________________
| ૨૬૨ ]
પ્રભાવિક પુરુષ :
રાજાને માન ઉપજ્યું. તરત જ શ્રેણિકરાજા રાણી ચેલા આદિ પરિવાર સહિત પુન: પ્રભુ સમીપ જવા નીકળ્યા. દંપતી વચ્ચે રસ્તે ઘણી ઘણી વાતા થઇ. વહેમના વાદળ વિખરાઇ ગયા. પ્રીતિની ગાંઠ મજબૂત બની અને અભય જેવા પુત્ર માટે ગૈારવ પેદા થયું, પણુ સમવસરણમાં આવીને જ્યાં અભયમ ંત્રીને સ્થાને સંસારઅંધન ત્યજી, લેાચ કરાવી નિથ થયેલા સાધુ અભયને જુએ છે ત્યાં હર્ષોંના એટ થઇ ગયા ! ઘડીભર રાજવી સ્તબ્ધ થઇ ગયા. જમણા હાથ તૂટી ગયા એમ એમને લાગ્યું. કેમે કર્યું મન માનતું નથી. જો કે પેાતે બધું સમજે છે. અભયમુનિએ તે મિષ્ટ ભાષામાં પેલી વાત જ યાદ કરાવી. શ્રેણિકરાજને એ પ્રસંગ યાદ આવ્યે. તે મને છેતયે ’ એટલુ જ ખેલી શક્યા. વાંદીને પાછા વળ્યા.
(
અભયકુમારે સંસાર દીપાળ્યા અને આત્મશ્રેય પણ સાધ્યું. કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થયા અને ત્યાંથી રચવી, મહાવિદેહક્ષેત્રમાં માનવભવ પામી ચારિત્ર લઇને મેક્ષે જશે.