________________
[ ર૪૨ ]
પ્રભાવિક પુરુષે : દીલિપસિંહજી તે શ્રેણિક ભૂપના ખાસ સુહદ હતા. ભાગ્યે જ એમની હાજરી વિના એક પણ મૃગયા કરવા મહારાજા નીકળ્યા હોય. માંસ આસ્વાદનની લહેજત વેળા દીલિપસિંહની વાણુ છૂટથી નાચી ઊઠે. એ સમયનું વર્ણન સાંભળતાં જ કવિની પંક્તિમાં એ મહાશયને મૂકવાનું મન થાય.
અહીં પણ ટાંકભર માંસની માંગણી શ્રવણ કરતાં જ, આવકાર સમયના હસતા મુખડા પર એકાએક વિષાદની કાલિમાં પથરાઈ ગઈ. વદન દીન બન્યું. “કઈ પણ રીતે–એ સારુ મનગમતું નજરાણું લઈને પણ–અન્ય કોઈને શોધી લ્યો એમ અચકાતા-અચકાતા ઉચાયું.”
મંત્રોજ ત્યાંથી પણ થેલીઓ ઉચકાવી, ભ્રમર માફક એક પુષ્પ પરથી બીજા પુષ્પ પર અને ત્યાંથી ત્રીજા પુષ્પ પર એમ મહારાજા શ્રેણિકના કેટલા ય સાથીઓ અને સલાહકારોના નિવાસમાં ફરી વન્યા. કાળજાનાં માંસ નિમિત્તે સંખ્યાબંધ સુવર્ણ મહારે યુક્ત થેલીઓરૂપી રસ ચૂસ્યા. આમ છતાં “સર્વ પદાર્થો કરતાં માંસ સસ્તુ છે ” એવી બડાશ હાંકનાર એક પણ ભાયાતે ટાંકભર માંસ કાપી ન આપ્યું. સર્વને સ્વજીવન વહાલું લાગ્યું.
બીજે દિવસે જ્યારે દરબારમાં બેઠક મળી ત્યારે મહારાજા શ્રેણિક તે સામે રાખેલી પાટ પર થેલીઓને ગંજ નિરખી, આભા જ બની ગયા. ઘડીભર લાગ્યું કે “ મહામંત્રી અભય આજે નિ:સંદેહ ગાંડ બની ગયું છે. તે વિના આ જાતનું પ્રદર્શન રચાવે!” તરત જ આવેશમાં આવી જ્યાં કારણ માટે પ્રશ્ન કરવા મુખ ખોલે છે ત્યાં તે અભયકુમારના શબ્દો કાને પડ્યા “મહારાજ ! ગઈકાલે આપે સર્વ ભક્ષ્ય પદાર્થોમાં માંસને સેંઘું ઠરાવેલું પણ ખરેખર તેમ નથી. આપ નજર સામે જોઈ લ્યો, સોનામહેને આ રાશિ માત્ર એક ટાંકભર