________________
CA
LCULUS LUETUL
I
UCICucu LELELS
antarilar
הכתבתב
SHUBE
- પ્રભાવિક પુરુષો
ભૂમિકા મહાન પુરુષોનાં જીવનચરિત્ર જનતા માટે એટલાં આવશ્યક છે કે જેટલી આવશ્યકતા સાગરમાં ભ્રમણ કરતાં જહાજોને દીવાદાંડીના દીપકોની છે. મોટા પુરુષોનાં જીવનસૂત્ર એ તે નવા ઘડતરનાં પ્રાણપ્રેરક તત્ત્વ છે. એ સાહસકથાઓનાં વારંવાર વાંચન, મનન અને પરિશીલનથી જ ઊગતી પ્રજામાં ચેતનાનાં પૂર ચઢવાનાં.
આમ છતાં એ ચરિત્ર કિવા કથાપ્રસંગે વેશ પરિવર્તન તો જરૂર માગે છે. એટલું સમજાવવાની ભાગ્યે જ આવશ્યકતા હોય કે વેશપરિવર્તન એટલે આત્માનું પરિવર્તન નહિ જ. કથા કે વાતાના વેશપરિવર્તનથી એને રજૂ કરવાની રીત, પાત્રગુંથણ અને એ દ્વારા ઈચ્છવામાં આવતી સાર-વહેંચણું જ સમજવી. મૂળ વસ્તુને બદલવાને જરા પણ એમાં હેતુ નથી. આમ કરવામાં વર્તમાન દેશકાળ તરફ નજર રાખવી જરૂરી છે. જનતાની કેવા પ્રકારની રુચિ છે એ તરફ પણ લક્ષ દરવાની જરૂર છે, એટલે જ તેના આલેખનમાં ફેરફાર અગત્યતા ધરાવે છે.
જૈન સાહિત્યમાં કથાનકોને તો મેટ ભંડાર ભર્યો છે. અહીં તે માત્ર થોડાંકની જ વાત કરશું અને એ વાત પણ ખપપૂરતી જ. ચાલુ જીવનમાં ઉપયોગી નિવડે એ દષ્ટિબિન્દુથી જ જે થોડાં પાત્રો પસંદ કરવામાં આવ્યાં છે તે બધાં પરમાત્મા શ્રી મહાવીરદેવના સમયમાં અથવા એ સમયની આસપાસ થયેલાં છે;