SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રીશ્વર અભયકુમાર : * [૨૪૭] પ્રદ્યોત ભૂપાળને રક્ત રેડ્યા વગર એના મંત્રીઓમાં ભેદનીતિના આંદોલન જન્માવી પાછો ભગાડ્યો હતો અને વધારામાં એને કેટલેય અસબાબ હાથ કર્યો હતો તેથી જ કહેવામાં આવ્યું છે કે बुद्धिर्यस्य बलं तस्य, निर्बुद्धेस्तु कुतो बलम् ? । वने सिंहो मदोन्मत्तः, शशकेन निपातितः॥१ ।। “અરેરે ! આ મારીના ઉપદ્રવથી તો ત્રાહી ત્રાહી થઈ ગયા. દિવસ ઊગે ને જોતજોતામાં સંખ્યાબંધ આત્માઓ પરલોક પ્રયાણ કરી જાય ! મેં ઘણું ઘણું યુદ્ધો ખેડી નાંખ્યા છે, મારી ચક્ષુ સામે લોહીની નદીઓ વહેતી જોઈ છે, મરણકાંઠે પડેલા સૈનિકોના આર્તસ્વરે સાંભળ્યા છે, સમરભૂમિના સપાટે ચઢવાથી કેઈન શિર તો કેઈના હાથ પગ, તે કોઈના વળી અન્ય ગાત્રો છેદાઈ જવાથી કેવળ ચીતરી ચઢે તેવા ભયંકર દ્રશ્ય પણ નિહાળ્યા છે; છતાં એ પ્રસંગો પર હું આટલો હતાશ નથી થયો. ક્ષત્રિયવટના નામે, શાર્યતાના સધિયારાથી-એ સર્વ અવિષજ્ઞ ચહેરે દૃષ્ટિ હેઠળ પસાર થવા દીધું છે, પણ આ મારી ડાકિનીને ત્રાસ હવે તો જે જતો નથી. પ્રધાનજી ! કંઈ ઉપાય શોધે. કોઈ જ્ઞાની પુરુષની સલાહ પૂછી લાવો.” મહારાજમેં એને પ્રતિકાર શેધવા સારુ ઓછા પ્રયાસ નથી કર્યો. આજે મારે માલવપતિના કાન સુધી વાત નછૂટકે આણવી પડી છે. કદાચ ઇલાજ મળી આવે તે આપે જેને નજરકેદમાં રાખેલ છે એ બુદ્ધિનિધાન મંત્રીશ્વર અભયને પૂછવાથી જ મળવા સંભવ છે. બાકી સારી અવંતી ફેંદી વન્યો છું. ભૂવા, જતિ યા વૈદ્ય કે ઈલ્મી કોઈને અણપૂછયા નથી મૂક્યા.” “અરે! વિનાકારણ છળ કરી જેને પકડી મંગાવ્યા તે હવે સાચી સલાહ બતાવે છે? શું દુનિયામાં એની જ પ્રજ્ઞા એક મહત્તાની ટોચે ચડી છે? એ જ કેવળ બુદ્ધિને ઈજારદાર છે?”
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy