________________
રાજર્ષિ કરક :
[ ૧૫૯] : પણ સાથોસાથ મારા પિતાશ્રીને વિનય જાળવવાની ખાત્રી આપું છું એટલે એક જ માર્ગ ઊઘાડે છે કે આપ ત્યાં જઈ સર્વ વ્યતિકર જણાવી સુલેહસૂચક શ્વેત ધ્વજ ઊંચે કરાવે કે તરત જ હું મારા તરફથી તેવી ખાત્રી આપી, પિતાશ્રીના ચરણ ચુમવા ચાલ્યા આવીશ ને તેમના પગમાં પડીશ. સંધ્યાના જેવા રંગ સેનેરી, વંધ્યાને લાડ લડાવ્યા; જોબન ને તન ધન તેવા સમજવા, પાણીમાંના પડછાયા.
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરની ભાગોળે આવેલ મનહર ઉદ્યાનમાં એક ત્યાગી મહાત્માના આજે પગલાં થયા છે. વંદનાથે આવનાર ભાવુક હૃદયે તેમની મુખાકૃતિ જોતાં જ ઘડીભર મંત્રમુગ્ધ થઈ જાય છે. તેઓ સંયમપથમાં એટલા તલ્લીન બનેલ છે કે મોટા ભાગે મૌન સેવામાં જ સમય વ્યતીત કરે છે. નગરની જનતાએ પૂર્વે ઘણીયે વાર અનેક સંતના ચરણે ચૂમ્યા છે, છતાં આજે એને ઉક્ત મહાત્માના દર્શનમાં, તેમની દૈનિક ચર્યામાં વિલક્ષણતા ભાસે છે. જાણે કે કેઈ ચમત્કારિક વિભૂતિનું આગમન ન થયું હોય એવી ઊલટથી જનતા આજે મુનિશ્રીનું ભાવભીનું સ્વાગત કરી રહેલ છે. સારીય પ્રજા આ શ્રમણના દર્શનાર્થે ઊતરી પડી છે.
વાચકગણ! આપણે પણ ત્યાં જ પહોંચવાનું છે, પણ અરે! નગરની વસ્તી જેના માટે હિલોળે ચડી છે એ તો આપણું પૂર્વપરિચિત છે. બરાબર નિહાળતાં, વેશપલટ થયા છતાં, હેજે ઓળખાય છે. અહો ! આ તે રાજવી કરકં. આપણે તો તેમને છેલ્લા સમરાંગણના શિબિરમાં જોયા હતા. તેમણે જ સાધ્વીજીને દધિવાહન ભૂપ સમિપે સુલેહના દૂત તરિકે મેકલેલા તો પછી આ પલટ કેવી રીતે થઈ ગયો?