________________
[ ૨૩૬ ]
પ્રભાવિક પુરુષો : પ્રગટ્યો. વચન પાળવા અર્થે તેણીએ ખેડેલા સાહસ અને એમાં પતિએ પૂરેલા સૂરથી એ મુગ્ધ બન્યા. તેણે વસ્ત્ર-દાગીનાની સારી ભેટ આપી તેણીને પાછી વિદાય કરી. આ તરુણુનું હૃદય આ જાતના સત્કારથી થનગની ઊઠયું. “સાચને આંચ નથી આવતી” એ વચન પ્રતિની શ્રદ્ધા બળવત્તર બની.
પણ આશ્ચર્યને સૂર્ય મધ્યાહને તો ત્યારે પહોંચ્યું કે પાછા વળતાં રાક્ષસ તેમ જ ચારે તરફથી પણ કદર્થના પામવાને બદલે માજણ્યા ભાઈ જે સત્કાર થયે અને વધારામાં સાસરવાસો મળે. તે પોતે પણ આનું કારણ કપી શકી નહીં. સરળહૃદયી તવંગીના દર્શને આ કપરા માનવ અંતરમાં પણ ઉજાશ પ્રગટાવ્યા. એ શુભ શકુને તેઓને ધાર્યા કરતાં અતિ ઘણું પ્રાપ્ત થયું. તેઓએ જ્યારે સાંભળ્યું કે-માળી જેવો પુષ્પપરીક્ષક મહોંમાં આવેલ કેળિયાને વિનાચાખે જવા દે છે, અરે ! સુવાસિત કુસુમને વગરથે પાછું ફેરવે છે! અને ઉપરથી પહેરામણી આપે છે તો શું તેઓ તેનાથી અધમ છે કે-આ ઉમંગભરી યુવતીના માર્ગમાં કાંટા ખડા કરે ! જીવનને ખારું બનાવે ! એમ બને જ નહીં. એનાથી અધિક સત્કાર કરી ધસુરગૃહે જવા દેવામાં જ તેમની શોભા છે. એમાં જ દૈવ રાજી રહે.
આમ સત્યના પ્રભાવે જુદા જુદા અંતરમાં કઈ અણકલપેલા ભાવ પ્રગટ્યા અને આ નવાવના લઈ ગયા કરતાં અતિ ઘણું સમૃદ્ધિ સાથે હસતે મુખડે પાછી ફરી, સ્વપતિના નેત્ર સામે ખડી થઈ. સર્વ વ્યતિકર યથાર્થરૂપે જણાવ્યું. '
બંધુઓ ! મારી આ ચમત્કારી કથા પરથી તમો સર્વને મારે પ્રશ્ન છે કે એમાં વધારે પરાક્રમ કોણે દાખવ્યું ? અર્થાત્ પતિ, ચર, રાક્ષસ કે માળી એ ચારમાંથી કોની સહૃદયતા વધુ પ્રશંસાપાત્ર લેખાય?