________________
ચેડા મહારાજા:
[ ૩૫૩ ]
કૃષ્ણ વાસુદેવની માફક પેાતાના સંતાનના વિવાહ–સંબંધ પાતે જોડવા નહીં એવા તેમણે શપથ લીધાં હતાં.
શ્રી કલ્પસૂત્રમાં પ્રભુ શ્રી મહાવીર દેવના માતાપિતા પા જિનનાં સંતાનીય શ્રાવક હતાં એવા ઉલ્લેખ નજરે પડે છે અને પ્રભુશ્રીની માતા ત્રિશલાદેવી એ ચેટક મહારાજાની બહેન થતાં હતાં. વળી ઐતિહાસિક વૃત્તાન્તા ઉપરથી પણ આપણે જોઇ ગયા કે ચેડા મહારાજાના સામતા યાને લિચ્છવી તેમ જ મહૂકી જાતિઓ-પણ જૈનધર્મના ઉમદા મેધથી રંગાયેલી હતી. એ બધાના નિમિત્તભૂત ચેડામહારાજા હતા, એમ કહેવામાં અતિશયેાક્તિ જેવું નહીં જ લેખાય.
ચેટક ભૂપાળના કુટુંબમાં અરિહંત ધર્મના સંસ્કાર પરાપૂર્વથી ચાલ્યા આવતા હતા અને તેથી જ તેમની પ્રત્યેક પુત્રી પણ જૈનધર્મીના જ્ઞાનથી સુપ્રમાણ માહિતગાર હતી. વિશાળા નગરીમાં શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનના એક પ્રાચીન સ્તૂપ હતા. ચેટક નૃપ અહિનેશ એ પુરાતન પગલાના વંદનાર્થે જતા, એટલું જ નહિં પણ તેઓશ્રીને એ સંબંધમાં એટલી દૃઢ શ્રદ્ધા હતી કે જ્યાં સુધી આ પ્રાચીન ને પવિત્ર સ્થાનનું ગૈારવ જળવાઇ રહેશે અને ઉપાસકવર્ગ તરફનું વંદન, ભક્તિ અને અહુમાન ચાલુ રહેશે ત્યાંસુધી બહારની કાઇ પણ સત્તા તરફને રજમાત્ર ભય વૈશાલી પર આવી પડવાના નથી. ભૂતકાળમાં રાજ્ય માથે આવી પડેલ સંકટા અને વિધ્ન એ ચમત્કારિક સ્તૂપના પ્રભાવે જોત-જોતામાં અગ્નિમાં ઘી એગળી જાય તેમ એગળી ગયાની કેટલી ય સ્મૃતિ તેઓશ્રીના મનેાપ્રદેશ પર રમતી હતી. પેાતાના રાજ્ય માટેની આ પ્રમળ ને અફ઼ર ખાતરીના જોરે નવા રાજ્યે જીતવા અને પેાતાનુ રાજ્ય વિસ્તારવું એવી
૨૩