________________
દશાર્ણભદ્ર
કર્મોની વિચિત્રતાથી આત્માઓ જુદી જુદી જાતના જીવનમાં નાટકના પાત્રની માફક ભાગ ભજવે છે. એમાં જેઓ આત્મસ્વરૂપ પીછાને છે તેઓ સ્વકલ્યાણસાધનામાં અગ્રેસર થાય છે, જ્યારે બાકીના માટે ઘાણમાં જોડેલા બળદની જેવું પરિભ્રમણ ચાલુ જ રહે છે. આપણે એકીસુતોના જીવન અવલોક્યા તેમ ચેર ને હત્યારાના કથાનકો પર પણ ચક્ષુ ફેરવ્યા. એ પરથી એક મુદ્દો તો સર્વેમાં રમતો જોઈ શક્યા કે–આત્મા ધારે તો પોતાની બગડેલી બાજીને પણ સુધારી શકે છે અને પતનના છેલ્લા પગથિયેથી, ઉન્નત પંથનો પથિક બની શકે છે. ફક્ત એક વાર નિરધાર કરવો જોઈએ.
આ ત્રીજા ગુચ્છકમાં ચાર એવા માનવીઓના જીવન અવ-. લેકવાના છે કે જેઓ એક કાળે પ્રબળ—પ્રતાપી રાજવીઓ હતા. તેમનો વૈભવ-વિલાસ કોઈને પણ ઈર્ષ્યા પ્રગટાવે તેવો હતો અને જેમની સમૃદ્ધિની મર્યાદા પણ નહોતી. ટૂંકમાં કહીએ તે ‘રમા અને રામા” કે જેની મેહજાળથી સારું ય વિશ્વ મંત્રમુગ્ધ થયેલું નયનપથમાં આવે છે એમાં એકતાર હતા.
પણ ધરતીકંપને આંચકો લાગે ને માનવી સફાળે ઝબકી ઊઠે તેમ, એમની સંપત્તિ ને રાજ્યઋદ્ધિ વચ્ચે એકાએક ધડાકા થાય છે. આ ધડાકે બોમ્બ કે તપનો ન હોવા છતાં જે તીવ્ર અસર કરે છે, એ જ આશ્ચર્યકારી છે.
નિમિત્તવાસી આત્મા” અર્થાત A man is the creature of circumstances એ ન્યાયે એકદા સંતને વેગ સાંપડે છે. એની મીઠી-મધુરી વાણી કર્ણ પર અથડાય છે અને તરત જ