________________
ચેડા મહારાજા :
[૩૮૩] પરિવર્તન પામ્યો; તેથી જ પિકાર પણ થઈ ગયે. સુલસાના પુત્રનું મરણ એ નિમિત્તે થવું સજીત. તેઓનો જન્મ એક સાથે થયો હતો એમ મૃત્યુ પણ એક સાથે જ થયું. એ બધી કમની અટળતા સામે માનવ લાચાર છે. હવે શેક કરો વૃથા છે.”
“દેવી ચલણ! તમારી શી ઈચ્છા છે? મહારાજના હૃદયમાં તમારું સ્થાન સુયેષ્ઠા જેટલું જ અચળ અને ગૌરવસંપન્ન છે. લગ્નનો કરાર એ તો ઉભયના દિલની સંમતિ ઉપર અવલંબે છે. તમારી ઈચ્છા પાછા ફરવાની હોય તો તેમ કરવામાં રંચમાત્ર વાધે નથી. વિચાર કરી જવાબ આપો કે જેથી પ્રયાણ નિયત થાય.”
કુમાર! સગી આંખે જોયેલા સાહસ ને વીરતા હું કેમ વિસરી જઉં? વળી સુચેષ્ટા કરાર પાળવો એ એની બહેન તરીકે મારી પ્રથમ ફરજ છે, એટલે મારું સ્થાન હવે વિશાલા નહિ, પણ રાજગૃહીમાં જ છે. મહારાજ મારા શિરતાજ છે.”
ચેલણાનું અપહરણ થયા પછી વિશાલા નગરીની પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ હતી. મહારાજા ચેટકના સ્વભાવથી ને પરાકમથી પરિચિત પ્રજા સારી રીતે જાણતી હતી કે ટૂંક સમયમાં મગધદેશ સાથે સંગ્રામનું રણશિંગડું કુંકાવાનું ચલણાને ઉપાડી જવાનો ઘા રાજવી મૌનપણે સહન કરે એ શક્ય જ નહોતું. સુરંગ માગે આ બનાવ બન્યો તેથી જ આટલા દિવસ પસાર થયા. ઊઘાડી લડાઈમાં પરાજય પામ્યા હોય એવું કઈ વાર ચેટકરાજની કારકીર્દિમાં નહોતું તેંધાયું કે નહોતું વિશાલાનગરીની વસતીએ જોયું! એક તરફ મહાસંગ્રામની તૈયારી અને બીજી તરફ ગુપ્તચરની છૂપી તપાસથી સારા ય પુરમાં વાતાવરણ ગરમ બન્યું હતું. ચકલે, ચાટે અને આવાસમાં વાતનો વિષય સુરંગ ને ચેલણાના અપહરણને જ ચર્ચાતો. એની પાછળ જાતજાતના ચણતર થતાં. ખૂદ મહારાજાને પણ ઓછું આશ્ચર્ય