________________
[૩૪]
પ્રભાવિક પુરુષો : આજે પૂર્વનો ભક્તિવંત પુત્ર રહ્યો જ નહોતો. એનું જીવન તો અનંગસેનાના હાથમાં પરાધીન બન્યું હતું. સારાસાર વિચારવાનું ભાન તો કેટલા ય સમય અગાઉથી એ હારી બેઠેલો હતો. આજે તે કંદર્પની અમાપ આગમાં દગ્ધ થઈ રહ્યો હતો. એની શાંતિને અર્થે વેશ્યાપત્રી વિના તેને કઈ ઈષ્ટ પદાર્થ પણ નહોતો. ખરું જ કહ્યું છે કે-કામાંધ જન દિવસ ને રાત એમ ઉભયકાળ આંધળો છે. કામાતુરને લોકભય કે લોકલજા જેવું હોતું જ નથી.
માતપિતા જતાં પુત્રવધૂ કે જેનું નામ ધન્યા હતું તે એકલી પડી. હૈયે ધરી દુઃખના દહાડા વ્યતીત કરવા લાગી. આખરે સંતાન તો કુલીન ઘરનું રહ્યું એટલે દુઃખનો ભાર મૂંગી મૂંગી સહી રહી હતી. બાર બાર વર્ષથી ઉલેચાતા ધનના ઢગલાથી મોટા રાજવીનો ભંડાર પણ ખાલી થઈ જાય ત્યાં પછી આ ધનેશ્વર સાર્થવાહની તિજોરીનું તળિયું દેખાય તેમાં શી નવાઈ ?
કુદિનીની દાસી ધન લેવા આવી ત્યારે શેઠના ઘરની બદલાયેલી સ્થિતિ જોઈ ગઈ છતાં ધન્યાએ પતિને માઠું ન લાગે, તેમના સુખમાં–આનંદમાં અંતરાય ન પડે એટલા ખાતર માગણી પ્રમાણે ધન આખ્યા કર્યું. દાસી મુખેથી આ સર્વ વ્યતિકર કુટ્ટિનીએ સાંભળ્યો હતો ત્યારથી જ તેણુએ મનમાં ગાંઠ વાળી હતી કે જેમ ફળવિહીન બનેલા વૃક્ષને પક્ષીઓ કિવા શુષ્ક થઈ ગએલ જળવાળા સરવરને સારસો ત્યજી જાય છે તેમ આ કૃતપુણ્યને હવે છોડી દેવાની જરૂર છે. આ તલમાંથી હવે વિશેષ તેલ નીકળવાની આશા છે જ નહીં. આ વાત એક કરતાં વધુ પ્રસંગે તેણુએ અનંગસેના સમક્ષ ઉચ્ચારી હતી અને શ્રેષ્ઠીપુત્રને અર્ધચંદ્ર બતાવી દેવાની આજ્ઞા પણ કરી હતી, છતાં પ્રેમપાશથી તેના અંતરના તાર ગાઢ રીતે ગુંથાયેલા હોવાથી તેણી તેમ કરવા અંશમાત્ર ખુશી નહોતી.