________________
અંતિમ રાજર્ષિ ઉદાયન
“પૂજ્ય સંત ! આપ જે નિવૃત્તિમાં હો તો આપનું જીવનવૃત્તાન્ત શ્રવણ કરવાની મને અભિલાષા વતે છે.” અભયકુમારે ગુરુવંદન કરી, બેઠક લેતાં પૂછયું.
મંત્રીશ્વર ! મારું જીવનવૃત્તાન્ત ! ભલા એમાં શું માલ છે? અન્ય પુણ્યલોકી મહાત્માઓના ચરિત્ર ક્યાં ઓછા છે?”
પણ ક્ષમાનિધાન ! આપની આત્મકથા આપશ્રીના મુખે જાણવામાં કંઈ ખાસ હેતુ હોય તો જિજ્ઞાસુ જીવને એ સંભળાવવા જેટલો આપ પરિશ્રમ ન લ્યા?
સૂર્યને અગાધ પ્રકાશ પથરાયેલો હોવા છતાં, ગૃહના અંધકારથી આચ્છાદિત કમરામાં જવા સારુ તે દીપકની જ આવશ્યકતા રહે છે.”
અમાત્યમણિ! ભલે, જે તારી એ મનોકામના જ હોય, એ દ્વારા તને કંઈ લાભ થવાનો હોય તો, મારા ભૂતકાલીન જીવનના ખાસ પ્રસંગે પર નજર નાંખી જવામાં મને વાંધો નથી. સંતના જીવનમાં પરોપકાર સિવાય અન્ય ધર્મ શું હોઈ શકે?
મારું જીવન, તારા જેવા બુદ્ધિનિધાનને દીપિકાની ગરજ સારે એ મારું અહોભાગ્ય.”
પૂજ્ય શ્રમણ ! પ્રભુશ્રી મહાવીરદેવના મુખેથી સાંભળ્યું કે ભાગવતી દીક્ષા સ્વીકારનાર આપે છેલ્લા રાજન છો ત્યારે મારા આનંદને-મારા હર્ષને જાણે મહાસાગર ઉછળી રહ્યો. આપ નેંધી રાખે કે એ અધી લીંટીમાં મારા જીવનને અનુપમ