________________
[૧૫]
પ્રભાવિક પુરુષો : લપેટી હું શ્મશાનભૂમિમાં તેના પિતાના નામની એક મુદ્રિકા સહિત મૂકી આવી અને તેને એકાકી જોઈ ચંડાલ સ્વગૃહે લઈ ગમે તે ગુપ્ત રીતે નીરખી લીધા પછી હું ત્યાંથી પાછી ફરી ત્યાં સુધીને સર્વ વ્યતિકર અમારા બે જણ સિવાય આજે પણ જગતની આંખથી અંધારામાં છે. જો કે એમ કરવામાં મેં જે ચારિત્રધર્મ સ્વીકાર્યો હતો તેને કેટલાક અંશે ક્ષતિ પહોંચી અને મારી સામે અતિચારની હારમાળા રચાઈ; છતાં નથી તે જૈનશાસનને કાળી ટીલી લાગી કે નથી તો એ અલ્પવયસ્ક અભકનું અકલ્યાણ થયું. અતિચારનું સેવન કરીને પણ માતૃત્વનું પાલન કર્યું છે.
એ બાળક તે મારી સામે રહેલ રાજવી તે પોતે જ છે. મારા આટલા વર્ણન પછી એમાં શંકાને સ્થાન રહેતું નથી, છતાં વધુ સાબિતીની આકાંક્ષા હોય તો તારા દક્ષિણ હાથની અંગુલી પર જે મુદ્રિકા ઝગમગે છે એ તરફ નજર કર. એમાંનાં અક્ષર વાંચતાં આપોઆપ જણાઈ આવશે કે જેની સામે તું યુદ્ધ ખેડી રહેલ છે તે તારા પિતા અને એક સમયના મારા સ્વામી-નૃપતિ દધિવાહનનું તેમાં નામ છે.”
હે જનની ! સ્વમુખે કથન કરેલ વૃત્તાંત અને આ મુદ્રિકાને પ્રત્યક્ષ પુરાવો મારા જીવન પર ન જ પ્રકાશ પાડે છે અને એથી મને ઘણું જ હર્ષ થાય છે, છતાં મારે દુ:ખપૂર્વક કહેવું પડે છે કે આપની એક નાની શી ભૂલથી–આગળ વધીને કહું તે સંતાન પ્રત્યેની બેદરકારીથી મારે કેવી કેવી અડચણાનો સામનો કરવો પડ્યો છે અને ઉચ્ચ કુળમાં જન્મવા છતાં કેવી અપકીર્તિ ને અવહેલના વેઠવી પડી છે તે આપ નથી જાણતા. આજે પણ મારી ઓળખાણ ચંડાળપુત્ર તરિકે જનતાના ચોપડે આળેખાયેલી છે. મારું “અવકણિક” નામ તો આંગળીના ટેરવે ગણાય તેટલા માનવીઓ જાણતા હશે. બાકી ખાજને લઈ ખણવાની આદતથી પડેલું મારું નામ “કરકંડૂ”એ સુપ્રસિદ્ધ છે;