________________
અનાથી મુનિ :
[ કર૫ ] धनेषु जीवितव्येषु, भोगेष्वाहारकर्मसु ।
अतृप्ताः प्राणिनः सर्वे, याता यास्यन्ति यान्ति च ॥ ગમે તેટલી લક્ષમી પ્રાપ્ત કરે, સેંકડો વર્ષનું જીવન ગાળે, વિવિધ પ્રકારના ભાગે ભેગો, જાતજાતની રસવતીઓ આરોગો અને સદા વ્યવસાયતત્પર રહ; છતાં કઈ દિવસ તૃપ્તિ થવાની નથી. એ સનાતન નિયમ છે કે સર્વે જીવો અતૃપ્તપણે જ ભૂતકાળમાં મરણને શરણ થયા છે, વર્તમાનમાં થઈ રહ્યા છે અને ભવિષ્યમાં થવાના છે. એ પદાર્થોની આસક્તિ જ કોઈ એવા પ્રકારની છે કે તેમાંથી છૂટકારો કોઈ વિરલ આત્માઓ જ મેળવી શકે છે. વાસનાનો જય કરે એમાં જ સામર્થ્ય છે અને તેથી જ તીર્થંકર પરમાત્મા એક જ નાદથી એ પ્રકારની શૂરવીરતા દાખવવાનું કહે છે.
પ્રત્યેક આત્માએ પ્રભુ શ્રી મહાવીરદેવને આ કિંમતી ઉપદેશ સ્મરણમાં રાખી સ્વજીવનનું વહેણ નિયત કરવું જોઈએ.”
એ પછી તરત જ મંગલિક સંભળાવી મુનિઓએ વિહાર કર્યો, નરનારીનો સમૂહ નગરી પ્રતિ પાછો વળે અને પેલો યુવાન પણ પુન: અશ્વારૂઢ થઈ ચાલી નીકળ્યા. પ્રતિદિન એની સ્વારીમાં કુદરતની લીલાનાં દ્રશ્યો જોવાનાં મળતાં એટલે મનેપ્રદેશમાં એને લગતી જ વિચારશ્રેણી ઉદ્દભવતી, પણ આજે તો મુનિશ્રીની દેશનાએ જ મુખ્ય સ્થાન લીધું.
એના અંતરમાં એક જ ધ્વનિ ઉદભવવા માંડ્યો કે-“શું સુંદર આવાસ, લલિત લલનાને સમાગમ અને આ રાજદ્ધિ એ બધું નકામું! કંઈ જ ગણત્રીનું નહિ! હું જાતે એને ઉપભોગ કરી રહ્યા છતાં, પ્રતિદિન એ દ્વારા જાતજાતની મોજ માણી રહ્યા છતાં, એનાથી અદ્વિતીય આનંદ મેળવી રહ્યા છતાં, એ સર્વને વૃથા માનવાની મૂર્ખતા કેમ કરી શકું? એ મુનિને