________________
[ ૨૦ ]
પ્રભાવિક પુરુષો :
તેનામાં વ્યવહારકુશળતા ને બુદ્ધિબળ હતુ એમાં આછું જ કોઇ ભાગ પડાવનાર હતું? એ તેા કર્માની માફ્ક સાથેનુ સાથે જ હાવાથી જ્યાં એ પગ મૂકે ત્યાં પ્રસરાઇ જતુ અને માટી મહેલાત યાને નવા વૈભવ ખડા કરતુ.
કૌશાંબીમાં રત્નપરીક્ષાના નિમિત્તથી ધન્યકુમાર રાજદરબારમાં માન પામ્યા અને નૃપ-અંગજાને પરણ્યા. ભાગ્યદેવીએ તેના સારું પુન: એક વાર વિલાસ વિસ્તાર્યા. ધન્યકુમાર આ પ્રદેશમાં સાધુ ધન્ય યાને પવિત્ર-પુણ્યàાક ધન્યશ્રેષ્ઠી તરીકે સુવિખ્યાત થયેા. પ્રજાના હિત માટે તેણે નગરી બહાર એક વિશાળ સરાવર ખાદાવવા માંડયું. મજૂરોને રાજ મળવાથી સતાષ થયે અને પ્રજાની એક ચિરકાળની જરૂરીયાત પૂરી પાડવાના કારણથી એના મનમાં પણ આનંદ થવા લાગ્યા.
ધન્યના ચાલી નીકળ્યા બાદ રાજગૃહીમાં ઘરનુ ગાડુ થાડા સમય પર્યંત ઠીક ઠીક ચાલ્યું, પણ નિર્ભાગ્યશેખરને ત્યાં આપદા આવી પડતાં કેટલેા વિલખ લાગે ? આવક ઠંડી પડી અને રાજદરબારની પ્રતિષ્ઠા ધન્યકુમારના ચાલ્યા જવાથી તૂટી પડી. આખરે ધનસારે કુટુંબ સહિત અન્યત્ર જવાના નિશ્ચય કર્યો. રાજપુત્રી સામશ્રી ને પુષ્પાવતી તા સ્વામીનાથના ચાલી ગયા ખાદ્ય પેાતાના પિયરમાં સિધાવી ચૂકેલી, માત્ર સુભદ્રા શ્વસુરની સેવામાં હતી. આપત્તિકાળે વધુએ પિયરમાં ન જવુ એ સૂત્ર તેણે આંતરપટ પર કેાતરી રાખ્યું હતું. એમાં જ તેણી કુલીન કાન્તાના ધર્મ સમજતી, તેથી સાસુસસરા તરફથી વારંવાર કહેવામાં આવ્યા છતાં પણ તેણી પેાતાના ભ્રાતાને ઘેર આ વિષમ સચેાગામાં ન ગઇ. જેને જીવનભરમાં કષ્ટનું નામ પણ સાંભળ્યું નથી એવી તે વડીલના સાથમાં રહી દુ:ખાને અનુભવ કરવાપૂર્વક જીવન વહન કરવા લાગી.