________________
ચેડા મહારાજા :
[ ૪૦૫] મગધેશ અને વૈશાલીપતિ ધર્મના કાંટે તળતાં એક જ પિતાના પુત્ર સદૃશ પરમાત્મા શ્રી વર્ધમાન સ્વામીના ચુસ્ત ઉપાસકે છે. આપણું અંત:પુરમાં ભગિની સુષ્ઠાએ પેલી તાપસીને વાદમાં પરાજય પમાડ્યો હતો ત્યારપછી તેણું (તાપસી) બહેન સુયેષ્ઠાને સંકટમાં નાંખી વેર વાળવા ઈચ્છતી હતી. એને કાને મગધના દૂતને પિતાશ્રીએ ના પાડી વિદાય આપી એવી વાત આવતાં જ તેણે સીધી રાજગૃહ આવેલી અને સુજ્યેષ્ઠાબહેનનું સુંદર ચિત્ર જેના પર દેરેલું છે એ પટ્ટ મહારાજા શ્રેણિકને બતાવેલ. એ જોતાં જ રાજવીનું ચિત્ત વધુ વિમૂહવળ બન્યું. લોકવાયકા કરતાં ચિત્રિત સુજયેષ્ઠા તેમને અતિ સૌન્દર્ય પૂર્ણ ભાસી. એના સમાગમ વિના જીવન નિરસ ભાસ્યું. સ્નેહમાં કે દ્વેષમાં પૂર્વ સંચિત કર્મો ઠીક ભાગ ભજવે છે–એ આપ સરખા ધર્મના અભ્યાસીઓથી અજાણ્યું નથી જ. પિતાશ્રીના મનોરથની પૂર્તિ થાય, મોટાં રાજ્યો વચ્ચે વિના કારણ રક્તપાત ન થાય-એ ભાવનાથી વીતરાગ ધર્મના અનન્ય ભક્ત, મંત્રીશ્વરમાં જેનું સ્થાન મુખ્ય છે એવા અભયે જે પેજના
જી હતી તે હવે જગજાહેર થઈ ચૂકી છે. તેમના પત્રથી પણ એનું પૂર્ણ સ્વરૂપ આપ જાણું ચૂકયા હશે, એટલે એ વાત લંબાવતી નથી. મહારાજા શ્રેણિકને પ્રેમ બહેન સુજયેષ્ઠા પર સંપૂર્ણ હતો એટલું જ નહિ પણ સાચો હતો. તાપસીએ વાત વેર વાળવાની દષ્ટિએ મૂકેલી, પણ ચૂસ્ત જૈનધમી રાજવીને મન વાદમાં પરાજય પમાડનાર કુમારિકાને માત્ર નયણે નિરખવાના જ નહિ, પણ જે શક્ય હોય તો પોતાની સહચરી બનાવવાના બીજા પણ ત્યારથી જ થયેલાં. વળી એ પણ એટલું જ સાચું છે કે જ્યાં સુધી મેં સ્વમુખે મારું નામ ચેલણું ન જણાવ્યું ત્યાં સુધી તે તો મને સુયેષ્ઠા જ સમજતા હતા. ચહેરાની સાદૃશ્યતાથી આ ભૂલભરેલ બનાવ બની ગયે. યાજકની ખાસ સૂચના હતી કે