________________
[૩૬].
પ્રભાવિક પુરુષ : નથી રાખી એવી પ્રિયાને એક વાર મળીને જવું ચોગ્ય લાગવાથી કૃપુષ્ય પોતાના આવાસને માર્ગ લીધે.
પણ ઘરના આંગણામાં પગ મૂકતાં જ શું જોયું? એક સમયે જે વિશાળ મકાન સમૃદ્ધિથી ભરપૂર હતું અને જ્યાં મનુષ્યોના અવરજવરથી નાનાસરખા રાજદરબારને ખ્યાલ આવતો ત્યાં આજે સ્મશાનભૂમિ સમી નિજનતા પથરાયેલી છે. ઘણે ભાગ જીર્ણવિશીર્ણ થઈ પડુ પડુ થઈ રહ્યો છે. ચેકમાં ધૂળના ઢગ એકઠાં થયાં છે અને માનવીના પગરવમાં માત્ર એકાકી યુવતી દષ્ટિગોચર થાય છે. તેનો દેહ શુષ્ક થઈ ગયેલો, દેહ પર માત્ર સામાન્ય વસ્ત્ર અને કંઠમાં કેવલ સૌભાગ્યસૂચક મંગળસૂત્ર ! માત્ર કોઈ અગમ્ય આશાતંતુ પર તેણીનું જીવન ઝોલા ખાઈ લટકી ન રહ્યું હોય એવો સ્પષ્ટ ખ્યાલ દ્વારમાં પગ મૂકતાં જ આવ્યા.
આ દશ્ય જોતાં જ કૃતપુણ્યના ગાત્ર ગળવા માંડ્યા. ચક્ષુ સામે ભૂતકાળ નૃત્ય કરવા લાગ્યા. ઘડીભર થઈ આવ્યું કે ધરતી માર્ગ આપે તે એમાં સમાઈ જઉં, પણ આ સ્થિતિ ઝાઝીવાર ન ટકી. કુલીનતારૂપી સુવાસિત ઉદ્યાનમાં જેનો બાલ્યકાળ વ્યતીત થયે છે અને જેને ગળથુથીમાંથી પતિ એ જ સર્વસ્વ અથવા તે સ્વામીનાથના કલ્યાણમાં જ પોતીકું સર્વ કલ્યાણ માનવાના નૈતિક બોધપાઠ મળેલા છે, એ પત્ની, અરે સાક્ષાત કુળદેવી. અચાનક નાથને ઉંબરે આવેલ જેમાં જ ઉમળકાભેર ઊભી થઈ, હસ્તમાં જળપાત્ર લઈ સામે આવી, અધેવદને ઊભી રહી. ચિરકાળથી જે દેહલતા કરમાઈ એક સૂકી યષ્ટિ સરખી ભાસતી હતી તેમાં આજે અપૂર્વ તેજસ્વિતા આવી ગઈ. પ્રિયકાંતના દર્શને સારી ચે રમાવલી કેાઈ અનેરો આનંદથી પુલકિત બની. ખરેખર સંસારમાં નારી જાતને સૌભાગ્યમણિના દર્શનથી શું અધિક છે?
કૃતપુણ્ય હાથપગ ધોઈ દુઃખી હૃદયે ગૃહમાં પ્રવેશ કર્યો. પિતાની સ્વછંદતાએ આ સ્થિતિ જન્માવી છે એને તાદશ