________________
[૧૨]
પ્રભાવિક પુરુષો : કરકંડૂ રાજવીના પગલા થયા. પિતા-પુત્રને પ્રથમ ભેટે થયે. - ઉભય સૈન્યમાં હર્ષના જયનાદે પ્રસર્યા. ચંપાની પ્રજાએ છૂટકારાને દમ ખેંચે. પણ આ શું? પેલા સાધ્વીમૈયા, જેમના પ્રયાસને આ શોભા આભારી છે એ, તો સ્વ ઉપકરણને પીઠ પર બાંધી અરણ્યના માર્ગે વિચરવા તૈયાર થયા છે. એ જોતાં જ પિતા-પુત્ર ઉભય દેડી, પગમાં પડી, થોભી જવા વિનંતિ કરવા લાગ્યા. પણ એ વેત વસ્ત્રમાં સજિત મૈયાએ, સંસારના આવા ઘણું મિલને, ક્ષણભરના આનંદ અને એની પાછળ વણઝારાની પોઠ સમા વિયોગજન્ય કો જોયેલા અને અનુભવેલા એટલે એમાં ન રાચતાં તેણે એટલું જ ઉપદિશ્ય કે –
મહાનુભાવો ! મારા વ્રતને ખલના પહોંચાડીને પણ મેં મારી ફરજ અદા કરી છે-ઈસિત કાર્ય પાર પાડ્યું છે. હવે ક્ષણભર વિલંબ મારે માટે અસહ્યા છે. જે ઉજજવળ પંથની હું પ્રવાસિની છું, જે આત્મકલ્યાણનું ધ્યેય મેં નિયત કર્યું છે, એ તરફ મને હવે પગલાં ભરવા ઘો. સંસારની આ બધી લીલાઓના ભૂગર્ભમાં એક મહત્ત્વનું રહસ્ય છુપાયું છે અને તે એ જ છે કે માનવભવ પુનઃ પુનઃ મળી શકતો નથી, તે તમે ન ભૂલશે. યુવાન અવકણિકને હજી ઘણું અભિલાષાઓ હોય એ સમજાય તેવું છે, પણ વૃદ્ધ ભૂપાળ! મસ્તકે વેત રોમ નિરખ્યા છતાં આમ ક્યાંસુધી જોયું ન જોયું કરવા ઈચ્છો છો ? અવસર લાધ્યું છે તે એનો લાભ . વિષયે માણી જાણ્યા તેમ એને તજી પણ જાણે. પ્રત્યેક કાર્યમાં ધર્મને દષ્ટિ સન્મુખ રાખશો એ જ અંતિમ સૂચના.” ' એ શબ્દ સાથે સિનેમાનું ચિત્ર અદશ્ય થઈ જાય તેમ પદ્મશ્રી સાધ્વી વિહાર કરી ગયા છતાં એમના હૃદયસ્પર્શી શબ્દોને ગુંજારવ તો ચાલુ જ રહ્યો. દધિવાહનનું દષ્ટિબિન્દુ પલટાયું.