________________
મેઘકુમાર :
[ ૨૬૭ ] કષ્ટ? સમજુ આત્મા એમ માને? નિદ્રાપ્રાપ્તિમાં એ અડચણે તે ઉપરછલી જ છે. બાકી રાજકુમાર ! સાચી મુશ્કેલી તો તે જે જીવનપલટો કર્યો તેને આભારી છે. રોજના ક્રમથી સદંતર જુદે જ ચીલે જીવનશકટ વાળ્યું તેની આ શરૂઆત છે. એવી કેટલીએ રાત્રિઓ ઉજાગરાવાળી જવાની–એક બીજાથી સદંતર ઊલટા રાહ રહ્યા એટલે સંઘર્ષણ તો થવાનું જ, જેના પરત્વે દઢ પ્રીતિ હશે, ચોળમજીઠનો રંગ હશે તે જ કાયમ રહેવાને; બીજે આપોઆપ ઓસરી જવાન. અજ્ઞાનતાની આંધિ જ્યાં નષ્ટ થઈ કે સાચા જ્ઞાનભાનું ઊગવાનો. ત્યારે જ આત્મકલ્યાણ શેમાં છે? એ સમજાવાનું. પણ એ સ્થિતિ ઓછી જ કંઈ એકદમ લાધી જાય ? એ અર્થે ધીરજ ધરીને માર્ગ રુંધતા બળોનો સામનો કરવો જ રહ્યો. તે વેશ્યા એ તો કષ્ટાભાસ માત્ર છે, બાકી પરિસહો ને ઉપસર્ગો તો તે હજુ જોયા પણ નથી. કષ્ટ દેખીને ભાગે એ તો કાયર! શૂરો તે તે જ કે જે હિંમતથી એનો સામનો કરે. “વાર્થ સાધવામિ ના દેહં પતયામિ ” એ જ વીરને તો મુદ્રાલેખ હોય. તારો આત્મા પણ એ જ છે. તું આજે માનવદેહમાં જે કરણીથી અસુખ અનુભવે છે એ કરતાં પણ વધારે કષ્ટકારી કરણું સ્વેચ્છાપૂર્વક પૂર્વે તિર્યંચભવમાં તું કરી ચૂક્યો છું. એમાં તે ફરજ માની હતી. સાચે એ પરમાર્થ હતો અને એ સત્કાર્યના ફળરૂપે આ માનવ અવતાર ને રાજપુત્રપણું તને પ્રાપ્ત થયું છે.
સાંભળ! એ કાળે તું ગજરાજ હતો. ગાઢ અરણ્યમાં તારો વસવાટ, હાથણીઓના વૃંદ સહિત ભ્રમણ કરવું અને વૃક્ષના ફળ પાન તથા વહેતાં ઝરણાનાં નિર્મળ પાણી પર ગુજારો કરે એ તારો વ્યવસાય.
એક વાર વનમાં દવ લાગે. તિર્યંચ સૃષ્ટિમાં જબરો કલાહલ મચી રહ્યો. એ પ્રચંડ હતાશનમાંથી બચવા સારુ ભૂખ્યાતરસ્યા જાનવરો એક સ્થાનેથી બીજે સ્થાને ભાગવા માંડ્યા.