________________
[૨૪]
પ્રભાવિક પુરુષ : બાજુ ફેરવ્યું. ત્યાં પહોંચતાં જ એને જણાયું કે ચાર શમણે પિતાના ઉપકરણ અંગ પર બાંધી લઈ વિહાર કરવાની તૈયારીમાં છે અને એમને નરનારીનો માટે વર્ગ વંદન કરી, બહુમાન આપી રહ્યો છે. પોતે પણ તુરગ પરથી ઊતરી ગયે અને એ વૃદમાં ભળી જઈ, હાથ જોડી ઊભો રહ્યો.
એ વેળા ચાર સાધુઓ પૈકી જે મુખ્ય હતા તેમણે મિષ્ટ શબ્દોમાં નિમ્ન પ્રકારે વિદાય સંદેશ આપે.
મહાનુભાવ! અરિહંતપ્રભુના ધર્મ સંબંધી જે જે સ્વરૂપે ચોમાસાના ચાર મહિના દરમિયાન તમને સમજાવવામાં આવ્યા છે એ પ્રમાણે ચાલવામાં–વર્તવામાં યથાશક્તિ પ્રયત્ન કરશે. એટલી વાત કદાપિ પણ સ્મૃતિ બહાર ન જવા દેશો કે આ માનવભવ અતિ મેઘેરે છે. વારંવાર એની પ્રાપ્તિ થતી નથી. તેથી જ એની તુલના ચિંતામણિરત્ન સાથે કરવામાં આવે છે. ચિંતામણિરત્નને પથ્થરનો ટુકડે સમજી પેલા મૂર્ણ ભરવાડે જેમ પક્ષી ઊડાડવા માટે ફેંકી દીધું તેમ તમે પણ આ માનવજીવનને સફળ બનાવવાનું ચૂકી જઈ, કેવળ આપાતરમણીય ભેગવિલાસમાં એને ગાળી ન નાંખશે. યાદ રાખજે કે – गृहं सुहृत् पुत्रकलत्रवर्गो, धान्यं धनं मे व्यवसायलाभः । कुर्वाणमित्थं नहि वेत्ति मूढो, विमुच्य सर्वम् व्रजतीह जंतुः ॥
ઘર, મિત્ર, પુત્ર, વલ્લભા વિગેરે સ્નેહીવ, ધાન્યની વિપુલતા કે ધનના ચરુ, વિશાળ વેપાર કે ચેતરફથી થતો લાભ યાને કમાણુ એ બધું એક દિવસ ત્યજી દઈને આ જીવડાને જવાનું છે. કઈ મૂઢ આત્મા જ એ સર્વમાં મારાપણું માનીને એમાં જ લયલીન થાય છે અને માને છે કે એ બધું મારું છે. કદાપિ મારા હાથમાંથી એ ખસી જવાનું જ નથી, પરંતુ તેંધી રાખજે કે