________________
[૨૬૬ ]
પ્રભાવિક પુરુષ : જેવી ઉક્તિ શા કારણે જન્મ પામત? શા સારુ અરણ્યવાસ પસંદ કરાત ? મહાનુભાવ ! તેં ખરેખર દુર્ગાનમાં નિશાના કલાકે વ્યતીત કર્યા છે. સાધુજીવનને અનુરૂપ એ વિચારણા ન ગણાય. કોની સામે જવું અને હસ્તે મુખડે સમભાવપૂર્વક એ રહેવા. એને સારુ તો આગાર ત્યજી અણગાર બનવાનું. એ ખાતર અંગનાની પ્રીતિ, વિષયવાસના અને પદ્ગલિક સુખોની ઈચ્છા તદ્દન વિસારી મૂકવાની. એની સ્મૃતિ સરખી પણ ન ઘટે.
ત્યાં તારા સરખા રાજપુત્રને એ યાદ આવે. અરે! એ એટલી હદે દબાણ કરે કે એની મોહિનીમાં તું અંગીકાર કરેલ પ્રતિજ્ઞાને પણ તોડવા તૈયાર થાય ! ક્ષાત્રવચન કે ક્ષાત્રવટનું ગૌરવ પણ ખીંતીએ લટકાવી દેવા તૈયાર થાય ! અને તે પણ સંસારના છીછરા વિલાસને કારણે? ક્ષણજીવી સુખને માટે? જરા ઊંડા ઊતરી વિચાર્યું છે ખરું કે જેને તેં સુખ કમ્યા છે તે સાચે જ સુખે છે? એનાથી કેવલ સુખ જ મળે છે ? શું એ શાશ્વત છે? આત્મસાક્ષાત્કારને પંથે પળી ચૂકેલ એ મેઘ ! જરા બારિ. કાઈથી વિચાર. બાહ્યભાવ ત્યાગી અંતરદષ્ટિથી અવલોકન કર. જેમાં તને સુખનો ભ્રમ થાય છે એમાં સરવાળે અગાધ દુ:ખ સિવાય કંઈ જ નથી. કર્મરાજે ગોઠવેલા એ માત્ર પાસલાઓ છે. મુગ્ધ જી એમાં ફસાય છે, રાચેમાચે છે અને જોતજોતામાં માનવભવ હારી જઈ ચોરાશીના ચક્કરમાં હડસેલાય છે. સાચું સુખ કર્મબંધન તેડવામાં છે. આત્મા અને દેહનો સંબંધ યથાર્થ વિચારાય તો એની કુંચી હાથ આવે. સંયમ એ અર્થે જાયેલી એક માત્ર ભૂમિકા છે.
તને જે કષ્ટ લાગ્યું એ સાચે જ કષ્ટ કહેવાય કે ? જે આત્માઓ સંસારની લાલસાને તજી દઈ ચારિત્રરૂપ મહાન ધર્મનું સેવન કરી રહ્યા છે એમના ગમનાગમનથી કાંઈક અકળામણ થાય, પાદરજથી સંથારે ભરાય, એ તે દુઃખ? એમાં તે