________________
[૨૬૪]
પ્રભાવિક પુરુષો : પણ અણસ્પશી રહેવા દીધી ખરી ? હું કેણ ? મગધના સ્વામીને વહાલસોયા પુત્ર! રાણી ધારણુને એકલવાયો ચિરંજીવી ! અને જેની શુશ્રષામાં આઠ આઠ તો લલનાઓ. વળી જેના શયનગૃહની મનહરતા આગળ તો સ્વર્ગની શોભા પણ કંઈ વિસાતમાં નથી–એ મહાલયમાં વસનાર રાજપુત્ર મેઘ, અત્યારે કયાં પડ્યો છું. અરે ! આ કેવું પરિવર્તન! જાણે માનસરોવરનો હંસલો એકાદ છીછરા ખાબોચિયાંને કાંઠે! ક્યાં મારી એ સુંવાળી શય્યા અને કયાં આજનો આ કર્કશ સંથારો? ગઈકાલનો હું સેવ્ય આજે તો સેવકની કક્ષામાં-અને તે પણ તદ્દન છેલે નંબરે ! આ તો હજી પાશેરામાં પહેલી પૂણી ! નવા જીવનની પ્રથમ રાત્રિએ જ-પ્રવેશકાળની પ્રથમ ઘટિકાએ ભજવાતો આ અભિનય મારાથી યે સહ્યો જાય?
કંઈ નહીં, જાગ્યા ત્યાંથી સવાર. ક્યાં બગડી ગયું છે? ભલેને એક રાતની ઊંઘ બગડી, ભલેને આંખ સરખી ન મળી. ફિકર નહીં એ ઉજાગરાએ પરિસ્થિતિનું ભાન તો કરાવ્યું. પ્રભુ શ્રી મહાવીરની મીઠી દેશનાએ પ્રગટાવેલ પાવક કેટલો ક્ષણસ્થાયી છે એને ખ્યાલ તે આવ્યા. ત્યાગ પાછળના યશોગાન અને વૈરાગ્ય પાછળની લાંબી મોટી પ્રશસ્તિઓ ભલે શ્રવણ કરવામાં કર્ણપ્રિય લાગે છતાં એને અનુભવ મને તો અરુચિકર નિવડ્યો એ નિશંસય વાત છે. સવાર થતાં જ ભગવાન વીરને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવાનું કેન્નાથ ! આપને સાધુવેશ આપશ્રીને જ મુબારક. અગણિત સુખોમાં રમનારા “મેઘ ”ને એ ન ખપે. આખી રાત્રિ કેવળ ચિંતામાં ગાળી. પાસું વાળી જરા સૂવાનું પણ ન મળ્યું, પણ એ રોજ કમ કેટે વળગાડવાની મારી ઈચ્છા હવે નથી.”
વિચારવાયુની ગતિ જ ફેરવાઈ ગઈ. “સંયમ પંથ અકાર” જાણનાર, “વ્રત છે ખાંડાની ધાર” એમ માનનાર મેઘ આજે એકાએક નજીવા કષ્ટથી ઊલટા વિચારે ચડી ગયો. એની દષ્ટિ સન્મુખ સંસારના છીછરા સુખ-સરવાળે જેમાં સારનું નામ માત્ર નથી