________________
[૨૫૮]
પ્રભાવિક પુરુષ : ફર્યા. વૈભારગિરિની તળેટીમાં ઠંડા પવન જોરશોરથી કુંકા શરૂ થયો હતો, છતાં એક તપસ્વી મુનિને ઊઘાડે શરીરે કાયોત્સર્ગમાં લીન જોયા. આવા આકરા ઉપસર્ગો સહન કરતાં સાધુને જોઈ અમે ઉભય વીતરાગપ્રભુના શાસન પરત્વે વિમર્શ–પરામર્શ કરતાં મહાલયમાં આવ્યા, સીધા શયનગૃહમાં સિધાવ્યા અને કોઈ પણ જાતના મનમાલિન્ય વિના નિદ્રાદેવીના અંકમાં પોઢી ગયા. લગભગ મધ્યરાતના સમયે એકાએક હું જાગી ગઈ, મારે એક હાથે ઓઢવાની રજાઈથી બહાર રહી ગયેલ તે એ ઠરી ગયેલ કે અચાનક મને સંધ્યા સમયે જોયેલ મુનિ યાદ આવ્યા ને સ્વતઃ બેલાઈ ગયું કે- તેમની શી દશા ? ” હું તો તરત જ પાછી મારા શરીરને પૂર્ણ રીતે રજાઈથી લપેટી સૂઈ ગઈ અને જોત-જોતામાં એવી ગાઢ ઊંઘ આવી ગઈ કે જાગ્રત થતાં પણ રોજ કરતાં આજે વિલંબ થયો છે. ”
“માતા! કારણ મળી આવ્યું. આજના સારા ય બનાવનું મૂળ તે જ છે. “રજનું ગજ” તે આનું નામ. જે વાત આટલી નજીવી છે, જેમાં ભત્પાદક્તાનું નામ સરખું પણ નથી, તે વાતથી આજે કેવી ભયંકરતા ઉદ્દભવી છે ? કાન છતાં સાન ન હોવાથી વાતનું વતેસર કેવું બની જાય છે અને એની પાછળ શંકાના ગુંચળા ને વહેમનાં વમળ કેવા જામે છે ?”
કેઈપણ જાતના આંતરિક મેલ વિના, કેવળ સ્વાભાવિક રીતે ઉચરાયેલા “તેમની શી દશા ? ” એ શબ્દએ સાચે જ મારા જાગતા પિતાના હૃદયમાં પ્રબળ ભ પ્રગટાવ્યા છે. એથી જ માતુશ્રી ! આપના ચારિત્ર વિષે કેઈ અનેરી ગંધ આવી છે, તેથી જ મને “અંતેઉર સળગાવી દેવાનો હુકમ આપી ગયા છે !”
ચેલણું–“રાજા કાનના કાચા કહેવાય છે તે આવી રભસવૃત્તિને જ આભારી જણાય છે. ન્યાયતોલનની આ તે પદ્ધતિ