________________
મેઘકુમાર
रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातम् ।
भास्वानुदिष्यति हसिष्यति पंकजश्रीः ॥ એવી રઢીઆળી પ્રભાત થતાં જ હું તે ચાલી નીકળવાનેઆ મુનિવેશ પાછો સંપી દેવાનો. સીધો મારા મંદિરીએ પહોંચવાનો. અહા ! મારી પ્રેયસીઓને એથી કેટલો આનંદ થશે ? માતા ધારણ તો રાજીરાજી થઈ જશે. મારા નિશ્ચયમાંથી પાછા વાળવા એણે કયાં ખામી રાખી હતી ? કેટકેટલા ઉપસની–આવી પડતાં કષ્ટોની ભૂતાવળ દેખાડી હતી, પણ મેં મૂખએ એમાંની એક પણ વાત કાને ન ધરી અને આવેશમાં આવી, એ રૂપના રાશિ સમી રામાઓના નેહને તરછોડી દઈ, હિતવત્સલ માતાના આદ્ર વચનોને અવગણું, જેની સરખામણી અસિધારા વ્રત સાથે થાય છે એવા આ સંયમપંથને સ્વીકાર્યો અને એ ઉતાવળિયાપણાનો આ નતિજે નજરે નિહાળે.”
રાત્રિ ઝપાટાબંધ વહી રહી છે. ઘટિકાઓ એક પછી એક ડંકા વગાડતી ચાલી જાય છે. સંથારાપરિસીમાં “gsઠું નથિ છે
” ના છેલા ચરણ ભણ્યાને બે, ત્રણ, ચાર તો શું પણ બરાબર સાત કલાક થઈ ચૂક્યા છે, છતાં આંખને કણે સરખા ભેગો થયે નથી. સંથારાપોરિસીના મધુરા આલાપ વેળા ધારેલું કે “હાશ, હવે નિરાંતથી દેહને લંબાવી, દિવસભરના પરિશ્રમને ભૂલી જઈ, શાંત નિદ્રાનું આસ્વાદન કરશું. અરે! પરિગ્રહનું નામ ન હોવાથી, કોઈ પદાર્થની વિચારણું કે અન્ય પ્રકારની આળપંપાળને રંચ માત્ર સંબંધ ન હોવાથી “ફિકરની ફાકી કરનાર ફકીર સમ નિરાંતે ઊંઘીશું; પણ એમાંનું કંઈ બન્યું ખરું? આખી રાત શું અનુભવ્યું? ઠલ્લામાત્રાના ગમનાગમને સાડાત્રણ હાથ ભૂમિ