________________
શ્રેષ્ઠી સુદર્શન
*
[ ૩૪૩ ].
જ્યારે રાજવી વધસ્થળે આવી પહોંચ્યો ત્યારે ત્યાંને દેખાવ કે તીર્થભૂમિના મેળા જેવો થઈ રહ્યો હતો. સવવંતશિરોમણિ એવા સુદર્શન શેઠ દેવતાઈ સિંહાસન પર બિરાજ્યા હતા. કંઠમાં વિવિધવણી ને નવપલ્લવિત પુષ્પોની માળાનું આરોપણ કરી, અંતરિક્ષમાં ઊભા રહી, શાસનદેવી એકત્રિત થયેલા જનવૃંદને ઉદ્દેશી ઉદ્દષણનાં મંગળાચરણ કરી રહ્યા હતા.
પોતે સતી મનોરમાની દઢ પ્રતિજ્ઞાથી કેવી રીતે ખેંચાઈ આવ્યા તે જણાવી આ કલંક એક પ્રશંસાપાત્ર વ્યક્તિના શિરે ચઢાવવામાં કઈ વ્યક્તિઓનો હાથ હતો? એ પાછળ કેવી નીચ મુરાદ હતી? તે સર્વ સ્પષ્ટ શબ્દોમાં જનતાને કહી સંભળાવી અંતમાં બેલ્યા કે–
ચંપાપતિએ કેવળ લાગણીવશ બની, ઉતાવળથી ન્યાય તોળવામાં ગંભીર ભૂલ કરી છે. એમાં રાજધર્મ ચૂક્યા છે. પુનઃ આવું કાર્ય ન બનવા પામે એ ખાતર હું તેમનું તે તરફ ધ્યાન ખેંચું છું. પ્રજાના પિતા સમા ભૂપાળે ન્યાય-નીતિના પાલનમાં પૂર્ણ લક્ષ આપવું ઘટે, નહિ તો અણુવિચાર્યા કાર્યોથી કઈક વાર રાજ્ય મહાન સંકટમાં આવી પડશે એવી આગાહીની સાથોસાથ ચેતવણી આપું છું.'
સદેવ જેના સુખ ખાતર નૃપ દધિવાહન ચિંતાતુર રહેતો અને અમાપ કાળજી ધરતો તે અભયાનું દુશ્ચરિત્ર શ્રવણ કરી એટલી હદે રોષાન્વિત બની ગયો કે કદાચ જે તેણી નજીકમાં હોત તો જીવતી રહેવા ન પામત. પ્રસંગ વિચારી, ગુસ્સાને દબાવી દઇ, મહાત્મા એવા સુદર્શનને પ્રણામ કરી પોતાના ઉતાવળાપણાથી જે કદથના ઉપજાવવામાં પોતે કારણભૂત બન્યો તેને માટે ક્ષમા માગી.
સુદન રાજવીને ઉદ્દેશી બોલ્યા કે–“મહારાજ ! આપ