________________
[ ૩૫ર ]
પ્રભાવિક પુરુષ : ક્ષત્રિય જાતિઓમાં પ્રભુ શ્રી વર્ધમાનનાં તત્ત્વોને સુન્દર પ્રભાવ પ્રસર્યો હતો. 3. લોના અભિપ્રાય મુજબ લિચ્છવિઓ અથવા વધારે વિશાળ અર્થમાં બેલીએ તો વજિજએ દઢ ધાર્મિક ભાવના અને ઊંડી ભક્તિથી પ્રેરાયેલા જણાય છે. મગધદેશ અને વજિજભૂમિમાં મહાવીરે પોતાના સિદ્ધાંતને વિકાસ સાધીને સર્વ જીવ પ્રત્યે અસીમ દયાધર્મનો પ્રચાર કર્યો ત્યારે તેમના અનુયાયીઓમાં લિછવિ બહુ મોટી સંખ્યામાં હતા અને બૌદ્ધગ્રંથાનુસાર વૈશાલીમાં ઉચ્ચ પદવી ધરાવનાર કેટલાક માણસો પણ તેમના અનુયાયી હતા.
આમ વિદેહ, લિચ્છવિઓ, વજિજએ અને જ્ઞાત્રિકે જેનધર્મ સાથે જોડાએલા હતા. વર્જાિ અથવા લિછવિનું રાજમંડળ શ્રી મહાવીરના સુધારેલ ધર્મને શક્તિપ્રદ હતું. મલ્લકિઓને વિચાર કરતાં જણાય છે કે એ મહાન તીર્થકર અને તેમના સિદ્ધાંત પ્રતિ તેમને પણ અપૂર્વ લાગણી અને માન હતા.
આની અસર કથાનાયક ચેટકરાજ પર કેવી થઈ હતી તે આપણે હવે પછી જોઈશું.
વૈશાલી યાને વિશાલા નગરીનું મહત્વ જોયા પછી આપણે ચેટક મહારાજના જીવનમાં ડોકિયું કરવાનું છે. પરમાત્મા મહાવીરદેવનું તીર્થ પ્રત્યુ નહતું તે પૂર્વેના તેઓ વીતરાગ ધર્મમાં અચળ શ્રદ્ધાવાળા અગ્રરાજવી હતાં. શ્રમણ સંસ્કૃતિના તેઓ પ્રશંસક હાઈ, અવારનવાર નિગ્રંથોના પરિચયમાં રહેતા. એ વેળા વૈશાલી જેવા મહારાજ્યની પ્રબળ જંજાળ કે અન્ય પ્રકારની આંટીઘૂંટીઓ એમાં આડી આવતી નહીં.
પુરુષાદાની પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં ઊતરી આવેલા આચાર્યો પાસેથી શ્રદ્ધાપૂર્વક જૈનધર્મનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરી, સાંભળ્યું છે તે પ્રમાણે, એટલા ધર્મનિષ્ઠ બન્યા હતા કે શ્રી