________________
રાજર્ષિ કરકં:
[૧૬૧] એક સમયના દંપતી અથવા તે મહારાણી અને મહારાજા છતાં વર્તમાન ક્ષણ પર નજર રાખી કહીએ તો ગુણ અને શ્રમણે પાસકને માર્ગમાં જ ભેટે થયો.
આવી અનુપમ પળે કવચિત જ આવે છે અને એની સ્થિતિ અતિ અલ્પ હોય છે. એ સનાતન નિયમાનુસાર અહીં પણ જેમનું મન ત્યાગી જીવનરૂપી સુંદર કાનનમાં રમી રહ્યું છે એવા સાધ્વીજીએ થોડા શબ્દોમાં પોતાના આગમનને આશય સમજાવતાં ઉચ્ચાર્યું કે “રાજન ! આ ઘર સંગ્રામને સત્વર આપી લેવાનું ફરમાન બહાર પાડે. આપ જેની સાથે યુદ્ધ કરવા કટિબદ્ધ થયા છે અને એ રીતે પૃથ્વીને રક્તરંગી બનાવવા ઈચ્છે છો તે વ્યક્તિ અન્ય કેઈ નહીં પણ આપને આત્મજ છે. ગભિ અવસ્થામાં હસ્તિપીઠ પર હું રહી ગઈ અને આપે વટવૃક્ષની વડવાઈ પકડી છૂટકારો મેળવ્યું. એ વાતને વર્ષોનાં વહાણા વાયા છતાં આપ વીસરી તે નહીં જ ગયા છે. એ જ ગર્ભને આ બાળક ! પ્રતાપી પિતાને શૈર્યશાળી પુત્ર! એ જ આપને ગાદીવારસ ! ”
દેવી ! તમારી વાત સાંભળીને આનંદના પૂર ઉભરાય છે; છતાં “આ તો ચંડાળપુત્ર છે ”એવી લોકવાયકા છે એનું કેમ? વળી એ જ્યારે રાજવી છે તો તમે એની માતા તરીકે શા સારુ આ વેશમાં આવ્યા છો?”
શંકાના સમાધાન અર્થે પુન: એક વાર સાધ્વીજીએ સ્વવૃત્તાન્તની વહી ઉકેલી અને યથાશક્ય ઉતાવળે સંકેલી. પરિણામે સુલેહને *વેતધ્વજ ફરકાવવાના હુકમ છૂટ્યા. માનપુરસ્સર યુવરાજને તેડી લાવવાના નિશાનડંકા વાગ્યા. ત્યાં તે સામેથી ક્ષત્રિયકુલાવતંસ, પ્રખર મહારથી અને તેજસ્વી મુખમુદ્રાવાળા
૧૧.