ્યાવહારિક વિષયોના વમળમાં અભયકુમારને ઝુકાવું પડ્યું. એથી ચંડપ્રદ્યોત રાજવીને શિક્ષા આપવાનું કરેલ “પણ” સ્મૃતિમાં તાજુ છતાં એ માટે માર્ગ ન યોજી શકાય. “પુણ્યવંતને પગલે પગલે નિધાન ” આ વચન અનુસાર અન્યદા રાજવી ચંડપ્રદ્યોતને લગતો એક બનાવ મંત્રીશ્વરના કર્ણપટ પર આવ્યા અને તરત જ પ્રદ્યોતરાજને બંદી બનાવવાનું યંત્ર ગોઠવાઈ ગયું. સીમાડાના એક રાજ્ય પર એ રાજાની રૂપ–લાવણ્યમાં અસરાને શરમાવે તેવી એક કુંવરીને મેળવવા સારુ ચંડપ્રદ્યોત એકા એક હલે લઈ ગયે. ચરપુરૂષદ્વારા એ વાર્તા કુંવરીના પિતાએ જાણ. દક્ષામંત્રીની સલાહથી કામલોલુપી પ્રદ્યોતરાજને અધવચથી એવી છુપી રીતે ફસાવી નજરકેદ કરી લીધું કે એ બનાવની ગંધ સરખી સૈન્યને ન આવી ! નાયક વિનાનું સૈન્ય પાછું ફર્યું, એ વૃત્તાંતની ખબર જ્યારે રાજકન્યાને પડી ત્યારે ગુપ્તપણે તે પ્રદ્યોતરાજને મળી. પોતાની પ્રાપ્તિ અર્થે સાહસ ખેડનાર અવંતીપતિના પ્રત્યક્ષ દર્શન કરતાં તેણીના હૃદયમાં એને માટે સ્નેહ પ્રગટ્યો. આખરી અંજામ ઉભયના પાણિગ્રહણમાં પરિ મુખ્ય અને પ્રદ્યોતરાજની કાર્યસિદ્ધિ થઈ. ઉક્ત પ્રસંગમાંહેની કામાસક્તિ પરથી અભયે ભેજના રચી કાઢી. Page #268 -------------------------------------------------------------------------- ________________ ભારત ભગિની વાત મંત્રીશ્વર અભયકુમાર : * [૨૫૧] મંત્રીશ્વર અભયે કામી નૃપને ફસાવવા સારુ એક યુવાન અને કામકેલી દક્ષ પણ્યાંગનાને પસંદ કરી. પોતે સોદાગર બન્યા અને રેજના પરિચયમાં આવનાર પણ ઓળખી ન શકે એવું વેશપરાવર્તન કરી, ઉજજયિની પહોંચી રાજમહાલયની સમીપમાં આવાસ ભાડે રાખીને રહ્યો. પાણુ માફક પૈસા વાપરી વેપારીસમાજમાં તેમ જ રાજમહાલયમાં એવી તે સુંદર છાપ બેસાડી કે વ્યવહારીસમૂહમાં એક દક્ષ ને કુશળ વેપારી તરીકેની તેને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ. મહાલયની પ્રત્યેક દાસી કે દેવડી પરના પહેરગીરથી લઈ, ખૂદ જનાનાવિભાગના મુખ્ય રક્ષક સુધીમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જે આ નવીન સોદાગર અને તેની સૌંદર્યવતી ભગિનીને નહીં ઓળખતું હોય. દિવસો જતાં આ નિકટવર્તી રૂપરાશિની વાર્તા નૃપ ચંડપ્રદ્યોતના કર્ણરંદ્રમાં પહોંચી. એક કરતાં વધુ પ્રસંગે ગવાક્ષમાં બેઠેલ આ નવાવનાને રાજવીએ નીરખી પણ ખરી. મદનનો આવેગ ઉભરાયો, પુષ્પભેગી ભ્રમર જેમ પુષ્પરાશિની આસપાસ ભમ્યા કરે તેમ કામી ભૂપાળ પ્રદ્યોતની ચર્ચા થઈ પડી. એકાદ તક સાધી આ પ્રમદાએ એવી તો નજર ફેંકી અને કમળતાભર્યા કટાક્ષ દાખવ્યા કે કઈ પણ રીતે રૂબરૂ મળવાની ચટપટી નૃપને લાગી. એક હોંશિયાર ચેટી દ્વારા મુલાકાત ગોઠવાણું. મીલનમાં અન્ય કેઈ અંતરાય હતો જ નહીંએટલે જોતજોતામાં નેહની જડ જામી અને મંત્રીની ધારણા પાર પડી. પછી તે ભાગ્યે જ કઈ દિવસ એવો જતો કે જેની સાઠ ઘડીમાં એકાદ ઘટિકા આ ભેગી ભ્રમરો મન્યા વિના રહે. સોદાગરસ્વાગધારી મંત્રીએ પરિચય વધુ ગાઢ બનાવવા થોડા સમય માટે બહારગામ પ્રયાણ કર્યું. એ દરમિયાન ચંડપ્રોત વિનાઆશંકાએ ત્યાં પડ્યો પાથે રહેવા લાગ્યો. મંત્રીએ પ્રયાણ પણ હેતુસિદ્ધિ અર્થે જ કર્યું હતું. તે પાછા ફર્યો ત્યારે એક એવા માણસને સાથે લાવ્યું કે જેને ચહેરે માં બેઠેલ રાંચી, પુ Page #269 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૨ ] પ્રભાવિક પુરુષા : ઘણી રીતે ચડપ્રદ્યોત ભૂપને મળતા આવતા હતા અને વયમાં તે તેનાથી ચારેક વર્ષે નાના હતા. બીજા જ દિવસથી એક પ્રયોગ આરંભ્યા. જાણે કે પોતાના આ લઘુ બધુ અસ્થિર મગજને છે એટલે એના ઉપચાર અર્થે, ગાડીમાં બેસાડી અવંતીના સરિયામ રસ્તે થઇ, નગરીની બીજી ભાગાળે આવેલ હકીમના ઘર તરફ મંત્રી તેને લઇ જતા. એ વેળા પેલા નાના ભાઇ પાકાર પાડતા– અરે ! કાઇ છેડાવા, હું પ્રદ્યોત રાજા છું, આ મને પકડીને લઇ જાય છે. ’ આમ વારવાર મેલતા ને ગાડીમાંથી ઊતરી જવા યત્ન કરતા. સેાદાગર હાથ પકડી પુનઃ પુન: બેસાડતા. વેપારીગણ રાજની આ કાર્યવાહીથી એટલેા બધા જાણુ થઇ ગયા હતા કે શાહુ સાદાગરને શિરે આવી પડેલ આ આપત્તિ પ્રત્યે હમદદી બતાવતા અને ગ્રંથિલના પેાકારમાં દરદની વેદના નિહા ળતા. આ ઇરાદાપૂર્વક ગોઠવાયેલ નાટક મહિનાઓ સુધી ચાલુ રહ્યું. માત્ર બજારમાં વેપારીએ જ નહીં પણ અવંતીની પ્રજાને મોટા સમૂહ સાદાગરના ભાઇ પ્રદ્યોતની ચક્રમતાથી ને પાકારથી માહિતગાર બન્યા. સેાદાગરના કાર્યમાં એટલી હદે શ્રદ્ધા પ્રકટી કે કાઇ વાર જોર કરી આ ગાંડા પ્રદ્યોત ગાડીમાંથી નાશી છૂટતા તેા માગે જનાર માણસા એની પાછળ પડી તરત જ પકડી લાવી સાદાગરના હાથમાં સોંપી દેતા, જોરથી બંધ આંધવામાં સહાય કરતા, સાહસિક ને પાપકારી સેાઢાગરને શિરે આવી પડેલ દુ:ખમાં દિલાસા આપતા. આમ ઉજ્જયિનીની પ્રજામાં સાદાગરનું સ્થાન પ્રતિષ્ઠાસ‘પન્ન થઇ પડ્યું. એની પાછળ કાઇ છૂપી હીલચાલ છે એવી ગંધ સરખી પણ કાઇને ન આવી. બીજી ખાજી ઊગતી કળીને આસ્વાદી ભ્રમર કામવૃદ્ધિમાં એટલી હદે મુગ્ધ બન્યા કે પાતે કયા અધિકાર પર છે તે પણ ન જોઇ શકયા, તેમ આ અજાણ્યા આવાસમાં સ્વચ્છ ંદતાથી પાતે જે વર્તાવ કરી રહ્યો છે તે વિનારાકટાકે કેમ ચલાવી લેવાય છે ? Page #270 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર અભયકુમાર : [ ૨૫૩ ] એની પાછળ કંઈ ભેદી રમત તે નથી રમાતી? એ પણ ન કળી શ. નીતિકારે સાચું જ કહ્યું છે કે- ઘુવડ દિવસે જોઈ શકતું નથી, કાગડે રાત્રે જોઈ શકતો નથી, પણ કામાંધ તો દિવસે અને રાતે બંને વખત જોઈ શકતો નથી, અર્થાત્ એનું અંધપણું સવિશેષ છે.” ભ્રાતાયુગલ અને ભગિની વચ્ચે એક રાત્રિએ મસલત થઈ ચૂકી. બીજી સવારે મધ્યાહ્ન થાય તે પૂર્વે અવંતીમાંથી ઉચાળા ભરવાનો કાર્યક્રમ નિયત થયે. રાજવી ચંડપ્રદ્યોતને બંધનથી જકડી લઈ ઉઠાવી જવાની સર્વ તૈયારી થઈ ચૂકી. પ્રાત:કાળના ચોઘડીયાં વાગી રહ્યાં ત્યાં તો પ્રતિદિન ભજવાતા એકધારા નાટકના આખરી પ્રવેશનો આરંભ થયે. દૂધ પીવામાં રક્ત બનેલ બિલાડી પાછળ ઉગામેલી લાકડી જોઈ શકતી નથી તેમ લટ્ટુ બનેલ કામી સ્વને પણ માથે ભમતો ભય નથી પારખી શકતો. હજુ આનંદના પૂર ઉભરાયા પણ નથી ત્યાં તો એકાએક ચંડપ્રદ્યોત ભૂપને જોરથી પકડી લઈ, રાજપોશાકનો ત્યાગ કરાવી, ગાંડા પ્રદ્યોતને સ્વાંગ સજાવાયે અને ગાડી પર ચઢાવી સખત બંધનથી મુશ્કેટાટ કરાયે. તરત જ પ્રયાણું આરંભાયું. અવંતીને એ જ મેટ બજાર, જાતજાતનાં કરિયાણું જ્યાં સદેવ કયવિક્રય થતા એ જ આ સ્થાન. દગો થયાનું પૂર્ણ રીતે સમજી ચૂકેલ રાજવી પ્રદ્યોત એ બધું નિરખતાં જોરશોરથી બૂમ મારવા લાગ્યું. “ અરે ! કઈ દેડા, જલ્દી દેડે, આ હરામખોર મને બાંધીને લઈ જાય છે, તેના હાથમાંથી છોડાવો. હું પ્રતરાજ છું. માલવપતિ ચંડપ્રદ્યોત છું. ” પણ રેજના ફારસથી ટેવાયેલી અવંતીની જનતાએ આ બનાવમાં સોદાગરના ગાંડા ભ્રાતાની ગ્રથિલતાની અતિરેક્તા Page #271 -------------------------------------------------------------------------- ________________ [ ૨૫૪ ] પ્રભાવિક પુરુષા : સિવાય ખીજું કંઇ ન જોયું તેથી એ સામે માનપણે જોયા કર્યુ . કેટલાક તેા હસવા લાગ્યા અને ઊંચે સ્વરે કહેવા લાગ્યા— વાહ ભાઇ પ્રદ્યોત ! ખરા માલવપતિ !' આમ વિનારાકટાકે બુદ્ધિનિધાને ગાવેલુ સરઘસ અવંતીના માર્ગે થી પસાર થઇ ગયુ અને થાડા સમયમાં રાજગૃહી પહોંચ્યું. સાદાગરના અંચળા દૂર ફગાવી દઇ હસતા અભય મંત્રીએ માલવેશના બંધન છેડી નાખ્યા અને કહ્યું કે—“ માસાજી ! મારું કથન મે વનમાં મૂકી પતાવ્યું છે. આપને મુંઝાવાની જરૂર નથી. આ તે બુદ્ધિના ચમકારા માત્ર છે. ” પૂરા આદર સત્કાર ને ઉચિત આતિથ્ય સાચવ્યા પછી શ્રેણિકરાજે સાઢુ ચંડપ્રદ્યોતને અવતી જવા માટે વિદાય આપી. X X C 3 ખરેખર વિધિની વિચિત્રતા કેાઇ અકળ છે! વિધિસ્ત્રાનિ વિદ્ધતિ, યાનિ પુમાન નૈવ ચિન્તયતિ। ' એ નીતિકારનું વચન સાચું જ છે. આજે આંખ ખુલી ગઇ ને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર્યુ ત્યારથી જ હૃદયમાં કઇ અનેરી ભાવના નાચી રહી હતી. · કયાંથી અહીં આવવું, પ્રાણિયા! કયાં જવુ, શુ કર્યું" શુભ કામ ? આજ જીવે ' એ પદ ખેલતા આત્મા કાઇ જુદા જ ઉલ્લાસમાં હતા. આવશ્યક ક્રિયામાં પણ આજ અપૂર્વ આનંદ આવ્યેા. જાણે આજે વર્ષોની મનારથમાળા ફળતી લાગી અને પ્રભુપૂજનમાં પણ ઠીક રસ-જમાવટ થઈ. દ્રવ્યપૂજામાં જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળરૂપ સાધને એના એ છતાં એ પાછળ ભાવનાના વેગ જરૂર જવલંત હતા. ભાવપૂજા માટેના આજના દિન જીવનભરમાં નેાંધવા ચેાગ્ય ગણાય. • ચિત્ત પ્રસન્ગે રે પૂજનળ કહ્યું ' એ જેમ યથાર્થ છે તેમ • ઇલિકા ભમરીધ્યાનાત્ ભ્રમરીત્વ અદ્ભુતે' એ પણ તેટલું જ સાચુ છે. આજના જેવી એકાગ્રતા ને એકતારતા અત્યાર પૂર્વે " × Page #272 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર અભયકુમાર : * [૨૫૫] કઈ દિવસ જામી નહતી. શ્રીપાળનુપકથામાં મયણાસુંદરીને થયેલ અમૃતકિયાના વેગનું જે વર્ણન પૂજા પ્રસંગમાં આવે છે એવું જ આજ મારે માટે પણ બન્યું હતું. મન પોકારીને કહેતું હતું કેઅભય ! આજ તારા માટે સોનાનો સૂરજ ઊગ્યો. આજે તારા પાસા પોબાર સમજવા. અંતરમાં પણ એ જ લગની હતી કે જલ્દી શ્રી વિરપ્રભુ સમીપ પહોંચું અને સંશય નિવારી ઘટિકા ધન્ય કરું. પણ ત્યાં તો આ લખેટે આવ્યો. મનની મનમાં રહી. રાજ્યાભિષેકના મુહૂર્તે શ્રીરામને વનવાસ સિધાવવું પડ્યું તેમ મારે પણ એ જ ટાણે ભૂપઆજ્ઞાને અમલ કરવા થોભવાનું. અહા ! અધિકાર ! મુખ્યમંત્રીપણું! આખરે તો પરતંત્રદશા જ ને? જંગલમાં એકાદ સૂકા વૃક્ષ પર વસતા પંખીના સુખ સાથે શ્રીમંતને ઘરે સુવર્ણપિંજરમાં પૂરાયેલ અને અહર્નિશ સુંદર ફળ આરોગનાર પંખીને સુખની તુલના જ અસ્થાને છે. યથાર્થ રીતે જોતાં પિંજરના પક્ષીનું ગમે તેવું સુખ પણ એની કેદી જેવી દશા જોતાં કેડીના મૂલ્યનું થઈ જાય છે. જ્યારે વૃક્ષવાસી પંખી ધારે ત્યાં ઊડી શકે, ઈ છે ત્યાં જઈ શકે, એ સ્વતંત્રતા આગળ ભલે સુંદર ખોરાક ન હોય કે અલબેલું પીંજર ન હોય, એથી કંઈ જ દુઃખ નથી. કોઈની પણ પરવા કે તાબેદારીવિઠ્ઠાણું જીવન એ જ મોટામાં મોટું સુખ છે, એ જ સાચું જીવન છે. કેવા અપૂર્વ ઉલ્લાસથી આજ મારા કદમ સમવસરણની ભૂમિ તરફ પડત. ત્યાં તો હૂકમ છૂટ્યો. “અંતેઉર સળગાવી ઘો” જરા પ્રશ્ન કરે, કારણ જાણવા પ્રયાસ સેવે ત્યાં તો મહારાજા શ્રેણિક ગુસ્સાના આવેશમાં પસાર થઈ ગયા. સળગાવવાની આજ્ઞા જેટલી સહેલી છે તેટલું સળગાવવું સહેલું નથી જ. એમાં લીલા સાથે સૂકું બળવાને જેમ સંભવ, તેમ બળી ગયા પછી પશ્ચાત્તાપ થવાને પણ સંભવ. Page #273 -------------------------------------------------------------------------- ________________ [૨૫૬] પ્રભાવિક પુરુષો : એ સાંભળવા કે વિચારવા ઊભા રહેવું છે કોને? રાજા, વાજા અને વાંદરા જ્યારે ટેડા (વાંકા) થાય ત્યારે કોઈના નહીં. ગમે તેવા પ્રસંગમાં–અરે ! સુંદર રંગ જામ્યો હોય ત્યારે એમાં ભંગ પાડતાં વિલંબ ન થાય. “વિવાહની વષી” કરી નાંખતા વિમાસણ ન કરે અને પિતાશ્રીની તો કઈ વાત જ અનોખી છે. હજુ થોડા સમય પૂર્વે તો એ નવી રાણું લાવ્યા છે અને એની (ચેલણા) સાથેના પ્રેમ-સંવાદના હજુ તો ભરતીના મેજ આવે છે ત્યાં એકાએક આ જાતની આજ્ઞા તેઓશ્રીને કેમ કરવી પડી? અનુમાન ઉત્તર આપે છે કે-એમાં જરૂર કંઈ વહેમનું વેજુ સંભવે છે. એને તાગ કાઢવા સારુ માતુશ્રી ચેલણના મંદિરીએ પહોંચવું જોઈએ. અભયકુમાર રાણું ચેલણાના આવાસમાં આવી જુએ છે તો રેજ પ્રવર્તતી ચંચળતાને બદલે સુસ્તી અને અવ્યવસ્થા ડેયિાં કરી રહી છે. ગઈ રાત્રિની સખ્ત ઠંડીથી રાણ રેજ કરતાં મોડા ઊડ્યા. ત્યાં દાસીવૃંદના મુખેથી સાંભળ્યું કે “મહારાજા ઊડ્યા ત્યારથી જ ગુસ્સાના આવેશમાં હતા. વાતવાતમાં રાતાપીળા થઈ જતા. રેજની માફક શાંતિથી પ્રાતવિધિ ન સમેટતા એમાં પણ ત્વરા કરી જલદીથી ચાલ્યા ગયા છે. મંત્રીશ્વરને કંઈ ગંભીર આજ્ઞા ફરમાવી ગયા છે !” આ શ્રવણ કરતાં જ ચેલણાને કેઈ ભયંકર ભાવિની આગાહી થઈ. એકાએક એનાં ગાત્રે ઢીલા પડવા માંડ્યાં. તેથી જ જ્યારે અભયકુમારે કમરામાં પગ મૂક્યો ત્યારે તે ચિંતાતુર વદને વિચારમગ્ન અવસ્થામાં ત્રાસન પર બેઠી હતી. રેજ કરતાં આજે કમ તદ્દન ઊલટો કેમ થયો? એના કારણની શોધ કરતી હતી. પિતાને સાથમાં લીધા વગર એક ડગલું ન ભરનાર સ્વામી આજે કહેવા પણ ન થોભ્યા, એ જેઈ અપાર દુ:ખ થયું ! અમંગળ થવાની આશંકા બળવત્તર બની. મને પ્ર Page #274 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર અભયકુમાર : [૨૫૭] દેશમાં એટલી વ્યગ્રતા પ્રવર્તી રહી કે પોતાની આસપાસ શું ચાલી રહ્યું છે એનું ભાન સરખું પણ ન રહ્યું ! “માતુશ્રી ! પ્રણામ. કેમ આપનું મુખ આજે અહર્નિશની માફક પ્રકુલ્લિત નથી દેખાતું ? શરીરે તો સ્વાથ્ય છે ને?” અભયના આ સવાલથી જાણે એકાદ વ્યક્તિ ઊંઘમાંથી ઝબકી ઊઠે અને વિહ્વળતાથી જવાબ દેવા યત્ન સેવે તેમ ચેલાએ અભયકુમારને ઢીલા પડી ગયેલા સાદે કહ્યું કે-“ આવ વત્સ ! તારા સિવાય મારી મૂંઝવણ કોઈ ટાળે તેમ નથી.” માતુશ્રી ! આજે શું વાત બની છે ? પિતાશ્રી એકાએક આટલા કોંધાન્વિત શા કારણે થઈ ગયા છે?” “પુત્ર! જે એ કારણની મને ખબર હોત તો પછી ચિંતા કરવાપણું રહેત જ કયાંથી ? રાત્રિના આનંદપૂર્વક અલકમલકની વાત કરતાં અમે સૂતેલા. ત્યારપછી સખત ઠંડીમાં મને તો ગાઢ નિદ્રા આવી એટલે પાછળના કેઈ બનાવની મને કંઈ જ ખબર નથી. આજે ઊઠતાં પણ વિલંબ થયો અને ત્યાં તો પ્રથમઝારે માપ: ના જેવા સમાચાર કાને પડ્યા. “કારણmગે કારજ નિપજે ” એ ટંકશાળી વચન છે, છતાં મને કઈ કારણ જણાતું નથી.” માતુશ્રી ! પ્રાત:કાળમાં જ રેષના વાદળ ઘેરાયાં છે, એટલે એ પૂર્વે અર્થાત્ નિશાકાળમાં જ કંઈ શંકાસ્પદ બાબત બની છે. આપ શાંતિથી વિચારો. ” શું વિચારું ? દીકરા ! તારાથી મારે ઓછું જ કંઈ છુપાવવાનું હોય ? કંઈ બન્યું હોય તો જણાવું ને ! જે ને ગઇકાલે તીર્થપતિ શ્રી મહાવીરદેવને વંદન કરી સંધ્યાકાળે પાછા ૧૭ Page #275 -------------------------------------------------------------------------- ________________ [૨૫૮] પ્રભાવિક પુરુષ : ફર્યા. વૈભારગિરિની તળેટીમાં ઠંડા પવન જોરશોરથી કુંકા શરૂ થયો હતો, છતાં એક તપસ્વી મુનિને ઊઘાડે શરીરે કાયોત્સર્ગમાં લીન જોયા. આવા આકરા ઉપસર્ગો સહન કરતાં સાધુને જોઈ અમે ઉભય વીતરાગપ્રભુના શાસન પરત્વે વિમર્શ–પરામર્શ કરતાં મહાલયમાં આવ્યા, સીધા શયનગૃહમાં સિધાવ્યા અને કોઈ પણ જાતના મનમાલિન્ય વિના નિદ્રાદેવીના અંકમાં પોઢી ગયા. લગભગ મધ્યરાતના સમયે એકાએક હું જાગી ગઈ, મારે એક હાથે ઓઢવાની રજાઈથી બહાર રહી ગયેલ તે એ ઠરી ગયેલ કે અચાનક મને સંધ્યા સમયે જોયેલ મુનિ યાદ આવ્યા ને સ્વતઃ બેલાઈ ગયું કે- તેમની શી દશા ? ” હું તો તરત જ પાછી મારા શરીરને પૂર્ણ રીતે રજાઈથી લપેટી સૂઈ ગઈ અને જોત-જોતામાં એવી ગાઢ ઊંઘ આવી ગઈ કે જાગ્રત થતાં પણ રોજ કરતાં આજે વિલંબ થયો છે. ” “માતા! કારણ મળી આવ્યું. આજના સારા ય બનાવનું મૂળ તે જ છે. “રજનું ગજ” તે આનું નામ. જે વાત આટલી નજીવી છે, જેમાં ભત્પાદક્તાનું નામ સરખું પણ નથી, તે વાતથી આજે કેવી ભયંકરતા ઉદ્દભવી છે ? કાન છતાં સાન ન હોવાથી વાતનું વતેસર કેવું બની જાય છે અને એની પાછળ શંકાના ગુંચળા ને વહેમનાં વમળ કેવા જામે છે ?” કેઈપણ જાતના આંતરિક મેલ વિના, કેવળ સ્વાભાવિક રીતે ઉચરાયેલા “તેમની શી દશા ? ” એ શબ્દએ સાચે જ મારા જાગતા પિતાના હૃદયમાં પ્રબળ ભ પ્રગટાવ્યા છે. એથી જ માતુશ્રી ! આપના ચારિત્ર વિષે કેઈ અનેરી ગંધ આવી છે, તેથી જ મને “અંતેઉર સળગાવી દેવાનો હુકમ આપી ગયા છે !” ચેલણું–“રાજા કાનના કાચા કહેવાય છે તે આવી રભસવૃત્તિને જ આભારી જણાય છે. ન્યાયતોલનની આ તે પદ્ધતિ Page #276 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર અભયકુમાર : [ ૨૫૯] હોઈ શકે? અયોધ્યાની પ્રજા પિકી કેઈ એકે શંકા દાખવી કે ઝટ સીતાને અરણ્યમાં હડસેલી મૂકી ! નવાં બેરખા નિરખતાં જ પ્રેમી શંખરાજા ફરી બેઠા અને ગર્ભાવસ્થાના કિનારે પહોંચેલી કલાવતીને ભરજંગલમાં મોકલી અને કાંડા કપાવાનો પ્રસંગ પ્રાપ્ત થયે! સતી અંજના કે સતી નર્મદા સુંદરી આવી જ રીતે વહેમને પાત્ર બનેલી ને ! શું નારીને અવતાર એટલે એની કંઈ પ્રતિષ્ઠા જ ન મળે! શંકાનું કારણ જન્મ રાજવી હૃદયમાં અને દુ:ખપરંપરા ભેગવવાની બિચારી અબળા જાતિને ! ! મંત્રી અભય ! આ રસમ વિચિત્ર નથી જણાતી? એ તો સારું છે કેજ્ઞાની પુરુષોએ શિયલ-પતિવ્રતધર્મને ઉપદેશ સચોટપણે દીધો છે અને કર્મની પ્રપંચજાળ સ્પષ્ટપણે સમજાવી છે. વળી સતીજીવનનું મહાસ્ય નારીહૃદયમાં એટલી હદે ઊંડું ઉતરેલ છે કે, વિપત્તિઓની ગંભીર પળોમાં–કષ્ટોની ઝડી વરસતી હોય ત્યારે પણ-અમદાઓ શૈર્ય રાખી એ સહન કર્યું જાય છે. પૂર્વ કર્મને યાદ કરે છે છતાં પતિને દોષ હરગીજ જેતી નથી. સ્ત્રીજીવનની એ ઉન્નત બાજુ છે. અબળા માટે એ નૈરવને વિષય છે છતાં આવું લાંબે સમય ચાલુ રહી શકશે ? ” અભય-“માતુશ્રી ! એની ચર્ચાનો આ સમય નથી. હું હવે રજા લઉં છું.” ચેલણા-“આજ્ઞાભંગની સલાહ હું ન જ દઈ શકું. વળી હું નિર્દોષ છું એમ જાતે જાહેર કરવું એને કઈ જ અર્થ નથી, છતાં મારા નિમિત્તથી મારી અન્ય બહેનને અકારણ આપદા ઊભી થાય તે સામે મારો વિરોધ છે. મને એકલીને જ શિક્ષાપાત્ર બનાવવા મારી તને ભલામણ છે.” અભય-“માતા! આપ શું વદ છો? સૂર્યમાં અંધકારનો સંભવ હોય, કિંવા સો ટચના સુવર્ણમાં કંઈ દેષને સદ્ભાવ Page #277 -------------------------------------------------------------------------- ________________ [૨૦] પ્રભાવિક પુરુષ : હોય તો જ ચેકટભૂપની પુત્રીમાં-પ્રભુશ્રી વીરની ચુસ્ત શ્રાવિકામાં કલંકનું સ્થાન કપાય. ” ચેલ-“તો પછી “સામંો નાના-મરવધE' એ નીતિકારના વચનનું કેમ થશે? તારા શિરે ધર્મ કરતાં ધાડ તો નહીં આવી પડે ને? ભાઈ! વિચારીને પગલું ભરજે.” અભય-“શુદ્ધિથૈણ વરું તજી એ વાક્ય પર માજી! મને પૂર્ણ ભરોસો છે, આપ તે માટે બેફીકર રહો. મનમાંથી ચિંતા કાઢી નાંખો. ” ત્યાંથી બહાર નીકળી મંત્રીશ્વર અભયે અગમબુદ્ધિ વાપરી તરત જ એક તરકીબ રચી કાઢી. એ યુક્તિ એવી હતી કે “સાપ મરે નહીં ને લાકડી ભાગે નહીં.” કોઈનો જીવ જાય નહીં ને આજ્ઞા પાળી કહેવાય. અંતઃપુરની આસપાસના કેટલાક ઘાસ આદિ સામાન ભરવાના ઝુંપડા સાફ કરાવી, સળગાવી દેવડાવ્યા. અગ્નિ જવાળાઓ ઊંચે ફેલાવા માંડી એટલે મંત્રીશ્વરે સમવસરણ પ્રતિ પગ માંડ્યા. સ્નેહ, પ્રેમ અને વહેમ તથા મૃત્યુ કેવા વિચિત્ર પ્રસંગે છે? સંધ્યાના રંગમાં જોતજોતામાં કેવું પરિવર્તન થયા કરે છે? આખરે સર્વત્ર નશ્વરતા જ દષ્ટિપથમાં આવે છે. એ વિચારમાળામાં માર્ગ કાપતા મંત્રીશ્વરને મહારાજા શ્રેણિકને એકાએક ભેટો થ. ગુસ્સાના અતિરેકથી દડેલા, ચેલાને પેલા વાક્ય-ઉચારણથી વ્યભિચારિણી કલ્પી અંત:પુર બાળવાનું ફરમાન આપી ગયેલા શ્રેણિક રાજ જ્યાં શ્રી મહાવીર ભગવાન પાસે આવ્યા ત્યાં અંતર એકાએક શાંત થઈ ગયું. કષાયનો અગ્નિ શમી ગયે. વાતાવરણની શીતળતા જેર કરવા લાગી. સહસા સવાલ નીકળે કે – “ભગવન ! ચેલણું સતી કે અસતી?” Page #278 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર અભયકુમાર : [ ૨૬૧ ] p રાજન્! ચેટકરાજની સાતે તનયાએ સતીએ જ છે.’ એમ કહી તરત જ શંકાનું નિરસન કર્યું 66 * 66 , આ શ્રવણુ કરતાં જ રાજવીને પેાતાની આજ્ઞા માટે પશ્ચાત્તાપ થયેા. પેાતે ભરેલા ઉતાવળિયા ને અયેાગ્ય પગલાં માટે દારુણ દુ:ખ થયું. તક સાધી સમવસરણની બહાર આવ્યા અને આગ સર્વને ભસ્મીભૂત કરી નાખે તે પૂર્વ નગરમાં પહેાંચી જવા પૂરપાટ ગાડી દોડાવી. માર્ગ માં જ અભયને જોતાં પાકારી ઊઠ્યા—“કેમ શુ કર્યું ? ” તરત જ નમ્ર વાણીમાં જવાબ મળ્યા. “મહારાજની આજ્ઞાનુ પાલન કરી ચાલ્યે આવુ છું. જીએ ! પેલી જવાળાઓ દેખાય.” આટલું સાંભળતાં જ શ્રેણિકનૃપ દુઃખી ને હતાશ મની તાડુક્યા જા, જા, મૂર્ખ ! મને તારું સુખ ન મતાવીશ. જરા તા બુદ્ધિ વાપરવી હતી ! ” એટલુ કહી ભૂપે ગાડી નગર તરફ અતિવેગે દાડાવી. અભયના હૃદયમાં તેા ઠંડક જ હતી એટલે એ તા વૈભારિગિરના માર્ગે આગળ વધ્યા. મનમાં જા જા નું વાક્ય ગુંજી રહ્યું. તરત જ વિચારશ્રેણિ વૃદ્ધિ ંગત થઇ. પૂર્વે પિતાએ કહેલું કે “ યારે જા જા ’ કહું ત્યારે તારે દીક્ષા લેવા જવું ” એ વાત સ્મૃતિપટમાં તાજી થઇ. એ સાથે જ પૂજનવેળાને અપૂર્વભાવ યાદ આવ્યેા. વિધિએ મેળવેલ ‘ યાગ ’ ષ્ટિ સન્મુખ ખડા થયા. તરત જ તનેા લાભ લેવાના નિશ્ચય કર્યો અને સત્વર શ્રીમહાવીરદેવ સમીપ પહોંચી, ટૂંકમાં સારું ય બ્યાન નિવેદન કરી પ્રવ્રજ્યા માટે માંગણી કરી. જ્ઞાની ભગવાન તે હસ્તામલકવત્ સર્વ ભાવેા જોઇ રહ્યા હતા, એટલે એ માટે વિલંબનું પ્રયાજન હતું જ નહીં. ઘડી પૂર્વે ના મંત્રીશ્વર અભય જોતજોતામાં અણુગાર બન્યા. અ ંતેર સળગાવવાની આજ્ઞા, સાચે જ મંત્રીશ્વર અભય માટે તે સુવણું ઘટિકા સમ નિવડી. માત્ર ઝુંપડા જ ખાળવામાં આવ્યા છે અને અંત:પુર તેા સહીસલામત છે એ નજરે જોયું ત્યારે અભયની બુદ્ધિ માટે શ્રેણિક Page #279 -------------------------------------------------------------------------- ________________ | ૨૬૨ ] પ્રભાવિક પુરુષ : રાજાને માન ઉપજ્યું. તરત જ શ્રેણિકરાજા રાણી ચેલા આદિ પરિવાર સહિત પુન: પ્રભુ સમીપ જવા નીકળ્યા. દંપતી વચ્ચે રસ્તે ઘણી ઘણી વાતા થઇ. વહેમના વાદળ વિખરાઇ ગયા. પ્રીતિની ગાંઠ મજબૂત બની અને અભય જેવા પુત્ર માટે ગૈારવ પેદા થયું, પણુ સમવસરણમાં આવીને જ્યાં અભયમ ંત્રીને સ્થાને સંસારઅંધન ત્યજી, લેાચ કરાવી નિથ થયેલા સાધુ અભયને જુએ છે ત્યાં હર્ષોંના એટ થઇ ગયા ! ઘડીભર રાજવી સ્તબ્ધ થઇ ગયા. જમણા હાથ તૂટી ગયા એમ એમને લાગ્યું. કેમે કર્યું મન માનતું નથી. જો કે પેાતે બધું સમજે છે. અભયમુનિએ તે મિષ્ટ ભાષામાં પેલી વાત જ યાદ કરાવી. શ્રેણિકરાજને એ પ્રસંગ યાદ આવ્યે. તે મને છેતયે ’ એટલુ જ ખેલી શક્યા. વાંદીને પાછા વળ્યા. ( અભયકુમારે સંસાર દીપાળ્યા અને આત્મશ્રેય પણ સાધ્યું. કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થયા અને ત્યાંથી રચવી, મહાવિદેહક્ષેત્રમાં માનવભવ પામી ચારિત્ર લઇને મેક્ષે જશે. Page #280 -------------------------------------------------------------------------- ________________ મેઘકુમાર रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातम् । भास्वानुदिष्यति हसिष्यति पंकजश्रीः ॥ એવી રઢીઆળી પ્રભાત થતાં જ હું તે ચાલી નીકળવાનેઆ મુનિવેશ પાછો સંપી દેવાનો. સીધો મારા મંદિરીએ પહોંચવાનો. અહા ! મારી પ્રેયસીઓને એથી કેટલો આનંદ થશે ? માતા ધારણ તો રાજીરાજી થઈ જશે. મારા નિશ્ચયમાંથી પાછા વાળવા એણે કયાં ખામી રાખી હતી ? કેટકેટલા ઉપસની–આવી પડતાં કષ્ટોની ભૂતાવળ દેખાડી હતી, પણ મેં મૂખએ એમાંની એક પણ વાત કાને ન ધરી અને આવેશમાં આવી, એ રૂપના રાશિ સમી રામાઓના નેહને તરછોડી દઈ, હિતવત્સલ માતાના આદ્ર વચનોને અવગણું, જેની સરખામણી અસિધારા વ્રત સાથે થાય છે એવા આ સંયમપંથને સ્વીકાર્યો અને એ ઉતાવળિયાપણાનો આ નતિજે નજરે નિહાળે.” રાત્રિ ઝપાટાબંધ વહી રહી છે. ઘટિકાઓ એક પછી એક ડંકા વગાડતી ચાલી જાય છે. સંથારાપરિસીમાં “gsઠું નથિ છે ” ના છેલા ચરણ ભણ્યાને બે, ત્રણ, ચાર તો શું પણ બરાબર સાત કલાક થઈ ચૂક્યા છે, છતાં આંખને કણે સરખા ભેગો થયે નથી. સંથારાપોરિસીના મધુરા આલાપ વેળા ધારેલું કે “હાશ, હવે નિરાંતથી દેહને લંબાવી, દિવસભરના પરિશ્રમને ભૂલી જઈ, શાંત નિદ્રાનું આસ્વાદન કરશું. અરે! પરિગ્રહનું નામ ન હોવાથી, કોઈ પદાર્થની વિચારણું કે અન્ય પ્રકારની આળપંપાળને રંચ માત્ર સંબંધ ન હોવાથી “ફિકરની ફાકી કરનાર ફકીર સમ નિરાંતે ઊંઘીશું; પણ એમાંનું કંઈ બન્યું ખરું? આખી રાત શું અનુભવ્યું? ઠલ્લામાત્રાના ગમનાગમને સાડાત્રણ હાથ ભૂમિ Page #281 -------------------------------------------------------------------------- ________________ [૨૬૪] પ્રભાવિક પુરુષો : પણ અણસ્પશી રહેવા દીધી ખરી ? હું કેણ ? મગધના સ્વામીને વહાલસોયા પુત્ર! રાણી ધારણુને એકલવાયો ચિરંજીવી ! અને જેની શુશ્રષામાં આઠ આઠ તો લલનાઓ. વળી જેના શયનગૃહની મનહરતા આગળ તો સ્વર્ગની શોભા પણ કંઈ વિસાતમાં નથી–એ મહાલયમાં વસનાર રાજપુત્ર મેઘ, અત્યારે કયાં પડ્યો છું. અરે ! આ કેવું પરિવર્તન! જાણે માનસરોવરનો હંસલો એકાદ છીછરા ખાબોચિયાંને કાંઠે! ક્યાં મારી એ સુંવાળી શય્યા અને કયાં આજનો આ કર્કશ સંથારો? ગઈકાલનો હું સેવ્ય આજે તો સેવકની કક્ષામાં-અને તે પણ તદ્દન છેલે નંબરે ! આ તો હજી પાશેરામાં પહેલી પૂણી ! નવા જીવનની પ્રથમ રાત્રિએ જ-પ્રવેશકાળની પ્રથમ ઘટિકાએ ભજવાતો આ અભિનય મારાથી યે સહ્યો જાય? કંઈ નહીં, જાગ્યા ત્યાંથી સવાર. ક્યાં બગડી ગયું છે? ભલેને એક રાતની ઊંઘ બગડી, ભલેને આંખ સરખી ન મળી. ફિકર નહીં એ ઉજાગરાએ પરિસ્થિતિનું ભાન તો કરાવ્યું. પ્રભુ શ્રી મહાવીરની મીઠી દેશનાએ પ્રગટાવેલ પાવક કેટલો ક્ષણસ્થાયી છે એને ખ્યાલ તે આવ્યા. ત્યાગ પાછળના યશોગાન અને વૈરાગ્ય પાછળની લાંબી મોટી પ્રશસ્તિઓ ભલે શ્રવણ કરવામાં કર્ણપ્રિય લાગે છતાં એને અનુભવ મને તો અરુચિકર નિવડ્યો એ નિશંસય વાત છે. સવાર થતાં જ ભગવાન વીરને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવાનું કેન્નાથ ! આપને સાધુવેશ આપશ્રીને જ મુબારક. અગણિત સુખોમાં રમનારા “મેઘ ”ને એ ન ખપે. આખી રાત્રિ કેવળ ચિંતામાં ગાળી. પાસું વાળી જરા સૂવાનું પણ ન મળ્યું, પણ એ રોજ કમ કેટે વળગાડવાની મારી ઈચ્છા હવે નથી.” વિચારવાયુની ગતિ જ ફેરવાઈ ગઈ. “સંયમ પંથ અકાર” જાણનાર, “વ્રત છે ખાંડાની ધાર” એમ માનનાર મેઘ આજે એકાએક નજીવા કષ્ટથી ઊલટા વિચારે ચડી ગયો. એની દષ્ટિ સન્મુખ સંસારના છીછરા સુખ-સરવાળે જેમાં સારનું નામ માત્ર નથી Page #282 -------------------------------------------------------------------------- ________________ મેશ્વકુમાર ઃ [ ૨૬૫ ] એવા વિષયવિલાસા-પહાડ જેવા મેાટા દેખાયા. એની સાંકળગૂથણીમાં શ્રેણિકપુત્ર મુગ્ધ બન્યા. આગલે દિવસે જે ઉછરંગપૂર્વક દીક્ષા સ્વીકારી હતી એ વાત તદ્દન વિસરી ગયેા. ‘ રાઇપ્રતિક્રમણ ’ ને સમય ન સૂચવાયેા હાત તા એની મનેારથમાળા કેટલાયે મણકા વધુ એળંગી ગઇ હાત. આવશ્યક વિધાનમાં રજોહરણ ને મુહપત્તિ પાતપેાતાનેા ભાગ ભજવતા હતા. સ્થવિરા નવદીક્ષિતને ચેાગ્ય સૂચન કર્યે જતા, પણ એ બધુ ‘અરે અરે રામ' કરી જનારતું ધ્યાન એક જ વાતમાં પરાવાયું હતુ અને તે એટલું જ કે— પ્રાત:કાળ થતાં જ ( યેા દેવ ચાખા ને મૂકે। મારેા છેડા ’ અર્થાત્ આ વેશ પાછે। આપી ઘરના માર્ગ લેવાનું. હાથે માંધેલા કકણને જોવાને આરસીની શી જરૂર ? સર્વજ્ઞ પ્રભુ શ્રી વર્ધમાન તા કૈવલ્યદર્પણમાં સારા ય વિશ્વના ભાવ-ઉધિના વારિમાં જેમ સતત ભરતી એટના પ્રકપ ચાલુ હાય તેમ પ્રત્યેક જીવાત્માની વિચારશ્રેણીમાં સમયે સમયે થઇ રહેલાં ચળ–વિચળ પરિવર્ત ના જોઇ રહ્યા હતા, ત્યાં વંદન માટે આવી રહેલ–જેના ચહેરા ઉપર આગલા દિવસની પ્રફુલ્લતાને સ્થાને ઉદાસીનતા છવાઇ ગયેલી છે એવા મેઘમુનિને જોતાં જ એના હૃદયમાં થઇ રહેલ માંથનને અને એ પરથી કરેલ નિશ્ચયને પામી ગયેલા પ્રભુ ધમત્તાદ્દીન એ વિશેષણ સાર્થક કરવાની પળ ઉપસ્થિત થયેલી જોતાં જ મધુર વાણીએ મુનિમેઘ મુખ ઊઘાડી કઇ કહે તે પૂર્વે જ એલ્યાઃ રાજકુમાર ! ઘરે પાછા ફરવાનું ચિંતવન તને ન છાજે. એમાં ત્યાગીજીવનમાંથી પતન તેા છે જ અને એક સાચા ક્ષત્રિયને કદીપણુ શે।ભે નહીં એવી કાયરતા પણ છે. જે સંસારના એ વિલાસે ખરેખર સાચા જ-કલ્યાણકારી હેાત તા પછી અમે શા સારુ એને તિલાંજલી આપત? ‘રાજ્યને અંતે નરક " 66 Page #283 -------------------------------------------------------------------------- ________________ [૨૬૬ ] પ્રભાવિક પુરુષ : જેવી ઉક્તિ શા કારણે જન્મ પામત? શા સારુ અરણ્યવાસ પસંદ કરાત ? મહાનુભાવ ! તેં ખરેખર દુર્ગાનમાં નિશાના કલાકે વ્યતીત કર્યા છે. સાધુજીવનને અનુરૂપ એ વિચારણા ન ગણાય. કોની સામે જવું અને હસ્તે મુખડે સમભાવપૂર્વક એ રહેવા. એને સારુ તો આગાર ત્યજી અણગાર બનવાનું. એ ખાતર અંગનાની પ્રીતિ, વિષયવાસના અને પદ્ગલિક સુખોની ઈચ્છા તદ્દન વિસારી મૂકવાની. એની સ્મૃતિ સરખી પણ ન ઘટે. ત્યાં તારા સરખા રાજપુત્રને એ યાદ આવે. અરે! એ એટલી હદે દબાણ કરે કે એની મોહિનીમાં તું અંગીકાર કરેલ પ્રતિજ્ઞાને પણ તોડવા તૈયાર થાય ! ક્ષાત્રવચન કે ક્ષાત્રવટનું ગૌરવ પણ ખીંતીએ લટકાવી દેવા તૈયાર થાય ! અને તે પણ સંસારના છીછરા વિલાસને કારણે? ક્ષણજીવી સુખને માટે? જરા ઊંડા ઊતરી વિચાર્યું છે ખરું કે જેને તેં સુખ કમ્યા છે તે સાચે જ સુખે છે? એનાથી કેવલ સુખ જ મળે છે ? શું એ શાશ્વત છે? આત્મસાક્ષાત્કારને પંથે પળી ચૂકેલ એ મેઘ ! જરા બારિ. કાઈથી વિચાર. બાહ્યભાવ ત્યાગી અંતરદષ્ટિથી અવલોકન કર. જેમાં તને સુખનો ભ્રમ થાય છે એમાં સરવાળે અગાધ દુ:ખ સિવાય કંઈ જ નથી. કર્મરાજે ગોઠવેલા એ માત્ર પાસલાઓ છે. મુગ્ધ જી એમાં ફસાય છે, રાચેમાચે છે અને જોતજોતામાં માનવભવ હારી જઈ ચોરાશીના ચક્કરમાં હડસેલાય છે. સાચું સુખ કર્મબંધન તેડવામાં છે. આત્મા અને દેહનો સંબંધ યથાર્થ વિચારાય તો એની કુંચી હાથ આવે. સંયમ એ અર્થે જાયેલી એક માત્ર ભૂમિકા છે. તને જે કષ્ટ લાગ્યું એ સાચે જ કષ્ટ કહેવાય કે ? જે આત્માઓ સંસારની લાલસાને તજી દઈ ચારિત્રરૂપ મહાન ધર્મનું સેવન કરી રહ્યા છે એમના ગમનાગમનથી કાંઈક અકળામણ થાય, પાદરજથી સંથારે ભરાય, એ તે દુઃખ? એમાં તે Page #284 -------------------------------------------------------------------------- ________________ મેઘકુમાર : [ ૨૬૭ ] કષ્ટ? સમજુ આત્મા એમ માને? નિદ્રાપ્રાપ્તિમાં એ અડચણે તે ઉપરછલી જ છે. બાકી રાજકુમાર ! સાચી મુશ્કેલી તો તે જે જીવનપલટો કર્યો તેને આભારી છે. રોજના ક્રમથી સદંતર જુદે જ ચીલે જીવનશકટ વાળ્યું તેની આ શરૂઆત છે. એવી કેટલીએ રાત્રિઓ ઉજાગરાવાળી જવાની–એક બીજાથી સદંતર ઊલટા રાહ રહ્યા એટલે સંઘર્ષણ તો થવાનું જ, જેના પરત્વે દઢ પ્રીતિ હશે, ચોળમજીઠનો રંગ હશે તે જ કાયમ રહેવાને; બીજે આપોઆપ ઓસરી જવાન. અજ્ઞાનતાની આંધિ જ્યાં નષ્ટ થઈ કે સાચા જ્ઞાનભાનું ઊગવાનો. ત્યારે જ આત્મકલ્યાણ શેમાં છે? એ સમજાવાનું. પણ એ સ્થિતિ ઓછી જ કંઈ એકદમ લાધી જાય ? એ અર્થે ધીરજ ધરીને માર્ગ રુંધતા બળોનો સામનો કરવો જ રહ્યો. તે વેશ્યા એ તો કષ્ટાભાસ માત્ર છે, બાકી પરિસહો ને ઉપસર્ગો તો તે હજુ જોયા પણ નથી. કષ્ટ દેખીને ભાગે એ તો કાયર! શૂરો તે તે જ કે જે હિંમતથી એનો સામનો કરે. “વાર્થ સાધવામિ ના દેહં પતયામિ ” એ જ વીરને તો મુદ્રાલેખ હોય. તારો આત્મા પણ એ જ છે. તું આજે માનવદેહમાં જે કરણીથી અસુખ અનુભવે છે એ કરતાં પણ વધારે કષ્ટકારી કરણું સ્વેચ્છાપૂર્વક પૂર્વે તિર્યંચભવમાં તું કરી ચૂક્યો છું. એમાં તે ફરજ માની હતી. સાચે એ પરમાર્થ હતો અને એ સત્કાર્યના ફળરૂપે આ માનવ અવતાર ને રાજપુત્રપણું તને પ્રાપ્ત થયું છે. સાંભળ! એ કાળે તું ગજરાજ હતો. ગાઢ અરણ્યમાં તારો વસવાટ, હાથણીઓના વૃંદ સહિત ભ્રમણ કરવું અને વૃક્ષના ફળ પાન તથા વહેતાં ઝરણાનાં નિર્મળ પાણી પર ગુજારો કરે એ તારો વ્યવસાય. એક વાર વનમાં દવ લાગે. તિર્યંચ સૃષ્ટિમાં જબરો કલાહલ મચી રહ્યો. એ પ્રચંડ હતાશનમાંથી બચવા સારુ ભૂખ્યાતરસ્યા જાનવરો એક સ્થાનેથી બીજે સ્થાને ભાગવા માંડ્યા. Page #285 -------------------------------------------------------------------------- ________________ [ ર૬૮] પ્રભાવિક પુઓ : એમાંથી તું બચે, છતાં તૃષાતુર થવાથી પાણીના સ્થાન પર દોડતાં પંકમાં ફસાયે અને કાળનો કોળિયે થયો. પુનઃ એ જ યોનિમાં ઉપ. વાતાવરણની સ્મૃતિથી જાતિસ્મરણજ્ઞાન થતાં જ પૂર્વભવ દીઠે, દાવાનળને ભયંકર પ્રકોપ ધ્યાનમાં આવ્યું. એવો પ્રસંગ આવે તે પૂર્વે પાણી પહેલાં “ પાળ બાંધવારૂપ તે એક મોટું માંડલું તૈયાર કર્યું. ચારે તરફના વૃક્ષ ને વેલાથી એટલું તો નિરાળું એ મેદાન બનાવ્યું કે ગમે તે અગ્નિ પણ ત્યાં સુધી એની જ્વાળા ફેલાવી શકે જ નહીં. અલ્પકાળમાં જ દવ લાગે. ઝાડપાન બળવા માંડ્યું. તરત જ તું તારા યૂથ સાથે એ માંડવામાં આવી ભરાણા. બીજા પણ સંખ્યાબંધ જાનવરે આવી દેહરક્ષા સારુ એ સ્થાનનો લાભ લેવા લાગ્યાં. સંકડાશ વધી પડી, છતાં જીવનરક્ષાર્થે ભાગતાં ને એ તરફ આવી આશ્રય શોધતાં પશુઓની સંખ્યા ઓછી ન થઈ. તે ખરજ આવવાથી એક પગ જરા ઊંચે કર્યો ત્યાં તો એક અકળાયેલું સસલું એ સ્થાને ખડું થઈ ગયું. તારે પગ એના પર પડે તો એ તો કચરાઈ જ જાય ! પણ તે દયાના ઉમદા ગુણથી પગ ઊંચો રાખે. તારા આશ્રયે આવેલ એ જીવનું રક્ષણ કર્યું. લગભગ ત્રણ દિવસે દાવાનળ શમ્યા ને પશુઓ બધા સ્વસ્થાને ગયા ત્યાં સુધી એવી સ્થિતિ રહી, એટલે લોહી ગંઠાઈ જવાથી પગ હેઠે મૂકાય તેવું ન જ રહ્યું તેથી ભૂમિ પર પડી ગયે. એની પીડા પણ વધી પડી, છતાં તારા પરિણામ કરુણામય જ રહ્યા. પરોપકારના કાર્યથી તારે આત્મા પ્રફુલ્લિત જ રહ્યો. એ શુભ ભાવમાં જ તું પંચત્વ પામ્યા. સસલાની દયા ચિંતવનાર, અરે! તિર્યચનિમાં પણ એ માટે અપાર કષ્ટ અનુભવનાર એ મેઘ ! તું આજે મનુષ્ય અવતારમાં માત્ર મુનિઓના અવરજવરની કલામણથી નાહિમત થાય છે? વળી એ ચરણરજ પણ કોની ? જેઓએ ત્યાગજીવનની મરમ્ય Page #286 -------------------------------------------------------------------------- ________________ મેધ કુમાર : * [ ૨૬૯ ] ભૂમિકામાં તારી પૂર્વે પાદસંચાર કર્યો છે એવા પવિત્ર સંતની જ ને? સંભાર, સંભાર, તારા પૂર્વ જીવનને.” | સર્વજ્ઞની વાણીને એક શબ્દ જીવનપરિવર્તન કરવા સમર્થ છે ત્યાં આ તો પૂર્વભવનું આખું વર્ણન. મેઘકુમારના મનમાં મંથન આરંભાયું અને જોત-જોતામાં જાતિસ્મરણજ્ઞાન થયું. પ્રભુ શ્રી મહાવીરે જે કહી સંભળાવ્યું એ એણે પ્રત્યક્ષ દીઠું. બસ, વિચારમાળાના મણકા ફરી ગયા. રમણીય આવાસ, કમનીય યુવતીઓ અને સુંદર શય્યા કાયમને માટે અદશ્ય થઈ ગયા. કારમાં સગપણમાં પાછા ફરવાની વૃત્તિ પૂર્વજીવનની સ્મૃતિથી પલાયન કરી ગઈ. ભગવાને કહ્યું તેવું જ વિષયનું સ્વરૂપ અંતરમાં સચેટ જડાઈ ગયું. ઘેર પાછા ફરવામાં ચેખી કાયરતા દષ્ટિગોચર થઈ. અરે ! વમન કરેલ પદાર્થ પુન: આરોગવા જેવી વિલક્ષણ ને ધૃણાજનક વાત લાગી. કેઈ પણ હિસાબે ધારણ કરેલ નબળાઈને ત્યજી દઈ પુન: વધુ વીરતાથી સંયમપંથ ઉજાળવાનો નિરધાર કર્યો. અશુભ ચિંતવન માટે આયણ લઈ, પ્રભુસાક્ષીએ ઘર પ્રતિજ્ઞા લીધી કે- બે ચક્ષુએ છોડી સારીએ દેહલતા મુનિવૈયાવચ્ચના કાર્યમાં અર્પણ કરું છું અર્થાત્ ચારિત્રપાલનમાં અતિ આવશ્યક નેત્રયુગલની રક્ષાપૂર્વક, ગમે તેટલું કષ્ટ પડે તો પણ સેવાના પ્રત્યેક ક્ષેત્રમાં યાહામ કરીને હું ઝુકાવીશ.” આમ મેઘમુનિએ પુનઃ જીવનમાં અનેરો પલટો આયે. પતિનના કિનારેથી–ખલનની બારિક ક્ષણમાંથી શ્રીવીરવચને જીવનજહાજને નિર્ધારિત રાહે વાળ્યું. મેઘકુમારે આત્મકલ્યાણ સાધ્યું અને પૃથ્વીતળ પર વિચરી ધર્મપ્રભાવના વિસ્તારી. પ્રાંતે અનશનવડે કાળધર્મ પામી વિજય નામના પ્રથમ અનુત્તર વિમાનમાં દેવ થયા. ત્યાંથી આવી, મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય થઈ, ચારિત્ર લઈને મોક્ષે જશે. momsmoa Page #287 -------------------------------------------------------------------------- ________________ હલ્લ અને વિહલ્લ →• પૂર્વે આપણે શાલ-મહાશાલ નામના અયુગ્મનું જીવન વાંચી ગયા છીએ. આજે એવી જ એક બીજી ખેલડીની કથા નિહાળવાના પ્રસગ લાધ્યેા છે. જૈન કથાસાહિત્યમાં જાતજાતની બેલડીએ ઉપલબ્ધ થાય છે; અને એ બેલડીએ ગુંથાએલા જીવનસૂત્રા સાથે જ અવલેાકી શકાય તેવા હાય છે. આ જોડલીએ મગધને ઇતિહાસ રચવામાં કેવા ભાગ ભજવ્યેા છે અગર તા મહારાજા શ્રેણિકને કેવા પ્રકારની સહાય આપી છે એ સંબંધમાં ઉપલબ્ધ થતાં સાહિત્યમાં કઇ જ સંભળાતુ નથી એમ કહીએ તા પણ ચાલે. માપ અભય કે અજાતશત્રુ (કૃણિક) જેવા રાજપુત્રાએ જેમ કરતાં બેટા સવાઇ ’ જેવા કાર્યોથી ઇતિહાસના પાના ાભાવ્યા છે તેમ આ રાજપુત્રા માટે બન્યું નથી. વળી પ્રાસંગિક નોંધાને જે લાભ મેઘકુમાર કે નદીષેણુને પ્રાપ્ત થયા છે એવું પણ આ ભ્રાતાયુગલના ભાગ્યમાં નથી નોંધાયું. રાજવી કેણિકે એકાદ કારણને જન્મ આપ્યા ન હેાત તા આ ભાઇઓના જીવન શ્રેણિકભૂપાળના અન્ય પુત્રા સમાન કદાચ અજ્ઞાત પણ રહેત. જગત-માગમાં વિકસેલા, વાડીમાં ખીલેલા કિયા કરતલને શાભાવતા ર’ગબેર’ગી કેટલાક સુવાસિત પુષ્પાની નોંધ લેવાય છે, છતાં એવાં કેટલાયે પુષ્પા અરણ્યના અંધારા ભાગમાં પ્રતિનિ ખીલીને કરમાઇ જતાં હશે એની નોંધ કયાં મળે છે ? વિશાળ જગતમાં એવું તે ઘણું ય અણુનોંધાયું રહી જાય છે. આ હલ્લ–વિદ્લ કુમારા તન છૂપા નથી રહ્યા, જો કે શાલમહાશાલની માફ્ક એમના જીવનને સાર મુઠીમાં સમાય તેમ Page #288 -------------------------------------------------------------------------- ________________ હલ્લ અને વિહલ્લ : [ ૨૭૧ ] છે છતાં તેઓ એવા એક ભીષણ સંગ્રામના નિમિત્ત બન્યા છે કે જે મ્યાન થાડીક લીંટીઓ માગે છે. * タ જ જૈન જનતાએ શ્રેણિકભૂપને પાંજરામાં પૂરવાના પ્રસંગની તેમ જ રાણી ચેલણાના પ્રથમ પુત્ર કેાણિક રાજગાદીએ આવ્યા સંબંધની વિસ્તૃત યાદદાસ્ત તાજી કરાવવાની જરૂર ન જ હાય. સંખ્યાબંધ શત્રુઓને પરાસ્ત કરી કેણિકે અજાતશત્રુનુ બિરુદ મેળવ્યું હતુ એ તેા પ્રસિદ્ધ વાત છે. હા–વિહાને જે નિમિત્ત સાથે સંબંધ છે તે અન્યું ત્યારે શ્રેણિકરાજ આ ધરતી પર નહાતા. અજાતશત્રુની હાક સત્ર એટલા જોરથી વાગતી હતી કે ભલભલા પરાક્રમીએ અને મૂછ પર લીંબુ ઠેરવનારા રાવરાણાએ પણ એની સાથે વૈરભાવ માંધતાં થરથરતા–અનેા હાકારા થતાં નમી પડતા. કેાણિક માફ્ક હા-વિલૢ પણ શ્રેણિક-ચેલણાના લાડીલા સંતાન હાવાથી તેમને ફાળે હાર વિગેરે દૈવી ચીજો આવેલી. કેણિકની પટરાણી પદ્માવતીના એવામાં એ આવતાં જ એના મનમાં એ પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા ઉદ્ભવી. વાત અજાતશત્રુના કર્ણ સુધી પહોંચી. પ્રેયસીની ઇચ્છાપૂર્તિ સારુ રાજવીએ ન્યાય અન્યાય જોયા :સિવાય પેતાના માંધવા ઉપર દિવ્ય હાર અને સેચનક હાથી આપી દેવાને જહાંગિરી હુકમ છેડ્યો. હાવિજ્ઞને પાના-પુસ્તકે ચઢાવનાર એ નજીવા ને નાનકડા પ્રસંગ. હા–વિલને ખાપિકા વારસા છેડવા ન જ ગમે. વળી તેમનુ ક્ષાત્રતેજ પણ કટાઈ ગયું નહાતુ, છતાં મગધના સ્વામી સામે માથું ઉંચકવુ એ કંઇ બચ્ચાના ખેલ નહેાતા એ તે સારી રીતે અસમજતા, એટલે તેએ રાતેારાત જે કંઇ સાથે લેવા જેવા સરપ્ર સામાન હતા તે સર્વ લઇ, પેાતાના કુટુંબ સહિત, સેચનક હાથી પર સ્વાર થઈને ભાગ્યા. તાતા તીર જેવા ને અણનમ સ્વભાવના Page #289 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૨ ] પ્રભાવિક પુરુષો : અજાતશત્રુ રાજાની આજ્ઞાભંગ સામે તેઓને જો કાઇ પણુ શરણુ આપે તેમ હાય તે તે લચ્છકી ને મણૂકી જાતિના ગણરાજના અગ્રણી અને વિશાલાના પ્રભાવશાળી ભૂપ માતામહ ચેટક જણાયા. * એ કાળ એવા તે વિષમ હતા કે રાજગૃહીના અવનીપતિના *માન પરત્વે ન તે ચૂચા કરી શકાય કે ન તેા એમાં રહેલ સત્યાસત્યની છણાવટ કરી શકાય. વળી એ સાથે રાજ્યના ગુન્હેગારને સઘરવા એ પણ કઇ જેવું તેવું જોખમ નહેાતુ. કયાં તે શરણાગતને સોંપી દેવાની હાકલ પડે ને એને નકારા કહેતાં તરત જ સમરાંગણ ખેલવાના નેતરાં આવે. બળિયા સાથે બાથ ભીડવી એટલે સર્વનાશ ! ક્ષત્રિયને એ પણ ધર્મ કે શરણે આવેલને પાછા સોંપાય નહીં. શિર જાય તે મ્હેતર પણ શરણાગતને ઊની આંચ પણ ન આવવા દેવાય. ઇતિહાસે ક્ષાત્રવટની એવી એવી તે કેટલીય પ્રશસ્તિઓ સંઘરેલી છે. એ વાંચતા રૂંવાડા ખડા થાય છે. ચેડા રાજાના વ્હાલસેાયા ઉપનામથી સખેાધાતાં વૈશાલીપતિને એ બધાનું પૂર્ણ જ્ઞાન હતુ. શરણે આવેલાને આશ્રય આપવા એ જ જ્યાં ધર્મ હેાય ત્યાં પછી ભાવી સંકટના વિચારને અવકાશ કેટલે ? એમાં અહીં તે શરણે આવનાર અન્ય કાઇ નહીં પણ પેાતાની દીકરીના જ દીકરા. જયારે કાણિકે સાંભળ્યું કે પેાતાની આંખમાં ધૂળ નાંખી લઘુબંધુએ વિશાલા વિદાય થઈ ગયા છે ને માતામહ ચેટકે તેમને આશ્રય પણ આપ્યા છે ત્યારે તેને ગુસ્સા મર્યાદાના વર્તુળને કૂદાવી ગયા. ઠપકાભરી વાણીમાં ગુન્હેગારોને સોંપી દેવા સારુ સત્વર કૃત મેાકલાયા અને જ્યારે એ નકાર સાથે પાછા ફર્યા ત્યારે તેા અજાતશત્રુને એ અપમાન એટલું તે અસહ્ય લાગ્યુ` કે જાણે એની અમાપ ગરમીથી એના પ્રત્યેક ગાત્રા મળવા લાગ્યા. Page #290 -------------------------------------------------------------------------- ________________ હલ અને વિહલ : [ ૨૭૩ ] ચાલુ અવસિપણી કાળનું જે મહાભયંકર ને અતિ દારુણ્ યુદ્ધ કહેવાય છે તેના સમારંભ હર્લે-વિહલ્લના નિમિત્તથી મ`ડાયેા. એમાં સંખ્યાબંધ જીવાના કચ્ચરઘાણ નીકળી ગયા. લાહીની સરિતાઓ વહી. વિશાલા જેવી મહાન્ ને પ્રાચીન પુરીનુ આખરે પતન થયું. એ ઇતિહાસ લાંબે છે. ચાલુ સ્થાનક સાથે એને ખાસ સંબંધ પણ લેખાય તેથી જ એના કાંઠે કાંઠે ચાલી મૂળ તરફ વળીએ. એ ભયાનક યાદવાસ્થળીમાં આ બેલડીએ શૂરાતન દાખવવામાં પાછી પાની ન કરી. પેાતાના જ કારણે આ યુદ્ધ-વાળા પ્રગટી છે એને! પૂર્ણ ખ્યાલ રાખી તેએએ માત્ર દિવસના જ નહીં પણ રાત્રિના સમયના લાભ લઇ, સેચનક હાથી પર સ્વાર થઇ, શત્રુવાસમાં જવા માંડયુ અને અસાવધતાના લાભ મેળવી ઘણી ખુવારી કરવા માંડી. નિશાકાળના અંધારામાં અણુધારી રીતે અનતા આ રાજના અનાવે કેણિકને વિચાર-વિવશ કરી મૂકયા. કેટલા ય દિવસે એના કારણની શેાધ પાછળ વ્યતીત થયા, છતાં આ અદશ્ય પથને ઊકેલ ન આણી શકાયા. આખરે ખરી ખબર મળતાં બચાવ અર્થે તેના માર્ગ માં ખાઇ ખાદાવીને તેમાં ખેરના અંગારા ભરાવ્યા કે જેથી તેને ઉલ્લુ ઘીને કેાઇ નજીક આવી ન શકે. ખાઇને ઉપરથી ઢાંકી દીધી. રાજના ક્રમથી ટેવાયેલા અને શત્રુએના સંહારમાં દત્તચિત્ત અનેલા બંધુયુગલને આ વાતના સ્વપ્ને પણ ખ્યાલ કયાંથી હાઇ શકે ? છતાં દક્ષ હસ્તિ વિભગજ્ઞાનવડે ઢાંકી દીધેલી ખાઇનું સ્વરૂપ પારખી ગયા. રાજ જે પળમાત્રમાં શત્રુસૈન્યમાં ઘુસી જતા એ કુંજર આજે ખાઇથી ઘેાડે દૂર અટકયા. એને આગળ ગતિ કરાવવામાં મહાવતના કઠાર વચને અને અંકુશના પ્રહારો નિષ્ફળ નીવડ્યા. એ જોઇ હા–વિહલના મુખમાંથી શબ્દો ૧૮ Page #291 -------------------------------------------------------------------------- ________________ [૨૭૪] પ્રભાવિક પુછ્યું : સરી પડ્યા કે-“ઓ માતંગ ! અમારું નિમક ખાઈ ઉછરેલ! શું તું પણ આજે અમારી આ સ્થિતિ જોઈ નિમકહરામ થાય છે? ચાનક દષ્ટિવાળા ગજથી આ ઉપાલંભ ન સાંખી શકાણે તેથી જેરપૂર્વક પિતાની પીઠ પરથી હલ્લ-વિહલ્લને ઊતારી દઈને અંગારાભરેલી ખાઈમાં તે કૂદી પડ્યો. જોતજોતામાં બળીને ભસ્મ થઈ ગયા. ત્યારે જ આ ભાઈઓને હાથીના ડહાપણ વિષે યથાર્થ ખ્યાલ આવ્યું. પિતાની બુદ્ધિ તિર્યંચ કરતાં પણ બદતર બની અને પોતાના કારણે આજે હસ્તિ મરણ પામ્યો એ વિચારતાં તેમ જ અનેક મનુષ્યના વિનાશનો વિચાર કરતાં તેમને ગ્લાનિ ઉદ્દભવી. તેમ જ માતામહનો માર્ગ નિષ્ક ટક કરવા વૃત્તિ જન્મી. અત્યારસુધીને વૈરનો તીવ્ર અગ્નિ વૈરાગ્યના શીતળ જળમાં પલટાઈ ગયે. સંસારની વિચિત્રતા, કિલષ્ટતા અને માયા–પાશ કેટલું કારમું દૃશ્ય ખડું કરે છે તેનું આબેહૂબ ચિત્ર નજર સામે તરવરવા લાગ્યું. ક્ષાત્રતેજ તો હતું પણ તેને દુરુપયેાગ કરવાને બદલે તેને આત્મકલ્યાણના હિતકર માગે વાળવાને બંધુબેલડીએ માનસિક નિર્ણય કર્યો. ભાગ્યવાન પુરુષને તરત જ માનસિક વિચારની સિદ્ધિના સાધન સાંપડે છે, તેની માફક સમિપવતી દેવે ઉભય બંધુઓને શ્રી મહાવીર દેવનું સાનિધ્ય મેળવી આપ્યું–પ્રભુ પાસે મૂકી દીધા. તરત જ શ્રી વીરપ્રભુની ઉપદેશામૃત વર્ષોથી તેમણે નવજીવન પ્રાપ્ત કર્યું. ભાગવતી દીક્ષા સ્વીકારી અને શુદ્ધ સંયમ પાળી સર્વાર્થસિદ્ધ વિમાન સંબંધી દિવ્ય દેવસુખના ભોક્તા થયા. Page #292 -------------------------------------------------------------------------- ________________ નદિષેણું એકાએક કુલપતિની સરદારી હેઠલ તાપસવંદને રાજદરબારમાં વિહ્વળદશામાં ગ્લાનિભર્યા ચહેરે પ્રવેશતું જેમાં જ કુમાર નંદિષેણ મહેલના પગથિયા ઊતરીને નીચે આવ્યો. આજે તે વનના આંગણે આવી ચૂકેલ છતાં સંસારના વિલાસે કે યુવાનીસુલભ રંગરાગ અને આકર્ષી શક્યા નહોતા. નજર સામે પિતાના જ બંધુઓને વિવિધ મોજ ઊડાવતા જોતાં છતાં એનું મન કુદરતી રીતે તેનાથી અલિપ્ત રહેતું. સાંસારિક બાબતમાં લગભગ એ કમળપુણવત્ નિરાળે જ રહેતો. સંસારની ઉપાધિને લાત મારી જેઓ અરણ્યવાસમાં જીવન ગાળવા કટિબદ્ધ થયા હતા એવા નિર્ચથ, સંત કે તાપસ પ્રતિ તેને બહુમાન પેદા થતું. એમને એકાદ નજરે ચડતાં જ તે તેમના પગ ચુમવા પહોંચી જતો. પિતાશ્રી શ્રેણિક પાસે ઘણી ય વાર તેને તાપસ, મહંત કે ભિક્ષુકને આવતાં જોયેલા, તેઓની માંગણી સંતોષવામાં જવલ્લે જ નૃપ આનાકાની કરતા, એ પણ એની ધ્યાન બહાર નહોતું. પ્રભુ શ્રી મહાવીરદેવની સ્થિરતા રાજગૃહીમાં હોય ત્યારે રાજવી દરરોજ રાજરસાલા સહિત વંદન અર્થે જતા, એ પણ જોયેલું અને અનુભવેલું નિર્ચથ પ્રત્યેની દઢ ભક્તિમાં ભૂપ શ્રેણિક સાથે કેઈક જ બરાબરી કરી શકે એવું પોતે માનતો. ચાહે તો આ વારસામાં મળેલા સંસ્કારની અસરથી કે ચાહે તે અન્ય કેઈ અગમ પ્રેરણાથી–ગમે તે કારણથી ત્યાગીને વેશ પ્રતિ તેને અતિશય પ્રેમ હતો. હજુ તે અણગાર અને મઠધારી વચ્ચેના તફાવત શું શું હોઈ શકે એ પારખી શક્યો નહોતો. બારિકાઈથી એ જવાનો પરિશ્રમ પણ નહોતો સેવ્યો, એમ કહેવામાં કશું ખોટું નથી. Page #293 -------------------------------------------------------------------------- ________________ [૨૭૬] પ્રભાવિક પુરુષ : કુલપતિ સહ તાપસનું આવું મેટું વૃંદ આમ રાજદરબારમાં દાખલ થવાને આ પ્રથમ જ પ્રસંગ હતો. કેઈ ગંભીર બનાવ બન્યાની એથી આગાહી થઈ. ઘડીભર મનમાં તરંગ પણ ઊઠ્યો કે “આ નિઃસ્પૃહીઓ શા કારણે આમ વિલંબ બન્યા હશે ?” તરત જ ટેળાની પાછળ ખેંચાઈ રહેલા એક તાપસકુમારને બાજુ પર સ્નેહપૂર્વક બોલાવી તેણે ઉત્સુકતાથી પ્રશ્ન કર્યો. “હે તપોધન ! સંસારજન્ય ઉપાધિને ઠેકરે મારનાર આપ સરખા નિરિછકેને આ ગ્લાનિ શી? આ દોડધામ શી ? એવી તે શી તમારી માલ-મિલ્કત લૂંટાણી છે?” “રાજકુમાર! એક હાથીએ આજે અમારી વર્ષોની મહેનત પર પાણી ફેરવ્યું છે. અમારા આશ્રમોને તોડીફાડીને ખેદાનમેદાન કરી નાંખ્યા છે. લાંબા પરિશ્રમે અહર્નિશ જળસિંચન કરી જે ઝાડપાન અમે ઊછેર્યા હતાં તે સર્વનું જડમૂળથી નિકંદન કહ્યું છે. વસ્ત્ર–પાત્ર અને વસ્ત્રવિણ એવા અમે, પશુ-પંખી કરતાં પણ ખરાબ હાલતમાં આવી ગયા છીએ.” રાજકુમાર આગળ કંઈ પૂછે તે પૂર્વે તો દરબારગઢમાંથી કોટવાળ અશ્વારોહી સૈનિકોની એક ટુકડી સાથે કુલપતિએ નિર્દિષ્ટ કરેલ સ્થાન તરફ ત્વરિત ગતિએ કૂચ કરી ગયે. એની પાછળ સારું ય તાપસનું ટેળું ધીમેધીમે પાછું ફર્યું. જુવાન તાપસકુમાર પણ એમાં જોડાયે. તાપસ, સંન્યાસી, શ્રમણ કે નિર્ચન્થ જેવાના જીવન અકિચન ને નિર્લેપ હય, જ્યાં પરિગ્રહનું નામ પણ ન હેય ને મમતાનો સંભવ સરખો પણ ન હોય-આવા નંદિષેણે ક૯પેલા ચિત્ર સાથે આ તાપસનું જીવન બંધબેસતું નહોતું. તાપસકુમારના અધૂરા વૃત્તાન્ત એ નજરે જોવાની જિજ્ઞાસા નંદિષણના હૃદયમાં પ્રગટાવી. એકાદા હાથીના તોફાનથી આ આત્માઓ આટલા પ્રમાણમાં કેમ હતાશ થઈ ગયા એ જાણવાનું કુતૂહળ પણ થયું. Page #294 -------------------------------------------------------------------------- ________________ નદિષેણુ : [ ૨૭૭ ] તરત જ સજ્જ થઇ તે પણ નીકળી પડ્યો. જોતજોતામાં પગે ચાલતાં તાપસવ્રુદની લગેાલગ આવી પહાંચ્યા અને પરિચિત તાપસકુમાર સાથે અધૂરી વાતના તાર મેળવવા લાગ્યા. તાપસે વાતના અનુસ ંધાનમાં આગળ વધતાં જણાવ્યું કેઃ— * 66 રાજપુત્ર ! કદાચ અકસ્માતથી એકાદ સામાન્ય હસ્તીનુ આગમન થયું હાત ને અમારા પ્રિય આશ્રમ પર એને પ્રકેાપ ઊતર્યા હાત તે અમને એટલું દુ:ખ ન થાત, એ આટલી હદે નુકશાન પણ ન કરત; પરંતુ આ તે અમારી જ નિશ્રામાં ઉછરેલ, અમારા જ સંરક્ષણથી વૃદ્ધિ પામેલ અને અમારા સહવાસમાં જ જેનેા બાલ્યકાળ વ્યતીત થયેલ છે એવા એક પિરિચત માત ંગનું આ ભયંકર કાર્ય છે. એ હસ્તી નાનેા હતેા ત્યારે અમારી સાથે વૃક્ષાનું અને ફળ-ફૂલના રોપાઓનું જળસિચન સુંઢમાં પાણી ભરીને કરતા. સેચનક એવું ગુણનિષ્પન્ન નામ અમેએ તેનું રાખેલું. અમારી સાથે એક સહુચરની જેમ એ ભળી ગયેલ, જાણે રમતગમત કે વ્યવસાયને એક સાથીદાર. આટલી મિત્રાચારી સકારણ હતી. એને જન્મ જ અમારા આશ્રમમાં થયેલા. પાંચ સેા હાથણીઓના સ્વામી એક બળવાન ગ્રંથપતિ હાથી હતા. એના મનમાં દીર્ઘકાળ સુધી અટવીનું સામ્રાજ્ય માણવાના કેાડ હતા એટલે કાઈ પણ નરહાથીને એ જીવતા રહેવા દેતા જ નહીં. જન્મતાં જ એના ગળે ટુંપે દેવાતા અર્થાત્ યાં યૂથપતિની નજરે ચડતા કે એ પિતા જ એનેા યમરાજ નિવડતા. આવા ભયંકર પતિની એક પત્નીએ કેવળ અપત્યપ્રેમની વિવશતાથી ગર્ભાવસ્થા પ્રાપ્ત થતાં છળથી એની સાથે કામ લીધું. પગ ખાડંગવાના ઢોંગ કરી, હાથણીના સમૂહથી ઇરાદાપૂર્વક પાછળ રહેવા લાગી. ધીમી ચાલે ચાલી કાઇ વાર એ દિવસે તા કેાઇ વાર ચાર દિવસે સાથ ભેગી થતી. એ રીતે યૂથપતિને વિશ્વાસ પમાડી, અમારા આશ્રમમાં બચ્ચાને Page #295 -------------------------------------------------------------------------- ________________ [ ૨૭૮ ] પ્રભાવિક પુરુષા : જન્મ આપ્યા. એણે તે માત્ર મર્યાદિત સમયપ``ત જ એનું લાલનપાલન કર્યું. પકડાઇ જવાની બીકે એ પુન: સાથ ભેગી થઇ ગઇ. એ પછીની સર્વ કરણી કુલપતિના આદેશથી અને દયાના તંતુવડે ખેંચાઇ અમેાએ કરી લીધી. આમ સેચનક ચુવાન અવસ્થા પામ્યા. અમારી સહાય પામ્યા ન હાત તે એનું અસ્તિત્વ જ ન હાત, પણુ અરે ! દુનિયા નગુણી જ વધારે દેખાય છે ! તેથી જ કહેવત પ્રચલિત છે કે ‘ગુણના ભાઈ દોષ. ’ એ સારુ શાસ્ત્રનાં પાનાં કયાં થાડા ભર્યા છે? ગુણુ પર અવગુણુ કરનારાના દાખલા શેાધવા જવા પડે તેમ નથી. વૈયાકરણીઓને પણ કહેવું પડયુ કે દુખ ધાતુને ગુણ કરીએ તા દોષરૂપે પરિણમે છે. ’ ( દુષના ગુણુ દેખ. 6 એક દિવસ કાઇ કારમા ચેાઘડીએ સમીપવતી તળાવથી પાછા ફરતાં અમારા આ પ્રિય હસ્તીએ પેાતાના પિતા એવા વૃદ્ધ યુથપતિને હાથણીઓના સમૂહમાં ડોલતા અને આનંદ માતા જોયા. તરત જ એના તનમનાટ પ્રકટી ઊઠ્યો. એની સામે એ ગુસ્સાના અદમ્ય આટાપથી દોડ્યો અને યુદ્ધ કરવા માંડી પડ્યો. નવા લેાહી આગળ પાછલી અવસ્થાનું ઠંડુ પડેલું àાહી પરચા ન બતાવી શકયું. વૃદ્ધ નાયકને પરાભવ થયેા એટલું જ નહીં પણ કેટલા ય જુવાન અ`કાના અકારણ કેાળિયા કરાવવારૂપ મહાપાપના બદલારૂપે જોતજોતામાં એ પેાતે કાળના કાળિયા બની ગયા. હવે સેચનક પાંચ સે। હાથણીએના સ્વામી અન્યા, વિશાળ અટવીમાં સ્ખલના વગર પરિભ્રમણ કરવા લાગ્યા. નિર કુશપણે સ્વચ્છંદતાથી વિહરવા લાગ્યા. પ્રાપ્ત થયેલ આ અધિકાર અને વૈભવ નવા કાઇ તરુણુ ગજ છીનવી ન લઇ જાય એ ખાતર એણે પણ પિતાની માફક ચાંપતી નજર રાખવા માંડી. એની એ વિચારણામાં પેાતાનું જેમ આશ્રમમાં ગુપ્તપણે રક્ષણ થયું તેવું ભવિષ્યમાં કાઇ અન્યનુ ન થવા પામે એટલા સારુ Page #296 -------------------------------------------------------------------------- ________________ નંદિષેણ ? [૨૭૯] આશ્રમનું અસ્તિત્વ મીટાવી દેવાને તેણે મનમાં નિશ્ચય કર્યો. સ્વાથ આગળ એ તિર્યંચ પપકાર ને બાળજીવન વિસરી ગયે. એકાએક દોડી આવી જબરું ઘમસાણ મચાવી દીધું. એની ઘેલછાએ લીલુંસૂકું કંઈ ન જોયું! અમારા સર્વનાશને આ કરુણ ઈતિહાસ. હવે તમે જાણી શકશે કે અમારું દુઃખ કેવું કારમું છે?” રાજપુત્ર નંદિણ તાપસકુમારનું વૃત્તાન્ત શ્રવણ કરી વિચારમગ્ન બની ગયા. સંસારજન્ય આધિઉપાધિથી દૂર ભાગનાર તાપસ પણ એકાદા સામાન્ય પ્રસંગમાંથી કેવી વિટંબનાના ભાજન બન્યા એ જાણી એના હૈયામાં કેઈ નૂતન તરંગો ઊડ્યા અને એમાં એ અવગાહન કરે તે પૂર્વે જ “રાજકુમાર ! જુઓ, જુઓ, પેલો તોફાને ચઢેલે અમારે બાળસખા સેચક. શ્રેણિકમહારાજના અશ્વારોહીઓને પણ લેખામાં લીધા વગર પોતાનું તાંડવનૃત્ય ચાલુ રાખી રહેલ છે !” તાપસવૃદમાંથી તાપસકુમારે સામે દેખાતા આશ્રમ પ્રતિ અંગુળી કરીને કહ્યું. નંદિષણે ચક્ષુ માંડતાં જ આશ્રમભૂમિનું ઉમૂલન કરી મદોન્મત્તપણે પાંચ સે હસ્તિનીઓના સમૂહમાં, જાણે ગોપી. એના વૃદમાં શ્રીકૃષ્ણ વાસુદેવ કીડા કરતા હોય એમ હૃષ્ટપુષ્ટ શરીરી, સર્વાંગસુંદર ગજરાજને મોજ માણતો જોયે. અશ્વારેહી સૈનિકોના સંખ્યાબંધ પડકારા છતાં એ તરફ તદ્દન બેદરકાર ! જાણે એને મન તેમની પંચમાત્ર ગણના ન હોય તેમ એની કીડા ચાલુ જ રહી. વની જહેમતે તૈયાર થયેલ સ્થળને આમ તદ્દન હાથમાંથી સરી જતું નિહાળી, કુલપતિ ગુસાથી સૈનિકે પ્રતિ પોકારી ઊડ્યા કે-“એ સરળતાથી વશ નહીં થાય, ફેંકવા માંડે એના પર શરને વરસાદ! એ શયતાન વિનાકારણ અમને ત્રાસ પમાડે છે. ભલે મૃત્યુને મહેમાન બને !” Page #297 -------------------------------------------------------------------------- ________________ [૨૮૦ ] પ્રભાવિક પુરુષ : ચાહે તો તાપસમુખ્યના આહુવાનથી કે પિતાના વૃદમાં પડેલ કેઈ બાણથી એકાએક તે હાથી આશ્રમની બહાર આવવા દેડ્યો. એની આંખમાં લાલાશ ને ગુસ્સે સ્પષ્ટ જણાયાં. સેનિકોને થાપ આપી કુલપતિ સહિત તાપસનો સમુદાય જે દિશામાં ઊભે હતો ત્યાં તે ઉછળતા કદમે આવી પહોંચે. સર્વત્ર હાહાકાર મચી રહ્યો. કુલપતિનું હમણું જ આવી બન્યું એવી ભીતિ પ્રસરી રહી, બૂમો પડવા માંડી. ત્યાં એકાએક રાજપુત્ર નંદિષેણ સામે જતો દેખાય. એણે પડકાર કર્યો– સેચનક! ઉપકારને આ બદલે?” ગાંડા બનેલ હાથી તાપસગણમાં કાંઈ નુકશાન કરશે. અરે! દોડે, દોડે, રાજકુમાર એની સામે જાય છે. જોતજોતામાં એમના પ્રાણ પણ એ લઈ લેશે!” એવા અવાજો કરતાં સૈનિક સંગઠન કરીને આવે તે પૂર્વે સેચનકની આકૃતિ જ જાણે ફેરવાઈ ગઈ. ઉન્મત્તતા નષ્ટ પામી ગઈ. નંદિષણના સામે ચક્ષુ માંડતાં જ એ સ્તબ્ધ બને. એકાએક અટકી ગયે. કેઈ જૂની સ્મૃતિ તાજી થઈ હોય તેવી એની ચા થઈ રહી. નંદિષણના વ્યક્તિત્વમાં કોઈ જૂની પ્રતીતિની એને પિછાન થઈ. પરિણામ જુદું જ આવ્યું. સુંઢ નમાવી જાણે એક પાળેલો શ્વાન હોય તેમ રાજપુત્રની સામે એ ઊભે રહ્યો. નંદિષેણે સંદનો આશ્રય લઈ, તેની પીઠ પર ચઢી બેસી, અંકુશ હાથમાં પકડી એને નગરીના માર્ગે વાળે. જરા પણ રેકટોક વગર સેચનક, કુમાર નંદિષણનો દર રાજગઢમાં આવી વેચ્છાએ બંધનમાં પડ્યો. કોઈ અનેરા વહાલથી નંદિષેણને એ જોવા લાગ્યા. આમ વિધ્ર અણધારી રીતે વેરાઈ ગયું. અલ્પ સમયમાં સેચનક રાજવીનો પટ્ટહસ્તી બન્યા. Page #298 -------------------------------------------------------------------------- ________________ મંદિષેણ : [૨૮૧] નંદિષેણ સાથે સેચનકને વાત્સલ્ય કયાંથી ઉભરાઈ આવ્યું ? એ કોયડા વર્ષો સુધી અણઊકલ્યો રહ્યો. એકદા ભગવાન શ્રી મહાવીરદેવનાં પગલાં રાજગૃહીમાં થયાં. વનપાળે આવીને સમાચાર કહ્યા. તરત જ આડંબર સહિત વંદનાથે જવાનો આદેશ અપાયો. પટ્ટહસ્તી સેચનક પર અંબાડી નંખાઈ. એ પર બેઠક લેતાં જ શ્રેણિક મહારાજની સ્મૃતિ સતેજ થઈ. સેચનક ને નંદિણના સંબંધમાં પ્રભુને પૃચ્છા કરવાનો સંકલ્પ કર્યો. પરમાત્માનું સમવસરણ એટલે જિજ્ઞાસુ હૃદયને શંકાના સમાધાન કરવાનું, અપૂર્વ આત્મકલ્યાણકારી વાણી શ્રવણ કરવાનું અભંગદ્વારવાળું વિશાળ સ્થાન. એની રચના દેવો દ્વારા થતી હોવાથી એમાં સુવર્ણ કે મણિરતનની સંભારભરણી હોય તેમાં શી નવાઈ ! જેમનાથી ઊંચે કેઈ અધિકાર નથી એવા ત્રણ જગતના નાથ અહંન્ત-તીર્થકરને સિંહાસન પર બેસી, દેશનાવારિની અમૃતવર્ષા વરસાવવા સારુ સગવડભર્યું થઈ પડે તેવી એની કરામત હોય છે. ઘણે દૂરથી નજરે પડે એવા ત્રણ ગઢની રચનાવાળું ને સંખ્યાબંધ આત્માઓ પરસ્પરની અથડામણ વિના સરલતાથી બેસી શાંતચિત્ત ઉપદેશનું પાન કરી શકે તેવી ગોઠવણવાળું આ વ્યાસપીઠ અપૂર્વ દેખાય છે. અનુભવને એકાદ પ્રસંગ લાધે એવી ભાવના કોને ન હોય? તેથી જ મુનિ ઉદયરને ગાયું છે કે – સમવસરણુમાં બેસીને, જિનવરની રે વાણું, સાંભળશું સાચે મને, પરમારથ જાણુ. તે દિન કયારે આવશે ? ચારે તરફ પર્ષદા ભરાય, એમાં ચારે પ્રકારના દેવ-દેવીઓ, નર-નારીઓ, સાધુ-સાધ્વીઓ તો હોય જ. પર્ષદાના એ બાર પ્રકાર કહ્યા છે. ઉપરાંત તિયો પણ આવે. તેઓ બીજા ગઢમાં Page #299 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૨ ] પ્રભાવિક પુરુષો : રહી પ્રભુ જે કાંઈ બોલે તે સ્વભાષામાં સમજી શકે એવી જિનવાણીની અદ્ભુતતા છે. કહ્યું છે કે – देवा देवी नरा नारी, शबराश्चापि शाबरी । तिर्यंचोऽपि हि तैरश्ची, मेनिरे भगवद्गीरम् ॥ એમાં આશ્ચર્ય પણ શું? અણઘડ જિલ્લ જેવાએ “શર નથી* એવા એક વાક્યથી પોતાની ત્રણ સ્ત્રીઓને જુદા જુદા પ્રશ્નોને જવાબ આપી દીધો હતો તો પછી પ્રભુની અતિશયતાનું શું કહેવું? આઠ પ્રાતિહાર્યને ચેત્રીશ અતિશયની અદ્વિતીય લશ્મીવાળા શ્રી તીર્થકર પ્રભુ અશક્તરની શીતળ છાયામાં સિંહાસન પર વિરાજમાન થઈ માલકોશ રાગમાં જે સુંદર દેશના એક પ્રહર સુધી આપે છે એ વર્ણનાતીત હોય છે. એનાથી સંખ્યાબંધ આત્માઓના બીડાએલ હૃદયપદ્ધો વિકસ્વર થઈ જાય છે. વણપૂછયા સંશયે એકાએક વિનશ્વરતાને પામે છે અને સંખ્યાબંધ જીવમાં આત્મકલ્યાણની કેઈ અને ખી ઉત્તેજના પ્રાદુર્ભાવ પામે છે – અંતરના તાર ઝણઝણી ઊઠે છે. રાજગૃહીના આંગણે આવું સમવસરણ મંડાતા જ શ્રેણિક ભૂ૫ સપરિવાર વંદનાથે આવી પહોંચ્યા. નંદિષેણ પણ સાથે જ હતો. ભગવાન શ્રી મહાવીર ઉપદેશકાર્યથી પરવાર્યા ત્યારે મહારાજા શ્રેણિકે ચિરકાળથી મનમાં ઘેળાયા કરતો સેચનકહસ્તિનો પ્રશ્ન રજૂ કર્યો અને નંદિષેણ સહ એનો નેહ કેવી રીતે જાયે તે જાણવાની ઇતેજારી દાખવી. પ્રભુ બેલ્યા–“રાજન ! પૂર્વભવસંચિત વેર યા સ્નેહ આત્માએને ઘણું ભવ સુધી ઉદય આવે છે. જેને દેખીને પ્રત્યક્ષ કારણના અભાવે પણ રોષ પેદા થાય ત્યારે સમજવું કે એ પૂર્વભવને. શત્રુ છે અને એવી જ રીતે જ્યારે હેતનો ઉદ્ભવ થાય ત્યારે પૂર્વભવના સ્નેહનું કારણ અવધારવું. Page #300 -------------------------------------------------------------------------- ________________ નંદિષેણુ : [૨૮૩] પૂર્વે હાથી સેચનકનો જીવ શ્રીપુર શહેરમાં મખ નામના વિપ્રપણે વ્યવહાર ચલાવતો હતો, ત્યારે નંદિષેણનો જીવ સમીપમાં વસનાર અને સેવા કરનાર એક ભીમ નામને દાસ હતો. એક વેળા મખદ્વિજને સંખ્યાબંધ ભૂદેવોને અને સંન્યાસીબાવાઓને જમાડવાની ઈચ્છા ઉદ્દભવી. એને લગતી સામગ્રી એકઠી કરવામાં અને એ કાર્ય સાંગોપાંગ પાર ઉતારવામાં એણે ભીમની સેવા માગી. ભીમે શરત કરી કે “ઉપર્યુક્ત કાર્ય ઊકલી જતાં જે સામગ્રી બચે તે મારી મહેનતના બદલામાં મને આપવી.” શરત મંજૂર થઈ અને મખ બ્રાહ્મણને મનોરથ પૂર્ણ પણ થયે. જે નિર્દોષ ખાનપાન સેવાના બદલામાં ભીમના ફાળે આવ્યું તે તેણે હર્ષથી ઉભરાતા હૃદયે કંચન-કામિનીના ત્યાગી ને કેવળ મુમુક્ષુ એવા મુનિરૂપ સત્પાત્રને દાન દેવામાં વાપર્યું. ભાવનાયુક્ત આ દાનના બળે ભીમનો જીવ આયુષ્યના અંતે દેવલોકની કદ્ધિ પામે. દ્વિજમહાશય પણ અન્ય ભવમાં ભ્રમણ કરી આ ભવે હાથીપણું પામ્યા અને ભીમનો જીવ દેવગતિમાંથી આવી તારે ત્યાં પુત્રપણે ઉપયે. એ જ કુમાર નંદિષેણ. “મદોન્મત્ત સેચનક, કુળપતિને મારવા તાપસવંદ તરફ દોડતો આવ્યો, પણ વચમાં નંદિષેણને જોતાં જ એની સ્મૃતિમાં મંથન શરૂ થયું. વચ્ચે ઊભી રહેલી આ વ્યક્તિને મેં કઈ વાર પૂર્વે જોયેલી છે, એવી વિચારણા અંતરમાં ઉદ્દભવી અને માનવી કલ્પી પણ ન શકે એટલા સૂક્ષમ કાળમાં હસ્તિને જાતિસ્મરણ જ્ઞાન થયું. શ્રીપુરમાં વસતા પાડોશી તરીકેનો સંબંધ આંખ સામે તરવરી રહ્યો. સ્નેહના ઉમળકાએ વૈરવૃત્તિને ભૂલાવી દીધી અને કઈ નવું જ દશ્ય ખડું કર્યું, જે તમે સર્વેએ નજરે દીઠું. અહા ! દાનમાં કેવી અચિંત્ય શક્તિ છે? અપાત્ર ને સુપાત્રમાં પડવાથી એમાં મેટી તરતમતા પ્રગટે છે. એની પાછળ પરિણા Page #301 -------------------------------------------------------------------------- ________________ [૨૮૪] પ્રભાવિક પુરુષો : મની ધારાનું જીવંત પ્રાબલ્ય હોય છે તો એની ફળ દેવાની શક્તિ વિષ્ણુના વેગને પણ વટાવી જાય છે. કહ્યું છે કે – आनंदाश्रूणि रोमांच:, बहुमानं प्रियं वचः । तथानुमोदना पात्रे, दानभूषणपंचकम् ॥ દાનને એ ભૂષણોથી અલંકૃત બનેલ આત્મા વચમાં કોઈને અવરોધ ન નડે તો મુક્તિપુરીના દ્વાર પણ ખખડાવે છે. પ્રભુ શ્રી વીરની સંશયતારિણી વાણી શ્રવણ કરતાં જ રાજવી શ્રેણિકની અજાયબીને અંત આવ્યો પણ નંદિષણની તો દષ્ટિ જ ખુલ્લી ગઈ. સમ્યકકરણમાં રહેલી તરતમતા ઊડીને આંખે વળગી. તાપસ અને શ્રમણના જીવન વચ્ચેનો સ્પષ્ટ ભેદ નજરે આવ્યું. આશ્રમના ઉમૂલનથી કુલપતિને કેમ દુ:ખ ઉપજ્યું અને હસ્તિ પ્રત્યે તેમના ગુસ્સાને પારે શાથી છેલ્લી ડિગ્રીએ પહોંચ્યા ? તેનું કારણ પણ સ્પષ્ટ જણાયું. મુછા પરિવાહો કુત્તો અર્થાત્ જ્યાં સુધી અંતરમાં રહેલ દ્રવ્ય-પદાર્થ યા વસ્તુ પ્રત્યેની મૂછ યાને મમતા સર્વથા નિર્મૂળ થતી નથી ત્યાંસુધી વ્યક્તિ ભલે વેત કિંવા ભગવો અંચળ ધારણ કરે, ભલે એ સંસારની જંજાળથી બહાર નીકળી અરણ્યવાસ કે ગિરિકંદરામાં જઈને વસે છતાં એ પરિગ્રહ યાને આળપંપાળથી મુક્ત થઈ શકતી નથી. સાથોસાથ એ પણ સમજાયું કે જે મૂચ્છ-મારાપણાની કામનાનો સર્વથા નાશ કરી દેવાયો છે તો ભલેને પછી વ્યક્તિ મણિજડિત કાંગરાવાળા ને સુવર્ણ-રત્નગુંફિત ગઢમાં બેસે છતાં પંકજવતુ એ નિર્લેપ રહી શકે છે. માયાનો પાશ ત્યાં લાગતો જ નથી. સમભાવની ભૂમિકા પર વિચરતા એ આત્માને કંચનમણિના નથી પ્રલોભન હતા કે કથીર પાષાણના તિરસ્કાર સંભવતા. એની દષ્ટિ તો કઈ અનોખા ધ્યેય પાછળ એકતાર બની હોય છે. એનું નામ સાચી મુમુક્ષુદશા છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ નંદિષણ : [૨૮૫] પ્રભુને પ્રણામ કરી કુમાર પિતાની સાથે પાછો તો ર્યો, પરંતુ કોઈ જુદા જ નિશ્ચયને ધારણ કરીને. સંસારીજીવનની એની પરાશુપતા છુપી તો નહાતી જ, પણ હવે અમલમાં મૂકી સંસારને લાત મારી સાધુતાના પંથે પળવાને નિરધાર એણે જાહેર કર્યો. માતાપિતાના કાને એ વાત પહોંચી. એમાં યેન કેન પ્રકારેણ વિલંબ કરવાની મસલતો પડી ભાંગી. ભૂપનું આશ્રયસ્થાન તો શ્રી મહાવીર, એમના પર શ્રેણિકની અટલ શ્રદ્ધા. એના બળે જ જ્ઞાન–ચારિત્રમાં તદ્દન મંદતાવાળા શ્રેણિક રાજવી ઉન્નત પંથના પથિક બનવાના. કેવળજ્ઞાની પ્રભુએ નંદિષણની સંયમ માટેની ઉલટ જોઈ, એ સાથે સત્તામાં રહેલ ભેગાવળી કર્મ પણ નિહાળ્યું. એ કુમારનું હવેનું જીવન વિલક્ષણતાભર્યું જોયું. દીક્ષા માટેની ઉતાવળ ઈષ્ટ ન લાગી, જ્ઞાનમાં દીઠેલી વસ્તુ ભૂપને કહી. એ સધિયારો લઈ શ્રેણિક નંદિકુમાર પાસે પહોંચ્યા. ભાગવવાના બાકી રહેલ કમની યાદ આપી, પણ નિશ્ચય એટલે અટળ-ફર, એ મંતવ્યવાળા કુમારને એની કંઈ જ અસર ન પહોંચી. “ પુરુષાર્થ પાસે કમ તા રાંકડું છે,” એમ કહીને તેઓ સાધુ બન્યા. ત્યાં આકાશવાણું શું કરે? આનું નામ જ ભવિતવ્યતા. હાણહાર એનું બીજું નામ. એ ફેરવવાનું સામર્થ્ય ન તો ચકી કે તીર્થપતિના હાથમાં પણ સંભવે. જો કે અરિહંતો અનંત બળના સ્વામી હોય છે, છતાં પણ પંચ સમવાયના ધોરણે ચાલતી વિશ્વનિયંત્રણમાં એને ઉપયોગ ન જ કરે. મૈનપણે કુદરતને એને ભાગ ભજવવા દે. મહાપુરુષોને એ જ સનાતન રવે છે. - સાધુતાનો અંચળો ઓઢી થોડા સમય પૂર્વેના કુમાર નંદિષેણ રાજગૃહીના સીમાડા ઓળંગી ગયા. અડગ નિશ્ચયથી અને સંગીન મનોબળથી મુનિપણાના આચાર પાળવા લાગ્યા. પ્રમાદના પંજામાં ફસાયા વગર સતત ધમધ્યાનમાં અને જ્ઞાનાજનમાં રક્ત રહેવા લાગ્યા. આ રીતે સ્વ આત્માને ઘણું ઉચ્ચ Page #303 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૬ ] પ્રભાવિક પુરુષો : ભૂમિકા પર લઈ ગયા. તાપસ–સંન્યાસી કે જેગીબાવાના જીવનમાં અને સાચા ત્યાગી કે સમજુ અણગારના જીવનમાં કેટલો મટે તફાવત રહેલો છે એ સ્વયં અનુભવી રહ્યા. એક તરફ અજ્ઞાનભરી કરણને-માનપાનની મહેચ્છાનો ડગલે ને પગલે સાક્ષાત્કાર થાય છે ત્યારે બીજી બાજુ ચેમ્બુ નિર્લેપ જીવન-સમ્યફજ્ઞાનયુક્ત કિયાના દર્શન-નજરે પડે છે. આવા ચિંતનશીલ આત્માને પણ મેહભૂપે સપાટામાં લીધા. અવશેષ ભેગાવળી કમ અબાધાની હદ ઓળંગી જ્યાં ઉદયના આંગણામાં પ્રવેશ્ય, ત્યાં જાગૃત ને દઢ એવા નંદિષેણ મુનિને વિકારના ભાવો ઉદ્ભવવા માંડ્યા. એ સામે તપના તેજસ્વી શસ્ત્રને ચમકારે દાખવવામાં કચાશ ન રાખી, દમનના પ્રત્યેક માર્ગોનું અવલંબન લેવામાં નંદિષેણઋષિએ જરા પણ કાયરતા ન દેખાડી, પણ જ્ઞાનીના વચન ટંકશાળી નિવડ્યાં. નિકાચિત કર્મને તપાવી એની અસર હળવી કરવાનું જેનામાં પરાક્રમ છે એવો તારૂપ અગ્નિ પણ આ કર્મોદયરૂપ વ્યાધિ પર કારગત ન નિવડ્યો. ભેગકર્મની નિકાચિતતા ઠારવાનો અન્ય કોઈ માગ ન લાધતાંઆ માનસિક વ્યથાને અન્ય કોઈ ઈલાજ ધ્યાનમાં ન આવતાંસ્વપ્રતિજ્ઞાન નિર્વાહ કરવાના શુભ ઇરાદાથી મુનિ નદિષેણ પર્વત પરના પૃપાપાત કે ગળે ફાંસો દઈ આપઘાત કરવાના ભીષણ પંથ પર્યત પહોંચી ગયા, પણ નિરુપકમી આયુષ્યવાળા આત્માઓને ઓછી જ એ કષ્ટોની અસર થાય છે, પુન: દેવવાણી સંભળાણું-હાણહારની સામે થવાનો મિથ્યા પ્રયાસ છોડી દેવાની ચેતવણું મળી. એ રેડ સીગ્નલનું ઉલ્લંઘન કરવાનું ભયંકર જોખમ ન સેવવાની તાકીદ થઈ. આટઆટલા પ્રયાસ છતાં શું વ્રતમાં અતિચાર લગાડે પડશે?” આવી શંકાને ઉદ્ભવ હૃદયના એક ખૂણામાં ઉદ્ભવ્ય, એ સાથે અન્ય વિચારબિંદુઓ પણ આવીને જોડાયા. Page #304 -------------------------------------------------------------------------- ________________ નર્દિષણ : [ ૨૮૭ ] ( મારા જેવા રાજપુત્ર આવી પવિત્ર વસ્તુ પ્રાપ્ત કરી, વર્ષોના વર્ષો સુધી જેનું નિરતિચારપણે પાલન કર્યું. એને છેડી દે! અરે! એ પવિત્રતા પર મશીના કૂડા ફેરવે ? વ્રતભંગ કરતાં તે અગ્નિમાં પડી બળી મરવું કે જીવનને અકાળે અંત આણવા શુ ખાટા ? ' ત્યાં તેા સ્મૃતિના ઢગલામાંથી અવાજ ઊડ્યો: ‘એ પથ પણ હું આત્મા ! તે કયાં નથી જોયા ? એ માર્ગે ગયા છતાં આયુદારી તૂટી જ નહીં ત્યાં શું થાય ? જો મનેાખળી કે બાહુબળીના ધાર્યા જ થતાં હાય તા વિશિષ્ટ જ્ઞાનીઓનાં વચન અ કચાંથી રહેવાનાં? પણ કેવળજ્ઞાનીનુ ટ્વીટુ ક્રોડાગમે યત્નાથી કે અમર્યાદિત પરાક્રમેાથી પણ ખાટુ' નથી નીવડવાનું. એમાં જ આત્માની શક્તિ કરતાં જ્ઞાનની ગરિમા છે. જો એમ જ છે તે પછી કિસ્મત સામે બાથ શી ભરવી ? ’ X × ,, “ ધર્મલાભ ! ” મનેાહર હવેલીનાં પગથિયાં ચઢી ઉંમરમાં પગ મૂકતાં જ શ્રમણે ઉચ્ચાર કર્યાં. * " એકાએક ધરતીકંપના આંચકા લાગે ને ઊંઘતા માનવી અમકીને જાગી ઊઠી ચાતરફ આંખ ફેરવે તેની માફક આવાસના ઉંબરે પગ મૂકી, એક શ્વેત વસ્ત્રધારી, સુદરાકૃતિ સાધુને ‘ ધર્મ લાભ ” રૂપ શબ્દોના ઉચ્ચાર કરતાં જોઇ, માત્ર અનુચરવ જ નહિ પણ ખુદ્દે મહાલયની સ્વામિની સ્વસ્થતાને ધારણ કરતી અને આશ્ચર્ય થી પગલા પાડતી સામે ખડી થઇ ગઇ. સાધુનુ આગમન આ સ્થાનમાં પહેલું જ હતું. આ રમણીની દેહલતા કમળદડની કામળતાને યાદ કરાવે તેવી હતી. એની આંખા જોતાં જ મૃગનયનની ઉપમા આપવા મન લલચાતુ. કૃષ્ણવી કેશકલાપ કિટતટ સુધી એવી સુંદર Page #305 -------------------------------------------------------------------------- ________________ [ ૨૮૮ ] પ્રભાવિક પુરુષ : રીતે વિસ્તર્યો હતો કે જાણે એકાદ નાગિણી વળાંક લેતી દરમાંથી બહાર નીકળી રહી હોય. મુખાકૃતિ ને વક્ષસ્થળ જોતાં જ જાણે ખીલતું વન આ લલનાના દેહ પર જ એકઠું થઈ તનમનાટ કરી રહ્યાનું–વિલાસી જીવનની કઈ અમર્યાદ દશાનું ચિત્ર રજૂ કરતું હોય તેમ લાગતું. ધર્મલાભ” ના ઉત્તરરૂપે કંઈ પણ ક્રિયા ન થતી જોઈ, મુનિ ધરતી સામે નેત્રો રાખી પુનઃ બોલ્યા. ગોચરી અર્થે આવેલ આ ભિક્ષુકને કંઈ દેવા જેવું છે?” મહારાજ ! માર્ગ ને મહોલ્લે બને ભૂલ્યા લાગો છો.” હાસ્યથી જેની મુખાકૃતિ પ્રફુલ્લિત થઈ છે અને મજાકવૃત્તિને જેના નેત્રોમાં સ્પષ્ટ ભાસ થાય છે એવી તે યુવતી બેલી, ને વિશેષમાં કહેવા લાગી કે “આ તો પણ્યાંગનાનું મંદિર છે. અરે ! અખંડ સૌભાગ્યવંતીનો વાસ છે. અહીં ધર્મલાભની વાત કેવી? સદાકાળ અહીં તો અથલાભ અને કામલાભનું એકછત્ર રાજ્ય પ્રવર્તે છે ! જ્યાં “ધર્મ” એ કઈ ચીડિયાનું નામ છે તેની ખબર સરખી નથી ત્યાં એના લાભની તે શી વાત? ભિક્ષુકને માટે કે અકિચનતાની ફિલસૂફી સમજાવનાર માટે આ સ્થાન નથી. દૂરથી જ એને રામરામ કરવા ઘટે. સોનામહોરની થેલીઓ લાવે અને મનગમતી મેજ મેળવે, જાતજાતની વાનીઓ આરોગે, વિવિધ પ્રકારના વિલાસ માણું, મદનના તાપથી તપ્ત થયેલ શરીરને યથેચ્છ શીતળતા અર્પે. એ જ અમારું ધ્યેય અને એમાં જ અમારી જિંદગીની સફળતા !” મુનિશ્રી અકિંચનતા ગુણની મશ્કરી થતી જોઈ, તરણમાંના એક તૃણને ખેંચી લબ્ધિબળે સુવર્ણ મહોરે વરસાદ વર્ષાવતાં મુનિ નંદિષેણ બેલ્યા: “લલના! સાચે જ હું વિવેક વિસર્યો. Page #306 -------------------------------------------------------------------------- ________________ કુમાર ન ન દિષણ [ ૨૮૯ ] આવ્યે. આ વેશ્યાગૃહ છે એવા ખ્યાલ સરખા પણુ મને ન નજીકમાં અન્ય આવાસામાં પણ આ જ સ્થિતિ છે કે શું ? ધાળી ને કાળી આજીના આ યાગ પણ વિચિત્ર. ’’ 8 “ મહારાજ ! વિચિત્ર શું છે? કુલીન ગણાતાં કુટુ એ જ્યારે ધર્મ –નીતિની મર્યાદા એળંગી જઇ, પ્રામાણિકતામાંથી પીછેહુડ કરી, નારીવૃંદમાં પણ પુરુષવર્ગ જેવા જ આત્મા છે એ નીતાંત સત્ય વિસારી મૂકી, લેવાદેવાનાં કાટલાં જુદાં રાખે ત્યારે એ અકથ્ય ને અખાલ વ્યથા હેઠળ ડગલે ડગલે પીસાતે પીડાતા ને કચડાતા નારીસમુદાય કયાં જઇ શાંતિ મેળવે ? અરે! કયાં બેસી ઘડીભર હાના ઉચ્ચાર કરે ? એટલે જ કુલીનતાના અંચળા હેઠળ કાલિમાને છુપાવુ પડે છે, એટલે પ્રતિષ્ઠાસંપન્ન ઘરાની શ્રેણીમાં જ ઘર હેાવા છતાં પ્રતિષ્ઠાનું અંદરખાને લીલામ ખેલાતું હાય છે, એટલે જ અનિચ્છાએ · ઉપર ધેાળું ને અંદર કાળુ ’ એવેા દંભી દેખાવ ધારણ કરવા પડે છે! વેશ્યાગૃહે એ સમાજની નીતિમત્તા ને સદાચાર પર જેમ કલક સમા છે અને વેશ્યાજીવન જીવતી નારીએ એ ગારવભર્યાં નારીસમાજની કલકત માજી છે, એ જેટલું સાચુ છે એટલું જ સાચું એ પણ છે કે એનાં ચણતરમાં પુરુષજાતિનાં અત્યાચાર ને અમર્યાદ વર્તનના લાંખે ઇતિહાસ છે. પુરુષપ્રધાનના ફાંકા રાખનાર નરસમુદૃાયની અપરિમિત સત્તાનું હૃદયદ્રાવક પ્રદર્શન છે. જવાબદારી અદા કરવાને અદલે એને દુરુપયેાગ કરવાથી તૈયાર થયેલું એ ધૃણિત રેખાચિત્ર છે. વેશ્યાજીવન જીવવું નારીને રુચિકર તેા ન જ હાય પણ પુરુષતિ તરફથી ક્રજીયાત એમાં હડસેલાય ત્યાં શું થાય ? ” “ આઈ ! તારા કથનમાં સત્ય હશે, છતાં દુન્યવી વિષયેાથી દૂર ભાગનાર એવા મારા સરખા નિગ્રંથ આગળ એ હાયવરાળ ઠાલવવાથી શેા લાભ ?” ૧૯ Page #307 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૦ ] પ્રભાવિક પુરુષો : સાધુજી ! કુબેર સટ્ટશ શક્તિવંત એવા આપને એને ખ્યાલ કરાવવા જરૂરી છે કેમ કે સમાજને આપ ઉપદેશદ્વારા ધારીતા ઉન્નત બનાવી શકે છે. ભૂતકાળમાં મે સાધુજીની વાત સાંભળી છે. સતીએનાં ચિરત્રા અને બ્રહ્મચર્યની ઉત્તમતા વિષે જેમ સાંભળ્યું છે તેમ ‘નારી નરકની ખાણુ ને પાપનું પૂતળુ` છે ’ એવુ પણ સાંભળ્યું છે, પરંતુ એ પછીનું જે જીવન મેં અનુભવ્યું છે તે જોતાં મારી એ વાતની શ્રદ્ધા ધ્રૂજી ઊઠી છે. કેવળ નારી જ દોષાનું ઘર છે અને નર ગુણનું પૂતળુ જ છે એ માનવા હું તૈયાર નથી. નારીજાતિને જેટલા અન્યાય થયા છે અને જેટલી યાતનાએ ભાગવવી પડી છે એમાં પુરુષની પ્રેરણાના કાળા હેાવા છતાં એ એમાંથી છટકી જાય છે. આપ જેવાના ઉપદેશમાં પણ નારીના જેટલી સખત ઝાટકણી પુરુષની નથી કરવામાં આવતી, એ જોઈ મને ખરેખર અચ એ થાય છે.’’ 66 લલના ! તું કાઇ કુલીન ને સમજી જણાય છે. કડવા અનુભવથી આવેગ ને ક્રોધના જોરે આ અધમ દશામાં ઘસડાઇ લાગે છે, નહિ તેા સતીઓનાં જીવન એક વાર જેના કાને પડ્યાં હાય તે આ દશામાં લેપાય ? ” “ તાધન ! આપની વાત સાચી છે. વીતરાગના ધર્મ સાચા છે. જે કઇ કચાશ છે તે કયાં તે ઉપદેશકેાની અથવા તેા શ્રોતાએની; નહિં તે એ પણ પ્રભુના જ શાસનમાં દર્શાવાયું છે કે– સ્ત્રી યા પુરુષ ઉભયમાં સમાન આત્મા રહેલા છે. તીર્થંકર જેવા લેાકેાત્તર પુરુષને જન્મ આપનાર માતા રત્નકુક્ષી કહેવાય છે. મેાક્ષ મેળવવામાં ઉભયને સરખા હક્ક છે. અરે! પાપ કરવામાં પુરુષ સ્ત્રીને ટપી જાય છે તેથી તેને માટે સાતમીનાં દ્વાર ઊઘાડાં છે જ્યારે નારી તેા છઠ્ઠી નરક સુધી જ જાય છે. એક ગૃહની અંદરના વહીવટની સ્વામિની, જ્યારે અન્ય બહારના Page #308 -------------------------------------------------------------------------- ________________ કુમાર ન દિષણ : [ ૨૯૧ ] વ્યવસાયના કર્તાહર્તા. ઉભય અર્ધા અંગેા મળીને ધર્મ, અર્થ ને કામરૂપ ત્રિવર્ગ સાધી સતત ચાથા વની તૈયારી કરનાર એક આખું અંગ અથવા તેા સ્ત્રી-પુરુષરૂપ એક યુગલ. વળી તપ ને સુશ્રૂષામાં નારીને નંબર આગળ જ. ધર્મ શ્રદ્ધામાં અને એના પાલનમાં પણ તેવી જ સ્થિતિ. જ્યાં આવું ઉત્તમ નિધાન છે એ શાસનમાં પણ પુરુષવર્ગ તરફથી નારીજાતને અન્યાય કરાતા હાય, એના દુ:ખ સાંભળવા જેટલી આગેવાનાને ધીરજ ન હાય અને અધૂરામાં પૂરું ત્યાગીએ પણ નારીજાતની નિંદા સંભળાવતાં હાય ત્યાં મારા જેવી અમળાની આસ્થા હાલી ઊઠે તેમાં શી નવાઇ? “ યુવતી ! તારી વાતમાં સત્ય છે. તને પુરુષજાતિની કઠારતા ને હૃદય-શૂન્યતાથી ઘણું વેઠવુ પડેલું જણાય છે; છતાં સર્વત્ર એમ નથી હાતું. વળી કેટલાક ઉપદેશકેા કેવળ અધ્યાત્મ ને વૈરાગને માટે એકાંતે વિચારવા નારીજીવનનું જે દોષયુક્ત ચિત્ર દોરેલુ છે. તેને વારવાર વ્યાખ્યાનકાળે ભાર દઈ વર્ણવે છે એથી કેટલીક વાર સ્ત્રીજાતિમાં કેાઇ જાતનું પ્રશંસનીય તત્ત્વ જ નથી, કેવળ તે દેાષાની ભરેલી પૂતળી જ છે એવી માન્યતા જોર પકડે છે એ પણ સાચું છે, છતાં તારા જ કથનથી એ તા પૂરવાર થાય છે કે એની જવાબદારી નથી તેા ધર્મના પ્રણેતાને શિરે કે નથી તેા જૈનધર્મના માથે. એ પરિણામ તા માત્ર વ્યાખ્યાતાની એક બાજુ જોઇ વર્ણન કરવાની ઊણપને આભારી છે. જૈનધર્મમાં સ્ત્રીનુ સ્થાન દાસી તરીકેનું નહિં પણ પુરુષના મિત્ર જેવું છે. ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણનાર ને ઉન્માર્ગે ત્યજી સન્માર્ગ પકડનાર માટે ત્યાં ગારવવંતુ સ્થાન છે. હજુ પણુ મન મજબૂત કરી તુ આ કીચડમાંથી નીકળી જા. ,, મુનિરાજ! આપની વાત સાચી છે. સાચા રાહ તેા બ્રહ્મ ચ યુક્ત જીવનને જ ગણાય, પણ અધૂરી આશાવાળી હું જ્યારે tr Page #309 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૨ ] પ્રભાવિક પુરુષા : ભવિતવ્યતાના જોરે અહીં આવી પડી છું ત્યારે એમાંથી છૂટવા સારું કાઇને સધિયારા તા જોઇએ જ ને ? મેં આ જીવનમાં પુરુષજાતિના સંસર્ગમાં આવી જે કડવી ને કલેજે કાણું પાડે તેવી નાંધા સંગ્રહી છે તે પર પૂર્ણ વિમશ-પરામર્શ ન થાય, ચર્ચાદ્વારા મારા હૃદયમાં ભોંકાયેલ એ ક્રૂર કાંટા દૂર ન થાય ત્યાંસુધી અહીં ઠરીઠામ થયેલી પુન: પાછી જગતના બજારમાં ધકેલાવા નથી ઇચ્છતી. સાધ્વીજીવનના પુનિત પ્થે જવાની મારામાં હજી શક્તિ નથી આવી. આપે અને લાભ કરી મારું મન હયું છે. આપનામાં જેમ એ શક્તિ છે તેમ સામાના અંતરમાં સાચા ધમ પ્રેરવાની શક્તિ પણ દૃષ્ટિગાચર થાય છે. આપની મુદ્રા એ વાતની સાક્ષી પૂરે છે. આપ જો સાચે જ ધર્મ લાભ આપવા ચાહતા હૈા તે, મારા પતિત જીવનમાંથી મને ઉદ્ધારવા ઇચ્છતા હૈા તે મારા સંસર્ગમાં રહી દુનિયાના ચેાકમાં, બાહ્ય ઉજજવળતા ધારણ કરી મરદજાતિ કેવા દાવા ખેલે છે એના અભ્યાસ કરી, એની સુધારણા માટે કેાઇ ચેાજના ઘડવા ધારતા હૈ। તે અહિં સ્થિરતા કરે. આપ જ્યારે અકસ્માત અહીં પધાર્યા છે. તેા ભાવીને એમાં અવશ્ય કંઇ સ ંકેત હશે જ. પુરુષદ્રેષિણી હું આપના દર્શીનથી પહેલી જ વાર મહાત થઇ છું. આપના પ્રત્યે મને કુદરતી પ્રેમ પ્રગટ્યો છે. ’ તરુણી ! જન્મથી જ જેના અંતરમાં વેરાગની છેાળા ઉછળી રહી છે અને અદ્યાપિ પર્યન્ત જેણે કાઇ કામિની પ્રતિ સરાગ નજરે આંખનું મટકું પણ નથી માર્યું તે તારા સરખી રૂપજીવીના વચનમાં તથ્ય જુએ છે, અરે લાભાય છે, એના મસ્તિષ્કમાં કાઇ અનેાખી તરંગશ્રેણિનાં નૃત્ય ચાલી રહ્યાં છે, એમાં પણ વિત વ્યતાના જ સંકેત હશે ને? પણ આ પવિત્ર જીવનનું અધ:પતન કેમ કરાય ? એ વિચાર મને મૂંઝવી રહ્યો છે. ” “ તપસ્વી ! કાં ભૂલેા છે!? સાચા ચાન્દ્વો તે! સામી છાતી 66 Page #310 -------------------------------------------------------------------------- ________________ કુમાર નંદિષેણ : [ ૨૯ ] એ જ સમર ખેલે છે. એને કામિનીના હાવભાવ, કટાક્ષબાણ કે અંગસ્પર્શે નથી ચળાવી શકતા. એવા અનુકૂળ ઉપસર્ગોને વખતે એની અડગતા મેરુપર્વત સમી હોય છે. જે આપનું મન મજબૂત હશે તો હું જાતે તમને ગમે તેવા યતવડે નહીં જ લલચાવી શકું. આ મારું અનુભવનું વચન છે. મારી જોડે મોજ માણવા આવનાર સંખ્યાબંધ આત્માઓ છતાં મેં મારી ઈરછા વગરના એકને પણ શમ્યાભાગી બનવા દીધો નથી. એના પ્રલોભનોને ઠેકર મારી, એના ધનભવને ખંખેરી નાખી, આ સ્થાનમાંથી અર્ધચંદ્ર આપતાં જરા પણ વિલંબ લગાડ્યો નથી. આપ માને કે હું વેશ્યા તરીકે ઓળખાઉં છું છતાં ગમે તેને કે ગમે તેવી રીતે દેહને વિકય કરનારી ધનપિપાસુ બજાર સ્ત્રી તો નથી જ. સંગવશાત્ શિયળની નિર્મળતા નથી રાખી શકી, છતાં એના ભંગ વખતે રાચીમારી નથી. વિકારનો અતિરેક પણ થવા દીધો નથી. એક રીતે કહું તે જે પુરુષજાતિએ મારો સર્વનાશ કર્યો છે તેના પ્રતિ વેર વાળવાના એક માત્ર ઈરાદાથી જ મેં મારું જીવન ખરચ્યું છે. સનેહભાવે કે સાચી પ્રીતિએ મેં કેઈને સંસર્ગ રાખ્યું નથી. મનમાં વૈરશમનને ભાવ જન્મતાં જ ગમે તેવા ચમરબંધીને ધક્કો મારતાં વિલંબ નથી કર્યો. એ પ્રકારે હદયશૂન્યોને નિચોવી જે દ્રવ્યસંચય કર્યો છે એમાંથી વિલાસના માર્ગે જુજ ખરચ્યું છે, બાકી ગુપ્ત રીતે એ દ્વારા કેટલા ય કરમાઈ જતા જીવને, કેટલી ય કટાણે ચીમળાતી કળીઓ, અને મારી માફક વગરવાંકે ચગદાઈ જતી વામાઓને પંથ ઉજાળવા પ્રયાસ કર્યો છે. એ જાણવું હોય તો મારા સાચા સહચર બને.” વાચકઆટલું લંબાણ અન્યત્ર નહીં મળે. એની શોધ પ્રોજન પણ નથી. શાસ્ત્રકાર કહે છે કે ભવિતવ્યતાના જેરે મુનિ નંદિષેણ ગોચરી અર્થે વેશ્યાગૃહે ગયા અને Page #311 -------------------------------------------------------------------------- ________________ [ ૨૯૪ ] પ્રભાવિક પુરુષો : 6 પોતે જ સાધુ-સમાજથી અગેાચર થયા. આવેા પ્રબળ વૈરાગી જેની ગેાદમાં ફસાય એ લલના પણ જેવી તેવી ન જ હાય. ઉભયના ચેાગદ્વારા જ કરાજા પેાતાની સત્તા કેવી પ્રબળ અને અટળ છે તે દર્શાવે છે. એ ચેાગ પૂરવાર કરે છે કે · વેશ્યા કહેવા માત્રથી અધમ જ હાય એમ માની લેવાનું નથી. એ ક્ષેત્ર પણ ઉપદેશ અને ઉદ્ધાર માગે છે અને એ વાત પણ સાથેસાથ પુરવાર થાય છે કે સંયમના ઉપરછઠ્ઠા નિયં ત્રણ ઝાઝા ફળદાયી નથી. અગ્નિને ઢાંકણુ ઇષ્ટ નથી, એને તેા નાશ જ જરૂરી છે. ‘ ઉપશમ ’ને અમુક સમય પ``ત ભલે વધાવી લેવાય છતાં અગત્ય તેા છે ‘ ક્ષય'ની જ છે. પછ્યાંગનાની ચિત્રશાળામાં અહિનેશ ષટ્સ લેાજન જમતાં, એ પ્રમદા સહ યથેચ્છ ક્રીડા કરતાં, પતિત મુનિ ન ંદિષેણુ એક, એ નહીં પણ માર વર્ષો સુધી રહ્યા. કોઈ વિરલ પ્રસંગમાં જ અગ્નિ નજીક ઘી પીગળ્યા વગર રહે. એ શૈાય નદિષણ ન દાખવી શકયા, છતાં પતનમાંથી પણ પ્રગતિ કરવાના પ્રસંગ લાધે એ સારું પ્રતિજ્ઞા એવી કરી કે– જાતે પતિત થયા છતાં અહીં આવનાર કામી જનેામાંથી જ્યાં સુધી દશ વ્યક્તિઓના ઉદ્ધાર કરી, સાચા સંયમસિક ન બનાવું ત્યાં સુધી ભેાજન ન જ કરું, ’ પ્રતિજ્ઞા ક્ષત્રિયબચ્ચાની હતી. પતન થયા છતાં વસ્તુની પરીક્ષા ગઇ નહેાતી. દૃષ્ટિમાં વિકાર પેઠેલા હતા, છતાં દૃષ્ટિબિન્દુ ધ્રુવ સમ નિશ્ચળ હતું. એ જોરે એ પ્રતિજ્ઞા દૃઢપણે પાળી. એમાં મુનિપણાના અનુભવ, વસ્તુસ્વરૂપ સમજાવી અન્યને ગળે ઉતારવાની વિલક્ષણ લબ્ધિ અગ્રભાગ ભજવતી. એના સહકારમાં પ્રેયસી વેશ્યાને ફાળા નાનાસના નહાતા. કામીઓની લાલચુ ચક્ષુઓ એનામાં કોઇ પતિવ્રતા સમુ' અનેાખુ તેજ જોતી. જે કાર્ય પતિતમુનિની ભાષાથી પર બનતું તે કાર્ય વેસ્યા એવી અંગના નર્દિષણ પ્રત્યેના ગાઢ રાગથી પેાતાનુ જીવન ખુલ્લુ Page #312 -------------------------------------------------------------------------- ________________ કુમાર નંદિષેણ : [૨૫] કરીને સાધતી. એની અનુભવથીના અકેક ફકરાએ કેટલાય આત્માઓને અલ્પ સમયમાં જ સંયમ ઉસુક બનાવેલા. લોકોક્તિ તો એ છે કે-જાતે આચરી બતાવે ત્યારે જ બીજાને એની અસર થાય, છતાં અહીં તે આશ્ચર્યજનક વાત રોજની થઈ પડી કે વિવિધ પ્રકારે વિલાસયુક્ત જીવન જીવતા પ્રેમી યુગલની સમજાવટથી દશ, દશ આત્માઓ સંસારને અસાર ગણી ચાલી નીકળતા. કપિલ જેવો પ્રશ્નકાર મરિચીને મળે તેમ અહીં બાર વર્ષની અવધિના છેલ્લા દિવસ સુધી કેઈ ન જ મળે. આમ પતિતોએ સંખ્યાબંધને પડતા બચાવી ઊંચે ચડાવ્યા. પાના પુસ્તકે નોંધ નંદિષણના નામે ચઢી છે છતાં વેશ્યાની સંપૂર્ણ અનુકૂળતા વિના એ આકરી પ્રતિજ્ઞા ન જ ફળવતી થાત. અહીં એક વાત જરા પણ વિસ્મૃત થવા દેવી ન ઘટે કે, વેશ્યાગૃહે રતિવિલાસમાં લયલીન બનેલ નંદિષેણ સાધુજીવનની સૈરભ કે એની નિયમાવળી અભરાઈ પર ચઢાવ્યા છતાં “ભવિતવ્યતા” જરા પણ ભૂલ્યા નહોતા. ગુપ્તપણે એ વિધિ કે ચમકારે દેખાડે છે એની માર્ગ પ્રતીક્ષા કરતાં છતાં આવેલ પરિસ્થિતિને ન્યાય આપી રહ્યા હતા. બાર વર્ષના સંપર્કથી–ભિન્ન દિશામાં જેમનું સામર્થ્ય ખરચાયેલું છે એવા આત્માઓના મરજીયાત સંગથી–ઉભય વચ્ચે ખુલ્લા મનથી ઘણા ઘણા સવાલોનું નિરાકરણ અને કેટલા ય વિશિષ્ટ તાનું સ્પષ્ટીકરણ થઈ ચૂકયું હતું. પ્રારંભકાળની વેશ્યા અત્યારે પણ એ જ નામે ઓળખાતી હતી છતાં ચારિત્રમાં ઘણી રીતે બદલાઈ ગઈ હતી. એના હૃદયમાં પાપના પાયશ્ચિત્ત તરીકે આજીવન બ્રહ્મચર્ય ધરવાના કેડ જમી ચૂક્યા હતા, પણ નંદિષેણ જેવા રસિક ને શક્તિસંપન્ન નેહ એને અમલ કરવા જેટલી ધગશ નહોતી પ્રગટવા દેતો. રાગના બંધન લોખંડની શૃંખલા કરતાં પણ વધુ કાતિલ ને કષ્ટદાયી હોય છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ [૨૬] પ્રભાવિક પુરુષો : પ્રસંગ એવો બન્યા કે બારમા વર્ષના છેલ્લે દિવસે નવ જણને પ્રતિબોધ્યા છતાં એક દશમે માણસ કેઈપણ ઉપાયે સમજે નહીં. એની સામે નંદિષણની દલીલો નિષ્ફળ નિવડી. લબ્ધિ છતાં લાભ ન મળે. વારંવારના ઉપદેશ છતાં વર્ષોથી જેમ મગરોલ ન ભીંજે તેમ એ અબૂઝ જ રહ્યો! પ્રેયસી વેશ્યાની પણ જબરી કસોટી થઈ. ત્રણ ત્રણ વાર રસવતી ગરમ બનાવી ને સ્વામીના આગમન અભાવે ઠંડી પડી ગઈ. આજે આ શું થયું ? આટલો વિલંબ કઈ દિ' નહીં ને આજે કેમ ? એ જાણવાની જિજ્ઞાસાથી તે ચિત્રશાળામાં દોડી આવી. જોયું તો નવ ગયા છે પણ દશમે બાકી છે, કેમે કર્યો બોધ પામતો જ નથી અને પ્રતિજ્ઞાપાલન વિના જમણ કેવું ? બેધ પમાડે જ છૂટકે ! “ત્યારે, દશમાં તમે પોતે. રસોઈને તે ક્યાંસુધી ઊની ટાઢી કર્યા જવી? ” વેશ્યાએ કહ્યું. ખેલ ખલાસ, કુદરતને સંકેત-ભાવીને ઇસારે. એ સમજવા નંદિષેણ સદા ઉત્સુક રહેતા. વેશ્યામુખમાંથી “દશમાં તમે” નો ઉચ્ચાર થતાં જ ખીંટી પર ભરાવેલા ઉપકરણે લઈ પોતે ચાલી નીકળ્યા. પ્રેયસીને પ્રેમાળ શબ્દો કે એની વિરહની વાતો એને ન જ રોકી શકી. પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી પુન: સાધુતાને અંચળો ઓલ્યો. જેટલા જોરથી પતન થયું એ કરતાં અધિક શાયથી ઉદ્ધાર પણ . મુનિચરણમાં મસ્તક નમાવી વેશ્યાએ આજીવન બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું. શ્રાવિકા જીવનની ઊંચી ભૂમિકામાં બાકીનું આયુષ્ય ખરચ્યું, નંદિષેણ મુનિએ બાર વર્ષનો અનુભવ, ઉપદેશદ્વારા સંખ્યાબંધ આત્માઓને પ્રબોધવામાં સુંદર પ્રકારે કામે લગાડ્યો. તપથી કાયાનું દમન પણ ચાલુ જ રાખ્યું. જોતજોતામાં ગુમાવ્યા કરતાં વધારે મેળવ્યું અને મોક્ષમાર્ગના પથિક બન્યા. એમના જીવનની પૂર્ણાહૂતિ સાથે આ માળાનું ચોથું ગુચ્છક પણ પૂર્ણ થાય છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ પુણિચા શ્રાવક પ્રભુ શ્રી મહાવીર દેવના સમયમાં થયેલાં જે પ્રભાવિક પુરુષાની માળા ગુંથવા માંડી છે તેના ચાર ગુચ્છકે પૂર્ણ થઈ ગયા છે. એ માળાનું પાંચમુ અને છેલ્લું ગુચ્છક આરંભાય છે. પૂર્વવત્ આ ગુચ્છકમાં પણ ચાર પુષ્પા જ ગુંથવાના છે; આમ છતાં એમાં અગાઉ કરતાં ઘેાડી વિલક્ષણતા પણ રહેલી છે. પૂર્વના શ્રેણીપુત્રા કે રાજપુત્રાવાળા ગુચ્છક પ્રમાણે આમાંનાં પુષ્પા સમાનર ંગી નથી પણ ભિન્નરંગી છે. એમાં જ એની વિશિષ્ટતા છે. નિર્ધન–ધનિક–નાથ અને અનાથના યેાગ સાધ્યા છે એટલે પરસ્પર વિરોધ તે સ્પષ્ટ છે છતાં એ દરેકમાં અગ્રભાગ ભજવતી ટેક યાને અડગતા સર્વ વિરાધાને ગળી જઈ ચારે પુષ્પામાં એક સરખી સુવાસ પ્રસરાવે છે, બેધગ્રહણ માટે કિવા ચારિત્રગુંથણ અર્થે અથવા તે વીસમી સદીના વિષમ કાળમાં વતા જીવા સારુ, જીવનની મર્યાદા આંકણમાં એ સર્વ સમાનપણે ઉપયાગી અને મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એકેક પુષ્પ અર્થાત્ એમાંનું એક જ કથાનક જીવનપથ ઉજાળવાને અખંડ જ્યેાતની ગરજ સારે છે. નિમિડ અંધકારથી વ્યાપ્ત એવા ભૂમિગ્રહમાં દીપકની રશ્મિ જે કાર્ય કરે તેવું અસરકારક કાર્ય ચાલુ યુગમાં કરવાની સામગ્રી શરૂ થતાં ઉદાહરણામાંના પ્રત્યેકમાં સંચિત થયેલી છે. અગત્ય છે. એ પર શાંતિપૂર્વક વિચાર કરવાની. * × × गृहं सुहृत्पुत्रकलत्रवर्गो, धान्यं धनं मे व्यवसायलाभो । कुर्वाण इत्थं नहि वेत्ति मूढो, विमुच्य सर्वे व्रजतीह जन्तुः ॥ Page #315 -------------------------------------------------------------------------- ________________ [૨૮] પ્રભાવિક પુરુષો : હે દેવાધિદેવ! આપે ઉપરને એક લેક ઉચ્ચારી, સારા ય સંસારીજીવનનું તાદશ સ્વરૂપ દેખાડી આપ્યું. એમાંનાં શબ્દશબ્દમાં જે અજબ મોહિની ભરી છે એની પાછળ રાયથી માંડીને રંક, બાળકથી માંડીને વૃદ્ધ અથવા તો આ જગતના નાના મોટા સે કે પ્રાણીઓ દિવસ રાત, ટાઢ તડકે કે વરસતો વર્ષાદ જોયા વિના અથવા તો ક્ષુધા તૃષા કે ઊંઘ યાદ કર્યા વગર, પરિશ્રમ કે થાકની જરા માત્ર પરવા રાખ્યા વગર અહર્નિશ મંડી પડી આ માનવજીવનને બીજે પણ કંઈ હેતુ છે એ વાત તદ્દન વિસરી ગયા હોય છે. ભાનભૂલેલા અને દષ્ટિબિન્દુ ચૂકી ગયેલા એવા અમને આપ પૂજ્યશ્રીએ આજે સાચી પરિસ્થિતિનું યથાર્થ દર્શન કરાવ્યું છે. ગળે ઊતરી જાય તેવા દાખલા ટાંકી ઘર, મિત્ર, પુત્ર, સ્ત્રી આદિ સંબંધી જનેને મેળાપ, ધાન્ય, ધન અને વેપાર આદિમાં પ્રાપ્તિ એ સર્વ ઉછીના લીધેલા આભૂષણે સરખા અગર તો સંધ્યાના રંગે સમાન અલ્પજીવી છે. એમાં રાચીમાચી તલ્લીન થનાર મૂઢ આત્મા–ગમાર જીવ એટલું નથી સમજી શકતો કે– એ સર્વને છોડીને અવશ્ય એક દિવસ માટે જવાનું છે.” ઘણુએ વાર કર્ણપટ પર અથડાયું હોય છે કે – यथा काष्ठं च काष्ठं च, समेयातां महोदधौ । समेयातां व्यपेतां च, तद्वत् भूतसमागमः ॥ અર્થાત્ “મહાસાગરમાં જુદી જુદી દિશામાંથી તરતા આવેલા લાકડાઓ પરસ્પર અથડાઈ ભેગા થાય છે, થોડીવાર સાથે કરે છે અને પુન: પાછા જુદા પડી, જુદી જુદી દિશાઓમાં ખેંચાઈ જાય છે તે સંસારી જીને સમાગમ છે.” “સંસાર સમજીએ શાણું! મુસાફરખાનું અથવા તે “માનવજીવન તારું પંખીને મેળા” એ વાક્ય કવિહૃદયમાંથી ઉદ્ભવેલા કેનાથી અજાણ્યા છે? અને આબાળવૃદ્ધને ઘરગથ્થુ થઈ પડેલ આ શબ્દ – Page #316 -------------------------------------------------------------------------- ________________ પુણિયા શ્રાવક : [ ૨૯ ] “ સંધ્યાના જેવા રંગ સોનેરી, વધ્યાને લાડ લડાવ્યા; જોમન ને તન ધન તેવા, સમજવા પાણીમાંના પડછાયા.” * ભાગ્યે જ ભૂલાય તેવા છે, છતાં પ્રભુશ્રી આપની અમૃતવાણીએ મારા હૃદયના તાર છે. આપસાહેબે પૂર્ણાહૂતિ કરતાં ભાર મૂકી શીલ, તપ અને ભાવરૂપ ચતુર્વિધ ધર્મના આત્માએ સદૈવ તત્પર રહી આત્મશ્રેયના નિશાનમાં દત્તચિત્ત રહેવું. મહાવીરદેવ આજની અણુઅણુાવી મૂકયા જણાવ્યુ કે દાન, પાલનમાં પ્રત્યેક 66 પણ પૂજ્ય સ્વામી ! મારા સરખા રંક મનુષ્યનું શુ ગજું કે દાનધર્મનુ પાલન કરું? શીલનુ પાલન ને યથાશક્તિ તપનું આરાધન ચાલુ છે છતાં તરુણ વયમાં એકનિષ્ઠ બ્રહ્મચર્ય માં તત્પર રહેનાર વિજયદંપતીના જીવન સામે નજર ફેરવું છું કે અનગાર ધન્નાના તપ પ્રતિ સૃષ્ટિ કરું છું ત્યારે સહજ સમજાય છે કે આ પુણિયાનું સ્થાન એ મહારથીએથી ઘણું ઘણું દૂર છે. સાગરમાં બિંદુ સમુ છે. માથાના વાળ શ્વેતવણી થવા લાગ્યા છે એટલે એ અંતર તેાડવાનું સામર્થ્ય મેળવવુ પણ શક્ય નથી. ચેાથા ‘ ભાવ ’ ધર્મનુ` રહસ્ય ઉકેલવા સરખા નથી તે મારે અભ્યાસ કે નથી તે મારું એટલું જ્ઞાન. આપશ્રીને ચેામાસી પારણાની વિનંતિ કરનાર અને એ અવસરે અપૂર્વ ભાવનામાં તદાકાર બનનાર જીણુ શ્રેષ્ઠીના સ ંબંધમાં મેં સાંભળ્યુ પણ છે છતાં એવા ભાવ આવે શી રીતે ? એ જ મને નથી સમજાતું. ” “ મહાનુભાવ ! નિરાશ થવાની જરાપણ જરૂર નથી. વીતરાગના ધર્મમાં નિક કે નિન, શક્તિવંત કે શક્તિહીન, રાજા કે રંક અર્થાત્ સર્વ જીવા કેઇ ને કોઇ રીતે આત્મકલ્યાણના પુનિત પંથે પદ્મસંચાર કરી શકે તેવી સુગમતા ને સરલતા છે. ભાવ એ હૃદયના ઉમળકાનું બીજું નામ માત્ર છે. કરાતી નાની યા મોટી ક્રિયા પાછળ ચિત્તની એકાગ્રતા-અંતરના Page #317 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૦ ] પ્રભાવિક પુરુષા : ઉલ્લાસ–એકધારી તદ્દીનતા-એનુ નામ જ ભાવપૂર્વકની કરણી છે. વસ્તુને પૂર્ણ રૂપે ઓળખવા સારુ જ્ઞાનરૂપ દીવડાની અગત્ય છે છતાં એ માટે બહુ પરિશ્રમ નથી કરવા પડતા. શ્રદ્ધાની જ્યાતિ સતત જલતી હાય તા . સામાન્ય ઉપદેશથી પણ એ સ્થિતિ લાવી શકાય છે. એ માટે હું સામાયિકની ભલામણ કરું છું. એ ઘડી યાને અડતાળીશ મિનિટરૂપ સ્વાધ્યાય દેખાવમાં લઘુ છતાં જો ઉપર કહ્યું તેમ યથાર્થ રીતે-કરેમિ ભ ંતે સૂત્રમાં કહેવામાં આવેલ છે તે પ્રકારે–જરા પણ અતિચાર કે પ્રમાદ સેન્યા વિના કરવામાં આવે તે એ લઘુતા ગિરમામાં પરિણમે છે અર્થાત્ એ નાનકડી કરણી મેાક્ષપુરીના દ્વાર ઊઘાડી નાખે છે. તેથી તે એને મેાક્ષની વાનકી તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં સમતા વા સમભાવના જ કેવળ લાભ યાને આવવાપણું હાય ત્યાં રાગદ્વેષરૂપી શત્રુયુગલ જોર કરી શકે જ નહીં. એને પલાયન થવું જ પડે અને એ પામારા ગણે કે વીતરાગ દશા કમાડ ઠાકતી આવી જ છે. વીતરાગતાથી મુક્તિ કઇ જુદી નથી. समता सर्वभूतेषु, संयमः शुभभावना | आर्त्तरौद्रपरित्यागः, तद्धि सामायिकं व्रतम् ॥ જગતભરના સર્વ જીવા સહુ સમતા, પાંચે ઇંદ્રિયાના વિકારેનું નિય ંત્રણ, સુ ંદર વિચારશ્રેણિયાને ચિ ંતન, દુષ્ટ એવા આત્ત–રીદ્રધ્યાન ત્યજી દઈ ધર્મધ્યાનનું સેવન એનુ નામ સામાયિક વ્રત છે. નિયત સમય માટેનુ એ સાધુપણું છે. આગમવચન છે કે—સમજો ચ સાવો ર્ જ્ઞમ્હા । “ સાવદ્ય પ્રવૃત્તિમાંથી નિવૃત્ત દશામાં પગલા માંડવાની એ પહેલી ભૂમિકા છે. ઉત્તરાત્તર એમાં દઢતાથી જેટલેા માર્ગ કપાય એટલે પ્રગતિના પારેા ઊંચે ચઢે. દેવાનુપ્રિય પુન્ય ! અંતરના ઉમળકાથી તું એ વ્રતના સ્વીકાર કર. મેં કહ્યું તેને ખરાખર Page #318 -------------------------------------------------------------------------- ________________ પુણિયે શ્રાવક : [ ૩૦૧ ] રીતે પ્રથમ સમજી લઈ, શંકા હોય તે દૂર કરી, પૂર્ણ પણે એને હૃદયમાં ઉતાર. ઉતારીને કદીપણ ન ભૂંસાય એવા સખત ટાંકણે અંતરપટ પર કોતરી દે. પછી અનુભવ કરી લે કે બે ઘડીના સામાયિકમાં કેવી દૈવી શક્તિ ભરી છે. ભાવયુક્ત એ ક્રિયામાં કેવી અગાધ ચમત્કૃતિ છે, ચાર પ્રકારના ધર્મમાં પૂર્વના ત્રણ ભેદમાં જે ભાવની ગેરહાજરી હોય તો ફળપ્રાપ્તિમાં બહુ જ અંતર પડી જાય છે. પાણીના મૂલ્ય ઘી વેચાયા જેવું થાય છે. કહેવાનું એટલું જ કે જેમ લુણ વિનાનું ભોજન નિરસ લાગે છે, બાળક વગરનું ઘર જેમ શૂન્ય જણાય છે, જળવિહેણ સરોવરની જેવી શુષ્કતા ખુંચે છે, તેવું ભાવહીન ક્રિયાનું સમજવું. દાન, શીલ અને તરૂપી ત્રિપુટીની પાછળ ભાવને સહકાર હોય છે તો જ તે ત્રિવેણુરૂપમાં પરિણમી આત્મશ્રેય માટેના અપૂર્વ ધામરૂપ બની જાય છે. અહંન્તના ધર્મમાં દ્રવ્ય યાને ધન પરથી ધર્મકરણના મૂલ્યાંકન નથી કરાતાં. ભલેને કેઈ એક જ પૈસે ખરચે પણ જે એની પાછળ સભાવનાનું સામર્થ્ય વેગ કરતું હોય તો દેખાદેખીથી કે કીર્તિકાંક્ષાથી લાખ ખરચનાર કરતાં ફળપ્રાપ્તિમાં વધી જાય છે. મવા મવાની” એ ઉક્તિ કેણ નથી જાણતું ? અરે! એ ભાવમાં એટલી ઉત્કટ શક્તિ રહેલી છે કે જે એ જરાપણ ખલના વગર વિકસ્વર થતી રહે છે તે અંતમુહૂર્તમાં કૈવલ્યની પ્રાપ્તિ કરાવે છે. રાજર્ષિ પ્રસન્નચંદ્રના અસ્તાદયમાં એણે જ મુખ્ય ભાગ ભજવ્યો હતો ને !” “તો પછી, હે નાથ ! હે મહાસાર્થવાહ! આ રંક પર કૃપા કરી, અત્યારે એ વ્રત મને આપે. પ્રતિદિન ઉભય ટંકના આવશ્યક ઉપરાંત એક સામાયિક તો અવશ્ય કરવું. એ સમયે મન, વચન, કાયારૂપ ત્રણ પ્રકારના યોગની સાવદ્ય ક્રિયામાં Page #319 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૨ ] પ્રભાવિક પુરુષો : જરા માત્ર ઉપયોગ કરું નહીં કે અન્ય દ્વારા કરાવું નહીં. અનુમોદનના પ્રસંગથી પણ સાવચેત રહું. મારી મનોકામના તો એવી છે કે એ બે ઘડીમાં દુનિયાને તદ્દન વિસરી જઉં ને કેવળ ધર્મધ્યાનમાં જ મન પરોવી બેસું.” પુ ! તારી ઈચ્છા વાસ્તવિક છે. સાચી કરણે એનું નામ છે કે એના અમલ વખતે મન-વચન-કાયાની એકાગ્રતા માત્ર એ એક પાછળ જ ખરચાઈ રહેલી હોય. એ માટે પ્રેમી યુવતીનું દષ્ટાન્ત દષ્ટિસન્મુખ રાખવું. એક સ્થાને એક સાંઈ નિમાજ પઢી રહ્યા હતા. પાસે થઈને એક તરણું પસાર થઈ. તેણના પગની ઠેસ સાંઈના માથામાં વાગી. તરત જ ઊંચુ જોઈને એ બોલી ઊઠ કે-“રંડી! દેખતી નહીં હૈ?” પણ પેલી બાઈ તો કેટલાએ પગલા આગળ વધી ગઈ હતી. તેની આ જાતની બેદરકારી પર સાંઈને ઘણે ગુસ્સો આવ્યું અને નિમાજ પરથી મન ક્યારે એ પાછી ફરે ને તેણીને ઠપકે આપું, એવા વિચારમાં ગુંથાયું. પેલી તરુણું પણ થોડા સમય પછી એ જ માગે પાછી ફરી. તેને જોતાં જ સાઈ ગઈ ઊડ્યા-કડવા વેણ કહ્યા. તરુણ ધીરજથી પૂછવા લાગી કે સાંઈજી! મને તો જાણે ભાન નહોતું એટલે મારાથી કેશ વાગી પણ આપ તે વેળા શું કરતા હતા?” સાંઈ-“તે ખુદાની બંદગી કરતો હતો. ” “સાંઈ મહારાજ ! ગુસ્સો ન કરશે, પણ ધીરજથી વિચારશે તે જણાશે કે આપ જે સાચે જ ખુદાના ધ્યાનમાં એકતાર થયા હેત તો મારી ઠેશ તો શું, કઈ શિકારીની ગોળીની પણ આપને ખબર પડી ન હોત ! ધ્યેય સિવાયના કેઈપણ પદાર્થની શુદ્ધ ધ્યાનમાં સંભાવના જ ન હોઈ શકે. આપની પાસે થઈને તે શું પણ શરીરે ઘસાઈને હું ગઈ હોત તો પણ આપ એ Page #320 -------------------------------------------------------------------------- ________________ પુણિયા શ્રાવક [ ૩૦૩ ] જાણુત નહીં, કેમકે આત્મા એ વેળા દેહભાન વિસરી જઇ કેવળ અંતષ્ટિમાં વતા હેાય છે. હું ભાન ભૂલી ને દેશ મારતી ગઇ એનુ કારણ આપ એમ ન સમજશેા કે હું આંધળી છું, કિવા રસ્તે ચાલવામાં બેદરકાર છું. મારા પ્રેમીને મળવામાં મારું મન એટલી હદે લીન બન્યું હતું કે હું શું કરી રહી છુ કે માર્ગમાં કાણુ કયાં ઊભું યા એઠું છે તે તરફ મારું જરાપણું લક્ષ ગયું નહી. કેવળ મારા પ્રેમીના દર્શનમાં જ લીન બની હતી. અન્ય સર્વ સાન ભૂલી ગઈ હતી.' સાંઇ તા આ સાંભળી સડક બની ગયા. “શ્રાવક પુન્ય ! ધ્યાનની એકાગ્રતા એવી નિશ્ચળ હાવી જોઇએ.” X × X ચલા, ખાજુ પર હેા જાવ. આ શટા કેાના છે? મામાંથી હાંકી જઇ સિરિયામ રસ્તાના છેડે ખડા કરેા. આ કાના કોથળા પડ્યા છે ? અરે ! ગુણ્ણાની થપ્પીઓ કેાની છે? જલ્દી જલ્દી અહીંથી ખસેડી લ્યે. ” આ tt આમ હુકમેાની હારમાળા છૂટતી જોઇ વેપારી અને ગાડાવાળા સૌ કાઇ આશ્ચર્ય પામ્યા. રાહદારી પણ સ્થંભી ગયા. કાઇ દિવસ નહીં ને એકાએક આજે આ પહેરેગીરે આમ કેમ.આજ્ઞા કરે છે અને જાણે આ જ માગે થઇ મહારાજાની સ્વારી પસાર ન થવાની હાય તેમ હાકેાટા કેમ કર્યા જાય છે ? “ અરે શક્તિસિંહ ! એ અજયપાળ ! જરા કહેા તા ખરા ? આજે છે શુ? કણપીઠમાં ગાડાની હાર કે ગુણેાની રાશિ એ કંઇ નવાઇના નથી. વળી આ મજાર દાણાનુ રહ્યું એટલે સ્હેજે ગીરદી થાય અને ભીડ પણ રહે જ. આ વેપારમાં પળીયા શ્વેત થવા આવ્યા છતાં આ માર્ગે રાજવીની સ્વારી આવી હાય એવુ નજરે જોયાનું યાદ સરખું નથી, તેમ વૃદ્ધના મુખે સાંભળ્યુ Page #321 -------------------------------------------------------------------------- ________________ [૩૦] પ્રભાવિક પુરુષો : પણ નથી, છતાં અગાઉથી ખબર આપી હોત તો આંગણું ચેખાં રાખત અને ઘર હાટ શણગારત પણ ખરા. ” સાચે જ આ રસ્તે મહારાજ પધારે છે ! એ ખબર જ અમોને હમણું મળી, ત્યાં આપ શેકીઆઓને અમે અગાઉથી કેવી રીતે જણાવીએ?” મગધપતિ અહીં પધારે છે એટલી ખાત્રી થતાં જ વેપારવણજ બાજુ પર રહ્યો અને કર્ણોપકર્ણ વાત શરૂ થઈ ગઈ. આજે એકાએક ખુદ મહારાજા પતે કેમ અહીં આવવાના હશે? દરબારમાં પકડી મંગાવવાને બદલે અગર તો કેટવાળને દોડાવવાને બદલે તેઓશ્રી પોતે પધારે છે એમાં જરૂર કંઈ ખાસ કારણ હશે. ત્યાં તે દેવભદ્ર બેલી ઊઠ્યા: “આપણી આ પીઠ સાંકડી છે તે પહેળી બનાવવાની છે એટલે જેવા આવે છે. મારો હરિયે કહેતો હતો કે રસ્તાઓ પહોળા બનાવવાની–હવા ઉજાશ વધુ પ્રમાણમાં આવી શકે સૂર્યના કિરણે હેલાઈથી પ્રવેશી શકે તેવી રીતે પળે સુધારવાની યોજના નક્કી થઈ છે.” કદાચ એ વાત હશે પણ તે ખાતર પંડે રાજવી ચાલીને આવે એ ભૂતો ન મળવષ્યતિ જેવું કહેવાય. એ તંત્રના જુદા અધિકારી નથી ? એ કામ તો કારીગરીના નિષ્ણાતનું ગણાય. સાંભળ્યા પ્રમાણે તે મહારાજ એકલા જ આવવાના છે, સાથે મંત્રીશ્વર અભયકુમાર પણ નથી.” પૂર્ણભદ્ર નામના વ્યવહારીઆએ સ્વમંતવ્ય જણાવ્યું. એવામાં ધન્ના શેઠને મહેંદ્ર આવી પહોંચ્યા અને પોતે કઈ મહાન્ શોધ કરી હોય એવા ઘટાટેપથી બોલ્યા: કાકાશ્રી ! સાંભળ્યું કે ખુદ મહારાજ શ્રેણિક પોતે પધારે છે! આવડત કંઈ મળે નહીં! રળવાની હકમત આવડે નહીં! Page #322 -------------------------------------------------------------------------- ________________ પુણિ શ્રાવક : [૩૦] વણિકબુદ્ધિનું નામ ન મળે અને બની બેઠા મોટા ધર્માત્મા ! ઘરમાં તો તાવડી તડાકા લેતી હોય છતાં મોટાઈમાંથી હાથ ન કાઢે. ચોથે દિવસે રાજાના સૈનિક પેલા પુણિયાને બોલાવવા આવેલ. એ વેળા કેઈએ ઉત્તર સરખો દીધો નહીં; તેથી મગધેશ્વર જાતે આજ્ઞાભંગની શિક્ષા કરવા પધારે છે.” નાની સરખી વાત પરથી મનગમતા આંકડા જોડવા એ કાંઈ આજકાલની ખાસિયત નથી. એ રોગ તો જમાના પૂર્વેને છે અને એમાં વણિક જાતિ અગ્રપદે મનાય છે. મહેદ્ર! તારી વાત વધારે પડતી છે.” યશપાળે સ્પષ્ટીકરણ કરતાં કહ્યું અને આગળ જણાવ્યું કે “આખી શેરીમાં એક નાકાથી લઈ બીજા નાકા સુધી ફરી વળે તો જણાશે કે પુણ્ય દંપતી જેવું ભદ્રિક ને ધમી જોડું બીજું નથી. મારા તો પાડોશી છે એટલે તેમના જીવનમાં સહેજ ડોકિયું કરવું એ મારો નિત્યકમ થઈ પડ્યો છે. એ ઉપરથી પૂર્ણ જવાબદારી સ્વીકારીને કહું છું કે-પ્રભુ શ્રી વર્ધમાનના હૃદયસ્પર્શી ધર્મોપદેશથી અને જીવનની ચંચળતા યથાર્થપણે સમજાયાથી બ્રહ સ્પતિના અવતાર સમા લેખાતા વણિકકુળમાં જન્મ્યા છતાં તે લેભવૃત્તિ, વાણિજ્યરક્તતા અને અમર્યાદિત ધનસંગ્રહથી જળકમળવત્ અલિત છે. એમાં કાયરતાનું નામ-નિશાન પણ નથી અને આવડતનો અભાવ પણ નથી. એક વાર પ્રસંગ પડે તો સમજાય કે એ વણિક–પ્રવર કે દક્ષ છે? બાકી એટલું ચોક્કસ છે કે માનવજીવનનું સાફલ્ય શેમાં છે? એ વાતનું રહસ્ય મારા, તમારા અને અન્ય સંખ્યાબંધ મનુષ્ય કરતાં તેના અંતરમાં સચેટ રીતે ઊતરી ચૂકેલ છે. એટલે જ તેમનું જીવન આવું સાદું ને શુષ્ક દષ્ટિગોચર થાય છે. એમાં ડગલે ને પગલે નિવેદપણાની ઝાંખી કરી શકાય છે. Page #323 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૬ ] પ્રભાવિક પુ : વળી એ સાચું દાંપત્ય પણ કેળવી જાણે છે. ભલે આપણે નરજાતિ જેવો જ આત્મા નારીજાતિમાં માનીએ. વાત કરતાં પત્ની એ પતિના અધગ સરખી છે અને સમાન હકકની ભાગીદાર છે એમ કહીએ; છતાં વ્યવસાયના કલાકેમાંથી કઈ દિવસ બહાર નજર સરખી ફેરવી છે અને નીહાળ્યું છે ખરું કે એ સ્ત્રી જાતિમાં અજ્ઞાન અને વહેમ કેટલાં ભર્યા છે? એમાં ધર્મની સાચી આસ્થા વધારે છે કે ઉપરછલ્લી ઘેલછાની આડંબરી છાયા વધારે છે? આપણે એને ટાળવા માટે એ વર્ગમાં જ્ઞાનરવિનો પ્રકાશ ફેંકવાનો પ્રયાસ કર્યો છે ખરે ? શ્રાવકવર પુન્યને એ નિત્યક્રમ છે કે પોતે જે કંઈ ધર્મ સમજે તે સર્વ પિતાની ભાર્યાને સરળતાથી સમજાવે છે. એને અમલમાં મૂકવા ઉભય કેડ બાંધે છે, તેથી જ આપણી હવેલીઓ સામે એ યુગલ એક નાનકડા ઝુંપડામાં વસી શકે છે. આપણા લખલૂટ ખર્ચો અને મનગમતા વિલાસો અહર્નિશ નજરે ભાળ્યા છતાં, એ પ્રતિ રંચમાત્ર લલચાયા વગર સાદું અને શુદ્ધ જીવન જીવી શકે છે. કેવળ સાડાબાર કડા-માત્ર બે આનાની કમાઈ પર નિર્વાહ કરી આનંદી જીવન ગાળી શકે છે. આપણું ઘરમાં વસ્ત્ર અને આભૂ ષણોના ઢગલા છતાં રોજ નવી જાતો ને નવી ભાતેનાં સંભાષણ ચાલતાં હોય છે ત્યારે એ મહુલીમાં સંતોષની શીતળ છાયા પથરાઈ હોય છે. કેઈ તપેલું હૃદય ત્યાં પ્રવેશે છે તો પિતાનું કલેશજન્ય દુઃખ સહજમાં વિસરી જાય એવી અગાધ શાંતિ ત્યાં પ્રસરેલી હોય છે. આપણે જ્યારે વર્તમાન કરતાં પણ ભાવીની ચિંતામાં વધુ તદાકાર બન્યા રહી એના આંકડામાંથી ઊંચા નથી આવતા ત્યારે એ મહાત્મા માત્ર બે આનાની નજીવી કમાણી પર મુસ્તાક રહી આ ધંધાના ધોતા ધામ સમી અને દ્ધિસિદ્ધિમાં દેવોની અલકાવતીને પણ આંજી નાખે તેવી નગરીમાં નિશ્ચિત જીવન વ્યતીત કરે છે, આત્મશ્રેય વિચારી શકે છે અને ભાવી Page #324 -------------------------------------------------------------------------- ________________ પુણિયા શ્રાવક : [ ૩૦૭ ] પથ નિર્મળ મનાવવા પ્રયાસ સેવે છે. આવા સુંદર જીવનની મીઠી સારભ આસપાસ પણ પથરાય છે. ધણી ધણીઆણી વચ્ચેના દૃઢ મેળ ને અનુરાગ સિવાય આવું જીવન શક્ય પણ નથી. “ મૂળ વાતથી હું જીદે ચીલે ચઢી ગયા, છતાં મારા કહેવાના સાર તેા એટલેા જ છે કે એને પત્નીમાં પ્રશંસનીય સ્નેહ વર્ત છે. એક દિવસ પરમાત્માની અમૃત વાણી શ્રવણ કરી, પુન્યે ઘેર આવી, એ સર્વ પોતે તેણીને કહી સંભળાવી અને પાતે જે વ્રત સ્વીકાર્યું હતું તેવું તેણીએ પણુ ગ્રહણ કરવું એ વાત દલીલથી ઠસાવી દીધી કે જેથી બીજે જ દિવસે શ્રીમતી પ્રભુ સન્મુખ પહોંચી ગઇ અને પ્રતિદિન સામાયિક કરવાને નિયમ સ્વીકાર્યા. એ દૃંપતીના સામાયિકને ખ્યાલ નજરે જોયા વિના ન આવે. નિરવદ્ય ‘રૂ’ ની પૂણીએ બનાવી, એ દ્વારા નિર્વાહ કરવા અને એ આના મળી રહેતાં ઝાઝા લેાભ ન કરતાં બાકીના સમય આવતા ભવની તૈયારીમાં ખરચવા એ ચેાળમજીના રંગે રંગાયેલાનું કામ છે. એમાં સાચી વીરતા છે. ” યશપાળનું લાંબુ છતાં જાણવા જેવું વણુ ન સાંભળી સા આશ્ચર્ય પામ્યા, ત્યાં તો શ્રેણિકમહારાજની સ્વારી પણ આવી પહોંચી. મહારાજે ગાડી ઊભી રખાવી. પ્રજાજનના નમસ્કાર ઝીલતા, માત્ર બે અંગરક્ષકને સાથે રાખી પેાળમાં પ્રવેશ કર્યો. જેમના હૃદય શ કાશીલ છે તેએ તેા કઇ કઇ શ ંકાના વમળમાં ચકરાવા લેવા લાગ્યા. જાતજાતની કુશંકાએ મહારાજના આગમનને અંગે કરવા લાગ્યા. પુણિયાનેા શું દેષ હશે? એના અનુમાન આંધવા લાગ્યા. વળી એકાદ એ શ્રીમંતને વિચાર થઇ આવ્યે કે એ તૂટીફૂટી મેડી આગળ તે મગધેશ્વરને છાજે તેવું બિછાનું પણ કાંથી હશે; માટે તરત જ નાકરને આજ્ઞા કરી ગાલીચા પણ મંગાવ્યા. કેટલાક તેા જાણે આગેવાન હેાય તેવી રીતે Page #325 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦૮ ] પ્રભાવિક પુરુષા : ઢોડાદોડી કરવા માંડી પડ્યા અને એકાદ બે ઉતાવળીઆએ આગળ જઇ, પુણિયા ને શ્રીમતીના નામની બ્રૂમેા મારવા માંડી. જનસમાજનું આ ચિત્ર કંઇ નવુ' નથી. રાજાઓને દેવ જેવા ગણવાના રવૈયા કેટલા ય કાળથી ચાલ્યા આવે છે. વિણકસમાજ એ જાતના બહુમાનમાં પાવરધા ગણાય છે. એક તરફ આ ધમાલ ચાલી રહી છે ત્યારે ત્રીજી માજી શ્રાવક પુન્ય તા બે ઘડીની અવિધવાળા સાધુપણામાં મશગૂલ છે. મેડી પરના એક ખૂણામાં કેવળ ધર્મ ધ્યાનમાં લયલીન બન્યા છે. માત્ર પાળ કે એમાં ચાલતા ક્રયવિક્રયને જ નહીં પણુ પેાતાની મઢુલી, પ્રેયસી શ્રીમતી અને ખુદ પેાતાની જાતને પણ ભૂલી જઇ, ‘હુ અને મારું ’ એવા ભાવને તદ્ન વિસારી મેલી, માત્ર આત્મિક ભાવનાના તરંગા પર આરૂઢ થયેલ છે. મનેપ્રદેશમાં-દું જોઽસ્મ, સ્થિ મે જોઈ, નિત્યે સત્તા૨ે મતિ સારું ચાયનામ્ તનિચમ્ જેવા ગર્ભિત પદાના ઝંકારવ થઈ રહ્યા છે. શ્રીમતીએ ન્રુપના ચરણમાં મસ્તક નમાવી, હસ્તદ્વય જોડી, આદરસત્કારપૂર્વક બેસવા માટે સ્વચ્છ આસન પાથયુ અને અગાઉ રાજ્ય તરફથી સૈનિક આવેલ ત્યારે પતિ સામાયિકમાં હતા અને પાતે ઘેર ન હેાવાથી તેમ જ આગમન કારણે ન સમજાયાથી એ સંબંધમાં કંઇ અમલ થઇ શક્યા નથી, એમ જણાવી ઉમેર્યુ કે–“ આજે પણ મારા સ્વામીનાથ સામાયિકમાં છે એટલે આપશ્રીની ખીજમતમાં દેખાતા નથી માટે એમના પ્રતિનું જે ક ંઇ કાર્ય હાય તે મને જણાવવા કૃપા કરશેા. “ સુભગે ! હુ· ચાલી—ચલાવીને આવ્યે છું એમાં મારા અંગત હેતુ છે. તારે એથી રંચમાત્ર મૂંઝવાનું નથી. મેં સૈનિકને ઘર જોવા સારુ મેલ્યા હતા. તમારા સરખા થી દંપતી માટે નથી Page #326 -------------------------------------------------------------------------- ________________ પુણિ શ્રાવક : [૩૦૯ ] તો મેં કોઈ જાતનો હુકમ કાઢ્યો કે નથી તો કઈ પ્રકારની આજ્ઞા આપી; તેથી આજ્ઞા–ભંગને પ્રશ્ન જ સંભવતો નથી. તમારા પતિ સુખેસમાધે ભલે સામાયિક કરે. એટલે સમય હું રાહ જેતે અહીં બેસીશ. જે તમને વાંધો ન હોય અને તમારા પતિની ધર્મક્રિયામાં એથી કંઈ અગવડ આવવાને સંભવ પણ ન હોય તો મારી ઈચ્છા તેમને નજરે જોઈ લેવાની છે. પરમાત્મા મહાવીરદેવે જે આત્માના સામાયિકની સ્વમુખે પ્રશંસા કરી છે એ નયને જોવાનો લાભ સાંપડ્યો છે તો શા સારુ જતો કરે ?” મહારાજ ! સુખેથી પધારે. દાદર ચડતાં જ આપ સાહેબ એમને પૂર્વ દિશા સન્મુખ સામાયિક લઈ બેઠેલા અને સમભાવમાં લીન થયેલા જેશે.” શ્રેણિક ભૂપાળે એક સામાન્ય વ્યક્તિને એકતાર બની સમતારસનું પાન કરતી નિહાળી ત્યારે એના હદયમાં જે હર્ષોન્માદ પ્રગટ્યો તે એટલો જોરદાર નિવડ્યો કે એને બહાર પ્રગટ કરવાની અનિચ્છા થતાં હોઠ ઊઘડી ગયા અને બેલી જવાયું: “ ધન્ય મહાતમા ' લોકસમુદાય તો એક સામાન્ય વણિકને ત્યાં મગધેશને આમ રાહ જોતાં બેઠેલા જોઈ વિસ્મય થઈ ગયે. પુણિયા શ્રાવકનું આવું મહત્વ અત્યાર પૂર્વે ખૂદ એના પડોશી પણ નહોતા પારખી શક્યા તે પછી મહોલ્લાવાસી કે બહારની જનતાનું શું કહેવું? અડગ વ્રતધારી આ શ્રાવકને એક રાજવીના આગમનની પણ કંઈ પરવા નથી, એ જોઈ લોકોને પણ એને માટે બહુમાન પેદા થયું. એનામાં રહેલ અમાપ સત્ત્વને ખ્યાલ આવ્યા. આવા અનુપમ સત્ત્વશાળીની ભગવાન પણ પ્રશંસા કરે એમાં શી નવાઈ ? અડગતા, દઢતા કે વીરતાનો ઈજારે ઓછો જ કેઈને અપાયે હોય છે? આવા સત્ત્વશાલીઓના પ્રભાવથી જ પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ બન્યા. સાથ તરણાના ચારના [૩૧૦] પ્રભાવિક પુરુષ : સામાયિકની પૂર્ણાહૂતિ થઈ. પુન્ય શ્રાવક દાદર ઊતરી નીચે આવ્યા. પિતાના ગરીબ ઘરમાં એક મહાન દેશના સ્વામીને પધારેલા નીરખ્યા. પિતાને માટે રાહ જોતાં ભાળ્યા; એથી આશ્ચર્ય પણ થયું. નમસ્કાર કરી વિનય જાળવ્યા અને નમ્રભાવે આગમન કારણ પૂછ્યું. માનવવંદ એક કાને એ સાંભળવા આતુર બન્યું. મનગમતા ગપાટા હાંકનારના મેતીઆ કયારના ય મરી ગયા હતા; છતાં ડૂબતો માણસ તરણાને પકડે તેમ એ પણ સાંભળવા આતુર બન્યા. રાજવી માત્ર ઠપકાના બે શબ્દ કહેશે તો પણ તેમની વાત તદ્દન ખોટી નહીં ઠરે એવી આશા સેવી રહ્યા. મહાશય ! મારા આગમનનું પ્રયોજન એક જ છે. મારે આપના એક સામાયિકનું ફળ જોઈએ છે. સ્વધર્મી ભાઈ તરિકે, મારા પ્રજાજન તરિકે, આપે એ માગણી પૂરી કરવી જ પડશે. એટલું પુન્ય આપવું તમારે તો સહજ છે અને એથી મારે તે ઉદ્ધાર છે.” મહદુ આશ્ચર્ય! મગધનો સ્વામી કે જેની કીર્તિ આજે ભારતવર્ષના ચારે ખૂણામાં ગવાઈ રહી છે, જેની સમૃદ્ધિની તેલે આજે અન્ય કે રાજ્ય આવી શકે તેમ નથી, જેની પાસે બહસ્પતિની તુલના કરે એ મહાબુદ્ધિમાન ને વિચક્ષણ અભયકુમાર જે મંત્રી છે, એને ઉદ્ધાર મારા જેવા રંક માનવીના હાથે! તદ્દન અસંભવિત. વળી આપ સરખા ધર્મના જ્ઞાતાના મુખે સામાયિકના ફળની માગણી સાંભળું છું ત્યારે તો મારું એ આશ્ચર્ય અતિશય વૃદ્ધિ પામે છે. પુરાણકાને ત્યાં એકનું પાપ અન્યને નામે ચડતું, અથવા તો અમુકની કરણીમાં બીજાનો હિસ્સો પડતો અગર તે પ્રજાના ધર્મપાલનમાં રાજવીને છઠ્ઠો ભાગ હોય છે એવું સાંભળવામાં આવ્યું છે, પણ જૈનદર્શનમાં તો પુન્ય કિવા પાપ જે Page #328 -------------------------------------------------------------------------- ________________ પુણિય શ્રાવક [૩૧૧] આત્મા કરે છે તેને જ ભેગવવાનું હોય છે. એ કંઈ કયવિક્રયની વસ્તુ નથી. ફળપ્રાપ્તિને આધાર ક્રિયાશીલ આત્માના પરિણામ પર અવલંબે છે અને પરિણામ એ કંઈ લેણદેણ કરી શકાય તેવી ચીજ નથી.” “મહારાજ ! આપને માટે આ સેવક જાન કુરબાન કરવા તૈયાર છે, છતાં સામાયિકનું ફળ દેવાની વિધિથી તદ્દન અજાણ છે. હજી સુધી એના કાને પણ નથી પડ્યું કે ધર્મક્રિયાનું ફળ અન્યને દઈ શકાય છે. ” મહાનુભાવ! તમારે મૂંઝાવાની જરૂર નથી. આ કંઈ મારા અંતરમાંથી ઉપજાવેલ તુકકો નથી. આ તો પ્રભુશ્રી મહાવીરદેવની સૂચના અનુસાર પ્રયાસ છે. એ પાછળ મારું ભવિષ્ય ગુંથાયેલું છે. સાંભળો:– એકદા પરમાત્મા મહાવીરદેવની પર્ષદામાં બેસી સંતાપ હરનારી વાણી હું શ્રવણ કરી રહ્યો હતો ત્યાં એકાએક કઈ કેઢીઆએ આવી પ્રભુના દેહનો સ્પર્શ કર્યો અને પોતાના અંગ પરના પાસેથી પ્રભુના દેહને ખરડવા લાગ્યા. આ જોતાં જ ગુસ્સાથી મારું અંગ ધ્રુજી ઊઠયું, નેત્રે લાલચોળ બની ગયાં, ઊઠીને પાંચ સાત તમાચાં ખેંચી કાઢવાનું મન થયું. ત્યાં તે એ ધૃષ્ટ આદમીએ પિતાની એ અપવિત્ર લીલા બંધ કરી. એવામાં પ્રભુને છીંક આવી એટલે “મર” એ ઉચ્ચાર કર્યો. અભયકુમારને છીંક આવતાં “મર ચા જીવ’ કહ્યું. છીંકનો સ્વભાવ છે કે એ આવે છે ત્યારે પડઘો પાડતી આવે છે અર્થાત એકને આવતાં જ અન્યને પણ આવવા માંડે છે. એવી જ રીતે મને અને કાળસેકરિક( કસાઈ)ને પણ આવી, અને તરત જ પેલે કેઢીએ અનુક્રમે બોલી ઊઠ્યો “મા મર” “મા જીવ મા મર.” ધર્મ પ્રરૂપકની પિયૂષ દેશના વચ્ચે સભાસ્થાન જેવા પવિત્ર Page #329 -------------------------------------------------------------------------- ________________ [૩૧૨] પ્રભાવિક પુરુષ : સ્થળમાં એક પામર માનવીનું આ જાતનું વૃણેત્પાદક વર્તન ચલાવી લેવાનું મને વ્યાજબી ન જણાયું. તરત જ મેં દરવાનને જેવો એ બહાર નીકળે કે તરત પકડી લેવાને હુકમ આપે પણ અમારા બધાની અજાયબી વચ્ચે એ જોતજોતામાં આકાશ માર્ગે ચાલી ગયે; નજરથી અદશ્ય થઈ ગયા. દરવાને પણ હાથ ઘસતાં જ રહી ગયા ! આ જાતને ચમત્કાર અણઊકેલ રહે તો સે શંકાશીલ રહે એટલે મેં પ્રભુશ્રીને પ્રશ્ન કર્યો નાથ ! આ જાતની આશાતના કરનાર એ કોણ મનુષ્ય હતો? ભરી પર્ષદામાં સ્વછંદતાથી ગમે તેમ બકવાદ કરવાની એને ઈચ્છા શાથી થઈ ? અને કઈ શક્તિના જોરે એ અદશ્ય થઈ ગયે ?” ઉત્તરમાં પરમાત્મા શ્રી મહાવીરદેવે જે જણાવ્યું તે હું, શ્રાવકવર પુ! તમને જણાવું છું. એમાં જ મારા ઉદ્ધારની ચાવી છે. એ ચાવીના એક પાંખડારૂપે તમે છો. એમાં જ ભૂતકાળની ખલના અને ભાવીકાળની વિટંબણાના અંકોડા સંધાય છે. એ સાંભળતાં જ તમારું આશ્ચર્ય ભેદાઈ જશે અને સત્ય સ્થિતિ સમજાશે. પરમાત્મા મહાવીરદેવે જણાવ્યું કે “રાજવી શ્રેણિક! એ પામર દેખાતો આદમી કઈ કેઢીઓ ન હતો. તમારી જ નગરીમાં વસનાર, મણિકર્ણિકા વાવ બંધાવનાર અને આધ્યાને મૃત્યુ પામી દેડકારૂપે તેમાં જ ઉપજનાર નંદ મણિયારનો જીવ, પાણી ભરવા આવેલ સ્ત્રીઓનાં મુખે મારું સમવસરણ અત્રે થયાનું સાંભળી, વાવની બહાર આવી ઠેકડા મારતો અહીં આવી રહેલ તે દર તમારા અશ્વના પગ નીચે આવી જતાં શુભ ભાવનામાં પંચત્વ પામી તરતમાં જ દેવનિમાં ઉત્પન્ન થયેલ દુર્દરાંક નામને Page #330 -------------------------------------------------------------------------- ________________ પુણિયા શ્રાવક : [ ૩૧૩ ] દેવ હતા. ખાવનાચંદનથી તે મારી પૂજા કરતા હતા. દેવમાયાના પ્રભાવથી દૃષ્ટિવિભ્રમ થવાથી તમને એ કાઢીએ દેખાયા હતા.’ * તેા પછી સ્વામી ! કને કટુ લાગે તેવા અમંગળકારી શબ્દો તેણે શા કારણે ઉચ્ચાર્યા ? આપ સરખા ત્રણ જગતના નાથને ‘ મરવાનું ’ કેમ કહ્યું ? ’ ‘રાજન્ ! એમાં પણ એની ભાવના શુદ્ધ છે. કેવળ સાચી સ્થિતિનુ ખ્યાન છે. હું જેટલા જલ્દી મરું તેટલા ખાકી રહેલ ચાર કર્મોના પાસમાંથી જલ્દી છૂટું. ભલેને એડી સાનાની હાય છતાં એ એડી તેા ખરી જ ને ? તીર્થંકરપદના અધિકાર સાચે જ સર્વોત્તમ ઐશ્વર્યની અવધિરૂપ છે છતાં એક નિત તા ખરા જ ને ? જ્યાં સદંતર કર્મને! અભાવ છે એવી સિદ્ધદશા તા નહીંજ ને ? શુદ્ધ અને સાચું ધ્યેય તા એ જ છે ને ? અભયકુમારને અહીં પણ સુખ છે અને મરણ પછી સર્વો - સિદ્ધ વિમાનમાં અવતરવાનુ હાવાથી ત્યાં પણ સુખ છે એટલે તેને માટે મરણ કે જીવન સમાન હેાવાથી ‘ મર યા જીવ ’ કહ્યું. પણ તમારી દશા જુદી છે, તેથી તમને મરવાની ના પાડી અર્થાત્ ‘ મા મર ’ શબ્દના પ્રયાગ કર્યાં. તમારું મરણુ આધુ ઠેલાય એમાં જ લાભ છે; કેમકે મરણુ ખાદ નરકનાં આકરાં દુ:ખ તમારે ભાગવવાનાં છે. 6 જેનુ ચાલુ જીવન પણ શ્રેયકારી નથી અને જેનું મરણુ પછીનું નવું જીવન પણ કેવળ અસીમ પીડાકારી છે એવા કાળ સારિક( કસાઇ)ને મા જીવ મા મર’નું સ ંબેધન કર્યું તે વાસ્તવિક જ છે. તે અહીં રાજ પાંચસેા પાડાના વધ કરી કેવળ પાપના પેાટલા માંધે છે. અને રૈદ્રધ્યાન સિવાય અન્ય ધ્યાન જ નથી. મરીને સાતમી નરકે જવાનેા છે. એ પાતાળભૂમિના Page #331 -------------------------------------------------------------------------- ________________ [૩૧૪] પ્રભાવિક પુરુષો : ઘોર દુઃખોની શી વાત કરવી ? કેવળ સ્મરણમાત્રથી પણ દેહ કંપી ઊઠે તેમ છે!” હે પુન્ય! આ સાંભળતાં જ મારા મોતીઆ મરી ગયા. ક્યાં મગધના સ્વામી તરિકેની છદ્ધિસિદ્ધિ અને ક્યાં નરકની યાતના? આ તે કેવો વેગ ! ઊંચા શિખર પરથી ગબડીને ઊંડી ખાઈમાં હડસેલાઈ જવાનું. શ્રાવકવર પુન્ય! હું સાચું કહું છું કે પ્રભુના એ સ્પષ્ટીકરણ બાદ મારા હૃદયમાં એવું તો મંથન થઈ રહ્યું કે મને બીજી કોઈ વાતમાં રસ ન પડ્યો. દેશનાની સમાપ્તિ થયા બાદ તરત જ શ્રી વીર પાસે હું દોડ્યો. તદ્દન નમ્ર બની જઈ એક જ પ્રશ્ન કર્યો કે “આપ જેવા સ્વામી માથે છતાં શું મારે નરકમાં જવાનું ? “સરણદયાણું અને અભયદયાણું પદ સાર્થક કરી બતાવે. ‘જગથ્થવાહ!” સાચો રાહ બતાવે. મારે કર્મની આંટીઘૂંટી સમજવી નથી, પૂર્વકરણનાં પુરાણ ઊકેલવાં નથી, ભૂતને ભૂલી જઈ કેવળ વર્તમાન જ છે. ભાવી સુધરે એ ઉપાય સત્વર બતાવે. હજુ કંઈ બગડી ગયું નથી, એ ગતિ ટાળવા સર્વ કંઈ કરી છૂટવા હું તૈયાર છું. આપ તરેલા છે ને બીજાને તારી શકે છે, તો મારી પ્રાર્થના છે કે “બિગડી સુધારે સુભાગી.” “મારી પ્રાર્થના નિષ્ફળ ન નિવડી. એ દયાના સાગરે સાકર કરતાં પણ અતિ મીઠી વાણીવડે જણાવ્યું કે “તારી કપિલા દાસી એક દિવસ સુપાત્રને દાન આપે, અથવા કાળ સૈકરિક એક દિવસ માટે પાડાને વધ બંધ કરે અથવા પુણિયે શ્રાવક એક સામાયિકનું ફળ તને આપે તે રાજન્ ! નરકનું ગમન દૂર જાય.” જેમ સૂકાયેલું વૃક્ષ વર્ષના વારિથી નવપલ્લવિત બની જાય તેમ મારા દેહમાં પુન: નવશક્તિનો સંચાર થયો. નિરાશાનું વાદળ ભેરાઈ ગયું. આશાને દીપક પ્રકાશી ઊડ્યો. “એ તે Page #332 -------------------------------------------------------------------------- ________________ પુણિયો શ્રાવક : [૩૧૫] સહજ વાત છે” એમ કહી પ્રભુને વંદન કરી હું ત્યાંથી ચાલી નીકળે. શ્રેષ્ટિવર્ય પુન્ય ! આ એક દિવસ આજે સાંપડ્યો છે. કસાઈ અને દાસીને શરત પ્રમાણે કામ ઍપાણ પણ તે તેમણે કર્યો નથી. હવે તમારી સંમતિની જરૂર છે. તમે જે સામાયિકનું ફળ મને આપો તે મારું દુઃખ ટળે. કહો, તમારે એ માટે શું જવાબ છે?” “મહારાજ ! આપ સામ્રાજ્યના સ્વામી હોઈ મારા મુરબી, સ્થાને છે. વળી એક જ ધર્મના અનુયાયી હાઈ સ્વમીંબંધુત્વને નાતો પણ ધરાવો છે. એક સામાયિકનું ફળ આપવાથી આપના મનોરથની સિદ્ધિ થતી હોય તો તેમ કરવા હું તૈયાર જ છું. શુદ્ધ રીતે સામાયિક કરી જાણું છું. ફક્ત નથી જાણતો તે કે એનું શું ફળ બેસે છે? તેમ એ અન્યને કેવી વિધિથી દઈ શકાય? વળી કેવળ આત્મશ્રેયની અભિલાષાથી સામાયિક જેવી પવિત્ર કિયા કરતી વખતે મેં કાંઈ પણ ફળની અપેક્ષા અદ્યાપિ સુધી રાખી નથી, એટલે જેમણે એ માર્ગ દાખવ્યું છે તેમની પાસે ગયા સિવાય એનું વિધાન જડવું અશક્ય ને અસંભવિત છે.” તો પછી ચાલ મારી સાથે. પિળ બહાર વાહન તૈયાર જ છે. પ્રભુશ્રી વીર પાસે પહોંચી જઈ એને ખુલાસો મેળવી લઈએ. સર્વજ્ઞ એવા શ્રી વર્ધમાનસ્વામી આંગણામાં જ બિરાજે છે ત્યાં શાને વિલંબ કરે ?” ગાડીમાં પિતાની બાજુમાં પુન્યને બેસાડી મગધના સ્વામી ભંભાસાર સમવસરણની ભૂમિ પ્રતિ સિધાવ્યા ત્યારે પિળવાસીમાંનાં રહ્યાસહ્યાની શંકા પણ ઓગળી ગઈ અને એક સામાન્ય દેખાતા વૃદ્ધશ્રાવકની સામાયિક ક્રિયા કેવી મહત્તાભરી છે એને એમને કંઈક ખ્યાલ આવ્યો. ત્યારે જ એ ચેખું સત્ય ઘણાને સમજાયું કે ધર્મને વાસ આડંબર કે ધામધુમમાં નથી પણ નિરવ શાંતિમાં અને સમતાપૂર્વકની કરણીમાં સમાયેલ છે Page #333 -------------------------------------------------------------------------- ________________ [ ૩૧૬] પ્રભાવિક પુરુષો : ધર્મનાં મૂલ્ય દ્રવ્ય કે સંપત્તિના માપે નથી અંકાતાં પણ અંતરની શુદ્ધિ અને પરિણામની ધારા પરથી જ અંકાય છે. જ્યાં કેવળ અહિંસાદેવીનું એકછત્ર સામ્રાજ્ય વિસ્તર્યું છે એવા શ્રી મહાવીરદેવ સમીપ પહોંચી વિધિયુક્ત વંદનપૂર્વક એક બાજુ બેસતાં જ ભૂપ શ્રેણિકે હિમતવદને ઉચ્ચાર્યું કે ત્રિકના સ્વામી! જ્ઞાતનંદન પ્રભુ! આપશ્રીએ દર્શાવેલા ત્રણ કાર્યોમાંનાં બેનું પરિણામ તો સારું આવ્યું નથી; છતાં સત્તાથી અમલ કરાવ્યું છે અને ત્રીજી વિધિ માટે શ્રાવકવર પુન્યને સાથે જ લાવ્યો છું. હવે તો તેને કહીને મારું નરકગમન ટાળવા કૃપા કરે.” ચૌદ રાજલકના દરેક બનાવ જેમના કેવળજ્ઞાનરૂપ અરિસામાં સ્પષ્ટરૂપે દષ્ટિગોચર થઈ રહ્યાં છે ત્યાં ભંભાસારની પ્રસ્તાવનાની શી જરૂર હોય? છતાં કડવો ઘૂંટડો એકદમ ગળે ઉતરાવવો યોગ્ય ન ધારી પ્રસન્નવદને શ્રી મહાવીરદેવે જણાવ્યું કે રાજન ! શરતની પૂર્ણતા વિના નરકગમન કેવી રીતે ટળવાનું હતું? વળી તારી રીત શરતપૂર્તિને ગ્ય ન ગણાય. કાર્યસિદ્ધિ પ્રેમભાવે જ થઈ શકે, એમાં બળજબરી કામ ન આવે. કાળકરિકને બાંધી કૂવામાં ઉતારવાથી પાંચ સો પાડાને વધતું અટક્યો ગણે છે? ગણતો હોય તો પણ સમજી રાખ કે એ માત્ર દ્રવ્યથી જ, ભાવથી નહિ. એ કસાઈએ પાણીમાં રહ્યાં થકાં પાણુંમાં પાડાનાં ચિત્રો કાઢી પિતાનો વધ કરવાનો નિયમ જાળવ્યો છે અર્થાત્ મનથી હિંસા છોડી નથી. કપિલાદાસી સ્વેચ્છાએ ક્યાં દાન દે છે? તારી ભીતિથી જે ક્રિયા કરે એથી યે લાભ?” ભલે આપ સાહેબની નજરે એ બે આત્માઓ મનથી મને સાથ નથી આપતા પણ મહાશય પુન્ય તો રાજીખુશીથી સહકાર આપવા તૈયાર છે. આપ ઉપાય બતાવો એટલે કામ સરે.” Page #334 -------------------------------------------------------------------------- ________________ પુણિયા શ્રાવક : [ ૩૧૭ ] “ રાજવી શ્રેણિક ! તું મારા આશય હજી પણ સમજી શકયા નથી. શુભ કે અશુભ કરણી એ આત્માની મરજીઆત વસ્તુ છે, એમાં મળજખરી ચાલી શકતી નથી. વળી એની ફળપ્રાપ્તિ-ક્રિયા કરનાર આત્માના અધ્યવસાય પર નિર્ભર છે. બાહ્ય પ્રયાગાથી નથી મેળવી શકાતી કે નથી એના અદલાબદલા કરી શકાતા. તેથી તેા એ કહેવત પ્રચલિત છે કે ‘ કરે તેવુ` ભાગવે અને વાવે તેવુ લણે ' તે પૂર્વે ગ વતી હરણીને શરથી વીંધી નાંખી જે અશુભ કર્મ ઉપાન કર્યું છે તે એવું નિકાચિત છે કે એના છૂટકારા ભાગવ્યા વિના થનાર નથી. મેં જે ઉપાય દાખવેલ તે પણ માત્ર તારા સાંત્વન અર્થે જ, બાકી જ્ઞાનખળથી હું જાણુતા જ હતા કે કાળસારિક કે કપિલા પેાતાના પરિણામ અલવાના નથી. એ આત્માએ અભવ્ય છે.” “ તેા પછી આપ સરખાનું શરણુ મળ્યા છતાં મારે નરકમાં જવાનું તા ખરું જ ને ? ” “ એમાં શંકા જેવું નથી, હાણુહાર મિથ્યા કરી શકાતું નથી. પાંચ સમવાયના ખળે વિશ્વનું નિય ંત્રણ થયે જાય છે. પણ તું શા સારુ ખેદ ધરે છે? કરેલું ભાગવવાનું છે. એ સમતા સહુ ભાગવવાનું પરાક્રમ દાખવ. તીવ્ર કસેાટી અને આકરી તાપણી વિના આત્મા નિર્મળ કયાંથી થાય ? મુંઝાઇશ નહીં, દુ:ખ પછી સુખ આવશે જ. પહેલી નરકમાંથી ૮૪૦૦૦ વર્ષે નીકળી મારા સરખા તીર્થકર તું. આ ભરતમાં જ થઇશ. અવસર્પિણી કાળના હું છેલ્લા છું જ્યારે તું ઉત્સર્પિણી કાળના પહેલા તીર્થંકર થઇશ. અલબત્ત, એ સમય પૂર્વે હું ને શ્રાવકવર પુન્ય તા આ ફાની દુનિયામાંથી સદાને માટે સિધાવી ગયા હશું, પરંતુ ચાદ રાજલેાકના પ્રાંત ભાગે રહ્યા છતાં અમારી જ્ઞાનદિષ્ટ જરૂર પદ્મનાલ તી પતિના શાસનકાળ તરફ હશે જ. ,, 66 Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી સુદર્શન पालयन् दर्शन शुद्धं, शीलं च मुक्तिसौख्यदम् । मुक्तिं गच्छति भव्याङ्गी, सुदर्शन इवादरात् ॥ અહા! ટૂંકાણમાં માત્ર ગણત્રીને શબ્દોમાં–શ્રી ભરતેશ્વર બાહુબળી વૃત્તિકારે, પ્રાતઃસ્મરણીય નરનારીઓનાં જીવન આલેખતાં, શ્રેષ્ઠી સુદર્શનની મુક્તિસાધના દર્શાવતાં ટૂંકી છતાં કેવી સુંદર પીઠિકા બાંધી છે? એ લોકમાં જ માત્ર સુદર્શન શેઠની સાધના દર્શાવી સંતોષ ન માનતાં, સાથે સાથે પ્રત્યેક આત્માને સ્પષ્ટ દર્શાવી દીધું છે. વ્યવસાયરક્ત, વ્યવહારદક્ષ અને વણિકકળાકુશળ વૈશ્યસંતાનોને ખાસ ઉધન કર્યું છે કે-દર્શન યાને સમ્યકત્વ, શીલ યાને આચારની શુદ્ધિ કે પવિત્રતા અથવા તો નિશ્ચળતા જાળવશે તો તમારે ક્ષત્રિયવૃત્તિની તેજસ્વિતા કે દ્વિજવર્ગસમ જ્ઞાનાર્જનની જરૂર રહેવાની નથી. ઉક્ત ગુણબેલડીના જોરે શિવસુંદરી તમારા બારણા ઠેકતી-રૂમઝુમ કરતી આવવાની છે. સુદર્શન શેઠનું જીવન એ વાતના પ્રત્યક્ષ પુરાવારૂપ છે. માત્ર સમ્યગદર્શનના માહાઓથી, એ મહાગુણમાં પ્રાપ્ત કરેલી અડગતાથી, રાજવી શ્રેણિકે પિતાનામાં તથાવિધ જ્ઞાન કે ચારિત્રને સદ્ભાવ ન હોવા છતાં, તીર્થકરપદની સાધના કરી એ વાતથી કેણ અજાણ છે ? એ જ પ્રકારે માત્ર બ્રહ્નચર્યના તેજથી મુક્તિલલનાના આવાસમાં પગ મૂકનાર નારદજીનું નામ કેણ નથી જાણતું ? પરસ્પરને લડાવવા કે કંઇના કંઈ કારણ જન્માવી કલહનાં આંધણ મૂકાવવા એ જાતના કુતૂહલમાં સારું ય જીવન વીતાવવું એ જાતની વૃત્તિને દુનિયા “નારદવેડા” કે “નારદવૃત્તિ' થી Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રેછી સુદર્શન : [ ૩૧૯ ] પિછાને છે. આવું જીવન ગાળનાર જે કાયમને માટે કર્મજજાળને અંત આણી શક્યા હોય તો એ કેવળ શુદ્ધ બ્રહ્મચર્યને પ્રભાવ છે. સર્વથા સ્ત્રીસંગ ત્યજી દઈ મનસા, વાચા, કર્મણા શિયળવ્રત ધરનાર, સાચે જ પૂજનીય-અરે ! પ્રાતઃસ્મરણીય છે. પણ જેઓ એટલી હદે નથી જઈ શકતા છતાં સ્વદારાસંતોષી બની પરસ્ત્રી પ્રતિ માતા કે બહેન સદશ વર્તન દાખવે છે તેમનાં નામ પણ અવશ્ય બહુમાનલાયક હોય છે. એવા શીલવંતા માનવી જગતનાં આભૂષણરૂપ છે. એવા પુણ્ય લોકોની સ્મૃતિ સૂર્યોદય પૂર્વે થાય છે. તેથી જ “રવિ પહેલાં ઊગંત’ નું વડભાગી બિરુદ તેમને પ્રાપ્ત થયેલ છે. આપણા નાયક સુદર્શન શેઠ ઉપરોક્ત નામમાળામાંના એક છે. તેમની જીવનપ્રભા આકરા કણોની તાવણમાં તવાયા છતાં, એકધારી પ્રકાશી રહી. અરે ! અગ્નિપરીક્ષામાં શુદ્ધ કુંદન જેમ છૂપું ન રહે તેમ શ્રેષ્ઠી સુદર્શનની શુદ્ધતા અંધારામાં ન રહી. દારુણ તાપના મારા પછી જેમ સુવર્ણ સો ટચની છાપ પામે છે અથવા તો ટંકશાળી પદની પ્રાપ્તિ કરે છે તેમ વ્યવહાર પટુ વણિક જાતિમાં જન્મેલ સુદર્શન શ્રેષ્ઠી પણ દૃઢ શીલવ્રતના જોરે શૂળી જેવા જીવલેણ સંકટમાંથી અણીશુદ્ધ બહાર આવ્યા અને સારી ય જનતાના આદરપાત્ર બન્યા. એ મહાત્માના યશગાન આજ પર્યત ગવાય છે એનું કારણ શુદ્ધ ધર્મશ્રદ્ધા અને પરસ્ત્રી પ્રત્યે માતાપણાનો ભાવ જ છે. વર્ષોના વહેવા છતાં–રંગબેરંગી પરિવર્તનો વિશ્વના આંગણે નોંધાયાં છતાં-અરે ભૂકંપના આંચકાથી કલ્પનાતીત ફેરફાર થયાં છતાં હજુ પણ એ નામ ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે અંકિત છે, એટલું જ નહિ પણ જનતાના હૃદયમાં ઊંડું ઊતરેલ છે. શીળવ્રતની વાત વિચારતાં જ શ્રેષ્ઠી સુદર્શન યાદ આવવાના. Page #337 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૦ ] પ્રભાવિક પુરુષા : જાણે હજી ગઇકાલે જ એ પ્રસંગ ન મન્યેા હાય ? એમ સારું ય દૃશ્ય ચક્ષુ સમીપ તરવરવાનું ! લગભગ પચીશ દાયકા પૂર્વે ના આ બનાવ પાટલિપુત્ર યાને આજનું પટણા જોતાં તાજો થાય છે. એના ગુલઝાર માગ તરીકે ઓળખાતા ભાગમાં, નાનકડા સરાવર કિનારે આવી રહેલી દહેરી હૃદયના તાર ખડા કરે છે. • સુદêન મુનિ આ સ્થાને કાળધર્મ પામ્યા હતા. ’ એવુ શ્રવણુ કરતાં મન વિદ્યુત્ ગતિને પણ ટક્કર ખવરાવે તેટલી ઝડપે ભૂતકાળના ઇતિહાસમાં સરી જાય છે. આજે આ સ્થાને સમીપમાં બીજી પણ એક દહેરી છે અને તે પણ એવા જ, છતાં વિલક્ષણ જીવનવાળા પ્રભાવિક પુરુષની છે. તેમનુ નામ મહાત્મા સ્થૂળ ભદ્રજી છે. ઉભયના સમય વચ્ચે લાંબુ અંતર છતાં કુદરતી રીતે આ સ્થળમાં દહેરીઆના યાગ થયા છે. પટણામાં જૈનધર્મીને પગ મૂકવાનું જો કાઇ પણુ આકર્ષણુ હાય તેા આ દહેરીયુગલ રૂપી લેાહસુખક જ છે. " સ્થૂલભદ્ર માટે પટણામાં સ્મૃતિચિહ્ન હાય એ સ્વાભાવિક છે. એ જ તેની માતૃભૂમિ હાવાથી ત્યાં ઊભું કરાયેલ સ્મારક વાસ્તવિક પણ છે, પરંતુ સુદ ન શેડ માટે આ સ્થળ શા માટે ? આવે! પ્રશ્ન અસ્થાને નથી જ. જનતાને માટે ભાગ શૂળીમાંથી સિંહાસન ” થયું, અર્થાત્ સુદર્શનના માટે ઘેરાયેલ વિપતુ વાદળ શિયળપ્રભાવે વીખરાઇ ગયું ત્યાં સુધી જ જાણે છે. એટલામાં જ સુદર્શન માટેનુ બહુમાન પૂ`પદે પહોંચે છે. રાણી અભયા પલાયન કરી ગઇ એટલે કથાનક પૂરું થાય છે એમ માની લે છે. કેટલાક પુસ્તકામાં એટલેથી જ સમાપ્તિ થયાનું જોવામાં આવે છે, પણ સુદન જીવનના પ્રાંતભાગે સાધુ થયા છે. વિચરતા વિચરતાં પાટલિપુત્રમાં આવી ચઢે છે. મરણાંત ઉપસર્ગ થાય છે. પેલી નાશી ગયેલી અભયા એમાં મુખ્ય ભાગ ભજવે છે. એ અનાવ સાથે વમાન દહેરીના અકાડા સંધાયેલા છે. Page #338 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી સુદર્શન : [ ૩૨૧ ] એ આંકડા ઊકેલવા સારું પ્રથમ ચંપાપુરી તરફ દિષ્ટ કરવી પડશે. વૃત્તિકારના શબ્દોમાં શરૂઆત નિમ્નરીતે કરવામાં આવે છે. भरतखण्डे चम्पापुरी नामा नगरी विद्यते । तत्र रणसिंहभूपपुत्रो दधिवाहनराजा राज्यं न्यायाध्वना पालयामास । राधावेधसाधनेन राज्ञा अभयादेवी परिणीता ॥ સુદર્શનનું કથાનક આલેખતાં ઉપરના શબ્દો ટાંકવાની જરૂર એટલા સારુ પડી છે કે એમાં રાજા દધિવાહનનું નામ છે. પરમાત્મા મહાવીરદેવની વિદ્યમાનતામાં ચંપામાં દધિવાહન રાજાનું રાજ્ય હતું એટલું જ નહિ, પણ એ રાજવી ચેટકરાજાના જામાતા હતા. ચેટકતનયા પદ્માવતી એની પ્રથમ રાણી હતી કે જે પ્રત્યેકબુદ્ધ રાજર્ષિ કરકડુની માતા હતી. ખીજી રાણી ધારણી હતી. જ્યારે શતાનીકે ચંપાનગરી પર હલ્લા કર્યા ત્યારે પુત્રી સહિત એક સૈનિકના હાથમાં તે સપડાણી હતી અને સૈનિકે તેણીને પાતાની પત્ની બનાવવાના ઇરાદો જાહેર કરતાં જ તેણીએ આપઘાત કરી પ્રાણની આહૂતિ આપી શીળવ્રતની રક્ષા કરી હતી. એની પુત્રી તે વસુતિ ઊર્ફે ચંદનબાળા. ત્રીજી રાણી કે જેની સાથેનું પાણિગ્રહણુ ઉપર્યુક્ત પ્રસંગેા પછી રાધાવેધ સાધીને રાજવી દધિવાહને કર્યું હશે તે ચાલુ વાર્તામાં અગત્યને ભાગ ભજવનાર રાણી અભયા. ઐતિહાસિક દૃષ્ટિએ આ સંકલના વાસ્તવિક છે કે એમાં કંઇ વિકૃતિ છે એ જોવાનું એ વિષયના અભ્યાસીઓનું કામ છે. માકી કેટલાકાએ પદ્માવતીનું બીજું નામ ધારણી હતું એમ લખી જે ગૂંચવાડા ઉત્પન્ન કર્યાં છે તે કરક હૈં ચરિત્ર વાંચતાં લેશમાત્ર ટકી શકે તેમ નથી. પ્રત્યેકબુદ્ધચરિત્રમાં એની ચાખવટ કરેલી છે. અસ્તુ. પ્રાપ્તવળજ્ઞાનનુંર્ીનઃ એ વચનાથી પણ એટલું તેા નિશ્ચિત ૩૭ Page #339 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૨] પ્રભાવિક પુરુષો : થાય તેમ છે કે સુદર્શન એ પરમાત્મા મહાવીરદેવના જીવનકાળમાં યા તો તે પછીના નજીકના સમયમાં થયા હોવા જોઈએ; કેમકે જંબૂસ્વામી પછી કેવળજ્ઞાન વિચ્છેદ થાય છે અને સુદર્શન શેઠ કેવળજ્ઞાન પામ્યા છે. આમ આસપાસનો સંબંધ જોડતાં દધિવાહનને એક કરતાં વધુ રાણીઓ હોવાની કલ્પના અને અભયા પણ એ પૈકીની એક હોવાની ધારણા તદ્દન અસ્થાને તો નથી જ. બારમાં તીર્થકર શ્રી વાસુપૂજ્ય સ્વામીનાં પાંચે કલ્યાણકેથી પવિત્ર બનેલી ચંપાનગરીમાં જેનધમી શ્રીમંત અહદાસને ઘરે ભાર્યા અર્હદાસીની કુક્ષીમાં જ્યારથી સુદર્શનનો જીવ ઉપજ્યા ત્યારથી તેણની ભાવના જિનપૂજામાં અને શુદ્ધ સત્વપાલનમાં સવિશેષ વૃદ્ધિગત થઈ. પૂરા દિવસે ને શુભ ચોઘડિયે એક સુંદરકૃતિ અભકને શેઠાણ અર્હદાસીએ જન્મ આપ્યો. એ જ આપણી વાર્તાનો નાયક સુદશન. સમયના વધવા સાથે શ્રેષ્ઠીપુત્રે સર્વ કળામાં નિપુણતા પ્રાપ્ત કરી અને ધર્મશાસ્ત્રને યાને ધર્મસ્વરૂપનો તે જાણકાર બન્યા. વાત પણ સાચી જ છે કે વ્યવહાર અને ધર્મરૂપ યુગલની જેણે સાધના નથી કરી, અરે! એમાં નૈપુણ્ય નથી મેળવ્યું તેનું જીવન અજાગળે લટકતા આંચળ જેવું નિરર્થક જ કહેવાય. આજે એ વાત જેટલી સાચી છે એટલી તે કાળે પણ હતી જ, તેથી જ સાંભળીએ છીએ કે – रूपयौवनसम्पन्ना, विशालकुलसम्भवाः। विद्याहीना न शोभन्ते, निर्गन्धा इव किंशुकाः ॥ १॥ पण्डितेषु गुणाः सर्वे, मूर्खे दोषास्तु केवलाः । तस्मान्मूर्खसहस्रेण, प्राज्ञ एको न लभ्यते ॥ २॥ રૂપ ને વન યુક્ત, વિશાળ કુળમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય પણ વિદ્યાહીન હોય તો ગંધ વિનાના કેસુડાની જેમ શોભત Page #340 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી સુદન [ ૩ર૩ ] નથી. તેિામાં સર્વ ગુણૢા આવીને વસ્યા છે અને મૂખમાં કેવળ દોષ' જ વસેલા છે તેથી હજાર મૂર્ખામાં ( મનુષ્યેામાં ) પણ એક પડિત લભ્ય થઇ શકતા નથી. ખળપણાથી જ માતાપિતાના સંસ્કારની સર્વોત્તમ છાપ બેઠેલી; એમાં સુગુરુને સમાગમ થયેા. હીરા હતા ને વળી તે કુંદનમાં જડવામાં આવ્યેા, પછી શેાભામાં શી ખામી રહે ! એથી સુદર્શનની ધ શ્રદ્ધા ‘ ચેાળ-મજી ’ ની છાપસદંશ ટંકશાળી મનાવા લાગી. જ્ઞાનરૂપી વૃક્ષના મૂળ સમાન, પુન્યરૂપી નગરીના પ્રવેશદ્વાર સમુ અને સર્વ સંપત્તિના કારણરૂપ જે દૃઢ સમક્તિ એ એટલું તેા એનામાં નિશ્ચળ થયું હતુ કે એને ચળાવવાને દેવ કે દાનવની શક્તિ કુંઠિત થઈ જતી. તરુણ્વય પ્રાપ્ત થતાં જ શેઠે એના લગ્ન કુલીન ઘરની પુત્રી અનારમા સાથે કર્યાં. 6 સંસારની એ કંવદન્તી છે અને તે તદ્દન ખાટી તેા નથી જ કે: વિપત્તિ અને સંપત્તિ આવે છે ત્યારે તે સખીવૃ ંદને સમૂહ લઇને આવે છે અર્થાત્ એને! પ્રવેશ ચારે બાજુથી હાય છે. શ્રીમંતાઇ, શ્રીમ ંતાઇ ને સાભાગ્ય એ ગુણ્ણા તેા હતા જ. એમાં વળી જોડી પણ સરખી મળી. સુદર્શન ને મનેારમાનું જોડુ આદર્શ મનાયું. ધર્મ, અર્થ ને કામરૂપ ત્રિવર્ગ સાધનામાં આ દંપતીના સમય વર્ષાના વારિ સમ વ્યતીત થવા લાગ્યા. વૃદ્ધગણુની ગણુત્રીના સુખના ચાર અંગ-પહેલુ સુખ તે જાતે નર્યા, બીજુ સુખ તે ઘેર દીકરા; ત્રીજી સુખ સુકુળની નાર, ચાથુ સુખ તે કાઠીએ જાર. અર્થાત્ શારીરિક સ્વાસ્થ્ય, સુપુત્ર, સુઘડ નાર અને સુખપૂર્વક નિર્વાહ એ ચારે કથાનાયકના જીવનમાં પૂર્ણતા પામ્યા હતા. યાગ્ય સમયે મનારમાએ સુ ંદર ખાળકને જન્મ આપ્યા હતા. ગૃહસ્થ જીવનના આરે ઊભેલા અને મસ્તકના શ્વેત કેશ જેમને ધર્મ સાધનનું સૂચન કરી રહ્યા છે એવા શેઠ-શેઠાણીએ પાત્રનું મુખ જોઇ, સંસારવાસના ત્યજી દઇ, સંયમના પંથ સ્વીકાર્યા. ત્રણ Page #341 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૪ ] પ્રભાવિક પુરુષા : પુરુષાર્થની સાધનામાંથી પસાર થઇ ચેાથા યાને અતિ અગત્યના પુરુષાર્થ ( મેાક્ષ ) પ્રતિ તેમણે પગલાં માંડયાં. આત્મકલ્યાણ વિના માનવજન્મ પામ્યાની સફળતા પણ શી ? માતાપિતારૂપ છત્રના વિયાગ થતાં સુદર્શન ને મનેારમાને શિરે બધી જવાબદારી આવી પડી. ઉભયે એમાં હસતે મુખે ઝુકાવ્યું. ‘ પિતા કરતાં પુત્ર સવાયા ' એ ઉક્તિ સાચી પડી. મહાજનમાં અગ્રેસર મનાતા સુદર્શન રાજમાન્ય પણ અન્ય. × × X “ કેમ આજે એવા તે શું ગહન વિચારમાં મગ્ન બની ગયા છે કે હું કયારની ચે પાછળ આવી ખડી થયા છતાં એ તરફ નજર સરખી પણ કરતાં નથી ? પટરાણીપના ગવ તા નથી આવ્યા ને ?” “ સખી કપિલા ! તુ આ શુ વદી રહી છે ? ” 66 રાણીજી ! હું શું ખાટુ કહું છું? અધિકાર ચીજ જ એવી છે કે એને નશે! કેાઇ વિરલને ન ચડે ? તેમાં આપ તે વળી મહારાજાના માનીતા. ખીજમતમાં જ્યાં સંખ્યાબંધ દાસદાસીએ હાય અને સાહેલીઆના મેટા સમૂહ હાય ત્યાં મારા જેવી એકાદીને ભૂલી પણ જવાય. 77 “ ભલે હું મહારાણી થઇ, છતાં આપણા વચ્ચેનુ સખીત્વ એ કંઈ આજકાલનુ નથી. દાસદાસીના પિરવાર ગમે તેટલે હાય પણ તેથી સહિયરની ખેાટ ન પૂરાય. અંતરની સાહેલી તા ગણીગાંઠી જ સ’ભવે. એમાં કિલ્લાના નખર ધૂરપદે આવે છે. દશરથપત્ની કૈકેયીને જેમ મથરા હતી તેમ મારે તું છે. મારું ચિત્ત મીજે હાવાથી તારું આગમન હું નથી જાણી શકી એ પાછળ અન્ય કોઇ કારણ નથી જ. સખી કપિલા! મનની શંકા ટાળી દે અને પ્રજાને મન ભલે હું મહારાણી હાઉં; છતાં તારા માટે તા હું પૂર્ણાંકાળની સાહેલી અભયા જ છું. " ,, Page #342 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી સુદર્શન : [ ૩૨૫ ] “તો પછી મને સાચું કહે, શા વિચારમાં લીન બન્યા હતા? વિશ્વની લીલામાં, કિમતની વિચિત્રતામાં કે દેવની ગહન ગતિમાં?” અભયા–“હેની ! કિસ્મતની વિચિત્રતામાં.” કપિલા–“અહો ! શું આ વાત તમે આજે જાણું? અનાદિ કાળથી જેનું ચક અખલિત વહ્યા કરે છે અને એવા જ એક અનંત શબ્દથી જોડાયેલા કાળ સુધી જે ચાલવાનું છે તેની લીલા જેવાનો-એની વિચારણામાં મન પરોવવાનો વિચાર એકાએક આજે જ ક્યાંથી ઉપજ્યા ? જેની વિલક્ષણતા પર પાર ન આવે એટલા લેકે રચાયા છે અને જેને મહિમા ભલભલા મૂછ પર લીંબુ ઠેરવનારાને પણ ગાવો પડ્યો છે એવા દૈવ કે કિસ્મતને ઓળખવાની ફુરસદ આજે કયાંથી મળી ? ” અભયા–“સખી આજે ઝરુખામાં ઊભી હતી ત્યાં ચક્ષુ સામે દેડતી ધરતી નીરખી એટલે મનરૂપી અશ્વ પાયગામાંથી છૂટ્યો.” કપિલા–“એ પણ આશ્ચર્ય ને! મહારાણુ થયાને પાંચેક વર્ષો વીતવા આવ્યા છતાં નગરી ચંપાનો માર્ગ આજે જ નજરે ચડ્યો ! જ્યાંથી પ્રભાતકાળથી આરંભીને નિશાકાળની મધ્ય ઘટિકા સુધી હજારો નરનારીઓ પ્રતિદિન પસાર થાય છે એવા આ માર્ગ પરની વિવિધતા ને વિલક્ષણતાનું શું કહેવું? કર્મરાજની ગહન શેત્રુંજના એ પ્યાદાઓ વૈવિધ્ય દાખવે એમાં નવાઈ પણ શું હોય ? જેનું નિરીક્ષણ કરતાં ભલભલા સંતપુરુષે થાકી ગયા અને વનના પંથે પળ્યા, એનું મંથન કરવામાં તમારા સરખી કેમલાંગીને કર્યો આનંદ મળવાનું છે? અન્ય પ્રકારે મનને બહેલાવાનું છોડી, ખાલી એ કમની જાળ ઊકેલવામાં શા સારુ પડવું જોઈએ? પ્રાપ્ત થયેલ સમૃદ્ધિને યથેચ્છ લહાવો લેવો એ જ મારી દષ્ટિથી તમારા જીવનને અનુપમ આનંદ જણાય છે.” Page #343 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨૬ ] પ્રભાવિક પુરુષ : અભયા–“લહાવો? એને ક્યાં છે ? અને રાજમહાલનાં સુખ એ છે ઝાંઝવાનાં નીર જેવાં. દુનિયા ભલે માને કે પટરાણી જેવી સર્વ પ્રકારે સુખી લલને બીજી કઈ નથી! ચંપાપુરીની પ્રજા અભયાનાં સુખ જોઈ મેતીએ ચેક ભલે પૂરે અને વહાલી સખી કપિલા પણ એ સુખ અને લહાવાની અસૂયા ભલે કરે; છતાં એ સામે મારે એકરાર એ જ છે કે એ બધા મનસ્વી તરંગો છે, પરંતુ નારીજાતિ માટે માતૃત્વની પદવી એ જ ગરીયસી અને સર્વશ્રેષ્ઠ છે. એકાદા સુન્દર અભકવિહણે જેને ખોળે છે તેનાં અન્ય સુખે રાજમંદિરના વિલાને ટપી જઈ કદી સ્વગય હેય, તો પણ એની ગણના કંઈ જ નથી ! નીતિકાર વદે છે અને શાસ્ત્રકાર શાખ પૂરે છે કે “જે ઘરમાં, ધૂળકીડાથી જેનાં ગાત્ર મલિન થયાં છે અને જેની વાણી કાલીઘેલી અને તતડી છે એવાં નાનાં બાળકો રમતાં દષ્ટિગોચર નથી થતાં તે ઘર, સાચે જ ઘર નથી; પણ એને જંગલની ઉપમા ઘટે છે. કપિલા ! આ નીતરું સત્ય છે. આજે તો મને એનો સાક્ષાત્કાર સચોટપણે થયે છે. ઘણી યે વાર આ ઝરુખે ઊભી રહીને પ્રજાનાં જાતજાતનાં બાળકો પર મેં દષ્ટિ દેડાવી છે અને એ સુખ મને પ્રાપ્ત ન થવા બદલ ગ્લાનિ અનુભવી છે, પણ એ બધામાં આજના દશ્ય તો એટલી વ્યથા પ્રગટાવી છે કે જે વર્ણવવા હું અશક્ત છું. એ જોયા પછી મારી દશા ભાનભૂલી જેવી થઈ પડી છે. પવિત્રહદયા મને રમાને જાણે અશ્વિનીકુમારની જોડી જ ન હોય તેવાં સુંદરાકૃતિ ને સ્વરૂપવાન બે બાળકો સહિત માગે જતી જોઈ ત્યારથી જ મારા અંતરમાં પ્રચંડ હાય ઊઠી છે. એ પ્રમદાના સુખ આગળ મારી આ ત્રિદ્ધિસિદ્ધિ કંઈ જ હિસાબમાં નથી. મારું અંતર પોકારી રહ્યું છે કે નગરી ચંપામાં એ દંપતીનાં સુખ આગળ રાજવી દધિવાહનની સંપત્તિ પાણી ભરે છે.” Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રેણી સુદર્શન : [ ૩૨૭ ] - કપિલા–“રાણીજી! તમારી આજની વિલક્ષણતાનું કારણ હવે જ માલુમ પડ્યું. પણ તમે કઈ મનેરમાની વાત કરી?” અભયા–“વાહ! કેવી ભેળી ભટાક! અલી બ્રાહ્મણું! તું આ કળા કોની પાસેથી શીખી આવી? માત્ર ચંપાની પ્રજા જ નહિ, અરે ! અખિલ અંગદેશના વતનીઓ જ નહિ, પણ એ સિવાય મગધ, કલિંગ ને માલવ પર્વતની જનતા જેના સૌભાગ્ય તથા યશગાનથી માહિતગાર છે એ દંપતીનાં નામથી તું એકલી જ અજાણ હોવાનો દાવો કરે છે? તારા પતિના મિત્ર એવા શ્રેષ્ઠી સુદર્શનને શું તું ઓળખતી પણ નથી?” - કપિલા-“એમને વળી છોકરાં છે જ ક્યાં? તેમની સ્ત્રીનું નામ મનોરમા છે તે તો હું જાણું છું. હું ખાત્રીપૂર્વક કહું છું કે જ્યાં તે તમેએ દીઠેલા કુમારે કોઈ અન્ય લલનાના હશે અથવા તો તમે જરૂર મારી મજાક ઉડાવતાં હશે.” અભયા–“કપિલા! આજે મારી ચક્ષુ ખુલી ગઈ. હું તને કાર્યદક્ષ સમજતી હતી, પણ તું તો સાવ ભેળી નીકળી! ખુદ મનોરમાને એક બે નહીં પણ છ પુત્રો છે. એ વાત માત્ર હું જાણું છું એમ જ નહીં, પણ મેં વસન્તમોત્સવ વેળા નજરે જોયેલા છે. એ કુમારે રૂપમાં દેવાને પણ ટપી જાય તેવા અને આકૃતિમાં આબેહૂબ સુદર્શનનાં પ્રતિબિંબ સરખા છે. એ છ પૈકીના નાના બે સાથે આજે મનોરમાને જતી નિરખીને મારા અંતરમાં વંધ્યત્વદશાની પીડા ઉદ્દભવી છે. એ વિચારો પાછળ મારું મન ભ્રમિત બન્યું છે. આજની મારી વ્યથાનું એ જ મુખ્ય કારણ છે.” કપિલા“જુઓ રાજી! તમારી વાત સાચી જ હોય તો નકકી હું ઠગાણી છું. ખરેખર મૂખી બની છું. સુદર્શને પોતે જ મને કહેલું કે “તો નપુંસક છું.” એ શબ્દો સત્ય નહોતા, પણ છટકવાની બારીરૂપ હતા એમ હવે મને અત્યારે સમજાય છે.” Page #345 -------------------------------------------------------------------------- ________________ [૩૨૮] પ્રભાવિક પુરુષ : અભયા- “કપિલા ! એ વાત મને અથથી ઇતિ સુધી કહે તો સમજણ પડે. તારી હાંસી કરનારને જરૂર હું નશિયત પહોંચાડીશ.” કપિલા-“ સાંભળે ! પ્રસંગ એમ બન્યો હતો કે એક વેળા અમે દંપતી શરદની ચાંદનીમાં અગાસી ઉપર બેઠાં હતાં, તે વેળા મારા પતિને સહજ મેં પ્રશ્ન કર્યો કે “ હમણું તમને ગૃહે આવતાં વિલંબ કેમ થાય છે? ' | મારા પતિએ કહ્યું: “ પ્રિયા આજકાલ સુદર્શન શેઠ જોડે મારી બેઠક વધુ થાય છે અને જ્ઞાનગોષ્ઠીમાં અમારો સમય કેવી રીતે આનંદપૂર્વક વીતી જાય છે તે જણાતું પણ નથી.” આવો મારા વાલમને જવાબ હતો. એ ઉપરાંત તેમણે ઉચ્ચારેલું કે એવા ભાગ્યશાળી નરનું તે શું નામ પણ સાંભળ્યું નથી?” આમ કહીને પછી તરત જ નિમ્ન શબ્દોમાં તેમનું વર્ણન શરૂ કર્યું. રૂપમાં કામદેવ, વાણી વદવામાં વાચસ્પતિ, બુદ્ધિમાં ભલભલા પંડિતોને ટકકર મારે તેવ, તેજસ્વિતામાં સૂર્યને પણ ટપી જાય એ અને શીલવંતોમાં શિરોમણિ મારે તે મિત્ર ખરેખર એક નિષ્કલંક ને સદાચારી પુરુષ છે. સખી! એ શ્રવણ કરતાં જ મારા મનમાં એ શેઠ પ્રતિ રાગ જન્મે. ત્યારથી મારું મન વિëળ બન્યું. કોઈ પણ રીતે એક વાર તેની સાથે પ્રસંગ પાડવાની વૃત્તિ જેર કરવા લાગી. એક દિવસ મારા પતિ બહારગામ ગયેલા. તે ત્યાં બે દિવસ રેકાવાના હતા. તે તક સાધી, નિશાકાળ થતાં હું સુદર્શન શેઠને ઘેર પહોંચી ગઈ અને ગળગળા સાદે જાણે કે દુ:ખથી બરાબર બેલી પણ શકતી ન હોઉં તેવો ભાવ ભજવી “તેમના મિત્ર અર્થાત્ મારા પતિ એકદમ સખત માંદગીમાં પડ્યા છે ને તમને એકાએક બોલાવે છે.” એમ જણાવ્યું. Page #346 -------------------------------------------------------------------------- ________________ શ્રેઢી સુદર્શન : [૩૨૯] મિત્ર માટે મરી ફીટનાર એ શેઠે હાથમાંનાં કાર્યો પડતાં મૂકી તરત જ મારી સાથે ચાલવા માંડ્યું. હું પણ તેમને આગળ કરી, ઘર આવતાં કમાડ ઊઘાડી, તેમને ઉપર જવાનું કહી, પાછળ અંદરથી કમાડ બંધ કરીને હર્ષભેર ઉપર ગઈ અને તેમને શયનગૃહના પાછળના કમરામાં તેડી ગઈ. એ કંઈ પ્રશ્ન કરે તે પૂર્વે તેમની ઉપર મારો રાગ કેવી રીતે બંધાયે તે વર્ણવી દેખાડી, મારી મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરતી ઊભી રહી. ભગિની ! આ જાતની છેતરપીંડી કરવી તને શોભતી નથી.” એમ ઉચ્ચારતાં જ તે પાછા વળવા માંડ્યા. હું તરત જ દોડી તેમને વળગી પડીને કહેવા લાગી કે “જ્યારથી તમારું સ્વરૂપ મેં સાંભળ્યું છે ત્યારથી હું તમારી પાછળ દિવાની બની છું. આ સમય સાનુકૂળ છે. કઈ જાતની ભીતિ ધરવાપણું નથી, મારી જોડે આ શય્યા પર પધારી મારી કામવાળા શમા. મારી ઈચ્છા પૂર્ણ કર્યા સિવાય તમને અહીંથી ખસવા દેનાર જ નથી.” આટલું કહી તેમના શરીર સાથે કુચેષ્ટા કરવા લાગી. સખી! સાચે જ કહું છું કે એમ છતાં ન તો તેમનું એક રૂંવાડું પણ ફરકયું કે ન તો તેમના મનમાં જરા પણ વિકારની છાયા ઉદ્દભવી. ઠંડકથી એક જ ઉત્તર દીધે કે-“બહેન ! તારા પતિ પણ જે એક વાત જાણતા નથી અને મને કેઈને પણ જણાવવી ગ્ય લાગતી નથી તે ન છૂટકે આજે તારી પાસે કહેવી પડે છે. તારા આવા હાવભાવ અને ક્રીડાકેલિના પ્રયાસ છતાં મને કામનું ઉદ્દીપન જ થતું નથી, કેમકે હું નપુંસક છું. ભગિની ! એટલી કૃપા કરજે ને મારી આ વાત ગુપ્ત રાખજે. તારી આશા ભંગ થાય છે એ કરતાં પણ મારું આ દુઃખ મને વધુ સાલે છે. લાચારીથી એની જાહેરાત આજે કરવી પડી છે. વધુ જાહેરાત ન થાય એની તારે તકેદારી રાખવાની છે.” Page #347 -------------------------------------------------------------------------- ________________ [૩૩૦ ] પ્રભાવિક પુરુષે સખી! શેઠનાં આ વાક્ય મને ખરાં લાગ્યાં, તેથી મેં પણ મારું વર્તન ગુપ્ત રાખવાનું વચન લઈ કમાડ ઊઘાડી તેમને જવા દીધા. ત્યારપછી જાણે કંઈ બન્યું જ નથી એવી રીતે એ પ્રસંગ સ્મૃતિપટમાંથી ભૂંસી વાળે. આ વાત અંતરની સહચરી એવી તારી પાસે પ્રથમ વાર જ પ્રગટ થાય છે. મારા પતિને શેઠ સાથેનો સુહૃદુ સંબંધ પૂર્વવત્ ચાલુ છે. ફક્ત ત્યારપછી પુનઃ હું એ ઘર તરફ ફરકી જ નથી.” અભયા–“સખી ! સાચે જ એ વણિપુત્ર તને આબાદ બનાવી ગયે.” કપિલા–“મહાન સદાચારી ! આવો સમર્થ ઇંદ્રિયજયી મેં જીવનકાળમાં પ્રથમ વાર જ જોયે.” અભયા–“એક વાણિયાની તે આટલી પ્રશંસા હોય ? ” કપિલા–“તારી ચતુરાઈ છે ત્યારે જ પરખાય કે એ વાણિયાને પરાભવ પમાડે. અભયા–“અહો! એમાં તે શી મોટી વાત છે? ” આજના યુગમાં નારીજાતિના છળપ્રપંચ સંબંધી લખતાં બહુ વિચાર કરવો પડે તેમ છે, કેમકે જનતાનો મોટો ભાગ અને ખાસ કરીને ઊગતી પ્રજા એમ ચોક્કસ માને છે કે પુરુષવર્ગ તરફથી એ જાતિને ભૂતકાળમાં અતિશય અન્યાય થયો છે. સત્તાના જોરે, પુરુષપ્રધાનત્વના ધોરણે અથવા તો ધન પેદા કરી લાવી પિષણ કરવાની લગામ પુરુષના હાથમાં હોવાથી, પોતે ચાહે તેમ કરી શકે, પોતાના ઈસિત વિલાસમાં જરા પણ ક્ષતિ ન પહોંચવી જોઈએ એવા અભિમાનને લઈને જાતજાતના અંકુશ મૂક્યા છે. વિશેષમાં પુરુષવર્ગે નીતિશાસ્ત્રોનાં વચને Page #348 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી સુદર્શન : [ ૩૩૧ ] રૂપે, કિવા ધર્મના પવિત્ર સંરક્ષણુરૂપે અગર તે। સમાજના કાનૂન તિરકે એ મતબ્યાનું નિર્માણ કરીને સારી ય સ્ત્રીઆલમને એવી તેા દબાવી દીધી છે; અરે! એટલી હદે એ જાતિ પર પ્રભાવ પાડ્યો છે કે ભાગ્યે જ એ નાગચૂડમાંથી સ્ત્રીજાતિ માથું બહાર કાઢી શકે ! મહાર નીકળવાની હિંમત જ ન કરી શકે! સદાને માટે પુરુષજાતથી દબાયેલી રહે એટલા ખાતર તેા એ નારીજાતનાં દૂષણ સૂચક સંખ્યાબંધ શ્લેાકેા રચાતા ગયા છે અને એની બેવફાઇના તેમ જ અધ:પતનના ઉદાહરણના પણ તેટે નથી રખાયા. આ મંતવ્ય રજૂ કરનાર આજના ઊગતા વર્ગ એટલે સુધી કહે છે કે આને બદલે નારીગણુ સત્તામાં હેાત ને એના હાથમાં ધર્મ કે સમાજનું તંત્ર સાંપાયું હાત તે એ વૃંદ આટલી હુંદે કર્કશ ન મનત. * ચાલુ વાર્તાપ્રવાહમાં સ્ખલન દાખવી આ ઉલ્લેખ કરવાની જરૂર એટલા સારું લાગી છે કે વીશમી સદીના એ પ્રસ્તુત વિષય છે. સ્ત્રીસ્વાતંત્ર્યના ઢાલ પીટાઇ રહ્યા છે અને સમાન હક્કનાં વાળ વાગી રહ્યાં છે. નારીજાતના સંબંધમાં જરા પણ ઘસાતું લખનાર જૂનવાણી અને રૂઢિચુસ્તના વર્તુળમાં ધકેલાઇ જાય છે. ભલેને પછી એની વાતને નીતિ કે પરંપરાના ટેકે હાય ! ભલેને એ કથાનકા ધર્મગ્રંથમાંથી ઉદ્ધરવામાં આવ્યાં હાય ! કિવા સાહિત્યના સાગરમાંથી વીણી લેવામાં આવ્યાં હાય ! એ સામે ઊગતી પ્રજાના મોટા ભાગની—વિચારક ને શિક્ષિતપણાના છેાગાવાળા વર્ગની રાતી આંખ રહેવાની. કેટલાક તા તરત જ કહી દેવાના કે નારીજાતને હલકી ચિતરવાના–સદા ય તેને દબાયેલી રાખવાના ઇરાદાપૂર્વક કરાયેલેા આ પ્રયાસ છે! એ વખતે સમાન હક્કના આ ઠેકેદારા પૂર્વ પુરુષાના નારીજાતિના ગારવસૂચક બ્યાના ભૂલી જાય છે. અર્ધાંગના જેવા બહુમૂલા શબ્દને કે વૃદ્ઘિની વૃમુચ્યતે। ’ જેવા મહત્તાસૂચક પદને વીસરી ' Page #349 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૨ ] પ્રભાવિક પુરુષો : જાય છે. પુરુષ જેવો જ આત્મા સ્ત્રી જાતિમાં વસે છે. એટલે ઉભયનાં કાર્યો જુદા પ્રકારનાં છતાં ઉભય સમાન છે, સમાન શક્તિશાળી છે અને પરસ્પરના વ્યવહારમાં મિત્ર જેવા છે એ જૈનસિદ્ધાંતના ઉમદા સૂત્રને પણ નજર બહાર રાખવામાં આવે છે. અલબત્ત, કથાનકમાં કઈ કઈ સ્થળે કારણવશાત્ “નારી નરકની ખાણ” કે “મોક્ષની અર્ગલારૂપે કહેવાઈ છે, પણ એની સાથે એ જ નારીને “રત્નકક્ષી” ને “જગદંબાનાં બિરુદ પણ અપાયાં છે, એ વર્ગની સતીઓને સૈ કરતાં પ્રથમ નમસ્કાર કરાયા છે. એની મૃદુતા–કમળતા કે અન્ય ગુણના કારણે અથવા તો તીવ્રતમ કર્મ આચરવાની અશક્તિએ એને માટે સાતમી નરકનાં દ્વાર પર કાયમને માટે ખંભાતી તાળું વાસવામાં આવ્યું છે અને ભાગ્યે જ એવી ધર્મકિયા હશે કે જેમાં પુરુષની જોડાજોડ સ્ત્રીની હાજરીની જરૂર નહીં માની હોય. અરે સ્ત્રી તીર્થકર શ્રી મલ્લિનાથે દીક્ષા લીધી તે જ દિવસે કૈવલ્યપ્રાપ્તિ. એકાદ ઉપસર્ગનું સહન કરવાપણું પણ નહીં? શું નારીજાતિનું આ ગૈરવ નથી ? આ ઉપરથી શું એ સૂચિત નથી થતું કે ધર્મ—નીતિના ગ્રંથમાં નર કે નારીવર્ગ માટે જે કંઈ આલેખન કરાયાં છે એ નહિં કે સ્ત્રીને ઉતારી પાડવા સારુ; પણ તે તે પ્રસંગના ગુણદોષ ધ્યાનમાં લઈને કરાયાં છે. અલબત્ત, લેખકની દૃષ્ટિએ એમાં રંગપૂર્તિ આછી કે ઘેરી થઈ ગઈ હોય. સમાન હક્ક નો પ્રશ્ન નો નથી. જૈનધર્મ એ હકક આપેલો જ છે, પણ એને અર્થ “સમાન-કર્મો જે કરવામાં આવતો હોય તો એમાં ગંભીર ભૂલ થાય છે એ અચૂક છે; એટલું જ નહિં પણ સુખી સંસારને ભસ્મીભૂત કરનાર ભયંકર અગ્નિ છે. તેથી જ ઉભય આત્માનાં દૈનિક કર્મો ભિન્ન દર્શાવાયાં છે એક રળી લાવનાર છે તો બીજાને તેની ત્રેવડ કરવાની છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી સુદર્શન : [૩૩૩] મરદ બહારના કાર્યમાં સર્વ સત્તાધીશ છે તે ગૃહકાર્યની અંદર સ્ત્રી જ કર્તા-હર્તા છે, તેણીનું જ શાસન ચાલે છે. આટલી જરૂર પૂરતી હકીકત ધ્યાનમાં રાખી વાર્તાના પ્રવાહમાં આગળ વધીએ અને ચંપાપતિ દધિવાહનના આવાસના પ્રાંત ભાગે આવી રહેલા ઉદ્યાનમાં-એક એકાંત ભાગમાં-વિરામાસન પર બેસી એક તરુણયુગલ કેવી વાતમાં મશગુલ છે તે તપાસીએ. પરિચારિકા આગતુકને રોકવા સારુ દ્વાર પર જ પડી છે છતાં લેખક અને એનું અનુકરણ કરનાર વાંચકગણને કઈ રોકી શકે તેમ નથી જ. ગમે તેવી ગુપ્ત મંત્રણામાં અને ગહનમાં ગહન ભૂગર્ભમાં દાખલ થવાને એને અમર્યાદિત પરવાનો છે. અહા! આ તો રાણું અભયા છે, પણ જેની સાથે વાત થાય છે તે મેણુ છે? એનું મુખારવિંદ જોતાં તે એક બાહોશ ને ભલભલા મરદનાં હૃદય ભેદી નાંખે તેવી કુશળ કામિની જણાય છે. એનું નામ પંડિતા છે. સ્ત્રીચરિત્ર ઉપર વર્ણન કરાતી કથામાંની નુપૂરપંડિતા સરખી આ પંડિતા પણ અંતઃપુરના ભેદ ભરમે અને ગુપ્ત રહોથી જાણીતી છે, એ છે તે રાણીજીની દાસી, પણ સઘળા ખાનગી કાર્યોમાં એની સલાહ લેવાતી હોઈ, રાણજી પર એ સખી કરતાં પણ વધુ અધિકાર ભોગવે છે. કપિલાના ઓલંભાથી અભયા રાણીને શીળવાન સુદર્શનને નમાવવાને અભિલાષ ઉપજે. સામાન્ય રીતે એનાં બાળકો જોતાં અંતરમાં કોઈ અને અભિલાષ તે દિવસે ઉદ્ભવ્યો હતો, એમાં કપિલાની વાતે અગ્નિમાં ઘીની ગરજ સારી. ત્યારથી જ રાણીના કલાકે એ મનોરથની સિદ્ધિ કરવા માટેની તંત્રજાળ ગોઠવવામાં જાય છે. એ ચિતાની અસર કમનીય ગાત્રે પર પણ થવા માંડી છે. માનસિક વ્યથાને તાગ મેળવવા રાજવી દધિવાહને પ્રયાસ કરી છે, પણ એમાં સફળતા ન મળી, એટલે એ Page #351 -------------------------------------------------------------------------- ________________ [૩૩૪ ] પ્રભાવિક પુરુષો : કાર્ય દાસી પંડિતા પર આવી પડ્યું. ગાનુયોગ અભયાની દષ્ટિ પણ એ પંડિતા પર જ ચોંટી. પિતાની નજરમાં કઈ ઉપાય ન જ આવવાથી અંતરને “મમ” આજે તેણીએ ખુલ્લા દિલે સામે ધરી દીધો. છૂપા દર્દીની કહાણી શ્રવણ કરવા સાથે જ પંડિતાના ચહેરા પર સ્મિતની એક રેખા ફરી વળી. પણ દર્દનો ઈલાજ કરનાર વૈદ્ય સુદર્શન! નામ સાંભળતાં જ આ મંત્રતંત્રદક્ષ પંડિતા બોલી ઊઠી: રાણીજી! અશક્ય-અસંભવિત. કદાચ મેરુપર્વતનું શિખર ચળાયમાન થાય, પણ શ્રેષ્ઠી સુદર્શન શિયલવ્રતથી પંચમાત્ર ચલિત ન થાય. એ તો “પરનારીસહોદર છે. માત્ર એ ખ્યાતિનું બિરુદ નથી પણ પૂરેપૂરું સત્ય છે. ” અભયા–“પંડિતા! વહાલી સખી! એક વાર એને અહીં તેડી લાવ, બાકીનું પછી જોઈ લેવાશે. એ છે અને હું છું.” પડિતા–“રાણજી! તે થોડી ધીરજ ધરે. ધર્મના છળ સિવાય એને આણવાને કઈ માર્ગ નથી. વળી એને માટે અત્યારથી જ દંભી નાટક ભજવવું પડશે. વિનારોકટોકે મહાલયની બહાર ગમનાગમન કરી શકું તે માટે રાજમુદ્રિકા મને સપી દે. સાથે સેનામહોરની થેલી પણ લાવો.” “માતુરાજ ન મર્થ = સ્ટar ” એ નીતિકારનું કથન અનુભવની એરણ પર ઘડાયેલું છે અને તેથી સત્ય જ છે. ઉદ્યાનમાંથી મહાલયનાં પગથિયાં ચડતાં ઉભયના ચહેરા આનંદથી છવાયા હતા. પછી થોડા દિવસોની હીલચાલ શી ચાલી રહી એ ખાસ કાંઈ સેંધવા જેવી નથી, માત્ર એક વસ્તુ સો કેઈના જાણવામાં આવી કે રાણીમાતા એકાએક માંદા પડી ગયા છે, અવારનવાર ચિકિત્સકેનાં આગમન Page #352 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી સુદર્શન : [ ૩૩૫ ] થઈ રહ્યાં છે અને દાસી પંડિતા પણ દરરોજ એક બંધ શિબિકામાં કઈને લાવે છે અને લઈ જાય છે. સાંભળવા પ્રમાણે એ કઈ ચમત્કારી યક્ષની મૂર્તિ છે, છતાં કોઈએ નજરે જઈ નથી. એટલું તે ચોક્કસ છે કે દિવસ જતાં એ કિયા એક કરતા વધુ વાર થવા માંડી છે, અરે ! રાત્રિના પણ થાય છે અને એમાં ખૂદ ભૂપતિની પણ સંમતિ છે. દિવસો વ્યતીત થવા લાગ્યા અને અભયારે પંડિતા તરફથી રચાયેલ કપટજાળ વધુ આશાવંત જણાવા લાગી. શક્તિને અવતાર નારી, અબળા પણ છે અને પ્રબળા પણ છે. એક વાર મનમાં નિશ્ચય થયે કે ખેલ ખલાસ. એકધારી અતૂટ શ્રદ્ધાથી કાર્યની પાછળ મંડી પડવાની. ધર્મ-અધર્મની વિચારણા એને ડરાવી શકવાની નહી. “જે “તો” ના ખડકે એના માગ આડા ઊભા રહેવાના જ નહીં, તેથી જ નીતિકારે કહ્યું છે કે अनृतं साहसं माया, मूर्खत्वमतिलोभता । अशौचं निर्दयत्वं च, स्त्रीणां दोषाः स्वभावजाः ॥ અર્થાત્ અમૃત યાને અસત્યથી માંડીને નિર્દયતા સુધીના સાત દોષે સામાન્ય રીતે સ્ત્રીઓને વારસામાં મળેલા હોય છે. આનો અર્થ એમ કરવાનો નથી કે પુરુષજાત ગુણસંપન્ન જ હોય છે અથવા તો એમાં ઉપરના દોષ નથી હોતા. “ઊજળું તેટલું દૂધ નહીં અને પીળું તેટલું સોનું નહીં.” એ ઉક્તિ પ્રમાણે વિચારીએ તો પુરુષજાતિ હે, કિંવા સ્ત્રી જાતિ હે, સર્વમાં ગુણે અને દેષ હોવાના. અમુક જાતિમાં એ વિશેષ પડતા જણાવાથી એ જાતિને ઉદેશી લખવામાં આવ્યું હોય છે. એ વાતની પ્રતીતિ કથાના વહેણમાં આગળ વધતાં સહજ થાય તેમ છે. કૌમુદી મહોત્સવ આવ્યો અને દરબારી ઢેલ ગડગડ્યા. પોતપોતાના કુટુંબ સહિત રિજન એ મોજ માણવા ઉદ્યાનપથે કીડીઓની Page #353 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૬ ] પ્રભાવિક પુરુષો : માફક નગરમાંથી વહી રહ્યાં. એ ઉત્સવમાં ખૂદ નરેશ પોતે પણ પ્રજા સાથે છૂટથી ભાગ લેતો. એ સમયે રાજા પ્રજા સહ ઓતપ્રેત બની અધિકાર વસ્તુ ભૂલી જતો. આવા મહત્ત્વના આનંદમાં ગેરહાજર રહેવાની પ્રજાજનને ખાસ મનાઈ હતી. કારણવશાત્ કેઈને રહેવું પડતું તો ભૂપાલની એ માટે પરવાનગી મેળવવી પડતી. ચતુર્દશી પર્વની આરાધનાના નિયમવાળા સુદર્શન શેઠને પષધની અનુકૂળતા રહે એ સારુ ઘેર રહેવાની છૂટ હતી. એ તક સાધી કામ કાઢી લેવાની યુક્તિ અભયા ને પંડિતાની જેડીએ ગોઠવેલી. એટલે નાદુરસ્ત તબિયતનું મિષ કાઢી રાણી અભયા પણ કૌમુદી મહોત્સવમાં ન ગઈ. એનું હૃદય તો કૈમુદીનો યથેચ્છ ઉપભેગ કરવા કયારનું આતુર બન્યું હતું, પણ નિશાના ઓળા ઊતર્યા વિના કાર્યસિદ્ધિ અશક્ય હતી. પંડિતા સુદર્શનનું કાયોત્સર્ગસ્થાન જોઈ આવી હતી અને શિબિકામાં એને ઉચકી લાવી યક્ષપ્રતિમારૂપે અંત:પુરમાં દાખલ કરી દેવાની પેરવીમાં પડી. એ ઘટિકા આવી. અભયા પણ સેળ શણગાર સજી મનેરથની પૂર્તિ અર્થે આવાસગૃહમાં આવી ગઈ અને અ૫ સમયમાં જ શિબિકા આવી પહોંચી. કેવળ ધ્યાનમાં જ જે આત્મા લીન બન્યા છે એવા સુદર્શનના દેહને ઉચકી બહાર ઊભો કર્યો. પંડિતા અવસર ઓળખી વિદાય થઈ ગઈ. ત્યારપછી એ રંગમહાલય કે ચિત્રશાળામાં જેના અંગેઅંગમાં કામાગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો છે અને જેની દષ્ટિ કેવલ ઈષ્ટસિદ્ધિમાં એકતાર બની છે એવી રાણી અભયાએ, ચિરકાળ ક્ષુધાત મનુષ્ય જેમ ભેજન ઉપર તરાપ મારે તેમ શીધ્રગતિએ સુદર્શન શેઠના દેહને બાથમાં લીધે. જાતજાતની ચેષ્ટાઓ કરી. મદનને વેગ પ્રગટાવવા કંઈ કંઈ પ્રયત્નો કર્યા. ભેગ ભેગવવા ભાતભાતની વિનવણીઓ કરી, પણ અફસોસ ! મુખમાંથી એક હરફ સરખે ન તો બહાર પડ્યો કે ન તે જડ પાષાણસમાં દેહનું એક રૂંવાડું વિકસ્વર Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી સુદર્શન : [ ૩૩૭ ] થયું. ઉખરભૂમિમાં બીજારોપણ કરવાના પ્રયાસ સરખું એ સર્વ નિષ્ફળ ગયું. અભયાનું હૃદય કામની ઉગ્રતા અને એની અપૂર્ણતાથી ઉપજેલ રેષજવાળાએથી ભભૂકી ઊઠયું. અભિલાષપૂર્તિના આવેગથી રાણી ગઈ ઊઠી: અરે! વાણિયા! હું કરું છું તે યાદ કર, વિચારી જે, તારા વેવલાપણુને છોડી દે. હું તારા મૈનથી નાહિંમત થનાર નથી. કયાં તો મારી ઈચ્છાની પૂર્ણતા કરીશ, નહિં તો તારું મૃત્યુ તરીશ.” આમ કહ્યા છતાં પણ ધ્યાનમગ્ન વણિક-વ્રતપાલનમાં ૨ક્ત બનેલ આત્મા-કેવળ પરમાત્મા શ્રી મહાવીર સિવાય જેને કેઈના શરણની પરવા પણ નથી એવો કાયોત્સગી–મર્યાદિત સમયનો સાધુ–શું બલવાન હતો ? એને વળી મરણને ભય શેને હોય? અભયા આ મૂંગે માર-ઊઘાડા પરાભવન સહી શકી. તે એકદમ પોકારી ઊઠી. પોતાની જાતે જ અંગ પર ઉઝરડા કરી, પરિધાન કરેલ વસ્ત્રો અસ્તવ્યસ્ત કરી, એણે બૂમરાણ કરી મૂક્યું. અરે ! કઈ દેડ, જલ્દી આવો. આ દુષ્ટ માનવી મારું શિયળ ખંડિત કરવા મારા પર હુમલો કરી રહ્યો છે.” આ અચાનક પોકારથી રક્ષકો દોડી આવ્યા. દાસીઓનું ટોળું એકઠું થઈ ગયું અને સુદર્શન શેઠને દોરડાથી બાંધી લેવામાં આવ્યા. રાજવી ઉદ્યાનમાં હોવાથી તરત જ બંદી તરીકે તેમને ત્યાં લઈ જવામાં આવ્યા. ચિત્રવિચિત્ર શંકાઓનું પાત્ર સુદર્શન શેઠ બન્યા. આનંદ-પ્રમાદમાં રક્ત બનેલા ભૂપે રાજપુરુષોના મુખેથી ગુન્હાની વાત સાંભળી; એટલે એને ગુસ્સો મર્યાદા ઓળંગી ગયે. અન્ય કેઈને ત્યાં નહિં ને પોતાના જ મહાલયમાં પોતાની ૨૨ Page #355 -------------------------------------------------------------------------- ________________ [ ૩૩૮ ] પ્રભાવિક પુરુષ : જ પ્રેયસી રાણી પર હુમલો ! એની શિક્ષા મરણ સિવાય બીજે કઈ હોઈ શકે ? એક જ હકમ “જાઓ, એ હરામખોરને–એ દગાબાજ વાણિયાને–અરે! એ દંભી આત્માને-ઢોંગી ધર્મઠગને શૂળી પર ચડાવી દ્યો. ચડાવતાં પૂર્વ નગરમાં ફેર કે જેથી આવું નીચ કૃત્ય કરતાં બીજા મનુષ્ય પણ અટકી જાય કરવાની હિંમત સરખી પણ ન કરે.” જ્યારે ચંપાના સરિયામ રસ્ત-શિયળવ્રતધારી અને જેની ખ્યાતિ દેશ-દેશાંતરમાં કપૂરની સુવાસ સમ પ્રસરી ગઈ છે અને જેની વ્રતદઢતા આબાળવૃદ્ધ પર્યત જગજાહેર છે, એવા સુદર્શન શેઠ પર આવેલ કલંક અને એ દ્વારા જનતામાં ચાલી રહેલી રંગબેરંગી વાયકાઓની વચ્ચે થઈ વધસ્થંભ તરફ સરઘસ ગતિ કરી રહ્યું હતું ત્યારે એ આત્માના અંતરમાં કેવું મંથન ચાલી રહ્યું હશે ? જૈનધર્મ પર લોકોમાં કેવા કટાક્ષ થતા હશે? જેને સત્ય પર અટલ વિશ્વાસ છે એવા એ શેઠના હૃદયનું પાણી પણ હાલ્યું નહોતું એમ શાસ્ત્ર વદે છે. પૂર્વકને યાદ કરી એક તમાસગીર તરિકે તે નાટક ભજવાવા દે છે. દુનિયા તો દેરંગી છે, એને મેઢે ગળણું ન બંધાય, પણ “સાચાને સંગી” શા માટે ગભરાય? જ્યારે આ સમાચાર સ્વામીવત્સલા મનોરમાને કાને પડ્યા ત્યારે તે પણ ઘડીભર થંભી ગઈ. સ્વપ્નમાં પણ જેનું ખલન ન સંભવે એવા પતિને શિરે આ કલંક ! તે સાંભળીને શું પોતે મૂંગે મોઢે જોઈ રહે? તરત જ હિંમત એકઠી કરીને તે દેવમંદિરમાં પહોંચી ગઈ. પ્રભુ સન્મુખ કર જોડી પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી મારા પતિને માથેથી આ કલંક ઊતરે નહીં ત્યાં સુધી હું કાર્યોત્સર્ગમાં જ રહીશ.” જેને ધર્મ પર અટલ વિશ્વાસ Page #356 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી સુદર્શન : [ ૩૩૯ ] છે, જેને ધર્મમાં બતાવેલા વ્રતનિયમમાં અડગ શ્રદ્ધા છે, એ ગમે તેવા કલંકથી કે દુષ્ટ માનવીઓએ ખડા કરેલા ઉપદ્રવોથી શા સારુ હતાશ થાય ? વીતરાગનું શરણ એ જ એનો વિસામે. શ્રદ્ધાઆસ્થા કેઈ અનેરી વસ્તુ છે, એને તાર અંતર સહ જોડાયેલા છે, એનો ઝણઝણાટ સાંભળનાર સાચે જ બળવાન આત્મા હોય છે. તે કાળ ( time ) મહાસાગરમાં “સમય” રૂપી જળબિંદુઓને તો સુમાર નથી, છતાં એમાંનાં કેટલાકને એ સુંદર ઈતિહાસ જળવાય છે કે આજે એ વાંચતાં હદય ઝણઝણાટ અનુભવે છે. મુખમાંથી સહસા ઉદ્દગાર નીકળી પડે છે કે-ધન્ય એ જીવન! ધન્ય એ સોનેરી પળ ! દેશનાની પૂર્ણાહૂતિ થતાં જ જનતા ઉદ્યાનમાંથી બહાર નીકળી પાટલીપુત્ર નગરના માર્ગે પળી. “મુજે રે મતિfમના” એ ઉક્તિ અનુસાર વાર્તાલાપના વિષયમાં વિવિધતા ભરી હતી. કોઈક ત્યાગી સંતના જીવન પર, એમાં રહેલી પવિત્રતા પર પ્રશંસાનાં પુપે વેરતાં તો કઈ આજની દેશનાના કેદ્ર સમા બ્રહ્મચર્ય” જેવા મહત્વના વિષયની ચર્ચા કરી રહ્યા હતા. એકે તે સ્વજીવનના નિચોડરૂપ વાક્ય ઉચ્ચારી પણ દીધું કે – મહાશય! માને યા ન માને, પણ સુદર્શન મુનિ કહે છે તેવું શિયળવ્રતનું પાલન સાધુ જીવન સિવાય બીજે શક્ય નથી. સંસારમાં રહી, નેત્રો સામે લાવણ્યના મૂર્તિમંત સ્વરૂપ સમી કમળાંગીઓ અહર્નિશ કીડાકેલી કરતી નિરખી બ્રહ્મચર્યનો ઉચ્ચાર કરે એ અગ્નિમાં હાથ નાંખી ન દાઝવાને પ્રયોગ કરવા જેવું છે. એક કવિનું વચન છે કે “મદમાતી યુવતીને રાતે વિલાસ જોયા છતાં જે માનવને અંગવિકાર ન પ્રગટે તો માનવું કે કયાં તો એ ત્યાગી છે અથવા તો એ નપુંસક છે.” Page #357 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૦ ] પ્રભાવિક પુરુષો : “ બધુ ! ઉતાવળા ન થા. એકાંતના પક્ષ ન પકડ. કિવના કથનમાં માનવગણના મેટા ભાગના જીવનનું પ્રતિષિખ ભલે દ્વારાયું હાય, છતાં ગૃહસ્થજીવનમાં પણ નિષ્કલંક ચારિત્ર શ છે. એવા પણ મનુષ્યા સાંભળ્યા છે કે જેના નયન સામે સ્વની અપ્સરા ઊતરી આવે તેા પણ વિકારના અંશ ન ઉદ્ભવે. તેથી તા ‘બહુરત્ના વસુંધરા ’ કહેવાય છે. શા માટે દૂર જવું ? આ સુદર્શન મુનિનું પૂજીવન વિચાર. તેમના નિષ્કલંક ચરિત્રના પ્રભાવથી શૂળી મટી સિંહાસન થયું અને શાસનદેવીએ સાક્ષાત્ દન પણ દીધાં. ” ,, “શું આ તે જ મહાત્મા છે કે ? '' ચંપાપુરીના સુદર્શન શેઠ વિષે અને તેમના શિયળના પ્રભાવથી થયેલ ચમત્કાર વિષે તે મે પણ સાંભળ્યું હતું, પણુ તેમને સંયમ અંગીકાર કર્યાની વાત અગર તેા એ જ સુદન શેઠ અને આજના ઉપદેષ્ટા મુનિ સુદન અને એક જ વ્યક્તિ છે એ વાતની મને ખબર નહેાતી. ” એક તરફ આ વાર્તાલાપ ચાલી રહ્યો છે અને માર્ગ કપાઇ રહ્યો છે ત્યાં સુદર્શનનું નામ કાને પડતાં જ સમીપમાં એક ત ખાળીની દુકાનેથી પાન ખરીદ કરતી લલના ચાંકી ઊંઠી. એકાએક તેણીના ચહેરા પર કોઇ અગમ્ય ભીતિના એળા પથરાયા. રાજની હસતી મુદ્રા જોવાને ટેવાયેલ ત ખેાળી પણ આ ફેરકારથી અજાયબી પામ્યા. તરત જ પેલી લલના સહસા થઇ ગયેલા લાગણીવશપણામાંથી જાગૃત બની, પુન: હસતું વદન કરી, જાણે કઇ અન્યું જ નથી એવા ભાસ દાખવતી, પાન લઇ સત્વર પેાતાના આવાસ તરફ વિદાય થઇ. સીડી પર ચઢી, કમરામાં પ્રવેશી એકાએક દાસીને બૂમ પાંડી અને જ્યાં એ આવી કે અશુલિથી Page #358 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી સુદર્શન : [ ૩૪૧ ] વાતા કરતાં માગે જઈ રહેલાં પેલા ગૃહસ્થાને બતાવી, એમની વાતાના મ જાણી લઇ આવવા જલદી તેમની પાછળ પ્રચ્છન્નપણે જવા આજ્ઞા કરી. વાચકને પણ આશ્ચર્ય થયું જ હશે કે સુદર્શન શેઠને તા ચંપાપતિએ શૂળી પર ચઢાવરાવ્યા હતા ત્યારપછી એવા તે કયેા ચમત્કાર થયા કે એ જ સુદર્શન જીવતા રહ્યા તથા આગાર ત્યજી અનગાર બન્યા અને પાટલીપુત્રના ઉદ્યાનમાં આવેલ કમળદ્ર નજીક કયાંથી આવી ચઢ્યા ? વળી એ મનાવના વૃત્તાંતમાં આવતાં સુદર્શન શબ્દથી પેલી લલના કેમ વિવશ મની ગઇ અને શા કારણે એને દાસીને દાડાવી ? એના કાઠા જોડવા સારુ આપણે પણ એ શ્રોતાજનની પાછળ જઇએ અને તેમની વચ્ચે ચાલી રહેલી ગેાછી ધ્યાનપૂર્વક સાંભળીએ. મંડળીમાંના એક ગૃહસ્થે શંકા રજૂ કરતાં જણાવ્યું કેપ્રિયદર્શન કાકા ! આપની પેઢી ચંપાપુરીમાં છે તે ત્યાંનાં આ નવાઇભર્યા સમગ્ર વૃત્તાન્તથી આપ તે માહિતગાર હશે! જ. એ સ` અમને કહી સંભળાવેા. એમ કરવાથી આ મહાત્માના પાવનકારી જીવનસંસ્મરણથી અમારા કાન પવિત્ર થશે અને ચાલવાનેા થાક પણ જણાશે નહીં. ’’ 66 “ ભાઈ નંદન! સાચે જ એ આખા ય બનાવ રામાંચ ખડા કરે તેવા છે. યુવાન વય, એકાંત સમય, તરુણાવસ્થાના મધ્યાહ્નમાં રમતી સુન્દરીને યાગ અને તેણીના કામતૃપ્તિ માટે તીવ્ર અભિ લાષ. એક રીતે કહીએ તેતા સ`પ્રકારની સાનુકૂળતા છતાં એ સામે એકાદ મટકુ પણ ન મારનાર, એકાદ રુંવાડે પણુ વિકાર ન અનુભવનાર સુદર્શન સાચે જ વિણકફુલાવત સ છે. ખરેખર એ એક મહાન ચેન્દ્રો છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ [૩૪] પ્રભાવિક પુરુષ : ચંપાપતિની પ્રેયસીએ જ્યારે જોયું કે મારા મનોરથ ફળતા નથી ત્યારે એનાં પર કલંક ચઢાવ્યું અને કાનના કાચા નૃપે શૂળીની આજ્ઞા આપી. સતી મનોરમા કાર્યોત્સર્ગમાં લીન બની. એ જગજાહેર બનાવના અનુસંધાનમાં અભૂતપૂર્વ બનાવ તે એ બન્યું કે નિર્જીવ એવી શૂળી કે જેણે અગાઉ હજારેનું રક્ત પાન કર્યું હતું તેણે પણ જાણે જીવ આવ્યો હોય તેમ એકાએક પવિત્ર પુરુષના સ્પર્શથી જબરો કંપ અનુભવ્ય અને નિમેષમાત્રમાં તો શૂળીને સ્થાને સિંહાસનરૂપે ન અવતાર ધારણ કર્યો. જેમના હાથે ગળા રેસવા સિવાય અન્ય કેઈ સુકૃતમાં વપરાયા નથી અને જેમનાં હદય સંખ્યાબંધ આત્માઓનાં મરણમાં સાક્ષીભૂત થવાથી કેવળ નિષ્ફર ને જડવત્ બની ગયેલાં છે એવા જલ્લાદો પણ ઘડીભર આ ચમત્કારથી અજાયબીમાં ગરકાવ થઈ ગયા. વાયુવેગે પ્રસરતી આ વાત જોતજેતામાં વસંતનો લ્હાવ લુંટતાં ભૂપતિને કાને પડી. બીજી બાજુ રણવાસમાં પણ એને પડશે પડ્યો. એકી સાથે રાજારાણીનાં હદય એકાએક ભૂકંપ થવાથી જેમ ધરણું પૂજે તેમ ધ્રુજી ઊઠ્યાં. રાજા વિચારે છે કે “જેને હું વ્યભિચારી માનું છું, અરે ! જેને ગુનેહગાર લેખવા માટે પુરાવાની પણ જરૂર નથી જે એ સુદર્શન વણિક પંચત્વ પામવાને બદલે સિહાસન શોભાવે છે! અવશ્ય કંઈક સમજફેર થઈ છે. નિર્મળ ન્યાયના તોલન અર્થે મારે જાતે જ ત્યાં જવું જોઈએ.” એ નિશ્ચય થતાં જ તૃપની સ્વારી શૂળીસ્થંભ તરફ વળી. રાણી અભયા પણ સમજી ચૂકી કે “કાળાશ છુપાવવા ગમે તેવા સફેદાનાં અસ્તર માર્યા, પણ આખરે સત્યનો જય થયો.” એના પ્રકાશમાં પતે પ્રજાની નજરે વ્યભિચારિણી તરીકે જાહેર થાય અને એ માટે સજાને પાત્ર બને તે પૂર્વે પલાયન થઈ જવાને નિરધાર કરી તેણે દાસી એવી પંડિતાને જલદી તેડાવી. Page #360 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી સુદર્શન * [ ૩૪૩ ]. જ્યારે રાજવી વધસ્થળે આવી પહોંચ્યો ત્યારે ત્યાંને દેખાવ કે તીર્થભૂમિના મેળા જેવો થઈ રહ્યો હતો. સવવંતશિરોમણિ એવા સુદર્શન શેઠ દેવતાઈ સિંહાસન પર બિરાજ્યા હતા. કંઠમાં વિવિધવણી ને નવપલ્લવિત પુષ્પોની માળાનું આરોપણ કરી, અંતરિક્ષમાં ઊભા રહી, શાસનદેવી એકત્રિત થયેલા જનવૃંદને ઉદ્દેશી ઉદ્દષણનાં મંગળાચરણ કરી રહ્યા હતા. પોતે સતી મનોરમાની દઢ પ્રતિજ્ઞાથી કેવી રીતે ખેંચાઈ આવ્યા તે જણાવી આ કલંક એક પ્રશંસાપાત્ર વ્યક્તિના શિરે ચઢાવવામાં કઈ વ્યક્તિઓનો હાથ હતો? એ પાછળ કેવી નીચ મુરાદ હતી? તે સર્વ સ્પષ્ટ શબ્દોમાં જનતાને કહી સંભળાવી અંતમાં બેલ્યા કે– ચંપાપતિએ કેવળ લાગણીવશ બની, ઉતાવળથી ન્યાય તોળવામાં ગંભીર ભૂલ કરી છે. એમાં રાજધર્મ ચૂક્યા છે. પુનઃ આવું કાર્ય ન બનવા પામે એ ખાતર હું તેમનું તે તરફ ધ્યાન ખેંચું છું. પ્રજાના પિતા સમા ભૂપાળે ન્યાય-નીતિના પાલનમાં પૂર્ણ લક્ષ આપવું ઘટે, નહિ તો અણુવિચાર્યા કાર્યોથી કઈક વાર રાજ્ય મહાન સંકટમાં આવી પડશે એવી આગાહીની સાથોસાથ ચેતવણી આપું છું.' સદેવ જેના સુખ ખાતર નૃપ દધિવાહન ચિંતાતુર રહેતો અને અમાપ કાળજી ધરતો તે અભયાનું દુશ્ચરિત્ર શ્રવણ કરી એટલી હદે રોષાન્વિત બની ગયો કે કદાચ જે તેણી નજીકમાં હોત તો જીવતી રહેવા ન પામત. પ્રસંગ વિચારી, ગુસ્સાને દબાવી દઇ, મહાત્મા એવા સુદર્શનને પ્રણામ કરી પોતાના ઉતાવળાપણાથી જે કદથના ઉપજાવવામાં પોતે કારણભૂત બન્યો તેને માટે ક્ષમા માગી. સુદન રાજવીને ઉદ્દેશી બોલ્યા કે–“મહારાજ ! આપ Page #361 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૪ ] પ્રભાવિક પુરુષ : એનુ દુ:ખ ન ધરા. વાત મનમાંથી કાઢી નાંખેા. એ સર્વ કરાજના તમાસા છે. એજેવા વેશ ભવરૂપી નાટ્યભૂમિ પર જીવાને ભજવાવે તેવા વેશ પરત ત્ર દશા હૈાવાથી જીવને ભજવવા પડે છે. મારી, આપની કે દેવી અભયાની દશા શેત્ર ંજના પાસા જેવી છે.’ “ તરત જ દુષિવાહન રાજાએ સામૈયાપૂર્વક વાજતેગાજતે શ્રેષ્ઠીશિરોમણિ સુદ નના નગરપ્રવેશ કરાવ્યેા. સત્યને જય જયકાર થયા. શિયળના અપૂર્વ મહિમાની વાત ચાતરફ વિસ્તરી રહી. સત્ર જૈન શાસનની ગૈારવ્યાથા ગવાવા લાગી. આ સમાચાર શ્રવણ કરી, પ્રાણવલ્લભના શિરે ચાંટેલું કલંક સર્વથા નષ્ટ પામ વાથી અને સચ્ચરિત્રની મહત્તા પહેલાં કરતાં સવિશેષ સ્થપાવાથી સતી મનેારમાએ કાયાત્સર્ગ પાર્યા. જનતામાં પતિવ્રતધારિણી મનેારમા પ્રશંસાના અને કુલટા અભયા નિંદ્યાના વિષય થઇ પડી. 4 6 “રાજમહાલયમાં પદ્મસંચાર કરતાં જ ચંપાપતિને દુષ્ટ અભયા યાદ આવી. અનુચરને આજ્ઞા કરી કે · ગુન્હેગાર રાણી અભયાને પેાતાની સન્મુખ તેડી લાવા.’ પણ અલ્પ સમયમાં જ તે પાછે . નિરાશાભર્યા સ્વરે તેણે જણાવ્યુ કે ‘ રાજાધિરાજ્ ! રાણી માતા તથા તેમની દાસી પડéા કયાંય પત્તો જ નથી. દાસીવૃંદ અહીંતહીં શેાધખાળ કરી રહેલ છે. ’ ‘શું એ પલાયન થઈ ગઈ ? જલદી જા અને તળારક્ષકને ખબર આપ. ચારે દિશામાં અશ્વારાહી સૈનિકાને દોડાવી કોઇ પણ રીતે એ બન્નેને જીવતાં ડી લાવે.’ 66 હતાશ વદને નૃપ પેાતાના શયન’ગારમાં ગયા અને ભ્રમિત ચિત્તે ખેલવા લાગ્યા: ‘ અહા! પદ્માવતી હાથીના હરણ કરવાથી ગઇ તેના પત્તા જ ન મળ્યા! ધારિણી શિય રક્ષણાર્થે મૃત્યુને આધીન મની અને આ અભયા મારા સ્નેહનું અનુપમ ભાજન— ઉભય અંગનાઓ કરતાં તદ્ન વિપરીત રીતે-કુળને મશીને ડાઘ Page #362 -------------------------------------------------------------------------- ________________ શ્રેણી સુદર્શોન [ ૩૪૫ ] દઇ ચાલી ગઇ. ધિક્કાર છે! ફિટકાર છે આ મેાહજાળને ! આ માયાજાળને કાઇ પણ રીતે કાપી નાખવી જોઇએ. વહાલી પદ્માવતીના અને એના સંતાનના પત્તા મળે એટલી જ ઢીલ છે. “નંદન ! મારા મુનિમજીએ આ લખેલ ચિત્ર મે` તારી માગણીથી વર્ણવી બતાવ્યું. એ પત્રના પ્રાંતભાગે જણાવ્યું છે કે ચાંપતી તપાસ કરાવ્યા છતાં અભયાનના પત્તો નથી લાગ્યા અને સુદર્શન શેઠે ગૃહના ભાર પોતાના વડીલ પુત્રને ભળાવી ચારિત્ર લીધું છે. જો કે એ લેખ મળ્યાને ઘણું સમય થઇ ગયા છે અને સાધુ એવા સુદન પ્રભુ શ્રી મહાવીરદેવના સમાગમમાં આવી, અનુપમ આગમજ્ઞાતા થઇ ચારિત્રપાલનમાં એક્કા બની ગયા છે. અરે ! પુન: તેમના પગલા ચંપામાં પડતાં નૃપતિ દધિવાહન મેટી ધામધૂમથી સામે આવેલ. એ અવસરે સતી મનેારમાએ પણ ભાગવતી દીક્ષા સ્વીકારી. આમ ઉભય સાચા ગૃહસ્થી અને સાચા ત્યાગી બન્યા. એ પત્રમાં જણાવ્યું હતું કે વિચરતા મુનિરાજ સુદર્શીન તમારી તરફ યાને પ્રાચીન એવા પાટલીપુત્ર તરફ આવવા સંભવ છે. એની પાછળ પણ કઇક રહસ્ય સમાયેલું છે, કારણ કે ભૂપ તેમ જ સ ંઘને અતિ આગ્રહ છતાં એ નિર્ણય અફર રહ્યો છે.” કાકાથી ! એવું ક ક છે ખરું. મેં તે એટલે સુધી સાંભળ્યું છે કે આપણા નગરમાં એ સ ંતને ભારે ઉપસ થયાને છે. એ વાત પર વિશ્વાસ એસ તેવું કારણ પણ છે અને તે કહેનાર વ્યક્તિ એ ચાર દિવસ પૂર્વે જ નાલંદામાં વિરાજમાન તીર્થ પતિ શ્રી મહાવીરદેવને વાંદીને પાછી ક્રેલ છે. ’ 66 ત્યાં તે તેઓને મહાલો આવ્યા એટલે સૈા છૂટા પડી પાતાતાના આ પ્રતિ સિધાવ્યા. પાછળ આવેલી દાસી પણ ઝડપથી પાછી ફરી અને શ્રવણુ કરેલા સર્વ વૃત્તાંત પેાતાની સ્વામિનીને કહી સંભળાવ્યે. એની પૂર્ણાહૂતિ થતાં જ ઉભયના Page #363 -------------------------------------------------------------------------- ________________ [ ૩૪૬ ] પ્રભાવિક પુરુષ : ચહેરા પર ભાવી સંકટની કાલિમા ફરી વળી. જાણે સામે જ ભયરૂપી રાક્ષસ ખડે હોય તેમ દાસીને ઉદ્દેશીને બાઈ પોકારી ઊઠી: પંડિતા! કંઈ પણ માર્ગ શોધ, નહિ તો જરૂર ફસાયા. રીબાઈ રીબાઈને મરવાનું. આપણે અવશ્ય ઓળખાઈ જઈશું. વાચક સમજી ગયા હશે કે સ્વામિની ખૂદ રાણું અભયા હતી અને દાસી તે પંડિતા હતી. ચંપાના અંત:પુરમાંથી રફુચક્કર થઈ, છદ્મવેશે કેટલાક સ્થાનમાં ભટકી, કેટલાક સમયથી પાટલીપુત્રમાં આવી ગુલઝાર બાગના ઓછી વસ્તીવાળા લતામાં નિવાસ કરી રહ્યા હતા. વિવિધ હાવભાવ ને કાતિલ કટાક્ષથી ભેગી ભ્રમરને આકષી સ્વછંદપણે વિલાસી જીવન ગાળી રહેલ આ લલનાયુમ્ને પરભવના ભય જેવું કંઈ જ નહોતું. કેવળ આજના અચાનક કાને પડેલ “સુદર્શન’ શબ્દ “ભય”નું વાતાવરણ સર્જાયું. સાચે જ અભયાની શક્તિ સ્વાહા થઈ ગઈ. ધર્મ અને નીતિના ભય કરતાં પણ ઊઘાડા પડી જવાની ધાસ્તી અને પકડાઈ ગયા પછીને રાજ્ય તરફનો મૃત્યુદંડ તેણુના નેત્રો સામે તરવરવા લાગ્યું. પણ કાવાદાવાના પૂતળા સમી પંડિતા ગભરાય કે નાસીપાસ થાય તેમ નહોતી. મુનિ સુદર્શન અહીં વધુ શેકાય તો અનર્થ જન્મે તેથી એ પૂર્વે તેમનું કાટલું કાઢી નાખવાની યુક્તિ શોધી કાઢી. અભયાને કહી પણ સંભળાવી, છતાં હતાશ રાણી કંઈ બોલી શકી નહીં. મધ્યરાત્રિનો સમય થતાં જ કાયોત્સર્ગમાં ઊભેલા ને કેવળ ધર્મધ્યાનમાં લીન બનેલા સંત સુદર્શન સામે-કમલદ્રહના કાંઠા પર એકાએક બે લલનાઓ ખડી થઈ. એ હતી અભયા ને પંડિતા. પંડિતાએ સાથે આણેલ પિોટલામાંથી ઝટ સળગી ઊઠે તેવી સામગ્રીઓ બહાર કાઢી ધ્યાનસ્થ મુનિની ચારે બાજુ ગોઠવી દીધી અને અતિશય ઝડપથી એમાં અંગાર મૂક્યો. ચોતરફ Page #364 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી સુદર્શન : [ ૩૪૭ ] આગ ઊઠી, વચમાં મુનિરાજ સમતારસનું પાન કરતાં પૂર્વ સંચિતને વિચારતા હતા કે “આ ઉભય યુવતીઓ તો માત્ર નિમિત્તરૂપ છે; બાકી સાચા શત્રુઓ તો મારાં કરેલાં કર્મો જ છે.” એમ ચિંતવતાં મૈનપણે ઘેર્યથી એને સામનો કરી રહ્યા. આયુષ્યનો અંત આવી રહ્યો. પુણ્યલોક સુદર્શનને દેહ ભસ્મીભૂત થઈ ગયે અને એનો અમર આત્મા અંતગડ કેવલી બની ચૌદ રાજલોકના પ્રાંત ભાગે આવેલી સ્ફટિકરન્નમયી સિદ્ધશિલા ઉપર સિદ્ધિસ્થાનમાં પહોંચી ગયે. પંડિતા અને અભયા દૂર ઝાડીમાં સંતાઈ આ સર્વ જોઈ રહી હતી. તેમણે “હાશ” નો ઉચ્ચાર કર્યો. પંડિતા બેલી ઊઠી. “રાણજી ! પ્રફુલ્લ થાઓ, કાંટે નીકળી ગયા ” છતાં સંતની પ્રસન્ન વદને થયેલી મૃત્યુભેટ નિહાળી અભયાન અંધારા હૃદયમાં વિજળી સમ ઝબકારો થયે. તેણીએ પતિત જીવનમાંથી હાથ ધંઈ નાંખવાની ગાંઠ વાળી. પ્રભાતકાળના સોનેરી કિરણો પૃથ્વીતળ પર પથરાયાં. શ્રદ્ધાસંપન્ન ઉપાસકોનાં આગમન શરૂ થયાં. એમાં શ્રેષ્ઠીવર્ય પ્રિયદર્શન ને નંદન પણ હતા જ. તેમણે મહાત્મા સુદર્શનને બદલે કેવળ રાખનો ઢગલો જોયે. તેમના અંતર રડી ઊઠ્યાં. મરણાંત ઉપસર્ગ સાંભળી ગ્લાનિ થઈ. પાછળથી જ્ઞાનીમુખે સુદર્શન મુનિ મોક્ષે ગયાનું સાંભળી ભાવી પ્રજા આ વૃત્તાંત ન ભૂલે એ સારું કમળદ્રહ નજીક પાદુકા સ્થાપના કરી. વર્ષોના વાયરા વીત્યા છતાં સચ્ચરિત્રની ખુશબો આજે પણ ત્યાં બહેકી રહી છે. * અહીં કથાનકમાં સુદર્શનને બાળી દીધાની હકીકત આપી છે. અન્ય સ્થળે તે પ્રમાણે હકીકત દર્શાવવામાં આવેલ નથી, એટલે તે વિચારણીય છે. – પ્રકાશક Page #365 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા આજે આપણે એક એવા રાજવીનું જીવન જોવાનું છે કે જેમના સંબંધમાં જૈન ગ્રંથ જે કંઈ કહે છે એ કરતાં પણ અતિ અગત્યના મુદ્દા આગળ ધરી પુરાતત્વશોધક ઘણું ઘણું નવીન અજવાળું પાડે છે. તેમની દૃષ્ટિએ ભૂપતિ ચેટક યાને જેને જનતામાં ઘરગથ્થુ થઈ પડેલ ચેડા મહારાજા” માત્ર એક વિશાળ પ્રદેશના રાજવી નથી, અગર તો અજાતશત્રુ સામે ભીષણ સંગ્રામ ખેલનાર એક પરાક્રમશાળી રાજા નથી, પરંતુ એ કરતાં અધિક એવા ગણરાજના વિધાતા છે. કેવળ જૈન કથાનકની દષ્ટિએ ન જોતાં મહારાજા ચેટકનું વૃત્તાન્ત એતિહાસિક નજરે અવલકવાની ખાસ અગત્ય છે. ભારતવર્ષમાં એ સમય અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને વિશાલા’નું રાજ્ય પણ એ કાળના વિદ્યમાન મોટા રાજવંશે સહ અતિ અગત્યને નેહસંબંધ ધરાવતું હોવાથી તે કાળના ઇતિહાસ ઘડતરમાં ખાસ મહત્વનો ભાગ ભજવે છે. ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ નામને ઐતિહાસિક ગ્રંથ એ પરત્વે ઠીક ઠીક પ્રકાશ પાડે છે. એમાંથી કેટલાક ઉલ્લેખ નીચે રજૂ કરવામાં આવે છે, જે આપણને “ચેડા મહારાજાના ગૌરવની પ્રતીતિ કરાવશે એટલું જ નહિં પણ એ ગૌરવની ગરિમા ઉપરાંત ઘણી ઘણી વિશિષ્ટતાઓનું ભાન પણ કરાવશે. સેળ મહા જનપદને વિચાર કરતાં આપણને જણાય છે કે વજિજનું રાજ્ય જૈન અને બૈદ્ધ બનેને સામાન્ય છે. એ રાજ્ય આઠ સહાયકારી જાતિઓ(અઠ્ઠ કુલ)નું બનેલું છે, જેમાં વિદેહો, લિવિઓ, જ્ઞાતૃક અને વજિઓ ખાસ અગ Page #366 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા: [ ૩૪૯ ] ત્યનાં છે. ડૉ. પ્રધાન આ સહાયકારી મંડળમાં એક વધારે જાતિ ગણાવે છે અને ઉમેરે છે કે તે નવ જાતિઓનું મનેલુ છે. તેમાંની કેટલીક લિચ્છિવિ અથવા લિચ્છવિ, વૃજિ અથવા વજ્જિ, નાતૃક અને વિદેહ છે. એ નવ જાતિમાં લિચ્છિવિ અને વૃન્જિ અગત્યનાં હતાં. આ નવ લિિિવ જાતિએ પાછી નવ મલ્લિક જાતિ–કાશી—કાશલના અઢાર ગણુરાજાએ–સાથે જોડાઇ હતી.' વિદ્વાન પંડિતના આ નિવેદનને જૈન સૂત્રેા ટેકા આપે છે. શ્રી ભગવતી સૂત્રમાં ઉલ્લેખ છે કે— नव मल्लइ नव लच्छा कासीकोसलगा अठ्ठारसवि गणरायाणो ॥ ડા. યાકામી કહે છે કે-રાજા ચેટક જેના ઉપર ચંપાના રાજા ણિક બળવાન લશ્કર સહિત ચઢી આવ્યેા હતેા ત્યારે તેણે કાશી, કાશલ, લિચ્છિવિ અને મલ્લંકિ આદિ અઢાર સહાયકારી રાજાઓને ખેલાવી પૂછ્યું કે કૃણિકની માંગણીઓ તે સ્વીકારવા ઇચ્છે છે કે તેએ તેની સાથે યુદ્ધ કરવા ધારે છે ?’ * શ્રી કલ્પસૂત્ર જણાવે છે તેમ શ્રી મહાવીર દેવના નિર્વાણ પ્રસંગે અપાપામાં જે અઢાર રાજાએ એકઠા થયા હતા તે ઉપર વર્ણવ્યા તે જ હતા. તેએ ચેડા રાજાના સામતા કહેવાતા. વસ્તુત: જોતાં તેઓના સંબધ ચેટકરાજ સાથે જુદા જુદા સમૂહને એક ત ંત્રરૂપે ગુ થનાર એક પ્રમુખ સાથે હેાય તેવા હતા. પ્રમુખની દોરવણી અનુસાર જેમ તંત્ર ચાલે તેમ ઉપયુÖક્ત રાજાએ પેાતપેાતાના રાજ્યના વહીવટ ચલાવતા. te ઇ. સ. પૂર્વે ૫૦૦ વર્ષ ઉપર વૈશાલી ભારતનું એક સમૃદ્ધ શહેર હતુ. એ સંધમાં ડા. લા જણાવે છે કે “ મહાનગરી સર્વશ્રેષ્ઠ: વૈશાલી ભારતીય ઇતિહાસમાં લિચ્છવિ રાજાઓની રાજધાની તરીકે તેમજ મહાન અને શક્તિવાન વજ્જિ જાતિના કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ હતી. આ મહાનગરી જૈન અને માદ્ધ ધર્મના Page #367 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૦ ] પ્રભાવિક પુરુષ : પ્રાચીન ઇતિહાસ સાથે નિકટ સંબંધ ધરાવે છે, એટલું જ નહિ પણ ઈ. સ. પૂર્વે પાંચ વર્ષ ઉપર ભારતના ઈશાન ખૂણામાં ઉત્પન્ન થયેલ બે મહાન ધર્મ સંસ્થાપકના પવિત્ર સ્મરણે પિતાના પટ પર સમાવે છે.” તેની રાજ્યવ્યવસ્થા ગ્રીક રાજ્યને મળતી આવે છે. આ સમયની નવીન રાજ્યવ્યવસ્થા, સ્વતંત્ર સંસ્થાઓ, રીતરિવાજે, ધાર્મિક વિચારો તેમ જ વિધિવિધાને ભારતના સંક્રમણ કાળની આપણને ઝાંખી કરાવે છે. આ વખતે પ્રાચીન વૈદિક સંસ્કૃતિ નવીન વિકાસ સાધી રહી હતી અને વિચારણીય પ્રવૃત્તિ, જેમાંથી આ સામાજિક, ધાર્મિક નવીન હિલચાલ જન્મી હતી તેની અસર નીચે અજબ પરિવર્તન કરી રહી હતી. આવા પ્રજાસત્તાક રાજ્યમાં વૈશાલીના વજિ અને કુશિના (કુશિનગર) તેમ જ પાવાના મલ્લિ રાજ્યો મહત્ત્વનાં હતાં. રામની જેમ વિદેહમાં રાજસત્તા પડી ભાંગવાથી વજિઓની પ્રજાસત્તા રથપાઈ હતી. આમ જૂની રાજસત્તાને બદલે કુંડગ્રામ તથા બીજા સ્થળની ક્ષત્રિય જાતિના પ્રમુખપદે વૈશાલી જેવા પ્રજાસત્તાક મહારાજ્ય સ્થપાયાં.” શ્રી કલ્પસૂત્રમાં પરમાત્મા મહાવીર દેવે “વૈશાલી અને વાણિજગ્રામમાં બાર ચોમાસાં કર્યા ” એવું કથન છે એ ઉપરથી ડે. હલ અને નંદલાલ ડે એક પગલું આગળ વધે છે અને કહે છે કે “વૈશાલીનું પ્રાચીન શહેર કુડપુર અથવા વાણિજગ્રામના નામથી ઓળખાતું હતું, તેમ છતાં ય અંતે એ વાત કબૂલ કરે છે કે લિછવિઓની રાજધાની વૈશાલીના ત બને વિભાગે હતાં. એ સંબંધમાં નિમ્ન નોટ ઠીક ઠીક પ્રકાશ ફેંકે છે – “ Vaniyagama ( Vanijagrama ), another name of the well-known City of Vesali ( Vaishali ), the Page #368 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા: [ ૩૫૧ ] capital of the Lecchavi Country...in the KalpaSutra......it is mentioned separately, but in close connection with Vaisali. The fact is, that the city commonly called Vesali occupied a very extended area, which included within its circuit... besides Vesali proper (now Besarh), several other places. Among the latter were Vaniyagama and Kundagama or Kundapura. These still exist villages under the name of Baniya and Basukunda...Hence the joint city might be called according to circumstances by any of the names of its constituent parts. as ,, ઉપરના ટાંચણેા વૈશાલીનું પ્રભુત્વ સિદ્ધ કરે છે એટલું જ નહિ પણ સાથેાસાથ એનું તંત્ર તે કાળના વિદ્યમાન રાજ્યામાં અનેાખી છાપ પાડતું એની પણુ સામિતી પૂરી પાડે છે. વિશેષમાં જણાવે છે કે એ પાછળ વાં~એ, લિચ્છવિએ અને જ્ઞાત્રિકા જેવી પ્રમળ ને પરાક્રમશાળી ક્ષત્રિય જાતિઓને સબળ સાથ હતા. એ કાળે મગધ સામ્રાજ્ય માટુ ને કીર્તિશાળી ગણાતું હાવા છતાં એને પણ વૈશાલીની મહત્તાની અસૂયા આવતી. આમ પ્રભાવિક પુરુષ ચેડા મહારાજના કથાનકમાં ડગ ભરીએ તે પૂર્વે એ પેાતે જે મહત્ત્વના સ્થાનના રાજ્યકર્તા હતા—અરે ! ખરી રીતે કહીએ તેા પ્રજાસત્તાક તંત્રના માનવંતા પ્રમુખ હતા— તેના યથાર્થ ખ્યાલ આણુવા સારુ વાર્તાપ્રવાહમાં સ્ખલનદોષ વહેારી લઈને પણ ઉપયુક્ત પ્રસ્તાવના જરૂરી ધારી છે. જ્ઞાત્રિકે, જિએ સાથે પ્રજાના નાતાથી જોડાયેલા હતા અને એ જ્ઞાત્રિકામાં અવતસ સમા જ્ઞાતપુત્રે-શ્રી મહાવીરેજૈનધમ ની પ્રરૂપણા પાછળ કેડ કસી હતી એટલે એ સર્વ Page #369 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫ર ] પ્રભાવિક પુરુષ : ક્ષત્રિય જાતિઓમાં પ્રભુ શ્રી વર્ધમાનનાં તત્ત્વોને સુન્દર પ્રભાવ પ્રસર્યો હતો. 3. લોના અભિપ્રાય મુજબ લિચ્છવિઓ અથવા વધારે વિશાળ અર્થમાં બેલીએ તો વજિજએ દઢ ધાર્મિક ભાવના અને ઊંડી ભક્તિથી પ્રેરાયેલા જણાય છે. મગધદેશ અને વજિજભૂમિમાં મહાવીરે પોતાના સિદ્ધાંતને વિકાસ સાધીને સર્વ જીવ પ્રત્યે અસીમ દયાધર્મનો પ્રચાર કર્યો ત્યારે તેમના અનુયાયીઓમાં લિછવિ બહુ મોટી સંખ્યામાં હતા અને બૌદ્ધગ્રંથાનુસાર વૈશાલીમાં ઉચ્ચ પદવી ધરાવનાર કેટલાક માણસો પણ તેમના અનુયાયી હતા. આમ વિદેહ, લિચ્છવિઓ, વજિજએ અને જ્ઞાત્રિકે જેનધર્મ સાથે જોડાએલા હતા. વર્જાિ અથવા લિછવિનું રાજમંડળ શ્રી મહાવીરના સુધારેલ ધર્મને શક્તિપ્રદ હતું. મલ્લકિઓને વિચાર કરતાં જણાય છે કે એ મહાન તીર્થકર અને તેમના સિદ્ધાંત પ્રતિ તેમને પણ અપૂર્વ લાગણી અને માન હતા. આની અસર કથાનાયક ચેટકરાજ પર કેવી થઈ હતી તે આપણે હવે પછી જોઈશું. વૈશાલી યાને વિશાલા નગરીનું મહત્વ જોયા પછી આપણે ચેટક મહારાજના જીવનમાં ડોકિયું કરવાનું છે. પરમાત્મા મહાવીરદેવનું તીર્થ પ્રત્યુ નહતું તે પૂર્વેના તેઓ વીતરાગ ધર્મમાં અચળ શ્રદ્ધાવાળા અગ્રરાજવી હતાં. શ્રમણ સંસ્કૃતિના તેઓ પ્રશંસક હાઈ, અવારનવાર નિગ્રંથોના પરિચયમાં રહેતા. એ વેળા વૈશાલી જેવા મહારાજ્યની પ્રબળ જંજાળ કે અન્ય પ્રકારની આંટીઘૂંટીઓ એમાં આડી આવતી નહીં. પુરુષાદાની પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં ઊતરી આવેલા આચાર્યો પાસેથી શ્રદ્ધાપૂર્વક જૈનધર્મનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરી, સાંભળ્યું છે તે પ્રમાણે, એટલા ધર્મનિષ્ઠ બન્યા હતા કે શ્રી Page #370 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા: [ ૩૫૩ ] કૃષ્ણ વાસુદેવની માફક પેાતાના સંતાનના વિવાહ–સંબંધ પાતે જોડવા નહીં એવા તેમણે શપથ લીધાં હતાં. શ્રી કલ્પસૂત્રમાં પ્રભુ શ્રી મહાવીર દેવના માતાપિતા પા જિનનાં સંતાનીય શ્રાવક હતાં એવા ઉલ્લેખ નજરે પડે છે અને પ્રભુશ્રીની માતા ત્રિશલાદેવી એ ચેટક મહારાજાની બહેન થતાં હતાં. વળી ઐતિહાસિક વૃત્તાન્તા ઉપરથી પણ આપણે જોઇ ગયા કે ચેડા મહારાજાના સામતા યાને લિચ્છવી તેમ જ મહૂકી જાતિઓ-પણ જૈનધર્મના ઉમદા મેધથી રંગાયેલી હતી. એ બધાના નિમિત્તભૂત ચેડામહારાજા હતા, એમ કહેવામાં અતિશયેાક્તિ જેવું નહીં જ લેખાય. ચેટક ભૂપાળના કુટુંબમાં અરિહંત ધર્મના સંસ્કાર પરાપૂર્વથી ચાલ્યા આવતા હતા અને તેથી જ તેમની પ્રત્યેક પુત્રી પણ જૈનધર્મીના જ્ઞાનથી સુપ્રમાણ માહિતગાર હતી. વિશાળા નગરીમાં શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના એક પ્રાચીન સ્તૂપ હતા. ચેટક નૃપ અહિનેશ એ પુરાતન પગલાના વંદનાર્થે જતા, એટલું જ નહિં પણ તેઓશ્રીને એ સંબંધમાં એટલી દૃઢ શ્રદ્ધા હતી કે જ્યાં સુધી આ પ્રાચીન ને પવિત્ર સ્થાનનું ગૈારવ જળવાઇ રહેશે અને ઉપાસકવર્ગ તરફનું વંદન, ભક્તિ અને અહુમાન ચાલુ રહેશે ત્યાંસુધી બહારની કાઇ પણ સત્તા તરફને રજમાત્ર ભય વૈશાલી પર આવી પડવાના નથી. ભૂતકાળમાં રાજ્ય માથે આવી પડેલ સંકટા અને વિધ્ન એ ચમત્કારિક સ્તૂપના પ્રભાવે જોત-જોતામાં અગ્નિમાં ઘી એગળી જાય તેમ એગળી ગયાની કેટલી ય સ્મૃતિ તેઓશ્રીના મનેાપ્રદેશ પર રમતી હતી. પેાતાના રાજ્ય માટેની આ પ્રમળ ને અફ઼ર ખાતરીના જોરે નવા રાજ્યે જીતવા અને પેાતાનુ રાજ્ય વિસ્તારવું એવી ૨૩ Page #371 -------------------------------------------------------------------------- ________________ [ ૩૫૪ ] પ્રભાવિક પુરુષો : વાંછા પર આપોઆપ કાપ મૂકાયો હતો અને જે કંઈ કીર્તિ અને પરાક્રમના જોરે પ્રાપ્ત થયા હતા ત્યાં પણ વહીવટ ગણતંત્રના બંધારણ અનુસાર ગોઠવ્યે હતો. પોતે માત્ર એક નિરીક્ષક કે મધ્યસ્થ પુરુષ તરિકેને ભાગ ભજવતા. આજના ધોરણે વાત કરીએ તો પ્રમુખની જેમ દરવણી આપતા. પ્રદેશવૃદ્ધિની લિસા કે સામ્રાજ્ય ઊભા કરવાની મહત્વાકાંક્ષા તેમનામાં મૂળથી નહતી, છતાં સાચા ક્ષત્રિયવટની ન્યૂનતા રંચમાત્ર ન હોવાથી એના રક્ષણ અર્થે યુદ્ધો કરવા પડે તેમ હોય તો એમાંથી જરા પણ પાછી પાની કરતા નહીં. બાણ ફેંકવામાં તેઓશ્રી એટલી હદે નિષ્ણાત હતા કે તેમનું ફે કેલું બાણ લક્ષ્યવેધી જ નિવડતું. એ સમયમાં તેઓશ્રીની ખ્યાતિ અજોડ બાણુંગળી તરિકે ચોતરફ દૂર દૂર સુધી વિસ્તરેલી હતી. એક તરફ પિતાની જ ભગિનીને પુત્ર (મહાવીર) સંસારને અસાર માની કેવળ આત્મસાક્ષાત્કાર અર્થે નીકળી પડ્યો હતો. દેવમાનવના ભયંકર ને અતિ દારુણ ઉપસર્ગો કેવળ ઊઘાડી છાતીએ સહન કરતો હતો. એના પ્રતિકાર સારુ હથિયારની વાત તે દૂર રહી, પણ એકાદી આંગળી પણ સામી નહાતા ઉચકતા. જ્યારે એ જ અરિહંતના ધર્મમાં પોતે હોવા છતાં અને રાજ્યવૃદ્ધિ કે વૈભવવિલાસની કામના પર ઠંડું પાણી રેડેલું હોવા છતાં બાણ ફેંકવાની કળાથી જીવહત્યા કરવાના ઘોર પાપથી મુક્ત નહોતા બન્યા. આ વિચાર કેટલીય વાર તેઓશ્રીના અંતરને લેવી નાખતો હતો, છતાં એક વિશાળ સામ્રાજ્યના સંરક્ષક તરિકે, પ્રખ્યાત ક્ષત્રિય વંશ “હહ” ના વંશજ તરિકે એનાથી પીછેહઠ થઈ શકતી નહોતી. રાજ્યને અંતે નરક કહેવાય છે તેનું કારણ પણ આમાં જ સમાયેલું છે. ધમીં હદય કચવાય, છતાં પ્રજાસંરક્ષણની ફરજ જુદી જ દિશામાં દોરી જાય છે. એમનો રોજનો ડંખ બળવત્તર બન્યા. તેમના મનમાં ઊગી Page #372 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા : [ ૩૫૫ ] આવ્યું કે હિંસાના પ્રતિરોધ અર્થે કંઈ કરવું જોઈએ. બાણુ ફેંકવામાં દક્ષતા ભલે પ્રશંસનીય લેખાય, પણ જ્યાં એ ફેંકર્યું કે તરત જ પ્રાણપંખેરું પિંજરામાંથી પલાયન થઈ જાય છે એ કેમ સહન થાય ? જે પ્રતિભાના શિરે કેવળ આત્મવિનાશની નગ્ન તલવાર લટતી હોય તે પ્રતિભા હોય તો પણ શું અને ન હોય તો પણ શું? એ જાતની શક્તિ પર કંઈ અંકુશ હોવ ઘટે. જેના જીવનનિર્વાહને કંઇ બીજો માર્ગ જ નહોતો તેવો હરિબળ મછી સરખે પામર માનવી પણ પ્રથમ જાળમાં આવેલ મત્સ્યને છોડી દેવાનો નિયમ ગ્રહી શકે, એ દ્વારા કલ્યાણના પંથે પળી શકે, જ્યારે મારા જેવો શક્તિસંપન્ન રાજવી, ખુદ તીર્થ પતિના સમયમાં જીવિત ધારણ કરતો હોવા છતાં, અને સર્વ પ્રકારની સાનુકૂળતા છતાં એક ક્ષત્રિય ધર્મના નામે આવી તીવ્ર હિંસાને છેડા ન છોડી શકે એ કેટલું લજજાસ્પદ કહેવાય? પુનઃ પુન: મસ્તિષ્કને કબજે ધારણ કરતી ઉપર્યુક્ત વિચારશ્રેણી આખરે એક નિશ્ચયમાં પરિણમી. ચરમ જિનપતિ શ્રી વર્ધમાનસ્વામી કેવલ્ય પામ્યા અને શ્રી ઈદ્રભૂતિ આદિ અગિયાર મહાપંડિતાને પ્રતિબધી શાસનની સ્થાપના કરી. તેઓ વિચરતાં વિચરતાં એકદા વિશાલા નગરીની બહાર સમવસર્યા. સારી ય નગરી શ્રી ભગવંતના દર્શનાર્થે ઊમટી પડી. મહારાજા ચેટક પણ એ અનુપમ લાભથી વંચિત ન રહ્યા. સંસારની નશ્વરતા અને દશ દૃષ્ટાંતે દુર્લભ માનવદેહની પ્રાપ્તિ સંબંધી અમૃત દેશના શ્રવણ કરતાં જ પર્ષદામાં કઈ અનેરું વાતાવરણ છવાયું. આત્મપિછાન કરવાના સાધુધર્મ અને શ્રાવકધર્મરૂપ બે માર્ગ છે, એ દિવ્ય સંદેશ શ્રી મહાવીર પ્રભુના મુખથી બહાર પડતાં જ જેઓ સમર્થ હતા અને જેમને સંસારની વાસનાઓ લોભાવી શકી નહોતી એવા શૂરાઓ તો સંયમના અભિલાષી તરીકે ઊભા થયા; પણ જેમના ખમીરમાં Page #373 -------------------------------------------------------------------------- ________________ [૩૫૬ ] પ્રભાવિક પુરુષો : એ જાતની ગરમી આવી નહોતી તેઓ શ્રાવકધર્મની દીક્ષા લેવા તત્પર થયા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ વિલક્ષણ દર્પણ તરફ દૃષ્ટિ રાખીને એ દરેકને ભગવાન શ્રી મહાવીરદેવે ઉચિત પ્રતિજ્ઞાઓ આપી. આવા અપૂર્વ પ્રસંગે પરમાત્મા શ્રી વર્ધમાનસ્વામીની પાંત્રીશ ગુણ યુક્ત મધુર ગિરા સાંભળી જેના રોમેરોમ વિકસ્વર થયા છે એવા મહારાજા ચેટકે ઊભા થઈ પ્રશ્ન કર્યો કે “દયાનિધિ ! શ્રાવકધર્મ અને રાયધર્મ એ ઉભયનું મારાથી પાલન થઈ શકે? રાજ્યરક્ષણમાં બાધ ન આવે અને બાર વત પાળી શકું એ કઈ માગે છે?” પ્રભુ બોલ્યા-દેવાનુપ્રિય! સર્વ કંઈ શક્ય છે. શ્રાવકધર્મની રચના જ એવા પ્રકારની છે કે જેમાં મહાન સમ્રાટથી માંડી એકાદ અદને રાંક પણ એને ગ્રહણ કરી શકે. બાર વ્રત ગ્રહણ કરવામાં લેનારની અનુકૂળતા મુજબ વિવિધ પ્રકારની તરતમતા રહેલી છે અને લેનાર પોતાના સંયોગો પર દષ્ટિ રાખી ઘટતી છૂટથી વ્રતો ગ્રહણ કરી શકે છે. યુદ્ધ જ જેમનો વ્યવસાય છે અને શસ્ત્ર જ જેમનો પ્રાણ છે એવા મહારથીઓ પણ એ માર્ગનું શરણ લઈ, આત્મપંથ ઉજાળી શકે છે. શ્રાવકની દયાનું નીચામાં નીચું બિન્દુ નિરપરાધી ત્રસજીવને નિરપેક્ષ બુદ્ધિએ સંકલ્પીને ન મારવામાં આવીને અટકે છે. એટલું પણ ન બની શકે તો માનવી, પશુથી પણ ઉતરતી પાયરીએ જઈ પડે છે. સ્વાર્થવશ પાપભાગી બનવું કે દોષથી પાવું અને કેવળ સ્વછંદતાથી, કઈ પણ હેતુ વગર, પાપજનક ક્રિયા કરવી એ બે વચ્ચે મહદ અંતર છે. વ્રતગ્રહણ એ સંબંધી મર્યાદા આંકે છે; એટલે પ્રત્યેક આત્મા જેને મનુષ્યભવ વૃથા ગુમાવવો પરવડે તેમ નથી એને એ મર્યાદા સમજી લઈ, ધારણ કરવી જોઈએ.” ચેડારાજા બેલ્યા-“દેવાધિદેવ ! આપે એ માર્ગનું દર્શન કરાવી મારા પર અમાપ ઉપકાર કર્યો. ચિરકાળના ડંખ પર Page #374 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા: [ ૩૫૭ ] આપ જેવા ધન્વંતરીના લેપથી હવે કઇંક શાંતિ વળશે. ” એટલા શબ્દો મેલીને ચેડા મહારાજાએ વિનયપૂર્વક ઊભા થઇ ખાર વ્રત ગ્રહણ કર્યાં. રાજ્યપાલનમાં ક્ષતિ ન પહેાંચે એવી છૂટ રાખી અને એક દિવસે માત્ર એક જ બાણુ ફૂંકવું એવી કડક પ્રતિજ્ઞા–એ સુવર્ણ ઘટિકામાં–ક્રયા ઉભરાતા હૃદયે સ્વીકારી. આ પ્રતિજ્ઞાથી ભવિષ્યમાં કેવા કપરા સંજોગામાં મૂકાવુ પડયું, છતાં એમાં અડગ રહેવાથી અંતિમ જીવનમાં કેવા પલટા આબ્યા એ વાત આપણે હવે પછી જોઇશુ. X × * સ્વામિન્ ! આપે શુ મગધરાજના દૂતને પાછા ફેરવ્યેા એ વાત સાચી છે ? ભારતવર્ષમાં જેની વિજયપતાકા અસ્ખલિત રીતે કરી રહી છે, જે ઋદ્ધિસિદ્ધિ અને વેપાર-વાણિજ્યમાં અગ્ર સ્થાન ધરાવે છે અને જેને મત્રીશ્વરામાં ધુરિપદે વિરાજમાન એવા અભયકુમાર મહાઅમાત્ય છે, એવા ગારવવંતા રાજ્યના નૃપતિ આપણી દુહિતાનાં કરની માંગણી કરવા લલચાય, એ સારુ કૃત મેાકલે, આવા સુંદર ચેાગના લાભ લેવાના અવસરે આપ કુલીનતાનું બહાનું આગળ ધરી ‘ લક્ષ્મી ચાંદલા કરવા આવે ત્યારે માં ધાવા જવા જેવું ’ કરા અથવા તે! એને અપમાનિત કરી વિદાય આપે। એ શું વ્યાજખી લેખાય ? કદાચ સંબંધ જોડવાની વાત રુચતી ન પણ હોય, છતાં સમાનધર્મીના સંબંધથી પણ એની સાથેનું વર્તન સલુકાઈભયું હાવુ ઘટે એમ આપશ્રીને નથી લાગતું ? ” 66 “ મહાસતી ! તમારી વાણી સાકરથી પણ અતિ મીઠી લાગે છે, એમાં અંતર્ગત ઉપાલંભ છે છતાં એ એવી રીતે મિશ્ર કરાચેલ છે કે એ સાંભળતા દુ:ખ લાગે તેમ નથી. મારે કહેવુ જોઇએ કે શ્રવણુ કરેલ વ્યતિકરમાં સમજફેરના ભાગ વધારે છે. એ પાછળનું રહસ્ય ખુદું જ છે. ” Page #375 -------------------------------------------------------------------------- ________________ [૩૫૮] પ્રભાવિક પુરુષે ? મહારાજ ! સારા ય નગરમાં આજે એક જ વાર્તા પ્રસરી રહી છે કે “ મગધેશની સગાઈ સંબંધી માંગણી આપે હસી કાઢી, કુલીનતામાં ઊણપ દેખાડી, દૂતને તિરસ્કારી વિદાય કરી દીધો. ” મારી વિશ્વાસુ દાસીના સાંભળેલા આ સમાચાર છે.” શું આ હકીકત મારી પ્રજામાં ચર્ચાનો વિષય થઈ પડી છે?” નાથ! આપ એમ સમજે છે કે વિશાલા નગરની પ્રજા રાજાના દરેક કાર્યો, બંધ આંખે અને મૂંગે મોંએ, કેવળ ઉપેક્ષાભાવથી ચલાવી લે ? આપને ખેડું ન લાગે તો એ પાછળ કેવી લોકવાયકા પ્રવર્તે છે એ જાણવા જેવી છે. તારુણ્યના આંગણે આવી ઊભેલી સ્વઅંગજાઓ તરફનું એક પિતા તરીકેનું આપનું વર્તન જનતાની નજરે વાસ્તવિક લાગતું નથી. એમાં પ્રજાને કર્તવ્ય-શ્રુતિને સ્પષ્ટ ભાસ થાય છે. ” “અહો ! અંતપુરના કમર સુધી પહોંચેલી આ સમસ્યા કેમ મારા કાન સુધી ન આવી એ આશ્ચર્યની વાત છે. ” એમાં આશ્ચર્ય જેવું શું છે? સંતાનોની ચિતા મા-બાપ રાખવી જોઈએ એ સનાતન ધર્મ છે. આપ રાજ-કાર્યની અન્ય વિચારણાઓમાં એ વાત ઉવેખી મૂકે તે પણ મારે તો એ તરફ લક્ષ્ય આપવું જ પડે, માતૃહૃદયની એ એક વિલક્ષણતા છે.” અરે! હું ભૂલ્ય, મેં તા વિવાહ સંબંધને જોડવાના પણ લીધા છે તેથી એ બાબતની વાતમાં મારાથી ન જ પડાય.” મહારાજ ! પ્રતિજ્ઞા લેવી સુલભ છે, એમાં રહેલ દેષરેખા નિહાળવી એની પણ ન નથી, છતાં એ વાત પણ જોડે ભૂલવાની નથી કે આપણે વાસ હજુ સંસારમાં છે. સંતાનમાં ગ્ય પસંદગી કરવાની શક્તિ ખીલવ્યા સિવાય–પોતાના ભાવ જીવનનું શ્રેય શામાં છે એની પારખ કરવાનું ખમીર પ્રગટાવ્યા Page #376 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા : [ ૩૫૯ ] સિવાય–કેવળ ‘પણ ’ લઇ લેવા એ તા જવાબદારીમાંથી છટકી, જવા જેવું લેખાય. ” ઃઃ “ મહારાણી ! તમારા સરખી ક્ષત્રિયાણીના મુખે આ જાતની દલીલ ન જ શેલે. ક્ષત્રિયકન્યા ઘણુંખરું સ્વયંવરા જ હાય છે. સ્વતંત્રતા અને સ્વાલ અન એ તેા સા કાઇને પ્રિય હાય છે. મારી તનુજામાં એ શક્તિ છે એની પાકી ખાત્રી કરી લીધા પછી જો હું એમાં વડીલ તરીકેના અધિકારથી આડા આવુ તેા ઉભય પ્રકારે દોષપાત્ર લેખાઉં. તેથી તો હું વ્રતની આડ ધરી ખસી ગયા છું.” મહારાજ ! આપના આંતરિક ભાવ હું સમજું છું. સાથે સ્વયંવર પાછળના આશય પણ મારા ધ્યાન બહાર નથી, છતાં એ માટેની તાલીમ અને વ્યવસ્થા કેાના શિરે ? આપની માફક હું પણુ એક બાજુ થઈ જાઉં તા મારી કન્યાઓના ભાવી માટે શું સમજવું ? મારા અનુભવ પ્રમાણે અને માતા તરીકેની ફરજ તરીકે મેં દરેક કન્યાઓને ધર્મ અને નીતિના વિષયમાં યથાશક્ય નિષ્ણાત બનાવી છે. એમ કરવામાં મે આપની રાહ જોઈ નથી. એના પ્રતાપે હજુ સુધી આપણી પુત્રીએએ લીધેલા માર્ગ માં આપને ઝાંખપ લાગે કે અસતેાષ ઉદ્ભવે તેવુ કંઇ પણ બન્યુ નથી.” “હું સમજ્યા. આ તા ‘એક માતા સેા શિક્ષકની ગરજ સારે તે ઉક્તિ અનુસાર તમે મજાવેલ ફ્જના મારા મુખે એકરાર કરાવી, પેાતાની જાતના વખાણુ કરાવવા સારું આ લાંખી ચર્ચા ઉપસ્થિત કરી જણાય છે. એ માટે મહારાણી ! હું તમારી અત્યંત પ્રશંસા કરું છું. તમ સરખી પત્ની મેળવવા માટે મારી જાતને પણ અહેાભાગી માનું છું "" સ્વામિન્ ! આપ કેમ મજાકના માર્ગે વળે છે ? મે પ્રથમ કહ્યું છે અને ફરીથી કહું છું કે સંતાનના શ્રેય સારુ માતા કે પિતા જે કંઇ કરે છે એમાં નથી તે! ઉપકારની માત્રા tr Page #377 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૦ ] પ્રભાવિક પુ : કે નથી તે ધન્યવાદની જરૂર, કેવળ ફરજ તરીકે એ થવું જ ઘટે. આપે ન કર્યું ને મેં કર્યું એ મામૂલી વસ્તુ છે. હું કંઈ આપનાથી જુદી નથી. લંબાણ ચર્ચાને હેતુ તે એ છે કે આપ પ્રજાના મનભાવ સમજો. આપની પ્રતિજ્ઞા ન તૂટે એ સારુ મારો આશીર્વાદ છે. હવે જે કાર્ય અમારું છે એમાં આપ આડે ન આવે. એટલે બસ.” મહાસતી ! હું ક્યાં આડે આવ્યો છું? મને બતાવો તો ખરા કે–મેં પ્રભાવતી કે પદ્માવતી આદિ કઈ દીકરીના સંબંધમાં ભૂલ કાઢી છે ?” નાથ ! આકળા ન થાઓ. જ્યારે વાત વિવાહની હતી ત્યારે મગધના દૂતને અમને જરા પણ ખબર કર્યા સિવાય-એ સંબંધમાં અમારું મંતવ્ય જાણ્યા સિવાય-આમ એકાએક વિદાય કરી દેવાની જરૂર નહોતી.” આ સંવાદ આગળ વધે તે પૂર્વે આપણે પરિસ્થિતિ જોઈ લઈએ. જે સમયની વાત ચાલી રહી છે એ વેળા ચેટક મહારાજની સાત દીકરીઓમાંની પાંચ તે પોતાની પસંદગી અનુસાર જુદા જુદા દેશના રાજવીઓ સાથે પરણું ચૂકી હતી. ચેષ્ટા ક્ષત્રિયકુંડના રાજવી અને પ્રભુ શ્રી વર્ધમાનના વડીલ બ્રાતા નંદિવર્ધનની પ્રાણવલ્લભા થઈ હતી. બીજી શિવસુંદરી યાને શિવા અવંતિપતિ ચંડપ્રદ્યોતની અને ત્રીજી પ્રભાવતી સિધુ–સૈવીર દેશના સ્વામી ઉદાયનની પટરાણી થઈ હતી. મૃગાવતીની પસંદગી કેશાબીને રાજા શતાનીક પર ઊતરી હતી, જ્યારે પાંચમી પદ્માવતીએ ચંપાપતિ દધિવાહનના શિરે સ્વપ્રેમને કળશ ઢે હતો. હજુ પણ સુજ્યેષ્ઠા અને ચેલણા નામે બે બહેનો તારુણ્યના આંગણે આવી ઊભેલી છતાં ગ્ય પસંદગીના અભાવે કુંવારી હતી. ઉભય વચ્ચે સ્નેહ Page #378 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા : [ ૩૬૧ ] અતિ ગાઢ હતા અને દેખાવ પણ એવા હતા કે એકના બદલે બીજી સામે ઊભી રહે તે નામ દેવામાં પણ ભૂલ થઈ જાય. આમ છતાં ચેલણા કરતાં સુજ્યેષ્ઠામાં સ્વાભિમાનની માત્રા કંઇક વધુ હતી. સા મહેનેામાં એનું મનેાખળ અતિ મજબૂત લેખાતું. રાજગૃહીના શ્રેણિક મહારાજે સુજ્યેષ્ઠાના રૂપ–ગુણની વાર્તા એક તાપસી મુખે જ્યારથી સાંભળી હતી ત્યારથી તેમના મનમાં એની સાથે વિવાહસંબંધ ખાંધવાના કોડ જાગ્યા હતા, પણ વિશાળાપતિ ચેટકરાજ અને મગધપતિ શ્રેણિક મહારાજ વચ્ચે ખરાખર મેળ નહેાતેા. રાજત ંત્ર ચલાવવાની ઉભયની પદ્ધતિ વચ્ચે આસમાન જમીનનું અંતર હતું. એક ગણરાજના હિમાચતી હાઇ નવા રાજ્ય જીતી પેાતાના રાજ્યને વિસ્તાર વધારવામાં ઉત્સુક નહેાતા, ત્યારે બીજો નાનાં રાજ્ગ્યા પર ચઢાઇ કરી, વિશાળ સામ્રાજ્ય જમાવવાની અભિલાષા સેવનાર હતા. આ ઉપરાંત ક્ષત્રિય જાતિ તરીકે સમાનતા છતાં કુલીનતાની દૃષ્ટિએ ચેટકરાજ ઉચ્ચ લેખાતા. આ સર્વ વિવિધતામાં એક સમાનતા ઊડીને આંખે વળગતી અને તે સમાનધીપણાની ! ઉભય પ્રભુ શ્રી મહાવીરદેવના ઉપાસકેા હતા. આટલી ટૂંકી નજર ફેંકી વા પ્રવાહમાં આગળ વધીએ. આપણે ઉપર જોયું કે એક તરફ મગધના સ્વામી સાથે ચેટકરાજના ગૃહિણી મહાસતીને પેાતાની દીકરીને સ્નેસ ખ ધ જોડવાના ઇરાદા હતા. બીજી બાજુ સુજ્યેષ્ઠા પ્રત્યે શ્રેણિકભૂપને સહજ આકર્ષણ જન્મેલું હાવાથી એ પણ સંબંધ બાંધવા તૈયાર હતા, જ્યારે વિશાળાપતિ ચેટક મહારાજ પાતે આ જાતનું જોડાણુ પસંદ કરતા નહેાતા. આમ છતાં શરીરસંબ ંધથી જોડાવાની આખરી સત્તા તેા યુવાન પુત્રી સુજ્યેષ્ઠાના હાથમાં જ હતી, અલખત્ત એ વિષયમાં દીકરીને માતા તરફથી અવનવી સૂચનાઓ આડકતરી રીતે એટલે કે સખીઓદ્વારા મળતી હતી. Page #379 -------------------------------------------------------------------------- ________________ [૩૬૨] પ્રભાવિક પુરુષો : ભારતવર્ષમાં એ કાળે મગધની કીર્તિસુવાસ ઓછી નહતી પ્રસરી. એ એક જબરું સામ્રાજ્ય લેખાતું. એની યશકલગી સામે વીતભયપટ્ટણ, અવંતિ અને કેશાબી ઝાંખા જણાતાં; એટલે દૂતના આવાગમન પૂર્વે કેટલાય સમયથી એવા મહાન રાજ્ય સાથે સંબંધ સાંકળવાના–સુચેષ્ટા એ રાજ્યની અધિષ્ઠાત્રી બને તેવામનોરથની માળા વિશાલા નગરીના અંત:પુરમાં ઉદ્દભવી ચૂકી હતી. તે કારણે જ મહાસતીએ દૂતનો વિદાય પ્રસંગ સાંભળે ત્યારે માત્ર એમને અતિદુઃખ થયું એટલું જ નહિ, પણ હાથમાં આવેલી સુંદર તક ચાલી ગઈ એમ જણાયું અને એ વાતમાં મહારાજે અકારણ ઉતાવળ સેવીને વાત વણસાડી દીધી એમ સ્પષ્ટ ભાસ્યું. તેથી એ ચર્ચા શરૂમાં જોઈ ગયા તેમ અતિ મહત્ત્વની થઈ પડી. ચેટકરાજને પ્રજામાં ચાલી રહેલ આ વિષયને વાર્તાલાપ ખાસ અસર કરે તેમ નહોતું. તેમ એટલી પણ ખાત્રી હતી કે જ્યાં લગી સુજયેષ્ઠાની પિતાની વૃત્તિ મગધેશ પ્રતિ વળે નહીં ત્યાં સુધી આ સંબંધ હવામાં અદ્ધર લટકતો હતો, છતાં વહાલી દેવીના આગ્રહથી આ જાતના જોડાણ સામે પિતાને વધુ વિરોધ કયા કારણે હતો એ પ્રકાશવાની જરૂર જણાઈ. વળી મહાસતીને એ વાત કહ્યા સિવાય તેમનું મગધ તરફનું વલણ બદલાય તેમ હતું પણ નહીં એટલે તેઓ બોલ્યા દેવી ! જગતના માનવીઓ માને કિવા ન પણ માને, છતાં કેટલાક વિષય એવા છે કે એમાં બુદ્ધિબળ કરતાં શ્રદ્ધાબળ વધુ કામ લાગે છે. એ જાતના વિષયેમાં ધર્મ, તિષ અને આરોગ્યનો સમાવેશ સહજ કરી શકાય. મારી તો એ સંબં, ધમાં ખાસ ખાતરી થઈ ચૂકી છે કે દલીલબાજીમાં ઊતર્યા વગર કેવલ શ્રદ્ધાના જોરથી–અંતરના અવાજથી–એવા પ્રસંગે કામ કરવું. એક વાર પંડિતમંડળીની ગેષ્ઠી પૂરી થયા પછી હું અને Page #380 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા : 66 [ ૩૬૩ ] આપણા નામીચા જ્યેાતિષી ઉદ્યાનમાં સહજ આંટા મારી રહ્યા હતા; તેવામાં વિશાલાનગરીના ભાવી સંબંધમાં સહજ પ્રશ્ન ઊઢ્યો. ગ્રહ, નક્ષત્ર અને ચેાગ–રાશિના આંક તેા જેની જિહ્નાએ નાચી રહ્યા હતા એવા એ પ ંડિતે કહી દીધું કે · મહારાજ ! આ ધરતી પર ઘેાડા વર્ષોમાં આપત્તિનાં ઘેરાં વાદળ ઘેરાવાનાં; અને તે પણ કાઇ બહારની અતુલ સત્તાના આક્રમણુથી નહીં, પણ સમીપવતી મગધરાજ તરફથી જ-દોહિત્રના નિમિત્તથી જ ! જ્યાતિષ તા એવા યાગ દાખવે છે—માનવું યા ન માનવું એ આપની ઇચ્છાની વાત છે. થવું યા ન થવું એ ભાવીભાવ પર અવલ એ છે. સામાન્ય પ્રશ્ન અને અને અચાનક ઉદ્દભવ થયેલ છતાં જ્યારે અને આવા જવાબ મારા કણ્રધ્રમાં અથડાયા ત્યારે જે ગમગીની પ્રગટી તે મારું અંતર જાણે છે. ચિરકાળથી અથાગ પરિશ્રમે પાયેલ એકાદ પુષ્પ-ફળથી મનેાહર વૃક્ષ એકાએક સખત વાયુના સપાટામાં હતું ન હતુ થઈ જાય તેમ મારી પ્રિય જન્મભૂમિની ભાવી દશા શ્રવણુ કરતાં મને સખત Àાભ ઉદ્દભવ્યેા. આવા પ્રશ્ન શાથી ઊચ્ચો એ એક અણઉકલ્યા કાયડા છે, છતાં મારે કહેવું જોઇએ કે એ પ્રસંગ પછી મારા અંતરમાં મગદેશને લગતી કઇ પણ વાત અવશ્ય આંખના કણા માફક ખૂંચે છે. એ નામ સાંભળતાં જ સહજ ગુસ્સા પ્રગટે છે. ગણરાજ્યના હિમાયતી હું એ વેળા ન કરવાનું કરી બેસુ છુ. જો દૂતને અપમાન પહોંચ્યુ હાય તે! એમાં પણ ઉપરનું જ કારણ છે. જન્મભૂમિની ભાવી દશાને ચિતાર મને વલેાવી નાંખે છે અને મન વિહ્વળ બનાવી દે છે. કુલીનતાનું માપ એ તે! અહારની દિના જનતાને સમજાવવા પૂરતા સિંધયારેા છે. અંતરમાં તા મગધ સામેની સૂગ ઉપરના કારણે છે.” રાણી—“મહારાજ ! આપ સરખા ધર્મજ્ઞ, અલેાભી અને અલ્પકાંક્ષી માટે આ પ્રકારની અગ્રચિ'તા હેતુશૂન્ય છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૪] પ્રભાવિક પુરુષો : ભવિતવ્યતા મિથ્યા થનાર જ નથી ત્યારે એ સંબંધી ચિંતાના વર્તુળોમાં અથડાવાનું શું પ્રજન? શા સારુ વર્તમાન તરફ ન જેવું? કઈ ધરતી કે કઈ નગરી શાશ્વત રહેવાની છે? રાજા તો નિમિત્તરૂપ છે. જન્મભૂમિ અને જનતાના શ્રેય-સંરક્ષણ અર્થે યથાશકર્યો પ્રયાસ કરવા એ તેનું કાર્ય છે. સફળતા કિંવા નિષ્ફળતા એ કર્માધીન વસ્તુ છે. એ તરફ પુરુષાથ આત્મા દષ્ટિ સરખી પણ નાંખતા નથી. વળી એક વેળા આપ કહેતા હતા કે જ્યાં લગી વિશાલા નગરીમાં પવિત્ર “તૂપ” મેજુદ છે ત્યાં લગી એનું ભવિષ્ય ઉજજવળ છે. આજે તો એ પુનિત સ્થાન સારી ય પ્રજાનું યાત્રાસ્થળ છે, તો પછી આવા વિચારને શા માટે હૃદયમાં સ્થાન આપો છો ? પ્રભુ શ્રી વીરના ઉપાસક માટે–આત્મા અને કર્મની રમતના જાણકાર માટે અનામત કાળની ચિંતા કરવાપણું ન જ હોય; એ તો ચાલુ કાળમાં પિતાને ધર્મ બજાવ્યે જાય. સમયના ચક્રમાં રંચમાત્ર આદુંપાછું કરવાની ક્યાં કઈ પણ આત્માની શક્તિ નથી ત્યાં એની વિચારણું પાછળ ફેગટ ફાંફાં શા મારવાં ? માટે એ વાત મનમાંથી આપ કાઢી નાંખે. આજથી હું પણ મગધને અને તેના સંબંધને વિસારી મૂકું છું.” - દંપતીને આ વાર્તાલાપથી મગધ સાથેના સંબંધ પર પડદો. પડ્યો, પણ વિધિના દાવ તે અદશ્ય હોય છે. એ “અતિઘટિતાનિ રતિ, કુદિતદિતાનિ કરવુ ” ની ઉપમાવાળી છે. એ ધાર્યો જોગ કેવી સિફતથી સાધે છે, નાની સરખી વાત કેવા મહાભારત રૂપમાં પરિણમે છે એ માટે હવે પછી વિચારશું. સુવેગા! તારા કુંવરીબાને સત્વર જઈને ખબર આપજે કે ચિરકાળસેવિત મને રથ-વૃક્ષને ફળ બેસવાને સમય આવ્યો છે.” Page #382 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા: [ ૩૬૫ ] “સાગ ધિક મહાશય ! આમ આજકાલ કરતાં તે આ વાતને વર્ષનાં વહાણાં વાયાં. મારી શેઠાણીની ધીરજના અંત આવ્યે છે. પ્રેમરૂપી ખંજરના ઘા જેને વાગ્યા હેાય તે જ એનું દુ:ખ કેટલું થાય છે અને કયાસ કાઢી શકે. ‘ પ્રસૂતિની પીડા વધ્યા ન જાણી શકે' એ લેાકેાક્તિ ખરેખર સાચી છે. અંતરની વ્યથાના સાચે ત્યાગ પ્રેમયુગલેા જ સમજી શકે, માટે આવા વાયદા કરવાનું છેડી દઇ સાચેસાચું કહેા કે વાત કયાં આવીને અટકી છે ? ’ 66 સુવેગા ! ત્યારે તું શું એમ સમજે છે કે આ બધી બનાવટ થાય છે ? તારા કુ ંવરીખાને તે મારી સંગાતે પરિચય નથી, પણ ચેટક મહારાજના અંત:પુરની તારા સરખી દક્ષ દાસી કે જેની સાખત મે` વિશાલામાં પગ મૂકયા ત્યારપછી માત્ર પંદર દિવસમાં થઇ છે અને તે એકધારી અત્યાર સુધી ચાલી આવે છે તેણીને પણ મારા વચનની કિંમત નથી ? તેા પછી કહેવું જ પડશે કે ખરેખરા કળિયુગ આવ્યેા. ” * 66 મહાશય ! આમ ઉત્તેજિત થઇ જવાનુ કારણ નથી. એમાં અવિશ્વાસનું પણ કારણુ નથી, બાકી તમે વેપારી સેાદાગર ક્રયવિક્રયના વ્યવસાયમાં અન્ય સા કઇ ભૂલી જાઓ, નાતેાટાના આંકડા મૂકતાં તમને ખાવાનું પણ ન સાંભરે. ભલેને બિચારી કુળવંતીને ઠંડી પડતી રસેાઇ વારંવાર ચલેા ફુંકી ગરમ રાખવી પડે ! મારી કુવરીખાને શે। વાંક કાઢું? હું નજર સામે નિહાળી રહી છું કે અહીં આવ્યાને તમેાને વર્ષ ઉપરાંતને સમય વીતી ગયા. દરમિયાન નથી તમે એક વાર દેશ ભેગા થયા કે નથી તમારી ઘરવાળીને અહીં ખેલાવી. શું તમને ખૈરીછેકરાં સાંભરતાં નથી ? તમે ગૃહસ્થાશ્રમી છે એ તે આપણા પ્રથમ પરિચયથી જ હું જાણી ચૂકી છું, એટલે જ આજે છાતી ઠાકીને કહી શકું છું કે કયાં તા પ્રેમ શું ચીજ છે એ Page #383 -------------------------------------------------------------------------- ________________ [ ૩૬૬ ] પ્રભાવિક પુરુષો : તમે જાણતા જ નથી અથવા તો તમે કેવળ વ્યવસાયના કીડા છે! ધનના દાસ છે ! એમ ન હોય તો છતે સાધને આવું નિરસ જીવન કેણ ગાળે? પુરુષના હૃદય ખરેખર કઠેર જ હોય છે.” “જ્યારથી તમારી પાસેથી પેલી છબી લઈ જઈ મેં મારી સ્વામિનીને બતાવી છે ત્યારથી તેણીની દશા એટલી બધી પલટાઈ ગઈ છે કે મને તે લાગે છે કે એ અગાઉના સુભેચ્છા બહેન જ ન હોય! કયાં પૂર્વનું સ્વતંત્ર ને મોજીલું જીવન અને કયા અત્યારનું પરતંત્ર ને વિહંળ જીવન? કોણ જાણે એ છબીના દર્શને શું જાદુ કર્યું છે કે ત્યારથી એમને આનંદ, કુતૂહળ અને તનમનાટ પલાયન કરી ગયા છે અને એનું સ્થાન ગંભીરતા ને વિચારમગ્નતાએ લીધું છે. એમાં કેટલીક વાર ઉકેગની રેખા પણ જણાય છે. સતત એ પ્રતિકૃતિના વિચાર એકાંત મળતાં ચાલતા જ હોય છે અને સ્વપ્નમાં પણ એ નામને લવારે થઈ જાય છે. નથી તો પૂરુ ખાતાં કે નથી તો પૂરું ઊંઘતાં. જ્યાં એ પૂર્વની કંચનવર્ણ દેહલતા અને યુવાનીના અદમ્ય તનમનાદથી નાચતાં અંગો અને કયાં હાલની શ્રીમત્રતુની સરિતાપટ સમી શુષ્ક કાયા? પ્રીતની રીત ન્યારી છે અને એની કારમી અસર મરદ કરતાં સ્ત્રીહૃદય પર સત્વર ને સચોટ થાય છે. જેમ ચક્રવાકી ચક્રવાક પાછળ પોતાના જીવનની આહૂતિ દેતાં પાછી પાની નથી કરતી અને જેમ પતંગિયું દીપકની જીત પાછળ ફનાગીરી વહેરે છે તેમ જેણે પ્રેમરસનું પાન કર્યું છે એને મન જીવન-અર્પણ એ મામૂલી વસ્તુ છે. પ્રેમપંથ પાવકની વાળા છે ” એથી મારા તમારા જેવાં દેખનારાં દાઝે છે, બાકી અંદર પડેલાં તો મહાસુખ માણે છે. “આટલો લાંબો ઈતિહાસ કહેવાનું પ્રજન એટલું જ કે મારી સ્વામિનીની દિવસે દિવસે થઈ રહેલી ગંભીર દશાને પરદેશી બંધુ ! તમને સાચો ખ્યાલ આવે. એ વાત પરથી તમારી Page #384 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા [ ૩૬૭] સરખા પુરુષાહુદયને સમજાય કે-સીતા, દ્રૌપદી, દમયંતી અથવા તો કળાવતી કે અંજના જેવી મહાસતીઓના પ્રેમ એ ગુલામી દશાના પ્રતીકરૂપ નહોતાં ! તેમ નહોતાં એ પાછળ પુરુષજાતિએ ગોઠવેલાં સમાજતંત્રના ભય કે નિતિક કાનૂનનાં બંધન. એની પાછળ તો સતીહૃદયની ગુહામાં ઝળહળતી પ્રેમજ્યોતિનો ગહન ઇતિહાસ ભર્યો છે. એને ઉકેલવા સારુ સ્વતંત્રતા કે કાન્તિનાં નિરસ ગાન ગાતાં શુષ્ક હૃદયો હરગીજ નકામાં છે. અરે ! પુરુષ જાતિનો અતિ મોટો ભાગ એ ગૂઢતા સમજી પણ નહીં શકવાનો ! નારીહૃદયની કોમળતા, અર્પણુતા અને ઓતપ્રેતતા એ અનેરી વસ્તુ છે. કોઈ ભલે માને કે પુરુષ જાતિએ ઊભા કરેલાં બંધનો અને રચેલાં કાનૂનોની સખ્તાઈથી નારીજાતિ સૈકાઓથી પરાધીન દશા ભગવતી આવી છે. આ માન્યતામાં છેડા સત્યાંશ ભલે હોય, બાકી તો નારીજાતિને જે નૈસર્ગિક સ્વભાવ છે અને એ સ્વભાવ પાછળ જીવન હોમી દેવાની જે દઢ શક્તિ છે તેથી જ ભૂતકાળના ઈતિહાસનાં પાનાં એ જાતિના અભુત મનોબળની સાક્ષી પૂરતા ઉલ્લેખોથી ભરાયાં છે. એ કીર્તિગાથાને “ગુલામી' તરીકે ઓળખનાર ભ્રમ સેવે છે. જે હાથે પારણું ઝુલાવે છે તે હાથમાં જગતને હચમચાવી મૂકવાની તાકાત છે. ફક્ત નિશ્ચય થાય તો જ. સ્ત્રી જાતિ એ શક્તિનો અવતાર છે. એની સામે પુરુષનું ખમીર ઠીંગુજી જેવું છે. અપેક્ષાથી આ વાત ગળે ઊતરે તેવી છે, કેમકે મેટા મહારથીઓ પણ જે માતાના અંકમાં ઉછર્યા, એ માતાની સૂચનાઓથી ટગમગ દશા ભૂલી, પગ મૂકતા ને ડગ ભરતા થયા, તેઓ એ માતાની હોડમાં ઊભા જ ન રહી શકે. તેથી તો શાસ્ત્રકારોએ “ જનની”નું સ્થાન સર્વોત્કૃષ્ટ પદે સ્થાપ્યું છે. એના વાત્સલ્યની તોલે કઈ ચીજ આવી શકે તેમ નથી, જેમાં નારીજાતિની ગુણવંદના છે. એ યશગાથા અજોડ છે. Page #385 -------------------------------------------------------------------------- ________________ [૩૬૮] પ્રભાવિક પુરુષો : “ સોગંધિક મહાશય ! તમે એમ ન સમજશો કે આ અબળા મારા સહકાર વિના શું કરી શકવાની છે? જાળમાં આવેલ માછલું હવે કયાં જવાનું છે ? માટે એને ઈચ્છા મુજબ નાચ નચાવું! સાચી વાત તો એ છે કે મારી શેઠાણું કુલીન વંશનું સંતાન હોઈ, ધર્મનીતિની જાણકાર હોઈ, કેઈ ઉતાવળું પગલું ભરે તેમ નથી. વળી તમે જાણે છે કે રાજ્યકારભારની આંટીઘૂંટીઓ વિચિત્રતાથી ભરેલી હોય છે, પણ જ્યાં એક વાર પ્રેમની ગાંઠ બંધાઈ ત્યાં એ બધી પ્રતિકૂળતાઓને હિસાબ મૂકાતો જ નથી. તેથી જ તમારી મારફતે સાધના કરવી ઈષ્ટ ધારી છે. તમોએ તમારા માલિકનું જે રીતે વર્ણન કર્યું હતું તે જોતાં તે એ મોટા દેશનો સ્વામી છે. બહારથી પણ સાંભળ્યું છે કે મગધ દેશનો રાજા પ્રતાપી છે, તો પછી એને આ કાર્યમાં આટલે વિલંબ શો? આમાં તો તમારું જ આળસ દેખાય છે. આની પાછળ કંઈ લાલસા કે ચાલબાજી તો નથી ને ? “આંગળ કહીને માંગળ વાસે, માંગળ કહીને મૂલ પ્રકાસે; જે ભૂલે તો કેટે હાંસ, વણિકકળાથી દેવો નાસે એવી જે તમારી છાપ છે તેવું તો કંઈ નથી ને ?” અભય-“સુવેગા! સાચે જ આજે તો તે રેતી પર મોટા આલિશાન મહેલનું ચણતર ઊભું કરવામાં કંઈ કચાશ નથી રાખી. તારી કલ્પનાશક્તિને પણ ધન્ય છે ! અને નારીજાતિની વકીલાત કરવાની ચતુરાઈને પણ ધન્ય છે. વિશાલાના અંત:પુરમાં તારા સરખી દાસીઓમાં જ્યારે આવી દક્ષતા દષ્ટિગોચર થાય છે ત્યારે એનું આધિપત્ય ધરાવતાં મહારાણું કે એમની કુંવરીઓમાં એ શક્તિ પૂર્ણતાએ પહોંચી હોય એમાં આશ્ચર્ય જેવું પણ શું હોઈ શકે ? આજે ભારતવર્ષમાં ચેડામહારાજાની દીકરીઓની જે પ્રતિષ્ઠા પ્રસરી છે એ આ પ્રકારના એકધારા સંસ્કારને પ્રતાપ જ છે, પણ આટલી પ્રશંસા પછી, ચેટી સુવેગા! મારે કહેવું Page #386 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા : [૩૬૯] જોઈએ કે તે મને તો અન્યાય જ કર્યો છે. તારી શેઠાણનું ઈસિત સાધવામાં મેં મારા વ્યવસાયને બાજુ પર રાખી કેવળ પરમાર્થ દષ્ટિએ જે ભયંકર સાહસ ખેડયું છે અને લગભગ એમાં સફળતા મેળવી છે અર્થાત્ વહાણ કિનારે આવ્યા જેવી. સ્થિતિ ઉપસ્થિત કરી છે તેને તારા તરફથી ઠપકારૂપ નતીજે મળી ગયો છે. વણિકકળાના વખાણ તો દૂર રહ્યા, એની ડહાપણગીરી તો અદશ્ય રહી, એની સહનશક્તિ, ધીરજ કે સાહસિક્તા તે નજરે ન ચડી, માત્ર જડી એક સોદાગરી કિવા વ્યવસાયપટુતા–અને તે પણ ટીકાની દષ્ટિથી! ભળી વામા ! સાંભળ. આવાં કાર્ય પાછળ વણિકબુદ્ધિ અને અંત ન હોય તો ભાગ્યે જ એમાં સફળતા પ્રાપ્ત થઈ શકે. ઉતાવળથી તો જોતજોતામાં ભડકો થઈ જાય ને કાર્ય વિણસી જાય ! “વાણી આ વિના રાજા રાવણનું રાજ્ય ગયું” એ લોકેક્તિ શું તે નથી સાંભળી ? ખેર ! તારી માફક મને લંબાણ કરવાનો સમય નથી. ધ્યાન રાખી સાંભળ. જે આજે એકાદશી છે. આજથી ચોથા દિવસે અર્થાત્ પૂર્ણિમાના મધ્યાહ્ન કાળ પછી, મગધનો સ્વામી થોડા અંગરક્ષકો સહિત અંત:પુરની સમીપમાં જે બાગ છે ત્યાં આવી પહોંચશે. તે પૂર્વે તારી સ્વામિનીએ બધી તૈયારી કરી ત્યાં સત્વર હાજર થવું જોઈએ. કેઈને સાથે લેવાનું નથી. સુરંગમાર્ગ એ સાંકડો છે કે નાનકડા રથ સિવાય કઈ પસાર થઈ શકે તેમ નથી, તેમ વિલંબ પણ થે ન ઘટે. મહાન શત્રુના ઘરમાં વિશેષ વિલંબ જોખમકારક છે.” સેગધિક ને સુવેગાના આ સંવાદ પરથી ચાલુ કથાનકને પ્રવાહ સહજ અનુમાની શકાય તેમ છે, છતાં એને યથાર્થ સ્વરૂપે જોઈ લઈએ કે જેથી વાર્તાપ્રવાહ અબાધિતપણે આગળ વહે. ૨૪ Page #387 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૦ ] પ્રભાવિક પુરુષ : જ્યારથી રાજગૃહીમાં નિરાશ હદયે દૂત પાછો ફર્યો ત્યારથી શ્રેણિક ભૂપાલના હૃદયમાં એ બનાવ જબરે મંથનકારી થઈ પડ્યો. પ્રથમ તો સ્નેહનો તંતુ ઉદ્વેગ પમાડતો, પણ હવે એની સાથે નેત્રહીણપતને ટેણે ભળે અને એ જાતને ટાણે સામાન્ય વ્યક્તિને પણ દુઃખકર્તા નીવડે તો મગધના સ્વામીને શલ્ય - તરીકે ભેંકાય એમાં નવાઈ પણ શી? એ વાત અમાત્યમુખ્ય અભયકુમારના કણે પહોંચી. તરત જ તે મસલતગૃહમાં પોતાના પિતા રાજવીને તેડી ગયે અને તેમના મુખેથી એ વાતને નિશ્ચય કરી લીધું કે વિશાળાનરેશની તનયા સુષ્ઠાને જ્યારથી ચિત્રપટમાં નિરખી છે ત્યારથી તે ચહાવા લાગ્યા છે અને તેણું તેવી જ રીતે પોતાને નેહરષ્ટિથી જોતી હોય તે ગમે તે ભેગે-છેવટે સંગ્રામ ખેડીને પણ–પિતાની રાણું બનાવવા રાજા તૈયાર છે. દૂતના અપમાનને એ સીધો પ્રતિકાર છે. ક્ષત્રિય માટે એ જાતના યુદ્ધની નવાઈ નથી. જ્યાં આ જાતની ખાત્રી થઈ ચૂકી ત્યાં બુદ્ધિનિધાન અભયમંત્રીને વિશેષ મંત્રણ કે લાંબી વિચારણા કરવાપણું હતું જ નહીં. સુષ્ઠાને લાવવા સારુ કે માર્ગ લે? કેવી યેજના કરવી? એનું ચિતવન તે એના મગજમાં ક્યારનું ય ચાલી રહ્યું હતું. એ માટે ભિન્નભિન્ન બૃહો ગોઠવાતાં ને વિલીન થતાં આખરે એક કલપના પર આંખ ઠરી. રાજવીને એટલું કહી તે ઊડ્યો કે “મહારાજા! આપ બેફીકર રહે, ચેતનયા આપને મંદિરને જરૂર શોભાવશે. કોઈપણ ઉગ્ર પગલું ભરતાં પૂર્વે એના પ્રેમની પ્રતીતિ કરવી જોઈએ. એ માટે હું જ વિશાળ સિધાવીશ. તમારે મારી સૂચનાઓને અમલ કરે ત્યાં ગયા પછી એ માટે કાર્યક્રમ જણાવીશ.” સુવેગા સાથે લંબાણથી વાત કરનાર અને વણિક જાતિની વ્યવહારકુશળતાની સચોટ છાપ પાડનાર સોગંધિક એ અન્ય કેઈ નહીં, પણ મંત્રીશ્વર અભય પોતે જ હતો. આજે ચટક Page #388 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા : ૩૭૧] મહારાજના અંત:પુરની સમીપમાં સુગંધી તેલ અને સુવાસિત કરી આણના વેપારી તરીકે ધામે નાંખીને પડ્યાને વર્ષ ઉપરાંતના અવધિ વીત્યો હતો. અડ્ડો જમાવ્યા પછી અઠવાડીઆના ટૂંકા સમયમાં જ તેણે રાજમહાલયના દાસ-દાસીઓનું આકર્ષણ કરી લીધું હતું. સસ્તા દામે વિવિધ પ્રકારનાં તેલ વેચનાર સોગંધિક તરીકે એની ખ્યાતિ સારી ય નગરીમાં પ્રસરી ચૂકી હતી. આવી સુંદર શરૂઆત પછી એણે દૈનિકકમ શરૂ કરતાં પૂર્વે એક સુંદર રીતે આલેખાયેલ ચિત્રપટને પુષ્પહાર ચડાવી ભાવપૂર્વક પ્રણામ કરવાનો નિયમ રાખ્યો હતો. કેઈક વાર આ વિધિમાં ઠીક ઠીક સમય લેતો. એ વેળા અંતઃપુરની દાસીઓને સુગંધી પદાર્થની ખરીદીમાં ઢીલ થતી. આવી એક સમયની ઢીલ સારુ સુગાને સુયેષ્ઠા કુમારી તરફથી ઉપાલંભ મળતાં તેણીના મનમાં એ કોનું ચિત્રપટ છે એ જાણી લેવાની તાલાવેલી ઉદ્દભવી. બીજે દિવસે એકાંત જોઈ એણે સોગંધિકને પ્રશ્ન કર્યો. ‘જોઈતું હતું ને વૈદ્ય કહ્યું’ એ કહેવત પ્રમાણે સાગધિકે એનું સ્વરૂપવર્ણન એવી છટાથી કરી બતાવ્યું કે સુવેગાના મનમાં વસી ગયું કે આવા ક્ષત્રિય સ્વામીનો વેગ મળે તો મારી શેઠાણું સુખી થાય. તરત જ તેણીએ આ વૃત્તાંત પોતાની સ્વામિની સુણાકુમારીને કહ્યો અને અંતમાં જણાવ્યું કે “આ ક્ષત્રિચાવતં બીજો કોઈ નહિ પણ થોડા સમય પૂર્વે જેનું માથું આવ્યું હતું એ મગધરાજ ભંભાસર પોતે છે.” આ શબ્દ કર્ણમાં પડતાં જ તરુણી સુણાના અંતરમાં જબરું મંથન ઉદ્દભવ્યું. પ્રેમાળ માતા સાથે મહિના પૂર્વેની મંત્રણાઓ તાજી થઈ. સુવેગાને એ ચિત્રપટ લઈ આવવાની આજ્ઞા કરી. વણિકકળાથી દેવ પણ નાસે” એ કહેવત મુજબ ઈસિત સિદ્ધ થવાની પળ નજીક આવતાં ગંધિકે કંઈ કંઈ યુક્તિઓ Page #389 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૨ ] પ્રભાવિક પુરુષ : કરી. એના લખાણુનુ' અહિં પ્રયેાજન નથી. ટૂંકમાં એટલું જ કે પેાતાના ઈરાદા જરા માત્ર પ્રગટ ન થવા દેતાં, કુવરીની ખાસ તમન્નાથી જ પાતે આ પ્રવૃત્તિમાં પડે છે એવા ભાવ ખડા કર્યાં. ચિત્રપટના દર્શનથી સુજ્યેષ્ઠાના નિશ્ચય થયા કે વરવુ તા મગધેશને. જો કે એમ થવામાં વિઘ્ના ઓછાં નહાતાં. પિતાશ્રી ચેટક એ માટે નારાજ હતા, એ વાત ઊઘાડી હતી; પણ ક્ષત્રિયબાળાના નિરધારમાં એવી મુશ્કેલીઓને જરામાત્ર પણ સ્થાન હેતુ જ નથી. પ્રેમના માર્ગ જ કાંટાળા હાય છે. દુશ્મન-ભાવ દાખવતાં કુળામાં પ્રેમની જમાવટ થયાના ઉદાહરણા સંખ્યાબંધ પ્રાપ્ત થઇ શકે છે. અહીંતા પિતાના જેમ વિરાધ હતા તેમ સ્વેચ્છા મુજબ પતિની પસંઃગી કરવાના પોતાને હક્ક પણ હતા. એટલે એ જોખમ તા હતુ, પણ એને ઝાઝો ગભરાટ નહાતા; છતાં જો એ કાર્ય ગુપ્ત રીતે ઊકલી જતુ હાય તા ઘણું સારું. એવા નિશ્ચય કરી કાઇ પણ રીતે એનું ચાકઠુ ગાઠવવાનું જવાબદારીભર્યું કાર્ય સાગધિકના હાથમાં સોંપાયું. બનતી શીઘ્રતાએ એ કાર્ય પાર પાડવાની ખાસ ચેતવણી અપાણી. સુજ્યેષ્ઠા તરફથી સુવેગાએ ખાત્રી આપી કે ‘મગધરાજ આવીને સુજ્યેષ્ઠાને લઇ જાય એ માટે સુજ્યેષ્ઠા કાગના ડોળે રાહ જોતી તૈયાર છે.’ આ પ્રકારની પાકી ખાત્રી થયા પછી સાગ ધિકે–અભયે પિતા શ્રેણિકભૂપને સર્વ વ્યતિકર જણાવી એ માટે ગુપ્તપણે મગધરાજ્યની હદના છેડેથી એક સુરંગ ( ભૂમિમાગ ) ઠેઠ ચેટક રાજાના અંત:પુરના માગમાં નીકળાય તેવી રીતે તૈયાર કરવાની સૂચના કરી અને એ માટે ઉપયેગી થઇ પડે તેવા ખરાખર માપસૂચક નકશા પણ માકલી આપ્યા. વળી એ સાથે કામ સત્વર ઉપાડવાની તાકીદ કરી. એ સુરંગ સૂચવાયેલા નકશા પ્રમાણે પૂર્ણ થયાના સમાચાર મળતાં જ અભયે પૂર્ણિમાને દિવસ નક્કી કરી Page #390 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા : [૩૭૩] એની ખબર રાજગૃહમાં પહોંચાડી. ઉપર જોયું તેમ સુગાદ્વારા સુષ્ઠાને એ સંબંધી તાકીદ પણ કરવામાં આવી. સુવેગા આ આનંદના સમાચાર લઈ ઝટપટ અંત:પુરમાં પહોંચી અને સોગંધિકમહાશય પિતાનો વ્યવસાય સંકેલી ઉચાળા ભરવાના કાર્યમાં મશગૂલ બન્યા. “સારથી! તેં ચપળતાથી, શીધ્ર ગતિએ રથ હાંકી લગભગ શત્રુના પ્રદેશમાંથી નિવિદને બહાર આણ્યા છે, એટલે હવે જરા રથ ભાવ. આ હરિણાક્ષી સુચેષ્ટા કે જે વેગ-ઉદ્વેગથી લગભગ અવાક બની ગઈ છે તેણીને જરા જંગલના વાયુથી તાજગી પ્રાપ્ત થવા દે.” મહારાજ! આપ ઠગાયા છે. સારથીની કુશળતાથી આપ સુજ્યેષ્ઠાને બદલે એની ભગિનીને લઈ દેડી આવ્યા છે. મારું નામ તો “ચેલણ” છે. મેં સારથીએ રથ ઉપાડ્યો તે વેળા જ એ વાત પર ધ્યાન ખેંચવા પ્રયત્ન કર્યો હતો કે સુષ્ઠાને આવવા દ્યો, પણ આપે તે ગણુકાયું નહીં. એના ફળસ્વરૂપે આપની ધારણ અપૂર્ણ રહી અને મારી દશા ત્રિશંકુવર્ બની. નીર ન મળ્યું અને તીરથી દૂર નીકળી ગઈ ! ” સારથીએ રથ થોભાવતાં જ ચેલણ એમાંથી ઊતરી પડી અને ઉપાલંભરૂપે ઉપર પ્રમાણે જણાવ્યું સુબ્રુ! શા સારુ વિષાદ કરે છે? મેં જે છબી નિહાળી છે અને જેનાથી હું મેહમુગ્ધ બન્યો છું એમાં અને તારા પ્રત્યક્ષ દિદારમાં મને કંઈ જ ફેર જણાતો નથી. કયાં તો તું મારી સાથે છળ રમતી હોય વા મજાક કરતી હોય; કિંવા તમારી બન્નેની આકૃતિઓ સમાન હોય; એ સિવાય અહીં અન્ય પ્રશ્ન સંભવતો જ નથી.” Page #391 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવિક પુરુષા : [ ૩૭૪ ] te મહારાજ ! આપનું અનુમાન સાચું છે, તેમ મેં જે કહ્યુ છે તે પણ એટલુ જ સાચું છે. મગધના સ્વામી જોડે કપટાચરણ કરવાની કે પૂર્વ પરિચય વિના મજાક ઉડાવવાની મારા સરખી નવચેાવનાને અગત્ય પણ શી હાય? આપ ખાત્રી રાખે કે કેવળ હું જ નહિ પણ મારી દરેક બહેનેા છળ-કપટ કે દંભનીતિથી દાઢસા ગાઉ દૂર વસનારી છે. અમારી પ્રેમાળ માતા તરફથી ગળથૂથીમાં જ અમને દરેકને ધર્મ–નીતિનો ઉમદા પાઠ ઢાવવામાં આવ્યા છે. • સાચને આંચ આવતી નથી ક એ સૂત્ર પર પૂરા ઇતબાર મૂકવાનું અમને શીખવવામાં આવ્યું છે. એટલે જૂઠું બોલી છેતરવાના પ્રશ્ન રહેતા જ નથી. આપ રૂપની સરખાઇ અથવા તા ચહેરાની સમાનતા જણાવા છે! એ વાત નેવું ટકા સાચી છે. મારા સંબંધમાં પણ આપને તે જાતની ભૂલના ભાગ થવુ પડ્યું છે. આપને ગુજ્યેષ્ઠા જેવી પ્રેયસી ગુમાવવારૂપ એક જ પ્રકારનું દુ:ખ છે જ્યારે મારે તે એ ભગિનીના વિરહ અને આપ સરખા અરિચિત રાજવીના હસ્તે પરાધીનતા એમ ઉભય પ્રકારનું દુ:ખ આવી પડ્યુ છે! આખાની આશાથકી, અર્ધા ત્યજે આહાર: પાછળથી પસ્તાય છે, એ પણ એક ગમાર. એ ‘ગમાર ની વ્યાખ્યા. મારા સંબંધમાં તા ધબેસતી થઇ પડી છે. હેનડી સાથે હરખભેર આવી હતી. એ દ્વારા ભાવી કંઇ કઇ સ્વો સેવ્યાં હતાં, જાતજાતના મનારથા સફળ કરવાના ધાર્યા હતા; પણ એ સર્વ આપના સારથીની ચપળતાથી કહેા કે આપ સરખા નરેશની અકારણુ ઉતાવળથી હા આજે તા ધરાશાયી થઇ ગયા છે. મારે માટે તે અધકારભરી ચાદિશા દેખાય છે. મારા ઉદ્વેગનું કારણ આપે હમણાં પ્રશસેલા એ · વેગ ’જ છે. જરા થાલ્યા હાત તો મારી બહેન Page #392 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા: [ ૩૭૫ ] જરૂર પહાંચી હાત. હું બીજા કશાથી અવાક્ અનુએ તે અસંભવિત છે પણ મને મૂ ઝવે છે-મૈાન સેવરાવે છે એમાં પ્રશ્ન તે એક જ છે કે જ્યારે આપ સરખા ધરણીપતિએ આવા મહાન્ સમારંભ સેવ્યો–કલ્પનામાં પણ ન આવે તેવી સામગ્રી તૈયાર કરી, અરે! એ સારું ભયંકર શત્રુના પાટનગરમાં ગણત્રીના રસાલા સાથે આવવાનુ જોખમ પણ ખેડયું; છતાં એ મધું જેને માટે કરવામાં આવ્યુ–જેના પ્રેમસંબંધમાં એ જાતના સાહસની હારમાળા રચાઇ તેને લીધા વગર આટલા ઋરિત પાછા કેમ ફર્યાં ? એ પાછળ અવશ્ય ક ંઇ ભેદ હેાવા જોઇએ. કાં તે એ પ્રેમનું ચણતર કાચે પાયે થયુ હાય અથવા તા પ્રેમ પાછળના અળિદાન કરતાં જીવન ભયમાં આવી પડવાની ભીતિ જોર કરતી હાય. જ્યાંસુધી આ ધૂંચને સાચા ઊકેલ ન થાય ત્યાંસુધી મહારાજ ! આપના આ જંગલના સ્વચ્છ વાયુ નથી તા મને તાજગી અપવાના કે નથી તા મારા હૃદયપટ પર છવાએલી શંકારૂપ મિલનતાને ઊડાડી એક ડગલું પણ આગળ જવાની પ્રેરણા પાવાને. "" રાજપુત્રી ! તારું આ સભાષણ શ્રવણ કરી મને માથે ઝઝુમતા ભય વચ્ચે પણ અતિ આનંદ થયેા છે. તારી તર્ક બાજી સંસ્કારસંપન્ન માતાપિતાના સંતાનને શેાભે તેવી છે. વળી જે જાતનું આચરણ થયું છે એ જોતાં એક કુલીન રાજકુવરીને શંકા ઉઠાવવાનુ કારણ મળે એ પણ માન્યા વિના ચાલે તેમ નથી. છતાં એ સર્વનું નિરસન કરવા સારુ આ જગલ ચેાગ્ય સ્થાન ન ગણાય. પ્રેમના પાચેા ઢીલા છે કે નક્કર છે એ અનુભવે સમજાય. મેં પાવકની જ્વાળા સમજીને જ સિંહની એડમાં હાથ નાખ્યા છે. જેટલુ આશ્ચર્ય તને થયું છે. એથી અધિક મને પણ થયું છે. ઉતાવળ કરવામાં આવી નથી પણ એ રીતે કામ ઉકેલી લેવાને પૂર્વથી સંકેત કરાયેા હતેા. ઉભય પક્ષે એ << Page #393 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૬ ] પ્રભાવિક પુરુષા : નિીત થયું હતું. છેલ્લી ઘડીએ એવુ કયું કારણુ અન્ય કે તારી ભગિની મિષ કાઢી પાછળ રહી તે હું નથી જાણતા. તે તેા તારા ખુલાસા પછી જ જાણુવા પામ્યા છું કે તમારા ઉભયમાં આ જાતની ભૂલભૂલામણી ભરી છે. મેં જે ચિત્ર જોયુ હતું અને એની જે સ્મૃતિ મારા મનેપ્રદેશમાં રમણ કરતી હતી એ જોતાં સાચું કહું છું કે તને હું સુજ્યેષ્ઠા માનીને જ આગળ વધ્યા છું. મારા પ્રેમ ચેટકતનયા સહ અચળ એવા ધ્રુવના તારા સમ–ન ચળે તેવી રીતે બંધાયા છે. પછી એ તનયાનું નામ સુજ્યેષ્ઠા હાય કે ચેલા હાય, તેથી રચ માત્ર ફેર પડતા નથી. આપણા વચ્ચેની વાતચીતથી આ ગૂચના ઊકેલ સરળ બનશે. વાતના પૂર્વાપર અકાડા મેળવ્યા વિના સાચી પરિસ્થિતિ કળી શકાવાની નથી. હાલ આટલી ચેાખવટ પર્યાપ્ત છે. “ સુશ્રુ ! વિષાદ ત્યજી સત્થર થારૂઢ થઇ જા. જો પેલા દોડતા સૈનિકા આવી રહ્યા છે, એટલે અવશ્ય કઇ માઠા સમાચાર હશે. એમની વાત પરથી એ મામાં જ સમજી લેવાશે. બાકી પરરાજ્યની હદમાં ઘડીકના વિલંબ એ સામે ઊભેલા મૃત્યુને આમંત્રણ આપવા સદશ છે. સુજ્ઞ પુરુષ એવી ભૂલ ન જ કરે. ’’ ચેલણા સંચાગ વિચારી પુન: રથમાં બેસી ગઇ. જોતજોતામાં રસાલે જાણે હવામાં આકાશી ઘેાડા ન ાડી રહ્યા હાય એ રીતે ઝડપથી કૂચ કરવા લાગ્યા. દિવસભરના સખત પરિશ્રમ પછી સૂર્ય દેવ આરામજીવનમાં પ્રવેશવાને લગભગ ઘટિકાથી થેાડા અધિક સમય બાકી રહ્યો, સધ્યા સુંદરી રૂમઝુમ કરતી ધરતી માતાની ભેટ કરવા આવવાની શરણાઇ અજી રહી, વાયુ પણ મંદમંદ રીતે તાજગી અપ`તા વાઇ રહ્યો, એ વખતે આપણા પરિચિત રસાલે એક નાના ગ્રામની વિશાળ છાયામાં આવી Page #394 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા : . [૩૭૭] પહોંચે. મનહર આંબાવાડીઆમાં થોડા થોડા અંતરે પાંચ સાત તંબુઓ તાણેલા છે. એમાંના એકમાંથી એક પ્રોઢ પુરુષ રથના અશ્વોના ખાંખારા ને પૈડાંના રણકાર સાંભળી તરત જ દેડી આવ્યો. રથમાંથી મહારાજે બહાર મસ્તક કાઢી, નજર કરતાં જ એને ઓળખી લઈને સવાલ – “કોણ અભય કે?” હા, મહારાજ! આપનું કાર્ય નિર્વિને સિદ્ધ થયું ને ?” એ પ્રશ્નનો ઉત્તર અદ્ધર રહ્યો. સો કેઈ આ પોતાના રાજ્યને સલામતીવાળા પ્રદેશ હોવાથીભયનું કારણ ન રહેવાથી-વાહનને ત્યાગ કરી, આશાયેશ મેળવી માર્ગનો થાક ઉતારવાના કાર્યમાં રક્ત બન્યા. મહારાજા શ્રેણિક, ચેલણ અને અભયરૂપ ત્રિપુટી એક સુંદર રીતે શણગારેલા સમિયાણું પ્રતિ વળી. અનુચરને ખાદ્ય સામગ્રી ને સ્વાદુ જળ ત્યાં સત્વર આણવાનો આદેશ મળે. આમ પૂર્ણિમાને કાર્યક્રમ એક રીતે સફળતાને વર્યો. ઉક્ત ત્રિપુટી સંધ્યાજનથી પરવારી વાર્તાલાપમાં આગળ વધે તે પૂર્વે જ આપણે ત્યાં પહોંચી જવાનું છે. છેલ્લા અંકના અનુસંધાનમાં ઝાઝું કહેવાપણું નથી. સુરેગા ને સંગધિક મહાશય વચ્ચેના સંકેત પ્રમાણે જ પૂર્ણિમાના દિવસે મહારાજા શ્રેણિક થડા સેનિકો અને નાગ-સુલતાના બત્રીશ પુત્રો કે જે મહારાજાના ચુનંદા અંગરક્ષકો હતા તેમની સાથે સુરંગ માગેથી મધ્યાહ્ન થતાં જ વિશાળા નગરીની નિશ્ચિત થયેલી આરામવાટિકામાં ઉપસ્થિત થઈ ગયા. અંગરક્ષકોને રથની પાછળ રહેવાનું હોવાથી સત્વર તેઓ બહાર નીકળી વૃક્ષના આશ્રયે જુદા જુદા વૃદમાં વહેંચાઈ ગયા. દરમિયાન ચેટક Page #395 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭૮ ] પ્રભાવિક પુરુષ : મહારાજના અંત:પુરમાંથી એક તરુણી-યુગલ ધીમી ગતિએ સુરંગના મુખદ્વાર પર આવી પહોંચ્યું. મહારાજા શ્રેણિક સહુ એ યુગલની આંખેા મળી. મહારાજાએ તક ઓળખીને કાઇ પણ જાતના અન્ય સન્માનવિધિ ન આચરતાં સત્વર રથમાં બિરાજમાન થવાની સૂચના કરી. ત્યાં તેા જાણે કઇ ભૂલાયેલી વસ્તુ યાદ આવી હાય અને તે લઈ આવવાની ખાસ અગત્ય હૈાય–એવા ભાવથી વયમાં કંઈક અધિક દેખાતી તરુણીએ પેાતાની સાથેની તરુણીને ઉદ્દેશી, ધીમા સ્વરે કહ્યું કે- તુ ઊભી રહે, હું મારા અલંકારના ડાખડા લઇ આવુ. ’ કહેનાર તરુણીના નેત્રા પરથી એવા ભાવ સ્પષ્ટ જણાતા હતા કે જો એની સાથેની તરુણી લેવા જાય તેા પાતે ન જાય, પણ પેલી તેા માન રહી. એટલે બેલનાર તરુણી સત્વર અંત:પુરના માર્ગે પડી. મહારાજા શ્રેણિક તેમજ સારથી આ દશ્ય જોઇ રહ્યા. પેલી રમણી નજરથી દૂર થતાં જ મહારાજના કહેવાથી સારથીએ નજીક આવી માન ઊભેલી તરુણીને રથમાં બેસી જવાના આગ્રહ કર્યો. માન રમણીએ સારથીની સૂચનાના અમલ કર્યો. એના બેઠા પછી તુર્ત જ મહારાજા શ્રેણિક પણ રથારૂઢ થયા અને ઇસારા થતાં જ સારથીએ રથના અશ્વોને છેાડી મૂક્યા. રથારૂઢ થયેલી રમણીએ રથ થેાભાવવા–અલંકાર લેવા ગયેલી ગિનીને આવી જવા માટે રાહ જોવા-મ ંદ સ્વરે મહારાજાને જણાવ્યુ', પણ રથ તેા ઉપડી જ ચૂકયા. એની પાછળ વૃક્ષના એથે છુપાયેલા અંગરક્ષકા ધીમે ધીમે આવી સુરંગના માર્ગે આગળ વધવા લાગ્યા. એ પછી શુ અન્યું તે આપણે ત્રિપુટીના વાર્તાલાપથી જ જાણી લઇશુ, એટલે તે તરફ મીટ માંડીએ. શ્રેણિકભૂપે વાતને આરંભ કરતાં જણાવ્યું કે— “ અભય ! તારી દરેક રીતની ચાક્કસ ગણુત્રી પાર પાડવા છતાં અને એ કાર્યક્રમ પ્રમાણે અમે સર્વ યથાર્થ પણે રમત Page #396 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા: [ ૩૭૯ ] રમવા છતાં, કોઇ અજ્ઞાત કારણથી સુજ્યેષ્ઠાને બદલે આ તેની ગિની ચેલણાની ભેટ થઇ છે. પાછળના રહસ્યથી મારા જેટલી જ તેણી પાતે પણ અજ્ઞાત છે. ” “ અહીં ત્યારે દેવી ચેલા ! તમે મને જણાવશેા કે–ભગિની સુજ્યેષ્ઠા સાથેના અમારા તદ્દન છૂપા કાર્યક્રમ તમારી જાણુમાં શી રીતે આવ્યા ? અમારા બે જણ વચ્ચે ચાલતી મસલતમાં જ્યારે ખૂદ સુજ્યેષ્ઠાએ પરાક્ષપણે ભાગ ભજવ્યેા છે અને એક પણ પ્રસંગમાં તમારા ઉલ્લેખ સરખા કર્યા નથી ત્યારે આ ચેાજના તમે શી રીતે જાણી ? “ અમે બન્ને કુમારિકા હેાવાથી તેમ જ અમારી બેની વચ્ચે ગાઢ પ્રીતિ હૈાવાથી આનંદ-પ્રમાદના દરેક પ્રસંગેામાં અમે જોડીરૂપે જ ભાગ લેતા હતા. તેણીને મેં પૂર્ણિમાને દિને વાટિકા તરફ જતી જોઇ અને હું સાથે થઇ, જો કે રાજ કરતાં મારા આજના વર્તનથી તેણીના ચહેરા કઇ વિકૃત જણાય. મને એમ પણ કહ્યું કે-‘ ચેલણા ! હું કઇ ક્રીડા અર્થે જતી નથી, આ તા સહજ આંટા મારી આવુ છું. મહેનડી ! તુ સાથે ન આવતાં અહીં જ થાભી જા.' મે માળસુલભ આગ્રહથી એ વાત કાન પર ન ધરી અને તેણીની અંગૂલી પકડી સાથે જ ચાલી આવી. આમ કરવામાં એક કારણ હતુ અને તે એ કે મે’સુજ્યેષ્ઠા અને અની ચેટી સુવેગાને છેલ્લા ત્રણેક દિવસથી ઘણી વાર ગુપ્ત વાત કરતાં જોયેલા હતા. એક વાર એમ પણ સાંભળેલું કે-‘ સુવેગા ! તું એફીકર રહે, હું ઠરીઠામ થતાં તુ જ તને તેડાવી લઇશ. ’ તેમને આ ગુપ્ત વાર્તાલાપ જાણવા સારુ મને સહજ કુતૂહળ જન્મ્યું. જ્યારે ખગમાં પગ મૂકતાં રથયુક્ત મહારાજને જોયા ત્યારે મને ભેદની ઘેાડી સમજ પડી. અલંકારના ડાડા રહી ગયાના મિષે જો કે એ પાછી ફ્રી, Page #397 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૦ ] પ્રભાવિક પુરુષ : છતાં મને એટલું તે સમજાઇ ચૂક્યુ` કે મને થાપ આપવાનુ એ એક બહાનું છે. જો હું અહીંથી આઘીપાછી થઇશ તા તરત જ સુજ્યેષ્ઠા પસાર થઈ જશે. જેના વિના મને ઘડીએ ન ચાલે તેને હું કેમ ત્યજી શકુ? એ ગઈ છતાં હું તે માનપણે ઊભી જ રહી. તેણી પાછી કે તે પૂર્વે મહારાજે મને રથમાં બેસાડી અશ્વોને હાંકી મૂકાવ્યા. રથ થેાભાવવાની મારી વાત સાંભળી જ નહીં. આ કરતાં વધુ માહિતી મારી પાસે નથી. હા, એટલુ વિશેષ જાણું છું કે અંત:પુરની નજીકમાં એક સાગ ધિકની દુકાન હતી જ્યાં સુરેગા વારંવાર જતી, પણ છેલ્લા ત્રણ દિવસથી એ દુકાન એકાએક ઉપડી ગઇ છે અને સાગ ધિક જણાતા નથી.’’ આ પ્રમાણે વાત થાય છે ત્યાં તે પ્રતિહારીએ ખબર આપી કે “ એક સૈનિક હાંકતા હાંફતા દ્વાર પર ઊભેા છે. તે મહારાજને રૂબરૂ મળવા માંગે છે. ” ' સત્વર જઇ એને પ્રવેશ કરાવ. મહારાજા શ્રેણિકે આજ્ઞા આપી. સૈનિકે શિબિરમાં પ્રવેશ કર્યા ત્યારે તેના શ્વાસ સમાતા પણ ન હતા. ચહેરા પર વિષાદની કાલિમા ફરી વળેલી હતી. મહારાજે ઇસારા કરી તેને બેસવા જણાવ્યુ અને જે કઈ મન્યુ' હાય તે ધીરજથી કહેવા સૂચવ્યુ. "" સૈનિકે ગદ્ગદ્ ક ઠે જણાવ્યું–“ નામદાર ! જ્યારે આના રથ સુરગ માગે આગળ વધવા લાગ્યા ત્યારે અમે પાછળ રહેલા સૈનિકા અને દરેક અંગરક્ષક એક પછી એક સુરગમાં પ્રવેશી આપના રથ પાછળ કાર્ય સિદ્ધિ થયાના ઉમંગથી સ્મિતવદને કૂચ કરી રહ્યા. છેલ્લા અંગરક્ષક ને હું જોડમાં જ હતા. સુરંગનું સુખ અંધ કરવાની તૈયારી કરવાના આરભ કર્યો ત્યાં બાસાહેબની જોડે જે રમણીએ શરૂઆતમાં દેખાવ દીધા હતા અને પાછી Page #398 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા : [૩૮૧] ફરી હતી તે એકાએક આવી ચઢી. આ૫ પસાર થઈ ગયાનું જાણતાં જ તેણી પિકાર પાડતી પાછી ફરી. દેડે, દોડે, ચેલણાનું હરણ મગધને સ્વામી કરી જાય છે ? એવા શબ્દો અમારા કર્ણ પર અથડાયા. એ પિકારને પડઘા સારા ય અંતઃપુરમાં અને આસપાસ પડતાં જ દોડધામ મચી રહી. જોતજોતામાં વિશાલાના સૈનિકોની એક ટુકડી સુરંગ પ્રતિ આવતી જણાઈ. અમેને સ્પષ્ટ જણાયું કે સુરંગનું મુખ આચ્છાદન કરવાનો પ્રયાસ હવે નકામે છે, એટલે એને પડતો મૂકી અમે આપની પાછળ ઝડપથી આગળ વધ્યા. મને આ વ્યતિકર આપને જણાવવા સારુ તાકીદ અપાણી. માંડ મધ્યભાગે પહોંચે ત્યાં તો શત્રુન્યનાં તીરોની વર્ષા શરૂ થઈ ચૂકેલી લાગી. પકડા, પકડે, અને મારે, મારો'ની બૂમે પડી રહી. અંગરક્ષકોએ જબરી ટક્કર લીધી, સુરંગને સાંકડે માર્ગ પણ ઠીક સહાયભૂત બન્યા. એથી શત્રુનું જોર વધુ હોવા છતાં, એને. આગળ વધવાનો પ્રયાસ કારગત ન નીવડ્યો. ત્યાં તો નાયક તરીકેના સ્વાંગધારી એક પડછંદ વ્યક્તિએ તાકીને બાણ છોડયું તે આપના અંગરક્ષકની છાતી વીંધી સેંસરું નીકળી જઈ ભેંય પર પડયું. એ સાથે જ બત્રાશે અંગરક્ષકે ઢગલો થઈ પડ્યા. હું તો આભો જ બની ગયો કે એકાએક આ શી કરામત થઈ! તરત જ બળપૂર્વક દોડ્યો. મને લાગ્યું કે હવે આવી બન્યું. મહારાજાને રથ હવે જરૂર સપડાઈ જવાને. કોઈ પણ જોખમે એ વાત આપસાહેબના કાને નાંખવાના એક માત્ર સંકલ્પથી મારી દોટ ચાલુ જ રહી અને સુરંગના પ્રવેશદ્વાર આગળ આવ્યો ત્યારે જ જરા શ્વાસ લેવા થેલ્યો. મારી પાછળ સૈન્યના માણસ આવી પહોંચવા જોઈએ એવી મારી ધારણા હતા પણ એવી કંઈ હીલચાલ દેખાણું નહીં. હું થડે પાછો ફરી તપાસું ત્યાં સુરંગનો ભાગ મડદાથી એવી રીતે ભરાયેલે જે કે જ્યાં Page #399 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૨ ] પ્રભાવિક પુરુષો : સુધી એ કલેવરના ઢગને ખસેડવામાં ન આવે ત્યાં લગી ગમે તેવો પ્રબળ સૈનિક પણ સરળતાથી કૂચ કરી ન શકે. એ જોઈ મને કંઈક ધીરજ વળી. આપસાહેબને આપની હદમાં પહોં. ચવાને કંઈક વધુ સમય મળશે એ વાતથી આનંદ છે. મેં મારી મજલ પુનઃ શરૂ કરી અને આપની સન્મુખ એ દુ:ખદ સમાચાર પહોંચાડવા ઉપસ્થિત થયે.” આ સાંભળી મહારાજા શ્રેણિકને ભારે દુઃખ થયું. પિતાના પ્રિય એવા બત્રીશે કસાયેલા અંગરક્ષકે આમ સ્વાહા થઈ જશે એવો સ્વને પણ એમને ખ્યાલ નહોતો. સૈનિકને આરામ લેવાની આજ્ઞા આપી અને અભયકુમાર તરફ દષ્ટિ નાખતાં તેમનાથી સહસા બેલાઈ ગયું– અભય! આ તો અણધારી બની ગઈ ! સારથીભાય સુલસાને એક પણ વારસ જીવતો ન રહ્યો ! તેણીને હું મુખ પણ કઈ રીતે બતાવી શકીશ? ” મહારાજ ! ગઈ વાતને શોક કરે વૃથા છે. આખરે તો ભવિતવ્યતા બળવાન છે. આ સર્વ હકીકત જાણ્યા પછી સારી ય ગૂંચનો ઉકેલ આવી જાય છે. સુચેષ્ટા કરાર મુજબ પ્રચ્છન્નપણે આપની સહ આવવા ઉત્સુક હતી, એમાં ચેલણ અચાનક સાથે થવાથી તેણીને થાપ આપવા જ અલંકારના ડાબડાનું મિષ ઊભું કર્યું. આપ તેમ જ ચેલણ એ ભાવ ન સમજી શકયા. વળી આપ તે “ઉભય ભગિનીઓ છે કિંવા ડાબડે લેવા ગઈ એ સુયેષ્ઠા હતી અને ઊભી હતી એ ચેલણા છે” એવા ભેદ પણ ન જાણતા હોવાથી શત્રુના ઘરમાં વધુ સમય ન રહેવું એવા ઉદ્દેશથી ઊતાવળા થયા અને રથ હંકારી મૂકાવ્યો. પછી પ્રેયસી સુચેષ્ઠા ત્યાં આવી. એની ધારણા હશે કે પોતાની પાછળ ચેલણા આવશે. એમાં એ નાસીપાસ થઈ, પણ આવીને જોયું કે આપ તો ચેલણુ સહ વિદાય થઈ ગયા છો એટલે પ્રેમ, સહજ અસૂયામાં Page #400 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા : [૩૮૩] પરિવર્તન પામ્યો; તેથી જ પિકાર પણ થઈ ગયે. સુલસાના પુત્રનું મરણ એ નિમિત્તે થવું સજીત. તેઓનો જન્મ એક સાથે થયો હતો એમ મૃત્યુ પણ એક સાથે જ થયું. એ બધી કમની અટળતા સામે માનવ લાચાર છે. હવે શેક કરો વૃથા છે.” “દેવી ચલણ! તમારી શી ઈચ્છા છે? મહારાજના હૃદયમાં તમારું સ્થાન સુયેષ્ઠા જેટલું જ અચળ અને ગૌરવસંપન્ન છે. લગ્નનો કરાર એ તો ઉભયના દિલની સંમતિ ઉપર અવલંબે છે. તમારી ઈચ્છા પાછા ફરવાની હોય તો તેમ કરવામાં રંચમાત્ર વાધે નથી. વિચાર કરી જવાબ આપો કે જેથી પ્રયાણ નિયત થાય.” કુમાર! સગી આંખે જોયેલા સાહસ ને વીરતા હું કેમ વિસરી જઉં? વળી સુચેષ્ટા કરાર પાળવો એ એની બહેન તરીકે મારી પ્રથમ ફરજ છે, એટલે મારું સ્થાન હવે વિશાલા નહિ, પણ રાજગૃહીમાં જ છે. મહારાજ મારા શિરતાજ છે.” ચેલણાનું અપહરણ થયા પછી વિશાલા નગરીની પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ હતી. મહારાજા ચેટકના સ્વભાવથી ને પરાકમથી પરિચિત પ્રજા સારી રીતે જાણતી હતી કે ટૂંક સમયમાં મગધદેશ સાથે સંગ્રામનું રણશિંગડું કુંકાવાનું ચલણાને ઉપાડી જવાનો ઘા રાજવી મૌનપણે સહન કરે એ શક્ય જ નહોતું. સુરંગ માગે આ બનાવ બન્યો તેથી જ આટલા દિવસ પસાર થયા. ઊઘાડી લડાઈમાં પરાજય પામ્યા હોય એવું કઈ વાર ચેટકરાજની કારકીર્દિમાં નહોતું તેંધાયું કે નહોતું વિશાલાનગરીની વસતીએ જોયું! એક તરફ મહાસંગ્રામની તૈયારી અને બીજી તરફ ગુપ્તચરની છૂપી તપાસથી સારા ય પુરમાં વાતાવરણ ગરમ બન્યું હતું. ચકલે, ચાટે અને આવાસમાં વાતનો વિષય સુરંગ ને ચેલણાના અપહરણને જ ચર્ચાતો. એની પાછળ જાતજાતના ચણતર થતાં. ખૂદ મહારાજાને પણ ઓછું આશ્ચર્ય Page #401 -------------------------------------------------------------------------- ________________ [૩૮૪] પ્રભાવિક પુરુષો : નહોતું ઉદ્દભવ્યું. પિતાની નજર હેઠળ ખરે બપોરે એક નૃપ, ગણત્રીના અંગરક્ષકે સાથે આવી ચેલણાને ઉઠાવી જાય ! પોતે તેને પીછો પણ ન પકડી શકે ! અરે ! આ જાતની સુરંગ થઈ તેની ગંધ સરખી પણ પિતાને ન આવે ! એ આશ્ચર્ય. આવા વિચારને અંતે મગધેશની હિંમત માટે માન છૂટતું તેમ આવી સુરંગ તૈયાર કરાવનારની પ્રજ્ઞા પર મન આફરીન પોકારતું. આમ છતાં આ કડવો ઘૂંટડે ગળી જવાય તેમ નહોતું. ક્ષાત્રત્વને લાંછન લાગે તે બનાવ બની ગયે હતો. પોતે સામ્રાજ્યવાદને વિરોધી હાઈ, સંગ્રામલાલસુ ન હોવા છતાં, કેવળ સ્વમાનના રક્ષણ અર્થે આ જાતના અપમાનને પ્રતિરોધ યુદ્ધ ખેડીને કર્યા સિવાય પોતાને ચાલે તેમ નહોતું. તેથી અહિંસા ધર્મનો પ્રખર ઉપાસક હોવા છતાં, રાજધમ–ક્ષત્રિયવટના સંરક્ષણ અર્થે મગધ પર ચઢાઈ લઈ જવાનો આદેશ અપાઈ ચૂક્યા, તૈયારીઓ પૂરી થવા આવી. તેમાં જે કાંઈ ઢીલ થઈ તે એક જ મુદ્દાની ચોખવટ કરવાના હેતુથી અને તે એ જ કે આ બનાવની પાછળ વૈશાલીની પ્રજામાંથી કિંવા અંત:પુરના નારીવૃંદમાંથી કેઈને છુપો દોરીસંચાર તો નહતો ને ? આટલું સાહસ પ્રથમની ગોઠવણ વિના શક્ય નહોતું જ ! આ જાતની તૈયારી એ કંઈ બે-ચાર ઘડીનું કાર્ય ન સંભવી શકે. એની પાછળ સંખ્યાબંધ રાતદિવસના ઉજાગરા અને લાગણીવાળા અંતરની તીવ્ર મહેનત હોવી જોઈએ. કોઈ બુદ્ધિમાનની નજર અને વૈશાલીના વતનીના સહકાર વિના આ યાજના સંભવી જ ન શકે. મહારાજાના મસ્તિષ્કમાં ઘોળાઈ રહેલ આ સંશય તદ્દન નિર્મૂળ ન હતો એમ વાચક તે સારી રીતે સમજે છે. પણ ગુપ્તચરેએ મેળવેલી હકીકતે પરથી એના કેટલાક આંકડા મેળવવાનો સુયોગ આજે મહારાજાને સાંપડતાં તેઓશ્રી રાજકાર્યને જલદી આપી એકાએક અંતઃપુરમાં આવી પહોંચ્યા. Page #402 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા : : : [ ૩૮૫] મસલતગૃહમાં બેઠક લઈ, તરત જ મહારાણીને બોલાવી લાવવા ચેટીને આજ્ઞા કરી. જ્યારથી ચેલણનું અપહરણ થયું ત્યારથી અંત:પુરનું વાતાવરણ પણ સંક્ષુબ્ધ બન્યું હતું. જાતજાતની ચર્ચાઓ ઊઠતી. સેના મન પર ગમગીની છવાઈ ગઈ હતી. સુત્યેષ્ઠા તરફ-એની દક્ષતા તરફ–સોની આંખ વળતી. વધુ જાણવા સારુ અત્યારે પૂર્વે તેણીને ઓછા પ્રશ્નો નહાતા પૂછાયા. આજે એકાએક મહારાજાનાં પગલાં આ સમયે પડતાં જ કંઈ નવા-જૂની થવાની આશંકા થવાથી દોડધામ વધી પડી. મહારાણું આવી ગયા. વિરામાસન પર બેસી મહારાજાને બોલાવવાનું કારણ પૂછે ત્યાર પહેલાં ખૂદ રાજવીએ જ ઉત્તેજિત સ્વરે ઉપાલંભ આપવાના ભાવથી જણાવ્યું– “આટઆટલી નુક્તચીની થયા છતાં, આખરે નજર મગધ તરફ જ વળીને? જગતની આંખે જે અપહરણ મનાય છે તે ખરું જોતાં-મળેલી બાતમીના સાંધા જેડતાં–અપહરણ નથી પણ તમારી વહાલી પુત્રીને પ્રેમકિસ્સો છે.” મહારાજ ! તમારા સરખા ધર્મજ્ઞ આ બનાવ પાછળ આટલી બધી ઉત્કંઠા કેમ ધરાવે છે એ જ મને નથી સમજાતું. ટિવિતમ ઢાટે, પ્રોનિલ્સનું : રામર્થ?” અથવા તો “વિધિવ રદ્દીકરી' જેવાં નીતિકારનાં વચનો પર આપને શ્રદ્ધા નથી બેસતી? પુરુષાર્થ મર્યાદિત હદ સુધી કામ લાગે છે, આખરી સત્તા તે ભાગ્યદેવીને હસ્તમાં જ સોંપાયેલી છે. તે વિના “વનદ્વત્તાનોsfપ, રામ પ્રáાતો ને ” જેવું આશ્ચર્ય સંભવી શકત? ચક્ષુ સામેના બનાવથી નિશ્ચિત કરી લે કે “વિધિવ તાન વદતિ ચાર પુમાન જૈવ ચિંતતા” અર્થાત્ વિધિ તે કરે છે કે જે પુરુષ ચિંતવી પણ શકતો નથી. એટલે માનવીના આરંભ્યા અધવચ રહે છે અને દેવ કરે તે થાય છે. ” ૨૫ Page #403 -------------------------------------------------------------------------- ________________ [ ૩૮૬ ] પ્રભાવિક પુરુષ : ,, મહારાણી ! તે પછી જાણ્યા છતાં મારાથી આ વાત છુપાવવાનું શું પ્રયેાજન? તે દિવસે મને તમે ખાતરી આપેલી કે ‘પુન: આ વાત હું નહીં સંભારું' એ કેવળ બનાવટ હતી ને? ” “ હે નાથ ! હવે મર્યાદા એળ ગાય છે. ક્ષત્રિયાણી પેાતાના વચનથી ચળાયમાન થવા કરતાં મૃત્યુ વધુ પસંદ કરે છે. આપ શું એમ માનેા છે કે જે બન્યું છે તે મારી જાણમાં છે કિવા એને મારી સંમિત છે ? એ મનાવના સંબંધમાં જેટલા આપ અજ્ઞાત છે તેટલી જ હું છું. આપ કહેા છે કે અપહરણ નથી, પણ પ્રેમકિસ્સા છે ત્યારે મને પુરાણી વાત સ્મૃતિપટમાં તાજી થાય છે; જો કે એના મેળ મળતા નથી. એ વેળા મે પુત્રી સુજ્યેષ્ઠાનું દિલ મગધેશ પ્રતિ વળેલું છે. એટલું જોઇ લીધેલું, જ્યારે બન્યું છે જુદું. સુજ્યેષ્ઠાએ પાકાર કરી ચેતવણી આપી છે અને ચાલી ગઇ છે. તા ચેલા! જેના સંબંધમાં સ્વઘ્ને પણ ખ્યાલ ન આવે. વારંવાર વિચાર્યા છતાં હજી સુધી એ કાકડું ઊકેલી શકાયું નથી. ” મહારાણીએ આગળ ચલાવ્યુ–– “ માકી પ્રેમકિસ્સાની નવાઇ ક્ષત્રિયા માટે કેમ હાઇ શકે ? વંશપરંપરાથી ચાલ્યા આવતાં વૈરવાળા કુટુ એામાં જન્મેલા સ તાના પરસ્પર પ્રેમબ ંધનથી જોડાયાના બનાવ શુ શેાધવા પડે તેમ છે? ભલે પછી એ પ્રેમનું પવસાન કયાં તેા વૈરના શમનમાં થયુ હાય કિવા યુગલના કાભક્ષણમાં થયુ હાય એ જુદી વાત છે. ઉમ્મરલાયક કન્યા મનપસંદ વર શેાધે એમાં ડિલેાને શરમજનક વાત કઇ છે? હા, હું આ સંબંધમાં વધુ કંઇ પણ જાણતી નથી, છતાં છાતી ઠેકીને બેધડક કહી શકું છું કે— ચાહે તેા સુજ્યેષ્ઠા હા કે ચેલણા હા, એ એની ઇચ્છા વિરુદ્ધ નથી તેા કાઇને પેાતાના હાથ પકડવા દેવાની કે પેાતાના પાકદામન પર રચમાત્ર ક્ષતિ પહેાંચવા દેવાની, ભલેને ઉપાડી જનાર 66 Page #404 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા ? [૩૮૭] વ્યક્તિ મગધેશ હોય કે ચમરેશ હોય. મારી પુત્રીઓના પતિવ્રતધર્મ યાને શિયલરક્ષણ સંબંધમાં મને સંપૂર્ણ ખાતરી છે. નારીતિને એ મહાન ખજાના સિવાય બીજુ સાચવવાનું પણ શું છે ? માતાપિતાને પણ જે એ પવિત્રતા પર માખી ન બેસતી હોય તો અન્ય ચિંતાનું શું પ્રજન છે? પ્રેમની ગતિમાં વૈર કે વૈમનસ્યને આડે આણવાની અગત્ય નથી, સાચા સનેહનો પ્રવાહ અખલિતપણે વહ્યા જ કરે છે. ક્ષાત્રધર્મ જેમ અનેખી ચીજ છે, એ ફરજ વખતે જેમ પિતાપુત્રનો સંબંધ નથી જોતો, શરણ દેવા પ્રસંગે જેમ શત્રુ કે મિત્રપણું નથી સંભારતો, તેમ પ્રેમધર્મ પણ પૂર્વભવના સંસ્કારોથી ઉદ્દભવે છે. એને વડીલની રાતી આંખ ડાંભી શકતી નથી.” ચેડા રાજામહાસતી ! તમારી દલીલો વાસ્તવિક છે. એ સામે આજે મારે કંઈ કહેવાનો ઈરાદો નથી. તેમ પુત્રીએ આ જાતના વર્તનથી કુળને કલંક પહોંચાડ્યું છે એમ કહેવાને પણ મારો આશય નથી. નકકી કરવાનું તો એ છે કે ગણરાજ્યના એક મુખી તરીકે મારો ધર્મ મગધના સ્વામીએ લીધેલ પગલું મૂંગા મૂંગા ગળી જવાનો છે કે કેમ ? એમાં લજિ અને વજિજ સમૂહોની કીતિને કંઈ ઝાંખપ તો નથી પહોંચતીને? જે એનો ઉત્તર હકારમાં આવતા હોય તો એકધર્મના ઉપાસક તરિકે મારું વતન કેવા પ્રકારનું હોઈ શકે ? એ વાતનો નિશ્ચય કરવાનો છે. અપમાનનો બદલો લેવો એ ક્ષત્રિયવટની જૂની પ્રણાલિકા છે. એ સારુ દરેક તૈયારી થઈ ચૂકી છે. મારી આજ્ઞા મળે તેટલી જ ઢીલ છે. દરમિયાન મારી જ અંગજાનો પ્રેમકિસ્સે નયનપથમાં આવે છે. એ સત્ય છે કે ક૯૫નાજાળ પર રચાય છે એની ખાત્રી કરવી અગત્યની છે, કેમ કે એના નિર્ણય પર જ સત્ય કઈ બાજુ છે એને નિરધાર થાય તેમ છે. એમાં તમારી સહાયની પૂર્ણ આવશ્યકતા છે. મારે ઉપાલંભ ભૂલી Page #405 -------------------------------------------------------------------------- ________________ [૩૮૮] પ્રભાવિક પુરુષ : જઈ, નીતિવેત્તાઓની વ્યાખ્યા પ્રમાણે વાર્યેષુ મંત્રી વજાપુ .સમયા ધરિત્રીને પાઠ ભજવો. યુવાન પુત્રીનું હૃદય ડંખ ન પામે અને વાતનું રહસ્ય મળે તેવા રસ્તે . એ બાબતમાં તમે પૂરેપૂરા દક્ષ છો.” “સ્વામિન! એમાં સહકાર આપવો એ મારે પ્રથમ ધર્મ છે, પણ ગુપ્તચરની બાતમીને મને કંઈક ખ્યાલ મળે ત્યારે જ એ બની શકે. પુન: કહું છું કે આ બનાવના સંબંધમાં હું સંપૂર્ણ અજ્ઞાત છું.” ચેટકરાજે શાંતિપૂર્વક તપાસને સાર કહેવા માંડે. ચેલણાના અપહરણની વાત કાને આવતાં જ મેં સેનાપતિને દોડાવ્ય. બગીચામાં પ્રવેશી, સુષ્ઠાના અંગુલીનિર્દેશ પ્રમાણે તેણે સુરંગમાં સત્વર ડગલાં ભર્યા. આશ્ચર્યની વાત તો એ બની કે એના એક જ તીરે દેટ મૂકી રહેલા બધા અંગરક્ષકોના બદન વીંધી નાખ્યા અને તે સર્વ ચત્તાપાટ ભૂમિ પર ઢળી પડ્યા. પાસે જઈ એક શબને ખસેડી આગળ વધવાનો રસ્તો કરે ત્યાં સામે તેવી જ રીતે બીજા અંગરક્ષકના શબ પડેલાં. એનું તીર ચોકસ એકની જ છાતીમાં ગયું છતાં આશ્ચર્યની વાત એ બની કે સંખ્યાબંધ અંગરક્ષકો પંચત્વ પામેલા અને સુરંગને સાંકડે માર્ગ એવો અવરોધાયેલ કે એક ડગલું પણ આગળ ન વધી શકાય. શત્રુને પકડી પાડવાની બાજી હાથમાંથી સરી ગઈ. નાઈલાજે એ પાછો ફર્યો. બીજા દિવસથી મેં એની પાછળની છુપી તપાસ એક તરફ શરૂ કરી ને બીજી તરફ મગધ પર ચઢાઈ કરવાના પયગામ પાઠવ્યા. જુદા જુદા પ્રદેશમાંથી સૈન્યની ભરતી થવા માંડી. આજે તપાસના છૂટા હેવાલમાં એકાએક સુજ્યેષ્ઠા અને એની દાસી સુગાના નામ મુદ્દાસર રજૂ થયાં કે જેથી મારે દિમાગ ફરી ગયો. મારા અંત:પુરનો હાથ આ કાર્યમાં જોઈ મન ઉત્તેજિત બન્યું અને હું સત્વર અહીં આવી પહોંચ્યો.” ૧ એ બાણ ચેડા મહારાજાનું કહેવામાં આવે છે. ૨ મગજ. Page #406 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા: [ ૩૮૯ ] “ સાગ ધિકના વ્યવસાયથી એ નામે ખ્યાતિ પામેલ કોઇ મહાબુદ્ધિશાળી માણુસ મગધથી આવી આપણા આવાસની સિમપમાં વસેલા. તેણે સુગંધી પદાર્થો પાણીના મૂલ્યે પૂરા પાડી અંત:પુરના દાસીવૃંદમાં જખરું સ્થાન જમાવ્યું. જે ઉદ્યાનમાં મારી રજા સિવાય પુરજનને પ્રવેશ પણ અશક્ય છે અને જે એક એકાંત ભાગ પર આવેલ હાઇ ઘણુંખરું રાણીવાસના નારીવૃ ંદ માટે જ અલગ રખાયેલા છે; એમાં એક કરતાં વધુ વાર એ સાગ - ધિક મહાશય જુદા જુદા સમયે સુજ્યેષ્ઠાએ અપાવેલી પરવાનગીથી જઇ આવ્યે અને મારિકાઇથી એના જુદા જુદા ભાગની નોંધ પણ કરી આવ્યેા. એ વ્યક્તિએ જ સુરંગની ચેાજના કરી. એવી સીફતથી કામ લીધું કે એની ગંધ સરખી કેાઈને ન આવી. એક ચુનંદા વેપારી તરિકે મહાજનમાં પણ ઉમટ્ઠા સ્થાન મેળવ્યું. બનાવ બન્યા તેના ત્રણ દિન પૂર્વે જ એ મહાશય એકાએક ઉચાળા ભરી ગયા! આટલી માહિતી પ્રાપ્ત થઇ છે. સુજ્યેષ્ઠા એની શબ્દાળમાં કેવી રીતે સાણી એ હજુ અનિીત વિષય છે.’ “ નાથ ! એમાં ઝાઝી વિમાસણ શા સારુ કરવી ? હાથકંકણને આરસીની જરૂર હાય ખરી ? કુંવરી સુજ્યેષ્ઠાને ખેલાવા એટલે એ પરના પડદા સ્હેજે ઉંચકાઇ જશે. ગમે તેવી આકરી કસોટીમાં પણ મારી તનયા અસત્યવાદનું આચરણ નહીં કરે એ વાતની મને સે એ સા ટકા સંપૂર્ણ ખાત્રી છે. ’’ તરત જ અનુચર માકલી સુજ્યેષ્ઠાને મેલાવવામાં આવી. તેણીએ આવીને માતાપિતાને નમસ્કાર કર્યો કે તરત જ મહાસતીએ પેાતાની નજીક બેસાડી, ધીરજથી માથે હાથ ફેરવતાં પૂછ્યું કેપુત્રી ! ચેલણાનું અપહરણ એકાએક મગધેશે આવીને કર્યુ કે એની પાછળ કેાઇ અન્ય ઇતિહાસ છે ? વિનાસ કાચે સાચી પરિસ્થિતિની રજુઆત કર, કેમકે એક મહાન્ સામ્રાજ્ય સાથે યુદ્ધની શરૂઆત કર્યા પૂર્વે પેાતાને કેશ મજબૂત કરી લેવા ઘટે.” 66 Page #407 -------------------------------------------------------------------------- ________________ [૩૯૦ ] પ્રભાવિક પુરુષ : સુચેષ્ટા–“જ્યારથી મગધરાજની માગણી પાછી ઠેલાણી અને વહાલી માતા તમે એ સ્થળ ત્યજી દઈ કોઈ અન્ય રાજવીની વિચારણા કરવાની સલાહ આપી ત્યારથી મેં એ વાત મનમાંથી કાઢી નાખવા ઘણે પ્રયાસ સેવ્યો, પણ મારા હૃદયમાંથી એ વાત નામશેષ ન થઈ. એવામાં એક પરદેશી સગંધિકદ્વારા મગધના સ્વામીની છબી મને પ્રાપ્ત થઈ એટલે પુન: પેલી પ્રેમવાર્તાએ વધુ જોર પકડયું. મનમાં એક જ નિશ્ચય થયો કે વરવું તો મગધરાજને. દાસી સુવેગા મારફતે આ ઈરાદે સગંધિકને કાને પહોંચાડ્યો એટલું જ નહિ પણ તેને આગ્રહ પણ કર્યો કે “કઈ પણ હિસાબે આ ચોકડું જોડી આપવું.” ત્યારપછી સૌગંધિક તરફથી જે જાતની મદદ માગવામાં આવી તે મેં બેધડક સુવેગા મારફતે અપાવી. મારી લાગવગથી જ બાગરક્ષકે એક કરતાં વધુ વાર એ મહાશયને બાગમાં પ્રવેશ કરવા દઈ, તેના ભિન્ન ભિન્ન ભાગેનું બારિકાઈથી અવલોકન કરવા દીધું. “મગધેશે આવી મને લઈ જવી અને તે કાર્ય ગુપ્તપણે કરવું” એ મારું કહેણ હોવાથી સુરંગનો પ્રબંધ થયેલે. એની પાછળ મારો ઈરાદે એક જ હતો કે મારા પિતાશ્રીને જે વસ્તુ પસંદ નથી, છતાં મને જે પ્રાણથી અધિક પ્રિય છે એ કરવી તો ખરી પણ તેમાં અન્ય કેદની આહુતિ ન અપાય, તેમજ કુળને ક્ષતિ ન પહોંચે તેવી રીતે એ વાત પાર ઉતારવી. સગંધિક તરફથી ત્રણ દિવસ પૂર્વે નિશ્ચિત સમયના પ્રયાણની વરધી મને મળી ચૂકી, તે પણ અહીંથી ઉઠાવગીરી કરી ચૂક્યો અને જે ચેલણ અચાનક મારી સાથે ન થઈ હોત તો હું પણ લેહીનું એક ટીપું પડવા દીધા વગર પ્રચ્છન્નપણે રાજગૃહીમાં પહોંચી ગઈ હત. મારી સાથે થયેલી ચેલણને થાપ આપવા હું અલકારની મંજૂષા લેવાને બહાને પાછી ફરી. મારી ધારણા હતી કે ચેલણ પણ મારી સાથે પાછી ફરશે પણ તેમ ન બન્યું અને Page #408 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા: [ ૩૯૧ ] જ્યાં પાઠ ભજવીને હું પુન: ભાગરૂપી મંચ પર હાજર થ છે ત્યાં તે ચેલણા સાથે મગધેશ સિધાવી ગયેલા અને સાથે આવેલા મંત્રીશ અંગરક્ષકામાંના છેલ્લાને સુર ગમાર્ગમાં પ્રવેશ કરી, એનુ દ્વાર બંધ કરવાની તૈયારીમાં જોયે. “ ધરતીકંપના આંચકા સમાન મારા પ્રેમપ્રસગમાં સખ્ત આંચકા લાગ્યા. પ્રેમીના હૃદયમાં સાચા પ્રેમની ઉષ્મા નહેાતી પણ કેવળ રૂપલાલસા હતી એમ મારા અંતરે પાકાયું. તે વિના ભળતી રીતે આમ ચાલી જાય જ નહીં. દિવ્યપ્રેમી મરાંત સાહસથી પણ પાછે ન ક્રે. એ તે પ્રેમના નિભાવમાં જાનની હાડ ખેલે. સાગરના તરંગાની ઝડપથી આવા વિચારે મારા મનેપ્રદેશમાં વહી રહ્યા ને પ્રેમ દ્વેષમાં પરિણમ્યા. તરત જ હું બ્રૂમ પાડી ઊઠી. પછી શુ બન્યું તે આપને વિદિત છે. જો કે આ આખા બનાવ પાછળની સર્વ જવાબદારી મારે શિર છે, કેમકે મે એમાં સૂત્રધાર તરિકેના પાઠ ભજવ્યેા છે, એટલે ન્યાયષ્ટિને જરા પણ ઊણપ ન આવે એ રીતે મને જે નશિયત કરવામાં આવશે તે હું હસતે મુખે વધાવી લઇશ. ખાકી એ સાથે મારી એ મનીષા છે કે જે કાર્ય માં રક્તનુ એક મિટ્ટુ પણ ન પડવા દેવાની મારી ધારણા હતી ત્યાં લેાહીની ધારા વહી છે ને પ્રેમીના ઉતાવળાપણાથી કહેા કે સાચા પ્રેમના અભાવથી કહેા, ગમે તેમ અનુમાન કરી છતાં, મારી ભગિનીને વિના કારણે એના શિકાર બનવું પડયું છે. અને વિશાલાપતિની યશગાથા પર અણુધાર્યા ઘા પડ્યો છે. એના બદલે સંગ્રામ ખેડીને અવશ્ય લેવાવા જોઇએ. ” મહાસતી—“ મહારાજ ! કુંવરી સુજ્યેષ્ઠાને સાંભળ્યા પછી, તેમ જ આપે કરાવેલી તપાસના મુદ્દાનેા એની સાથે ખરાખર મેળ મળી રહેતા નિરખ્યા પછી લડાઈના જંગ ખેલવાનું કારણ ભાગ્યે જ ઉપસ્થિત કરી શકાય. ચાલી ચલાવીને આપની જ Page #409 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૨ ] પ્રભાવિક પુરુષો : અંગજા આમંત્રણ કરે અને એ સ્વીકારી લઈ સામે પુરુષ ક્ષત્રીયવટના કાનૂન અનુસાર પગલું ભરે એમાં એ દોષ સેવે છે અથવા તે ભૂલ કરે છે એમ ન જ કહી શકાય. ” ચેટકનરેશ-“આશ્ચર્ય ! અતિ આશ્ચર્ય!! એક જ વિષય પરત્વે મા-દીકરીના દષ્ટિબિન્દુઓ તદ્દન અનોખા! એમાં જમીન આસમાન જેટલો ફરક ! પુત્રી સંગ્રામને આગ્રહ કરે છે અને માતા એથી હાથ ધોઈ નાંખવાની સલાહ આપે છે ! વિશાલાના સ્વામીની આંખમાં ધૂળ નાખી, ખરે બપોરે એની કુંવરીનું એક સામ્રાજ્યવાદી માનસ ધરાવતો નૃપ હરણ કરી જાય એ કાર્યને એક ગણરાજ્યને આગેવાન ઠંડી નજરે ચલાવી લે એમાં એની શોભા છે કે અપકીર્તિ છે એને કંઈ વિચાર કર્યો?” સુચેષ્ટા–“માતુશ્રી! તમારા સરખી શ્રી ક્ષત્રિયાણ આજે આવી ભૂલ કેમ કરે છે? આમંત્રણ ભલે કબૂલ રાખીએ તો પણ તે એક સાચા પ્રેમીને એની સાચી માશુક તરફથી કરેલું હતું. એનો અર્થ એ નથી થતો કે માશુકને બદલે અન્યને લઈ જલદીથી ભાગી જવું ! મને એમાં પ્રેમની જમાવટ કરતાં સૌન્દર્યવાસના જ તરવરી રહેલી દેખાય છે. એવાને તો હાથે બતાવો ઘટે. વળી ચેલણાની ઈચ્છા વિના એ લઈ ગયે તે તેણુને છોડાવી લાવવાને પિતાજીને ધર્મ ખરે કે નહિં?” મહાસતી–“પુત્રી ! તું પ્રેમમાં ભગ્નઆશાવંતી હોવાથી તારું મન આજે નિર્મળ નથી. તેથી તારી દલીલમાં સત્યની ઝાંખીને બદલે વેરની રેખા છવાયેલી છે. તારા અને ચેલણાના ચહેરાઓનું સામ્ય ભલભલાને ભૂલાવે તેવું છે એટલે તું જેમાં સાચા પ્રેમની ખામી જુવે છે તેમાં હું ભૂલામણી થયાનું ધારું છું. બાકી જીગરના સ્નેહ વિના સિંહની બોડમાં હાથ નાંખવાનું Page #410 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજ : [૩૪] સાહસ થઈ શકે જ નહીં. વળી સંપૂર્ણ ખ્યાન પરથી સગંધિકનું પાત્ર મને કઈ ભારે અક્કલમંદ જણાય છે. અહિંસાધર્મને તે ઉપાસક હોવો જ જોઈએ એવું મારું અનુમાન છે, કેમકે તેની આખી જનામાં કાર્યસિદ્ધિ થાય, વિખવાદ ન વધે અને મારામારીથી દૂર રહેવાય તેવી સંકલના કરાયેલી છે. જે વ્યક્તિએ તારી દાસી સુવેગાના વચન ઉપર વિશ્વાસ રાખી આટલી હદે ચણતર ચણ્યું તે ચેલણની મરજી વિના તેને બળજબરીથી લઈ જવાની સલાહ ન જ આપે. પ્રામાણિકતા આગળ શત્રુતા કે મિત્રતા જેવું રહેતું જ નથી. ___ न्यायात् पथः प्रविचलन्ति पदं न धीराः। એ એવા પુરુષોનું લક્ષ્યબિન્દુ હોય છે, તેથી મારી ખાસ સલાહ છે કે ચેલણ તરફના સમાચારની રાહ જોવી. મારું અંતર તો એમ જ કહે છે કે ચેલણાને એની ઈચ્છા વિના કઈ પિતાની મહોરદાર બનાવી શકે તેમ છે જ નહીં.” ચેટકનરેશ–“મહાસતી ! સાચે જ તમારામાં નામ પ્રમાણે ગુણે છે. સર્વ વિષયને નિર્મળ દૃષ્ટિથી જોવાની ને ન્યાયપુરસ્સર છણવાની તમારી શક્તિ પ્રશંસનીય છે. કેટલાક દિવસેને માનસિક બેજે આજે મારા મગજમાંથી હળવો થઈ ગયો છે. વાતનું પ્રકાશન એટલું ખુલ્લું થયેલું છે કે નથી તો એમાં કુંવરીની ગુન્હેગારી રહેતી કે નથી તે કુળને ઝાંખપ લાગતી; ફક્ત; આ બનાવ એક ક્ષત્રિયહુદય મનપણે કેમ ચલાવી લઈ શકે ? એ વાત ડંખતી હોવાથી યુદ્ધનો પ્રસ્તાવ હું પડતો નથી મૂકી શકતો.” આ પ્રમાણે વાત ચાલી રહી છે ત્યાં તો એક અનુચરે ખબર આપી કે “ઉદ્યાનપાલકે મેકલેલો સંદેશ લઈ એક દૂત આવ્યે છે. મહારાજને મળવાની એ આજ્ઞા ચાહે છે.” Page #411 -------------------------------------------------------------------------- ________________ [૩૪] પ્રભાવિક પુરુષો : એને અંદર મોકલવાની આજ્ઞા આપતાં જ મહારાણી અને સુચેષ્ટા કુમારી પાસેના ખંડમાં ચાલ્યા ગયા. દૂતે આવી નમનપૂર્વક જણાવ્યું કે “ઉદ્યાનમાં પ્રભુ શ્રી વર્ધમાનસ્વામી સમવસર્યા છે.” આ કર્ણપ્રિય સંદેશ શ્રવણ કરી, દૂતને વધામણી તરીકે પારિતોષિક આપી વિદાય કર્યો અને હર્ષાતુર હૃદયે જ્યાં મહારાણી છે ત્યાં જઈ આ સંદેશ સંભળા. મહાસતી–“નાથ ! અહિંસાના ફીરસ્તાના આકસિમક આગમનથી હવે તે હિંસાયજ્ઞ અટકશે ને ?” રાજા–“ અલબત્ત, દેવની સ્થિરતા સુધી તે ખરા જ.” રાણી—“ દરમિયાન અન્ય સંદેશ મળે તો એ કાયમી કેમ ન બને? ” આજે વૈશાલીની પ્રજાએ આંખ ઊઘાડતાં જ નિરાળું દશ્ય જોયું. કેટલાયે દિવસથી મગધ પર હલ્લે લઈ જવાની તૈયારી ચાલુ હતી અને દિ'ઊગ્યે જુદા જુદા ભાગમાં વજિજ-મલ્લલિચ્છવી આદિ જાતિઓના દળે ગણના પ્રણેતા ચેટકમહારાજની કુમકે શસ્ત્રસજજ થઈ આવતાં હતાં એ એની નજર બહાર નહોતું. એકાદ બે દિવસમાં પ્રયાણના મંગળ સૂર શ્રવણ કરવાની આતુરતા હતી ત્યાં એકાએક જુદી જ ઉષણા સંભળાણું. પરમાત્મા મહાવીર દેવના વંદન અર્થે મહારાજા તરફથી નીકળનાર સવારમાં જનતાને ભાગ લેવાની હાકલ હતી. સત્વર પ્રાત:કૃત્યથી પરિવારી તૈયાર થઈ જવાની સૂચના હતી. આખી દિશા જ ફરી ગઈ હતી. અહિંસાના ફરિસ્તાના પધારવાથી સંગ્રામ(યુદ્ધદેવને જે Page #412 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા : [ ૩૯૫ ] ભીષણ અલિ ચઢાવવાના હતા તે હાલ તા અટકી ગયા. એથી સખ્યામ ધ . ઘામાં–સૈનિકેાની પત્નીએના અંતરામાં–વ્યવસાય જ જેનું જીવન છે એવા વ્યાપારી વર્ગમાં અમાપ શાંતિના વાયુ વાયેા. ચાતરફ આનંદના વાયરા વાઈ રહ્યા. રાગ કે રાગી દશા કેાઇને પણ પ્રિય ન જ હાય. યુદ્ધ એ એક જાતના રોગ જ છે; અને એ યુદ્ધને લખાવનારી દશા રાગીજીવન જેવી છે એટલે એ કાણુ પસંદ કરે ? છતાં રાગ જેમ આવે છે તેમ યુદ્ધ પણ આવે છે જ. એથી ગભરાવાપણું એ તેા કાયરતાનું લક્ષણ. એના સામે તે ચેાગ્ય ઉપચાર જ સભવે, છતાં વૈશાલીની પ્રા આજે તેા એ :ઉપચાર વિધિમાંથી પણ મુક્ત મની. નગરીની બહાર આવેલ . પરમાત્મા શ્રી વર્ધમાનસ્વામીના સમવસરણ પ્રતિ એના કદમ ભરવા શરૂ થયા. વંદના મહાત્સવમાં આવેલ તેમ જ પૂર્વે છૂટાછવાયા યા તેા નાનામેટા સમૂહમાં એકત્ર થયેલ માનવવૃ થી એ જડ ગણાતી ભૂમિએ ચેતનવંતી મહામાયાના અવતાર ધારણ કર્યો. * તિહાં ચાસા સુરપતિ આવીને ત્રિગડુ રચાવે રે, તેમાં બેસીને ઉપદેશ પ્રભુજી સુણાવે રે મુર નર ને તિ`ચ નિજ નિજ ભાષા રે, કંઇ સમજીને ભવતીર પામે સુખ ખાસા રે. • અષ્ટમી ’ના સ્તવનની એ લીંટીએ પ્રભુ શ્રી મહાવીરદેવના સમવસરણુ તેમજ ઉપદેશ પદ્ધતિના ટૂકમાં ખ્યાલ આપે છે. માલવકેાશના મધુરા આલાપમાં—જેમણે ચૌદ રાજલેાકનું જ્ઞાન હસ્તામલકવત્ છે એવા સંજ્ઞની વાધારા વહેતી નજરે જોઈ નથી, એ એના વર્ણન કઇ કલમે કરી શકે ? એના મનારમ આલેખન કરવાના સ્થાને હૃદય એક જ પ્રાર્થના કરે છે કે એવા શુભ યાગ પેાતાને પ્રાપ્ત થાય તેા કેવું સારું ? Page #413 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૬ ] પ્રભાવિક પુરુષો : देवा दैवीम् नरा नारीम् , शबराश्चापि शावरीम् । तिर्यंचोऽपि हि तैरश्चीम् , मेनिरे भगवद्गीरम् ।। એ વાણુને અતિશય પણ કેવો ! દેવતાઓ જાણે કે પ્રભુ અમારી દેવી વાણીમાં બધ આપે છે. તેવી જ રીતે મનુષ્યોને માનવી, ભીલોને પોતાની ભલી વાણીને અનુભવ થાય; અને તિર્યંચે પોતાની પશુની ભાષા સમજે. એનું તાત્પર્ય એટલું જ કે એ ગીરામાં અગાંભીર્યની આશ્ચર્યકારી જમાવટ હોય. શબ્દગૂંથણી પણ અલૌકિક હોય કે જેથી એના અર્થ જુદા જુદા પ્રકારે થઈ શકે. દાખલા તરીકે “જે નથિ’ એટલા ઉચ્ચાર પરથી એક ભીલે પોતાની ત્રણ ભાર્યાઓના સવાલને ઉત્તર આપ્યો હતો. દરેકે પોતાની માગણીને અનુરૂપ અર્થ કેવલ “શર” શબ્દમાંથી ઉપજાવી લીધો હતો. તીર્થંકર પરમાત્માની વાણીને મહિમા અવર્ણનીય છે. એના પ્રત્યેક વર્ણમાં ગાઢા કર્મપુજને ભેદી નાંખી વિશિષ્ટ જ્ઞાનકિરણને પ્રવેશ કરાવવાની અમાપ તાકાત ભરી છે, તેથી તો શ્રવણ કરતાં હજારો આત્માને કલ્યાણપંથ ઊઘડે છે. ભલભલા દારુણ કાર્ય કરનારા, તીવ્રતમ પાપ આચરનારા, અરે ! મોટી એવી ચાર હત્યાના કરનારા પણ એ ઉપદેશરૂપી સલિલમાં પૂર્ણપણે સ્નાન કરી શુદ્ધ થઈ ગયા છે. गृहं सुहृत् पुत्रकलत्रवर्गो, धान्यं धनं मे व्यवसायलाभो । कुर्वाण इत्थं नहि वेत्ति मूढो, विमुच्य सर्वम् व्रजतीह जन्तुः॥ આ નાનકડા લેકનો ભાવ સમજવો મુશ્કેલ નથી. ઘર, મિત્ર, પુત્ર, દારા આદિ સ્વજનેને, ધાન્ય, ધન અને વ્યાપારના લાભને ત્યજી દઈને અવશ્ય એક વાર જવાનું છે, એવું એ સર્વની આળપંપાળમાં પડેલો આત્મા નથી જાણતો ! એ આત્માને કેણ સમજાવે કે મીસ્ટને રચનયો: નદિ લિરિસ્તિ !” અર્થાત્ “આંખો મીંચાઈ ગઈ કે તારું કંઈ જ નથી.” અથવા તે આ સંસાર એ તો મુસાફરખાનું છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા : [ ૩૯૭ ] પણ આ રોજના અનુભવની વાત તીર્થંકર પ્રભુના મુખથી જ્યારે પ્રગટ થાય છે ત્યારે એવા ગુઢ હૃદયે પણ ભેદાય છે કે ઘડીભર નામ સાંભળતાં અજાયબી ઉપજે. દઢપ્રહારી કે અજુનમાળીના દષ્ટાન્તો જગજાહેર છે, પણ દૂર શા સારુ જવું ? પરમાત્માની વાણીની પૂર્ણાહૂતિ થતાં જ જે સંખ્યાબંધ આત્માઓએ સંયમને રાહ લેવા નિશ્ચય જાહેર કર્યો એમાં કથાનાયિકા સુચેષ્ટા અગ્રસ્થાને હતી. વાચકને ઘડીભર વિસ્મય થશે કે હજુ એને પ્રેમરસ તો સુકાયો નથી, એમાં નિરાશા પ્રાપ્ત થતાં એ પાવકરૂપે ભભૂકી ઊડ્યો અને શ્રેણિક સાથે સંગ્રામ થ જ જોઈએ એવી, જોરદાર દલીલ પણ તેણીએ જ કરી હતી, એ પાછળ વૈરવૃત્તિનું શમન છુપાયું હતું પણ સર્વજ્ઞની અમૃત દેશનાએ એ બધા પર ઠંડું પાણી ઢન્યું. જેમ પ્રભુ શ્રી રીખવદેવે ભરતચક્રના સ્વામીત્વ સામે માથું ઉપાડવું કે શું કરવું એવી સલાહ લેવા આવેલ અઠ્ઠાણુ પુત્રોને એ રાજ્ય અને એ સંસારના સુખોની અસ્થિરતા-ક્ષણભંગુરતા સમજાવી સાચી શાન્તિ–ખરું સુખ શમણુજીવનમાં બતાવ્યું હતું તેમ પરમાત્મા શ્રી વીરે પોતાની દેશનામાં સાંસારિક સ્નેહ કિવા પતિ-પત્નીના પ્રેમની આપાતરમણીયતા પાછળ કેવી દુ:ખદાયક દશા ડોકિયા કરી રહેલી છે એને હૃદયંગમ ચિતાર આપી શાશ્વત નેહ ધરવાનું એકમાત્ર સ્થાન શિવસુન્દરીનું ગૃહ છે એ વાત પર ભાર મૂક્યો હતો. પ્રત્યેક આત્માને એની સોબત કરવામાં લેશમાત્ર ગુમાવવાનું નથી પણ એથી કાયમને માટે ભવભ્રમણ ટળી જવાનું હોવાથી એકાંત નફે જ છે. એની સાથેની પ્રીતિ સાદિ અનંત ભાગે થતી હોવાથી ધ્રુવ સમ નિશ્ચળ ને અફર છે. આવા અપ્રતિમ પ્રેમની સાથે માનવપ્રેમની સરખામણુ કેવી? આ યુક્તિપુરસ્સરને બેધ સુજ્યેષ્ઠાના અંતરમાં સ્થાન કરે Page #415 -------------------------------------------------------------------------- ________________ [ ૩૯૮ ] પ્રભાવિક પુરુષો : એમાં નવાઈ જેવું કંઈ જ નથી. મનથી જેને સ્વામી તરિકે કપેલ તેના સંબંધમાં નિરાશા પ્રાપ્ત થતાં આજીવન કમાય ધરવાનું તેનું “પણ” હતું જ એમાં પ્રભુની વાણીએ પ્રેત્સાહન આપી પવિત્ર રાહ બતાવ્યો એટલે અંતરદ્વાર આપેઆપ ખુલી ગયું. ' એકાંત જોઈ ચેટકરાજે શ્રી વર્ધમાનસ્વામીને પ્રશ્ન કર્યો કે-“ત્રિલેકના નાથ ! મારી સંગ્રામરીના અંગભૂત પુત્રી ચારિત્રને આશ્રય લે છે. એની માતા લડાઈ કરવામાં પ્રથમથી જ વિરુદ્ધ છે છતાં સાચા ક્ષત્રિયવટને શોભે તેવો માર્ગ સંગ્રામ સિવાય મને બીજે જડતો નથી. જો કે અંતરમાં ઊંડે ઊંડે એ નાદ ઊઠે છે તે ખરે કે “અહંત ધર્મમાં સ્વમીના સગપણ જેવું બીજું કોઈ સગપણ નથી” ત્યારે હું એ જ ધર્મના ચુસ્ત ઉપાસક તરિકે અન્ય સંબંધને બાજુ પર મૂકી કેવલ એ સ્વધર્મી બંધુત્વના નાતાથી વિચાર કરું છું તો મને લાગે છે કે મગધરાજ સાથે મારે યુદ્ધ કરવું યુક્ત નથી, કેમકે તે સ્વામીભાઈની કોટિમાં આવે છે. તો પછી ક્ષાત્રવૃત્તિ સંરક્ષવાનો અન્ય કંઈ માર્ગ છે ખરે? ” રાજન ! પુરાતનકાળથી બે માર્ગે ચાલ્યા આવે છે. એક પ્રેમને અને બીજો બળજબરીનો. જેમ સંસારની આદિ નથી તેમ આ માર્ગોની પણ આદિ નથી. સામાને પ્રેમના માર્ગે જીતવો હોય છે તે એના સાધનામાં કઈ બાહ્ય શસ્ત્રોની જરૂર નથી પડતી. અહિંસા, સત્ય, પ્રામાણિકતા જેવા વિશિષ્ટ ગુણાની ખીલવણીની અગત્ય રહે છે અને એનું પોતાના જીવનમાં યથાર્થ પાલન કરવામાં આવે ત્યારે જ, આમામાં કોઈ એવી અપૂર્વ શક્તિ આવે છે કે જેની અસર સમાગમમાં આવનાર પ્રત્યેક વ્યક્તિ પર થાય છે. પછી ચાહે તો તે મિત્ર હાય યા શત્રુ હોય. એ ગુણાથી ઓતપ્રોત થનાર વિભૂતિને કઈ વૈરી હોતે જ નથી એટલે એ પ્રત્યે શત્રુતા ધરનારના હૃદય આપોઆપ ભેદાય છે Page #416 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા : [૩૯] અને આખરી અંજામ શત્રુતાના સર્વનાશમાં જ આવે છે. અમારે ધોરી માર્ગ આ જ છે. એના પરિણામ ચક્ષુ સામે છે. અસ્ત્ર-શસ્ત્રો કે સંહારને જલ્દી નોતરે એવા સરંજામેથી અન્ય પર સ્વવર્ચસ્વ સ્થાપવું એ બીજો માર્ગ. અલબત્ત, એ માટેના કારણોમાં ન્યાય-અન્યાયની તરતમતા રહેલી હોય છે. એ પરથી જ પ્રથમ કસુર કોની છે એના મૂલ્ય અંકાય છે. એમાં બળીયાના બે ભાગ” ની નીતિ કારગત નિવડે છે. એક વાર સામાને શત્રુ માન્ય કે પછી એની સામે વૈરવૃત્તિ જોરશોરથી ભભૂકી ઊઠે છે અને ગમે તે રીતે એને બદલો લેવાની લાલસા વધુ ને વધુ તીવ્ર બને છે. એ વેળા પિગલિક લાભ અને બાહ્ય સાધન પર નજર વિશેષ પ્રમાણમાં રહેતી હોવાથી આત્માના સ્વાભાવિક ગુણે પ્રતિ કે આત્મિક કલ્યાણ પ્રતિ નજર જતી જ નથી. “જનતાનો મોટો ભાગ વૈરને પ્રતિશોધ કરવામાં પાછલા માર્ગનું જ અવલંબન ગ્રહે છે. એટલે આપણી સામે જુદા જુદા રાજ્યોને રણસંગ્રામના નાદમાં મશગૂલ બનેલા જોઈએ છીએ, એ પાછળ હિંસા રાક્ષસીને ભેગ કેવો વિશાળ છે એ જોવાની ભાગ્યે જ કોઈ તસ્દી લે છે ! સન્તોદ્વારા પ્રાપ્ત થયેલ ઉપદેશ પણ અભરાઈ પર ચઢાવાય છે અને કયાં તે પોતાને ટેક કિવા પોતાના કાર્ય પાછળ કલ્પી લીધેલ ન્યાય આગળ ધરાય છે. એ વેળા સત્ય અને અહિંસાથી કામ લેવાનું સંસારના મોટા ભાગને સૂઝતું જ નથી. બીજી બાજુ જે સન્તોએ પોતાના જીવનમાં એ અમૂલ્ય ગુણ કેળવ્યા હોય છે એ દુન્યવી લાલે કે સંસારી જંજાળોથી અલિપ્ત હાઈ, પારલૌકિક કલ્યાણમાં લીન બનેલા હોવાથી, ઘડીએ ઘડીએ ઊભા થતા આ જાતના બખેડા પ્રતિ મીંટ સરખી માંડતા નથી. છતાં હિસાયજ્ઞને સ્વઉપદેશ-વારિથી બુઝાવી દીધાના દાખલાઓ પણ નોંધાયા તો છે જ.” Page #417 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦૦ ] 66 પ્રભાવિક પુરુષા : ભગવન્ ! આપના લાંબા ઉપદેશથી હું... એટલું તેા સમજ્યે વહેવડાવ્યા સિવાય પરએને માટે એણે પેાતાના જોઇએ. ” છું કે માનવ ધારે તેા લેાહીની નદીઓ સ્પરના અણુમનાવ નિવારી શકે છે, પણ જીવનમાં સત્ય અને અહિંસા ઉતારવા “ વિશાલાપતિ ! હા, તમારે અર્થ ખરાખર છે. માત્ર રાજા કે અધિકારીએ જ નહિં પણ જો સારી પ્રજા આ સિદ્ધાંતના અમલ કરે તે આ જીવલેણુ યુદ્ધો નાબૂદ થઇ જાય; અને પ્રજાનું જીવન આત્મિક દૃષ્ટિએ ઊંચી કક્ષાએ પહોંચે. એ સારુ જેમ તાલીમની આવશ્યકતા છે તેમ દેશકાળની પરિસ્થિતિ નિહાળવાની જરૂર છે. જ્યાં પ્રજાને તેવુ ટકા ભાગ શસ્ત્ર વાપરી શકતા હાય અને જ્યાં ક્ષાત્રવૃત્તિના રક્ષણુ હથિયાર ખખડાવીને કરવામાં આવતાં હૈાય ત્યાં સત્યાગ્રહની ભૂમિકા તૈયાર કરવા સારું પૂરતા સમય જોઇએ. એવા સમયમાં ગણીગાંઠી વ્યક્તિઓના અહિંસક સ ંગ્રામના અખતરા પ્રથમ નજરે હાસ્યાસ્પદ લાગે. જનતા આંકી શકે એવું પરિણામ તરતમાં ન પણ આવે છતાં એ પાછળ ભેખ લીધેલા આત્માએ તા શ્રદ્ધા અને ખત કેળવવાં જ જોઇએ.’ 66 પૂજ્ય સ્વામિન્ ! આપશ્રીની નિર્મળ વાણીથી મને આજે ઘણું નવું જાણવાનું મળ્યું. પરની કે જગતની વાત દૂર રહેા, પણ હું મારા જીવનમાં અને અખતરા કરવાના જરૂર યત્ન સેવીશ. અરિહ તદેવના ઉપાસક કેવળ સગ્રામલેપ હતા એમ નહીં કહેવડાવવું, ” 6" ભૂપ ! તારી મનેાકામના જરૂર ફ્ળા. ઘેરાયેલા વાદળ એવી ઉદાર ભાવનાના જોરે જરૂર વીખરાશે. હિ ંસા કરતા અહિઁ સામાં અખૂટ શક્તિ છે એનું જગતને માડુ વહેલું ભાન થશે. એમાં તમારા સરખા સાધકે। માઇલસ્ટાનની ગરજ સારશે. ’ X X X Page #418 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા: [ ૪૦૧ ] ચેટક મહારાજાને માર્ગમાં પ્રભુશ્રી મહાવીરદેવનાં વચના વારંવાર યાદ આવવા માંડ્યાં અને એ ઉપર તેમણે પુષ્કળ વિચારણા કરી. શરૂ કરવા ધારેલા મગધરાજ સાથેને સંગ્રામ એમાં અગ્રભાગ ભજવી રહ્યો. એના નિમિત્ત કારણ સમી સુજ્યેષ્ઠા સંસાર ત્યજી ચૂકી છે અને પુત્રી ચેલણા તરફથી પણ કંઇ સમાચાર નથી. તેણીએ મગધેશને રાજીખુશીથી સ્વામી તરીકે સ્વીકારેલ છે કે તેણીના પર સ્વામીત્વપણું બળજખરીથી લાદવામાં આવ્યું છે એ સબંધી પણ કંઇ હેવાલની પ્રાપ્તિ થઇ નથી. એવા સંદિગ્ધકાળમાં સમાનધીના જેની સાથે નાતા છે એવા એક આગેવાન રાજવી પર હલ્લા લઇ જવા એ ક્યાં સુધી ઉચિત છે એ પણ ખાસ વિચારવાનુ છે. આમ વિચારમગ્નદશામાં જેનું મન પૂર્ણ પણે લીન થયેલ છે એવા મહારાજા ચેટકે મહાલયના આંગણામાં પગ મૂકયા ત્યાં એક પ્રતિહારીએ આવી ખબર આપ્યા કે—“ મગધદેશમાંથી એક સંદેશવાહક આવી આપ સાહેબને મળવાની માગ પ્રતીક્ષા કરી રહેલ છે. આપ સાહેબ ઉદ્યાનમાં દેવવંદ્યનાથે સિધાવ્યા હૈાવાથી અને પાછા આવતાં આપશ્રીને વિલખ થશે એમ ધારી મે તેને અતિથિગૃહમાં ઉતારા આપી આવશ્યક કાર્યોથી પરવારી લેવાની સ` સગવડ કરાવી દીધી છે. એની સાથેની વાત પરથી સમજાય છે કે તે રાજગૃહીથી ત્વરિત ગતિએ કૂચ કરી આવેલ છે અને મહામંત્રી અભયકુમારના પત્ર ઉપરાંત રાજકુમારી ચેલણા બહેનના પત્ર પણ લાવેલ છે. ” “ અહા ! પુણ્યàાક પરમાત્માની આહલાદકારી વાણીના શ્રવણ પછી મારા અંતરમાં કાઈ અનેાખા પ્રકાશ પથરાઇ રહ્યો છે. એક પછી એક સમાચાર પણ એ પ્રકાશને વધુ સતેજ કરે તેવા મન્યે જાય છે. મારે! પુન્યપુંજ હજી તદ્ન ખલાસ નથી ૨૬ Page #419 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦૨] પ્રભાવિક પુ : થઈ ગયો. મારે એમાં સુકૃતસંખ્યા વધારી ઉમેરે કરવો જરૂરી છે. પ્રભુદેશનાને પણ એ જ વનિ છે. આમ આંતરિક વિચારણામાંથી જાગૃત થઈ અનુચરને આજ્ઞા આપી કે-“મધ્યાહ્ન પછી, ભજનકાર્યથી પરવાર્યા બાદ ડેક આરામ લઈને, તેમને અંતઃપુરના મસલતગૃહમાં તેડી લાવજે.” - જ્યાં ભાણા પર બેસી આ સમાચાર ચેટક ભૂપ, સતી દેવીને જણાવે છે ત્યાં સંગ્રામનો ભય નષ્ટ થવાની જાણે પૂર્વથી જ આગાહી ન થઈ હોય તેમ એમણે કહ્યું કે-“મહારાજ ! હું તે શરૂઆતથી કહેતી આવી છું કે આ બનાવ પાછળ રક્ત સરિતા વહેવડાવવાનું કંઈ જ પ્રયોજન નથી.” ભેજનકાર્યથી પરવારી, જરૂરી આરામ લઈ, જ્યાં મહારાજા મહારાષ્ટ્ર સહિત મસલતગૃહમાં પધારે છે ત્યાં ચેપદાર મગધથી આવેલ અતિથિને માનપૂર્વક હાજર કરે છે. એ દંડવત્ પ્રણામ કરી, હસ્ત જેડી પોતે આણેલ સંદેશ–પત્ર મહારાજા ચેટક સમક્ષ રજૂ કરે છે. ( પત્ર ૧. “જ્ઞાતપુત્ર શ્રી મહાવીર દેવના પરમ ઉપાસક, ગણરાજ્યનભેમણિ વિશાલાપતિ મહારાજા ચેટકરાજની સેવામાં. મગધ દેશના પાટનગર રાજગૃહીના સ્વામી ભંભાસારના પુત્ર અભયના હાર્દિક નમસ્કાર. આપશ્રી સાથે પ્રત્યક્ષ પરિચય નથી. પત્રથી મળવાનો પણ આ પ્રથમ પ્રયાસ છે અને તે સકારણ છે. જેને આપ સહિત જનતાને મોટે ભાગે એક અપહરણ માને છે એ ખરી રીતે અપહરણ નથી, પણ એક પ્રણય-કિસ્સો છે અને ધર્મ—નીતિના કાંટે તળવામાં આવે કે ક્ષાત્રધર્મના નિયમ પ્રમાણે ચકાસી જેવામાં આવે તો એમાં અજુગતું કંઈ જ નથી. એને સવિસ્તર Page #420 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા : [૪૩] હેવાલ માતુશ્રી ચેલણાના પત્રમાંથી મળશે. મારે આપશ્રીને એક જ વાત વિદિત કરવાની છે કે આ સારા ય બનાવમાં મેં જે કે પ્રત્યક્ષપણે ભાગ લીધો નથી, છતાં સાચી રીતે એને કરે હું જ છું, એટલે એમાં જે કંઈ દોષયુક્ત જણાય તેની જવાબદારી મારે શિર આવે છે; પણ મારી દષ્ટિએ મારું કાર્ય મને તો નિર્દોષ જણાય છે. એક તરફ પરમાત્મા શ્રીવર્ધમાનના આપ જેવા અનન્ય ઉપાસકને કુલીનતાના આંકડા મૂકતા જોયા, બીજી તરફ કુમારી સુણાના કલામય ચિત્રદ્વારા પિતાશ્રીને વિહળ બનેલા નિરખ્યા. વીતરાગના અદના સેવક તરિકે આ વિરુદ્ધ દિશામાં ગતિવંત થયેલો પ્રવાહ સાંધવામાં મને યુદ્ધ અને એની પાછળ હજારનો રક્તપાત વાસ્તવિક ન લાગે. વળી પિતાશ્રીનો પ્રેમ બળવત્તર હોય, છતાં જે સુયેષ્ઠા પોતે પસંદ ન કરતી હોય તો પિતાશ્રીની લગની એકપક્ષી લેખાય અને નૈતિક ધોરણે પણ નકામી ગણાય. એ સર્વનો ઉકેલ આણવા આપના પાટનગરમાં-આપના જ મહેલની સમીપમાં-સગંધિકના સ્વાંગમાં હું એક જાણીતા વેપારી તરીકે વસ્યા. આપની પુત્રી સુષ્ઠાકુમારીનું દાસી મારફતે મન પારખ્યું અને તેની સંમતિપૂર્વક ઉભય પ્રેમીઓનો મેળાપ થાય, રક્તનું ટીપું પડે નહીં, વૈર ઉદ્દભવે નહીં-એવા ઉમદા દષ્ટિબિન્દુથી કળથી કામ લીધું. સુરંગની ચીજના નિર્માતા હું જ છું. પ્રચ્છન્નપણે કામ કરવાના ગુન્હા બદલ નસિયત મને જ થવી ઘટે. સુજ્યેષ્ટાકુમારીને મેં નજરે જોયાં નથી, છતાં તેમનું ચિત્ર તો હું પિતાશ્રી પાસેથી લાવ્યો હતો; પણ ચેલણાકુમારીને તો મેં નજરે જોયાં, એટલે ઉભયના ચહેરામાં એટલું બધું મળતાપણું છે કે ભલભલો ચતુર પણ ભૂલામણીમાં પડી જાય. આ કિસ્સામાં પણ તેવું જ બનવા પામ્યું છે. ગોઠવણ પ્રમાણે કાર્ય જલદી અને વખતસર ઉકેલવાનું હતું. જો કે એ મુજબ ઉભય પક્ષેએ કામ કર્યું, પણ સુઝાકુમારીનું અલંકાર લેવાના Page #421 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦૪ ] પ્રભાવિક પુરુષો : મિષે પાછા ફરવું અને મારા પિતાશ્રીનુ ચેલણાકુમારીને સુજ્યેષ્ઠા કલ્પી રથ ઉપાડવા-આ બનાવ એવી રીતે બની ગયા છે કે એમાં કાઇની ભૂલ શેાધવા કરતાં કુદરતની કરામત તરીકે એની નોંધ લેવી વાસ્તવિક છે. અચાનક રીતે ચેલણાકુમારીને ઉપાડી લાવ્યા, અંગરક્ષકાની આહુતિ અપાઇ, માટે લગ્ન કરી લેવા એવું પિતાશ્રીનુ કે મારું મંતવ્ય નહેાતુ જ. આપની માફક અમારાં હૃદયમાં પણ શ્રી જ્ઞાતપુત્રનાં કિંમતી વચને સ્થાન પામ્યા છે. ધર્મ-અધ ના વિવેક અમને પણ છે. ચેલણાકુમારીએ સર્વ વૃત્તાન્ત જાણી જ્યારે પાતાની ખાસ ઇચ્છા દેખાડી ત્યારે જ પ્રેમસૂત્રની ગાંઠ અંધાઇ છે. તેમને આ સાથેના પત્ર એ વાત જણાવશે. આજે મારા અંતરમાં મારી જનેતા કરતાં પણ તેમનુ સ્થાન અનેખુ અને અદ્વિતીય છે. તેએ સાવકી મા હેાવા છતાં હું મારા માતુશ્રી જેટલું જ બહુમાન તેમના પ્રતિ ધરાવું છું, અને એ ભાવના મને તેઓની વિચક્ષણતા અને સ્નેહવૃત્તિમાંથી સહજ ઉદ્દભવી છે. આ પત્ર કેવળ વસ્તુસ્થિતિનું સાચુ ખ્યાન રજૂ કરવા પૂરતા લખ્યા છે. એ આપશ્રીને કેાઇ રીતે ધનકર્તા નથી. સેવક અભયના દંડવત્ પ્રણામ. પત્ર ૨. પૂજ્ય પિતાશ્રી, વહાલી માતુશ્રી, ભગિની સુજ્યેષ્ઠા આદિ સ્વજન વર્ગની સેવામાં. 66 રાજગૃહીનગરીથી લિ॰ આપની નાની પુત્રી ચેલણાના અહુમાનપૂર્વક નમસ્કાર અવધારશે. આપ વડીલની આજ્ઞા સિવાય મેં જે પગલુ ભર્યું છે તે મારી દૃષ્ટિએ ભૂલભર્યુ નથી, છતાં આપની નજરે દોષયુક્ત જણાય તે તે માટે આપ સર્વની—ખાસ કરી મેાટી બહેન સુજ્યેષ્ઠાની ક્ષમા ચાહી આ બનાવ પાછળ જે સત્ય છુપાયું છે તે નિમ્ન શબ્દોમાં રજૂ કરું છુ Page #422 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા : [ ૪૦૫] મગધેશ અને વૈશાલીપતિ ધર્મના કાંટે તળતાં એક જ પિતાના પુત્ર સદૃશ પરમાત્મા શ્રી વર્ધમાન સ્વામીના ચુસ્ત ઉપાસકે છે. આપણું અંત:પુરમાં ભગિની સુષ્ઠાએ પેલી તાપસીને વાદમાં પરાજય પમાડ્યો હતો ત્યારપછી તેણું (તાપસી) બહેન સુયેષ્ઠાને સંકટમાં નાંખી વેર વાળવા ઈચ્છતી હતી. એને કાને મગધના દૂતને પિતાશ્રીએ ના પાડી વિદાય આપી એવી વાત આવતાં જ તેણે સીધી રાજગૃહ આવેલી અને સુજ્યેષ્ઠાબહેનનું સુંદર ચિત્ર જેના પર દેરેલું છે એ પટ્ટ મહારાજા શ્રેણિકને બતાવેલ. એ જોતાં જ રાજવીનું ચિત્ત વધુ વિમૂહવળ બન્યું. લોકવાયકા કરતાં ચિત્રિત સુજયેષ્ઠા તેમને અતિ સૌન્દર્ય પૂર્ણ ભાસી. એના સમાગમ વિના જીવન નિરસ ભાસ્યું. સ્નેહમાં કે દ્વેષમાં પૂર્વ સંચિત કર્મો ઠીક ભાગ ભજવે છે–એ આપ સરખા ધર્મના અભ્યાસીઓથી અજાણ્યું નથી જ. પિતાશ્રીના મનોરથની પૂર્તિ થાય, મોટાં રાજ્યો વચ્ચે વિના કારણ રક્તપાત ન થાય-એ ભાવનાથી વીતરાગ ધર્મના અનન્ય ભક્ત, મંત્રીશ્વરમાં જેનું સ્થાન મુખ્ય છે એવા અભયે જે પેજના જી હતી તે હવે જગજાહેર થઈ ચૂકી છે. તેમના પત્રથી પણ એનું પૂર્ણ સ્વરૂપ આપ જાણું ચૂકયા હશે, એટલે એ વાત લંબાવતી નથી. મહારાજા શ્રેણિકને પ્રેમ બહેન સુજયેષ્ઠા પર સંપૂર્ણ હતો એટલું જ નહિ પણ સાચો હતો. તાપસીએ વાત વેર વાળવાની દષ્ટિએ મૂકેલી, પણ ચૂસ્ત જૈનધમી રાજવીને મન વાદમાં પરાજય પમાડનાર કુમારિકાને માત્ર નયણે નિરખવાના જ નહિ, પણ જે શક્ય હોય તો પોતાની સહચરી બનાવવાના બીજા પણ ત્યારથી જ થયેલાં. વળી એ પણ એટલું જ સાચું છે કે જ્યાં સુધી મેં સ્વમુખે મારું નામ ચેલણું ન જણાવ્યું ત્યાં સુધી તે તો મને સુયેષ્ઠા જ સમજતા હતા. ચહેરાની સાદૃશ્યતાથી આ ભૂલભરેલ બનાવ બની ગયે. યાજકની ખાસ સૂચના હતી કે Page #423 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦૬ ] પ્રભાવિક પુરુષ : એક ક્ષણને પણ નિરર્થક વિલંબ ન કરવા, એટલે સુજ્યેષ્ઠા બહેનના પાછા ફરવા અગાઉ રથ ઉપાડ્યો. હું થેાભાવવા પ્રયાસ કરું તે પૂર્વે તે અવેાની ગતિ વધી પડેલી. મારે। અવાજ અરણ્યરુદન સમ નિવડ્યો. સુજ્યેષ્ઠા બહેનને છેાડી મારા એકલા જવાના ઇરાદા નહાતા. હુ તા આ ગેાઠવણુથી તદ્દન અજાણુ હતી. કેવળ કુતૂહળવૃત્તિથી અચાનક તે દિવસે જ તેમની સાથે જોડાઇ હતી. મગધની હદના એક સ્થાને વિસામે લેવા પિતાપુત્ર મળ્યા અને આ વાત ઉકેલાઇ ત્યારે સાચી સ્થિતિના ઘટસ્ફોટ થયેા. મને કહેવામાં આવ્યું કે મારી ઇચ્છા જો વિશાલામાં પાછા ફરવાની હાય તેા માનપુરસ્કર પહાંચાડવામાં આવશે ' પણ સુજ્યેષ્ઠા બહેને આ યાજનામાં ભજવેલા ભાગ પૂર્ણ પણે જાણ્યા પછી મને પાછા ફરવું ચેાગ્ય ન લાગ્યું. ઉભય રાજયા વચ્ચેના મતફેરથી જો હું પાછી ફરીશ તેા મગધેશને કેવળ નિરાશા જ પ્રાપ્ત થશે એમ ચાખ્ખું દેખાયું. આવા પ્રેમી સાથીદાર ગુમાવવાનું પણ મને ગમ્યું જ નહીં. સાહસિક ને સમાનધમી ભર્રાર સા કેાઇ યુવતીને ગમે. મેં મારી આંતરિક ઇચ્છાથી તેમને પતિ તરીકે સ્વીકાર્યા છે. સુજ્યેષ્ઠા બહેનની જગ્યા આજે પણ ખાલી છે. તેમની ઇચ્છા હૈાય તેા સન્માન સાથે તેડાવવાના પ્રમ ધ કરવા હું તૈયાર છું. તેમની અવેજીમાં મેં આ સ્થાન કાયમ માટે સ્વીકાર્યુ છે. આ જીવનભરમાં એમાં ફેરફાર થઇ શકે તેમ નથી. રાજીખુશીથી સધાયેલ સબંધમાં વડીલવર્ગ કંઇ અયુક્ત નહીં લેખે અને આ પુત્રી પર પૂર્વવત્ સ્નેહની મીઠી છાયા ચાલુ રાખશે એ જ અભ્યર્થન ના. x "" અલ્પવયસ્કા ચેક્ષણાના આપ સર્વના પાદારવિંદમાં પુનઃ પ્રણામ X × Page #424 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા : [૪૭] [ ચેલણાના અપહરણને અંગે સંગ્રામના ઘેરાતા વાદળ કેવી રીતે વીખરાઈ ગયા તે આપણે જોઈ ગયા, પરંતુ તે જ ચેટકોરેશને મગધના રાજવી કણિકની સાથે યુદ્ધમાં ઉતરવું પડ્યું અને તેને અંગે ચેટક રાજવી અને તેમના પુત્રને વાર્તાલાપ નીચે પ્રમાણે છે] પિતાશ્રી ! અવિનય થતો હોય તે ક્ષમા માગું છું; પણ આજે આપ જે આજ્ઞા ફરમાવ છો તે મને જરા પણ ગમતી નથી. મને આશ્ચર્ય એ થાય છે કે આપ સરખા ક્ષત્રિયકુલાવર્તાસના મુખમાંથી એ આજ્ઞા નીકળી જ કેવી રીતે ? ગણતંત્રના પ્રણેતા અને પ્રખર બાણાવળી જેવા આપ મને સમરભૂમિનો ત્યાગ કરી માતૃભૂમિને છેલ્લા નમસ્કાર કરવાની સલાહ આપો છો ત્યારે તો મને એમ લાગે છે કે “નવનાં પાણી મેલે જઈ રહ્યાં છે!” અર્થાત્ દુન્યવી ચક્ર પણ ઊલટું ચાલી રહ્યું છે !” ચેટક તનય છે. પુત્ર ! ધીરે થા, જેના જીવનમાં ક્ષત્રિયવટના પાલન સિવાય બીજી કંઈ તમન્ના નથી અને જેણે સમરાંગણ ખેડવામાં કઈ દિવસ ક્ષેભ દાખવ્યો નથી એ જ્યારે જાતે ઊઠી અમુક વચન કાઢે છે ત્યારે એની પાછળ કંઈ તથ્ય હશે જ ને ?” તથ્યની ના કેણ પાડે છે? સંતાન પ્રત્યે પિતાનું વાત્સત્ય હાય જ. એ પ્રેમ જ અણીની ઘડીએ આ જાતની સલાહ આપવામાં નિમિત્તરૂપ છે. તે વિના જ્યારે વહાલી નગરી વિશાળા પર શત્રુનું કટક ચઢી આવ્યું છે એટલું જ નહિ, પણ એણે ઘેરે પણ એ સખત ઘાલ્યા છે કે બહારથી મદદ પણ ન મળી શકે તેવી કપરી સ્થિતિમાં મારા જેવા ક્ષત્રિયસંતાને માતૃભૂમિના સંરક્ષણમાં આત્મ-સમર્પણ કરવા જેવા મહામૂલા પ્રસંગને ત્યજી, પિતાએ પુત્ર પ્રત્યે સહજ વાત્સલ્યભાવથી કરાયેલ ફરમાનને તાબે થવું એ બાહ્ય નજરે ભલે આજ્ઞાપાલનરૂપે દેખાય પણ આંતરિક દષ્ટિએ એમાં ભીરુતાને સ્પષ્ટ એકરાર હોઈ કેવળ Page #425 -------------------------------------------------------------------------- ________________ [ ૪૦૮] પ્રભાવિક પુરુષો : ક્ષાત્રવૃત્તિનું દીવાળું કાઢવા તુલ્ય શરમાવનારું કામ છે. એથી વિશાલાપતિની કીર્તિ સદાને સારુ કલંકિત બનશે. ચેટક મહારાજાના પુત્રે માત્ર પોતીકા જીવના બચાવ અથે પલાયન કરી, ક્ષાત્રવટ અને પ્રજાધર્મને છેહ દીધો એમ ઊઘાડે છોગે કહેવાશે. ઘડીભર અપત્ય પ્રેમ ભૂલી જાઓ. થોડી ક્ષણ માટે વંશવારસની મહિની બાજુ પર હડસેલ અને શાંત હદયે વિચાર કરો તો સ્પષ્ટ જણાશે કે આપ જે આજ્ઞા કરે છે અને એના પાલન માટે આટલા આતુર થયા છે એમાં રંચ માત્ર તથ્ય નથી. કેવલ પસ્તા અને વિમાસણ જ એમાં આકંઠ ભરેલાં છે. “ચેડામહારાજની સાતે સતી” જેવી ટંકશાળી છાપ સર્વજ્ઞના મુખેથી જેમને પ્રાપ્ત થઈ છે એવી પ્રતિભાસંપન્ન પુત્રીઓના પિતા આજે આવી આજ્ઞા આપવા કેમ લલચાય છે? શું તેઓ પુત્રીઓએ રોપેલ કીર્તિવૃક્ષને એ જ બહેનોના લઘુ બંધવ પાસે ઉચછેદ કરાવવા ઈચ્છે છે કે એની પાછળ કઈ લાલસાનો વળગાડ છે તે ઊઘાડે પાડવા મારી વિનમ્રભાવે આપને વિનંતિ છે.” ચિરંજીવી ! સાચા ક્ષત્રિયસંતાનને છાજે એવા શબ્દો દ્વારા મુખથી સાંભળી મને ઘણે જ આનંદ થાય છે. વર્ષો પૂર્વે ઉચ્ચરાયેલા તારી પ્રેમાળ માતુશ્રીના કિંમતી શબ્દો, જે કે એ વદનાર આજે હૈયાત નથી છતાં, સ્મૃતિપટમાં તાજાં થાય છે. મારી કૂખે પાકનાર સંતાન પોતાને ધમ ચૂકશે કે કુલીનતારૂપી શેભાયમાન ભાલપ્રદેશ પર મશીનો કૂચડે ફેરવી કાલિમાં પ્રસરાવશે એ માનવાની હું સ્પષ્ટ ના પાડું છું. સ્વવરક્ષણ જેટલું સત્વ મેં ગળથુથીમાં જ પાયું છે. એ શબ્દને સાચે સાક્ષાત્કાર એક કરતાં વધુ પ્રસંગમાં દેવીની પુત્રીઓએ કરાવ્યું છે. આજે યુવાવસ્થાના આંગણામાં સંચરતા તારા સરખા પુત્રે એ વાત પુન: એક વાર તાજી કરાવી છે. આ બધી બાબતે વર્ષોના વહાણા વાયા છતાં મારી ચક્ષુ સામે તરવરતી ખડી છે અને એના Page #426 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા : [ ૪૦૯ ] અનુસંધાનમાં જ મારી આજ્ઞાના સૂર નીકળ્યા છે. રખે માનતા કે એની પાછળ પુત્ર પ્રત્યેના અમર્યાદિત સ્નેહ યા માહ છે. પ્રભુશ્રી વમાનના સિદ્ધાંતામાં અચળ શ્રદ્ધા ધરનાર માટે વશરક્ષણના માહ કેવા ? છતાં એ સર્વજ્ઞ પ્રભુના કવિષયિક ત ંત્રમાં પણુ મને તેટલી જ શ્રદ્ધા છે. એમના આગમજ્ઞાન માટે મને બહુ માન છે. એ સના સમન્વયરૂપે જ મેં તને આ સ્થાન છેડાવવા નિશ્ચય કર્યો છે. તારા આગ્રહથી મને જણાય છે કે જે વાત હું પુન: ઉકેલવા નહેાતા ઇચ્છતા તેના ઉકેલ એક વાર તારી સમક્ષ કરવા પડશે. તે વિના પરિસ્થિતિના સાચેા ખ્યાલ કે કત્તવ્યનુ સાચું ભાન તને નહીં આવે. ” વાચકવર્ગને લાગશે કે હમણાં જ મહારાજા ચેટકને સહકુટુબ, ચેલણાને પત્ર વાંચતાં જોયા છે જ્યારે ઉપરના સંવાદમાં તેા કેઇ જુદી જ વાત દેખાય છે. વાર્તાના સળ ંગ પ્રવાહમાં આગળ વધીએ તે પૂર્વે એના અકાડા મેળવવારૂપ કેટલાક અનાવાનું વિહંગાવલેાકન કરી લઇએ. ચેલણા તથા મંત્રીશ્વર અભયના પત્રાએ, વિશાલામાં જે લડાઇનું વાતાવરણ પ્રસર્યુ હતુ તેના પર પરમાત્મા શ્રી મહાવીરદેવના આગમનથી પડદા પડ્યો હતા ત્યારપછી વિશાળા તથા મગધ રાજ્યપ્રણાલીના સૈદ્ધાંતિક ભેદ હાવા છતાં વૈમનસ્યનું કંઇ કારણ રહ્યું નહતું. એ વાતને કેટલાક વર્ષોનાં વાયરા વાયા. દરમિયાન સુજ્યેષ્ઠા સંસારનાં બંધન ત્યજી દઇ સાધ્વી બની અને કર્મક્ષય અર્થે તીવ્ર તપ તપવા માંડી. સતીદેવીએ સાત પુત્રી ઉપરાંત એક પુત્રને જન્મ આપ્યુંા. પુત્રીઓએ સ્વયં શેાધેલા સાથીદારા સાથે જીવનના પ્રત્યેક પ્રસંગેામાં આતપ્રેાત મની સંસાર શેાભાન્ગેા, મેાટાં રાજ્ય ઊભા કરવામાં સાથ આપ્ય અને અંતરમાં ધ્રુવતારકસમ અવિચળ સ્થાન પામેલ જૈન ધર્મને પ્રસંગ પ્રાપ્ત થતાં વિસ્તારવામાં કમીના ન રાખી એ પણુ Page #427 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧૦ ] પ્રભાવિક પુરુષા : પેાતાની આંખાએ જોયુ. આમ પેાતાની વેલનેા વિસ્તાર અને ધર્મ-અર્થ-કામરૂપ ત્રિવર્ગની સાધના જોતાં દેવીએ પરલેાકના પંથે પ્રયાણુ અખંડ સાભાગ્યવતી તરીકે કર્યું.. ભારતવર્ષના એ સમયના મેટા રાજ્યને ચેટક મહારાજ સાથે લાહીના સંબંધ હાવાથી જો એ દરેકના ઇતિહાસ જોવા જઇએ તેા વિસ્તાર વધી જાય. વળી દરેક બનાવ પાછળ ઐતિહાસિક સાંકળાનાં એટલા જૂથ જામ્યાં છે કે એમ કરવા જતાં એક દળદાર ગ્રંથ રચવા પડે. એટલે એ તરફ વધુ પગલાં ભરવાનું મેાકુફ્ રાખી, વિશાળાના પતનને જે અંતિમ અને કરુણ પ્રસંગ છે તે તરફ વળીએ. ભવિતવ્યતાના યેાગે મગધેશ કેવી રીતે ચેટકરાજના શત્રુ તરીકે સામે આવી ઊભા રહે છે તે તરફ મીટ માંડીએ એ સારુ થાડા સમય વિશાલાને વેગળી રાખી, મથાળે આળેખેલ પિતા-પુત્રના રીમાંચ ખડા કરે તેવા વાર્તાલાપ વિસરી જઇ, મગધના ઇતિહાસમાં ડોકિયું કરી લઇએ. આ તકે એટલુ સ્પષ્ટ કરવાની અગત્ય છે કે જૈનસાહિત્યમાં, ખાસ કરી કથાનક પ્રસ ંગેામાં ચેડામહારાજાની સાત પુત્રીએ સબધમાં સવિશેષ વર્ણ ન જાણવાનું મળે છે જ્યારે ઉપર જે પુત્રને ઉલ્લેખ કરવામાં આવ્યા છે તેને લગતી કંઇ જ માતમી ઉપલબ્ધ થતી નથી, તેા એના મેળ કેવી રીતે મેળવવા એ પ્રશ્ન સહજ ઉદ્ભવે છે. એ સારુ રા. સુશીલકૃત ‘ કલિંગનુ યુદ્ધ નામના પુસ્તકમાં આપેલ નીચેની નોંધ આધાર તરીકે ગ્રહણ કરી છે. તે આ પ્રમાણે છે. , · વૈશાલીના પ્રાચીન સમયના ગણતંત્રના એક આગેવાન ક્ષત્રિય ચેટક સાથે મહારાજા ખારવેલના રક્ત સંબંધ હેાવાની ઇતિહાસગવેષકાએ કલ્પના કરી છે. ખારવેલ ચૈત્રવંશના હતા. ચેટકના એ અપભ્રંશ કેમ ન હેાય ? Page #428 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા : [૪૧૧ ] પાછલી અવસ્થામાં પુત્રને જન્મ થયો હોય અને ત્યારપછી થોડા સમયમાં વિશાલા નગરીનું પતન થયું હોય તે એ વાતને ઝાઝી જાહેરાત ન મળે, તેમ પુત્રીઓ માફક પુત્રને ઝળકવાને પ્રસંગ પ્રાપ્ત ન થયો હોય એમ અનુમાની શકાય.” રાણી ચેલનો સંસાર રાજવી શ્રેણિક સહ અતિશય સુખમાં અને અમર્યાદિત નેહમાં પસાર થયા છે. પટરાણી તરીકેનું સ્થાન તેણે જીવનના છેડા સુધી ભગવ્યું છે. દરમિયાન તેની કુક્ષીએ કુણિક યાને અશોકચંદ્ર અને એ ઉપરાંત કાલકુમાર આદિ અન્ય દશ પુત્રોને જન્મ થયે છે. મગધ એ કાળમાં પ્રથમ પંક્તિનું જબરું સામ્રાજ્ય હતું. એની કીર્તિ-પતાકા દૂર દેશાંતર સુધી ફરકતી હતી, એટલે એને ઈતિહાસ પણ ચમત્કારી છે. એમાં મંત્રીશ્વર અભયે પણ સ્વબુદ્ધિપ્રગલભતાથી અને ભાગ ભજવે છે. એ સર્વ વર્ણવવાનું આ સ્થાન નથી. જે સમયની વાત કરીએ છીએ તે કાળે અભયકુમારમંત્રી સંયમ સ્વીકારી સંસારમાંથી નીકળી ચૂક્યા હતા. શ્રેણિક મહારાજ પોતાના પુત્ર કુણિકથી પરાભવ પામી, કેટલાક સમય સુધી કાષ્ઠના પીંજરામાં પુરાઈ, કેદી તરીકેનું પરાધીન જીવન જોગવી, અંગુલી પરની હીરાની વીંટી ચૂસી પરલોક–પ્રયાણ કરી ગયા હતા. શ્રેણિક મહારાજે, કુણિકને મગધની ગાદી આપવાની હોવાથી પોતાની પાસેની દિવ્ય કુંડલની જેડી, અઢાર ચક્ર (એર) હાર અને સેચનક હાથી પુત્ર હલ્લ–વિહલ્લને આપ્યાં હતાં. ઉપર કહ્યા પ્રમાણે પોતાના પિતા શ્રેણિકને હેરાન કરી, કુણિક ગાદી પર ચઢી બેઠે. બીજી તરફ માતા ચેલણાએ પતિ તરફ થતું નિંદ્ય વર્તન નિરખી, પુત્ર કુણિકને મહારાજ શ્રેણિકનું એના પ્રતિનું અપ્રતિમ સ્નેહનું ગ્ય અવસરે સ્મરણ કરાવ્યું. એને પરિણામે પિતાને છૂટા કરવા જતાં તેઓ મરણ પામ્યા, એટલે કુણિકનું મન એટલી હદે ખિન્ન થયું કે કેઈપણ પ્રકારે રાજ Page #429 -------------------------------------------------------------------------- ________________ [૧૨] પ્રભાવિક પુરુષો : ગૃહી નગરીમાં એને જરાપણ ગોઠયું નહીં. ચોતરફ એને દયાળુ પિતાની સામ્ય મૂર્તિ જણાવા લાગી. પોતે “કપુત તરીકે ચલાવેલું વર્તન હૃદયને બાળવા લાગ્યું. પણ બનનાર બની ગયું. એને ઓછો જ કંઈ ઉપાય હતે ? આખરે મંત્રીએ સમજાવી રાજધાની ચંપામાં ફેરવી એ શેક ભુલાવ્યા. દરમિયાન કુણિકની પટરાણી પદ્માવતીને પેલી કુંડળ-જોડી વિગેરે યાદ આવ્યાં એટલે કોઈપણ રીતે એ મેળવી આપવા સારુ કુણિક પાસે એણે હઠ આદર્યો. બળજબરી થવાની ધાસ્તીથી હલ્લ-વિહલ્લ રાત લઈ ભાગ્યા અને શક્તિશાળી માતામહ ચેટકના શરણે ગયા. કુણિકે પિતાના ભાઈઓને પિતાને કબજે લેવાની ચેટક રાજા પાસે માંગણી કરી. ચેડા મહારાજ ક્ષાત્રધર્મ ચકી શરણે આવેલ સામાન્ય માનવીને સોપે નહીં તો આ તો દોહિત્ર હતા, એટલે શાના સોપે? મગધ અને વિશાલા વચ્ચેના સંગ્રામનું આ કારણ કુણિકે જેડી કાઢયું. તે શૂરાતનમાં ગાંજ જાય તેવો નહોતો. સ્વપરાક્રમના જેરે એણે “અજાતશત્રુ” નું બિરુદ પણ મેળવ્યું હતું, છતાં સ્વભાવે કંઇક ઉતાવળીઓ હોવાથી રજનું ગજ કરી મૂક્ત. માતામહ ચેટકના ઉત્તરથી એને ક્રોધ ભભૂકી ઊઠ્યો. તે મેટી સેને લઈ વિશાલા પર ચઢ્યો. ક્ષાત્રધર્મના રક્ષણ અર્થે ચેટક મહારાજે સામે જઈ એને રે, એટલું જ નહિ પણ પિતાની અમેઘ બાણશક્તિથી એના સૈન્યને છિન્નબ્રિન્ન કરી નાખ્યું. એ યુદ્ધમાં કાળ, મહાકાળ વિગેરે દશે કુમાર મરાયા અને જીત ચેટક મહારાજની થઈ. આ પરાભવથી કણિકના ગાત્ર ઢીલાં થઈ ગયાં, છતાં તે હિંમત ન હાર્યો. તેણે અઠ્ઠમ તપવડે સિંધર્મેન્દ્ર તેમ જ ચમરેન્દ્રનું આરાધન કર્યું. ઉભય ઈન્દ્રોની સહાયથી “વજનું કવચ ” તેમજ “મહાશિલાકંટક” ને “રથમૂશળ” નામની બે સંગ્રામવિદ્યા મેળવી. ઘડીભર અત્યારની સદીના માનવીને આ વાત ગળે ઊતરતાં વિલંબ થશે, પણ જે કાળની વાત કરીએ Page #430 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા: [ ૪૧૩ ] છીએ તે કાળે આ પ્રકારની શક્તિ મેળૂદ હતી એમ પૂરવાર થાય છે. તપના પ્રભાવથી એવી શક્તિ પ્રાપ્ત કર્યાના સંખ્યાબંધ દાખલા નોંધાયા છે. તપની શક્તિ ખરેખર અચિંત્ય છે, પણ એ તપ સમજપૂર્વક ને શ્રદ્ધાથી કરાવા જોઇએ. માત્ર લાંઘણુ કરી નાખવી એનુ નામ તપ નથી. આ વિદ્યા પ્રાપ્ત થતાં જ કુર્ણિકમાં નવું જોમ આવ્યું. એના સૈનિકા મહાશિલાક ટક વિદ્યાના જોરે કેવલ કાંકરા ફેંકી શત્રુદળમાં મેટા પાષાણની વર્ષારૂપે પરિણમાવતા, મૂશલ ફેરવી રથ દોડાવી મહામાઠી અસર પેદા કરતા. આથી ચેટકરાજના સૈન્યને સજ્જડ કચ્ચરઘાણ વળવા માંડ્યો. આ બનાવ તેમના કણૅ પહેાંચતાં જ સીધા તે રણભૂમિ પર ધસી આવ્યા અને ખૂદ કુણિક પ્રતિ નિશાન તાકી ખાણ છેાડ્યુ. જેમનું માણુ અમેઘ હાવાથી નિષ્ફળ જતુ જ નહીં એવા એ પ્રતાપી શરસાધકને નિરાશા થાય તેવું કાર્ય જીવનભરમાં પહેલી વાર જ બન્યું. વજ્રકવચ પર અથડાઇ ખાણ નીચે પડ્યુ. ચકેાર રાજવી વસ્તુસ્થિતિ પારખી ગયા. દેવ-સાનિધ્યને પરચા જોઇ, સ્વસૈન્યને પાછા વળવાની આજ્ઞા ક્રમાવી. વિશાલાના કિલ્લામાં પ્રવેશી એના દ્વાર બંધ કરાવ્યાં. વિજયના હષથી ઘેલા બનેલા કુણિક વધારે : વેગથી કૂચ કરી વિશાલાનગરીને ચાતરથી ઘેરી વળ્યેા. પણ એમાં એના પાબાર ન પડ્યા. ગઢ એટલા મજબૂત નીકળ્યા કે ત્યાં કુણિની વિદ્યાએ કાર્ય સાધક ન નીવડી. દરરાજના હુમલાએ અફા નિવડવા માંડ્યા. આવી સ્થિતિમાં કેવળ દિવસા, મહિના કે એકાદુ વરસ નહીં પણ લગભગ બાર વર્ષ જેટલેા લાંબા સમય થવા આવ્યેા. હવે પિતા-પુત્ર વચ્ચેના વાર્તાલાપમાં આગળ વધીએ. '' પુત્ર! જન્મભૂમિરૂપ વિશાલા માટેના પ્રેમ મારા હૃદયના પ્રત્યેક અણુમાં ભી હૈાવા છતાં અને તેમાં વસતી પ્રજાના Page #431 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧૪ ] પ્રભાવિક પુરુષ : સંરક્ષણ માટેની તીવ્રતમ ભાવના સદા રમતી હેાવા છતાં, એનું પતન અવશ્યંભાવી છે જ અને તે પણ મારા દોહિત્રના હસ્તે જ ! યેતિષના એ લેખ દશકાઓ પૂર્વે મારા જાણવામાં આવ્યા ત્યારથી જ એને અન્યથા કરવા મેં શકય હતા એટલા બધા પ્રયત્ના કર્યો છે, એ માટે જડી એટલી યુક્તિઓ કામે લગાડી છે; પણ અસાસ એટલે જ છે કે એ સર્વ નિષ્ફળ નિવડયું છે અને સમયચક્ર અસ્ખલિતપણે એના નિીત ચીલે ગતિ કરી રહ્યું છે. ભગવાન શ્રી મહાવીરદેવના–‘ હેાણુહાર મિથ્યા થતું નથી ’ અથવા તેા ‘ વિતવ્યતા વઢીયની ’–એ શબ્દો આજે પણ મારા કમાં ગુંજી રહ્યા છે.” “ પિતાશ્રી ! જ્યારે રાજ્ય પર શત્રુનું કટક ઘેરે નાંખી પડયું હાય ત્યારે ક્ષત્રિયવટ નથી તેા એને લગતા જ્યેાતિષના કે ગ્રહચક્રના આંકડા મેળવવામાં, કે નથી તે એ પુત્ર, સાળા કે દાહિત્ર છે એવા સંબંધ જોવામાં. એક જ ધર્મ એ વેળા પાકાર પાડે છે અને તે એ જ વીરતાથી ઝુઝવાના. કાં તા એ દ્વારા કાર્યની સિદ્ધિ થાય, કયાં તે દંડને પાત થાય. એ કાળે એક જ કામના સંભવે–કયાં તે વિજયની વરમાળ કે અપ્સરાની ફૂલમાળ. ભૂત કે ભવિષ્યના વિચાર છેાડી, નેત્ર સામે મુખ ફાડી ઊંભેલા–જોતજોતામાં વહાલી પ્રજાના કાળિયા કરી જનાર અને પ્યારી ભૂમિને ખેદાનમેદાન કરી નાખનાર વ - માનને નિરખી એની સાથે જ માકડી બાંધેા. 77 “ ચિરંજીવી ! યુવાન લેાહી તે આનુ ં નામ. આટલા સારુ જ નીતિકારાએ યુવાનીને દિવાની કહી છે. પ્રથમ પચીશીને સેાળથી પચીશ સુધીને કાળ એ ખાતર ભાવનાવશ ગણાય છે. જ્યાં પરાજયની પ્રતીતિ થઇ ચૂકી હાય, વિનાશને પ્રચંડ વાયુ વાઇ રહ્યો હાય ત્યાં વીરતાના ઓઠા હેઠળ કે, રાજપૂતીના Page #432 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા : [ ૪૧૫] ગર્વથી વધુ લોહી વહેવડાવવું-એમાં નથી તો ડહાપણ કે નથી તો પરાક્રમ. સમય જોઈ વર્તનાર પુરુષ જ સમજુ લેખાય છે. જ્યારથી નાગ સારથિના પત્ર વરુણે કૃણિકના સેનાપતિને હણને યુદ્ધભૂમિના બહારના ભાગે સંથારો કર્યો ત્યારથી મેં સૈન્ય-દોરવણને અધિકાર જાતે હાથમાં લીધું હતું, છતાં તે જોયું છે તેમ પેલી બે દૈવી શક્તિના જેરે શત્રુ વધુ જોર પર આવ્યું અને મારું અમેઘ ગણાતું બાણ પણ એની સામે નિરર્થક નિવડયું ! કેવળ અથડાઈને પાછું પડયું ! આ બધાં ચિહ્નો જ્યોતિષશાસ્ત્રની વાણીને સાચી પાડે છે. તે દિવસથી મેં કિલ્લાનો આશ્રય શેળે છે તે નહિ કે મારા કાંડા-બાવડામાં યુદ્ધ ખેલી કેશરીયા કરવાની તાકાતનો અભાવ છે તેથી અગર તો મને હજી લાંબું જીવી રાજ્ય કરવાની લાલસા છે તેથી! પુત્ર! એવું કંઈ છે જ નહીં. હજી એક અંકેડો મળવો અઘરો છે અને એ અકડે વિલક્ષણ છે. વિશાલાની પ્રજા જે શ્રી મુનિસુવ્રતસ્વામીના સ્તૂપની બહુમાનપૂર્વક ભક્તિ કરે છે અને જે સ્તૂપની સ્થાપના એવા અમૃત ચોઘડીએ થઈ છે કે ત્યારપછી વિશાલાની દરેક રીતે સમૃદ્ધિ વધતી રહી છે એ જ સ્તૂપ પ્રજાના હાથે વિલીન થશે. મારા જેવાથી એનો પ્રતિકાર પણ નહીં થાય અને એ પાછળ આ વિશાળ રાજ્ય માટીમાં મળવાની ઘટિકા રૂમઝુમ કરતી આવી લાગશે. કિલ્લામાં લગભગ બાર વર્ષ વ્યતીત કર્યા છે–એ. ઉપરોક્ત વસ્તુના દર્શનની કેવળ અભિલાષાથી જ. વસ્તુત: એ દર્શન કરુણ છે, છતાં સંસારી જીના સ્વાર્થમય ને અસ્થિર ભાવોનું-ચળવિચળ પરિણામેનું–પ્રત્યક્ષ અવલોકન કરવાને મેહ હોવાથી આ વૃદ્ધ હજુ પણ પરિસ્થિતિ જેમ નચાવે છે તેમ નાચી રહ્યો છે. પુત્ર ! માની લે કે શૂરાતન દાખવી આ આવી રહેલ આધિને તે થોડા કલાકો કે એકાદ દિવસને માટે Page #433 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧૬] પ્રભાવિક પુરુષ : ખાળી શકીશ; પરંતુ એમાં હરગીજ બીજે કંઈ ફેર પડનાર નથી. જ્ઞાનબળે જેનાર વિભૂતિઓએ આંક મૂક્યા છે એ સાચા છે. એની ખાતરી મને ડગલે ને પગલે થઈ રહી છે. તારા વંશજથી ભવિષ્યમાં જૈનધર્મ અને માનવસમાજની સુંદર સેવા થવાની આગાહી મને થઈ રહી હોવાથી જ મારી તને એક જ અને છેલ્લી આજ્ઞા છે કે આવતી કાલની સંધ્યા પૂર્વે તું તારા કુટુંબ સહિત અહીંથી કલિંગ તરફ પ્રયાણ કરી જા.” વાચકગણ ઉપરના સંવાદ પરથી સારી રીતે જાણી ચૂક્યા હશે કે એ ચેટક મહારાજ અને તેમના પુત્ર વચ્ચેનું અંતિમ વાર્તાલાપ હતો. બીજી તરફ વિદ્યાએ મળ્યા છતાં, ઘેરો અતિશય લંબાવાથી કૃણિક અકળાઈ ગયો હતો, ત્રીજી તરફ રાત્રિના કોઈ છુપા હલ્લાથી એના સૈન્યનો કચ્ચરઘાણ વળતે હતો, છુપે હલ્લો પકડવા સારુ એણે પિતાના દળ અને નગરીના માર્ગ વચ્ચે જ ખાઈ ખોદાવી તેમાં ખેરના અંગારા ભરાવ્યા અને સખત ચકી રખાવી. એ રીતે હલ્લ અને વિહલ્લ કુમારે તરફથી સેચનક હાથીની મદદ વડે થતો હલ્લો પકડી પાડ્યો-એ વાત ઉક્ત બંધુઓના કથાનકમાં અગાઉ આવી ગયેલ છે. હલ્લ, વિહદ્વના ચાલ્યા જવાથી અને સેચનક હાથીના પરલોકપ્રયાણથી ખરી રીતે લડાઈનું કારણ નષ્ટ થતું હતું, છતાં કૃણિકના અંતરમાં એથી વધુ રષ ભરાયે. આ બધાના નિમિત્તભૂત ચેટક મહારાજને લેખી ઠેઈપણ હિસાબે વિશાલાના રાજ્યને હતું ન હતું કરી મૂકવાને દઢ નિશ્ચય દાખવી, પ્રતિજ્ઞા કરી કે-“તીક્ષણ હળવડે વિશાલા નગરીને ખાદી નાંખવી, અગર તેમ ન બને તો અગ્નિપ્રવેશ કરે.” આ દારુણ પ્રતિજ્ઞા સાંભળી લાંબા સમયના ઘેરાથી નિરાશ થયેલ સિન્યમાં પુન: જેશ આ ને શત્રુદળને હંફાવવાનું કાર્ય ઉત્સાહથી શરૂ કર્યું. બીજી તરફ કૂણિકે કેઈ નિષ્ણાત જ્યોતિષીને Page #434 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા: [ ૪૧૭ ] તેડાવી પૂછતાં માલૂમ પડયું કે “ જ્યાંસુધી વિશાલાના ચાકમાં શ્રી મુનિસુવ્રતસ્વામીના સ્તૂપ મેાજીદ છે ત્યાં સુધી એ પ્રાચીન નગરીના નાશ થનાર નથી. તેમ ગમે તેટલું કરવા છતાં એ નગરીના કિલ્લાની એક કાંકરી પણ ખરનાર નથી. નિમિત્ત જોતાં જણાય છે કે આ સંગ્રામમાં ખળ કરતાં છળ કરવામાં આવે તા વિજય પ્રાપ્ત થાય, પણ એમાં કેાઇ ચારિત્રભ્રષ્ટ સાધુને સહકાર મળવા જોઇએ. વૈશાલીની પ્રજા ધર્મના આઠા નીચે છેતરાય, તે સિવાય એની સામે અન્ય પ્રલેાભના નકામાં છે અને ધર્મના પવિત્ર સ્વાંગમાં રહી દંભનુ નાટક ભજવનાર ચારિત્રસંપન્ન આત્મા છે તેા મળી શકે જ નહીં. એટલા સારુ મેં ચારિત્રભ્રષ્ટ આત્માની વાત જણાવી છે. હે અજાતશત્રુ ! તમારા ભાગ્યમાં વિજયના યાગ છે, છતાં એમાં ખૂદ વિશાલા નગરીના પ્રજાજનાનુ માનસ ફેરવાય તા જ એ સ ંભિવત અને. ” અજાતશત્રુ કુર્ણિકમાં જન્મથી જ અડગતા ને ઢ નિશ્ચય જડાયેલાં હતાં. ગમે તેવા કપરા સંચાગેાના સામના કરવામાં તે પાછી પાની કરે તેવા નહાતા. મગધના માલિકને એકાદ પતિત સાધુને શેાધવામાં શી મુશ્કેલી નડવાની હતી ? અરે! પતિત ન હાય તેા એને પતિત અનાવવાના દાવ કંઇ આ સ તંત્ર-સ્વતંત્ર રાજવીને શીખવા જવા પડે તેમ હતું જ નહી. પરમાત્મા શ્રી મહાવીરદેવના અનન્ય ઉપાસક તરીકેની સુકીર્તિ શ્રેણિક મહારાજના નામે ચઢી છે; પણ એ રાજવીના આ ગાદીધર વારસને ખૂદ મહાવીરદેવના વચનમાં પણ પૂર્ણ શ્રદ્ધા નહાતી. અલબત્ત તે પ્રભુના ભક્ત હતા, છતાં એનામાં રહેલ મળના ગર્વ અને રાજ્યલક્ષ્મીના લેાભ, ઘણી વાર એના હાથે ઉતાવળા ને ન ભરવા યેાગ્ય પગલાં ભરાવતા. વિશાળ મહારાજ્ય મળવા છતાં એની તૃષ્ણા તૃપ્ત થઇ નહેાતી. પાટનગર २७ Page #435 -------------------------------------------------------------------------- ________________ [ ૪૧૮] પ્રભાવિક પુરુષો : બદલ્યા છતાં શાંતિ એનાથી દૂર ને દૂર જ દોડી જતી. આવા જીવનમાં એ કયું પગલું ન ભરે, અગર કયું કામ ન કરે એ વિચાર જ અસ્થાને છે. તપાસ કરતાં એને જણાયું કે ગુરુના શિક્ષાવચનથી કોધ પામી, ખૂદ ગુરુ પર પથ્થરની નાની શિલા ગબડાવનાર એક સાધુ એકાંતવાસ કરી ધ્યાનસ્થ રહેલ છે. પત્થરને બે પગ વચ્ચેથી જવા દઈ ગુરુ જીવથી બચ્યા, પણ તરત જ એ અવિનીત શિષ્યને દૂર કરતાં એમણે કહ્યું કે-“જે સ્ત્રી જાતિના ચહેરા જેવાને તને આ પવિત્ર વેશ હેઠળ રેગ લાગુ પડ્યો છે એ જાતિવડે જ તારો સર્વનાશ સર્જાયે છે. તારા કલ્યાણ ખાતર આપેલ ઠપકે સાપને જેમ દૂધ જેવો પિષ્ટિક પદાર્થ ઝેરરૂપે પરિણમે છે તેમ તને વેરરૂપે પરિણમ્યો જોઈ મને દુઃખ થાય છે. તારા જીવનની એ અધમ દશા સૂચવે છે.” એ અવિનીત સાધુ નારીજાતિના પરાભવથી બચવા સારુ એક એવા નિર્જન પ્રદેશમાં પહોંચી ગયો કે જ્યાં વસ્તીનું નામનિશાન પણ ન મળે અને જ્યાં પહોંચવા સારુ સરિતા ઓળંગવી પડે. આ ઉપરાંત એણે તીવ્ર તપ પણ શરૂ કરી દીધો હતો અને એના પ્રભાવથી, શાસ્ત્રમાં સંભળાય છે તેમ, નદીનો પ્રવાહ જે દિશામાં પ્રથમ વહેતો હતો તેનાથી ઊલટી દિશામાં વહેતો થયો હતો. એ કારણે આ સાધુને મહિમા વૃદ્ધિ પામ્યો હતો એટલું જ નહિં પણ “ કુલવાલક સાધુ ” તરીકે એ આસપાસના પ્રદેશમાં વિખ્યાત પણે થઈ ચૂક્યા હતા. એમના નામની આસપાસ જનતાએ જાતજાતના ચમત્કારોની કથા-ગૂંથણી પણ કરી દીધી હતી, કુલવાલક સાધુએ એકાંત પ્રદેશનો વાસ અને તીવ્ર તપ ખુશીથી સ્વીકાર્યા હતાં અને એ રીતે વિયાજાતિથી પરાભવ પામવાના એગને સર્વથા ટાળી દીધો હતો. એ પાછળ એક જ તમન્ના વર્તતી હતી કે કોઈ પણ પ્રકારે ગુરુવચનને મિથ્યા કરવું. Page #436 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા: [ ૪૧૯ ] કુણિકને ઉપર જોઇ ગયા તેમ આવા જ કેાઇ ચારિત્રભ્રષ્ટ મુનિનુ કામ હતું અને જે હેતુની સિદ્ધિ સારું એ આતુર બન્યા હતા એમાં આ પેાતાના નામરાશિ સાધુ કુલવાલક સારા ભાગ ભજવશે એમ લાગવાથી તરત જ પેાતાની ચતુર ગણિકા માગધિકાને એલાવી અને કાઇપણ યુક્તિ-પ્રયુક્તિપૂર્વક એ ફુલવાલકને ફસાવી આ યુદ્ધભૂમિ પર તેડી લાવવાની આજ્ઞા કરી. એ સારુ સેાનામહેારાની થેલી આપી અને સાથમાં જોઇતા અનુચરા પણ આપ્યા. ગણિકા કે વારાંગનાની કળા–દક્ષતા માટે એ સમયના સાહિત્યે ઘણી ઘણી વાત કરી છે. એ’જાતિ કેવળ દેહવિક્રય કરતી એવું એકાંતે ન કહી શકાય. એ વર્ગમાં પણ નારીતિને શેાભાવે તેવી સ્ત્રીએ પાકી છે. ચતુરાઇ-નૃત્ય-સ’ગીત-કપટનીતિ આદિ તેમની કેટલીક વારસામાં ઉતરતી કળાઓને લઇ, તેમનુ સ્થાન, કળાનું શિક્ષણ આપનાર ધામ સમાન થઈ પડતું હતું. કેટલાક ગૃહસ્થા પેાતાના સંતાનેાને સંસારમાં નાંખતા પૂર્વે એવી કળાઓના શિક્ષણ અર્થે એમના વાસમાં ચાહીને માકલતાં. ટૂંકમાં કહેવાનુ એટલુ જ કે માગધિકામાં ભલભલા મજબૂત મનવાળાને પીગળાવવાની શિત હતી. કુલવાલક મુનિને પતિત કરવામાં કેવી યુક્તિઓ કામે લગાડી અને સ્ત્રીનું મુખ પણ ન જોવુ` કે જેથી ગુરુનાં વચને સાચા પડે એવા એક સમયના દૃઢ નિયમવાળા આ મુનિને ભ્રષ્ટ કરી પેાતાના મુખ સામે જોતા કરી દીધા. એવુ લખાણ વિવેચન ન કરતાં એટલું જ કહી સતાષ માનીશું' કે એ સ્થિતિ જન્માવવામાં ગણુકાએ તીર્થાટન કરવા નીકળેલી એક ધર્મપ્રેમી શ્રાવિકાના સ્વાંગ સજ્ગ્યા અને ધર્મના છદ્મથી પાતા પ્રતિ આકષી સરવાળે એટલી હદે કુલવાલક સાધુને પેાતાનામાં આસક્ત બનાવ્યા કે જેથી એ એકાંત સ્થાન તજાવી કુણિકરાજ સમક્ષ આણુવામાં અને એની પાસે મનગમતાં કાર્યો કરાવવામાં તેણી ફતેહમદ થઈ. Page #437 -------------------------------------------------------------------------- ________________ [ ૪ર૦ ] પ્રભાવિક પુરુષ : જ્ઞાની પુરુષાએ સાચું જ કહ્યું છે કે વિવા પતિ નો પૂ:, काको नक्तं न पश्यति । अपूर्वः कोऽपि कामांधो, दिवानक्तम् न પતિ । અર્થાત્ ઘૂવડ દિવસે દેખી શકતું નથી, કાગડા રાત્રે જોઇ શકતા નથી, પણ જેનાં નેત્રા કામથી અંધ થયેલાં છે એવા મનુષ્ય તે રાત્રે કે દિવસે પણ જોઇ શકતા નથી. કન્ય યા તા અકત્તવ્યનું ભાન એને રહેતું જ નથી. અજાતશત્રુ રાજાએ સંગ્રામ સંબંધી પરિસ્થિતિને ટૂંકમાં ખ્યાલ આપી, જ્યાતિષીના સ્તૂપ સંબંધી વિચારા જણાવી, કાઇપણ રીતે વિશાલાની પ્રજાનુ માનસ ફેરવવાની યુક્તિ ચેાજવા જણાવ્યું. માગધિકાના મેહથી અંધ અનેલ કુલવાલક ગુરુજીના છેલ્લા શબ્દોને સાચા પાડતા, જતિના વેશમાં રાયખટપટને એક અણુછાજતા વેશ ભજવવા નીકળી પડયો. માર ખાર વર્ષના અંધિયાર જીવનથી જેમને કંઠે પ્રાણ આવ્યા છે અને આ ભય કર ત્રાસથી છૂટવા જે તલસી રહ્યાં છે એવા વિશાલા નગરીના પ્રજાજન આ ક્ષપણુકને જોતાં જ હ મગ્ન થઇ ગયાં. એના ચરણમાં પડી પૂછવા લાગ્યાં કે મહારાજ ! આ ઘેરા કયારે ઊઠશે ? વિશાલાના દ્વાર કયારે ખુલશે ? ” કુલવાલકે પ્રથમ તેા જનતાની વાત સાંભળી ન સાંભળી કરીને સીધે। શ્રીમુનિસુવ્રતસ્વામીના સ્તૂપને માર્ગ લીધેા. ભક્તિના આડંબર કરી વંદન કર્યું તેમ પ્રદક્ષિણા પણ દીધી. આથી તેા યતિમાં પ્રજાજનના વધુ વિશ્વાસ બેઠા. એમનાં ચરણ પ્રકડી આ સંકટમાંથી ઉગરવાના ઉપાય દર્શાવવા પ્રાર્થના કરી. દર કુલવાલક મુનિએ ભૃકુટી ચઢાવી, જાણે કોઇ ઊંડા વિચારમાં ગરકાવ ન થયા ાય એવા ડાળ કરી, ધીમા સાદે જણાવ્યું કે “ પારલેાકેા ! તમારી વર્તમાન પીડાનું કારણ આ પવિત્ર સ્તૂપની અવિધિએ કરાયેલી સ્થાપનામાં સમાયેલું છે, એટલે જ્યાં સુધી મૂળથી એ સ્થાન ખાદી નાખવામાં ન આવે અને સ્તૂપને ખસેડી Page #438 -------------------------------------------------------------------------- ________________ ચેડા મહારાજા : [ કર૧ ] અન્યત્ર લઈ જવામાં ન આવે ત્યાં સુધી આ સંકટને નિસ્તાર થો અશક્ય છે.” મૂંઝવણ સામાન્ય બુદ્ધિને પણ ભ્રંશ કરે છે. એ વેળા ભૂતકાળને અનુભવ પણ યાદ આવતો નથી. સંકટથી મુક્ત બનવાના એક માત્ર ઈરાદાથી પ્રજાજનોએ યતિની વાત સાચી માની, સ્તૂપ ખોદવાનું કામ આરંભી દીધું. બીજી તરફ પૂર્વસંકેત મુજબ કુણિકનું સૈન્ય ઘેરે છેડી પાછું વળવા માંડયું. સૈન્ય પાછા ફરવાના સમાચારે જનતામાં મુનિવચનનો વિશ્વાસ વધાર્યો અને ખોદવાનું કામ અતિ જોરથી ચાલી રહ્યું. આ સમાચાર ચેટકરાજને પહોંચ્યા અને એમણે શીધ્ર ગતિએ આવી જોયું ત્યારે તે સ્તૂપ સ્થાનભ્રષ્ટ થઈ ચૂક્યો હતો. પ્રજા હસતા મુખડે આ સંકટમાંથી મુક્ત કરવાને ઈલાજ દર્શાવનાર અને થોડી ક્ષણ પૂર્વે બહુમાનપૂર્વક પસાર થઈ જનાર ક્ષપણકના ગુણ ગાતી હતી. ખેલ ખલાસ! વિધિનું બળત્તરપણું તે આનું નામ! સત્તાધીશ રાજવી, એ અટકાવવાનો પ્રયાસ કરે તે પૂર્વે તો જતાં જતાં ક્ષપણકે ઉઘડાવી દીધેલા દરવાજેથી જેશપૂર્વક કૂચ કદમ કરતું કણિકનું સૈન્ય નજીક આવી લાગ્યું. જો કે એ વેળા ચેટકરાજના સુભટેએ કણિકના સૈન્યને પાછા હઠાવવામાં પ્રબળ પુરુષાર્થ દાખવ્યો અને જબરું શૂરાતન બતાવ્યું, પણ એક તરફ મહાસાગરને અમર્યાદિત પ્રવાહ અચાનક ધસી આવતો હોય એવું અજાતશત્રુનું સૈન્ય અને બીજી તરફ બંધિયાર જીવનથી કંટાળેલા અને અણધાર્યા હલ્લા સામે વ્યવસ્થિતપણે ન ઊભે રહી શકે એવો ખેબા જેટલો સુભટસમૂહ!! કણિકને વિજય અચૂક હતો જ. કુણિકના સૈન્યના પ્રવેશની હકીકત જાણું ચેડા મહારાજા, તૂપ સમીપની પુષ્કરણ(વાવ)માં ઊતર્યા. આ તે જ પુષ્કરણ Page #439 -------------------------------------------------------------------------- ________________ [૪રર ] પ્રભાવિક પુરુષો : હતી કે જેના પવિત્ર જળથી સંખ્યાબંધ સામંતોની હાજરીમાં મહારાજાને પૂર્વે અભિષેક થયો હતો. શાસ્ત્રકાર કહે છે તેમ ચેડા મહારાજા ગળે લોખંડની પુતળી બાંધી પાણીમાં પડ્યા એટલે ધરણે કે અધરથી ઝીલી લીધાં અને પોતાના ભુવનમાં લઈ ગયા. શેષાયુ મહારાજાએ ત્યાં જ પૂરું કર્યું. અંતિમ સમયે અનશન સ્વીકારી આઠમા સહસાર દેવકે ઈંદ્રના સામાનિક દેવ થયા. કુણિકના લલાટમાં લેખ જ એવા હતા–પિતા અને માતામહના જીવનનો કરુણ અંત એને વગરવિચાર્યા પગલાંથી જ થયો. દુઃખ અને બંધિયાર જીવનથી કંટાળેલા પુરજનો મહારાજના છેલ્લા પગલાથી એટલી હદે વિવશ બની ગયા કે હવે એ ધરતી પર ક્ષણભર થોભવું એ કરતાં મરી જવું વધારે શ્રેષ્ઠ લાગ્યું. દરમિયાન સત્યકી વિદ્યાધરનું આગમન થયું. જે કે માતામહના દર્શનની આશા તો ન ફળી, પણ એમની વહાલી પ્રજાની માગણીથી એ પુરજનોને અન્યત્ર શાંતિવાળા સ્થાને લઈ ગયા. પછી કુણિકે ગધેડાવડે હળ ચલાવી આખી વિશાળા નગરીને ખોદાવી નાખી. એ મહાપુરી માટીમાં મળી ગઈ. વિશાલાના પતન સાથે આ કથાનકનો અંત આવે છે. Page #440 -------------------------------------------------------------------------- ________________ અનાથી મુનિ જૈન કથા સાહિત્યમાં કેટલીક વ્યક્તિએ મૂળ નામે પ્રસિદ્ધિ પામવાને બદલે, એ વ્યક્તિમાં રહેલ અમુક પ્રકારની વિશિષ્ટતાને લઇ પ્રાપ્ત થયેલ ઉપનામે, કડવા એ વ્યક્તિને જેની સાથે ગાઢ સંબંધ હાય એ નામે, વિખ્યાત થયેલ હાય છે. દાખલા તરિકે શ્રેણિકપુત્ર અશાચંદ્ર અને દધિવાહન પુત્રી વસુમતી એ ઉભય કિ અને ચ ંદનબાળાના નામથી જેટલા જાણીતા છે એટલા અશેાકચંદ્ર ને વસુમતી, તેમના મૂળ નામ હેાવા છતાં એ નામથી જાણીતા નથી. પાછળના પ્રકારમાં અણિકાપુત્ર, ચિલાતિપુત્ર, મૃગાપુત્ર કે સદ્દાલપુત્રને મૂકી શકાય. માતા કે પિતાના સંબ ંધથી એળખાતા એ મહાશયાના મૂળ નામ શું હતાં તે કેણુ જાણે છે ? પ્રસ્તુત વાર્તાનાયક અનાથી મુનિના સંબંધમાં પણ તેવું જ છે. એમનું મૂળ નામ આજે તેા લક્ષ્ય થાય તેમ નથી. અનાથપણાની તેમની જ્વલંત ભાવનાએ એમને એવી તા પ્રસિદ્ધિ આપી કે કથાપ્રસંગામાં એ નામથી જ તેએ ખ્યાતિ પામ્યા. કેાઇ ઉલ્લેખમાં કોસાંબીના ધનસ ંચય શ્રેણીના તે પુત્ર હતા એમ જણાય છે, તેા ખીજામાં વળી તે રાજપુત્ર હતા એમ ષ્ટિગેાચર થાય છે. ગમે તેમ હાય છતાં એટલું તેા સાચું અને સ્પષ્ટ છે કે તે ઋદ્ધિસંપન્ન હતાં અને મુનિપણામાં તેમને રાજવી શ્રેણિક સાથે સમાગમ થયા હતા. એ સમયે જ તેમની સાથે સનાથ અને અનાથપણાની ચર્ચા નીકળી હતી. અસ્તુ. X પ્રાત:કાળમાં અશ્વ ખેલાવવા નીકળેલા યુવાનની નજરે આમ્રવૃક્ષ નીચે એકત્ર થયેલ એક ટાળુ ચઢતાં જ ઘેાડા એ × × Page #441 -------------------------------------------------------------------------- ________________ [૨૪] પ્રભાવિક પુરુષ : બાજુ ફેરવ્યું. ત્યાં પહોંચતાં જ એને જણાયું કે ચાર શમણે પિતાના ઉપકરણ અંગ પર બાંધી લઈ વિહાર કરવાની તૈયારીમાં છે અને એમને નરનારીનો માટે વર્ગ વંદન કરી, બહુમાન આપી રહ્યો છે. પોતે પણ તુરગ પરથી ઊતરી ગયે અને એ વૃદમાં ભળી જઈ, હાથ જોડી ઊભો રહ્યો. એ વેળા ચાર સાધુઓ પૈકી જે મુખ્ય હતા તેમણે મિષ્ટ શબ્દોમાં નિમ્ન પ્રકારે વિદાય સંદેશ આપે. મહાનુભાવ! અરિહંતપ્રભુના ધર્મ સંબંધી જે જે સ્વરૂપે ચોમાસાના ચાર મહિના દરમિયાન તમને સમજાવવામાં આવ્યા છે એ પ્રમાણે ચાલવામાં–વર્તવામાં યથાશક્તિ પ્રયત્ન કરશે. એટલી વાત કદાપિ પણ સ્મૃતિ બહાર ન જવા દેશો કે આ માનવભવ અતિ મેઘેરે છે. વારંવાર એની પ્રાપ્તિ થતી નથી. તેથી જ એની તુલના ચિંતામણિરત્ન સાથે કરવામાં આવે છે. ચિંતામણિરત્નને પથ્થરનો ટુકડે સમજી પેલા મૂર્ણ ભરવાડે જેમ પક્ષી ઊડાડવા માટે ફેંકી દીધું તેમ તમે પણ આ માનવજીવનને સફળ બનાવવાનું ચૂકી જઈ, કેવળ આપાતરમણીય ભેગવિલાસમાં એને ગાળી ન નાંખશે. યાદ રાખજે કે – गृहं सुहृत् पुत्रकलत्रवर्गो, धान्यं धनं मे व्यवसायलाभः । कुर्वाणमित्थं नहि वेत्ति मूढो, विमुच्य सर्वम् व्रजतीह जंतुः ॥ ઘર, મિત્ર, પુત્ર, વલ્લભા વિગેરે સ્નેહીવ, ધાન્યની વિપુલતા કે ધનના ચરુ, વિશાળ વેપાર કે ચેતરફથી થતો લાભ યાને કમાણુ એ બધું એક દિવસ ત્યજી દઈને આ જીવડાને જવાનું છે. કઈ મૂઢ આત્મા જ એ સર્વમાં મારાપણું માનીને એમાં જ લયલીન થાય છે અને માને છે કે એ બધું મારું છે. કદાપિ મારા હાથમાંથી એ ખસી જવાનું જ નથી, પરંતુ તેંધી રાખજે કે Page #442 -------------------------------------------------------------------------- ________________ અનાથી મુનિ : [ કર૫ ] धनेषु जीवितव्येषु, भोगेष्वाहारकर्मसु । अतृप्ताः प्राणिनः सर्वे, याता यास्यन्ति यान्ति च ॥ ગમે તેટલી લક્ષમી પ્રાપ્ત કરે, સેંકડો વર્ષનું જીવન ગાળે, વિવિધ પ્રકારના ભાગે ભેગો, જાતજાતની રસવતીઓ આરોગો અને સદા વ્યવસાયતત્પર રહ; છતાં કઈ દિવસ તૃપ્તિ થવાની નથી. એ સનાતન નિયમ છે કે સર્વે જીવો અતૃપ્તપણે જ ભૂતકાળમાં મરણને શરણ થયા છે, વર્તમાનમાં થઈ રહ્યા છે અને ભવિષ્યમાં થવાના છે. એ પદાર્થોની આસક્તિ જ કોઈ એવા પ્રકારની છે કે તેમાંથી છૂટકારો કોઈ વિરલ આત્માઓ જ મેળવી શકે છે. વાસનાનો જય કરે એમાં જ સામર્થ્ય છે અને તેથી જ તીર્થંકર પરમાત્મા એક જ નાદથી એ પ્રકારની શૂરવીરતા દાખવવાનું કહે છે. પ્રત્યેક આત્માએ પ્રભુ શ્રી મહાવીરદેવને આ કિંમતી ઉપદેશ સ્મરણમાં રાખી સ્વજીવનનું વહેણ નિયત કરવું જોઈએ.” એ પછી તરત જ મંગલિક સંભળાવી મુનિઓએ વિહાર કર્યો, નરનારીનો સમૂહ નગરી પ્રતિ પાછો વળે અને પેલો યુવાન પણ પુન: અશ્વારૂઢ થઈ ચાલી નીકળ્યા. પ્રતિદિન એની સ્વારીમાં કુદરતની લીલાનાં દ્રશ્યો જોવાનાં મળતાં એટલે મનેપ્રદેશમાં એને લગતી જ વિચારશ્રેણી ઉદ્દભવતી, પણ આજે તો મુનિશ્રીની દેશનાએ જ મુખ્ય સ્થાન લીધું. એના અંતરમાં એક જ ધ્વનિ ઉદભવવા માંડ્યો કે-“શું સુંદર આવાસ, લલિત લલનાને સમાગમ અને આ રાજદ્ધિ એ બધું નકામું! કંઈ જ ગણત્રીનું નહિ! હું જાતે એને ઉપભોગ કરી રહ્યા છતાં, પ્રતિદિન એ દ્વારા જાતજાતની મોજ માણી રહ્યા છતાં, એનાથી અદ્વિતીય આનંદ મેળવી રહ્યા છતાં, એ સર્વને વૃથા માનવાની મૂર્ખતા કેમ કરી શકું? એ મુનિને Page #443 -------------------------------------------------------------------------- ________________ [ ૪૨૬ ] પ્રભાવિક પુરુષો : મારા જેવી અને મારા જેટલા વિશાળ પ્રમાણમાં સમૃદ્ધિ ન મળી હાય, અગર કારણવશાત્ સ ંસારનેા કડવા અનુભવ થયા હાય તેથી જ આવા ઉપદેશ દેવા તત્પર બન્યા હાય તા કઈ અસંભવિત ન ગણાય. મારી દૃષ્ટિ સન્મુખ જે વિલાસેા હું પ્રત્યક્ષપણે ભાગવી રહ્યો છું અને ત્યજી દઇ, અરે! એને વૃથા માનવા સરખી હાસ્યાસ્પદ સ્ખલના કરી, કેાઈ પરાક્ષ કલ્યાણની લાલસામાં શા સારુ અને તિલાંજલી૪ઉં? શામાટે મારા મનમાં એ શ્રમણના કથનને સ્થાન જ આપું ? તે તેમના માર્ગે અને હું મારા માગે ! તદ્દન હસવા જેવી વાત છે. આખાની આશામાં અર્ધું મળ્યું છે. તે પણ છેડી દેવાનું! વિચિત્ર જગત ! ’ * યુવાને આજે પ્રથમ જ આ મુનિને સંસારની અસારતા વણું વતા સાંભળ્યા હતા. પૂર્વ પુન્યાઇના યાગથી અત્યાર સુધીનું એનું જીવન કેવળ સુખમાં અને કોઇપણ પ્રકારની ચિંતા વગર વ્યતીત થયું હતું. અંગ્રેજીમાં કહેવત છે કે-Born with a silver-spoon અર્થાત્ જન્મથી જ ઋદ્ધિસિદ્ધિના ચેાગ અને વિવિધ પ્રકારના વિલાસેા એને પ્રાપ્ત થયા હતા. માતા, પિતા, ભાઇ, ગિની અને સુમંડળીમાં એ સા કાઇને પ્રીતિપાત્ર હતા. જ્યાં પાણી માંગતાં જ દૂધ મળતું હેાય ત્યાં બીજી ઊણપ તે શી સંભવે ? સુખી કુટુંબમાં અને દુન્યવી મેાજમાની લહેરમાં એણે દુ:ખનું નામ પણ સાંભળ્યું નહાતું. વળી સુંદરાકૃતિવાળા દેહધારી એ યુવાનને શારીરિક પીડા અનુભવવાના પણ ચેાગ સાંપડ્યો ન હતા. યાવનાંગણમાં પ્રવેશતાં ચારુ ચંદ્રસુખી ને કળાકેલિકુશળ પ્રિયાના સાથ મળ્યો હતા, એટલે ટૂંકામાં કહીએ તે ષ્ટિ પર આજે એ યુવાન દેોગુંદુક દેવ સમ આનદ માણી રહ્યો હતા. અને પેલા શ્રમણુ મહાત્માની ઔપદેશિક વાત ન પસંદ પડે એ સ્વાભાવિક હતું. આ જાતના સુખાનુભવમાં એ યુવાને વર્ષો પસાર કરેલાં. હવે જે Page #444 -------------------------------------------------------------------------- ________________ અનાથી મુનિ : [ ૪૨૭ ] સવારે મુનિની વાણી સાંભળી એ જ મધ્યાહ્ને કૌશામ્બી નગરીની બહાર આવેલી પુષ્પવાટિકામાં પેાતાના અંતેર સહિત આવી સંધ્યા સુધીના કલાકેા વાપિકાસ્નાન-જળક્રીડા અને સંગીતની રમઝટમાં ગાળ્યા. જાણે કે આખી વાડી વીણા-સારંગીના મીઠા રણઝણાટથી, કેાકિલ કંઠવાળી લલનાઓના ગીતનાદથી, ચેતનવતી બની ગઇ હાય એમ કોઈપણ આગ ંતુકને જણાતુ. ત્યાં જે પ્રવૃત્તિ ચાલી રહી હતી અને ધમાલ પ્રવતી રહી હતી એ તરફ મીટ માંડતા સહજ ઉચ્ચરાઇ જતું કે · પુન્યશાળીને પગે પગે ઋદ્ધિ ’મધ્યાહ્નકાળના સહસ્રરશ્મિ(સૂર્ય)નાં કર્કશ કિરણે ભલેને નગરના અન્ય ભાગેામાં વિજયશ્રી વરતા હાય, છતાં આ વાટિકામાં એની રચમાત્ર અસર નહાતી. અમાપ શીતલતા અને અમર્યાદ આનંદનું સામ્રાજ્ય પૂર્ણપણે પ્રવર્તી રહ્યું હતું. 6 સુખના શિખરે મ્હાલતા એ યુવાન એ જ આપણી વાર્તાના નાયક અને ભાવિ અનાથી મુનિ છે. આશ્ચર્યમુગ્ધ બનવાની જરૂર નથી. સુખમાં તન્મય થનાર સામાન્ય માનવી જ્યાં રિસ્થિતિને ગુલામ બની જાય છે, અરે ! પોતાની પૂર્વાવસ્થા વીસરી જાય છે ત્યાં આ વિલાસી કુંવરની શી વાત કરવી ? જેને સૂર્ય ને પ્રકાશ પ્રથમ જોતાં જ ચારે પાસથી લાડકાડ સિવાય બીજું કઈ મળ્યું જ નથી અને ‘ ખમા ખમા’ના પાકાર સિવાય બીજી કઈ સાંભળ્યું નથી તેને અન્ય દુઃખની કલ્પના પણ ક્યાંથી આવી શકે ? કાળની ગતિ વિષમ છે. જ્યાં સાગરાપમ જેવાલાએ કાળ પૂરા થઇ જાય છે ત્યાં બે પ્રહર વીતતાં શી વાર ? કાળચક્ર અસ્ખલિત ગતિએ વધું જ જાય છે. દિવસ પછી રાત અને મધ્યાહ્ન પછી સાંજ આવ્યા જ કરે છે. એવી જ રીતે સુખદુ:ખની બેલડીનુ પણ સમજી લેવું. કાયમનું દુ:ખ જેમ નથી. લખાયું તેમ કાયમનું સુખ પણ માનવીજીવનમાં નથી જ Page #445 -------------------------------------------------------------------------- ________________ [ ક૨૮ ] પ્રભાવિક પુરુષ : સેંધાયું. તડકા-છાયાની પેઠે એમાં ફેરફાર થયા જ કરે છે. અસ્તોદયને એ અફર કાનૂન છે. સંધ્યાદેવીનાં આગમન થઈ ચૂક્યાં. આકાશપટ પર રંગબેરંગી અભ્રો શોભી રહ્યાં. માનવસમુદાય અને પક્ષીગણ પિતાનાં નિવાસસ્થાન પ્રતિ ગમન કરવા લાગે. વાર્તાનાયક યુવાન પણ વધુ આનંદ લૂંટવાનું અને વધુ કીડા કરવાનું આવતી કાલ પર મુલતવી રાખી જલ્દી ભેજનકાર્યથી પરવારી, નગર પ્રતિ પાછા ફરવાની તૈયારીમાં પડ્યો. વિહારવાટિકા છોડી નગર પ્રતિ પગ માંડતાં જ એના મનમાં આવતી કાલના વિલાસને લગતા મનોરો શરૂ થયા. ‘આમ ઊઠશું, આમ બેસણું, અમુક લાવશું અને અમુક કરશું. ” થી મંડાયેલ પાયા પર કેટલાં ય ચણતર ચણાયા અને એમાં ઉમેરે તો ચાલુ હતો પણ કુદરતને એ મંજૂર નહોતું. વિધિ સામે માનવી ક્યાં સુધી ટકી શકે ? મનની મનમાં રહી ગઈ ! “ વ્રત દત્ત નત્રિ = ૩ =હાર' જેવું થઈ ગયું! કમળની સુગંધમાં આસક્ત બનેલ ભ્રમર જેમ સંધ્યાકાળે કમળ બીડાઈ જતાં અંદર રહ્યો વિચાર કરે છે કે-“સવાર થતાં સૂર્યનાં કિરણે પથરાશે, કમળ શ્રેણી પુનઃખીલશે, હું પણ બહાર નીકળીને પુન: દરેક પુષ્પમાંથી રસ ચુસવાનું શરૂ કરીશ,” પણ ત્યાં તો એક ગજરાજ આવી એ કમળને ત્રોડી પોતાના પેટમાં પધરાવી ગયે. એટલે અંતરાળે રહેલા ભમરો હતો ન હતો થઈ ગયે. કુમાર જ્યાં રાજમહેલમાં પગ મૂકે છે ત્યાં જ એકાએક તેને મસ્તિષ્કમાં પીડા શરૂ થવા લાગી, આંખો બળવા માંડી અને એકાએક ભૂમિ પર ઢળી પડ્યો. જાણે આખું અંગ જૂઠુ ન પડી ગયું હોય એમ ઘડી પહેલાનું ચંચળ શરીર તદ્દન નિસ્તેજ થઈ ગયું! ચારે તરફ દોડાદોડ થઈ રહી. સાથીઓ અને મિત્રો Page #446 -------------------------------------------------------------------------- ________________ અનાથી મુનિ [ ૪૨૯ ] એકાએક થયેલા આ પલ્ટાથી અજાયબીમાં ગરકાવ બની ગયા. વહાલી વલ્લભા તા શણગાર બદલ્યા વિના સ્વામીનું શિર ખેાળામાં લઇ ત્યાં જ બેસી ગઇ. જોતજોતામાં આ સમયે રાજમહેલમાં ગ્લાનિનું વાદળ છવાયું. માતા, પિતા વિગેરે સ્વજના દોડી આવ્યા. વૈદ અને હકીમ દોડતા પગલે આવી પહેાંચ્યા. નાડીપરીક્ષકે અને મંત્રવાદીએ પણુ આવ્યા. સૈાએ પેાતાતાના ઉપાય અજમાવ્યા, પણ એમાંના એક પણ ઉપાય કારગત ન નિવડ્યો. નેત્રની પીડા પણ એટલી બધી વધી પડી કે કુમારથી સહી ન ગઈ. એના આર્ત્તનાદ વધી પડ્યો. અંગેઅંગ મળી રહેલું! એ પર કામળ હાથેાવડે ચાપડાતું ખાવનાચંદન પણ શીતળતા આપવાને અશકત નીવડ્યું. કાઇ રીતે ચેન જ ન પડે. મહામહેનતે સુ ંવાળી શય્યા પર કુમારને સૂવાડ્યો છતાં એવી મુલાયમ તળાઈ પણ કાંટા માફ્ક એને ખુંચવા લાગી. કાઇ પણ પ્રકારે એની વેદના ર્ચમાત્ર ઓછી ન થઇ. માતા, પિતા, ભ્રાતા, ભગિની અને પ્રિયતમા આદિ સાકેાઇના ગાઢ સ્નેહભર્યો સ ંમેાધના અને અંતરના ઉમળકાથી આદરેલા વિવિધ ઉપચારાથી બગડી તેા ન સુધરી પણ કુવરને દુ:ખ આછું જણાય અથવા તેા કંઇક અંશે શાંતિ પ્રાપ્ત થાય એ માટે કા ઇલાજ લેવે એ કાઇ શેાધી શકયું નહીં. માનવપ્રયત્નેાથી જેટલે પહોંચી શકાય તેટલે પહેાંચવામાં કચાશ ન રખાઇ. ધન તેા: પાણી માફક ખર્ચાઇ રહ્યું હતું, ઔષધિઆના હિસાબ નહાતા રહ્યો; પણ જ્યાં કશાની અસર જ ન પહેાંચે ત્યાં શું થાય ? જ્યાં સાકાઇના હાથ હેઠે પડ્યા ત્યાં કાઈના વાંક શુ કાઢવાના હેાય ? રાત્રિના એળા વધુ શ્યામ થતા ગયા. ઘટિકાયંત્રને કાંટા કલાકેાના અંતર કાપતા આગળ વધ્યા અને લાચાર અનેલ સ્વજનવ થાકી, કંટાળી, હતાશ બની ત્યાંથી ખસવા લાગ્યા. અનુચરવર્ગ પણુ ઉભરા શમી જતાં જેમ મૂળ સ્થિતિ પ્રસરે છે તેમ Page #447 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩૦ ] પ્રભાવિક પુરુષા : દૈનિક કાર્યક્રમ પ્રમાણે કામમાં ગુંથાયા. જોતજોતામાં કુંવરની પથારી પાસે ખાસ અંતરનાં સગાં જ ખાકી રહ્યાં. તે સૈા પણ લમણે હાથ દઇ કિક વ્યમૂઢતા અનુભવી રહ્યા હતા. તેમની સામે જ્યાં કુવરમાં ષ્ટિ કરવા જેટલી શક્તિ ન હતી ત્યાં તેમના પ્રેમને કે તેમના ઉભરાઈ જતા સ્નેહુને તે ક્યા ગજથી માપી શકે? એટલુ તા અને સ્પષ્ટ થઈ ગયું કે એ સ્નેહીમડળમાંની એક પણ વ્યક્તિ પાતાનુ દુ:ખ એન્ડ્રુ કરવામાં કઇ પણ ફાળા આપી શકે તેમ નહાતુ, એમની શક્તિ બાહ્ય ઉપચારા પૂરતી જ હતી જે અહીં કામ લાગે તેમ નહેાતુ. જ્યારે આંતરિક દોષનું જ્ઞાન તેમને હતું જ નહીં તેા પછી એના ઉપચાર તા થાય જ ક્યાંથી ? અમાપ પીડામાં લાવાઇ રહેલ યુવાન એ તથ્ય સમજી ચૂકયે હતા. એ વેળા પેલા મુનિના શબ્દોની સ્મૃતિ તાજી થવા માંડી હતી, તે પર કંઇક વિચારણા કરવા માંડી હતી પણ ત્યાં તે પીડાને ઉથલા આવ્યે અને સંધાતા અકાડાને છિન્નભિન્ન કરી નાખ્યા. X × અહા ! આજે ઉકળાટના કઈ સુમાર જ નથી. ચાતરમ્ નજર કરતાં ધરતીમાતા કેવળ ઊની વરાળ કાઢતાં જ જણાય છે. શીત, ગ્રીષ્મ અને વર્ષા એ ત્રણ ઋતુએ કહેવાય છે છતાં સૃષ્ટિપટ પરના જ તુગણુને આકરા તાપથી તપાવી, મૂંઝવી નાંખવાની જે પ્રખર શક્તિ ગ્રીષ્મઋતુમાં છે એવી અન્ય એમાં નથી. '' X મારા સરખા મગદેશના સ્વામીને પણ એ મહામાયાનાં અસહ્ય કિરણામાંથી ખચવા સારું રમણીય આવાસાના ઝરુખા અને કમનીય લલનાવૃંદના સાથ છેાડી, વનવાટિકાના માર્ગ લેવાની જ્યારે અગત્ય ઊભી થઇ છે ત્યારે જેએ આરામનાં સાધનાથી વંચિત છે કિવા જેમને પેટ ભરવાની ચિંતા વળગેલી છે અને એ સારુ સદૈવ પરિશ્રમ સેવવા પડે છે. એવા મનુષ્યેાના સંતાપની Page #448 -------------------------------------------------------------------------- ________________ અનાથી મુનિ: [ ૪૩૧ ] શી વાત કરવી? ઉપવનમાં માત્ર કુદરતના ભરોસે ઉછરેલાં અને કેવળ એ કુદરતની જ પંપાળણીથી પગભર બનેલાં વિવિધ વૃક્ષે, મનહર વેલડીએ, રંગબેરંગી પુષ્પના રોપાઓ અને રમણીય લતામંડપ અંગેઅંગને દાહ ઉપજાવતા ભસ્મરાશિના આકરા તાપમાં જે અમાપ ઠંડક અને અવર્ણનીય શાંતિ આપે છે એની સરખામણીમાં કયા પદાર્થને મૂકી શકીએ ? ગ્રીષ્મઋતુમાં જેમ ભયંકરતા છે તેમ એની સામે એનું નિવારણ કરી તસ જનતાને શાંતિમાં સ્નાન કરાવી, નવચેતન અર્પનારી આવી વનવાટિકાઓ પણ મેજુદ છે. એ કુદરતની ઓછી કૃપા છે ? પુન્યવાન આત્મા એનો લાભ પોતાની આઠ પ્રકારની સમૃદ્ધિ સહિત મેળવે છે, જ્યારે સામાન્ય આત્માને માટે એનાં દ્વાર બંધ તે નથી જ. પિતાની ઉપાધિઓમાંથી એ છૂટી ન શકે એમાં આ લીલી વનરાજીને દેષ ન જ દઈ શકાય. ઠંડક, સુવાસ અને છાંયડે એ સે કેઈને વિનામૂલ્ય દેવાને એને ધર્મ છે, જે ફરજ ખલન વગર એ વનરાજી બજાવ્યે જાય છે. પણ અરે ! પેલો કાંતિમાન તરુણ આ ધગધગતી જમીન પર કઈ લતામંડપના આશ્રયવિહેણ, એકાકી શા કારણે ઊભે છે? સહસ્ત્રક્રિમનાં આકરાં કિરણે પ્રતિ એ દુર્લક્ષ્ય કેમ દાખવે છે? જયારે આ વૃક્ષે સ્વજીવનના દષ્ટાન્તથી પરમાર્થના પાઠ શિખવે છે ત્યારે મારા જેવા રાજવીએ વિશ્રાન્તિમાં લોન થતાં પૂર્વે એકાદા નાનકડા પરમાર્થમાં યત્કિંચિત્ ફાળે નિંધાવે એ ફરજરૂપ લેખાય.” એ વિચારથી મગધના સ્વામી શ્રેણિક મહારાજા જ્યાં પેલા તરુણ સમીપ પહોંચે છે ત્યાં તે આશ્ચર્યાન્વિત બની જાય છે. ચહેરાની અને ખી તેજસ્વિતા! દેહલતાની કોમળતા! યુવાનવયના તનમનાથી નાચતાં ગાત્રે ! ખૂદ સ્વર્ગની અપ્સરા પણ Page #449 -------------------------------------------------------------------------- ________________ [૪૩૨ ] પ્રભાવિક પુરુષ : જેના સહવાસ વાંછે એવા અનંગદેવનું મૂર્તિમંત સ્વરૂપ ! પણ એ બધાંને વ્યર્થ કરી મૂકે તેવા સાધુવેશ જોતાં જ મન વિચારમાં લીન અન્યું. શૃંગારકેલી કે કામક્રીડાને અનુરૂપ સામગ્રી ધરનાર આ નવલેાહીએ કયા કારણે ત્યાગના નિરસ પંથે ચડી ગયા ? શ્રમણવૃંદમાં જોડાવા આમ એકાકી કેમ ચાલી નીકળ્યેા ? ચાવનના આંગણે પગ મૂકતાં જ એને વિરાગતા શાથી જન્મી ? કવિ રામવિજયજી એ વિચારને નિમ્ન શબ્દોમાં આલેખે છે. ચંપકતરું તળે મુનિવર દીઠા, આંકણી ધ્યાને લીના મુનિવર મ્હોટા, ચંપક વર્ણી કાયા; લુચ્ચા કેશ યૌવન વેરો, તજી સંસારની માયા. પૂછે રાજા શ્રેણિક મુનિને, કિમ લુમ્યા તમે કેશ; યૌવને વૈરાગ્ય કહેા કેમ લીધા, દીસા છે. લઘુ વેશ. તરુણપણે તરુણી કાં છડી ? એ માયા કાં મડી ? કંચનવરણી કાયા દડી, એ શી કીધ ઘડી ? ચ ૧ ૨૦૨ ચ૦ ૩ રૂપવંત તુ. ગુણવંત દીસે, સુંદર તુમ આકાર; રાશિ સમ વદન વિરાજે તાહર, નયન પંકજ અનુહાર. ચં૦ ૪ ન જોબન ફળ લાહા લીજે, કીજે બહુલા ભેગ; સપતિ સાર દાનમાં દીજે, અવસરે લીજે યોગ, કુકુ ખતણા માહ કિમ મૂકયા ?, કિમ મૂકયા ધન પિરવાર ? કવણુ નગરના કહે। તુમે વાસી ?, કિમ લીધેા સંયમભાર ? ચંહું ૨૦ ૫ સયલ લક્ષણ તુમ અંગે નિરખ્યાં, અવગુણ એક ન દીઠા; કૃપા કરી યાગીસર સાચા, ઉત્તર ધો મુજ સીઠા ચપક તરૢ તળે મુનિવર દીઠા. ૭ Page #450 -------------------------------------------------------------------------- ________________ અનાથી મુનિ : [૪૩૩] ધ્યાનમગ્ન સાધુ, રાજવીના પ્રશ્નથી ધ્યાનથી વિરામ પામ્યા અને પ્રશ્નકાર મહારાજા સામે જ્યાં પ્રસન્ન વદને કંઈ કહેવાની શરૂઆત કરે છે ત્યાં તો વાચકને ગયા અંકમાં વર્ણવી તેવી રુષ્ણશામાં અમાપ પીડા અનુભવતો કેશામ્બી નગરીને પેલે મેજી કુંવર સ્મૃતિપટમાં તાજે થાય છે. બરાબર અવલોકન કરવાથી ખાત્રી થાય છે કે એ કુમાર જાતે જ સાધુતાનો પવિત્ર સ્વાંગ સજી સામે ખડે થયે છે. તરત જ મન શંકાના હિંચોળે ચડે છે. જે યુવાન એક વેળાએ મુનિવચન પર મજાક ઉડાવતો હતો, જે યુવાન બીજી વેળા અતિ દારુણ દુઃખમાં તરફડતો હતો તે અચાનક ત્યાગના પંથે કેવી રીતે ચડડ્યો ? પણ શંકાના ચકાવે ચડવાની જરૂર રહેતી જ નથી. શ્રેણિક મહારાજના પ્રશ્નના ઉત્તરરૂપે એને પૂર્વ ઈતિહાસ સ્વમુખે. ઉકેલાય છે. એકચિત્તથી એનું શ્રવણ કરતાં જ શંકાનું નિરસન સ્વયમેવ થઈ જાય છે. કવિશ્રી સમયસુંદરજી એ વાત નિમ્ન સજઝાયમાં રજૂ કરે છેશ્રેણિકરાય ! હું રે અનાથી નિગ્રંથ, તિણે મેં લીધે રે સાધુજીને પંથ. શ્રેટ ૧ ઈણે કે સાંબી નયરી વસે, મુજ પિતા પરિગળ ઘન્ન; પરિવાર પૂરે પરિવર્યો, હું છું તેહને રે પુત્ર રતન્ન. શ્રેત્ર ૨ એક દિવસ મુજને વેદના, ઉપની તે ન ખમાય; માતપિતા છૂરી રહ્યાં, પણ કિણહી રે તે ન લેવાય. છેવ ૩ ગોરડી ગુણમણિ રડી, ચેરડી અબળા નાર; કેરડી પીડા મેં સહી, ન કેણે કીધી રે મારી સાર. ૪ બહુ રાજેદ્ય બેલાવિયા, કીધલા કેડી ઉપાય; બાવનાચંદન ચરચિયા, પણ તેહી રે સમાધિ ન થાય. છેવ પ ૨૮ Page #451 -------------------------------------------------------------------------- ________________ [ ૪૩૪ ] પ્રભાવિક પુરુષા : જગમાં કે કેતુના નિહ, તે ભણી હું રે અનાથ; વીતરાગના ધર્મ સારિખા, નહિ કોઈ બીજો રે મુક્તિના સાથ. શ્રે૦ ૬ જો મુજ વેદના ઉપશમે, તે લઉ સંયમભાર; ઈમ ચિંતવતાં વેદના ગઇ, વ્રત લીધું મે હર્ષ અપાર. શ્રે૦ ૭ કર જોડી રાય ગુણ સ્તવે, ધન્ય ધન્ય એ અણગાર; શ્રેણિક સમકિત તિહાં લહ્યો, વાંદી પહેાતારે નગર મેઝાર. શ્રે૦ ૮ મુનિ અનાથી ગાવતાં, ત્રુટે કર્માંની કાડી; ગણિ સમયસુંદર તેહના, પાય વરે એ કર જોડી. શ્ર૦ ૯ “ મુનિરાજ ! સંસારમાં આધિ, વ્યાધિ ને ઉપાધિરૂપ ડાકિનીત્રયના ભેટા સા કાઇને થાય છે. તમને પણ એના કડવા અનુભવ એક રાત્રિમાં થઇ ગયા. એટલાથી કાયર મની તમે એ બધુ છેડી બેઠા એ તેા આશ્ચર્ય કહેવાય. એવા દુ:ખગર્ભિત વૈરાગ્યથી સંયમને સાચે રંગ ન બેસે. કર્મ વશાત્ એ રીતે તમને આકરી પીડા અનુભવવી પડી અને તેથી અકળાઇ તમે આ પગલુ ભર્યું...! પણ હજી કઇ માડુ નથી થયુ. તમારા સુખની અને મનગમતા વિલાસની જવાબદારી હું મારે શિરે લઉં છું. તમે અનાથ નથી બની ગયા. તમારી સુખ-સગવડને ભાર મેં ઉપાડવાના નિશ્ચય કર્યો હાવાથી તમે સનાથ છે. ” “ મગધેશ ! શું તમે મારા નાથ બનવા માંગેા છે ? આપ શુ વદી રહ્યા છે! એને કઈ આપે વિચાર કર્યા છે ખરા ? નાથ અર્ધું હું મુનિવર હારો, એના અર્થ વિચારો નાથ અછે કોઇ ત્હારે રાજા ? મેટ્યા મેલ અવિચાર્યું. ર૦ ૧૩ નાથતણા અરથ જો જાણા, તા થાએ મુજ નાથ; નાથ નહિ કોઇ નૃપ તમારે, બાવળ દ્યા છે માથ. ર૦ ૧૪ * મુનિશ્રી રામવિજયકૃત એગણત્રીશ ગાથાવાળી અનાથી મુનિની સજ્ઝાયમાંથી આ બે ગાથાએ ઉષ્કૃત કરેલી છે. Page #452 -------------------------------------------------------------------------- ________________ અનાથી મુનિ : [૩૫] “ રાજનતમારી જાત પર જ તમારી સત્તા ચાલતી નથી ત્યાં તમે બીજાના રક્ષણહાર કેવી રીતે થઈ શકવાના? કાયાપિંડ કાચના વાસણ જે ક્ષણવિધ્વંસી છે, તેની આપને ખબર તો છે ને ? એક ટકરે એને કડડભૂસ થતાં લેશ માત્ર વિલંબ નથી થતો, એ આપ જાણતા જ હશે. તમારા આ દેહરૂપી પિંજરમાં જે હંસલે છે એ કઈ વેળા ઊડી જશે તેની જ્યાં તમને જ ખબર નથી ત્યાં તમે બીજાનું સનાથપણું કેવી રીતે સ્વીકારવાના ? જે પોતે અશક્ત ને પંગુ છે તે અન્યને સશક્ત કે સમર્થ કઈ રીતે બનાવી શકવાના? જરા શાંતિથી વિચાર કરોજ્ઞાની અને સંતપુરુષોનાં વચને યાદ કરો – चेतोहरा युवतयः सुहृदोऽनुकूलाः, सद्बांधवाः प्रणयनम्रगिरश्च भृत्याः । गर्जन्ति दन्तिनिवहास्तरलास्तुरगाः, संमीलने नयनयोने हि किश्चिदस्ति ॥ १॥ મનને હરી લેનારી યુવતીઓ કે વિચારને અનુકૂળ મિત્રો, નેહી બાંધ અને નમ્રપણે આજ્ઞા ઉઠાવનાર નેકરે, ઉન્નત દંકૂશળવાળા હાથીઓ કે ચપળ ઘોડાઓ--અથાત્ એ પ્રકારની અદ્ધિસિદ્ધિ જ્યાં આંખ મીચાઈ ગઈ કે જરા માત્ર ઉપગની નથી.” અરે ! આંખ મીંચાવી તો દૂર રહી પણ જ્યાં કાયા રે ભરાણું કે એ નહિવત્ થઈ પડે છે. સંસારનાં સુખ તેથી જ આપાતરમણીય કહેવાયાં છે અને તેટલા ખાતર જ તેની તુલના કિપાકવૃક્ષનાં ફળ સાથે કરાય છે. રાજન ! પ્રભુશ્રી મહાવીર દેવનું વચન-નિત્યે સવારે મારિ સરું થાનમ્ ા છે તેને કેમ વીસરી જાઓ છો ? શા સારુ નીચેના લેક પ્રતિ દુર્લક્ષ્ય દાખવી સનાતાને દાવો કરી રહ્યા છો ? भोगा रोगप्रदा ज्ञेया, यौवनं क्षणभंगुरम् । संध्यारागाभ्रछायेवा-नित्यं संसारचेष्टितम् ॥ १ ॥ Page #453 -------------------------------------------------------------------------- ________________ [૪૩૬ ] પ્રભાવિક પુરુષો : यत्प्रातस्तदिनार्धे न, यदिनार्धे न तनिशि । यनिशि तनिशीथे न, संसारोऽनित्य एव हि ॥ २ ॥ રાજવી! કંઈ દુઃખના કંટાળાથી પ્રવ્રજ્યા નથી સ્વીકારી. જ્યારે મારી અસહ્ય પીડામાં કઈ ભાગ ન પડાવી શક્યું ત્યારે મને પ્રાતઃકાળે વિદાય થયેલા પેલા મુનિરાજનાં વચને સાંભર્યા. એ પાછળ જે અસીમ રહસ્ય છુપાયું હતું તેને સાચો ખ્યાલ એ વેદનાની આંધિ વચ્ચે જ આવ્યા. એ વેળાએ સમજાયું કે જીવને એકલાને જ પોતે કરેલાં કર્મો ભેગવવાં પડે છે. એ વેળા વહાલામાં વહાલી પ્રેયસી કે પ્યારામાં પારો મિત્ર પણ લાચાર બને છે. એ ઘડ બરાબર મગજમાં બેઠી ત્યારે મને ભાન થયું કે માનવજીવન પામ્યાનું સાર્થકય આ વિલાસ મગ્નતામાં નથી સમાયું. પેલા અનગારે જે માર્ગ લીધે છે એ જ સાચે માર્ગ છે કે જે દ્વારા સ્વાર્થ અને પરમાર્થ ઉભય સધાય છે. હે રાજન ! મને અચાનક વિચાર ઉદ્દભવ્યું કે “જે આ મહાવ્યથામાંથી હું છૂટું તો અવશ્ય એ શ્રમણના પંથને સાથીદાર બનું.” આ પ્રકારની તરંગમાળામાં મારી આંખ મળી ગઈ અને જ્યારે આંખ ઊઘડી ત્યારે પ્રાત:કાળનાં ચેઘડી વાગી રહ્યાં હતાં. નેત્ર સામે જ ગઈ રાતની આંધિના ઉકાપાતો મેજૂદ હતા એટલે આખી ય વાત સ્મૃતિપટમાં તાજી થઈ. આશ્ચર્ય એટલું જ થયું કે જે કષ્ટ વૈદ, હકીમેના ઈલાજેથી કે મંત્રતંત્રના પ્રયોગોથી નહાતું નાશ પામ્યું તે મારા માનસિક નિશ્ચય પછી સદંતર અદશ્ય થઈ ગયું હતું. મારું મન પોકાર પાડતું હતું કે મારે એ નિશ્ચય જ મને શય્યામાંથી ઉઠાડવામાં સહાયભૂત થયો છે. મનચંગા તો કથરોટમાં ગંગા” એ ઉક્તિ પાછળ જે કંઈ સત્ય હતું તે મારી વહારે આવ્યું. મેં પણ મારે એ નિરધાર Page #454 -------------------------------------------------------------------------- ________________ અનાથી મુનિ : [૪૩૭] સર્વ સ્વજન સન્મુખ દઢતાથી રજૂ કર્યો. કુટુંબીજનેએ સંસારમાં રહેવા ઘણે આગ્રહ કર્યો પણ સંસારને જેને પ્રગટ અનુભવ થયે છે એવો હું સંસારમાં રહ્યો નહીં. મગધના સ્વામી! એ અનાથી તે હું પોતે જ. ધરણીતળ પર મારે નાથ બની સધિયારે આપનાર મને તો ન જડ્યો, પણ હું હિંમતપૂર્વક કહું છું કે તમારા સરખા મોટા માંધાતાને પણ મળનાર નથી. એ યથાર્થ સત્ય પૂર્ણપણે પિછાની લઈને જ તીર્થકર દેવો સંસારને છેલ્લા નમસ્કાર કરી મેક્ષના માગે વિદાય થઈ ગયા છે. ” મુનિરાજ ! મને ક્ષમા કરો. મેં આપ સરખા ત્યાગીને પ્રલોભન બતાવી ત્યાગધર્મથી પાડવા જે પ્રયાસ સે તે માટે હું મિથ્યા દુષ્કૃત દઉં છું. આપ સાચું સમજ્યા છો અને આપે જ આજે મને અનેરું સત્ય સમજાવી મારાં જ્ઞાનનેત્રો ઊઘાડ્યાં છે. આપને મારું નમન છે.” અનાથી મુનિની સઝાયની છેલ્લી બે ગાથામાં કહ્યું છે કેશ્રેણિક રાજાએ હાથ જોડીને અનાથી મુનિના ગુણની સ્તવન કરી. શ્રેણિક રાજા અહીં સમતિ પામ્યા ને ગુરુને વાંદીને સ્વસ્થાને ગયા. અનાથી મુનિના ગુણ ગાવાથી કોડેગમે કમ તૂટે–નાશ પામે. સઝાયના કર્તા સમયસુંદરગણિ કહે છે કે હું એ મુનિને બે હાથ જોડીને પ્રણામ કરું છું.” આ કથાનક સાથે પાંચમા ગુચ્છકનું ચોથું પુષ્પ પૂર્ણતાને પામે છે અને પરમાત્મા શ્રી મહાવીરદેવના સમયના પ્રભાવિક પુરુષોની જે માળા જી હતી તે આ વિશમાં કથાનક સાથે સંપૂર્ણ થાય છે. Page #455 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર પ્રભાવિક પુરુષ માં પ્રાંતભાગે અનાથી મુનિનું કથાનક આવ્યું છે એટલે શ્રી જૈન ધર્મ પ્રકાશ માસિકમાં એ સંબંધી લખાણ ચાલુ હોવા છતાં આ ભાગ પૂરતી એની સમાપ્તિ થાય છે. એ વેળા કેટલુંક સ્પષ્ટીકરણ કરવું વ્યાજબી ધાર્યું છે. જો કે એ સંકલના પાછળ લેખકને આશય કેવા પ્રકારનો છે એ વાત ચાલુ ભાગની શરૂઆતમાં “ભૂમિકા ” ના મથાળા હેઠળ નિર્દિષ્ટ કરવામાં આવેલ છે તેમ જ શરૂ થતાં નવા ગુચ્છકમાં પણ એ સંબંધી ચેખવટ કરેલી છે, છતાં જ્યારે એ કથાનક ગ્રંથરૂપે પ્રગટ થાય છે ત્યારે જરા વિસ્તારથી એનું અવેલેકન કરી જઈએ કે જેથી સારીય ‘માળાના મણકા યાને ગુચ્છકોનાં પુષ્પો” સંબંધમાં સ્પષ્ટ ખ્યાલ વાંચકના મનેપ્રદેશમાં અંક્તિ થઈ જાય. ભરતેશ્વર બાહુબલિ વૃત્તિ” નામને શ્રી દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફંડ તરફથી પ્રગટ થયેલ સંસ્કૃત ગ્રંથ વાંચતાં એ કથાનકોને ગુજરાતી ભાષામાં ઉતારવાનો મનોરથ ઉદ્દભવ્ય પણ એ જે કમમાં અંકિત થયેલાં છે, કિવા રાત્રિપ્રતિક્રમણ વેળા સજઝાયરૂપે આપણે જે ગાથાઓ દ્વારા સ્મરણ કરીએ છીએ તે ક્રમ ચાલુ રાખવો ઉચિત ન જણાયા કેમ કે ખરી રીતે એ નામે સમયને કેમ રાખ્યા વિના કેવળ સ્મરણ કરવાની દષ્ટિએ જ ગાથાબદ્ધ કરાયેલાં છે અને વૃત્તિકારે ગાથાનો અનુકમ ધ્યાનમાં રાખી ચરિત્રનું લેખન કરેલું છે. મારા અભ્યાસ પ્રમાણે મેં એ ચરિત્રને ત્રણ વિભાગમાં વહેંચવાનું નક્કી કર્યું. એ વિભાગે નિમ્ન પ્રકારે દોર્યા. (૧) પ્રથમ Page #456 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : [ ૪૩૯] વિભાગ--શ્રી મહાવીર પ્રભુ પૂર્વે થયેલ મહાપુરુષોના ચરિત્રનો. (૨) બીજો વિભાગ-શ્રી મહાવીર પ્રભુના જીવન સમયમાં વર્તતાં મહાપુરુષોના ચરિત્રોને અને (૩) ત્રીજે વિભાગ–શ્રી મહાવીરપ્રભુના નિર્વાણ પછી થયેલાં મહાપુરુષોના ચરિત્રનો–એ સાથે ધારણું એવી રાખી કે દરેક વિભાગમાં વીશ કથાનકોનો સમાવેશ કરો. વૃત્તિના કથાનકને ઉપર્યુક્ત રીતે વહેચતાં વિભાગ માટે નિયત કરાયેલ સંખ્યામાં ખોટ પડવા માંડ્યો એટલે એની પૂરવણી, વિભાગનો સમય ધ્યાનમાં રાખી, ચાલુ ચરિત્ર સાથે બંધબેસતા આવે તેવા બીજા મહાપુરુષોના ચરિત્રથી કરી. આમ કરવામાં વૃત્તિના કથાનક સાથે કઈ કઈ સ્થળે વધઘટ કરવી પડી છે પણ એમ કર્યા વિના ચાલે તેમ નહોતું એ કબૂલવું વ્યાજબી માનું છું. એ ઉપરથી એક જ વાત પ્રતિ વાચકનું ધ્યાન ખેંચવાનું છે અને તે એ જ છે કે–ભરતેશ્વર-બાહુબળી સઝાયમાં જે મહાત્માઓના નામ સ્મરણ કરાયેલ છે અને વૃત્તિકારે જેમને માટે ચરિત્ર-ગૂંથણું કરી છે એ ઉપરથી મને કથા આલેખન કરવાનો ભાવ પ્રગટ્યો, છતાં મારા આલેખનમાં નથી તો ઉક્ત વૃત્તિમાં કહેલા ચરિત્રનું અક્ષરશ: ભાષાન્તર કે નથી તો એ માટે નિશ્ચિત કરેલું રેખાંકન. મારી ચક્ષુ સામે વૃત્તિકારના ઉલ્લેખો હોવા છતાં મેં એ સિવાયના બીજા પુસ્તકમાંથી ગ્રહણ કરવા જેવું અથવા તો રસસામગ્રી પૂરવા જેવું કાર્ય ઉઠાવ્યું છે. વળી મારી સ્વેચ્છા મુજબ એની રજુઆત કરી છે. એ માટે વૃત્તિકાર કે ભાષાંતરકારને કમ જાળવવામાં આવ્યો નથી. પ્રથમના વિશ કથાનકે કે જે જૈન સસ્તી વાંચનમાળામાં જેનેના પ્રભાવિક પુરુષ” તરિકે પ્રગટ થઈ ચૂક્યાં છે તે વાંચી જોતાં મારે એક રાહ સામાન્ય રીતે સાચો લાગશે. અલબત્ત, એ કાળે મારે કલમ ચલાવવાનો પ્રયાસ પ્રારંભિક હેવાથી, તેમ જ વાંચનમાળાની પદ્ધતિ ધ્યાનમાં રાખી લેખનકાર્ય Page #457 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪૦ ] પ્રભાવિક પુરુષા : કરવાનું હાવાથી, કથાનકાને સ ંક્ષેપવાની છૂટ લીધી હશે પણ એને વિકસાવવા કિવા એમાં દેશકાળને અનુરૂપ સંભાર ભરવા ભાગ્યે જ પ્રયત્ન કર્યો છે. " એ પ્રકાશન પછી તે ઘણું! સમય વહી ગયેા. દરમિયાન ભારતવર્ષ ના સુવિખ્યાત લેખકેાની—ખાસ કરી નવલકથાકારોએવા શ્રો શરદબાબુ, શ્રી પ્રેમચંદજી અને શ્રી રમણલાલ દેશાઇ આદિની કૃતિઓ વાંચવામાં આવી. એમાં સમાયેલ ચમત્કૃતિની છાપ મગજ પર બેઠી. પુન: અધૂરા મનેરથને પૂરા કરવાનુ મન થયું અને એથી જ પ્રભાવિક પુરુષા 'ના શીષક હેઠળ ૮ શ્રી જૈનધર્મ પ્રકાશ માસિક ’માં લેખમાળા આરંભી. ઉપર વધુ વેલા વિદ્વાન લેખકેાની વાણી પીવા માત્રથી એછી જ તેમના સરખી શક્તિ કે રસ ખીલવણી પ્રાપ્ત થઇ શકે ? છતાં એકડે એક શિખતાં-નવા નિશાળીઆની જેમ કથાપ્રસંગને જૈન સાહિત્યમાં જે રીતે વર્ણવવામાં આવે છે એ પદ્ધતિથી નહિ પણ ચાલુ સમયની નવલિકાઓની રશમથી રજૂ કરવાની રીત આરંભી–સારા ય વૃતાન્તને બે, ત્રણ, ચાર કે તેથી વધુ કકડામાં વહેંચી દઈ, વાચકની જિજ્ઞાસા સતેજ કરે, નવા વાંચન માટે તાલાવેલી પ્રગટે, તેવી રીતે આલેખન આરંભ્યું. પ્રગટ થતાં ભાગ ખીજા માટેને આ સ ંક્ષિપ્ત ઇતિહાસ અહીં સમાપ્ત કરી એમાં જે મહાપુરુષાના રેખાચિત્રા દેારેલાં છે એ સબંધમાં ઘેાડી વિચારણા કરીએ. ચાલુ ભાગના વીશ કથાનકાની એક સળ ંગમાળા કલ્પી, એના પાંચ ગુચ્છક નિયત કરી દરેકમાં ચાર ચાર પુષ્પારૂપે એની વહેચણી કરી છે. ગુચ્છકના પુષ્પાની પસંદગી પરત્વે, ભિન્નભિન્ન દૃષ્ટિબિન્દુઓથી સંબંધ જોડવામાં આવ્યા છે. પ્રથમ ગુચ્છકમાં ચાર શ્રેષ્ઠીઓની પસંદગી કરવામાં આવી છે જેમાંના ત્રણ તા એક સરખા સત્પાત્રદાનના મહિમાથી જ સુવિખ્યાત બનેલાં છે. Page #458 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : [૪૧] જ્યારે ચોથાના જીવનમાં સુપાત્ર પ્રત્યેની હાંસી કે ભાગ ભજવે છે એ બતાવવામાં આવ્યું છે. ચારેના જીવનમાંથી કેટલાક રોચક પ્રસંગોને ઉચકી લઈ વસ્તુગૂંથણ કરી છે અને એમાં દેશકાળના કેટલાક ચર્ચાસ્પદ પ્રશ્નોને વહેતા મૂકવામાં આવ્યા છે. બીજા ગુચ્છકમાં પ્રથમના જે નથી તે વિસ્તાર કે નથી તે લાંબી પ્રસંગમાળા. ટૂંકા–ટચ શબ્દમાં જીવનરહસ્ય ઉકેલાય છે અને એમાં ભરેલી સેરભ તરફ પથરાય છે. થોડા સમયમાં આત્મિક જ્યોત જગવનારા આ મહાત્મા સાચે જ થોડામાં ઘણું કહી દેખાડે છે. એમાંથી જ વશમી સદીમાં ભારતવર્ષમાં જે સુદર્શન ચકનું મહત્ત્વ એક મૂઠી હાડકાના સંતના મુખે વારંવાર સંભળાય છે એ સુદર્શન ચકનું મૂલ્યાંકન કરવાની રીત સાંપડે છે. અનાર્ય દશા પ્રયાસ કરવાથી ખંખેરી શકાય છે અને ચાર કાયમને સારુ “ર” રહેવા નથી સરજાયે. સદ્દગુરુના સમાગમથી ડાકુ, ચેર કે હત્યારાના જીવનમાં પણ સુધારણા થઈ શકે છે એ ઉમદા સત્યનું દર્શન દઢપ્રહારીનું ઉદાહરણ કરાવે છે. ત્રીજ ગુચ્છકના ચારે રાજાઓ વાંચકને સાચે નવી સૃષ્ટિમાં લઈ જાય છે. એમને લગતો વૃતાંત જે ઢબે આ પુસ્તકમાં આલેખાયે છે એ અન્યત્ર જેવાથી નહિ મળે. દશાર્ણભદ્ર કરતાં કરકંડુનું ચરિત્ર કંઈ નવો જ ભાસ કરાવશે. ચાલુ કાળને માનનીય એવા સિદ્ધાંતો નવા જ લેબાશમાં રજૂ કરશે અને એક કરતાં વધુ પ્રસંગેમાં જૈન દર્શન ઈતર દશનેથી કેટલું આગળ જાય છે એને સહજ ભાસ કરાવશે. ચોથા ગુચ્છકમાં શ્રેણિક મહારાજાના પુત્ર સંબંધી વિચારણા કરી છે. એમાં પણ જે પુત્ર સંબંધી જૈન કથાનકમાં સવિશેષ હકીકત સંભળાય છે અને જેઓના જીવનનો અંત આત્મસાક્ષાત્કારમાં પરિણમ્યો છે એમના જ કથાનકે આલેખ્યા છે. Page #459 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪૨ ] પ્રભાવિક પુરુષા : બીજા ગુચ્છકમાં જેમ શાલ-મહાશાલરૂપ મ યુગલની વાત સાથે કહેવાઇ છે તેમ આ ગુચ્છકમાં હલ્લ—વિહલ્લની વાત સાથે લીધી છે. એ જોડલી જ એવી છે કે એમાંથી એકને જુદા પાડી શકાય નહિ. અભયકુમારના ચરિત્રમાંથી માત્ર જરૂરપૂરતા જ પ્રસંગેા ઉચક્યા છે. બાકી તેમનું ચિરત્ર ખીજા પુસ્તકામાં વિસ્તૃત અપાયેલ દષ્ટિગાચર થાય છે. નર્દિષણના વૃત્તાન્તમાં વેશ્યા સાથેના જે પ્રસંગ વિસ્તૃત કરવામાં આવ્યે છે અને ઉભય વચ્ચે જે જાતના વાર્તાલાપ ચેાજવામાં આવ્યા છે એમાં મારા મન ઉપર પડેલી ૨. વ. દેશાઇકૃત ‘પૂર્ણિમા’ નામની નવલકથાની છાપ સિવશેષ ભાગ ભજવે છે. એ જ કથાનકમાં તાપસ અને શ્રમણુરૂપ સંસ્થાઓના ત્યાગ અને આચરણમાં કેવી ભિન્નતા વતે છે એના પણ ટૂંકમાં કંસારા કરાયેલ છે. આમ કથાનકના પ્રસગાલેખનમાં મૂળ વાતને જરા પણ ક્ષતિ ન પહોંચે એ મુદ્દો ધ્યાનમાં રાખી, વિવિધ રંગપુરણીમાં લેખિનીને છૂટથી વિચરવા દીધી છે. છેવટના ગુચ્છકમાં યાને પાંચમા ગુચ્છકમાં જે ચાર કથાનકાનું આયેાજન કર્યું છે એમાં એકલા સુદર્શન શેઠ જ ભરતેશ્વરની સાયના પાત્રરૂપ છે; બાકીના પુણિયા શ્રાવક, ચેડા મહારાજા અને અનાથી મુનિના કથાનકા મેં સ્વત: જૈન કથાનકાના વિશાલ સાગરમાંથી ઉપાડી લાવી અત્રે માળાના ખૂટતા મણકામાં જોડી દીધા છે. પુણ્યશ્રાવકના વૃતાન્તને વિસ્તૃત કરવામાં—એ સમયના ણિક સમાજનું–અને આત્મકલ્યાણાર્થે કરાતી ક્રિયાનુ તેમજ એની સાથેાસાથ અતિપ્રવૃતિના ધામરૂપ સ્થાનમાં અતિ લક્ષ્મીના વિલાસેા નજર સામે અનિશ જોવા છતાં આત્મા ધારે તે નિલે પ દશા અનુભવી શકે છે એ ઉમદા સત્યનું ચિત્ર દોરવા યત્ન સેવ્યો છે. વળી ઇતર દનકારે! જેમ માને છે કે એકની કરણીનું ફળ બીજાને લાભદાયી થઈ શકે છે એ મતન્ય Page #460 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : [૪૪૩ ] કેવું લૂલું ને પાંગળું છે એ દર્શાવવા પણ પ્રયાસ કર્યો છે. એ રીતે એક નાનકડા જીવનપ્રસંગને યથાશક્તિ વિકસાવ્યો છે અને જેન સાહિત્યના એક અમર મહાજનને–વાર્તા સાહિત્યના એક અનુપમ કુસુમને-હાર્દિક અંજલિ અપી છે. શ્રેષ્ઠી સુદર્શનને શિયળમહિમા સૂચવતું કથાનક આમ તો આબાળવૃદ્ધના મુખે રમતું ગણાય, છતાં ચાલુ કથાપ્રવાહમાં એને જે રીતે રમતું મૂક્યું છે અને જુદા જુદા પુસ્તકમાં વિખરાયેલા એના અંશોને સંગ્રહી એક સર્વાગપૂર્ણ ચિત્ર તરિકેનું આલેખન રજૂ કર્યું છે એ વાચકવર્ગને પ્રેરણાદાયી ને સંતોષદાયી તો બનશે પણ એ ઉપરાંત ઈતિહાસની સાંકળને બંધબેસતું પણ થઈ પડશે. ચેડા મહારાજાના પ્રસંગમાં મંગળાચરણના શ્રી ગણેશાય કરતાં પૂર્વે-“ઉત્તર હિંદુસ્તાનમાં જૈન ધર્મ” નામના પુસ્તકને ઉતારો આપી ઇતિહાસની જે મજબૂત પીઠિકા બાંધી છે એ ચિત્રમાં આવતાં અન્ય પ્રસંગ કરતાં પણ અતિ મહત્ત્વ છે. ચાલુ પ્રવાહમાં તો માત્ર ગણત્રીનાં જ દશ્યો સિનેમાના ચિત્રપટ માફક આવે છે અને અદશ્ય થાય છે, પણ એ ઉપરથી પુરાતવરસિક અને ઐતિહાસિક ઈમારતના ચણતર કરવાવાળાઓ ધારે તો ઘણું નિપજાવી શકે એવો કિમતી મશાલે આ રાજવીના વૃત્તાન્તમાં-ગણુના આ નાયકના જીવનમાં-ભર્યો છે. આ કથામાં અવસર્પિણી કાળના એક મહાયુદ્ધનું જોડાણ થયું છે. ચાલુ કાળના વિશ્વયુદ્ધની જે દારુણ ને ધૃણાજનક હકીકતો સંભળાય છે એ ઉપરથી હિંસાના અંતિમ પરિણામ સ્વરૂપ ઘોર સંગ્રામમાં કેવી સત્યાનાશની હોળી ભભુકતી હોય છે અને એની જવાળા વિસ્તાર પામતા કે સર્વનાશ નેતરે છે એ વાત સ્મૃતિપટમાં તાજી થાય છે. “સારે નામ કે અરે નામ” એ ઉક્તિ અનુસાર શ્રેણિક મહારાજના જે એક પુત્રનું વૃત્તાન્ત અગાઉના ગુચ્છકની મર્યાદામાં આવ્યું નહોતું તે અહીં દેખા Page #461 -------------------------------------------------------------------------- ________________ [૪૪૪] પ્રભાવિક પુરુષ : દે છે. અજાતશત્રુ ઊકે કેણિક એ મહારાજા શ્રેણિકને ગાદીવારસ સાચે જ પરાક્રમશાલી અને ગણનાપાત્ર રાજવી ગણાય. એના જીવનની નોંધ જૈન અને બૌદ્ધ સાહિત્યમાં સંગ્રહેલી દષ્ટિગોચર થાય છે. અફસોસ એટલો જ કે એણે શક્તિને વ્યય એવી ઊલટી રીતે કર્યો કે જેથી એનું નામ પ્રાત:કાળે સ્મરણ કરવા ગ્ય મહાત્માની યાદીમાં ન મૂકી શકાય, છતાં ચેડા મહારાજાના કથાપ્રસંગમાં એની થોડી વાત આવી જાય છે. અનાથી મુનિનું જીવન એ સંસારની ક્ષણભંગુરતાના તાદશ્ય ચિત્રની રજુઆત કરતા દશ્ય સમ લેખી શકાય. સંસારી જીવન કરતાં શ્રમણજીવનની સૌરભ કઈ રીતે ચઢી જાય છે એ એમાં બતાવ્યું છે. દુનિયામાં સારો માલિક યાને શરણ લેવા જે નાથ મળે તેમ છે જ નહીં એ ટૂંકાક્ષરી મુદ્રાલેખ એ આ બીજા ભાગના પૂર્ણબિન્દુ સમાન છે. ચાલુ ગ્રંથની સામગ્રી સંબંધમાં એના પ્રાંતભાગે આપેલ આ ઉપસંહાર રચનાની સારી ય પરિસ્થિતિ ઉપર વિદ્યુતશક્તિદ્વારા ફેંકવામાં આવતાં “સર્ચલાઈટ” ની ગરજ સારશે. પ્રથમ ભાગ કરતાં આ ભાગ તદ્દન જુદી પદ્ધતિને લાગશે. એ જ પ્રકારે એમાંનાં દરેક જીવનચરિત્ર જૈન કથાનકના અભ્યાસીને કે જૈન સાહિત્યનું અવગાહન કરનાર સાહિત્યસેવીને મન નવીન તો નથી જ પણ એને જે રીતે રજૂ કરવામાં આવ્યા છે અને એમાંના મુખ્ય પાત્ર સાથે અન્ય બાબતોના જે તાણા-વાણા વણુ દેવામાં આવ્યા છે એ જરૂર રેચક ને આહલાદજનક થઈ પડશે એમ મારું માનવું છે. કથાનિરૂપણમાં આ શૈલીનું સેવન મારે માટે નવું હોવાથી એમાં તૂટી રહી હોય એ સહજ છે. વ્યાકરણની ભૂલો કે ભાષાના દે તો છે જ એ હું સ્વીકારી લઉં છું. મારો આશય Page #462 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : [ ૪૪૫ ] તેા એટલેા જ હતા અને હજુ પણ છે કે આ પ્રયાસદ્વારા ઊગતી પ્રજાને જૈનધર્મના કથાનકેામાં રસ લેતી કરવી. કલ્પિત નવલિકાએ કે વર્તમાન કાળમાં પ્રગટ થતી નવલકથાએ જે અભિરુચિથી વંચાય છે એવી અભિરુચિ આ જીવનચરિત્રાના વાંચન પાછળ પણ એ પ્રજા દાખવતી થાય, તેા જ ઢીલા પડતા નૈતિક અધના-ઓસરતી જતી સયમી પ્રવૃત્તિઓ-પર કોંઇક કાપ પડે અને એ પાછળ સદાકાળ રમી રહેલ ઉમદા રહસ્યને પિછાનવાના ચેાગ સાંપડે. ઊગતી પ્રજામાં વાંચનની અભિરુચિ વિશેષ પ્રમાણમાં જન્મી ચૂકી છે પણ એ સાથે જો આપણી કાળજૂની સંસ્કૃતિનુ પાન નહિં કરાવવામાં આવે કિવા આપણા ધર્મના મુખ્ય અંગા દાન, શીળ, તપ અને ભાવ કે આપણી નીતિનાં મુખ્ય સૂત્રેા ત્યાગ અને સંયમસબંધમાં જરા પણ સમજાવવામાં નહિં આવે તે એ પ્રજાનાં જીવન સાચી સુવાસ વિનાના મની જશે. જ્ઞાનની વિપુળતા હશે છતાં એમાં સમ્યક્ શબ્દના અભાવ હાવાથી લવિા ભાજન સમ એ એસ્વાદી લાગશે. ક્રિયાનાં મૂલ્યાંકન ભાગ્યે જ જોવાશે. દુન્યવી સુખાભાસેામાં કે સાંસારિક વિલાસામાં એટલી હદે આત્માએ મુગ્ધદશા કેળવશે કે તેઓ માનવજીવનની સાર્થકતા વીસરી જશે અને આત્મશ્રેયના મુદ્દા પરથી લક્ષ્યહીન બનશે. આવું બનવા ન પામે. નવી પ્રજાનું આકષ ણુ આ પ્રાચીન વારસા પ્રતિ અન્ય અન્યું રહે એ ઉદ્દેશથી આ ચિત્રણ થયુ છે. એ કેટલું હેતુસિદ્ધ છે. એને નિર્ણય વાચકવર્ગના શિરે સોંપી વિરમું છું. 6 ઉપર મુજબ ચાલુ પુસ્તકને અંગે જે કંઇ વિચારવાનું હતું તે વિચારી ગયા, છતાં જૈનધર્મ પ્રકાશ માસિકમાં પ્રભાવિક પુરુષા' ના મથાળા હેઠળ કથાનકા ચાલુ હેાવાથી આ પુસ્તકના Page #463 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪૬ ] પ્રભાવિક પુરુષ : ત્રીજા ભાગમાં પીરસવામાં આવનાર સામગ્રી સંબંધમાં-એ પાછળ જે જાતની રેખા નિયત કરાયેલ છે અને જે કમ દોરવા ધારેલ છે તે સંબંધમાં થોડી વિચારણા કરીએ. - શ્રી મહાવીર ભગવાનના સમય પછી થયેલા મહાત્માઓના ચરિત્રો આપવા અને તે પણ વિશની ગણત્રીએ આપવા–એ જાતને ઉદ્દેશ મુખ્ય હોવા છતાં–વળી ભરતેશ્વર બાહુબલિની સજઝાયને નેત્ર સામે રાખી કામ ઉકેલવાની વૃત્તિ હોવા છતાં-એ શક્ય બનશે કે કેમ? એ પ્રશ્ન ઊભે જ છે. હવે જે ચિત્રાંકન કરવાનાં છે એમાં કથાનકની સામ્યતા કે મળતાપણું અગ્રભાગ નહીં ભજવે પણ એને સ્થાને પરંપરા જ જોર કરતી દષ્ટિગોચર થશે. સંખ્યા પણ વીશના આંકને વટાવી જાય એટલી બધી સામગ્રી નજર સામે પડેલી છે. જેમ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રના રચનાર કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્દ હેમચંદ્રસૂરિને તીર્થક-ચકવર્તી-વાસુદેવપ્રતિવાસુદેવ અને બળદેવનાં ચરિત્ર ઉપરાંત પરિશિષ્ટ પર્વની રચના કરવી પડી તેમ અહીં પણ શ્રી વીરપ્રભુની પાટ પરંપરામાં એવા પ્રભાવિક મહાત્માઓ થઈ ગયા છે કે જેમના જીવનવૃત્તો સંબંધમાં ન તો તદ્દન મૌન રહી શકાય કે ન તો એમને કમમાંથી પડતા મૂકી શકાય. એટલે વીશના આંકનો મોહ છોડ્યું જ છૂટકે, કિવા ભાગનો આંક લંબાવે જ આરો. આ તો અનાગત કાળની તરંગાવળી! એ ફળીભૂત થવાને આધારે માનવીના પ્રયત્ન પર કે દ્રઢ ઈચ્છાશક્તિ પર જેટલો અવલંબતો નથી એથી અધિક અવલંબે છે ભવિતવ્યતાના અકળ વિધાનમાં. “તેથી અલ પ્રાસંગિકેન” રૂપી પૂર્ણવિરામ મૂકવાનું ઉચિત લાગ્યું છે. માસિકમાં ત્રીજા ભાગની લેખમાળા આરંભતા જે પ્રસ્તાવના કરવામાં આવી છે એમાં એક વાત મુખ્યપણે તરવરે છે અને તે એ જ કે હવેને કથાનકે પાછળ ઈતિહાસનું જોર છે અને Page #464 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર : [૪૭] એ બનતા પ્રમાણમાં સંગ્રહિત કરીને જ વાર્તાવિસ્તાર કરવાને છે. એ વખતે વૃત્તિકારે ગમે તે કારણે સમ્રા ખારવેલ કે સમ્રાટું સંપ્રતિના ચરિત્ર બાકી રાખ્યા હોય છતાં અહીં એને ગ્ય સ્થાન ઐતિહાસિક અંકોડા જેડીને આપવું જ પડે. દેશ-કાળને અનુલક્ષી કલમને વહન કરાવવાની છે અને એ વેળા સાહિત્યસર્જનમાં જે જાતની પ્રગતિ દષ્ટિગોચર થાય છે એ ધ્યાનમાં રાખવાની છે. જૂની પદ્ધતિના ચરિત્રો આજે પણ વાંચવા હોય તો મોજુદ છે. એનું જ અક્ષરશઃ અવતરણ જેવાની તમન્ના જેમને હશે તેમને પ્રભાવિક પુરુષો વાંચવામાં જોઈતો રસ નહિં ઉદ્ભવે. કદાચ ગ્રહણ કરવાના સાર કરતાં ટીકા કરવાનો સંભાર વધુ પ્રમાણમાં જડશે. ગમે તેમ બને એ પ્રતિ ઉપેક્ષાવૃત્તિ દાખવી, ઈચ્છા તો એવી વતે છે કે મૂળ વસ્તુને ક્ષતિ પહોંચાડ્યા વિના, એ પાત્રોને વર્તમાનકાળની સૃષ્ટિમાં નાચતાં, રમતાં ને કૂદતાં બનાવવાં. એ સારુ ખપપૂરતા રંગ-રાગ કે આવશ્યકતા અનુસાર વાઘા કે શણગાર સજાવવા. અત્યાર સુધીનાં ચરિત્ર કે એ ઉપરથી સર્જાયેલ રાસા-કાવ્ય કે કથાનકમાં જે વાતને સારો સરખો પણ ન મળી શકતો હોય છતાં પ્રભુશ્રીના તત્વોને બારિકાઇથી વિચાર કરતાં–માનસશાસ્ત્રીના અભ્યાસ પ્રતિ મીંટ માંડતાં જે બનાવ વધુ પડતો ન જણાય કે જે જાતનું આલેખન વાંધાવાળું જ ગણાય, એ સર્વને કલ્પનાસૃષ્ટિમાંથી જન્માવવું અને ચરિત્રવર્ણન વખતે ગમે તે પાત્રના મુખેથી વહેતું કરવું, એ ભાવ મુખ્યપણે રાખીને જ કામ કરવું છે. જેમણે આ જાતની વૃત્તિ કેળવી હશે તેમને જ પ્રભાવિક પુરુષોનું ચિત્રણ ગમશે અથવા તે અમુક અંશે બેધપ્રદ કે આનંદજનક નિવડશે. દૂર જવાની જરૂર નથી. અત્યાર સુધીમાં જંબૂકુમાર અને પ્રભવસ્વામી નામના બે પટ્ટધરોનાં જીવનસૂત્ર જૈન ધર્મ પ્રકાશ” માસિકના અંકોમાં આવી ચૂક્યા છે. ત્રીજા Page #465 -------------------------------------------------------------------------- ________________ [ ૪૪૮ ] પ્રભાવિક પુરુષો : શષ્ય ભવસ્વામીનુ વૃત્તાંત ચાલી રહ્યું છે. એમાં નાગિલાના પાત્રથી માંડી ખુદ શય્યભવના પાત્ર સુધીમાં નિરીક્ષણ કરવામાં આવશે તા સહજ જણાશે કે કથાનકના વાણા–તાણામાં કલ્પનાને વિહાર વિનારાક–ટાકથી ચાલુ રહ્યો છે. છૂટ લેવામાં જરા પણ કચાશ રખાઇ નથી. અલબત્ત, એક વાત ધ્યાનમાં રાખેલી જ છે અને તે એ કે એ દ્વારા મૂળ પાત્રાનું વ્યક્તિત્વ કે ઐતિહાસિકપણું માર્યું ન જવું જોઇએ. એ દ્વારા ધર્મ-નીતિના જે નિયમા છે એને જરા પણ ક્ષતિ ન પહોંચવી જોઇએ. જૈનધર્મ પ્રકાશના અકામાં આ પ્રવાહ વર્ષોથી ચાલુ છે અને શ્રી જૈનધર્મ પ્રસારક સભાના વિદ્વાન્ ને વયેાવૃદ્ધ પ્રમુખ મહાશય તરફથી એ સબંધમાં લાલબત્તી ધરવાના પ્રસ ંગ હજી સુધી પ્રાપ્ત થયે। નથી એટલે અભિલાષા તા એવી છે કે- ચથાન્તિ સુમે યતનીયમ્ ’એ સૂત્ર અનુસાર લેખિનીને સ્વતંત્રતાથી વિચરવા દૈવી અને જૈન સાહિત્યના મહાત્માઓને જગતના ચાકમાં નવિન લેખાશમાં રજૂ કરવા. એ રીતે જૈન ધર્મોના અણુમૂલા તત્ત્વાની કિવા રહસ્યપૂર્ણ વિધિ-વિધાનેાની અથવા તા ઇતર દર્શીનથી જુદા પડતાં મતભ્યેાની વિચારણા કરવી. ભાવી કાર્યવાહીના આ ટૂંક ઇસારા સાથે ચાલુ ભાગના ઉપસ’હાર પૂર્ણ વિરામ પામે છે. Page #466 -------------------------------------------------------------------------- ________________ জী বলবি একাইছ না |