________________
[ ૩૩૬ ]
પ્રભાવિક પુરુષો : માફક નગરમાંથી વહી રહ્યાં. એ ઉત્સવમાં ખૂદ નરેશ પોતે પણ પ્રજા સાથે છૂટથી ભાગ લેતો. એ સમયે રાજા પ્રજા સહ ઓતપ્રેત બની અધિકાર વસ્તુ ભૂલી જતો. આવા મહત્ત્વના આનંદમાં ગેરહાજર રહેવાની પ્રજાજનને ખાસ મનાઈ હતી. કારણવશાત્ કેઈને રહેવું પડતું તો ભૂપાલની એ માટે પરવાનગી મેળવવી પડતી. ચતુર્દશી પર્વની આરાધનાના નિયમવાળા સુદર્શન શેઠને પષધની અનુકૂળતા રહે એ સારુ ઘેર રહેવાની છૂટ હતી. એ તક સાધી કામ કાઢી લેવાની યુક્તિ અભયા ને પંડિતાની જેડીએ ગોઠવેલી. એટલે નાદુરસ્ત તબિયતનું મિષ કાઢી રાણી અભયા પણ કૌમુદી મહોત્સવમાં ન ગઈ. એનું હૃદય તો કૈમુદીનો યથેચ્છ ઉપભેગ કરવા કયારનું આતુર બન્યું હતું, પણ નિશાના ઓળા ઊતર્યા વિના કાર્યસિદ્ધિ અશક્ય હતી. પંડિતા સુદર્શનનું કાયોત્સર્ગસ્થાન જોઈ આવી હતી અને શિબિકામાં એને ઉચકી લાવી યક્ષપ્રતિમારૂપે અંત:પુરમાં દાખલ કરી દેવાની પેરવીમાં પડી.
એ ઘટિકા આવી. અભયા પણ સેળ શણગાર સજી મનેરથની પૂર્તિ અર્થે આવાસગૃહમાં આવી ગઈ અને અ૫ સમયમાં જ શિબિકા આવી પહોંચી. કેવળ ધ્યાનમાં જ જે આત્મા લીન બન્યા છે એવા સુદર્શનના દેહને ઉચકી બહાર ઊભો કર્યો. પંડિતા અવસર ઓળખી વિદાય થઈ ગઈ. ત્યારપછી એ રંગમહાલય કે ચિત્રશાળામાં જેના અંગેઅંગમાં કામાગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો છે અને જેની દષ્ટિ કેવલ ઈષ્ટસિદ્ધિમાં એકતાર બની છે એવી રાણી અભયાએ, ચિરકાળ ક્ષુધાત મનુષ્ય જેમ ભેજન ઉપર તરાપ મારે તેમ શીધ્રગતિએ સુદર્શન શેઠના દેહને બાથમાં લીધે. જાતજાતની ચેષ્ટાઓ કરી. મદનને વેગ પ્રગટાવવા કંઈ કંઈ પ્રયત્નો કર્યા. ભેગ ભેગવવા ભાતભાતની વિનવણીઓ કરી, પણ અફસોસ ! મુખમાંથી એક હરફ સરખે ન તો બહાર પડ્યો કે ન તે જડ પાષાણસમાં દેહનું એક રૂંવાડું વિકસ્વર