________________
મંત્રીશ્વર અભયકુમારે
[ ૨૩૭ ]
આમ પૂર્ણાહુતિના ઘંટ વગાડીને એકીટશે શ્રોતાઓ પ્રતિ તે મીટ માંડી રહ્યો. ‘મુંડે મુંડે મતિમિન્ના’ એ વાક્યાનુસાર અને ‘યથા પિંડે તથા વહ્માંડે ' જોવાની વૃત્તિઓથી દારાઇ, કેટલાકે Honey Moon યાને સમાગમની પ્રથમ રાત્રિએ વ્યવહાર તથા ધર્મ—નીતિની મર્યાદાને વટાવી જનાર પતિની સાહસિકતા વખાણી, કેટલાકે મુખમાં આવેલ ભક્ષ્ય ત્યજી દેનાર માળીને પ્રશંસાપાત્ર લેન્ગેા, ઘેાડાક રાક્ષસની પ્રશસ્તિ ગાનાર નીકળ્યા અને એકે તા ચારને જ ધન્યવાદ આપ્યા. પરસ્પરના મતવ્યાની ચર્ચા કરતાં સૈવિખરાયા.
કથા કરનાર વ્યકિતએ ચારપ્રશંસકનું કાંડુ પકડી, જરા દૂર લઇ જઇ, રૂવાબથી કહ્યું:
“ અરે અધમ ! આમવૃક્ષની કરીએ તે જ તફડાવી છે ને ?'
ચાર− કેમ રે ! વાર્તાના રસમાં—તરુણીના નાદમાં દીવાને તા નથી બન્યા ને ? વચમાં કેરીઓની વાત કયાંથી લાવ્યે હજી વસંતની ઇતિશ્રી થયા વિના ગ્રીષ્મનાં આગમન કેવા ? ”
.
અભય—“ એકતા કરી ચારી, હવે કરવી શિરોરી; પણ મને પીછાની લે એટલે આપે।આપ સમજાશે કે કથાકાર વ્યક્તિ અન્ય કાઇ નહિ પણ મગધના સ્વામીના મહામંત્રી અભય છે. કથાના નિમિત્તથી એણે ચાર પકડી પાડ્યો છે.”
મંત્રીશ્વરનું નામ શ્રવણુ કરતાં જ દીવાના કહેનાર પાતે જ એરંડીયું પીધેલ જેવા અની ગયા. ગરમીના પારા એકાએક ઊતરી ગયા. ગુન્હા કરનાર જે ગભરામણ અનુભવે અને ભાવી વિટંબણાથી ધ્રૂજી ઊઠે તેવી એના દેહની સ્થિતિ થઇ. સત્તાઅવાજ છતાં પ્રેમાળ વાણીથી મંત્રીએ જણાવ્યુ – “તારે ગભરાવાની જરૂર નથી, મનુષ્યમાત્ર ભૂલને પાત્ર છે; તેથી જ