________________
[ ૨૫૨ ]
પ્રભાવિક પુરુષા :
ઘણી રીતે ચડપ્રદ્યોત ભૂપને મળતા આવતા હતા અને વયમાં તે તેનાથી ચારેક વર્ષે નાના હતા. બીજા જ દિવસથી એક પ્રયોગ આરંભ્યા. જાણે કે પોતાના આ લઘુ બધુ અસ્થિર મગજને છે એટલે એના ઉપચાર અર્થે, ગાડીમાં બેસાડી અવંતીના સરિયામ રસ્તે થઇ, નગરીની બીજી ભાગાળે આવેલ હકીમના ઘર તરફ મંત્રી તેને લઇ જતા. એ વેળા પેલા નાના ભાઇ પાકાર પાડતા– અરે ! કાઇ છેડાવા, હું પ્રદ્યોત રાજા છું, આ મને પકડીને લઇ જાય છે. ’ આમ વારવાર મેલતા ને ગાડીમાંથી ઊતરી જવા યત્ન કરતા. સેાદાગર હાથ પકડી પુનઃ પુન: બેસાડતા. વેપારીગણ રાજની આ કાર્યવાહીથી એટલેા બધા જાણુ થઇ ગયા હતા કે શાહુ સાદાગરને શિરે આવી પડેલ આ આપત્તિ પ્રત્યે હમદદી બતાવતા અને ગ્રંથિલના પેાકારમાં દરદની વેદના નિહા ળતા. આ ઇરાદાપૂર્વક ગોઠવાયેલ નાટક મહિનાઓ સુધી ચાલુ રહ્યું. માત્ર બજારમાં વેપારીએ જ નહીં પણ અવંતીની પ્રજાને મોટા સમૂહ સાદાગરના ભાઇ પ્રદ્યોતની ચક્રમતાથી ને પાકારથી માહિતગાર બન્યા. સેાદાગરના કાર્યમાં એટલી હદે શ્રદ્ધા પ્રકટી કે કાઇ વાર જોર કરી આ ગાંડા પ્રદ્યોત ગાડીમાંથી નાશી છૂટતા તેા માગે જનાર માણસા એની પાછળ પડી તરત જ પકડી લાવી સાદાગરના હાથમાં સોંપી દેતા, જોરથી બંધ આંધવામાં સહાય કરતા, સાહસિક ને પાપકારી સેાઢાગરને શિરે આવી પડેલ દુ:ખમાં દિલાસા આપતા. આમ ઉજ્જયિનીની પ્રજામાં સાદાગરનું સ્થાન પ્રતિષ્ઠાસ‘પન્ન થઇ પડ્યું. એની પાછળ કાઇ છૂપી હીલચાલ છે એવી ગંધ સરખી પણ કાઇને ન આવી. બીજી ખાજી ઊગતી કળીને આસ્વાદી ભ્રમર કામવૃદ્ધિમાં એટલી હદે મુગ્ધ બન્યા કે પાતે કયા અધિકાર પર છે તે પણ ન જોઇ શકયા, તેમ આ અજાણ્યા આવાસમાં સ્વચ્છ ંદતાથી પાતે જે વર્તાવ કરી રહ્યો છે તે વિનારાકટાકે કેમ ચલાવી લેવાય છે ?