________________
મંત્રીશ્વર અભયકુમાર :
[૨૩૩] જોખમે પણ પૂર્ણ કરતો. એમાં સ્વજીવનસાર્થક્તા યાને ફરજ સમજતો. ભીષ્મપિતાએ પિતાના સુખ અર્થે આજીવન બ્રહ્મચર્ય સ્વીકાર્યું. અભયકુમારના જીવનમાંથી સ્પષ્ટ એવું તો નથી દેખાતું છતાં એમણે રાજગાદીના દેહને લાત મારી, સંસારની વાસનાઓને ત્યજી દઈ, સંયમ સ્વીકાર્યો એ તો ખુલ્લું જ છે.
ચેટકરાજે મગધના રાજકુળમાં પિતાની પુત્રી આપવામાં હીણપ જોયાની વાત જ્યારથી શ્રેણિકના કાને આવી ત્યારથી જ એના મનમાં વિશાલા સામે પ્રક૫ જન્મ્યો હતો અને જ્યારે તાપસી મુખે ચેટકપુત્રીના રૂપ–લાવણ્યની વાર્તા શ્રવણ કરી ત્યારે તે કોઈ પણ જોખમે એ મદાંધ ભૂપની કન્યાને પરણવાને મનસૂબો કર્યો હતો. પણ સત્તા અને સૈન્યમાં ચઢિયાતા બળવાળા ચેટક સામે માથું ઉચકવું એ ઓછું જોખમકારક ન હતું, તેથી કેટલીય વાર એ મનોવેદના મનમાં ને મનમાં જ સમાઈ જતી. પણ અપમાનને ડંખ ક્ષત્રિયપુત્રથી સહજ નથી ભૂલાતો. એમાં વળી રૂપકથાને વેગ મળ્યો એટલે પ્રચંડ તાલાવેલી જન્મી. અભયકુમાર સુધી એ વાત પહોંચી.
“ શ્રી ગણેશાય નમ: ” એ મંગલિક કાર્યના મંડાણનું આદ્ય સૂવ. ચેટકરાજ સામે બળથી નહિં તો કળથી વિજય પ્રાપ્ત કરે એ મહામંત્રીપણાને પ્રથમ કાર્યારંભ. એ માટે સાર્થવાહના વેશે વિશાલામાં જઈ, રાજ્યમહાલય નજીક વની, સુચેષ્ટાને શ્રેણિક પ્રતિ નેહવંત કરવી, સુરંગ ખોદાવવી, શ્રેણિક ભૂપને મેળાપ કરાવે, અલંકારને કરંડક લેવા સુણાનું જવું અને ચેલણને લઈ શ્રેણિક ભૂપનું સુરંગ માગે પલાયન થવું, એ વેળા સુલસાના બત્રીશ પુત્રેનું એકી સાથે મરણ થવું વિગેરે ગોઠવણમાં અભયકુમારે ગુપ્તપણે કાર્યદક્ષતાથી લીધેલા કામથી ભાગ્યે જ જૈનસંતાન અજ્ઞાત હોય. એટલે એ સંબંધી વધારે હકીકત ચેટક ભૂપની કથામાં આપેલ છે.
X