________________
[ ૩૦૨ ]
પ્રભાવિક પુરુષો : જરા માત્ર ઉપયોગ કરું નહીં કે અન્ય દ્વારા કરાવું નહીં. અનુમોદનના પ્રસંગથી પણ સાવચેત રહું. મારી મનોકામના તો એવી છે કે એ બે ઘડીમાં દુનિયાને તદ્દન વિસરી જઉં ને કેવળ ધર્મધ્યાનમાં જ મન પરોવી બેસું.”
પુ ! તારી ઈચ્છા વાસ્તવિક છે. સાચી કરણે એનું નામ છે કે એના અમલ વખતે મન-વચન-કાયાની એકાગ્રતા માત્ર એ એક પાછળ જ ખરચાઈ રહેલી હોય. એ માટે પ્રેમી યુવતીનું દષ્ટાન્ત દષ્ટિસન્મુખ રાખવું.
એક સ્થાને એક સાંઈ નિમાજ પઢી રહ્યા હતા. પાસે થઈને એક તરણું પસાર થઈ. તેણના પગની ઠેસ સાંઈના માથામાં વાગી. તરત જ ઊંચુ જોઈને એ બોલી ઊઠ કે-“રંડી! દેખતી નહીં હૈ?” પણ પેલી બાઈ તો કેટલાએ પગલા આગળ વધી ગઈ હતી. તેની આ જાતની બેદરકારી પર સાંઈને ઘણે ગુસ્સો આવ્યું અને નિમાજ પરથી મન ક્યારે એ પાછી ફરે ને તેણીને ઠપકે આપું, એવા વિચારમાં ગુંથાયું. પેલી તરુણું પણ થોડા સમય પછી એ જ માગે પાછી ફરી. તેને જોતાં જ સાઈ ગઈ ઊડ્યા-કડવા વેણ કહ્યા. તરુણ ધીરજથી પૂછવા લાગી કે
સાંઈજી! મને તો જાણે ભાન નહોતું એટલે મારાથી કેશ વાગી પણ આપ તે વેળા શું કરતા હતા?”
સાંઈ-“તે ખુદાની બંદગી કરતો હતો. ”
“સાંઈ મહારાજ ! ગુસ્સો ન કરશે, પણ ધીરજથી વિચારશે તે જણાશે કે આપ જે સાચે જ ખુદાના ધ્યાનમાં એકતાર થયા હેત તો મારી ઠેશ તો શું, કઈ શિકારીની ગોળીની પણ આપને ખબર પડી ન હોત ! ધ્યેય સિવાયના કેઈપણ પદાર્થની શુદ્ધ ધ્યાનમાં સંભાવના જ ન હોઈ શકે. આપની પાસે થઈને તે શું પણ શરીરે ઘસાઈને હું ગઈ હોત તો પણ આપ એ