________________
[ ૩૩૨ ]
પ્રભાવિક પુરુષો : જાય છે. પુરુષ જેવો જ આત્મા સ્ત્રી જાતિમાં વસે છે. એટલે ઉભયનાં કાર્યો જુદા પ્રકારનાં છતાં ઉભય સમાન છે, સમાન શક્તિશાળી છે અને પરસ્પરના વ્યવહારમાં મિત્ર જેવા છે એ જૈનસિદ્ધાંતના ઉમદા સૂત્રને પણ નજર બહાર રાખવામાં આવે છે. અલબત્ત, કથાનકમાં કઈ કઈ સ્થળે કારણવશાત્ “નારી નરકની ખાણ” કે “મોક્ષની અર્ગલારૂપે કહેવાઈ છે, પણ એની સાથે એ જ નારીને “રત્નકક્ષી” ને “જગદંબાનાં બિરુદ પણ અપાયાં છે, એ વર્ગની સતીઓને સૈ કરતાં પ્રથમ નમસ્કાર કરાયા છે. એની મૃદુતા–કમળતા કે અન્ય ગુણના કારણે અથવા તો તીવ્રતમ કર્મ આચરવાની અશક્તિએ એને માટે સાતમી નરકનાં દ્વાર પર કાયમને માટે ખંભાતી તાળું વાસવામાં આવ્યું છે અને ભાગ્યે જ એવી ધર્મકિયા હશે કે જેમાં પુરુષની જોડાજોડ સ્ત્રીની હાજરીની જરૂર નહીં માની હોય. અરે સ્ત્રી તીર્થકર શ્રી મલ્લિનાથે દીક્ષા લીધી તે જ દિવસે કૈવલ્યપ્રાપ્તિ. એકાદ ઉપસર્ગનું સહન કરવાપણું પણ નહીં? શું નારીજાતિનું આ ગૈરવ નથી ?
આ ઉપરથી શું એ સૂચિત નથી થતું કે ધર્મ—નીતિના ગ્રંથમાં નર કે નારીવર્ગ માટે જે કંઈ આલેખન કરાયાં છે એ નહિં કે સ્ત્રીને ઉતારી પાડવા સારુ; પણ તે તે પ્રસંગના ગુણદોષ ધ્યાનમાં લઈને કરાયાં છે. અલબત્ત, લેખકની દૃષ્ટિએ એમાં રંગપૂર્તિ આછી કે ઘેરી થઈ ગઈ હોય.
સમાન હક્ક નો પ્રશ્ન નો નથી. જૈનધર્મ એ હકક આપેલો જ છે, પણ એને અર્થ “સમાન-કર્મો જે કરવામાં આવતો હોય તો એમાં ગંભીર ભૂલ થાય છે એ અચૂક છે; એટલું જ નહિં પણ સુખી સંસારને ભસ્મીભૂત કરનાર ભયંકર અગ્નિ છે. તેથી જ ઉભય આત્માનાં દૈનિક કર્મો ભિન્ન દર્શાવાયાં છે એક રળી લાવનાર છે તો બીજાને તેની ત્રેવડ કરવાની છે.