________________
[ ૧૭૬ ]
પ્રભાવિક પુરુષો : કરું તેના રાજ્યકાળના શાય, દેહકાંતિ અને અમાપ ભાગવિલાસિતા કે અવર્ણનીય આડંબર લાલાયિતા સાથે આજના સંયમી જીવનની, એમાં પગલે પગલે નિતરતી રુક્ષતા-ઉપેક્ષાવૃત્તિ, પુદ્ગલ સંબંધી સુખ તરફ વિરાગદશા અને માત્ર ધ્યાનદશા પ્રતિ એકાગ્રતાની–સરખામણી કરું છું ત્યારે વિનાસંકોચે એ સુહૃદ મટી સંત બનેલા આત્માના ચરણમાં મારું મસ્તક સહજ અવનત થાય છે. અગાધ વૈભવને, સંખ્યાબંધ લલના સમૂહની
હજાળને એકાએક ફગાવી દેનાર, આ મહાત્મા તરફ બહુમાન પેદા થાય છે. હજી અલ્પ સમય પૂર્વે મારી સગી આંખે તો હું જોઉં છું કે પહાડની કંદરાના એકાંત પ્રદેશ પર કેઈ પણ પદાર્થ તરફ એકાદું મટકું પણ માર્યા સિવાય નીચી દષ્ટિએ તેઓ કાયાત્સર્ગ મુદ્રામાં ધ્યાનમગ્ન ખડા છે. આવી વિરાગદશા ! આ જાતની કષ્ટ સહનતા ! આ પ્રકારની પૌલિક લાભ તરફ બેદરકારી! છતાં એનું ફળ? –નરક ! શું આ સંભવી શકે?તે તે પછી સ્વર્ગ કે મોક્ષ માટે કેવી કરણીનું પ્રમાણપત્ર જોઈએ ? એ મહાત્મા નરકે જાય તો પછી સ્વર્ગ અપવર્ગના દ્વાર સદાને માટે બંધ જ રહેવા જોઈએ. એમાં જનાર જ્વલે કોઈ જીવ જ જડી આવે!
અંતર કબૂલી શકતું જ નથી કે પ્રસન્નચંદ્ર રાજર્ષિ નરકે જાય, પણ શ્રી મહાવીરદેવ સ્વમુખે વદે છે કે અત્યારે એ જે કાળ કરે તો ચોક્કસ સાતમી નરકે જાય. શ્રી વીરનું વચન એટલે સો ટચનું સોનું. એમાં શંકાને સ્થાન જ ન હોઈ શકે, તે પછી આ ગૂંચ ઉકેલાય કેવી રીતે ? દષ્ટિ જુદું દેખાડે છે, મન જુદું મનાવે છે, અંતરને અવાજ કઈ જુદો ઊઠે છે, છતાં શ્રદ્ધાના તારમાંથી અનેરું જ સંભળાય છે.
યુગાદિ જિનેશના કૈવલ્યની સાથોસાથ ચકરત્નની ઉત્પત્તિ પ્રસંગે જેવી દશા ભરતરાજની થઈ હતી એવી જ અત્યારે મારી સ્થિતિ છે. સૌ કોઈ શાણાને મત અંતરના અવાજની સ્વીકૃતિ