________________
ઉદાયન રાજર્ષિ
[ ૧૯૭ ]
‘ જેટલામાં સાયાંત્રિકનું વિવેચન પૂર્ણ થયું તેટલામાં જનતામાં પેટીના દ્વાર ખાલવા સારુ મહાન્ સ્પર્ધા ઉદ્ભવી. જોતજોતામાં કેટલી ય ભુાએ એની આસપાસ વીંટળાઇ વળી, પરંતુ ધારવા જેટલું સરળ કાર્ય ન નીકળ્યું. સંખ્યાબંધ હાથેાના પ્રયાસો નિષ્ફ ળતાને વરી ચૂકયા. કલાકેાના વધવા સાથે તરણીનાં તેજ ઝીલવા ભારે થઇ પડ્યાં. આમવર્ગના પૂર એસરવા માંડયા. સાથેાસાથ આ ચમત્કારી પેટી અને એમાં રહેલા વધુ ચમત્કારી દેવાધિદેવના સમાચાર એ વીતભયપટ્ટણની શેરીઓમાં અને પાળામાં પહોંચી ગયા. જતાં-આવતાં માણસાના મુખમાંથી એ સિવાય ભાગ્યે જ બીજી વાત નીકળતી. ઉદાયન ભૂપતિની ધીરજ પણ ખૂટી ગઇ. કોઇ પણ ઉપાયને પેટીના દ્વારે મચક ન આપી. હવે આદરેલા સમારંભ આટાખ્યા સિવાય ઊઠાય પણ કેમ ? આમ મૂંઝવણુના પાર ન રહ્યો. હવે જ જનહૃદયમાં દેવતાઇ કરામતના ભણકારા વાગવા માંડ્યા. કાઇ શિવના નામે તેા કેાઇ શંભુના નામે સ્તુતિ કરવા લાગ્યા. એકે તે! શ્રી ગણેશાય કરી આરંભ કર્યા. વિષ્ણુ ભગવાનના સ્મરણપૂર્વક પ્રયત્ન કરનાર પણ એછા ન હતા. આમ છતાં દેવાધિદેવે તા દર્શીન ન જ દીધા. તેઉરમાંથી ભાજન સારુ નિમ ંત્રણ ઉપર નિમ ંત્રણ આવવા લાગ્યા. જનાનાગૃહ સુધી દેવાધિદેવની વાત પહોંચી ગઇ. ન્યાય તાલવા કરતાં પણ પેટીના દ્વાર ખાલવાનું કાર્ય વિકટ થઈ પડયું.
પ્રભાવતી દેવીએ દાસીમુખે દેવાધિદેવ સંબધી પરિસ્થિતિ જાણી ત્યારે ઘડીભર વિસ્મયતામાં ડૂબી ગઇ. તેણીને સહજ ખ્યાલ આવ્યો કે દેવાધિદેવ તે રાગ-દ્વેષાદિ અઢાર દૂષણને જીતનાર શ્રી જિનેશ્વર પ્રભુ જ ગણાય; તેથી પેટીમાં તેમની જ મૂર્તિ સંભવે છે. એ અમીભરી પ્રતિમાના દર્શનના યાગ વિધાનપૂર્વક જ કરાય. તરત જ રાણીએ પૂજનની તૈયારી કરી, સ્નાન કરી, શુદ્ધ સ્રોમાં સજ્જ થઇ, જે સ્થળે આ સર્વ વ્યતિકર બની