________________
[૨૮]
પ્રભાવિક પુરુષો : હે દેવાધિદેવ! આપે ઉપરને એક લેક ઉચ્ચારી, સારા ય સંસારીજીવનનું તાદશ સ્વરૂપ દેખાડી આપ્યું. એમાંનાં શબ્દશબ્દમાં જે અજબ મોહિની ભરી છે એની પાછળ રાયથી માંડીને રંક, બાળકથી માંડીને વૃદ્ધ અથવા તો આ જગતના નાના મોટા સે કે પ્રાણીઓ દિવસ રાત, ટાઢ તડકે કે વરસતો વર્ષાદ જોયા વિના અથવા તો ક્ષુધા તૃષા કે ઊંઘ યાદ કર્યા વગર, પરિશ્રમ કે થાકની જરા માત્ર પરવા રાખ્યા વગર અહર્નિશ મંડી પડી આ માનવજીવનને બીજે પણ કંઈ હેતુ છે એ વાત તદ્દન વિસરી ગયા હોય છે. ભાનભૂલેલા અને દષ્ટિબિન્દુ ચૂકી ગયેલા એવા અમને આપ પૂજ્યશ્રીએ આજે સાચી પરિસ્થિતિનું યથાર્થ દર્શન કરાવ્યું છે. ગળે ઊતરી જાય તેવા દાખલા ટાંકી ઘર, મિત્ર, પુત્ર, સ્ત્રી આદિ સંબંધી જનેને મેળાપ, ધાન્ય, ધન અને વેપાર આદિમાં પ્રાપ્તિ એ સર્વ ઉછીના લીધેલા આભૂષણે સરખા અગર તો સંધ્યાના રંગે સમાન અલ્પજીવી છે. એમાં રાચીમાચી તલ્લીન થનાર મૂઢ આત્મા–ગમાર જીવ એટલું નથી સમજી શકતો કે– એ સર્વને છોડીને અવશ્ય એક દિવસ માટે જવાનું છે.” ઘણુએ વાર કર્ણપટ પર અથડાયું હોય છે કે –
यथा काष्ठं च काष्ठं च, समेयातां महोदधौ । समेयातां व्यपेतां च, तद्वत् भूतसमागमः ॥ અર્થાત્ “મહાસાગરમાં જુદી જુદી દિશામાંથી તરતા આવેલા લાકડાઓ પરસ્પર અથડાઈ ભેગા થાય છે, થોડીવાર સાથે કરે છે અને પુન: પાછા જુદા પડી, જુદી જુદી દિશાઓમાં ખેંચાઈ જાય છે તે સંસારી જીને સમાગમ છે.” “સંસાર સમજીએ શાણું! મુસાફરખાનું અથવા તે “માનવજીવન તારું પંખીને મેળા” એ વાક્ય કવિહૃદયમાંથી ઉદ્ભવેલા કેનાથી અજાણ્યા છે? અને આબાળવૃદ્ધને ઘરગથ્થુ થઈ પડેલ આ શબ્દ –