________________
[૩૪]
પ્રભાવિક પુરુષો : એને અંદર મોકલવાની આજ્ઞા આપતાં જ મહારાણી અને સુચેષ્ટા કુમારી પાસેના ખંડમાં ચાલ્યા ગયા.
દૂતે આવી નમનપૂર્વક જણાવ્યું કે “ઉદ્યાનમાં પ્રભુ શ્રી વર્ધમાનસ્વામી સમવસર્યા છે.”
આ કર્ણપ્રિય સંદેશ શ્રવણ કરી, દૂતને વધામણી તરીકે પારિતોષિક આપી વિદાય કર્યો અને હર્ષાતુર હૃદયે જ્યાં મહારાણી છે ત્યાં જઈ આ સંદેશ સંભળા.
મહાસતી–“નાથ ! અહિંસાના ફીરસ્તાના આકસિમક આગમનથી હવે તે હિંસાયજ્ઞ અટકશે ને ?”
રાજા–“ અલબત્ત, દેવની સ્થિરતા સુધી તે ખરા જ.”
રાણી—“ દરમિયાન અન્ય સંદેશ મળે તો એ કાયમી કેમ ન બને? ”
આજે વૈશાલીની પ્રજાએ આંખ ઊઘાડતાં જ નિરાળું દશ્ય જોયું. કેટલાયે દિવસથી મગધ પર હલ્લે લઈ જવાની તૈયારી ચાલુ હતી અને દિ'ઊગ્યે જુદા જુદા ભાગમાં વજિજ-મલ્લલિચ્છવી આદિ જાતિઓના દળે ગણના પ્રણેતા ચેટકમહારાજની કુમકે શસ્ત્રસજજ થઈ આવતાં હતાં એ એની નજર બહાર નહોતું. એકાદ બે દિવસમાં પ્રયાણના મંગળ સૂર શ્રવણ કરવાની આતુરતા હતી ત્યાં એકાએક જુદી જ ઉષણા સંભળાણું. પરમાત્મા મહાવીર દેવના વંદન અર્થે મહારાજા તરફથી નીકળનાર સવારમાં જનતાને ભાગ લેવાની હાકલ હતી. સત્વર પ્રાત:કૃત્યથી પરિવારી તૈયાર થઈ જવાની સૂચના હતી. આખી દિશા જ ફરી ગઈ હતી.
અહિંસાના ફરિસ્તાના પધારવાથી સંગ્રામ(યુદ્ધદેવને જે