________________
શાલિભદ્ર :
| [૧૧] એક સમયને મહાભેગી આજે એગના પંથે પાદ મૂકવાના મંગળાચરણ કરી રહ્યો છે. “જેના માથે નાથ છે એવો આત્મા સ્વતંત્ર કેમ કહેવાય ? મારે એવું જીવન જીવવું કે જેથી ભવિષ્યમાં મારે શિરે કેઈનું સ્વામીત્વ હોઈ જ ન શકે. તેમ જ આ બધા ભેગો સાર વગરના કેવળ આત્માને પરિતાપજનક છે. અત્યારસુધી હું કેવળ ભ્રમમાં જ રહ્યો. સાચી સ્વતંત્રતા અને ખરી ઋદ્ધિસિદ્ધિ આ સાત મજલાના આવાસમાં નથી સમાણું, પણ વૈભારગિરિના પહાડ પર સમવસરેલા શ્રી મહાવીરદેવ પાસે રહેલી છે. ચારિત્ર વિના એ પ્રાપ્ત કરવાનો અન્ય કેઈ ઉપાય જ નથી.' આવા વિચારો શાલિભદ્રના મગજમાં રમી રહ્યા. જીવનપલટો થતાં કંઈ ઝાઝા કલાકે નથી લાગતા. એ માટે અંતર્મુહૂર્ત જે સૂમ કાળ પણ બસ છે. “કમે શૂરવીર તે ધર્મો પણ શુરવીર એ સૂત્રનું રહસ્ય અહીં સમજાય છે. બત્રીશ લાવણ્યવંતી ને તેત્રીશમા ભદ્રામાતાએ શાલિભદ્રની વિચારસૃષ્ટિ પલટાવવા માટે એની નાજુકાઈ ને પ્રત્રજ્યાના સંકટોની સરખામણી કરી. ભિન્ન ભિન્ન ઉદાહરણ આપી તેના વિચાર ફેરવવા બહુએ મચ્યા, પણ ચિળમજીઠને રંગ ઓછો જ જાય ! સાચી લગની તે આનું નામ! બ્રહ્મા પણ તેને ફેરવવા અસમર્થ. સમજુતીથી એક તડ નીકળે. પ્રતિદિન એક એક નારીનો ત્યાગ કરી અભ્યાસ પાડે. એ રીતે માસ વ્યતીત કરો. એક દિન જેને વર્ષસમ હતો તે પુત્ર માતૃભક્તિ માટે આ સ્વીકાર્યું.
શૂરવીરો માટે આવો ક્રમ હોઈ જ ન શકે. જ્યારે શાલિભદ્રની ભગિની સુભદ્રાના મુખથી આ વાત શ્રેષ્ટિવર ધન્ય જાણી ત્યારે તે વિમિત થયે. “જે સંસાર તજવાનો નિશ્ચય જ કર્યો તો પછી રોજ અકેક સ્ત્રી છેડવાનું શું પ્રયોજન ?” “કથની સહેલી છે, પણ કરણ દેહીલી છે” એવા પત્ની સુભદ્રાના માર્મિક વચનથી તક્ષણ ધન્ય દીક્ષા લેવા ચાલી નીકળ્યા. શાલિભદ્રને હાકલ કરીને સાથમાં