________________
[ ૧૮૪ ]
પ્રભાવિક પુરુષ : ચર્ચામાં ઉતરવું પડતું. મનમાં એમ થઈ જતું કે એકાદ સાધુની પિલ ઊઘાડી પાડી શ્રદ્ધાસંપન્ન રાણીની આંખ ઊઘાડી નાંખવી. તે વિને આ રેજની ચર્ચા નહિ ઓછી થાય કે નહિ એ મારે પીછો છોડે!
પણ વો દિન કહાં? ત્યાગી આત્મામાં પિલ એ કાળે સુલભ નહતી. સમજીને સંસારને લાત મારનાર માનવીઓ સ્વજીવનના પ્રત્યેક કાર્ય પર સૂમ નજર નાખી જતા, જરા પણ શિથિલતાને મચક ન આપતા, પ્રમાણિકપણે લીધેલ સંયમનું પાલન કરતા, વેશને ટીકાપાત્ર બનાવવા કરતાં મૃત્યુને ભેટવું વધુ પસંદ કરતા.
દરરોજની તપાસને અંતે એક પ્રસંગ સાંપડ્યો. નગર બહારની ચંડિકાદેવીના મંદિરવાળી નાની ધર્મશાળામાં રાત્રિ ગાળવાના ઈરાદાથી એક નિગ્રંથ ઊતર્યાની અને સ્વઆવશ્યક ક્રિયામાં લાગી ગયાની બાતમી મને મળી. જે તકની હું લાંબા સમયથી માર્ગ પ્રતીક્ષા કરી રહ્યો હતો તે આમ અચાનક મળી જવાથી મારા હર્ષનો પાર ન રહ્યો. તરત જ મેં બાતમીદારને હુકમ કર્યો કે “એ સ્થાનને બહારથી તાળું લગાવી રાખવું અને હું થોડા સમયમાં જે પહેરેગીરને ત્યાં મોકલું તેની સૂચના પ્રમાણે કરવું.”
રાત્રિના ઓળા પથરાતાં મેં એક વેશ્યાને બોલાવી મંગાવી અને તાકીદ કરી કે “ચંડિકાદેવીના મંદિરવાળી ધર્મશાળામાં જે કઈ વ્યક્તિ હોય તેની સાથે તારે રાત્રિ પસાર કરવાની છે.” તરત જ એક પહેરેગીરને સૂચના આપી કે “આ વેશ્યાને ધર્મ શાળામાં દાખલ કરી, બહારથી તાળું મારી એ સ્થાનમાંથી કોઈ બહાર ન જાય તે સખત ચોકી પહેરો રાખ.” - “મંત્રીશ્વર ! મારે આજે ખુલ્લા હદયે કબૂલ કરવું જોઈએ કે આ પ્રપંચની રચના પાછળ મારો એક જ ઈરાદો હતો