________________
અનાથી મુનિ :
[૩૫] “ રાજનતમારી જાત પર જ તમારી સત્તા ચાલતી નથી ત્યાં તમે બીજાના રક્ષણહાર કેવી રીતે થઈ શકવાના? કાયાપિંડ કાચના વાસણ જે ક્ષણવિધ્વંસી છે, તેની આપને ખબર તો છે ને ? એક ટકરે એને કડડભૂસ થતાં લેશ માત્ર વિલંબ નથી થતો, એ આપ જાણતા જ હશે. તમારા આ દેહરૂપી પિંજરમાં જે હંસલે છે એ કઈ વેળા ઊડી જશે તેની જ્યાં તમને જ ખબર નથી ત્યાં તમે બીજાનું સનાથપણું કેવી રીતે સ્વીકારવાના ? જે પોતે અશક્ત ને પંગુ છે તે અન્યને સશક્ત કે સમર્થ કઈ રીતે બનાવી શકવાના? જરા શાંતિથી વિચાર કરોજ્ઞાની અને સંતપુરુષોનાં વચને યાદ કરો –
चेतोहरा युवतयः सुहृदोऽनुकूलाः, सद्बांधवाः प्रणयनम्रगिरश्च भृत्याः । गर्जन्ति दन्तिनिवहास्तरलास्तुरगाः,
संमीलने नयनयोने हि किश्चिदस्ति ॥ १॥ મનને હરી લેનારી યુવતીઓ કે વિચારને અનુકૂળ મિત્રો, નેહી બાંધ અને નમ્રપણે આજ્ઞા ઉઠાવનાર નેકરે, ઉન્નત દંકૂશળવાળા હાથીઓ કે ચપળ ઘોડાઓ--અથાત્ એ પ્રકારની અદ્ધિસિદ્ધિ જ્યાં આંખ મીચાઈ ગઈ કે જરા માત્ર ઉપગની નથી.” અરે ! આંખ મીંચાવી તો દૂર રહી પણ જ્યાં કાયા રે ભરાણું કે એ નહિવત્ થઈ પડે છે. સંસારનાં સુખ તેથી જ આપાતરમણીય કહેવાયાં છે અને તેટલા ખાતર જ તેની તુલના કિપાકવૃક્ષનાં ફળ સાથે કરાય છે. રાજન ! પ્રભુશ્રી મહાવીર દેવનું વચન-નિત્યે સવારે મારિ સરું થાનમ્ ા છે તેને કેમ વીસરી જાઓ છો ? શા સારુ નીચેના લેક પ્રતિ દુર્લક્ષ્ય દાખવી સનાતાને દાવો કરી રહ્યા છો ?
भोगा रोगप्रदा ज्ञेया, यौवनं क्षणभंगुरम् । संध्यारागाभ्रछायेवा-नित्यं संसारचेष्टितम् ॥ १ ॥