________________
[ ૨૭૨ ]
પ્રભાવિક પુરુષો :
અજાતશત્રુ રાજાની આજ્ઞાભંગ સામે તેઓને જો કાઇ પણુ શરણુ આપે તેમ હાય તે તે લચ્છકી ને મણૂકી જાતિના ગણરાજના અગ્રણી અને વિશાલાના પ્રભાવશાળી ભૂપ માતામહ ચેટક જણાયા.
*
એ કાળ એવા તે વિષમ હતા કે રાજગૃહીના અવનીપતિના *માન પરત્વે ન તે ચૂચા કરી શકાય કે ન તેા એમાં રહેલ સત્યાસત્યની છણાવટ કરી શકાય. વળી એ સાથે રાજ્યના ગુન્હેગારને સઘરવા એ પણ કઇ જેવું તેવું જોખમ નહેાતુ. કયાં તે શરણાગતને સોંપી દેવાની હાકલ પડે ને એને નકારા કહેતાં તરત જ સમરાંગણ ખેલવાના નેતરાં આવે. બળિયા સાથે બાથ ભીડવી એટલે સર્વનાશ !
ક્ષત્રિયને એ પણ ધર્મ કે શરણે આવેલને પાછા સોંપાય નહીં. શિર જાય તે મ્હેતર પણ શરણાગતને ઊની આંચ પણ ન આવવા દેવાય. ઇતિહાસે ક્ષાત્રવટની એવી એવી તે કેટલીય પ્રશસ્તિઓ સંઘરેલી છે. એ વાંચતા રૂંવાડા ખડા થાય છે.
ચેડા રાજાના વ્હાલસેાયા ઉપનામથી સખેાધાતાં વૈશાલીપતિને એ બધાનું પૂર્ણ જ્ઞાન હતુ. શરણે આવેલાને આશ્રય આપવા એ જ જ્યાં ધર્મ હેાય ત્યાં પછી ભાવી સંકટના વિચારને અવકાશ કેટલે ? એમાં અહીં તે શરણે આવનાર અન્ય કાઇ નહીં પણ પેાતાની દીકરીના જ દીકરા.
જયારે કાણિકે સાંભળ્યું કે પેાતાની આંખમાં ધૂળ નાંખી લઘુબંધુએ વિશાલા વિદાય થઈ ગયા છે ને માતામહ ચેટકે તેમને આશ્રય પણ આપ્યા છે ત્યારે તેને ગુસ્સા મર્યાદાના વર્તુળને કૂદાવી ગયા. ઠપકાભરી વાણીમાં ગુન્હેગારોને સોંપી દેવા સારુ સત્વર કૃત મેાકલાયા અને જ્યારે એ નકાર સાથે પાછા ફર્યા ત્યારે તેા અજાતશત્રુને એ અપમાન એટલું તે અસહ્ય લાગ્યુ` કે જાણે એની અમાપ ગરમીથી એના પ્રત્યેક ગાત્રા મળવા લાગ્યા.