SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૫૮] પ્રભાવિક પુરુષે ? મહારાજ ! સારા ય નગરમાં આજે એક જ વાર્તા પ્રસરી રહી છે કે “ મગધેશની સગાઈ સંબંધી માંગણી આપે હસી કાઢી, કુલીનતામાં ઊણપ દેખાડી, દૂતને તિરસ્કારી વિદાય કરી દીધો. ” મારી વિશ્વાસુ દાસીના સાંભળેલા આ સમાચાર છે.” શું આ હકીકત મારી પ્રજામાં ચર્ચાનો વિષય થઈ પડી છે?” નાથ! આપ એમ સમજે છે કે વિશાલા નગરની પ્રજા રાજાના દરેક કાર્યો, બંધ આંખે અને મૂંગે મોંએ, કેવળ ઉપેક્ષાભાવથી ચલાવી લે ? આપને ખેડું ન લાગે તો એ પાછળ કેવી લોકવાયકા પ્રવર્તે છે એ જાણવા જેવી છે. તારુણ્યના આંગણે આવી ઊભેલી સ્વઅંગજાઓ તરફનું એક પિતા તરીકેનું આપનું વર્તન જનતાની નજરે વાસ્તવિક લાગતું નથી. એમાં પ્રજાને કર્તવ્ય-શ્રુતિને સ્પષ્ટ ભાસ થાય છે. ” “અહો ! અંતપુરના કમર સુધી પહોંચેલી આ સમસ્યા કેમ મારા કાન સુધી ન આવી એ આશ્ચર્યની વાત છે. ” એમાં આશ્ચર્ય જેવું શું છે? સંતાનોની ચિતા મા-બાપ રાખવી જોઈએ એ સનાતન ધર્મ છે. આપ રાજ-કાર્યની અન્ય વિચારણાઓમાં એ વાત ઉવેખી મૂકે તે પણ મારે તો એ તરફ લક્ષ્ય આપવું જ પડે, માતૃહૃદયની એ એક વિલક્ષણતા છે.” અરે! હું ભૂલ્ય, મેં તા વિવાહ સંબંધને જોડવાના પણ લીધા છે તેથી એ બાબતની વાતમાં મારાથી ન જ પડાય.” મહારાજ ! પ્રતિજ્ઞા લેવી સુલભ છે, એમાં રહેલ દેષરેખા નિહાળવી એની પણ ન નથી, છતાં એ વાત પણ જોડે ભૂલવાની નથી કે આપણે વાસ હજુ સંસારમાં છે. સંતાનમાં ગ્ય પસંદગી કરવાની શક્તિ ખીલવ્યા સિવાય–પોતાના ભાવ જીવનનું શ્રેય શામાં છે એની પારખ કરવાનું ખમીર પ્રગટાવ્યા
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy