________________
ચેડા મહારાજા ?
[૩૮૭] વ્યક્તિ મગધેશ હોય કે ચમરેશ હોય. મારી પુત્રીઓના પતિવ્રતધર્મ યાને શિયલરક્ષણ સંબંધમાં મને સંપૂર્ણ ખાતરી છે. નારીતિને એ મહાન ખજાના સિવાય બીજુ સાચવવાનું પણ શું છે ? માતાપિતાને પણ જે એ પવિત્રતા પર માખી ન બેસતી હોય તો અન્ય ચિંતાનું શું પ્રજન છે? પ્રેમની ગતિમાં વૈર કે વૈમનસ્યને આડે આણવાની અગત્ય નથી, સાચા સનેહનો પ્રવાહ અખલિતપણે વહ્યા જ કરે છે. ક્ષાત્રધર્મ જેમ અનેખી ચીજ છે, એ ફરજ વખતે જેમ પિતાપુત્રનો સંબંધ નથી જોતો, શરણ દેવા પ્રસંગે જેમ શત્રુ કે મિત્રપણું નથી સંભારતો, તેમ પ્રેમધર્મ પણ પૂર્વભવના સંસ્કારોથી ઉદ્દભવે છે. એને વડીલની રાતી આંખ ડાંભી શકતી નથી.”
ચેડા રાજામહાસતી ! તમારી દલીલો વાસ્તવિક છે. એ સામે આજે મારે કંઈ કહેવાનો ઈરાદો નથી. તેમ પુત્રીએ આ જાતના વર્તનથી કુળને કલંક પહોંચાડ્યું છે એમ કહેવાને પણ મારો આશય નથી. નકકી કરવાનું તો એ છે કે ગણરાજ્યના એક મુખી તરીકે મારો ધર્મ મગધના સ્વામીએ લીધેલ પગલું મૂંગા મૂંગા ગળી જવાનો છે કે કેમ ? એમાં લજિ અને વજિજ સમૂહોની કીતિને કંઈ ઝાંખપ તો નથી પહોંચતીને? જે એનો ઉત્તર હકારમાં આવતા હોય તો એકધર્મના ઉપાસક તરિકે મારું વતન કેવા પ્રકારનું હોઈ શકે ? એ વાતનો નિશ્ચય કરવાનો છે. અપમાનનો બદલો લેવો એ ક્ષત્રિયવટની જૂની પ્રણાલિકા છે. એ સારુ દરેક તૈયારી થઈ ચૂકી છે. મારી આજ્ઞા મળે તેટલી જ ઢીલ છે. દરમિયાન મારી જ અંગજાનો પ્રેમકિસ્સે નયનપથમાં આવે છે. એ સત્ય છે કે ક૯૫નાજાળ પર રચાય છે એની ખાત્રી કરવી અગત્યની છે, કેમ કે એના નિર્ણય પર જ સત્ય કઈ બાજુ છે એને નિરધાર થાય તેમ છે. એમાં તમારી સહાયની પૂર્ણ આવશ્યકતા છે. મારે ઉપાલંભ ભૂલી