________________
[૨૪]
: પ્રભાવિક પુરુષો થવાથી મારાથી ઉતાવળે એ પ્રસંગના અનુસંધાનમાં “ ભયં વર્તતે ” શબ્દનો ઉચ્ચાર થઈ ગયો.”
ઔષધાવસ્થામાં રહેલ મંત્રીશ્વરે પૂછવાથી સંસાર જીવનને એક પ્રસંગ મુનિએ કહી પણ દેખાડ્યો. આમ દરેક પ્રહર પૂરો થતાં ને શિખ્યાની બદલી થતાં બનવા માંડયું. અતિભય, બહુભય અને મહાભય વર્તે છે–એવા ઉચ્ચારેએ રાત્રિના ચાર પ્રહર પૂરા કર્યા. એ પર ભિન્ન ભિન્ન મુખે, વિવિધ રસ જમાવટભર્યા વૃત્તાન્તો સાંભળીને મંત્રીશ્વરે રાત્રિના કલાકે ધર્મજાગરિકામાં વ્યતીત કર્યા. કથાનકના જિજ્ઞાસુએ એ માટે “મુનિ પતિચરિત્ર'માં ડોકિયું કરવું કિંવા “અભયકુમાર ચરિત્ર” કે “શ્રેણિક રાજપ્રબંધ ” વિલકવા.
પ્રાત:કાળના સ્કૃતિજન્ય કિરણે પથરાતાં જ્યાં મંત્રી અભય રાઈપ્રતિકમણથી પરવારી ગુરુવંદન નિમિત્ત વરંડામાં પદસંચાર કરે છે ત્યાં તો ગુરુજીના કંઠમાં પેલે દેવતાઈ હાર દૃષ્ટિગોચર થયો. તરત જ એના મનમંદિરમાં શિષ્યોએ ગુરુની શુશ્રષાથી પાછા ફરતાં ઉચ્ચારેલા ભયના ગુંજનમાં બીજરૂપે કઈ ચીજ હતી તેને સહજ ખ્યાલ આવ્યા. ભયની ફિલસૂફી સમજાવવા અર્થે રચેલ ભાગે સમી જીવન કથાઓના ભય કરતાં ગુરુકંઠમાં રહેલ “હાર” જ વધુ ભયંકર લાગ્યો હતો અને એણે જ નિગ્રંથ સાધુઓને મુખે “ભીતિસૂચક શબ્દપ્રયોગો કરાવ્યા હતા. એ વાત દીવા જેવી સ્પષ્ટ મંત્રીને જણાઈ.
વિષધ પારી, હાર ગ્રહણ કરી, અભયે સીધો દરબારગઢને માર્ગ લીધે અને શ્રેણિક મહારાજને હાર સેં. આમ “ધર્મથી કર્મ ઠેલાય” એ ઉક્તિ સાચી પડી.
મંત્રીશ્વરની પ્રજ્ઞાએ આવા તે કંઈ કંઈ ચમત્કારે દાખવેલાં છે. મેટા આડંબરથી જબરા સૈન્ય સહિત ચડી આવેલ ચંડ
* આ ચરિત્ર આપણું સભા તરફથી છપાયેલ છે કિંમત માત્ર બે આના.