SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ચેડા મહારાજા: [ ૩૮૯ ] “ સાગ ધિકના વ્યવસાયથી એ નામે ખ્યાતિ પામેલ કોઇ મહાબુદ્ધિશાળી માણુસ મગધથી આવી આપણા આવાસની સિમપમાં વસેલા. તેણે સુગંધી પદાર્થો પાણીના મૂલ્યે પૂરા પાડી અંત:પુરના દાસીવૃંદમાં જખરું સ્થાન જમાવ્યું. જે ઉદ્યાનમાં મારી રજા સિવાય પુરજનને પ્રવેશ પણ અશક્ય છે અને જે એક એકાંત ભાગ પર આવેલ હાઇ ઘણુંખરું રાણીવાસના નારીવૃ ંદ માટે જ અલગ રખાયેલા છે; એમાં એક કરતાં વધુ વાર એ સાગ - ધિક મહાશય જુદા જુદા સમયે સુજ્યેષ્ઠાએ અપાવેલી પરવાનગીથી જઇ આવ્યે અને મારિકાઇથી એના જુદા જુદા ભાગની નોંધ પણ કરી આવ્યેા. એ વ્યક્તિએ જ સુરંગની ચેાજના કરી. એવી સીફતથી કામ લીધું કે એની ગંધ સરખી કેાઈને ન આવી. એક ચુનંદા વેપારી તરિકે મહાજનમાં પણ ઉમટ્ઠા સ્થાન મેળવ્યું. બનાવ બન્યા તેના ત્રણ દિન પૂર્વે જ એ મહાશય એકાએક ઉચાળા ભરી ગયા! આટલી માહિતી પ્રાપ્ત થઇ છે. સુજ્યેષ્ઠા એની શબ્દાળમાં કેવી રીતે સાણી એ હજુ અનિીત વિષય છે.’ “ નાથ ! એમાં ઝાઝી વિમાસણ શા સારુ કરવી ? હાથકંકણને આરસીની જરૂર હાય ખરી ? કુંવરી સુજ્યેષ્ઠાને ખેલાવા એટલે એ પરના પડદા સ્હેજે ઉંચકાઇ જશે. ગમે તેવી આકરી કસોટીમાં પણ મારી તનયા અસત્યવાદનું આચરણ નહીં કરે એ વાતની મને સે એ સા ટકા સંપૂર્ણ ખાત્રી છે. ’’ તરત જ અનુચર માકલી સુજ્યેષ્ઠાને મેલાવવામાં આવી. તેણીએ આવીને માતાપિતાને નમસ્કાર કર્યો કે તરત જ મહાસતીએ પેાતાની નજીક બેસાડી, ધીરજથી માથે હાથ ફેરવતાં પૂછ્યું કેપુત્રી ! ચેલણાનું અપહરણ એકાએક મગધેશે આવીને કર્યુ કે એની પાછળ કેાઇ અન્ય ઇતિહાસ છે ? વિનાસ કાચે સાચી પરિસ્થિતિની રજુઆત કર, કેમકે એક મહાન્ સામ્રાજ્ય સાથે યુદ્ધની શરૂઆત કર્યા પૂર્વે પેાતાને કેશ મજબૂત કરી લેવા ઘટે.” 66
SR No.022905
Book TitlePrabhavik Purusho Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1943
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy