________________
ધન્યશ્રેષ્ઠી :
[ ૧૯ ]
બની ગયા. પેાતાના કુટુ ંબની સંપત્તિ આમ એકાએક ક્યાં ચાલી ગઇ હશે ને આપદાનું વાદળ અકસ્માત્ યાંથી ચડી આવ્યું હશે એ સંબ ંધી તે વિચારવા લાગ્યા. કર્મ રાજના તમાસા સિવાય તેની દૃષ્ટિ ખીજું ક ંઇ ન જોઇ શકી. તરત જ તે નીચે ઊતરી પેાતાના સર્વ આપ્તજનને મહેલમાં તેડી લાવ્યેા.
આતાના વાદળ વર્ષે તા પણુ સજ્જન પુરુષા પાતાની પ્રકૃતિમાંથી એક પગલું પણ પાછળ હડતા નથી.
દુ નતા પણ કયાં ઢાંકી રહે છે? રાજગૃહીમાં આવ્યાને પૂરા પંદર દિન ન થયાં ત્યાં તે ધનદત્ત આદિ ત્રણે ભ્રાતાએ સ્વભાોએના ભરમાવ્યાથી ધન્યની સંપત્તિમાંથી જુદા હિસ્સા માંગવા લાગ્યા અને તેનાથી પૃથક્ વસવાની વાતે શરૂ કરી. સુખમાં લાવનાર ધન્યકુમાર સાથે પુન: લેશના શ્રીગણેશ મંડાયા. માતાપિતાએ બહુએ સમજાવ્યા કે: “ હે પુત્રા ! આ બધી સ ંપત્તિ ધન્નાએ પેાતાના ભુજબળથી સપાદન કરી છે એમાં તમારા ભાગ શી રીતે સંભવે ? શા સારુ નકામે વલેપાત કરે છે ? ધન્યકુમારનુ ચાર માણુસમાં ખાટુ દેખાય તેવું આચરણુ ક્યાં આદર છે ? ”
પણ એ શિખામણુ પથ્થર પર પાણી સમ નિષ્ફળ ગઇ. ધન્યકુમારને સ્વકુટુબમાં આમ ભિન્નતા પડે તે ન રુચવાથી કાઇને પણ કહ્યા સિવાય રાત્રિના તે નીકળી પડ્યો. જુદા જુદા દેશેામાં ભ્રમણ કરતા તે કૌશાંખી નગરીમાં આવી પહેાંચ્યા.
હંસમાં રહેલી જે દૂધપાણીને છૂટા પાડવાની શક્તિ એ ગમે તેવા સંજોગામાં પણ તેનાથી વેગળી જતી નથી કિવા તે કેાઇનાથી ઝુંટવી શકાતી નથી, તેમ ધન્યકુમારની બાહ્ય ઋદ્ધિમાં ભાઇએ ભાગ પડાવવાનું ઇચ્છવા લાગ્યા અને કલહના ભયથી એ બધાના ત્યાગ કરી ધન્યકુમારને છૂટા પડવું પડયું. પણ જે