________________
[૬૬]
પ્રભાવિક પુરુષ : જગતે એટલું જ જાણ્યું કે શેઠને ઘેર પુત્રજન્મ થયે. હરિ મેતર બિચારે એટલું જ સમજ્યા કે ગંગીએ પુત્રીને જન્મ આ પણ એ બિચારી અલ્પ આયુષની હોવાથી જન્મતાં જ મરી ગઈ. કર્મની ઊંડી ગૂંચો ઉકેલવાનું આ કરતાં વધુ સામર્થ્ય ચર્મચક્ષુઓમાં કયાંથી સંભવી શકે? | હે મેતાર્ય! તારું આ જીવન. હવે તો તું મને ઓળખી શક્ય હઈશ કે આ બધું કહેનાર હું તારે દેવમિત્ર-એક સમયનો રાજપુત્ર અને તે જાતે પુરોહિતપુત્ર. પ્રતિજ્ઞા મુજબ બોધ કરવા હું પૂર્વે એક બે વાર આવેલ પણ બાલ્યકાળના વિચારમાં એનું કંઈ પરિણામ ન આવ્યું, તેથી જ મારે તારા લગ્નની તક સાધવી પડી. હજુ કંઈ બાજી બગડી નથી ગઈ માટે તું સમજી જઈ આ મહિના બંધનમાં ઝકડાતા પૂર્વે એમાંથી વિમુક્ત થઈ જા.”
સાયે વૃત્તાન્ત શ્રવણ કરતાં મેતાર્યની સઘળી ગચ આપઆપ ઉકલી ગઈ. તેનું મન પ્રફુલ્લિત થયું. તે બોલી ઊઠ્યો :
“મિત્ર! તેં પ્રતિજ્ઞાનું પાલન કર્યું અને એટલા સારુ સ્વર્ગીય સુખ ત્યજી દઈને અહીં આવ્યો તે માટે ધન્યવાદ ! પણ તને શું એમ નથી લાગતું કે આ વિશાળ નગરમાં મારી જે અપબ્રાજના થઈ છે તે કાયમ રાખીને હું સંયમ સ્વીકારું તો વ્યવહારમાં એના કેવા મૂલ્ય અંકાવાના ? જનતા એ માટે કેવો અભિપ્રાય ઉચ્ચારશે? મારા પાલક માતાપિતા માટે કેવી વાતો કરશે ? વળી મારું આત્મબળ પણ એકદમ કૂદકો મારવા તૈયાર નથી. હું સંયમ જરૂર સ્વીકારીશ પણ એ પૂર્વે મારા પર લાગેલ મલિનતાને ડાઘ ભૂંસી નાંખવાની મને તીવ્ર લાલસા છે અને એમાં તારી સહાયની પૂર્ણ આવશ્યકતા છે. તું દેવશક્તિથી કઈ એવી વસ્તુ મને આપ કે જેના દ્વારા હું ચમત્કાર દેખાડી દુનિયા આજે જે જાતના ઊંચ-નીચના વમળમાં અટવાઈ ગઈ છે એની ભ્રમણ