________________
ઉદાયન રાજર્ષિ :
[૧૮૩] હાવ સમાયે છે. આજે એ પર પડદો ઉચકવા હું તૈયાર નથી, છતાં ભાર મૂકી મારે કહેવું જોઈએ કે મારા માટે એ જીવનમરણને પ્રશ્ન છે. It is a question of life & death.”
સચિવશ્રેષ્ઠ! જ્યારે તારી ઉત્કટ સિદ્ધિ કે પ્રબળ સાધનાને તાર મારા જીવનપટ સાથે સંકળાયેલે ભગવાનના વાક્યથી પૂરવાર થાય છે ત્યારે એ જીવનમાં ડોકિયું કરવાને હું પણ તૈયાર જ છું. તારી દષ્ટિ મહાસાગર જેડે નેહગ્રંથીથી જોડાયેલ સિધુ સોવીર દેશ પ્રતિ ફેરવ. નૃપતિ ઉદાયનને તનમનાટ કરતા યુવાનીનો સમય અને રાજ્યકાળ ચક્ષુ સામે ધર.
એના પરાક્રમની યશગાથા ગાવાને કે વીરતાની વિસ્તૃત વર્ણમાળા લંબાવવાને દિલ ના પાડે છે. શાર્ય ને બળપરાક્રમથી રંગાયેલા એ સમયમાં, દિવાની યુવાનીના નાદમાં, ધર્મ કઈ ચીડિયાનું નામ છે એ પણ તે જાણતો ન હતો. તાપસીના અરણ્યવાસ ને નિવૃત્ત જીવન પ્રતિ મમત્વ ધરાવવા છતાં જાતે ધર્મકરણના આચરણમાં તદ્દન શુષ્કતા દાખવતો. ચેટક ભૂપ જેવા ધર્માત્માની તનયા પ્રભાવતી જેવી ગૃહસ્વામિની મળવા છતાં તે રાજવીના જીવનમાં ધર્મના નામે કેવલ સહરાના રણની રેતી જ હતી. અહંન્તઉપાસિકા પ્રભાવતીના ધર્મમાર્ગે દોરવવાના હેતુથી કરાયેલા સંખ્યાબંધ પ્રયાસ માત્ર નિષ્ફળતાને જ વર્યા હતા.
કઈ વાર પ્રભાવતીની દલીલોના અંતે ઉદાયન સ્પષ્ટ સંભળાવી દેતો કે સાધુઓ કે શ્રમણે એ તો કિયાજડત્વને વરેલા છે. જે કંઈ પણ નિવૃત્તિ જણાતી હોય તો આશ્રમવાસી તાપસના જીવનમાં જ. બાકી ધર્મ એ તો મુગ્ધ જીને લલચાવવાની મધલાળ છે. ડરપોકતા અને ભીરુતાને જન્મ આપનાર છે.
“આમ છતાં શીલવતી અંગનાની મીઠી વાણું અને પ્રસંગેચિત ઇસારા હું તદ્દન અવગણી શકતો નહીં. ન–છૂટકે પણ એની