________________
ભારત ભગિની
વાત
મંત્રીશ્વર અભયકુમાર : *
[૨૫૧] મંત્રીશ્વર અભયે કામી નૃપને ફસાવવા સારુ એક યુવાન અને કામકેલી દક્ષ પણ્યાંગનાને પસંદ કરી. પોતે સોદાગર બન્યા અને રેજના પરિચયમાં આવનાર પણ ઓળખી ન શકે એવું વેશપરાવર્તન કરી, ઉજજયિની પહોંચી રાજમહાલયની સમીપમાં આવાસ ભાડે રાખીને રહ્યો. પાણુ માફક પૈસા વાપરી વેપારીસમાજમાં તેમ જ રાજમહાલયમાં એવી તે સુંદર છાપ બેસાડી કે વ્યવહારીસમૂહમાં એક દક્ષ ને કુશળ વેપારી તરીકેની તેને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ. મહાલયની પ્રત્યેક દાસી કે દેવડી પરના પહેરગીરથી લઈ, ખૂદ જનાનાવિભાગના મુખ્ય રક્ષક સુધીમાં ભાગ્યે જ કોઈ એવું હશે કે જે આ નવીન સોદાગર અને તેની સૌંદર્યવતી ભગિનીને નહીં ઓળખતું હોય. દિવસો જતાં આ નિકટવર્તી રૂપરાશિની વાર્તા નૃપ ચંડપ્રદ્યોતના કર્ણરંદ્રમાં પહોંચી. એક કરતાં વધુ પ્રસંગે ગવાક્ષમાં બેઠેલ આ નવાવનાને રાજવીએ નીરખી પણ ખરી. મદનનો આવેગ ઉભરાયો, પુષ્પભેગી ભ્રમર જેમ પુષ્પરાશિની આસપાસ ભમ્યા કરે તેમ કામી ભૂપાળ પ્રદ્યોતની ચર્ચા થઈ પડી. એકાદ તક સાધી આ પ્રમદાએ એવી તો નજર ફેંકી અને કમળતાભર્યા કટાક્ષ દાખવ્યા કે કઈ પણ રીતે રૂબરૂ મળવાની ચટપટી નૃપને લાગી. એક હોંશિયાર ચેટી દ્વારા મુલાકાત ગોઠવાણું. મીલનમાં અન્ય કેઈ અંતરાય હતો જ નહીંએટલે જોતજોતામાં નેહની જડ જામી અને મંત્રીની ધારણા પાર પડી. પછી તે ભાગ્યે જ કઈ દિવસ એવો જતો કે જેની સાઠ ઘડીમાં એકાદ ઘટિકા આ ભેગી ભ્રમરો મન્યા વિના રહે. સોદાગરસ્વાગધારી મંત્રીએ પરિચય વધુ ગાઢ બનાવવા થોડા સમય માટે બહારગામ પ્રયાણ કર્યું. એ દરમિયાન ચંડપ્રોત વિનાઆશંકાએ ત્યાં પડ્યો પાથે રહેવા લાગ્યો. મંત્રીએ પ્રયાણ પણ હેતુસિદ્ધિ અર્થે જ કર્યું હતું. તે પાછા ફર્યો ત્યારે એક એવા માણસને સાથે લાવ્યું કે જેને ચહેરે
માં બેઠેલ
રાંચી, પુ