________________
કૃતપુણ્ય શેઠ :
[૩૩] છે એને વિચાર સરખો પણ તેમને ન ઉદ્દભ. રંગીલા મિત્ર પણ હવે તો બાજુ પર રહી ગયા. જેમ બંધ છૂટતાં જળ જબરા ઘસારાથી વહેવા માંડે તેમ કૃતપુણ્ય કુમાર કેઈ પણ જાતના અંકુશવિહીન બની યુવતી અનંગસેના સાથેની કામકીડામાં મનગમતા વિલાસ લૂંટી રહ્યો. પોતાના ઘર સામું જોવાનું પણ મૂકી દીધું, ત્યાં પછી માતપિતાની ભક્તિ કે જેની સાથે લગ્નની ગાંઠ બાંધી છે તે સ્ત્રીની સાથે વાર્તાલાપનો સંભવ પણ કયાં રહ્યો ?
આમ બે-ચાર નહિં પણ બાર વર્ષના વહાણું વાયા. દરમિયાન કેટલીએ નવાજૂની થઈ ગઈ. કાળ ઓછા જ કેઈની રાહ જેવા થોભે છે? “કુમારે આજે ઘેર આવશે, અરે! પખવાડીયે તો જરૂર આવશે. વસંતત્રતુમાં ન આવ્યા પણ આ વર્ષાકાળમાં તો આવ્યા વિના નહીં જ રહે–આવા આવા મનેર સેવતાને આગમન સંબંધી મણકા ફરવતા માતપિતાને લેહી પણ સૂકાવા માંડ્યા. પુત્રવધૂના સુખ સામું જોવા જતાં સમૂળગો પુત્ર પણ હારી બેઠા. ધન લેવા આવતી ગણિકાની દાસીદ્વારા પુત્રના કુશળ સમાચાર જાણી મન મનાવવાનું રહ્યું. જ્યાં પુત્રના દર્શન દુર્લભ થઈ ચૂક્યા ત્યાં પિત્રને જોઈ રાજી થવાના કે અન્ય સાંસારિક લ્હાવાના કોડ માણવાના પણ ક્યાં રહ્યા? હવે જ શેઠની આંખ ઊઘડી. પોતે કરેલ ભૂલને ખ્યાલ આવ્યો. વિરાગદશામાંથી વાળવા જતાં આમ મર્યાદા કુદાવી સરાગદશામાં ગરકાવ થવારૂપ જે બનાવ બન્યા તે ન જ બનત એમ મોડું મોડું પણ સમજાયું; પણ હવે ઉપાય કયાં હાથમાં હતો? આશાના હિચાળે અવલંબી રહી જીવન વ્યતીત કરતાં શેઠ ને શેઠાણ બંને અકાળ વરના ભેગ બન્યા અને થોડા દિવસની માંદગીમાં આ સંસારમાંથી સદાને માટે પ્રયાણ પણ કરી ગયા. મેહથી જેનું જીવન મત્ત બન્યું છે એવા કુમારને આ માંદગી સંબંધી સંદેશા તો પહોંચાડેલા પણ